Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૩૯૮
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ થકાં તે બન્ને વીતરાગની આજ્ઞાના આરાધક હોય તે ધર્મકથા – સંવરરૂપી વૃક્ષ સેવીએ, તેથી મનવાંછિત સુખ પામીએ. તે સંવરરૂપી વૃક્ષ વખાણીએ છીએ. તે સંવરરૂપી વૃક્ષ કેવું છે ? જેનું વિશુદ્ધ સમકિતરૂપ મૂળ છે. ધર્મ રૂપ કંદ છે. વિનયરૂપ વેદિકા છે. તીર્થંકર તથા ચાર તીર્થના ગુણ કીર્તનરૂપ થડ છે. પાંચ મહાવતરૂપ મોટી શાખા છે. પચ્ચીસ ભાવનારૂપ ત્વચા છે. શુભધ્યાનને શુભયોગરૂપ પ્રધાન પલ્લવ પત્ર છે. ગુણરૂપ ફૂલ છે, શીયળરૂપ સુગંધ છે, આનંદરૂપ રસ છે, મોક્ષરૂપ પ્રધાન ફળ છે. મેરૂ ગિરિના શિખર ઉપર જેમ ચૂલિકા બિરાજે છે. તેમ સમકિતિના હૃદયમાં સંવરરૂપી વૃક્ષ બિરાજે છે. એવી સંવરરૂપી શીતળ છાંયા જેને પરિણામે તેના ભવોભવનાં પાપ ટળે ને તે પરમ અતલ સુખ પામે. ઇત્યાદિ ચાર પ્રકારની કથા. સંવેગણી, નિર્વેદણી, વિક્ષેપણી, આપણી. એ ચાર કથા વિસ્તારપણે કહે તેને ધર્મકથા કહીએ એ ધર્મ ધ્યાનનું ચોથું આલંબન કહ્યું. આપણી પ્રમુખ ૪ કથાનો વિસ્તાર ઠાણાંગ સૂત્રનાં ચોથે ઠાણે બીજે ઉદેશે સૂત્ર ૫૮ મળે છે.
હવે ધર્મધ્યાનની ચાર અણુપેહા કહે છે. અણુપેહા તે કોને કહીએ? જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય તેનો સ્વભાવ સ્વરૂપ જાણવાને અર્થ સૂત્રના અર્થ વિસ્તારે ચિંતવીએ તેને અણુપ્રેહા કહીએ.
પહેલી અશુપેહા કહે છે. એગચ્યાણુપેહા તે કોને કહીએ? જીવ અસંખ્યાત પ્રદેશી, અરૂપી, સદા ઉપયોગી તે ચૈતન્યરૂપ એવો એક મારો આત્મા નિશ્ચયનયે છે. તેમ સર્વ આત્મા નિશ્ચયનયે એવા જ છે. અને વ્યવહારનયે આત્મા અનાદિકાળનો અચૈતન્ય, જડ, વર્ણાદિ ૨૦ રૂપ સહિત પુદ્ગલનો સંયોગી થકો ત્રસ ને સ્થાવર રૂપ લઈને, નૃત્યકાર નટુવાની પેરે અનેકરૂપે અનેક છંદે પ્રવર્તે છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org