________________
પ્રસ્તાવના રતનાં જૈનતીર્થો અને તેમના શિષસ્થાપત્યનો સંચય અને પરિચય રજૂ કરીને તેના - સંપાદકે ગુજરાતની અનુપમ સેવા બજાવી છે. જૈન ધર્માનુયાયીઓમાં પ્રાચીન કાળથી કળાપ્રેમ માટે કેટલો સદાગ્રહ છે તેને પહેલે પરિચય કલ્પસૂત્રે તથા જૈન ધર્મનાં સચિત્ર ધાર્મિક પાઠગ્રંથોના ચિત્રો પરથી તૈયાર થયેલા જૈન ચિત્રકલ્પમ નામના પુસ્તકથી મળી ચૂક્યો છે. પરંતુ સ્થાપત્ય અને મૂર્તિકળાના અવશે વધુ સ્થાયી અને ટકાઉં સાધનામાં રચાયેલા હોવાથી ચિત્રકળા કરતાં ય પ્રાચીન કાળમાંથી તેની પરંપરાની સેરે મળી આવે છે.
આપણે જાણીએ છીએ કે બુદ્ધ ધર્મની સાથોસાથ જ જૈનધર્મની મૂર્તિકળાને ઉદય થયે છે. એટલે પ્રત્યેક સમયના ઉપલબ્ધ કલા સ્વરૂપમાં તેનાં પણ પ્રતીકે રચાતાં આવ્યાં છે.
ભારતવર્ષમાં મૂર્તિ અને વાસ્તુકળાનો પ્રારંભ કયારથી થયો તેને શ્રેણીબદ્ધ ઈતિહાસ કોઈ નક્કી કરી રાયું નથી. પણ પ્રાચીન વેદિય સાહિત્યન્ત દેવતાઓનાં સ્વરૂપનાં વર્ણન પરથી લાગે છે કે તેમની મૂર્તિઓનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ હશે. ઈદ્ર, અંબિકા વગેરે સ્વરૂપ તે અદ્યાપિપર્યત પ્રાપ્ત છે એટલે સંભવ છે કે બૌદ્ધ તેમજ જૈન સંપ્રદાયને જે કાળે મૂર્તિ નિર્માણ કરવાની આવશ્યકતા લાગી હશે તે વખતે વિશ્વકર્માનાં કુશળ સંતાનો દરેક સ્થળે તત્પર હશે.
પાપાણયુગના કળાકારોએ પોતાની વીરો કે પિતૃઓની સ્મૃતિમાં વિચિત્ર આકૃતિવાળા ઊભા પથ્થરો પૃથ્વીના જુદાજુદા ભાગોમાં ખડા કર્યા હતા અને આવી જ કોઈ વૃત્તિથી પ્રેરાઈ દેવસ્થાનોની જગ્યા પર સ્તંભ મૂકવાનો આરંભ પછીના વિકસિત યુગમાં ઉપજે હોય તે સંભવિત છે. તે સાથે મનુષ્ય અને દેવાનિની મૂર્તિઓમાં અમૂક અમૂક તફાવત રાખવામાં આવ્યા છે.
ઈતિહાસકાળની સૌથી પુરાણી જે મૂર્તિઓ મળે છે તેમાં મગધના રાજવંશ શિશુનાગવંશના રાજા અજાતશત્રુની મથુરા મ્યુઝિયમમાં છે. એ બુદ્ધના સમકાલીન યુગની છે. ઈ.સ. પૂર્વે ૫પરમાં તે અધિકાર પર આવ્યા અને ઈ. સ. પૂર્વે પરપમાં મૃત્યુ પામ્યા. તે મૂર્તિની ઊંચાઈ ૮'-0" છે. એ સિવાય અજાતશત્રના પૌત્ર અજઉદીય (જેણે પાટલીપુત્ર વસાવ્યું હતું, અને જેનું મૃત્યુ ઈ. સ. પૂર્વે ૪૬૭માં થયું તે) તથા તેના બેટા નંદીવર્ધન (મૃત્યુ ઈ.સ. પૂર્વે ૪૧૮) તે બંનેની મૂર્તિઓ પટણાની પાસેથી મળેલી. હાલ તે કલકત્તા મ્યુઝિયમમાં છે. આ ત્રણે મૂર્તિએ એક જ શેલીની છે અને માણસથી પણ વધુ ઊંચાઈની છે. આ શૈલીનો વિકાસક્રમ ઈ.સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિથી માનવો પડશે. એ મુર્તિઓ ભાવર્તિઓ નથી. પણ જે વ્યક્તિની છે તેમનું જ વ્યક્તિ સ્વરૂપ તેમાં ખીલવવામાં આવ્યું છે. પ્રાચીનકાળના રિવાજને એક ઉલ્લેખ એવો મળે છે કે મૃત્યુ બાદ રાજાઓની મૂર્તિ બનાવી તેને એક દેવકુલ (દેવળ)માં રાખવામાં આવતી અને ત્યાં તેની પૂજા કરવામાં આવતી. આ રિવાજમાં ઈજિપ્તના પીરામીડેમાં પહેલા બાદશાહોની કબરાની ઝાંખી અસર નહિ હોય?
અને એની પ્રેરણુએ બુદ્ધ અને જિનનાં નિવાસસ્થાનો તથા ઉપદેશસ્થાનોમાં વિહાર અને ચિત્ય કરવાની પ્રણાલી આવી હશે. વિતરાગી મહાપુરુષો પિતાની મૂર્તિઓ કે ચિત્રા કરાવી પૂજવાનું કદી ન જ કહે, પણ તેના ઉપદેશકોએ, સાધકેનાં મન સ્થિર કરી ધ્યાન દ્વારા આધ્યામિક ભૂમિકા પર લઈ જવાને આસનસ્થ યોગી સ્વરૂપો–બુદ્ધ ભગવાન કે જિન ભગવંતે--ની મૂર્તિઓ કલ્પવાનું અને તેની પ્રતિષ્ઠા કરવાનું યોગ્ય ધાર્યું હશે. તેથી એ મૂર્તિઓમાં વ્યક્તિવિશે સ્વરૂપને બદલે ભાવનાત્મક આકૃતિઓ જ મૂખ્યતઃ મળી આવે છે.
"Aho Shrutgyanam"