________________
આમુખ on ગવતી સરસ્વતીના ઉપાસક જૈન વિદ્વાનોએ ગત બે હજાર વર્ષમાં સંસ્કૃત, પ્રાકૃત,
' અપભ્રંશ અને બીજી અનેક દેશવ્યાપાઓમાં વિવિધ વિષયો ઉપર અનેકાનેક પ્રકારની ઉત્તમ સાહિત્યિક કૃતિઓનું સર્જન કરીને ભારતના જ્ઞાનભંડારમાં અનુપમ વૃદ્ધિ કરી છે અને જિજ્ઞાસુ જનસભાજને વિશિષ્ટ પ્રકારે વિદ્યાવિભૂષિત બનાવવાની અખંડ ઉપાસના કરી છે, તેમ લક્ષ્મીદેવીના આરાધક જૈન ધનવાનોએ પણ ભારતના અનેક પ્રદેશ, નગર, ગ્રામ, પર્વત અને જંગલમાં નાના પ્રકારના સ્તૂપ, સ્તંભ, ચં, મંદિરો, દેવકુવો, વિવારે અને ધર્માચારો આદિના રૂપમાં અસંખ્ય સ્થાપત્યામક કીતનોનું નિર્માણ કરીને ભારતીય સ્થાપત્યકલાના ઉત્કર્ષમાં અનન્ય પૂર્તિ કરી છે અને ભાવુક જનસમૂહના હૃદયને પ્રભુભક્તિ અને પરમાત્મ–પ્રાર્થનામાં તલ્લીન થવા માટે ભવ્ય આશ્રય
સ્થાને અને ઉપાસ્ય-પકાની રચના કરવામાં અનંત વ્યવ્યય કર્યો છે. સૂર કાલના પ્રભાવે અને • વિદ્વેષી વિધર્મીઓને અત્યાચારે એ જન સ્થાપત્યને ઘણે ભાગ નષ્ટ કરી નાખે છે છતાં આજે પણ
જે કાંઈ વિવમાન છે તે પોતાના સ્વરૂપમાં અસાધારણ અને અપરિમિત છે. એની ગણના કરવી કઠિન છે અને એનું મૂલ્યાંકન થવું અશક્ય છે. આખાય ભારતવર્ષમાં વસતા જેને પાસે વર્તમાનમાં જે કાંઈ ધનસંપત્તિ હશે તેના કરતાં સેકડે-ડજારગણી વધારે સંપત્તિના મૂલ્યવાળા આ વિધમાન જૈન સ્થાપત્ય-અવશેષ છે. જેનાં આ સ્થાપત્યાત્મક કાર્યોનો સમુચ્ચય ભારતીય કલા, સંસ્કૃતિ અને સમૃદ્ધિનાં અદ્વિતીય અલંકરણે છે. અખંડ ભારતની એ રાષ્ટ્રીય પૈતૃક સંપત્તિ છે. એ સંપત્તિને પરિચય કરવો એ માત્ર જનનો જ નહિ પણ દરેક ભારતીય સંતાનને ધર્મ અને અભિલા હેવો જોઇએ.
ને યુરોપ વગેરે દેશમાં તો આવી દરેક સ્થાપત્યાત્મક રાષ્ટ્રીય સંપત્તિને પરિચય કરાવનારી નાની-મેટી અનેક હેડબુક (પુસ્તિકાઓ) અને આલ્બમ (ચિત્રસંગ્રહ) વગેરે બહુ જ સુંદર રીતે છપાવેલી હોય છે જેમાં એતિહાસિક અને ક્ષા-પરિચાયક વિવેચનાવાળાં વણને પણ સાથે આપેલાં હોય છે. આપણા દેશમાં હજી એ રીતે આપણી આ સ્થાપત્ય સંપત્તિની પ્રસિદ્ધિ કરવાનો પ્રયત્ન નથી થયો. સરકારને પુરાતત્વ વિભાગ તરફથી આવી કેટલીક પ્રસિદ્ધ પ્રસિદ્ધ શિપવિભૂતિઓના વિષયમાં, આલિૉજીકલ વિભાગના રીપોર્ટી તેમજ પુરતામાં સચિત્ર વર્ણને આપવામાં આવેલાં છે ખરાં, પરંતુ તે પુસ્તકે બહુ જ ભારે કીંમતનાં અને મેટાં કદનાં હાઈ સર્વ સાધારણના ઉપયોગની દષ્ટિએ તે નિપયોગી છે. ઘણાં વર્ષો ઉપર કાઈ યુરોપિયન કંપનીએ શત્રુંજયનાં કેટલાંક દો અને મંદિરનાં ચિત્રનું એક સુંદર આમ પ્રકટ કર્યું હતું જે બહુ જ આકર્ષક હતું. તે પછી આનો કોઈ પ્રયત્ન થયો હોય તે જાણમાં નથી.
આ દષ્ટિએ, જૈન સ્થાપત્ય અને જેન ચિત્રશિપની પ્રસિદ્ધિ માટે અનન્ય ઉત્સાહ અને અથાક પરિશ્રમ સેવનાર શ્રીયુત સારાભાઈ નવાબનો “ભારતનાં જૈનતીર્થો અને તેમનું શિ૯૫સ્થાપત્ય નામનો પ્રસ્તુત સંગ્રહ વધાવી લેવા લાયક છે. જૈન ચિત્રક૫કમ નામનું મૂલ્યવાન પુસ્તક પ્રસિદ્ધ કરીને સારાભાઈ નવાબે વિજ્ઞાનમાં સુખ્યાતિ મેળવેલી છે અને તે પુસ્તક દ્વારા જૈન ગ્રંથભંડારોમાં છુપાએલી અમૂલ્ય ચિત્રસંપત્તિને વિદ્વવને કેટલેક અભિનવ પરિચય કરાવી, જન સમાજની પ્રશંસનીય સેવા બજાવી છે. સારાભાઈનો ઉત્સાહ અપૂર્વ અને પરિશ્રમ પ્રચંડ છે. એમની ઈચ્છા તે ભારતના ખૂણે ખૂણામાં આવેલા દરેક જૈન મંદિર અને શિલ્પકૃતિને સુંદર રીતે પ્રસિદ્ધિમાં લાવવાની છે. પણ એ કાર્ય, યષ્ટિ સાધનવિહીન એક વ્યકિતની શક્તિ બહારનું હેઈ, “શુભેયથાશક્તિયતનીય એ ન્યાયાનુસાર એમણે હાલમાં આ એક સ્વલ્પ પ્રયનાત્મક પ્રસ્તુત સંગ્રહ પ્રકાશિત કરવાનો આરંભિક ઉદ્યોગ કર્યો છે જે એગ્ય આવકારને પાત્ર છે.
જિનવિજય
"Aho Shrutgyanam