________________
ભારતનાં જૈન તીર્થો વળી મારી સાહિત્ય પ્રવૃત્તિ તરફ હમેશાં વાત્સલ્ય ભરી નજરે જોનાર પુરાતત્વવિદ્દ કરી જિનવિજયજીને આ ગ્રંથમાં પુરેચન લખી આપવા માટે, તથા કલાપ્રેમીઓને આ ગ્રંથની પિછાન કરાવવા સારૂ મુરબી શ્રી રવિશંકર રાવળે લખી આપેલી પ્રસ્તાવના માટે તેઓશ્રીને પણ હું અંતઃકરણપૂર્ણ આભાર માનું છું.
આ પુસ્તકમાં આપેલાં ચિત્રો જેનોનાં પૂજય તીર્થકર દેવની મૂર્તિઓનાં અધાયક દેવેની મૂર્તિએનાં તેમજ જૈનોનાં પવિત્ર સ્થાપત્યોનાં હોવાથી અને પ્રકાશક પિતિ પણ જૈન હોવાથી આ પુસ્તકમાંના કોઈ પણ ચિત્ર અથવા સ્થાપત્યનો ઉપયોગ પ્રકાશકની પરવાનગી વગર જે તે કાર્ય માટે નહિ કરા માટે આગ્રહભરી વિનંતિ છે.
આ પુસ્તકની માત્ર બસે જ નકલો છપાવવામાં આવેલી છે તેથી પ્રકાશકની પડતર કિંમત પણ પ્રકાશકના હાથમાં આવે તેમ નહિ હોવા છતાં પણ જૈન ધર્મીઓને પ્રાતઃ સમયે જુદાંજુદાં તીર્થોનાં એક જ સ્થળે દર્શન થઈ શકે તે માટે, તેમજ કલાપ્રેમી સજજનોને જેનાશ્રિત સ્થાપત્યકલાનો કાંઈક ખ્યાલ આવે તે માટે જ આ પુસ્તક છાપવામાં આવેલું છે; તેથી આ પુસ્તક ખરીદનાર દરેક સજજનને તેને રખડતું મૂકીને અથવા જ્યાં ત્યાં ફેંકી દઈને તેની આશાતને નહિ કરવા માટે વિનંતિ છે.
સારાભાઈ મણિલાલ નવાબ
નાગજીભૂધરની પાળ • અમદાવાદ તા. ૧૫--૪૨ • અષાઢ સુદી ૨ ૧૯૯૮
"Aho Shrutgyanam