Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 37
________________ ભારતમાં સ્મૃતિ પૂજાની વિભાવના અને સ્મૃતિવિજ્ઞાનનાં લક્ષણા ભૂષણ, કેશવિન્યાસ, આયુધ કે પ્રતીક દ્વારા કલાનિર્દેશન થયુ.. મૌય કાલ પહેલાં યક્ષની પ્રતિમામાં અધેાવસ્ત્રો તથા ઉત્તરીય વસ્ત્રો જોવા મળે છે. શુગ અને મૌય કાલની મૂર્તિ આમાં અધેાવસ્ર, ઉત્તરીય વસ્ત્ર ઉપરાંત શિરાવેષ્ટન પણ જોવા. મળે છે. ૩૦ સ્ત્રીઓના શ‘ગારમાં કેશવિન્યાસના નમૂના અત્યંત આકષ ક છે. કેશવિન્યાસના વિવિધ પ્રકારા પ્રચલિત હતા. સ્ત્રીઓ વિવિધ પ્રકારે કેશવિન્યાસ કરતી. દેવપ્રતિમાઓમાં પ્રભાચક્ર જોવા મળતું. મસ્તક પર વિવિધ પ્રકારના મુગટ જોવા મળતા. હાથમાં આયુધ, વાદ્ય કે યંત્ર જોવા મળતા. શંખ, ચક્ર, ગદા, પદ્મ, વિષ્ણુની પ્રતિમામાં; શિવ મૂતિમાં ડમરૂ, નાગ, ત્રિશલ; બ્રહ્મા માટે કમ`ડલ, અક્ષમાલા તથા સરસ્વતી માટે પુસ્તક વીણા વગેરે પ્રતીકા પ્રયેાજાયાં છે, જે તેમના ઉપકરણાનુ' તત્કાલીન સ્વરૂપ સૂચવે છે. વજ્રભૂષણના પ્રયાગ કાલ અને સ્થાન અનુસાર કરવા જોઈએ એમ ભરતે નાટયશાસ્ત્રમાં કહ્યુ છે: भूषणानां विकल्पं च पुरुष - स्त्री - समाश्रयम् । नानाविध' प्रवक्ष्यामि देशजानि समुद्भवम् ॥ વરાહમિહિરની શ્રૃહત્સ`હિતામાં પણ દેશાનુરૂપ આભૂષણ, વેશ વગેરે સજવાનુ કહ્યું છે. મૂર્તિની પીઠ પર જે અભિલેખ ાતાઁ હાય તેના પરથી પ્રતિમા કાણે ત્યારે કરાવી તે વિશે માહિતી મળે છે. આ ઉપરાંત શાસકનુ નામ, પદવી, તેને સમય, પ્રતિમાનુ· દાન કેાણે કર્યું, દાનની વિગત, ધામિક મંત્ર વગેરેની માહિતી પણ મળે છે. કનિષ્કના રાજ્યકાળના ત્રીજા વર્ષીમાં સારનાથમાં એક ખુ પ્રતિમાની સ્થાપના કરાઈ જેતુ" પૂરું વર્ણન તેની પીઠ પરના લેખમાં છે. સાંચીમાંની ઉપલબ્ધ મુહૂ પ્રતિમાની પીઠ પર અંકિત લેખમાં મૂર્તિ સ્થાપનાનું વર્ણન છે. પ્રાચીન બૌદ્ધ કલાકૃતિઓના અધ્યયન પરથી સમાજના આશ, કામળ, ભાવના, સ્વાથ પરતાથી વિમુખ વિષયેાનું જ્ઞાન સ્વયં થાય છે. ભરતુત, મેધગયા, અમરાવતી અને સાંચીનાં તારણ પર જાતક કથાઓનાં નિર્દેશનવાળાં જેટલાં સદાચારની પરાકાષ્ઠા છે. આમ ભારતીય પ્રાણીમાત્રને કલ્યાણ, હિત, સુખ અને શિપેા છે, તેમાં આદશ વાદ તથા કલાની એ વિશેષતા છે કે તે દ્વારા સદાચારના ઉપદેશ મળે છે.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90