Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 50
________________ પ્રકરણ ૪. મૂર્તિવિધાન : દેહમાન અને અંગ-ઉપાંગ (અ) મૂર્તિના પ્રકારે મૂતિઓના મુખ્ય બે પ્રકાર જોવા મળે છે એક સ્થાવર અને બીજે જંગમ. તે ચલ અને અચલ એવા નામે પણ ઓળખાય છે. સ્થાવર સ્થિર એટલે કે અચલ મૂતિઓ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે, જયારે જગમ યાને ચલ મૂતિઓ ઉત્સવો અને વરઘોડાઓ વગેરે માટે ઉપયોગી હોય છે. દેવ-દેવીઓના વરડા ચડાવવાનો રિવાજ પ્રાચીન કાળથી જોવા મળે છે. જેમકે જૈન સંપ્રદાયમાં જળયાત્રા, માળાપરિધાન અને બીજા કેટલાક ઉત્સવો ઉપર દેવોના ભારે દબદબાવાળા વરડા ચડાવવાનો રિવાજ પ્રાચીન કાળથી પ્રચલિત છે. આમ ભારત ભરમાંથી સ્થાવર મૂતિઓ સાથે ચલ મૂતિઓ ઉપલબ્ધ બની છે. ગુજરાતમાંથી પણ વેદિક જૈન અને બૌદ્ધ સંપ્રદાયની ચલમૂતિઓ મળે છે. જૈન અને વૈદિક સંપ્રદાયની તો હજારે નાની મોટીધા મૂર્તિઓ જોવા મળે છે. આ સિવાય મૂતિનો ત્રીજો પ્રકાર ક્ષણિક મૂતિઓને છે. વ્રત, અનુઠાને અને વિશિષ્ટ પ્રસંગેએ મૃત્તિકા કે બીજા દ્રવ્યની મૂતિ બનાવી તેનું પૂજન, અર્ચન, બલિદાન અપી તે મૂતિનું જલ-વિસર્જન કરવામાં આવે છે. પાર્થિવ લિંગપૂજામાં જ નવું શિવલિંગ બનાવી પૂજવાનું વિધાન છે. આ ઉપરાંત પ્રાચીન ભારતીય મૂતિના બીજા અનેક પ્રકારે વિભિન્ન દષ્ટિકણથી પાડી શકાય છે. - કલા કેન્દ્રો અને શૈલીઓની દષ્ટિએ મૂર્તિઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. દ્રવ્ય દષ્ટિએ વિચારીએ તે આ પ્રકારની મૂતિઓમાં પાષાણુ મૂતિઓ, ધાતુ મૂતિઓ, કૃત્તિકા મૂતિઓ વગેરેને સમાવેશ થઈ શકે.

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90