________________
“મૃતિવિધાન : હા, ઉપકારણે વાહને વગેરે.
१७
રીતે આ પણ એક પ્રકારને કેશકલાપ છે. ઉત્તરકામિકાગમમાં તેની વ્યવસ્થિત વિચારણ રજૂ કરતાં જણાવ્યું છે કે “જટા મુકુટમાં પત્રકૂટ, રત્નકૂટ, પુરીસ વગેરે ભાગે કપી તેમાં યોગ્ય સ્થાને, પત્રો, રત્ન, મકનાં રેખાંકને ગૂંથતાં શિવના જટામુકુટમાં મધ્ય દ્વિતીયાનો ચંદ્ર અને એક બાજુ નાગકણાનો આકાર જટાના ઉપરના ભાગમાં દર્શાવવો. તદુપરાંત જટાની અંદર ત્રણ યા પાંચ ગ્રંથિ વ્યક્ત કરવી. મૂતિઓના કલાવિધાનની અંદર પણ આવા જ રેખાંકનવાળા જટામુકુટો, શિલ્પીઓએ કતરી તેમાં 5 તે વિભાગો પાડવા જોઈએ.
કેશબંધનની મધ્યમાં સુવર્ણ કે રત્નનો પટ્ટબંધ બાંધવામાં આવતે હાઈ વચ્ચે વચ્ચે સુવર્ણ અને રત્નનાં અલંકરણે, પુષ્પ વગેરે મુકવામાં આવતા. ધન્સિલ :
ધમિલ એ એક પ્રકારનો કેશબંધ છે, તેની નીચેનો ભાગ માથાને ઘેરા-વાથી ૩/૫ જેટલે રાખી, ઉપરની ટોચને ભાગ નીચેની પહોળાઈના ૧/૩ જેટલે પહેળે બનાવવામાં આવે છે. તેમાં ત્રણ બધે જુદે જુદે ઠેકાણે કપી, તેનું બંધન સુવર્ણ કે રત્નપટ્ટ વડે જવું પડે છે. દેવીઓનાં સ્તુતિ-પોમાંથી ધમ્મિલના વધુ ઉલ્લેખ મળે છે. મંડલિની પત્નીઓના વાળ ધમ્મિલ પદ્ધતિમાં હોય છે. અલકચૂડા :
આ ધમિલને મળતે એક પ્રકારને કેશબંધ છે. ફકત તેમાં સુવર્ણપદ્ધના બલે રત્નપટ્ટી બાંધવાની ખાસ વિશિષ્ટતા તરી આવે છે. મદ્રાસ અને કેરલ પ્રાંતમાં પસ્મિલની માફક આ કેશબંધનો પ્રચાર પણ સ્ત્રીઓમાં જોવા મળે છે. મુકુટ એ દેવ યા તો મનુષ્યનું પ્રતિભાશાળી ચિહ્ન છે. ધમ્મિલ અને અલકડા વિશેષતઃ સ્ત્રીઓમાં પ્રચલિત કેશકલાપ છે. રાજાઓના રક્ષકેની સ્ત્રીઓના વાળની ગાંઠ અલગ્નડાની હોય છે. પ્રતિમાના કાલનિર્ણય માટે મુકુટ મહત્વનું સાધન છે. તેવી જ રીતે પ્રાંતીય અસરને કારણે પણ તેમાં કેટલાક ફેરફાર થયો હોવાનું જોઈએ છીએ, જેના ઉપરથી તે મૂતિ કયા પ્રદેશની હશે તેને કઈક ખ્યાલ આવે છે.
દેવી સરસ્વતીને કેશબંધ હોય છે. તેવી જ રીતે ભાનમાં અધિરાજાની રાણીઓને પણ કેશબંધ હોય છે. લક્ષ્મીના વાળની પદ્ધતિમાં કુંતલ હોય છે. તેવી જ રીતે અધિરાજા અને નરેન્દ્રોની સ્ત્રીઓની કેશરચના કુલ પ્રકારની હોય છે, (6) આધ-ઉપકરણે-વાઘો
આયુધોમાં અસ્ત્ર-શસ્ત્ર ઉપરાંત જીવ-પ્રાણી, મને રજક વાવો તેમજ