Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 21
________________ ધધ-ગ્રંથમાળા : ૧૬ : : પુષ્પ માટે જ મેલ્યા વિના કે હસ્યા વિના ખાવા તરફ ખ્યાલ રાખીને ખાવું. ’ હિતકારી અને અહિતકારી આહારની વ્યાખ્યા આયુર્વેદાચાĆએ કઇ રીતે કરી છે, તે જાણવુ` રસપ્રદ છે. તેઓ જણાવે છે કે-જે આહાર શરીરમાં સમપરિણામમાં રહેલી ધાતુઓને સમાન રાખે છે અને વિષમને સમ કરે છે, તે જ આહાર હિતકારી છે અને તેથી વિપરીત અહિતકારી છે. વધારે સ્પષ્ટ કહેતાં જે આહાર દેશ, કાલ, અગ્નિ, માત્રા, સાત્મ્ય, વાત, પિત્ત, કફ્, સંસ્કાર, વીર્ય, કાઇ, અવસ્થા, ક્રમ, પરિહાર, ઉપચાર, પાક, સંચાગ, મન, સ ́પત્ અને વિધિથી વિરુદ્ધ ડાય છે, તે અહિતકારી છે. દાખલા તરીકે મારવાડ કે કચ્છ-કાઠિયાવાડ જેવા રૂક્ષ અને જાંગલ દેશમાં લૂખા અને તીક્ષ્ણ પદાર્થોનું સેવન કરવુ' તથા સમુદ્રના કિનારાવાળા દેશેમાં દહીં-છાશમાં મીઠાને ઉપયોગ કરવા, એ દેશ વિરુદ્ધ ભાજન છે. શીત ઋતુમાં ઠંડા અને લૂખા પદાર્થોં વાપરવા અને ગ્રીષ્મ ઋતુમાં ગરમ પદાર્થોં વાપરવા, એ કાલ વિરુદ્ ભાજન છે. મંદાગ્નિ હાવા છતાં ઘી અને સાકરની મુખ્યતાવાળા કે પચવામાં ભારે પદાર્થ વાપરવા, એ અગ્નિ વિરુદ્ધ ભાજન છે. પ્રમાણથી અધિક ખાવું, એ માત્રા વિન્દ્ ભોજન છે. અથવા જે પદાર્થોં જે પ્રમાણમાં વાપરવા જોઇએ તેથી ઓછાવત્તા પ્રમાણમાં વાપરવા એ માત્રા વિરુદ્ધ ભાજન છે. શાકાહારીને માંસ આપવું કે લસણ-ડુંગળીની ખાધાવાળાને લસણ-ડુંગળી આપવી તે સાત્મ્ય વિ‡ ભાજન છે. વાતને, પિત્તને કે કને કૃષિત કરનારા પદાર્થોં વાપરવા, એ વાત વિરુદ્ધ, કફ વિરુદ્ધ અને

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74