Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan Author(s): Gunvant Barvalia Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 4
________________ નિલૈંઠા ભગવાન મહાવીર સ્વામીની ૨૬૦૦મી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી સમગ્ર ભારતવર્ષ અને દુનિયામાં જ્યાં જ્યાં જૈનો વસી રહ્યાં છે ત્યાં ત્યાં ıક્તગત અને સંસ્થાકીય ધોરણેથઈ. આજ સમયગાળા દરમ્યાન ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને લગતા ચિવાલય ગાંધીનગરથી એક પત્રમળ્યો. પત્રમાં જણાવ્યા પ્રમાણે ભગવાન મહાવીરની ૨૬૦૦મી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી અંતર્ગત ભગવાન મહાવીર વિશેના ૨૬ પુસ્તકો ક્રમશઃ પ્રગટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં મારી પસંદગી ‘ભગવાન મહાવીર અને સંયમજીવન' અંગેના પુસ્તકના લેખન કાર્ય માટે કરવામાં આવેલી. પુસ્તકની હસ્તપ્રત નિશ્રી વાત્સલ્યદીપને અમદાવાદ સૂપ્રત કરવાની વિનંતી પત્રમાં કરવામાં આવી હતી. મુનિશ્રી વાત્સલ્યદીપ સાથેના પત્ર વ્યવહારથી જાણયું કે મુનિશ્રીની પ્રેરણાથીજ ગુજરાત સરકારે આ પ્રકાશન પ્રવૃત્તિનોનિર્ણય લીધેલો, પરંતુ સરકારી વહીવટી કારણોને લીધે તેમાં વિલંબ થયો. ભગવાન મહાવીરના સંયમજીવન વિશેના આ પુસ્તકના લખાણ દ્વારા ચરમ તીર્થંકર દેવાધિદેવને ભાવાંજલિ આપવાનો નમપ્રયાસ કર્યો છે. પ્રકાશન કાર્યમાં સહાયક થવા બદલ પૂજ્ય મુનિશ્રી વાત્સલ્યદીપ, ડોં.રસિકભાઇ મહેતા નવભારત સાહિત્ય મંદિરના શ્રી અશોકભાઈત્થાશ્રી મહેન્દ્રભાઇનો આભારી છું. ગુણવંત બરવાળિયા ૬૦૧,સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ), મહાવીરજયંતી એપ્રીલ ૨૦૦૪Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 70