Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 22
________________ ઉત્તરાધ્યયન સૂત્રમાં મોક્ષનું પ્રવેશદ્વાર-મોક્ષનું મૂળ સમ્યગદર્શન છે, એવો ઉલ્લેખ દર્શાવી શાસ્ત્રકાર કહે છે “સમ્યગદર્શન વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના ચારિત્ર નથી. જ્ઞાન અને ચારિત્ર વિના મોક્ષ નથી નિર્વાણ નથી'. આ દ્રષ્ટિએ નિર્વાણ પ્રાપ્તિનું મૂળ સમ્યગદર્શન છે. નિર્વાણપ્રાપ્તિનું મૂળ, જ્ઞાન-દર્શન અને ચારિત્રની પૂર્ણતા છે. જયાં સુધી જીવનો દ્રષ્ટિકોણ યથાર્થ ન હોય, સમ્યફ ન હોય ત્યાં સુધી સાધનાની સાચી દિશાનું ભાન થતું નથી અને એના વિના લક્ષ્યસુધી પહોંચાતું નથી. લક્ષ્ય સુધી પહોંચવા માટે શ્રદ્ધા પરમ આવશ્યક જ નહી, અનિવાર્ય છે. શ્રદ્ધાને જ્ઞાનીઓએ પરમ દુર્લભ કહી છે. માનવનું સર્વોત્તમ ધન શ્રદ્ધા છે. શ્રદ્ધાવાનને જ સમ્યફજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક સાધકને ભગવાન મહાવીરે સમ્યકજ્ઞાનદર્શન-ચારિત્ર-તપની આરાધના કરી પરમપદની પ્રાપ્તિ કરવા માટે સમ્યફપુરુષાર્થઆચરી સિધ્ધશિલા પર સ્થાન મેળવવાનો ઉત્તમ પંથ દર્શાવ્યો છે. શાસ્ત્રકાર ભગવંતોએ સમ્યગદર્શનનો અપૂર્વ મહિમા જણાવતાં વર્ણવેલ છે, સમ્યગદર્શનરૂપ રત્નથી કોઇ શ્રેષ્ઠરત્ન નથી, સમ્યગદર્શન મિત્રથી કોઇ શ્રેષ્ઠ મિત્ર નથી, સમ્યગદર્શન બંધુથી કોઇ શ્રેષ્ઠ બંધુ નથી અને સમ્યગદર્શનના લાભથી વધારે કોઇ લાભ નથી'. આચાર્ય શ્રી રત્નસુંદર વિજયજીએ દર્શાવ્યું છે, તરણતારણ તો જિનશાસન જ ! ત્રિભુવનનાયક તો અરિહંત પરમાત્મા જ ! શરણભૂત તો જિનવચનો જ ! મંગળભૂત કોઇ હોય તો અરિહંતાદિ ચાર જ ! લોકમાં ઉત્તમરૂપ કોઇ હોય તો અરિહંતાદિ ચાર જ ! જગતમાં સહુ માટે શરણભૂત હોય તો અરિહંતાદિ ચાર જ ! બસ, શરીરના રોમરોમમાં અને આત્માના પ્રદેશપ્રદેશમાં પેદા કરીએ આ નાદ અને એના દ્વારા અનુભવીએ સમ્યગદર્શનની સ્પર્શનાનો સ્વાદ ! આત્માનું મુક્તિગમન નિશ્ચિત કરી દેનાર ઓ સમ્યગદર્શન ! મારા તને અનંતઅનંત નમસ્કાર ! ૧૭ ભગવાન મહાવીર અને સંયમજીવન )

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70