Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 13
________________ કેવા વિચારોનું અવલંબન લેવું જોઇએ તેની પણ વિગતપૂર્ણ ચર્ચા મળે છે. જ્ઞાનીઓએ સાધકને સંયમીને કહ્યું છે (જ્ઞાનીઓની સાધકને શિખામણ). “આ સંસારના કામભોગના સુખ વાસ્તવિક નથી, પરંતુ ભાતિજન્ય છે. ઉપરાંત, તે તુચ્છ અને અલ્પકાલીન છે. તે સુખને અંતે પણ દુઃખ છે. ભોગવતી વેળાએ દુઃખ છે અને સુખની પાછળ હે આત્મા ! તું રોકાઇશ નહીં, મુંઝરાઇશ નહીં પણ તારા જીવનને શાશ્વત સુખ મળે એવી પ્રવૃત્તિ પાછળ તારી બધી શક્તિઓનો ઉપયોગ કરજે”. ‘આ સંસારના લોકો માયાવી અને સ્વાર્થી છે. તને કામભોગ માટે આમંત્રણ આપનારા, ખૂબ રૂપાળી મોટી મોટી વાતો કરશે પણ એ ક્યારે ફરી જશે તે કહેવાય નહીં. એમની જાળમાં ફસાઇને તારા અમૂલ્ય રત્નસમાન સંયમને વેડફી નાખીશ નહીં, નહી તો પસ્તાવાનો પાર રહેશે નહી. તારી દશા ધોબીના કૂતરા જેવી થશે”. ‘તને સંયમમાં જે દુઃખ આવ્યું છે તે કાંઇ હંમેશ માટે રહેવાનું નથી, આવ્યું છે એ જવા માટે, આ સિંધ્ધાંતને તારા હૃદયમાં કોતરી રાખજે. વીતરાગ શાસનનો લડવૈયો દુઃખથી ગભરાય ખરો ?' સંયમ અંગીકાર કરનાર એ તો સિંહ સમાન હોય છે. સિંહ કોઇ દિવસ વમેલું કે કોઇનું એઠું કરેલું ખાતો નથી. તેમ સંયમ સ્વીકારતી વખતે જેનું વમન કર્યું છે. તેને સિંહ સમાન સંયમીથી ફરીથી કેમ ખવાય ? હાથ-પગનાં નખ એક વખત પોતાના સ્થાનથી છૂટા થયા પછી એની કોઇ કિંમત થતી નથી માથેથી વાળ કપાવી. નાખ્યા પછી, કાપેલા વાળની કોઇ કિંમત કરતું નથી એવી રીતે સંયમરૂપી પદનો ત્યાગ કર્યા પછી એની કોઇ કિંમત રહેતી નથી'. જેના કારણે તને યશ-કીર્તિ પ્રાપ્ત થયા છે એને જ તું છોડવા તૈયાર થયો છે ? તારા જેવો હતભાગી કોણ ? ક્યાં નરકનાં દુખો, ક્યાં તિર્યંચોના પરાધીનતાનાં દુઃખો. એ હિસાબે તને સંયમમાં દુઃખ શું છે ? હકીકતે સંયમજીવનમાં તો આનંદ....આનંદ.... આનંદ.... ને આનંદ જ હોય. છતાં એમાં દુઃખ જણાતું હોય તો તેનું કારણ શું? એમાં તો સંયમ પ્રત્યેની તારી અરુચિ જ કારણ છે. એમાં સંયમનો દોષ નથી પરંતુ તારી અરુચિનો જ દોષ છે. અસ્થિતરતામાં સ્થિરતા લાવે એવા ઉત્તમ વિચારોને રોજે રોજ સાધકે ચિંતનમાં લાવવા જોઇએ જેથી પોતાનો સંયમભાવ વિશેષ દઢ થાય, સંયમજીવનને ટકાવી રાખવાનું વિશેષ બળ અને સમજણ પ્રાપ્ત થાય. ((૮) ભગવાન મહાવીર અને સંયમજીવન )

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70