Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 12
________________ પ્રકારની છે. તનની તાસીર જુદી છે, મનની તાસીર જુદી છે અને આત્માની તાસીર જુદી છે. તનનો ખોરાક જુદો છે, મનનો ખોરાક જુદો છે, આત્માનો ખોરાક જુદો છે. પણ આપણે આ ખોરાકને જુદો પાડી શકતા નથી અને ભેળસેળ ચલાવી લઈએ છીએ; તેથી જ રોગ ઉત્પન્ન થાય છે. આપણે જો એને જુદાં પાડીએ તો આપણને ખ્યાલ આવે કે એ ત્રણમમાંથી કઇ ઘડીએ કોણ ખોરાક માગે છે અને કઈ ઘડીએ કોણ ખોરાક લે છે. તમે વિચારશો તો જણાશે કે માનવીનો દેહ વિષય-પ્રધાન છે, મન માનવતા-પ્રધાન છે, અને આત્મા દિવ્યતા-પ્રધાન છે. માનવ, જ્યારે દેહ-પ્રધાન હોય ત્યારે પુદગલ પ્રધાન હોય છે; માનવ જ્યારે મન-પ્રધાન હોય છે ત્યારે એ માનવતાથી ભરેલો હોય છે; અને માનવ, જ્યારે આત્મ-સામ્રાજ્યમાં વિહરતો હોય છે, ત્યારે એ દિવ્યતા-પ્રધાન હોય છે. એટલે એનામાં આ ત્રણ તત્ત્વો પડેલા છેઃ એક તત્ત્વ પાશવતાનું, બીજું તત્ત્વ માનવતાનું અને ત્રીજું તત્ત્વ દિવ્યતાનું. માનવીમાં જ્યારે દેહની વૃત્તિ જાગે છે, ત્યારે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50