Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 10
________________ નથી. ત્યારે એ ઉદ્દામ વૃત્તિઓને નિયંત્રણમાં લાવવા માટે, સમાજ અને રાજ્ય વિચાર કરે છે અને એ રીતે, આવાં જુદાં જુદાં પ્રકારનાં બાહ્ય નિયંત્રણો એની ઉપર આવે છે. આ રીતે આવતાં બહારનાં નિયંત્રણોને આપણે જે કહીએ છીએ, દવાખાનાં કહીએ છીએ, અને અંદરનાં નિયંત્રણોને આપણે સંયમ કહીએ છીએ. જે માનવી સંયમ વડે પોતાની વૃત્તિઓનું નિયંત્રણ કરી શકે છે, તેને કોઈ પણ માનવી, કોઈ પણ રીતે, કંઈ પણ કરી શકતું નથી, એને કોઈ પરાધીન પણ બનાવી શકતું નથી. આવો માણસ બંધાયેલો હોવા છતાં સ્વતંત્ર છે. એના પગમાં બેડીઓ હોય તો પણ, એ અનંત આકાશમાં ઉડનારો. સ્વતંત્ર માનવી છે. - આજે અહીં તમે જે સ્થળમાં છો ત્યાં, એક દિવસ મહાત્મા ગાંધીજી કેદી તરીકે હતા. બહારની દષ્ટિએ એ છે કે કેદી હતા, પરંતુ અંતરથી રાજી હતા. કારણ કે એમણે પોતાની વૃત્તિઓ પર સંયમ કેળવ્યો હતો. એ કહેતા કે હું જેલમાં નહિ, મહેલમાં છું. એટલે આપણે એ વિચાર કરવાનો છે કે આપણી વૃત્તિઓએ આપણને કેવા પરાધીન બનાવી દીધા છે! હું તો માનું છું કે અહીં બેઠેલો દરેક માણસ કેદી છે, અહીં બેઠેલો

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50