Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 41
________________ આહત આગમનું અવલોકન [ પ્રકરણ તીર્થ સ્થપાયા બાદ એની પૂર્વેના તીર્થને એમાં અંતર્ભાવ થતાં શ્રી ઋષભદેવના તીર્થ સમયે ઉદ્ભવેલી દ્વાદશાંગી જતી કરાઇ હશે અને એનું સ્થાન શ્રી અજિતનાથના તીર્થમાં રચાયેલી દ્વાદશાંગીએ લીધું હશે. આવી હકીકત શ્રી અજિતનાથથી માંડીને બીચન્દ્રપ્રભસ્વામી સુધીના સાત તીર્થ કરોના તીર્થમાં સ્થપાયેલી દ્વાદશાંગીઓને પણ લાગુ પડે છે એટલે કે નવીન નવીન તીર્થ ઉત્પન્ન થતાં પૂર્વ પૂર્વ તીર્થમાં ઉદ્ભવેલી દ્વાદશાંગીનું સ્થાન નવીન નવીન–ઉત્તરોત્તર દ્વાદશાંગીએ લીધું હશે. બાદીનાં તીર્થો આશ્રીને, શ્રજિનભદ્વગણિ ક્ષમાશ્રમણ કૃત વિસે સવઈ (ગા. ૧૩)", શ્રીનેમિચન્દ્રસૂરિકૃત પવયણસાકાર (તા. ૩૬, . ૧-૨) વગેરે ગ્રંથ ઉપરથી એમ જણાય છે કે શ્રી ઋષભદેવના સમયમાં ઉદ્દભવેલી દ્વાદશાંગી અર્થદષ્ટિએ અને ભારતવર્ષની અપેક્ષાએ, શ્રીસુવિધિનાથનું તીર્થ સ્થપાયું ત્યાં સુધી અને વધારેમાં વધારે કદાચ એ તીર્થને ઉચ્છેદ થયો તે સમય સુધી ટકી રહી. એવી રીતે શ્રીસુવિધિનાથથી માંડીને શ્રી અનંતનાથ સુધીના તીર્થકરોના તીર્થમાં ઉદ્ભવેલી દ્વાદશાંગી બહુમાં બહુ તે તે તીર્થના ઉચ્છેદકાલ સુધી જ ચાલુ રહી એટલે કે વચ્ચે વચ્ચે દ્વાદશાંગી શબ્દદષ્ટિએ તેમ જ અર્થદષ્ટિએ પણ નાબુદ બની. પછી પાછી શ્રી શાંતિનાથથી માંડીને શ્રી પાર્શ્વનાથ સુધીના તીર્થકરના તીર્થમાં રચાયેલી દ્વાદશાંગીઓ અર્થદષ્ટિએ અવિચ્છિન્નપણે ચાલુ રહી અને અંશતઃ એ આજે પણ ચાલુ છે. આ હકીકતને સમર્થિત કરનારાં તેમ જ તીર્થના ઉદ્દેદને કાળ સૂચવનારાં પવયણસારુદ્ધારનાં નીચે મુજબનાં પદ્યો આપણે હવે વિચારીશું – "पुरिमंतिमहंतरेसु वित्थस्न नत्यि वोच्छेभो। मज्झिलएसु सत्तसु एत्तियकाल तु तुच्छेभो ॥ ४३०॥ चउभाग चउभागो तिनि य चउभाग पलियचउभागो। तिण्णेव य चउभाग चउत्थभागो य चउभागो ॥२४३१॥"3 ને અર્થ એ છે કે ચોવીસ તીર્થંકર વચ્ચે એકંદર ૨૩ આંતરાઓ છે. તેમાંના પહેલા અને બીજા તીર્થંકરના તીર્થ વચ્ચે એક આંતર, બીજા અને ત્રીજા તીર્થકરના તીર્થ વચ્ચે એક આંતરો એમ આઠ આંતર સુધી તીર્થને વ્યુછેદ થયો નથી એટલે કે શ્રીચંદ્રપ્રભુ સુધી તે તીર્થ અવિચ્છિન્નપણે ચાલુ રહ્યું. એવી રીતે છેલ્લા આઠ આંતર સુધી એટલે કે સેળમા અને સત્તરમા તીર્થ વચ્ચે એક આંતરો, સત્તરમા અને અરાઢમાના તીર્થ વચ્ચે એક આંતરો એમ આઠ આંતર સુધી તીર્થને વ્યુચછેદ થયો નથી એટલે કે શ્રી શાંતિનાથના "एगाई एगन्ता जवमझ सत्त तित्यवोच्छेया। ___ अण्णेसि पलितपया एकेकगदुतिदुवेकेका ॥१०३॥" ૨ સત્તસિયણ (ગા. ૨૧૩)માં પણ આ જ પ્રમાણે પ્રત્યેક આંતરાને કાળ આપેલો છે. સ્વ. શ્રી વિજયદાનસૂરિએ વિવિધ પ્રશ્નોત્તર (પૃ. ૭૫)માં મતાંતર પ્રમાણે આ પ્રત્યેક કાળ ચાર ચાર ગાગે છે એ ઉલ્લેખ કર્યો છે, પરંતુ એ માટે મૂળ સ્થળ જણાવ્યું નથી. ૪ આ ૩૬મા દ્વારનાં પહેલાં બે પડ્યા છે. ૪ શ્રીવભદેવથી માંડીને શ્રીસુવિધિનાથ સુધીના નવ તીર્થંકર વચ્ચે આઠ અતા છે. ૫ શ્રી શાંતિનાથથી તે શ્રી મહાવીરસવામી સુધીના નવ તીર્થંકરો વચ્ચે આડ આંતરા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92