Book Title: Arhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

View full book text
Previous | Next

Page 60
________________ ૫ મું] શ્રીધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીનો હાસ ૫૫ હશે. વિશેષમાં જે એને પરિકમ્મ, સત્તા અને ચાર પૂર્વે જ સાથે સંબંધ હોત તે પણ માપણે આ પ્રમાણે બે વિકલ્પ માની શકત, પરંતુ જ્યારે ચૂલિયાને અનુગ સાથે પણ સંબંધ છે ત્યારે એ ચૂસિયામાં છેલ્લાં દસ પૂર્વે સાથે સંબંધ ધરાવનાર અનુગને ઉદ્દેશીને પણું કંઇક કથન હોવા સંભવ છે. અને જો તેમ હોય તો એમ માનવું યુક્તિયુક્ત જણાય છે કે પરિકમ્માદિ ચારે વિભાગોને પૂર્ણ અભ્યાસ કરાયા બાદ ચૂલિયાને અભ્યાસ કરતો હશે કે જે હકીકતને નંદીસુની સુણિત “ઘુવર વિનો વાઢકન્નતિ થ” ઉલ્લેખનો શબ્દાર્થ અને એની શ્રી મલયગિરિસૂરિકૃત વૃત્તિગત “વર્યાન દિવાક્યો િરિ (ાપિતા જ ” ઉલ્લેખને શબ્દાર્થ પણ સમર્ષિત કરે છે. આ ઉપરથી બારમા અમના પાંચ વિભાગાદિના હાસના પરામર્શ પૂરતો પ્રશ્ન વિચારની વેળા આપણે એમ માની લઇશું કે ચૂલિયાને અભ્યાસ ચારે વિભાગોના પૂર્ણ અભ્યાસ પછી જ કરાય છે. સૂત્ર તેમ જ અર્થથી ચિદે પર્વોના જાણકાર તરીકે શ્રીભદ્રબાહુ સ્વામી સુપ્રસિદ્ધ છે. એના પછી શ્રીસ્થલભદ્ર છેલ્લાં ચાર પૂર્વેના અર્થથી વંચિત બન્યા એ સામાન્ય ઉલ્લેખ છે. એને વિશેષ વિચાર કરતાં એમ ભાસે છે કે એ ઉપરાંત તેઓ એછામાં ઓછા એ ચાર પૂર્વ સાથે સંબંધ ધરાવનારા અણુઓથી અને સમસ્ત કે તષિયક ચૂલિયાથી પણ વંચિત રહ્યા હશે. અત્રે એ વાત નોંધી લઈએ કે જેમ નય અને અનુગમ સાથે સંબંધ ધરાવનારા અણુઆગના ભાગને નાશ પૂર્વના નાશની પર્વે સંભવે છે એટલે કે પર્વ હૈયાત હોવા છતાં એને ઉચ્છેદ ગયેલ હોય તેમ ઉપક્રમ અને નિક્ષેપ સાથે સંબંધ ધરાવનારા અણુઓળના ભાગને નાશ પૂર્વની હયાતી દરમ્યાન સંભવતો નથી પણ એને નાશ તો પર્વનો નાશ થતાં થાય છે. છેલ્લા દસપુર્વધર શ્રી વજસ્વામી માટે પણ આપણે એમ કહી શકીએ કે તેઓ સૂત્ર અને અર્થ ઉમય દૃષ્ટિ એ છેલ્લા ચાર પૂર્વથી, અને તેની સાથે સંબંધ ધરાવનાર અણુગ અને ચૂલિયાથી વંચિત રહ્યા હશે. આ પ્રમાણે આપણે નવ પૂર્વના ધારકથી માંડીને તે એક પૂર્વકના ધારક માટે કહી શકીએ. વિઆહપણુત્તિમાં સૂચવ્યા મુજબ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી એક હજાર વર્ષે પુશ્વગાયને ઉચછેદ ગયો. અહીં પુથ્વગય અર્થ દષ્ટિવાદ ન કરાય અને એ એને એક ભાગ ગણાય તો એમ કહી શકાય કે પરિકમ્મ અને સત્તનું તાન તે તે સમયે હતું. વખત જતાં સુતો અને ત્યાર બાદ કે સમકાલે પરિકમ્મને હાસ પ અને તે મોડામાં મેડે નંદીસુરની ગુણિની રચના સમયે થયે એમ આપણે કહી શકીએ. વીરસંવત ૯૮૦ કે મતાંતર પ્રમાણે ૯૯૩માં શ્રીદેવદ્ધિમણિ ક્ષમ શ્રમણે આગામે પુસ્તકારૂઢ કર્યા તે વેળા પરિકમ્મ, સુત્ત અને પુત્રગય કેટલોક ભાગ પણ પુસ્તકારૂઢ કરાયે હશે. પરિકમ્મ અને સત્તને અભ્યાસ પુવૅગયના અભ્યાસના પ્રાથમિક પગથિયારૂપ જણાય છે એથી એમ સંભાવના થઇ શકે કે પુર્ધ્વગાયને ઉચ્છેદ થતા પરિકમ્મ અને સુત્ત હૈયાત હોય તે પણ તેનો અભ્યાસ કરાવાતો નહિ હશે. ૧ શ્રી જિનસેનસૂરિકૃત હરિવંશપુરાણુ (સ. ૧, લે. ૩૩)માં જે શ્રીવાજસૂરિની સ્તુતિ વાય છે તે આ જ વજ સ્વામીની સ્તુતિ હોવા સંભવ છે અને એમને જ કેટલાક લધુભદ્રબાહુ કે દ્વિતીય ભદ્રબાહુ કહેતા હોય એમ જણાય છે, જુઓ જૈન સત્ય પ્રકાશ (વ. ૧, અં. ૭, પૃ. ૨૧૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92