Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 39
________________ અપૂર્વ અવસર એના આહારમાં મરી-મસાલા ન હોય. એના આહારમાં સ્વાદિષ્ટનો લક્ષ ન હોય. એના આહારમાં સાત્વિક્તા હોય, નિર્દોષતા હોય, પવિત્રતા હોય, શુચિતા હોય, એના આહારમાં પુષ્ટિની ભાવના હોય. કે દેહ પુષ્ટ કરે અને સાધના સ્વસ્થતાથી થાય. આ સિવાય મુનિના આહારમાં કંઈ ન હોય. એટલે મુનિનો આહાર નિરસ હોય. મુનિના આહારમાં વિગઈ ન હોય. કોઈ અભક્ષ્ય પદાર્થ ન હોય અને આ બધી સ્વાદની વસ્તુ છે તે દેહની અંદર સડો ઉત્પન્ન કરે છે. રોગ લાવે છે. આહાર એજ શરીરની વૃદ્ધિ અને વિકાસનું કારણ છે. પણ એ જ આહાર શરીરનાં વ્યાધિ અને વિનાશનું કારણ પણ બની શકે છે. આહાર એક જ છે. શરીરને આહાર લેવો જોઈએ, પણ આહાર વૃદ્ધિ અને વિકાસ માટે લેવો જોઈએ આપણો આહાર વ્યાધિ અને વિનાશ નોતરે છે. આપણે રોજે રોજ કેટલાય રોગોને Invite કરીએ છીએ. આપણે દિવસમાં ત્રણવાર ભાણામાં રોગનું, વ્યાધિનું ભોજન કરીએ છીએ. કારણ કે પવિત્રતા નથી. રસોઈ કરતી વખતે પણ મનની અંદર શાંતિ જોઈએ. નહીંતર રસોઈમાં અશુભતા, અશાંતિ અને ક્રોધનાં પરમાણુ ભળતાં હોય છે. અને આવું જે ખાય અને ખવડાવે તે સળગતાં કોલસા મોઢામાં નાખવા જેવી વાત છે. પરમાત્માની સ્તુતિ કરવી જોઈએ. મુખમાં ભક્તિની લહેરો ચાલવી જોઈએ. શાંત અને સમાધિ ભાવે એક એક જીવોની ક્ષમાપના થતાં થતાં આહાર રંધાવો જોઈએ. જૈન શ્રાવિકાની રસોઈ એવી હોય કે સાધુઓને નિર્દોષ ગોચરી વહોરાવી શકે જેથી એની સાધના બહુ સરસ થાય. હે સંયમી પુરૂષો ! સુખ શાતામાં યાત્રા નિર્વહો છો જી? એમ સંસારના પોતાના સ્વજન પરિવારની જે યાત્રા છે તે પણ સુખરૂપ થાય. જો કે સાચી યાત્રા તો સંયમની છે. માટે આપણો આહાર પણ એવી રીતે બનાવવો જોઈએ. ઓછામાં ઓછી હિંસા ઓછામાં ઓછું અભક્ષ્યપણું. ઓછામાં ઓછી અશુચિતા. પૂંજણી ઘરમાં રાખી નથી. ગેસ ફટાફટ પેટાવ્યા છે. તપેલા ઘરમાં ગમે ત્યાં રાખ્યા છે. ગરમ પાણી ગમે ત્યાં ઢોળ્યા છે. હિંસા, હિંસાને હિંસા. અરે ભાઈ ! ઉપયોગ રાખો જયણાં કરો યત્ના રાખો, જૈન ધર્મનું હાર્દ યત્ના છે. શીખવાડો, દિકરીને વહુને પાઠ શીખવાડો કે કેમ રહેવાય? થોડીક એ જગા સવારમાં પૂંજી લેવાય એમને એમ સવારમાં ફટાફટ બધું કામ શરૂ ન કરવું, ઉતાવળ તો બધાને છે. પણ જગતના જીવો જે રાત્રે આવીને ચુલા ૭૬ અપૂર્વ અવસર પર બેસી ગયા છે તેની જયણા કરો, કાંઈ ખ્યાલ નથી, વાસી કામ નથી કરવા, પાણી ગાળવાનું નથી, પીવાના વાસણોની શુદ્ધિ કરવી નથી, તો પછી પાપ તો બંધાશે જ કૃપાળુદેવે મોક્ષમાળામાં ‘યત્ના’નો પાઠ લખ્યો છે. દશવૈકાલિક સૂત્રની અંદર શિષ્ય પ્રશ્ન ર્યો છે કે, “છ કાયના જીવનું સ્વરૂપ જોતા તો કઈ જગ્યાએ હિંસા નથી? બોલીએ, ચાલીએ, બેસીએ, ઉઠીએ, ખાઈએ, પીએ, બધેય હિંસા છે. તો અમારે કેવી રીતે વર્તવું?' તો કહે જયણાથી વર્તવું યત્નાથી કામ કરવું. જેના જીવનમાં યત્ના છે એના જીવનમાં મહાવીરનો ધર્મ છે. મહાવીરનો ધર્મ ઉપયોગથી છે. કેવળ ક્રિયા નથી કીધી. ઉપયોગ સહિત ક્રિયા કીધી છે. નહીંતર ઝાપટ મારે એમાંયે જીવોનું નિકંદન કાઢી નાખે. અને કહે કે હું તો સાફ સુફી કરૂં છું. આ દ્રવ્ય ક્રિયા થઈ. ભાવક્રિયા ન થઈ. ભાવક્રિયામાં તો એક પણ જીવ દુભાય નહીં, એક પણ જીવનો ઘાત ન થાય. અહીં કહે છે ‘નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા. દ્રવ્ય અને ભાવ બન્નેથી સંયમ. શ્રાવકોને પણ સંયમ છે અને સાધુઓને પણ સંયમ છે. મહાવીરનો ધર્મ તો શ્રાવકોનો ધર્મ પણ છે અને સાધુઓનો ધર્મ પણ છે. શ્રમણોનો ધર્મ એનું નિરતિચાર ચારિત્ર છે. શ્રાવકોનો ધર્મ એ અતિચાર સહિતનું ચારિત્ર છે પણ એની સાથે એનું પ્રતિક્રમણ છે. શ્રાવક ધર્મની પૂર્ણતા પ્રતિક્રમણથી થાય. ગૃહસ્થઅવસ્થામાં હોવાથી અતિચાર થાય છે માટે તે ખમાવવાનાં છે. અતિચાર - એટલે ઉપયોગ રાખતાં, જાણતાં-અજાણતાં સૂક્ષ્મ-બાદર, મન-વચન-કાયાના યોગથી જે કાંઈ અતિચાર થયા હોય તે હું ક્ષમાવું . ઉપયોગની જાગૃતિ ન આવે એવું પ્રતિક્રમણ દંભ છે. પૂ. સંતબાલજીએ આ ગાથા માટે સરસ લખ્યું છે. દ્રવ્ય અને ભાવ, વ્યવહાર અને નિશ્ચય, એક જ સિક્કાની બે બાજુ. એક જ પદાર્થના બે પડખાં, અને એક જ કુવારાની બે ધારા છે. નિશ્ચય અને વ્યવહાર જુદો નથી. સિદ્ધાંત અને વ્યવહાર જુદો નથી. તત્ત્વ અને વ્યવહાર જુદો નથી. જુદો હોઈ શકે નહીં. જ્યાં સુધી દેહ વર્તે છે ત્યાં સુધી. એકની અપેક્ષાએ બીજાની વિદ્યમાનતા છે. ભાવ હોય ત્યાં દ્રવ્ય છે એમ નિશ્ચયે જાણવું. જો સાચો ભાવ હોય તો ત્યાં ઉદય ભલે બીજો હોય પણ ત્યાં દ્રવ્ય છે એમ જાણવું. પૂ. કાનજી સ્વામીએ આ માટે બહુ સરસ સમજ આપી છે. ‘પરમ પવિત્ર પુરૂષાર્થ આ વીતરાગ સાધક 99

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99