Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 94
________________ અપૂર્વ અવસર તે તરંગરૂપ થઈ પડે છે.” ગમ જોઈએ. આશયને પકડવાનો દૃષ્ટિકોણ જોઈએ. અને જીવે અનેકાંત દૃષ્ટિથી એ સમજવું જોઈએ. સ્યાદ્વાદની અપેક્ષાથી સમજવા આંતરદૃષ્ટિ ખુલવી જોઈએ. આનંદઘનજીએ એને ‘દિવ્યનયન’ કહ્યાં છે. આ વાત ચર્મચક્ષુથી નહીં પકડાય. પણ દિવ્ય નયન હોય તો જ પકડાશે. આ દિવ્યનયનને કૃપાળુદેવે કહ્યું છે મનુષ્યપણામાં જાગૃત થતો સદ્ વિવેક. પૂર્ણ વિવેક. એટલે વાતને એકાંતથી ન પકડે. એને મતથી ન પકડે. આગ્રહથી પકડે. પણ વસ્તુને વસ્તરૂપે જાણે. આનંદઘનજીએ કહ્યું છે, અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે, તે વિરલા જગ જોય.” વસ્તુની વસ્તુ રૂપે પ્રરૂપણા કરે એવા તો જગમાં વિરલા પુરુષો છે. એમ વસ્તુને વસ્તુરૂપે સમજે તે પણ વિરલા જ છે. ‘એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.” અપૂર્વ - ૨૧ છેલ્લી ગાથામાં પરમકૃપાળુ દેવ કહે છે કે, “મેં તો ઓગણીસ ગાથામાં પ્રયત્ન કર્યો છે. પણ સર્વજ્ઞની વાણી જે રૂપને પૂર્ણ રીતે કહી શકી નથી તો અન્યવાણીની કોઈ તાકાત નથી. પણ કૃપાળુદેવ કહે છે કે સર્વશે જે પદને પોતાના જ્ઞાનમાં દીઠું છે ને ‘એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં”. મેં તો એવો ધ્યાનયોગ આરંભ્યો છે. એ પદને અમારે પ્રાપ્ત કરવું છે. એ પદ કોઈ કલ્પનાનું પદ નથી. કલ્પનાનું કે તરંગનું પદ નથી. પણ સર્વજ્ઞ પૂર્ણ વીતરાગ પરમાત્માએ જે પદ પોતાના જ્ઞાનમાં દીઠું છે. સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા પછી એ પદ એમને દેખાયું છે. ‘એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં.’ એ પરમપદ મારા ધ્યાનનો વિષય છે. ધ્યાનનાં ઘણાં પ્રકાર છે. પત્રાંક - ૪૧૬માં કૃપાળુદેવ કહે છે, ધ્યાનના ઘણા પ્રકાર છે પણ સર્વથી શ્રેષ્ઠ પ્રકાર તો એ છે કે જે ધ્યાનમાં આત્મા છે.” નિર્વિકલ્પ આત્મસ્વભાવ જ્યારે ધ્યાનનો વિષય બને છે ત્યારે જગતના વિકલ્પો સમાપ્ત થાય છે. આત્માનો વિકલ્પ તો સંકલ્પના રૂપમાં સ્થિત થાય છે. આત્મા કંઈ અદૃશ્ય નથી થઈ જાતો. ૧૮૬ અપૂર્વ અવસર આપણે કહીએ છીએ કે નિર્વિચાર થાય કે નિર્વિકલ્પ થાય ત્યારે ધ્યાન સાચું. પણ એ જગતની અપેક્ષાએ છે. નિર્વિચાર એટલે સંસારના વિચાર નહીં. આત્મ વિચાર. કેવળ આત્મ વિચાર. અને નિર્વિકલ્પ એટલે પોતાના શુદ્ધ સ્વરૂપ વિશે, એક પરમાણુના સ્પર્શ વિનાનો આત્મા, પૂર્ણ જ્ઞાનઘન અને ચૈતન્યધન છે. આ પ્રકારનું આત્માના સ્વરૂપનું નિર્વિકલ્પ ધ્યાન. આ ધ્યાનનો શ્રેષ્ઠ પ્રકાર છે. એમાં બધા વિકલ્પો પણ સમાઈ ગયા છે. મન પણ ત્યાં સમાપ્ત થાય છે. આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાય. અંતિમ પદમાં કૃપાળુદેવે કીધું છે કે જેમ સૂર્યના પ્રકાશમાં એક રેખામાં આવતાં પડછાયો સમાપ્ત થાય એમ સમભાવમાં જીવ આવે તે સમયે પોતાના મનનું સ્વરૂપ પણ જાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય એ ધ્યાનનો શ્રેષ્ઠ પ્રકાર છે. આવું ધ્યાન કરવા માટે જ્ઞાનીઓએ આપણને ધ્યાન યોગ કહ્યો છે. આ જે અષ્ટાંગ યોગ છે એમાં ધારણા, ધ્યાન અને સમાધિ. જેની ધારણા ખોટી એનું ધ્યાન ખોટું અને જેનું ધ્યાન ખોટું એની સમાધિ ખોટી. જેના ધ્યાનમાં સંસારના વિકલ્પો છે એને આવી સાદિ અનંત અનંત સમાધિસુખની પ્રાપ્તિ ન થાય. તરંગો આધારિત ધ્યાનમાં સમાધિનું સુખ પ્રાપ્ત ન થાય. જે આત્માનું સ્વરૂપ શું છે એ જ સમજ્યો નથી, જેની સ્વરૂપ વિશેની ધારણા જ ખોટી છે, જેને જીવાત્માના સ્વરૂપની ધારણા જ ખોટી છે એનું ધ્યાન ખોટું. જેનું ધ્યાન ખોટું એની સમાધિ ખોટી. જીવ યોગનાં પાંચ અંગ સુધી પહોંચ્યો પણ છઠ્ઠામાં અટકી ગયો. તો છ, સાત અને આઠ- આવા શુદ્ધ આત્મતા પ્રાપ્ત પુરુષના સાંનિધ્ય વિના, એનો બોધને પ્રત્યક્ષ અવધાર્યા વિના, આ વાત પકડી શકાશે નહીં. એટલે છેલ્લા ત્રણ અંગથી તો આપણે વંચિત જ રહેશું. પછી ભલેને યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાખ્યાન આ બધું જ કર્યું. એટલે કૃપાળુદેવે કહ્યું, ‘વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો’ આ પાંચ અંગની અંદર એ નિષ્ણાત થયો છે અને ‘જપ ભેદ જપે, તપ ત્યોંહી તપે, ઉરસેંહિ ઉદાસી લઈ સબ પૈ', કેવી કેવી એણે તો સ્થિતિ કરી છે. મનપૌન નિરોધ સ્વબોધ ક્યિો'. આ હઠયોગની અંદર ઉંધે માથે લટકાણો છે. કેટલા વર્ષ સુધી એક પગે ઊભા રહીને તપ કર્યા છે. કાનમાં ઘંટ લગાવીને તપ કર્યા છે. ઉર્ધ્વબાહુથી આતાપના લઈને તપ કર્યા છે. બધું જ કર્યું છે. ભગવાન ૧૮૭

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99