Book Title: Apurv Avsar
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/034359/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર અપૂર્વ અવસર :: પ્રવયેનકાર :: આ. શ્રી વસંતભાઈ ખોખાણી iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર અપૂર્વ અવસર પ્રકાશક: શ્રીમરાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ આકાશવાણી પાસે, સીતારામ પંડિત માર્ગ, રાજકોટ - ૩૬૦ ૦૦૧. ફોન : (૦૨૮૧) ૨૪૪૯૯૨ પ્રથમ આવૃત્તિ સંવત - ૨૦૭૩ તા. ૧૭ - ૦૧ - ૨૦૧૭ કિંમત રૂ. ૩૦/ મુદ્રક કિતાબઘર ઓફસેટ શ્રોફ રોડ, રાજકોટ. ફોન : ૦૨૮૧- ૨૪૪૬૦૮૯ મોબાઈલ : ૯૯૭૮૯ ૩પ૩૩૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર ४ ક્રમ 3 * ૫ 9 ७ સ્વાધ્યાય ૧, નિગ્રંથપદ પ્રાપ્તિ ભાવના - સ્વાધ્યાય અપૂર્વ અવસર અનુક્રમણિકા વિગત અપૂર્વ અવસર - ગાથા - ૧, ૨, ૩ - ૨, નિગ્રંથનુ ભાવ ચારિત્ર અપૂર્વ અવસર -ગાથા - ૪, ૫, ૬ 3, નિગ્રંથનું દ્રવ્ય ચારિત્ર સ્વાધ્યાય અપૂર્વ અવસર - ગાથા - ૭, ૮, ૯ સ્વાધ્યાય - ૪, નિગ્રંથપદ પ્રાપ્તિ અપૂર્વ અવસર - ગાથા - ૧૦, ૧૧, ૧૨ સ્વાધ્યાય - ૫, નિગ્રંથપદ શ્રેણીનું આરોહણ અપૂર્વ અવસર - ગાથા - ૧૩, ૧૪ સ્વાધ્યાય - ૬, સયોગી કેવળી અને અયોગી કેવળી અપૂર્વ અવસર - ગાથા - ૧૫, ૧૬, ૧૭ - સ્વાધ્યાય છ, સિદ્ધપદનું સ્વરૂપ અપૂર્વ અવસર - ગાથા - ૧૮, ૧૯ સ્વાધ્યાય – ૮, પરમપદ પ્રાપ્તિનો નિશ્ચય - અપૂર્વ અવસર - ગાથા - ૨૦, ૨૧ પાના નંબર ૧ ૨૭ ૫ ७६ ૯૮ ૧૨૨ ૧૪૭ ૧૭૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સ્વાધ્યાય – ૧ નિગ્રંથપદ પ્રાપ્તિ ભાવના (ગાથા - ૧,૨,૩) અનંતા તીર્થંકરો, કેવળી ભગવંતો અને જ્ઞાની મહાત્માઓને નમસ્કાર કરીને પર્યુષણ પર્વની આરાધના શરૂ કરીએ છીએ. જેમાં પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત “અપૂર્વ અવસર’ પદની આપણે વિચારણા કરીશું. પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવ્યું. આત્માના છે પદ અને એ છટ્ટે પદે વર્યા વિના પાંચમું પદ -મોક્ષ પદ- પ્રાપ્ત ન થાય એ સમજાવ્યું. “સ્થાનક પાંચ વિચારીને, છટ્ટે વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ.” આ.સિ.-(૧૪૧) જેને પાંચમું પદ- મોક્ષ પ્રાપ્ત કરવો છે, જન્મ-મરણથી મુક્તિ મેળવવી છે, કર્મના બંધનથી જેને છૂટવું છે એને છઠ્ઠી પદની અંદર વર્તના કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એ વર્તન કેવી રીતનું છે? જ્ઞાનીઓએ એ કેવી રીતે બતાવ્યું છે? એ સાધનાનું સ્વરૂપ શું છે? એ સવ્યવહારનો માર્ગ શું છે? તત્ત્વજ્ઞાન જાણું, મોક્ષ જાણ્યો, પણ મોક્ષનો માર્ગ જામ્યો? નિશ્ચયથી ‘જીવ'થી કરીને “મોક્ષ' સુધીના નવ તત્ત્વને જાણ્યા. કોઈએ નિશ્ચયને ગાયો, કોઈએ વ્યવહારને ગાયો પણ નિશ્ચય અને વ્યવહારની સંધિને કોણે ગાઈ? મોક્ષમાર્ગમાં નિશ્ચયને લક્ષે વ્યવહારની આરાધના છે. આ સવ્યવહારને લોપ કરવાની વાત કરવી એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. આના જેવું બીજું કોઈ મિથ્યાત્વ નથી. તીર્થનો લોપ થાય નહીં. અનંતા તીર્થંકરોએ કેવળીઓએ આ તીર્થની પ્રરૂપણા કરી છે. નિગ્રંથોનો માર્ગ એમાં બહુ સુંદર રીતે મૂક્યો છે. એમાં કોઈ મત-ભેદને અવકાશ નથી. સંસારથી જેને છૂટવું છે એનો છૂટવાનો ક્રમ કેવો હોવો જોઈએ- એને કહે છે ‘ગુણસ્થાન આરોહણ ક્રમ.’ ૨ એ અપૂર્વ અવસર પદની અંદર કૃપાળુદેવે ખૂબ જ સરસ રીતે મુક્યું છે. આ એકવીસ ગાથાઓમાં કૃપાળુદેવે એ પરમપદ પ્રાપ્તિનો માર્ગ કેવી રીતે કહ્યો છે તે સમજવા આપણે પ્રયત્ન કરીશું. આમા સિદ્ધપદનાં સોપાન કેવી રીતે રહેલાં છે? આ સિદ્ધપદ કેવી રીતે સિદ્ધ થાય? પણ પહેલાં નિગ્રંથ પદ પ્રાપ્ત કર્યા વિના અપૂર્વ અવસર સિદ્ધપદની પ્રાપ્તિ ન થાય. એટલે પરમકૃપાળુદેવે પોતાના એક કાવ્યમાં સરસ રીતે કહ્યું છે કે, ‘નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.’ ૨ ‘સાધન સિદ્ધ દશા અહીં.”- જેને સિદ્ધ પદની પ્રાપ્તિ જોઈતી હશે એને નિગ્રંથપદની પ્રાપ્તિ આવશ્યક છે. નિગ્રંથ થયા વિના સિદ્ધ થઈ શકાય નહીં. આ વાત આપણે અવિરોધપણે સમજવાની છે. આપણે હવે નિગ્રંથ થવું છે અને એ નિગ્રંથ થવા માટેની વાત કૃપાળુદેવે ‘અપૂર્વ અવસર'ની પહેલી ત્રણ ગાથામાં મુકી છે. ૦ પછીની ગાથા છે ચોથી, પાંચમી અને છઠ્ઠી એમાં એ નિગ્રંથનું ભાવ ચારિત્ર કેવું હોવું જોઈએ? કેવું હોઈ શકે? તે વાત મુકી છે. ૦ પછીની ગાથા છે ૭-૮-૯ એમાં નિગ્રંથનું દ્રવ્ય ચારિત્ર કેવું હોવું જોઈએ? કેવળ ભાવ ચારિત્રથી ન ચાલે, સાથે દ્રવ્ય ચારિત્ર પણ જોઈએ. ૦ પછીની ગાથા ૧૦-૧૧-૧૨માં નિગ્રંથનું આત્મ ચારિત્ર કેવું હોવું જોઈએ? જેમાં દ્રવ્ય અને ભાવના સંયમથી પ્રાપ્ત થયેલું-બન્ને રીતે આવેલું ચારિત્ર, એના લક્ષણ શું? એની દશા કેવી હોય એ ભગવાને કહી છે. કે જયાં નિગ્રંથ પદની પરાકાષ્ઠા છે અને જ્યાં એ જીવ કેવળજ્ઞાન પ્રગટાવે છે. ૦ પછી ગાથા ૧૩-૧૪માં નિગ્રંથ પદ શ્રેણીનું આરોહણ. નિગ્રંથશ્રેણીનું આરોહણ કેવી રીતે કરે ? અપૂર્વ ગુણસ્થાનકથી શરૂઆત કરે અને કેવળી ગુણસ્થાનક સુધી કેવી રીતે પહોંચે છે? અને એમાં એ પદની અંદર એમનો પુરૂષાર્થ કેવો હોય છે? એ વાત છે. ૦ ગાથા નં. ૧૫-૧૬-૧૭ એમાં એ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાનની બે અવસ્થા છે. સયોગી કેવળી અને અયોગી કેવળી. આ બન્નેની અવસ્થા અને ત્યારે કર્મોની સ્થિતિ કેવી હોય છે? તે આ ગાથાઓમાં બતાવ્યું છે. જીવ અને કર્મોનો સંબંધ શું છે? તે બહુ સ્પષ્ટ રીતે કૃપાળુદેવે આ ગાથાઓમાં મુક્યું છે. - ત્યાર પછી ગાથા ૧૮-૧૯માં આત્મા જો કર્મથી મુક્ત થઈ ગયો તો સિદ્ધપદનું સ્વરૂપ કેવું છે? સિદ્ધપદમાં આ આત્માની અવસ્થા શું હોય? કેવી હોય? અનંતા જ્ઞાનીઓએ જે શુદ્ધ આત્મ સ્વરૂપને ગાયું છે તે શુદ્ધ સ્વરૂપ કેવું હોય? ખરેખર શુદ્ધાત્મા-મુક્તાત્મા કેવો હોય? એ આત્માની વાત આ ગાથાઓમાં લીધી છે. ૦ છેલ્લે ગાથા ૨૦-૨૧માં આ જે પરમપદ છે તે પ્રાપ્તિનો કૃપાળુદેવનો નિશ્ચય Page #5 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર છે ને કહ્યો છે. આ પુરુષ કહે છે કે નિશ્ચયથી આ પદ અમારે પ્રાપ્ત કરવું છે. એટલે સિદ્ધપદ પ્રાપ્ત કરવાના નિશ્ચય સાથે, નિગ્રંથપદ પ્રાપ્તિની ભાવના શરૂ થાય છે. અને એ નિગ્રંથપદ પ્રાપ્તિની ભાવનામાં એમને નિગ્રંથપદના બધા જ પાસાં સિદ્ધ કરવાં છે. નિગ્રંથનું ભાવ ચારિત્ર જોઈએ છે, નિગ્રંથનું દ્રવ્ય ચારિત્ર જોઈએ છે, નિગ્રંથનું આત્મચારિત્ર જોઈએ છીએ અને નિગ્રંથપદમાંથી કેવળી પદમાં જવું છે. અને કેવળી પદમાંથી મોક્ષપદમાં દાખલ થવું છે. અને મોક્ષપદમાંથી સિદ્ધપદમાં જવાય છે. આ આખો ક્રમ છે. અને જૈનની કોઈપણ આમન્યા હોય – આ ક્રમમાં મતભેદ નથી. બાહ્ય વ્યવહારના ઉપકરણના, દ્રવ્ય-લિંગના મતભેદો ગમે તેટલાં હોય પરંતુ ‘અપૂર્વ અવસર' માં કૃપાળુદેવે જે નિગ્રંથોનો માર્ગ અને ક્રમ કહ્યો છે એમાં કોઈ જ્ઞાનીઓને ક્યાંય મતભેદ નથી. આ અનંતા જ્ઞાનીઓનો માર્ગ. આત્મસિદ્ધિમાં, આત્માના છ પદની ભાવના ભાવીને જો આપણને આત્મ સ્વરૂપ અવભાસ્યું હોય અને જો આત્મસ્વરૂપની અંદર આપણને શ્રદ્ધા થઈ હોય તો હવે આગળનો ક્રમ શું? આત્મા તો જાણ્યો એ જાણ્યા પછીની વાત શું છે. એની શરૂઆત અહીં થાય છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો? અપૂર્વ - ૧ કેવી સરસ વાત મૂકી છે ! ‘અપૂર્વ-અવસર એવો ક્યારે આવશે?” અવસરટાણું. અરે ! સંસારમાં આપણે આવા અવસરની-ટાણાની રાહ જોતા હોઈએ છીએ. અમારા ઘરે આ અવસર ક્યારે આવશે? અને ઓલો અવસર ક્યારે આવશે? જનમીએ ત્યારથી મરીએ ત્યાં સુધીમાં અવસરના ઉજવણાની તૃષ્ણા અને વાસના હોય છે. કેટલા એના આરંભ અને સમારંભ હોય છે? અહીં જ્ઞાની કહે છે અમારે તો અપૂર્વ અવસર જોઈએ છે. અપૂર્વનો અર્થ પૂર્વે ક્યારેય પ્રાપ્ત ન થયો હાડેય એવો અવસર. આ જીવે જન્મ-દિવસના અવસર કેટલા મનાવ્યા છે? કેટલી પોતાના લગ્નની Anniversary ઉજવી છે? કેટલાંના લગ્ન કર્યા? આ બધા અપૂર્વ અવસર અવસર છે. ૨૫ વર્ષ પૂરા થતાં અને ૫૦ વર્ષ પૂરા થતાં આજે ઉજવણાં થાય છે. ક્યો જંગ જીત્યા એમાં? શું ઉકાળ્યું એમાં? દિકરાના જન્મ દિવસના અવસર, લગ્નના અવસર, ખાત મુહૂર્તના અવસર- જ્ઞાની કહે છે આવા અવસર તો અનંતા પરિભ્રમણમાં અનંતા ઉજવ્યા. પણ તેથી સંસારનું પરિક્ષિણપણું થયું નહીં. જન્મમરણનો અંત આવ્યો નહીં. ભવચક્રમાંથી છૂટ્યો નહીં. કર્મથી મુક્તિ પ્રાપ્ત થઈ નહીં. પોતાના શુદ્ધ સ્વરૂપને પામ્યો નહીં. જ્ઞાની કહે છે, “અમારે તો એવો અવસર જોઈએ છે જેવી કે પ્રભુ ! પૂર્વે ક્યારેય ન આવ્યો હોય.” અપૂર્વ. કૃપાળુદેવે વચનામૃત-આંક-૧૮૩માં લખ્યું છે પરિભ્રમણ કરતો જીવ, અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે.” ભાઈ બધું પૂર્વ મળેલું જ મળે છે. ક્યારેક ચક્રવર્તીની સંપત્તિ પણ મળી છે અને ક્યારેક દીનતા અને દરીદ્રતા પણ હાંસલ થઈ છે. અનંતના પરિભ્રમણમાં આવા માનવ, નારકી, તિર્યંચ અને દેવ ગતિમાં સુખના ભંડારો પણ જોયા છે અને યાચકની અવસ્થા પણ જોઈ છે. સ્વાધીનતા પણ જોઈ છે અને પરાધીનતા પણ જોઈ છે. સગા સંબંધી પણ જોયા છે અને એકાકી પણ થયો છું. પૂર્વાનુપૂર્વ તો બધું પ્રાપ્ત થયું છે, પણ ક્યારેય તને આવો અપૂર્વ અવસર પ્રાપ્ત થયો નથી. આજે આપણે એમ કહીએ અમારે તો ઘરના ઘર છે, ફિયાટ છે, ફેક્ટરી છે, ફ્રિજ છે, ફોન છે, ટેલીવિઝન છે તો આ બધુ શું પહેલા પ્રાપ્ત નહીં થયું હોય? આથી અનંતગણુ પ્રાપ્ત થયું છે. અપૂર્વ પ્રાપ્ત થયું નથી. આપણને તો નજીવી બાબતની પ્રાપ્તિ થાય તો આપણે પોતાને Lucky સમજીએ છીએ. Luck શું છે એ જ આપણને ખબર નથી. સંસારમાં બંધાતા જઈએ છીએ. અને આપણી જાતને ભાગ્યશાળી માનતા જઈએ છીએ. આ ભ્રમણા, આ મિથ્યાત્વ, આ ગાંડપણ, આ ઘેલછા, આમાંથી આ જીવ ક્યારેય નીકળી શકતો નથી. અને પાછો કહે છે કે હું તો બધુંય સમજુ છું. જ્ઞાનીઓ કહે છે કે આ જીવ અણસમજણમાં છે “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત’ પણ જીવ સમજે છે કે હું સમજું છું પણ એ સમજણમાં બંધન સિવાય શું થાય છે? જીવની સમજણમાં દુઃખ સિવાય બીજા શનીય પ્રાપ્તિ નથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમુ; શ્રી સદ્ગુરુ ભગવંત. આ.સિ.- (૧) આ તુ સમજ્યો નથી એનાથી તને અનંત દુ:ખની પ્રાપ્તિ થઈ રહી છે. અનંત દુ:ખમાં તો તુ છો જ અને હજુ અનંત દુ:ખ અનંત કાળ સુધી પ્રાપ્ત થયા જ કરે એવા પ્રકારની આપણી સમજણ છે. જીવ શા માટે રખડ્યો? વચનામૃત-આંકપર-માં ભગવાન કહે છે, ‘નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મને માટે જે જે ઉપમાઓ આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડ્યો, તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે.’ આ આત્માની રખડપટ્ટીનું કારણ એ છે કે એ તીર્થંકરના માર્ગનો બોધ પામ્યો નહીં. એ જ્ઞાનીઓનો બોધ પામ્યો નહીં. એને બધું દાન મળ્યું, બોધિ દાન મળ્યું નથી. આ જગતમાં દુર્લભમાં દુર્લભ જો કંઈ હોય તો બોધિ દુર્લભ છે. જ્ઞાનીઓનો-સત્પુરુષોનો બોધ પ્રાપ્ત થવો એ પરમ દુર્લભ છે અને એ પ્રાપ્ત પણ કેવી રીતે થાય? કારણ ‘અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે, પણ જેનાથી પ્રાપ્ત થાય છે એનું સ્વરૂપ ઓળખાવુ દુર્લભ છે અને એ જ જીવની ભૂલભૂલામણી છે’ આ પ્રાપ્ત શેનાથી થાય? કોનાથી થાય? કોણ આપે? આ બોધિ ક્યાંથી મળે? તો કે ‘જે પામેલો છે તે જ માર્ગને પમાડે.’ જે પ્રગટેલો છે તે જ આપણો અંધકાર દૂર કરે. જે જાગેલો છે તે જ જગાડી શકે. એટલે જીવની ભૂલવણી એ જ છે કે એને માર્ગ ક્યાંથી મળે એનો ખ્યાલ નથી. એટલે જીવ પોતાની સમજણથી ચાલે છે. જ્ઞાની કહે છે અપૂર્વ અવસરની ઝંખના કરવાની છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? જ્ઞાની પોતે જ જવાબ આપે છે. પરમ કૃપાળુદેવની કરુણા તો અદ્ભુત છે. આ પુરુષની અમાપ કરુણા છે. ક્યો અવસર હવે જોઈએ છે? ‘ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો?’ અપૂર્વ અવસર કયો? તો કહે, ‘બાહ્યાંતર’- અમે બાહ્ય અને અત્યંતર - બહારથી અને અંદરથી નિદ્રંથ ક્યારે થઈએ? આજ સુધી હું ચક્રવર્તી થયો છું, રાજા થયો છું, પ્રધાન થયો છું, માતા થઈ છું, પિતા થયો છું, ઇન્દ્ર થયો છું, દેવ થયો છું, અરે ! જંગલની અંદર વનરાજ પણ થયો છું. નરેન્દ્ર થયો છું, રાજેન્દ્ર થયો છું, મૃગ થયો છું, પણ ક્યારેય નિગ્રંથ થયો નથી. અને ક્યારેક નિગ્રંથ થયો છું - કૃપાળુદેવે કહ્યું છે કે ‘અનંતવાર જિનદીક્ષા-અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે' તો પછી કેમ કહ્યું કે નિગ્રંથ નથી ૧૭ અપૂર્વ અવસર થયા. કારણ કે બધું બાહ્યભાવે કર્યું છે. અનંતવાર નિગ્રંથપણું પણ પ્રાપ્ત કર્યું છે તે બાહ્યભાવે. અત્યંતર ભાવે પ્રાપ્ત થયું નથી. હાથમાં ચરવડો, મુહપત્તિ લઈને ઉપકરણો ધારણ કર્યા છે, દ્રવ્ય, લિંગ અને ચિહ્નો ધારણ કર્યા છે. હાથમાં કમંડળ અને ત્રિશૂળ લીધા છે. ચિપિયા ખખડાવ્યા છે, ત્રિપુંડ તાણ્યા છે, જટાઓ વધારી છે પણ અંદરમાં કષાય ક્યારેય જીત્યા નથી. વિષય-કષાયથી જીવ ક્યારેય દૂર થયો નથી. સંસારના મોહનો એણે ક્યારેય નાશ કર્યો નથી. પોતે પોતાની જાતને છેતરે એવી અવસ્થા પ્રાપ્ત થઈ છે. પણ બાહ્યાંતર નિગ્રંથ થયો નથી. નિગ્રંથ કોણ? જૈન દર્શન કહે છે, જેની ગ્રંથિઓ છેદાય ગઈ છે તે. જે આત્માને કોઈપણ પ્રકારની ગ્રંથિ નથી. જેનો આત્મા ગ્રંથિથી મુક્ત છે અને આ ગ્રંથિ છે બાહ્ય અને અત્યંતર. એમાં બાહ્યગ્રંથિ ક્યા પ્રકારની છે? તો કે, જમીન, મકાન, ધન-ધાન્ય, ધાતુ, સુવર્ણ-રૂપુ, દ્વિપદ અને ચતુષ્પદ એટલે નોકર-ચાકર, સ્વજન-પરિજન આ બધું- આ નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. તે બાહ્ય ગ્રંથિ છે. અને ચૌદ પ્રકારનો અત્યંતર પરિગ્રહ છે. આ અંતર પરિગ્રહમાં પહેલું મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય એમ કુલ ચૌદ. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ આ ચૌદ અત્યંતર ગ્રંથિ છે અને નવ પ્રકારની બાહ્ય ગ્રંથિ છે. એમ જીવ પચ્ચીસ પ્રકારનો પરિગ્રહ ધારણ કરીને બેઠો છે. આ ગ્રંથિથી એને છુટવું છે. ‘ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો?’ ક્યારેક બાહ્ય પરિગ્રહ છોડ્યો છે તો અંતરની ગ્રંથિ રાખી છે. અને ક્યારેક અંતરની ગ્રંથિ છોડી છે તો બાહ્ય પરિગ્રહ રાખ્યો છે. અપૂર્વ અવસરમાં ભગવાન (સ્વયં) કહે છે, ‘ક્યારે થઈશું બાહ્યાંતર-નિગ્રંથ જો?” શ્રીમદ્ રાજચંદ્રજી પોતે એક એવી જીવતી જાગતી મિશાલ છે, ઉદાહરણ છે. કહે છે, · અંતરંગની અંદર નિગ્રંથતા થઈ છે પણ બહાર વ્યવહારનો ઉદય છે.’ અંતર અને બાહ્ય પરિગ્રહની ગ્રંથિથી મુક્ત થવાનું છે. તેને નિગ્રંથ કહે છે, જેની અંતર અને બાહ્ય ગ્રંથિઓ છેદાઇ છે. ગુરુ અમારા કોણ? નિગ્રંથ. ગુરુ અમારા નિગ્રંથ છે. અને દેવ અમારા વિતરાગ છે. ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ.’ આ જૈનત્વની ઓળખાણ છે. જેના ગુરુ નિગ્રંથ છે. જેને અંતર-બાહ્ય કોઈ ગ્રંથિ નથી. અને ગ્રંથિ બાહ્ય પરિગ્રહની ૧૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર અને અંતર પરિગ્રહની છે. એવા પરિગ્રહથી જે મુક્ત થયા છે. તે નિગ્રંથ. બીજુ લક્ષણ. ‘સર્વ સંબંધનું બંધન તિક્ષ્ણ છેદીને’ બધાજ પ્રકારના બંધનો જે છે, આત્માને જે રોધ કરે, બાંધી રાખે, આત્માના સ્વભાવને જે રોકી રાખે, આ બધા બંધનોથી મુક્ત થવું છે. એને છેદી નાખવાં છે. જ્યાં જ્યાં બંધન છે એનો છેદ કરવો છે. બાહ્ય સંબંધ છે, અંતરના સંબંધ છે અને સૂક્ષ્મ સંબંધ છે. ત્રણે પ્રકારે આ જીવ બંધાયો છે. બાહ્ય સંબંધની અંદર સ્થળ બંધન છે. શરીર છે, ધન છે, દ્રવ્ય છે, આ પરિવાર, કુટુંબ, સ્વજન, પરિજન, મિત્ર, કલત્ર આ બધાં અનેક પ્રકારના બાહ્ય બંધનો છે. અનેક પ્રકારની માલ-મિલ્કત આ બાહ્ય બંધનો છે. મન-વચન-કાયના જે બંધનો છે તે અત્યંતર બંધનો છે. એની અંદર રહેલું મમત્વ, એમાં રહેલો સ્વરછંદ, એમાં રહેલું અહંત્વ આ બધા અત્યંતર બંધનો છે. ભવનાથના મેળામાં ચારથી પાંચ હજાર નાગા બાવાઓ હોય છે. પોતા પાસે કાંઈ રાખ્યું નથી. બાહ્યથી બધું છોડ્યું છે પણ અત્યંતર ગ્રંથિ છુટી નથી. તેઓ ભેગાં થાય ત્યાં પોલીસ બોલાવવી પડે, તેઓ નહાવા આવે ત્યારે-કારણ ક્રોધ, અહં, પ્રતિષ્ઠા, પદ, કીર્તિ, લાલસા, વાસના કેટલી બધી હોય છે? બધું જ છોડ્યા પછી પણ કેટલું બધું હોય છે? એની ડીગ્રી કોઈવાર માપી છે? કહેવાતા જ્ઞાનીઓનાં બંધનો તો સંસારીઓના બંધન કરતાં જબરજસ્ત હોય છે. સૂક્ષ્મ બંધનો-રાગ, દ્વેષ, અજ્ઞાન, કષાય, લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, સ્થળ પ્રતિબંધ, ક્ષેત્ર પ્રતિબંધ આ બધા સૂક્ષ્મ પ્રતિબંધો છે. હું આ જગ્યાએ જાઉં, આ જગ્યાએ ન જાઉં, જ્યાં અમારા અનુયાયીઓ છે ત્યાં જ અમે વિચરીએ. આ બધાં સૂક્ષ્મ બંધન છે. આ ગ્રંથનું, પુસ્તકનું બંધન. જીવ અનેક પ્રકારના બાહ્ય બંધનથી જોડાયેલો છે. અત્યંતર બંધનથી જોડાયેલો છે. સૂક્ષ્મ બંધનથી જોડાયેલ છે. સૂક્ષ્મ બંધનથી પણ આ જીવ મુક્ત થઈ શકતો નથી. બાહુબલી ને ક્યું બંધન હતું? અરે! ચક્રવર્તી પદની અપેક્ષા એણે છોડી દીધી હતી. ભાઈ સાથે યુદ્ધમાં હતો અને પંચમુષ્ઠિ લોચ કરી લીધો. ભલે! ભરત હવે ચક્રવર્તી થાય. મારે નથી થવું. કેટલો જબરજસ્ત ત્યાગ! કેટલી જબરજસ્ત ભાવના! પણ સૂક્ષ્મ માનના બંધનથી રોકાઈ ગયા. એ બંધને એમને પકડી રાખ્યા. આવા સૂક્ષ્મ બંધનો જીવમાં એટલા બધા હોય છે કે જીવને પોતાને તેનો ખ્યાલ આવતો નથી. અપૂર્વ અવસર સ્વચ્છંદ નું સૂક્ષ્મ બંધન, પ્રતિબંધનું સૂક્ષ્મ બંધન, અંદરમાં અહં જાગૃત હોય એનું બંધન. એક વાર એક સંન્યાસી એ કહ્યું, ‘હું આ બધાથી સદંતર મુક્ત છું. મારે તો અરણ્ય (વન) અને મહેલ સરખા છે.’ માયા એ કહ્યું, ‘તું તારી જાતને છેતરે છે.’ અરણ્યમાં ગયો. સંન્યાસી પૂછે છે માયાને- ‘હવે?’ માયા કહે, ‘હજી તને બંધન છે. અરણ્યમાં તું સારી જગ્યાએ સૂતો છે.’ સંન્યાસી જઈને કાંકરા પર સૂતો કે, ‘મારે તો રેતી અને કાંકરા બન્ને સમાન છે.' તાપમાં ગયો, ઠંડીમાં ગયો, અનેક પ્રયોગ કર્યા. માયાને જીતવા માટે. ત્યારે માયાએ પ્રગટ રીતે કહ્યું, ‘મને જીતી. પણ મારો દિકરો અહંકાર તમારી સાથે છે.' કેવી કેવી પ્રકારના જીવને સૂક્ષ્મ બંધનો દરેક અવસ્થામાં હોય છે જ. આ બંધનોથી છુટવા માટે કહે છે, ‘સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને.’ અમારે તો આ બંધન છોડવા છે. અને ‘વિચરશું કવ મહત્પુરુષને પંથ જો?’ અપૂર્વ અવસર એવો કે જેમાં બાહ્ય અને અત્યંતર અમારે નિગ્રંથ થવું છે સર્વ પ્રકારના બાહ્ય, અત્યંતર અને સૂક્ષ્મ બંધનને છેદવા છે. પરમ કૃપાળુદેવ કહે છે, ‘જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.' બંધના જે જે કારણો હોય, સ્થળ હોય કે સૂક્ષ્મ હોય, અંદરનું હોય કે બહારનું, જે જે કારણ બંધ કરે, તે તે કારણ છેદવા છે. આવો અવસર અમારે જોઈએ છે. અને આવો અવસર કોઈએ મેળવ્યો છે? કોઈને પ્રાપ્ત થયો છે? તો કહે હા. આવો અવસર પ્રાપ્ત કરનાર અનેક મહાપુરુષો, અનેક તપસ્વીઓ, અનેક તીર્થંકરો અને અનંતા જ્ઞાનીઓ થયા છે. આવો અવસર આ મહાપુરુષોએ પ્રાપ્ત કર્યો છે. એટલે જ કહ્યું કે, ‘વિચરશું કવ મહત્પુરુષને પંથ જો?” એ મહાત્મા પુરુષ જેમાં અરિહંતો, તીર્થંકરો, ગણધરો, ચૌદ પૂર્વધારીઓ, કેવળીઓ, શ્રુત કેવળીઓ બધાનો સમાવેશ થાય છે. તેમાં અનેક મહાત્માઓનો પણ સમાવેશ થાય છે આવા બધા મહાત્માઓ બાહ્ય અને અત્યંતર ગ્રંથિ છેદીને નિગ્રંથ થયા છે. આ બધા જ મહાત્માઓએ સંસારના સર્વ પ્રકારના બંધનનો છેદ કર્યો છે. અને સિદ્ધપદને પ્રાપ્ત કર્યું છે. જેણે આવી રીતે સિદ્ધપદને પ્રાપ્ત કર્યું છે એણે જે ૧૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર અવસ્થા પ્રાપ્ત કરી એવી નિગ્રંથ અવસ્થાની ભાવના, નિગ્રંથપદની ભાવના આ પહેલી ગાથામાં કહે છે. અમારે એ ભાવના ભાવવી છે. ‘શ્રમણો, જિનો, તીર્થંકરો આ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા, નમું તેમને, નિર્વાણના તે માર્ગને.’ શ્રમણો, જિનો, તીર્થંકરો આ જ રીત સેવીને આમ જ નિગ્રંથ થઈને બધા મોક્ષે ગયા છે. કોઈએ તીર્થની અવહેલના કરી નથી. કોઈએ વ્યવહારને બાજુ પર મુક્યો નથી. કોઈએ ચારિત્રની વાત બાજુ પર મુકીને કેવળજ્ઞાનની વાત નથી કરી. કોઈએ ક્રિયાને બાજુ પર મુકી નથી. અનંતા ચારિત્રો જોઈ લો. એક જ રીત જોવા મળશે. ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે. જગતના જીવો આ બરાબર સમજી લેજો. આત્માની મુક્તિનો ધોરીમાર્ગ શું છે? સર્વ સામાન્ય જીવોના કલ્યાણનો માર્ગ શું છે? કોઈ અપવાદ રૂપે જગતમાં અગમ નિગમમાં કોઈપણ વસ્તુ હોય તો તે દુર્લભતા આપણી સમજમાં ન આવે. પરંતુ પૂર્વે પણ એવું જ આરાધન એ જીવે કર્યું હોય તો જ એને નિગ્રંથપદ પ્રાપ્ત થાય. અને નિગ્રંથપદની પ્રાપ્તિ વિના સિદ્ધિપદની સિદ્ધિ થાય નહીં, એટલે જ અહીં ભગવાન કુંદકુંદાચાર્યજી કહે છે કે એ શ્રમણ હોય, તીર્થંકર હોય, જિન હોય બધાય આ જ રીતે માર્ગની સેવના કરી છે. આ જ નિગ્રંથપદના અવસરને પામીને સિદ્ધપદની પ્રાપ્તિ કરી છે, આવા મહત્પુરુષો કેવા છે? પરમ કૃપાળુદેવ ૫.૭૯૧માં કહે છે કે, ‘દીર્ઘકાળ જેની સ્થિતિ છે તેને અલ્પકાળની સ્થિતિમાં આણી જેણે કર્મક્ષય કર્યો છે તે મહાત્માઓને નમસ્કાર.' આ મહાપુરુષોની સ્થિતિ કેવી છે? જો એક મોહનીય કર્મ બંધાય તો સીત્તેર કોડાકોડીનો બંધ પડે. એવી કર્મની અનંતકાળની સ્થિતિ છે. તેને આ મહાપુરુષોએ દીર્ઘકાળમાંથી અલ્પકાળમાં સ્થિતિને લાવી દીધી છે. અને કર્મનો ક્ષય કર્યો. આવા મહાપુરુષોને નમસ્કાર છે. પત્રાંક ૮૧૭માં ભગવાન કહે છે, ‘મહાત્માનું સ્વરૂપ ઓળખીએ. આત્મદશાને પામી નિદ્વંદ્વપણે યથા પ્રારબ્ધ જે વિચરે છે’ વિચરે ઉદય પ્રયોગ. આવા મહાપુરુષો નિર્દેĀદશામાં છે. નિર્વિકલ્પ થયા છે. કેવા થયા છે? શ્રીમદ્ રાજચંદ્રજીએ એક એક દશાનું અદ્ભુત વર્ણન આપ્યું છે. ચાર લીટીમાં એવું વર્ણન આપ્યું છે કે ચાર શાસ્ત્ર વાંચતા પણ એ ન સમજાય. પત્રાંક ૮૦માં કૃપાળુદેવ લખે છે ‘નિરાબાધ પણે જેની મનોવૃત્તિ ૧૪ અપૂર્વ અવસર વહ્યાં કરે છે.’ આપણે અહીં મહાત્માનું ઓળખાણ કરવું છે. ‘નિરાબાધ પણે’ એ સંસારના કોઈ વિકલ્પમાં, સંસારની કોઈ બાધાઓમાં કે સંસારના કોઈ સંગપ્રસંગમાં રોકાતા નથી. નિરાબાધ પણે મનોવૃત્તિ વહ્યાં કરે છે. ગંગાના પ્રવાહની જેમ અસ્ખલિત પ્રવાહ વહ્યા કરે છે. અખંડિત અને અવિચ્છિન ધારાથી વૃત્તિ વહે છે. ક્યાંય રોકાતી નથી. ‘સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે.’ એને કોઈ સંકલ્પ કે વિકલ્પ નથી. સ્વરૂપ બાબતમાં એ જાગૃત છે ‘પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફ્ચા છે.’ દેહ છે એટલે પાંચ ઇન્દ્રિયો છે, અને પાંચ ઇન્દ્રિયો છે એટલે એના ૨૩ વિષયો છે. અને એ વિષયને અનુકુળ સંસારના પદાર્થો છે. પાંચે ઇન્દ્રિયોના વિષયોને પોષે, આકર્ષે એવું જગતનું સ્વરૂપ છે. આખરે જગત એ તો પાંચ ઇન્દ્રિયોના વિષયોને ભોગવવાનું પદાર્થોનું સંકલિત સ્વરૂપ છે. જો પાંચ ઇન્દ્રિયોના વિષયોને ન ભોગવવા હોય તો જગતમાં બીજું શું છે? આ જગત સાથે જીવને બીજો શો સંબંધ છે? ‘ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે’ ક્લેશનું કોઈ કારણ જ નથી. એની મનની અવસ્થા એવી છે કે ક્લેશ અને સંક્લેશ, તાપ અને ઉતાપ સંતાપ બાહ્ય કારણોથી એના જીવનમાં ઉત્પન્ન થતો નથી. એવા બાહ્ય કારણો જેણે સદા નિર્મૂળ કર્યા છે. ‘અનેકાંત દૃષ્ટિ યુક્ત એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે છે અનેકાંત દૃષ્ટિ એકાંત યુક્ત છે. એકાંતમાં કેવળ પોતાના આત્માની મુક્તિ લક્ષની સ્પષ્ટતા છે અને અનેકાંત દૃષ્ટિ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ અનેકાંત દૃષ્ટિના નાના નાના વાક્ય કહ્યા છે. જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.’ આ અનેકાંત દૃષ્ટિ ‘ભાઈ! તું ગમે તે ધર્મને માનતો હોય તેનો મને પક્ષપાત નથી. પરંતુ જે રાહથી સંસાર મળનો નાશ થાય તે રાહને અને તે સદાચારને તું સેવજે.’ ‘હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું.’ ‘આત્મત્વ જ્યાંથી પ્રાપ્ત થતું હોય ત્યાંથી કરી લેવું અને તે માટે જે જે સાધનો કરવા પડે તે કરી લેવા અને તેના માટે મહાવીરના વચનમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે.’ આ અનેકાંત દૃષ્ટિ છે. એમણે આ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને લખ્યું છે, આગ્રહ નથી ક્યાંય, મતનો, પંથનો, ગચ્છનો આગ્રહ નથી. આગ્રહથી પર છે એવી આ અનેકાંત દૃષ્ટિ છે. છતા લક્ષ ક્યો છે? આત્માની મુક્તિનો. એટલે કહે છે, ‘જેની એક માત્ર શુદ્ધવૃત્તિ જ છે એવા પ્રતાપી પુરુષો જયવંત વર્તો. આપણે તેવા ૧૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર થવાનો પ્રયત્ન કરીએ.’ વિચરશું કવ મહપુરુષને પંથ જો?” અમે આ શ્રમણો, જિનો, તીર્થંકરો, ગણધરો, કેવળીઓ આ બધાના પંથે કયારે જઈએ? એટલે જ જૈનધર્મમાં નમસ્કાર મંત્રનો પ્રારંભ ક્યાંથી થાય છે? અરિહંત પરમાત્માથી પ્રારંભ થાય અને “નમો લોએ સવ્વસાહૂણં.” સાધુ પદ પછી કોઈને નમસ્કાર નથી. અને સાધુ તો એ જ કે જેણે સર્વસંગ પરિત્યાગ ર્યો છે, જડ અને ચૈતન્યનું જેને ભાન થયું છે, જેને આત્મબોધ પ્રાપ્ત થયો છે તે આ પાંચ પદ નિગ્રંથપદ છે. આ ‘અપૂર્વ અવસર’ની જે માગણી છે તે નિગ્રંથપદની ભાવના છે. નિગ્રંથ થવાની વાત છે. એટલે હવે બીજી ગાથાની અંદર કહે છે ‘સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પ નહીં, દેહે પણ કિંચિત્ મૂચ્છ નવ જોય જો.’ અપૂર્વ - ૨ આવી નિગ્રંથપદની ભાવના ભાવતાં ભાવતાં ભગવાન એ દશાના લક્ષણો ઓળખાવે છે. બધા મુમુક્ષો વિચારે કે આપણે પણ નિગ્રંથ થઈએ. પણ કેવી રીતે થવાય? બીજી ગાથામાં ભગવાન એનો ક્રમ-માર્ગ બતાવે છે ‘સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી.” નિગ્રંથ થવું હોય તો ‘સર્વ ભાવ.” જડ અને ચેતન કોઈપણ અવસ્થાને જૈન દર્શનમાં ‘ભાવ' કહેવામાં આવે છે. ‘જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ’ બીજી ભાષામાં એને પર્યાય કહેવાય છે. જડની પર્યાય જડ ચેતનની પર્યાય ચેતન. તો એક દ્રવ્યનું સમયે સમયે પરિવર્તન થાય, એ સમય લક્ષી જે એની અવસ્થા છે તે “ભાવ” છે. આ પરભાવમાં વૃત્તિ ન જવી જોઈએ. પરભાવ એટલે પુદ્ગલ પદાર્થ જે ભાવે હોય તે પણ મને માન્ય નથી. આ પદાર્થ દુર્ગધી હોય કે સુગંધી, પાત્ર ઠીકરાનું હોય કે સુવર્ણનું પણ મને માન્ય નથી. ભૂલ ન થવી જોઈએ. ‘સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી.’ આ આખું જગત જડ અને ચેતન પદાર્થોથી સચરાચર વિલસી રહ્યું છે. એમાં એની કોઈપણ અવસ્થા મને માન્ય નથી. આ ચેતનમાં કોઈપણ આત્મા જો પુત્રરૂપે હોય, અને પ્રેમ હોય તો જ્ઞાનીએ અપૂર્વ અવસર એને મોહ કહ્યો છે. એ જ આત્મા દુશ્મન કે પાડોશી રૂપે હોય તો? બરાબર વિચારણા કરજો. જ્ઞાનીના બોધને બરાબર સમજીએ. આ વિતરાગ વિજ્ઞાન છે. ચેતનમાં પણ જો ચેતન પ્રત્યે ભાવ હોય તો, અમારે સર્વ જગતના જીવો સાથે મૈત્રી છે. મહાવીરની મૈત્રીને ઓળખવી છે. મહાવીર મૈત્રી કહે ત્યારે ગૌતમ હોય કે ગોશાળો હોય. બન્ને પ્રત્યે સમાન મૈત્રીનો ભાવ છે. કમઠ હોય તો પણ ભલે અને ધરણેન્દ્ર હોય તો પણ ભલે. આ તીર્થકરની મૈત્રી છે. જગતના સર્વજીવની સાથે મૈત્રી. એ જીવનો ભાવ કેવો છે કે એ જીવ કઈ અવસ્થામાં છે એની સાથે મલતબ નથી. એ જ અહિંસક બની રહે. આ માણસોની મૈત્રી અને જનાવરોની કતલ કે જંતુઓનો નાશ કરી નાખવાની વાત નથી. આ જગતમાં ચાલે છે તે વાત નથી. આ ભગવાન મહાવીરની અહિંસા છે. ‘સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી.’ કારણ કે અન્ય સર્વ પદાર્થ, વસ્તુ, સંયોગ, સંબંધ, કારણ બધા સંસાર વર્ધક છે. એક જ આત્મા તરફ પણ જો જુદા જુદા ભાવથી જોવાય તો તે સ્વરૂપ સંસાર વર્ધક બની જાય. એક જ આત્માનું સ્વરૂપ તેના તરફ પત્ની સ્વરૂપે જોવાતું હોય તો તે ભાવ સંસાર વર્ધક છે કે મોક્ષ વર્ધક છે? તો એ સંબંધ જે સંસાર વર્ધક હોય તે નહીં જોઈએ. એ ભાવ નહીં જોઈએ. આ ભાવની વાતને પરમ કૃપાળુદેવે એક પત્રમાં બહુ સરસ રીતે મુકી છે. પત્રાંક-૪૧૯માં સૂક્ષ્મતાથી આ વાતને મુકી છે. ખંભાતના મુમુક્ષને એના પત્રના જવાબમાં લખ્યું છે કે, ‘તમારો બન્ને દંપતીનો પ્રેમ એક ગુરુના શિષ્ય છીએ એવો હોવો જોઈએ.” દામ્પત્ય ભાવનો પ્રેમ નહીં. એમાં પણ જો, ધર્મની આરાધનામાં “અમે બે માણસ સાથે જ કરીએ છીએ.” એમ થતું હોય તો એ મોહગ્રસ્ત અવસ્થા છે. એમણે ત્યાં કહ્યું છે કે એક ધર્મના સાધર્મિક ભાઈબહેન જેવો ભાવ હશે તો જ ત્યાં ધર્મની આરાધના કરશો તે ફળશે. એના પ્રત્યે અભેદ બુદ્ધિ તમને આવવી જોઈએ. ધર્મની આરાધના કરતા પણ પતિ અને પત્નીનો ભાવ જો ત્યા આવ્યો તો ત્યાં વિભાવદશા આવી ગઈ સમજવી. અહીં કહે છે “સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી.” સંસારવર્ધક કારણોથી ઉદાસીનતા, તે પ્રત્યે ઉપેક્ષા. વિષય કષાયની મંદતાથી માંડીને એના સંપૂર્ણ ક્ષય સુધીની ત્રણ અવસ્થામાં કૃપાળુદેવે કહ્યું છે, વૈરાગ્ય, ઉદાસીનતા અને વિતરાગતા. ધર્મનો પ્રારંભ વૈરાગ્યથી થાય છે. ૧૭ ૧૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર ‘ત્યાગ, વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ, વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.' આ.સિ.-(૭) વૈરાગ્યએ ધર્મનું સ્વરૂપ છે ભાવના બોધના પ્રારંભમાં કૃપાળુદેવે લખ્યું છે કે, “જેમ રૂધિરનો ડાઘ રૂધિરથી જતો નથી. નિર્મળ એવા જળથી રૂધિરનો ડાધ જાય. એમ સંસારનો રોગ લાગ્યો હોય તો શૃંગારથી એ રોગ મટે નહીં એને માટે વૈરાગ્ય જોઈએ.' ભર્તૃહરિ મહારાજે કહ્યું છે કે આ સંસારની બધી જ વસ્તુ, બધી જ અવસ્થા, બધા જ ભાવ – એમાં ભય કહ્યો છે. કામ, મદ, રૂપ,ગર્વ-વગેરે બધા જ ભાવોમાં ભય કહ્યો છે. સંસારમાં એક કેવળ વૈરાગ્ય જ અભય છે. ‘વૈરાગ્ય એ જ જીવને મોક્ષમાં લઈ જનાર, અનંત સુખના માર્ગે લઈ જનાર ભોમિયો છે.’ તો પરમાર્થ માર્ગની યાત્રાનો પ્રારંભ વૈરાગ્ય વિના થતો નથી. વૈરાગ્યની વ્યાખ્યા તો ઘણી છે પણ કૃપાળુદેવે પત્રાંક - ૫૦૬ની અંદર એક ટુંકી વૈરાગ્યની વ્યાખ્યા આપી છે. કે ‘ગૃકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય.’ ગૃહ - એટલે ઘર અને ઘર એટલે એમાં રહેલી બધી જ વસ્તુઓ ઘરવખરી પણ આવી જાય. બીજું કુટુંબ – એટલે બધા જ સાથે રહીએ છીએ તે. કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી. એના પ્રત્યે લેશ માત્ર પણ આસક્તિ નહીં. આવો જ્યારે વૈરાગ્ય આવે અને એ વૈરાગ્ય જ્યારે દૃઢ થાય ત્યારે જ ઉદાસીનતા આવે છે. જેને પોતાના ઘર અને કુટુંબ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ હોય એને સંસાર પ્રત્યે અનાસક્ત ભાવ જ હોય. માટે કહ્યું, ‘સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી.’ વૈરાગ્ય આવ્યા વિના સર્વ ભાવથી ઉદાસીનતા આવી શકે નહી. કૃપાળુદેવ લખે છે ‘આધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા’ એક પત્રમાં લખ્યું છે ‘ઉદાસીનતા’નો અર્થ અમે ‘સમપણું’ કહીએ છીએ. જ્યાં ક્લેશ અને સંક્લેશથી મંદતા યુક્ત બુદ્ધિ વર્તે છે એને અમે ઉદાસીનતા કહીએ છીએ. ઉદાસીનતા શબ્દનો અર્થ સમપણુ છે. પોતાના સિવાય અન્ય કોઈ પદાર્થ કે વસ્તુમાં અહંભાવ કે મમત્વભાવથી મુક્ત, રાગદ્વેષ રહિતપણું - એ ઉદાસીનતાનું સ્વરૂપ છે અને એ ઉદાસીનતા આધ્યાત્મની જનની છે. પત્રાંક ૩૯૮માં કૃપાળુદેવે ‘ઉદાસીનતા’ સમજાવી છે. અને એ ઉદાસીનતા જીવનમાં આવે અને ત્યાર પછી તેનો ભાવ જીવનમાં દૃઢ થાય ત્યારે જીવનમાં વીતરાગતા આવે. જીવ ચોથા ગુણસ્થાનકથી ઉપડે તો ઉદાસીનતાના જોરે સાતમા ૧૮ અપૂર્વ અવસર ગુણસ્થાનક સુધી પહોંચી જાય અને ઉદાસીનતા જોર કરે એટલે વીતરાગભાવનું જોર આવે, અપૂર્વકરણનું. એ વીતરાગતા પછી અખંડ ઉપયોગની ધારા રહે છે. કૃપાળુદેવ કહે છે, વીતરાગતા એટલે આત્મ-સ્થિરતાના કારણે કર્મબંધના અભાવની સ્થિતિ છે. એ વીતરાગતા કેવી હોય તે ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’માં કહ્યું છે. “વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ વાસ.' આ.સિ.-(૧૧૨) સમકિત વર્ધમાન થાય, ચારિત્રનો ઉદય થાય, જગતના સર્વ પદાર્થ પ્રત્યેની ઉદાસીનતા વધતી જાય, જગતનો સંગ-પ્રસંગ, સંજોગ, સંયોગ, કારણ - આ બધાથી જીવ નિર્પેક્ષ થતો જાય. માધ્યસ્થવૃત્તિમાં એ આવે. સમદર્શિતા એને વર્તે, આવો જીવ આગળ વધતાં વધતાં વીતરાગતામાં આવે. એને ચારિત્રનો ઉદય થાય અને વીતરાગ પદમાં એ વાસ કરે છે. આ ઉદાસીનતાનું લક્ષણ કૃપાળુદેવે પત્ર-૮૩૨માં બહુ સરસ રીતે મુક્યું છે. ‘સર્વ, જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે.’ કંઈ ને કંઈ મેળવવું એટલે શરીરની સુખાકારીથી માંડીને સર્વ પદાર્થોની પ્રાપ્તિ. મને કંઈક મળવું જોઈએ. સારો પ્રસંગ મળવો જોઈએ, સારો સંબંધ મળવો જોઈએ, આની ઓળખાણ મને થવી જોઈએ. આ પદાર્થ મને મળવો જોઈએ. ભોગ-ઉપભોગના જેટલાં સાધન જગતમાં વિદ્યમાન છે એ મને મળે. અને એ મને મળે તો મને સુખ અને આનંદ મળે. કૃપાળુદેવ કહે છે, ‘પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણીત કર્યો.' જ્ઞાનીઓએ નિર્ણય આપી દીધો. કોર્ટની જેમ જજમેન્ટ આપી દીધું કે ‘કિંચિત્માત્ર પણ ગ્રહણ કરવું એ જ સુખનો નાશ છે’ તો સુખ મેળવવામાં નથી, પણ છોડવામાં સુખ છે. ઉપનિષદમાં એના માટે એક વાક્ય મુક્યું છે. મંત્ર છે, ‘તેના ત્યક્તન ભંજિતાઃ’ તેનો ત્યાગ કરીને (પછી) તું ભોગવ. ત્યાગ કરીને એટલે મનથી, ભાવથી, વૃત્તિથી, આસક્તિપણાથી પહેલા એને છોડી દો. પછી ઉદયગત જે કંઈ હશે તેનો ભોગવટો તું કરજે. એટલે કહે છે કે દેહમાં પણ આસક્તિનો ભાવ ન રહે. માટે કહ્યું કે, ‘માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો.’ સંયમની સાધના ન થતી હોય તો દેહની પણ આવશ્યકતા નથી. ૧૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર જૈનમાં દેહને પણ છોડવાની એક ક્યિા છે સંથારો. દુનિયામાં એની જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે કે સંથારો એટલે આત્મહત્યા ગણાય કે નહીં? સંથારાની અનુમતિ આપવી જોઈએ કે નહીં? Is it mercy kiling? Mercy killingની ચર્ચામાં - આ એક ચર્ચા ચાલે છે કે ભારતમાં એક જૈન દર્શન છે, અધ્યાત્મદર્શન- એમાં આ એક સંથારાની વિધિ ચાલે છે અને જૈન મુનિઓ સંથારાથી પોતાનો દેહ ત્યાગ કરે છે. તો Is it suicide? આ પ્રશ્ન બુદ્ધિના ચકરાવે ચડ્યો છે. પણ બુદ્ધિથી એનો અંત આવી શકે નહીં. અને અહીં કહે છે કે જ્ઞાનીઓનો દેહ તો પોતે પૂર્વે ઉપાર્જન કરેલા એવા કર્મ નિવૃત્ત કરવા અર્થે હોય, અથવા અન્યની અનુકંપાને અર્થે હોય.” અને જ્યારે દેહ એ કારણ ન આપે ત્યારે જ્ઞાનીઓ તે દેહથી છુટા પડી જાય છે આ સંલેખનાની ઉત્કૃષ્ટ ભાવના છે. ‘દશવૈકાલિક સૂત્ર'ની અંદર આ વાત મૂકી છે. સ્વયંભૂસૂરિ આચાર્ય મહારાજ, પોતાના મનક નામનો શિષ્ય જે પોતાના પૂર્વનો (ગૃહસ્થાશ્રમનો) પુત્ર છે. છ મહિના જેનું આયુષ્ય બાકી છે એને છ મહિનામાં વીતરાગદર્શન પમાડીને મુક્તિ ઉપર લઈ જાવો છે. એમણે પોતાના જ્ઞાનમાં આ જોયું છે. મનક પિતાની શોધમાં જ આવ્યો છે. એને ખબર નથી કે આ આચાર્ય મારા પિતા છે. પણ પિતાના જ્ઞાનમાં આવી ગયું કે આ શિષ્ય છે તે મારો પુત્ર છે. જે માતાના ગર્ભમાં હતો ત્યારે તેને છોડીને મુનિ દીક્ષિત થયા છે. આવા સ્વયંભૂસૂરિ આચાર્ય ‘દશવૈકાલિક સૂત્ર'ની રચના કરે છે. કારણ કે એમને થાય છે છ મહિનાના ટૂંકા આયુષ્યમાં આ ચૌદ પૂર્વ અને આગમો ભણી શકાશે નહીં. એટલે ભદ્રબાહુસ્વામી પાસે જઈને સ્વયંભૂસૂરિજીએ બધા જ આગમોને પોતાની અંદર ઉરધૃત કર્યા અને ઉરધૂત કરીને એમાંથી દશવૈકાલિક સૂત્રની રચના કરી. આ સૂત્રમાં એમ આવે છે કે સંયમી-પુરુષો સંયમના ઉપકરણો, રજોહરણ, વસ્ત્ર, પાત્રા, કંબલ- આ બધાને સંયમના નિર્વાહ માટે ધારણ કરે છે. તેના પરની મૂછ કે આસક્તિ એ પણ પરિગ્રહ છે એટલે કહ્યું, ‘અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. કોઈ બીજા કારણે અમને કશું જોઈતું જ નથી આવો અવસર અમને ક્યારે પ્રાપ્ત થાય? હવે ત્રીજી ગાથામાં કહે છે, અપૂર્વ અવસર ‘દર્શનમોહ વ્યતીત થઈ ઊપજયો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો.’ અપૂર્વ - ૩ ‘આત્મા અને દેહ ભિન્ન છે. આત્મા કેવળ ચૈતન્ય અને જ્ઞાનમય છે, એવો બોધ, દર્શનમોહનીય કર્મના નાશથી ઉત્પન્ન થયો છે. તેથી શુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન વર્તતું હોવાથી ચારિત્ર મોહ પણ ક્ષીણ થતો જાય છે. એમ સ્પષ્ટ જોવામાં આવે છે.” નિગ્રંથપદની પ્રાપ્તિની ભાવના ક્યારે થાય? કોણ કરી શકે? સાચો નિગ્રંથ કોણ થઈ શકે? નિગ્રંથપદમાં પ્રવેશ ક્યારે થાય? સંસારના બંધનોથી કોણ છૂટે? બાહ્ય અત્યંતર ગ્રંથિથી રહિત ક્યારે થવાય? એની કોઈ પૂર્વ ભૂમિકા ખરી? શ્રીમદ્જીએ પોતાના સ્વચરિત્રના ઉદાહરણથી અહીં બતાવ્યું છે ‘દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે.’ આખા અપૂર્વ અવસરનું પદ સમક્તિ પ્રાપ્ત થયા પછી જીવના પુરુષાર્થના આરોહણનું પદ છે અને સમક્તિ પ્રાપ્ત થાય- જ્યારે જીવના દર્શન મોહકર્મનો નાશ થાય. પછી એ ચારિત્ર મોહના નાશની પ્રક્રિયામાં જોડાય. દર્શનમોહનો નાશ એ અજ્ઞાનનો નાશ, અને ચારિત્રમોહનો નાશ તે આસક્તિ અને આ બધી ગ્રંથિઓનો નાશ. દર્શનમોહના નાશને માટે બોધની આવશ્યકતા છે અને ચારિત્રમોહના નાશ માટે સવ્યવહારની-જ્ઞાનીઓએ જે આચાર ધર્મ કહ્યો છે તે આચારધર્મની આવશ્યક્તા છે. તો અહીં કૃપાળુદેવે કહ્યું છે કે ‘દર્શનમોહ વ્યતીત થઈ ઊપજયો બોધ જે.’ દર્શનમોહ વ્યતીત થઈને બોધ ઊપજયો છે, ‘દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો.’ શરીરથી આત્મા કેવળ જુદો, દેહમાં સ્થિત છતાં દેહથી ભિન્ન. સ્વયં જયોતિ, ચૈતન્ય સ્વરૂપ સ્વપરપ્રકાશક એવા આત્મ સ્વરૂપમાં હે મુમુક્ષુઓ! કે આર્યજનો! તમે નિમગ્ન થાઓ. તો અપાર સુખને અનુભવશો. કૃપાળુદેવ કહે છે. આત્મામાં લીન થાવ. મારું એક અસ્તિત્વ છે. મારી એક Individuality છે. I am different from my body. હું છું. હું શરીરથી ભિન્ન છું. અને જેનું અસ્તિત્વ છે એવો પદાર્થ છું. આવો આત્મબોધ થાય - જ્ઞાનીના વચનથી, સત્પુરુષોના અનુગ્રહથી, પોતાની વિચારણાથી. ૨૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, સ્વયંજયોતિ સુખધામ, બીજુ કહિયે કેટલું? કર વિચાર તો પામ. આ.સિ.-(૧૧૭) અહીં વિચારની પ્રક્રિયા કહે છે. Contemplation. It is meditation complete with thinking. ધ્યાન આત્માની ચિંતવના સહિતનું, શૂન્યતાનું નહીં. સ્વરૂપની ચિંતવના સાથેનું ધ્યાન. “ધ્યાનના ઘણા પ્રકાર છે.” કૃપાળુદેવ કહે છે પણ જે ધ્યાનમાં આત્મા વર્તે, જે ધ્યાનનું કેન્દ્ર આત્મા હોય તે જ સાચું ધ્યાન છે. કારણ કે ધ્યાન કરીને આત્મા પ્રાપ્ત કરવો છે. માટે કહ્યું છે ખૂબ પોતાની જાત ઉપરનો વિચાર કર. And try to realise thyself. પોતાના આત્મ સ્વરૂપનો, પોતાના અસ્તિત્વનો સાક્ષાત્કાર કરવા માટે - આત્મસાત થવા માટે આ એક પ્રક્રિયા છે. જેને માટે જૈનદર્શનમાં એક શબ્દ છે “નિદિધ્યાસન’, ‘અનુપ્રેક્ષા', આત્મઅનુપ્રેક્ષા'. પોતાના સ્વરૂપની જ્ઞાનીઓ બતાવેલા લક્ષણોથી, અખંડ ચિંતવના કરવી એ અનુપ્રેક્ષા છે. હવે કહે છે કે, “જિન પ્રરૂપિત નવ તત્ત્વને યથાર્થ માનવા. તેમાં અચળ શ્રદ્ધા કરવી. તે સમ્યક્ દર્શન છે.” દર્શનમોહનીય કર્મ છે તે આત્માના સ્વરૂપને આવરણ કરનાર છે. દર્શનમોહ એ જીવની ભ્રાંતિ છે. એ અજ્ઞાન છે. એ જગતનો અભિપ્રાય છે. એ ‘દર્શનમોહ’ અજ્ઞાનીઓના સંગને કારણે જીવને આવ્યો છે. જો જીવ જ્ઞાનીના બોધનો આશ્રય લે તો ધીરે ધીરે પોતાના અભિપ્રાયની અંદર એ ભેદ કરતો જાય. અને શુદ્ધ કરતો જાય. તો કહે છે કે એ દર્શનમોહ જો વ્યતીત થઈ જાય, એ અજ્ઞાન જો ચાલ્યું જાય, એ ભ્રાંતિ જો ટળી જાય, તો એનાથી બોધ ઊપજે. અહીં કૃપાળુદેવને બોધ ઊપજ્યો છે એટલે કહે છે એ બોધ ઉપજેલો સમકિત ધારી શ્રાવક હવે નિગ્રંથપદની આરાધના કરે છે. અને ત્યારે એને છે “દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો.’ દેહની ભિન્નતા કેટલી હદે શ્રીમદ્ રાજચંદ્રજીને થઈ હતી એ કહે છે “માંડ માંડ સંભારીએ ત્યારે યાદ આવે છે કે અમે દેહધારી છીએ કે કેમ?” “દેહભાવ દેખાડવો પાલવતો નથી. આત્મા બ્રહ્મસમાધિમાં છે. મન વનમાં છે. અને દેહ એક બીજાના આશ્રયે કંઈક ક્યિા કર્યા કરે છે. અમે લઈએ છીએ, દઈએ છીએ. પણ એમાં આત્મા ક્યાંય જોડાતો નથી. આત્મષ્ટિનું અખંડપણું તેથી બાધા પામતું અપૂર્વ અવસર નથી.’ આવો ભિન્ન સ્પષ્ટ આત્મા અનુભવાય છે. સંસારના બધા જ કાર્યો કરવા છતાં પોતે બધાથી ભિન્ન રૂપે છે એવું ભાન સતત જાગૃત છે. એને અપ્રમત્ત અવસ્થા કહેવામાં આવે છે. સતત જાગત છે કે હું આમાં ક્યાંય નથી. મારે ને આને કાંઈ સંબંધ નથી. આવી પ્રકારની વર્તના છે. દર્શનમોહ વ્યતીત થઈ ગયા પછી એવો બોધ ઉપજે છે કે એને સતત દેહ અને ચૈતન્યની ભિન્નતાનું ભાન છે. કૃપાળુદેવ લખે છે કે, એટલે શરીરમાં જ્યારે કંઈ થાય, ત્યારે જ્ઞાની જાણે છે કે શરીરમાં મહારોગ આવે છે, પણ આ વ્યાધિ શરીરના પરમાણુ સાથે સંબંધિત છે મારા આત્માનો નાશ કરવા માટે તે સમર્થ નથી. મારા સ્વરૂપનો ઘાત કરવા પણ તે સમર્થ નથી. વેદનીય કર્મની તાકાત નથી કે મારા સ્વરૂપથી મને ચુત કરી શકે. માટે જ્ઞાની તે વ્યાધિ વેદતો હોવા છતાં તે વેદનાને જાણે છે, ભોગવતો નથી. તદાકાર થઈને, તદુપ થઈને વેદની ભોગવતો નથી. દેવકરણજી મુનિના જીવનનો એક પ્રસંગ છે કે પગની અંદર સડો થયો છે. અને અમદાવાદમાં ઓપરેશન કરાવવું પડે છે. ડોક્ટર કહે છે કે ક્લોરોફોર્મ આપવું પડશે, કારણ કે શસ્ત્રક્રિયા કરવી છે. અને તે જાગતા તમારાથી સહન નહી થાય. માટે ક્લોરોફોર્મ આપવું પડશે. મુનિએ કહ્યું, ‘ગુરુ મળ્યા છે આત્મા જામ્યો છે. ડોક્ટર તમે ક્લોરોફોર્મ વગર જ ઓપરેશન કરો.’ જાગતા જ ઓપરેશન થયું છે પણ મુનિના મુખમાંથી ચુંકારો પણ નિકળ્યો નથી. શાતાભાવથી, સમાધિભાવથી એ વેદના સહન કરી છે. ઘણા અજ્ઞાનીઓ પણ છરી પરોવે છે. અને તીર મારે છે. અને નીચેથી ઉપરથી કાઢે છે. એનો મતલબ એ નથી કે તેઓ સમ્યફદૃષ્ટિ છે. ભૂલવું નહી. આ મૂઢ ચેતના છે અહીં તો જ્ઞાનયુક્ત ચેતનાની વાત થાય છે. હઠયોગી પણ પ્રાણને રૂંધીને પોતાના શરીર ઉપરથી હાથી ચલાવવા દે. તો ત્યાં આત્માની ભિન્નતાની વાત નથી. મૂઢતા છે. અહીં કહે છે કે, “દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે.’ ચારિત્રમોહ - સર્વ સાવધ પાપ વ્યાપારનો સર્વથા ત્યાગ. અહિંસા સંયમ આદિનું સંપૂર્ણપણે પાલન એને ચારિત્રયોગ કહે છે. આત્માના સ્વરૂપને આવરણ કરે એવા જે કષાયો છે, એવું જે કર્મોનું સ્વરૂપ છે. - એને ૨૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર ચારિત્રમોહ કર્મ કહેવાય છે. એ કષાય અને નોકષાયના પચ્ચીસ પ્રકારના ભેદ છે. તે ચારિત્ર મોહનીયના ભેદ છે. ચોથા ગુણસ્થાનકથી આ પ્રક્રિયા શરૂ થાય. એમાં અનંતાનુબંધીની પ્રકૃતિ ગઈ. પણ હજુ પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની, સંજવલન અને નવ નોકષાય છે તેની પ્રકૃતિઓ ક્ષય કરવાની છે. તેથી હવે ચારિત્રમોહ ક્ષય કરવાની પ્રક્રિયા શરૂ થાય છે આ નિગ્રંથપદની સાધના શરૂ થાય છે. જેને દર્શનમોહ વ્યતીત થવાથી હું દેહથી ભિન્ન છું, કેવળ ચૈતન્ય સ્વરૂપ છું એવો સ્પષ્ટ બોધ થયો છે. તે હવે ચારિત્રમોહને ક્ષય (નાશ) કરવાનું આચરણ શરૂ કરે છે. આત્મ સ્વરૂપને આવરણ કરે તે દર્શનમોહ. અને આત્મ ચારિત્રને આવરણ કરે તે ચારિત્રમોહ. દર્શનમોહ ને નાશ કરવા માટેનું કારણ બોધ. અને ચારિત્રમોહને નાશ કરવા માટેનું કારણ વીતરાગતા. આખો માર્ગ વીતરાગનો છે. આખો માર્ગ નિગ્રંથનો છે કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે, ‘કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.’ આ.સિ.-(૧૦૩) ભાઈ ! આ મોહનીય કર્મના બે ભેદ છે. દર્શનમોહનો નાશ કરવા માટેનો અચૂક ઉપાય બોધ છે. ચારિત્રમોહનો નાશ કરવા માટેનો અચૂક ઉપાય વીતરાગતા છે. બોધ થઈ ગયા પછી આ વીતરાગતા આચરવી પડે છે. ‘અપૂર્વ અવસર”નું આખું પદ ચારિત્રમોહના નાશનું પદ છે દર્શનમોહનો નાશ તો થયો જ છે. પછી જ આ પદનો પ્રારંભ થાય છે એ સાધકે, એ મુમુક્ષુ, એ જીવાત્મા જેના દર્શનમોહનો નાશ થયો છે તે આ નિગ્રંથપદની આકાંક્ષા, અભિલાષા, સેવના કરે છે. અને એવી ભાવના કરે છે કે હું આ ચારિત્રમોહનો પરાજય કરી શકું. એવી નિગ્રંથપદની ભાવના કરે છે કે જેમાં બધાજ બંધનો જીવને છુટી જાય. અંતર બાહ્યની ગ્રંથિથી જીવ છૂટો થાય અને બધા તીક્ષ્ણ બંધનોનો નાશ થઈ, જગતના સર્વ ભાવ પ્રત્યે ઉદાસીનતા હોય. દેહ ઉપર પણ જીવને કિંચિત્ પણ મૂછ નવ થાય. અને કોઈપણ કારણે જગતની કોઈપણ વસ્તુ જીવને કહ્યું નહીં. એવા પ્રકારના ચારિત્રમોહનો નાશ કરવા અમે આગળ વધીએ. એટલે કહે છે કે જેના દર્શનમોહનો નાશ થયો છે તે સાધક હવે એવી અભિલાષા કરે છે કે, ‘તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે’ હવે ચારિત્રમોહ પ્રક્ષીણ થાય. ‘પ્રક્ષીણ’ અપૂર્વ અવસર એટલે ફરીથી એનો ઉદ્ભવ જ ન થાય. મૂળથી નાશ. જેનું ફરી ઊગવાપણું કે આવવાપણું રહે જ નહીં. એવા પ્રકારનો નાશ કરવાનો છે. અને આ ચારિત્રમોહ ને પ્રક્ષીણ થતો વિલોકિયે છીએ. સમયે સમયે અનંતા કર્મો નાશ થતાં જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં, ભગવાન મહાવીરે, એમની અંતિમ દેશનામાં બહુ સરસ વાત કરી છે કે, “દર્શન વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના ચારિત્ર નથી, ચારિત્ર વિના મુક્તિ નથી અને મુક્તિ વિના નિર્વાણ નથી.’ એ ઉત્તરાધ્યયન સુત્રના અઠ્ઠાવીસમાં અધ્યયનમાં ગાથા ૩૦ થી ૩૫ની વચ્ચે આ વાત આવે છે. અહીં કહે છે કે મુક્તિ વિના એટલે કે મોક્ષ વિના નિર્વાણ નથી. કર્મથી મોક્ષ થાય તો જ શરીરનું ફરીથી ઉત્પન્ન થવું સંભવી શકે નહીં. બધા જ કર્મ પ્રક્ષણ કરવાના છે. આયુષ્ય કર્મનાં દળિયાં એવા નાશ પામે કે ફરીથી એક પણ ભવનું આયુષ્ય બંધાય નહી. જે વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં આવી છે એ જ વાત પરમ કૃપાળુદેવે આત્મસિદ્ધિની ગાથામાં કહી છે. ‘દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ.’ આ. સિ.-(૯૧) એક બાજુ કેવા ગહન સૂત્રમાં આગમવાણીમાં આ વાત કહી છે. અને બીજી બાજુ ફક્ત ‘આત્મસિદ્ધિ’ના એક દોહરામાં આ વાત સમાવી લીધી છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ - આત્યંતિક એટલે પ્રક્ષણ. ફરીથી ઉદ્ભવે નહી તેવો. આ જ વાતને કૃપાળુદેવે પત્રાંક - ૭૫૫માં સમજાવી છે કે, “જેમ જેમ સમ્યફદર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક્ષ્યારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે.” સમ્યકજ્ઞાનના બળથી સમ્યગ્દર્શન શુદ્ધ થતું જાય છે અને એ સમ્યક્યારિત્ર - એટલે કે પૂર્ણ સ્થિર સ્વભાવને- પ્રાપ્ત થતું જાય છે. આ સમ્યકજ્ઞાન-દર્શનચારિત્રની અભેદ એકતા છે. ત્રણે ભિન્ન નથી. એ ત્રણેની એકતા અભેદભાવે છે ત્યારે જ આ વસ્તુ સમજાય. એટલે કહે છે કે સમ્યદર્શનને પણ શુદ્ધિની જરૂર છે અને સમ્યગ્દર્શન થયા પછી જ્ઞાન શુદ્ધ થયું છે અને વધતું જ્ઞાન સમ્મદર્શનને વિશુદ્ધ કરે છે. અને દર્શનવિશુદ્ધિનો માર્ગ ચારિત્રને પમાડે છે. ચારિત્રમોહનું આવરણ દૂર કરે છે. અને શુદ્ધ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે એમાં વીર્ય ઉલ્લસતું જાય છે. એટલે સમ્યક્દર્શન થયા પછી ચારિત્રમોહનો નાશ ૨૪ ૨ ૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર કરનાર આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર, નિગ્રંથનું આત્મ ચારિત્ર એ ત્યાંથી શરૂ થાય છે કે જ્યાં એને સમ્યક્દર્શનનો બોધ થાય છે. જૈન દર્શનની પરિપાટી આત્મસિદ્ધિ શાસ્ત્ર પછી આ અપૂર્વ અવસર સમજવાનો છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર પહેલા એટલે સમજવાનુ છે કે જેથી પહેલા આત્માના અસ્તિત્વનો બોધ થાય. આ શિષ્યની ભૂમિકા પહેલા આવવી જોઈએ. ‘ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશીને, દેહાતીત સ્વરૂપ.’ આ.સિ.-(૧૨૦) આ ભૂમિકા જેની આવે. આ શુદ્ધ સ્વરૂપ, નિજ સ્વરૂપ જે અજર, અમર, અવિનાશી અને દેહાતીત - દેહથી ભિન્ન એવું સ્વરૂપ હે પ્રભુ! મને ભાસ્યું. દેહથી ભિન્ન ભાસે ત્યારે સમજવું કે હવે આપણને કંઈક આત્મા તરફ લક્ષ થયો છે. જ્યાં સુધી દેહની અંદર આત્માની કલ્પના છે ત્યાં સુધી આપણે અજ્ઞાન અવસ્થામાં છીએ. દેહાતીતપણુ એટલે સમકિત-સમ્યક્દર્શન-ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ. અપૂર્વ અવસર જ્યારે ગાંધીજીના આશ્રમમાં ભજનાવલીમાં દાખલ થયું ત્યારે દેશના રચનાત્મક કાર્યકરો ચર્ચાના ચકડોળે ચડી ગયા કે જેને આઝાદીની લડત ચલાવવી છે અને રોજ સત્યાગ્રહના મંડાણ કરવા છે એને આ અપૂર્વ અવસરની શું જરૂર છે? ત્યારે મુનિશ્રી સંતબાલજી એ ‘સિદ્ધિના સોપાન’માં લખ્યું. - મુનિશ્રી સંતબાલજી રાષ્ટ્રિયતાના રંગે રંગાયેલા જૈન સંત હતા. સમાજમાં તેઓ જબરજસ્ત પરિવર્તન લાવનારા હતા તેમજ લોકોની અંદર મહાવીરના અહિંસા ધર્મને સર્વસામાન્ય (સાર્વજનિક) બનાવવામાં એમનું ઘણું મોટું યોગદાન હતું. મુંબઈની નજીક જ ચિંચલી આશ્રમમાં છેલ્લા ૧૬-૧૭ વર્ષ રહી અને એમણે ભાલના, નળકાંઠાના અનેક વિસ્તારના આદિવાસીઓના, વનવાસીઓના ઉત્કર્ષ માટે જીવન સમર્પણ કરેલું. પણ એમની આધ્યાત્મિકતા સંયમની આરાધના, રોજની પ્રાર્થના અદ્ભુત હતી. મુનિશ્રી નાનચંદજીની એ પ્રેરણા લેતા. એમના આશ્રમમાં ચાર વિભાગ છે. એમાં પહેલો વિભાગ છે તે શ્રીમદ્ રાજચંદ્રના નામે છે, બીજો વિભાગ ગાંધીજીના નામે છે, ત્રીજો વિભાગ નાનચંદજીના નામે છે પણ એમણે અધ્યાત્મમાં લખ્યું છે કે જગત આખામાં શિલ્પકૃતિનો ઉત્કૃષ્ટ નમુનો જોવો હોય તો જેમ તાજમહેલ છે એમ અધ્યાત્મજ્ઞાનની અંદર શબ્દોની અપૂર્વ અવસર ગૂંથણીથી, આખા આત્મમાર્ગનો ઉત્કૃષ્ટ નમુનો જોવો હોય તો તે શ્રીમદ્દ્ન ‘અપૂર્વ અવસર’નું કાવ્ય છે. ‘સિદ્ધિના સોપાન’ ચડવા માટેનો કેવો ઉત્કૃષ્ટ ક્રમ બતાવ્યો છે, એક મુમુક્ષુ જીવ, પોતાના આત્મનો બોધ થાય છે તો એ સિદ્ધપદને પ્રાપ્ત કરવા માટે એક એક પગથિયા ચડવા માટે હવે આગળ વધે છે. એક એક પગથિયું કેવી રીતે ચડવું એ શ્રીમદ્ અપૂર્વ અવસરની લીટીએ લીટીએ એ પગથિયા બતાવ્યા છે. એવી સરસ શબ્દોની ગુંથણી કરી છે કે ‘કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ’ આ પહેલું પગથિયું, ‘સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને’ આ બીજું પગથિયું, ‘વિચરશું કવ મહત્પુરુષને પંથ’ આ ત્રીજું પગથિયું, ‘સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી’ આ ચોથું પગથિયું, ‘માત્ર દેહ તે સંયમ હેતુ હોય’ આ પાંચમું પગથિયું, ‘અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં” આ છઠ્ઠું, ‘દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો’ આ સાતમું. દેહમાં અમને કિંચિત્ પણ મૂર્છા ન થાય. ભલે દેહ એ જ મુક્તિનું કારણ છે. તો પણ એના પર મૂર્છા નહીં. દેહ પ્રત્યે જરા પણ માયા નહીં. ‘દેહ જાય પણ માયા થાય ન રોમમાં.’ અપૂર્વ અવસરની એક એક ગાથા - એક એક લીટીનું આખો દિવસ રટણ કરીને વાતને સમજતા જાઓ. આમાં એવું નથી કે આખું કાવ્ય વાંચ્યા પછી જ સમજાશે. આમા તો એક એક લીટી એ પગથિયાં ચડતા જાઓ. જે સાધકને સિદ્ધિપદ પર જાવું છે, અને જે નીચે ઊભો છે –સીડી આગળ- તે ઉપર જવા જેમ એક એક પગથિયું ચડતો જાય- તેમ એક એક લીટીએ આગળ વધવાનું છે. જેમ આપણે સિદ્ધાચલની તળેટીમાં ઊભા છીએ અને ઉપર બિરાજમાન આદેશ્વર દાદાના દર્શન કરવા જવું છે તો એક એક ડગલું માંડતા જઈએ તેમ તેમ પ્રભુની નજીક જતા જઈએ. અકે એક ડગલે ભાવ થાય કે દાદા! હું તને ભેટવા આવી રહ્યો છું. આવી જે અવસ્થા છે તે અપૂર્વ અવસરની અવસ્થા છે હવે શ્રીમદ્ભુ પોતાનો અનુભવ અહીં લખે છે કે, મને આત્માનું જ્ઞાન થયું છે. દર્શનમોહ વ્યતીત થઈને બોધ ઊપજ્યો છે. આ લખ્યું ત્યારે ૨૯ વર્ષની ઉંમર છે. વ્યવહારનો ઉદય આકરો ૨૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર હતો. બળવાન પણે તે કર્મો ભોગવીને તે ઉદયને નબળો પાડ્યો અને હવે ભાવ આવે છે બધું છોડી દેવાનો. અને ભાગીદારોને કહી દીધું કે આજથી મારે પેઢી સાથે કંઈ લેવા દેવા નથી. અને બોમ્બની પેઢીમાંથી ઉતરી જાય છે. એ પેઢી એમના જ આધાર પર ચાલતી હતી. માણેકચંદ ઘેલાભાઈ લખે છે કે “અમારો વિદેશો સાથે પણ વ્યાપાર હતો. પણ બધાનું કેન્દ્ર રાયચંદભાઈ હતા. અમને તો બહુ ખબર નહોતી પડતી. પણ ચાર ચાર પેઢી રાયચંદભાઈના હિસાબે ચાલતી હતી. અનાજનું કામકાજ હતું, લાકડાનું કામકાજ હતું, હીરા-મોતી અને ઝવેરાતનો પણ વેપાર હતો. આ બધું છોડી દીધું.’ જેવી ખબર પડી કે કર્મો પૂરાં થયા છે તે જ ઘડીએ નિવૃત થઈ ગયા. સૌભાગભાઈને લખે છે કે, “અમે તો જગતનું ઋણ ચુકવવા માટે આ વેપાર કરીએ છીએ. પિતાનું પિતા તરીકેનું, પત્નીનું, જેનું આ દેહથી જે કંઈ ચુકવવાનું હશે તે એને મળી જાય એટલે અમારી વાત પૂરી થાય.” સૌભાગભાઈએ પૂછ્યું હતું કે, “ભગવાન! આ પ્રવૃતિયોગ આવો આકરો કેમ?” કૃપાળુદેવે જવાબ આપ્યો કે, “જગત આખું લેવાને માટે પ્રવૃતિ કરે છે. આની પ્રવૃતિ તો દેવાને માટે થઈ રહી છે. છૂટવું છે જગતની સાથે અજ્ઞાનભાવે જે ઋણાનુંબંધ પૂર્વે બાંધ્યા છે તે આ જગતને દેવા છે. એટલે જૂઠાભાઈને લખે છે. કે, ‘પૂર્વે જે પરમાણું આ જગતમાંથી ભેળા કર્યા છે તે હળવે હળવે આ જગતને સોંપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા સઉપયોગી, વહાલી અને પરમ શ્રેષ્ઠ જિજ્ઞાસા છે.' આ જિજ્ઞાસા એને જ હોય છે આ નિગ્રંથપદનો યાત્રી હોય. જેને દેહ અને આત્માની ભિન્નતાનું સ્પષ્ટપણે ભાન થયું છે. એટલે માના ખાટલે મા પાસે સર્વસંગ પરિત્યાગની આજ્ઞા માગે છે. શરીર કૃષ થઈ ગયું છે. અને માને મોહ છે. દિકરો નિગ્રંથ છે. એના અંતરંગમાં આવી વૈરાગ્યની ભાવના છે. પણ મા એ મા છે ઋષભદેવની મા પણ મા જ હતી. એમણે પણ કદાચ ઋષભદેવને અનુમતિ ન દીધી હોત. એમ આ પણ માતાએ ના પાડી. મનસુખભાઈ લખે છે, માના ખાટલે બેસીને અંદર ભાવનાએ જયારે સખત જોર પકડ્યું ત્યારે માની સેવા કરતાં કરતાં પેન્સીલ-કાગળ લઈ, એક જ બેઠકે “અપૂર્વ અવસર’નું પદ લખી નાખ્યું. કે “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” હવે જગતમાં બધું છોડી દીધું હતું છતાં સૂક્ષ્મ તત્ત્વો બાંધી રહ્યા છે. ૨૮ | અપૂર્વ અવસર મુનિશ્રીને કહે છે કે, “અમે તો હવે રેલ્વેની ટીકીટ પણ અમારી પાસે રાખતા નથી, અમે તો આજની સભામાં બધોય ત્યાગ કર્યો છે. લક્ષ્મીનો અને કામિનીનો ત્યાગ કર્યો છે. જગતની કોઈપણ વસ્તુ સાથેનો અમારે કોઈપણ જાતનો સંબંધ નથી.” એ આ પદ લખે છે ત્યારે જગત સાથેનું તીણ બંધન છોડીને આ પુરુષ આ લખે છે. સમયે સમયે એના પગલા હવે વૈરાગ્યની ધાર ઉપર ચાલે છે. વીતરાગના માર્ગે જેણે પ્રયાણ કર્યું છે એ વીતરાગનો માર્ગ એ સાદી સીધી ભાષામાં લખે છે. ૨૯મા વર્ષે આ પદની રચના કરવી એ અસાધારણ વાત છે. આત્મસિદ્ધિ જેણે લખી છે એ આ પદ આપે છે કારણ કે જગતના જીવોને વીતરાગનો માર્ગ મળે. આત્મા જો જામ્યો છે તો મારે આત્માનું કલ્યાણ કરવું જોઈએ. દેહનું કલ્યાણ તો અનંત ભવમાં ક્યું. પૂર્વાનુપૂર્વ બધું જ કર્યું. પણ અપૂર્વની પ્રાપ્તિ કયારેય થઈ નથી. અપૂર્વની પ્રાપ્તિ કરવી હશે તો વ્યવહારની પરિભાષામાં આવવું પડશે. સંસારના બંધનોને હળવા કરતા જઈએ. સંસારના પરિગ્રહને રોજ રોજ છોડતા જઈએ. સંસારના જડ અને ચેતન-બધા જ ભાવો ઉપર ઉદાસીનતા વધારતા જઈએ. વીતરાગ માર્ગમાં પ્રવેશ કરતા જઈએ. દેહ ઉપરની મૂછને પણ ઓછી કરતાં જઈએ. અને દેહ પણ સંયમ હેતુ સિવાય કહ્યું નહીં એવા પ્રકારનો ભાવ રાખીને આગળ વધીએ. આ પુરુષ આ અપૂર્વ અવસરની પહેલી ત્રણ ગાથામાં કહે છે કે આવો અપૂર્વ અવસર- નિગ્રંથપદ પ્રાપ્તિનો અવસર અમને ક્યારે પ્રાપ્ત થાય? કે અમે રહ્યાં સહ્યાં આ સંસારી વેશમાં બેઠાં છીએ એ બધું છોડી દેવું છે. નિગ્રંથપદની કેટલી ઉત્કૃષ્ટ ભાવના ભાવી છે. ‘યાદશી ભાવના તાદશી સિદ્ધિ' જેવી ભાવના ભાવવામાં આવે તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય. એટલે અનંતા તીર્થંકરોએ બાર ભાવના ભાવી છે. જૈનદર્શનમાં કહ્યું છે કે આ બાર ભાવનાથી જ જીવનો મોક્ષ છે. કૃપાળુદેવે અપૂર્વ અવસરમાં નિગ્રંથપદની ભાવના મુકી છે. નિગ્રંથપદ ક્યારે પ્રાપ્ત થાય? અને નિગ્રંથપદના લક્ષણો શું છે? આ પદમાં આગળ વધીએ તો નિગ્રંથપદનું ચારિત્ર કેવું હોવું જોઈએ? જે માર્ગ હજુ ઉદયમાં આવ્યો નથી છતાં એની પૂર્ણતા વિશેનો ખ્યાલ કેવો છે તે આપણને શ્રીમદ્જીના આ કાવ્ય પરથી ખબર પડે છે. શ્રીમદ્જી જે ૨૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર આ ભાવનાના પગથિયાં કહ્યાં છે તે પગથિયાંનું ઉપર સુધીનું દર્શન એમને કેટલું સ્પષ્ટ છે! હવે આપણે એના ભાવ ચારિત્ર અને દ્રવ્ય ચારિત્રને જોઈશું. એક એક લીટીએ એક એક સોપાને જળહળતો વૈરાગ્ય જોવા મળશે. ગાંધીજીએ લખ્યું કે, અપૂર્વ અવસર'ની પહેલી બે ગાથાઓમાં જે વૈરાગ્ય જળહળી રહ્યો છે એવો જળહળતો વૈરાગ્ય મેં બે વર્ષના એમના જીવનના, મારા રોજના સાનિધ્યમાં, શ્રીમના જીવનમાં નીતરતો જોયો. એના જીવનમાં વૈરાગ્ય નીતરતો હતો. જગતના કોઈપણ પદાર્થમાં ક્યારે પણ એને મોહ બુદ્ધિ થઈ હોય એવું મેં જોયું નથી.’ આ ગાંધીજી લખે છે ત્યારે શ્રીમદ્જીની ઉંમર ૨૫વર્ષની હતી. અને ઝવેરી બજારમાં, મુંબઈમાં, પેઢી ઉપર, સાંજના સમયે, ધીકતો ધંધો ચાલતો હતો એ સમયમાં શ્રીમદ્જીમાં આવો વૈરાગ નિતરતો હતો. ગાંધીજી ત્યારે બ્રીફ-લેસ બેરીસ્ટર હતા. એક પણ કેસ તેમની પાસે નહોતો. એટલે રોજ સાંજે શ્રીમદ્જી પાસે પેઢી પર આધ્યાત્મિક વિષયની ચર્ચા કરવા જતા. અને રાયચંદભાઈ એમને પ્રેમથી આવકારતા કારણ રાયચંદભાઈએ ગાંધીજીમાં વિશ્વની વિભૂતિના દર્શન કર્યા હતા. ગાંધીજીએ લખ્યું, ‘મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે પણ રાયચંદભાઈના જીવનમાંથી તો મેં કુંડા ભરી ભરીને સત્ય અને અહિંસાનું પાન કર્યું છે. આવું એમણે ઝવેરી બજાર પરની પેઢી પરના સત્સંગમાંથી મેળવ્યું. આવા પુરુષ જેનો આવો સત્સંગ છે- જેનો વૈરાગ્ય આવો જળહળી રહ્યો છે એવા પુરુષે- જૈન દર્શનમાં સમક્તિ પ્રાપ્ત થાય, દેહ અને આત્માની ભિન્નતાનો બોધ થાય પછી જીવને કેવા પ્રકારની અભિલાષા હોય, અને નિગ્રંથ કેવી રીતે થાય તે નિગ્રંથપદની ઉત્કૃષ્ટ ભાવનાનું સ્વરૂપ આપણને ત્રણ ગાથાઓમાં બતાવ્યું. વિશેષ સ્વરૂપની અનુપ્રેક્ષા આપણે હવેની ગાથાઓમાં કરીશું. અપૂર્વ અવસર સ્વાધ્યાય - ૨ નિગ્રંથનુ ભાવ ચારિત્ર - (ગાથા - ૪,૫,૬) પર્યુષણ પર્વની આ આરાધનામાં શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણિત ‘અપૂર્વ અવસર’ની વિચારણા ચાલે છે. અનંતના પરિભ્રમણમાં, ચારે ગતિના રખડપાટમાં, જીવ અનેક યોનિમાં ગયો, વિભિન્ન યોનિમાં ગયો, જુદી જુદી દિશાઓમાં ભૂલ્યો, ભટક્યો, આથડ્યો, રઝળ્યો અને બધી જગ્યાએ દુ:ખને જ પામ્યો. આટલા સંસારના પરિભ્રમણમાં એને ક્યાંય સુખની અનુભૂતિ ન થઈ. ભીષણ નરકગતિ, નિકૃષ્ટ તિર્યંચગતિ, અને માનવગતિની અંદર પણ આ જીવને સુખની છાયા ન મળી. પરમકૃપાળુ દેવ કહે છે, “પ્રાયે જગતમાં પરિભ્રમણ કરતાં જીવને શાતા કરતાં અશાતાનો ઉદય જ વેદાતો હોય છે. ક્યારેક એને શાતા લાગે છે. પણ અંતરદાહ તો બળ્યા જ કરતો હોય છે. સંસાર એકાંતે ત્રિવિધતાપથી બળતો છે. સંસારનું સ્વરૂપ આધિ-વ્યાધિ અને ઉપાધિનું છે. એનું પરિણામ પાપ, સંતાપ અને ઉતાપ છે. સંસારમાંથી સુખની પ્રાપ્તિ સંભવી ન શકે. મૃગજળ જેવું સુખ આવે. ભ્રાંતિગત પણે જીવ એને સુખ માની લે. પરંતુ તે સુખ અનિત્ય, વિનાશી અને સમયે સમયે પલટાતું છે. તે સુખની પાછળ દુઃખની છાયા છે. જેમ કાયાની પાછળ અંધકારની છાયા હોય જ છે તેમ સંસારના કોઈપણ સુખની પાછળ દુ:ખની છાયા હોય જ છે. એ છાયાથી રહિત સુખનો કોઈપણ પ્રકાર સંસારમાં નથી. એટલે આ જીવાત્મા દુઃખની અનુભૂતિ કરતો કરતો અવ્યક્તપણે જ્યારે દુ:ખમાંથી મુક્ત થવાની એને જયારે વિચારણા ઉદ્ભવે છે ત્યારે એ જીવ આત્મવિકાસની પ્રગતિ કરતો કરતો આગળ વધે છે. જ્ઞાનીઓ કહે છે કે એ જીવ અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવ્યો. ત્યાંથી એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રેઇન્દ્રિય, ચોઇન્દ્રિય, પંચેન્દ્રિય, ફરી માનવગતિ, ફરી તિર્યંચગતિ, ફરી નારકીગતિ, ફરી દેવગતિ, આવી રીતે પોતાના શુભાશુભ ભાવો અને તે ભાવોના ચડ-ઉતર પ્રમાણ પ્રમાણે ચારે ગતિમાં રખડ્યો. ક્યાંય એને સુખની પ્રાપ્તિ ન થઈ. પણ અંતરમાં છુટવા માટેની એક અભિલાષા જાગી છે. કોઈ આત્માના પ્રદેશો જાગૃત થયા અને આત્માના ગુણો તરફ લક્ષ થયું. સુખ એ આત્માનો સ્વભાવ છે. આનંદ એ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન અને દર્શન એ આત્માના ગુણ છે. એ શરીરનો સ્વભાવ નથી. ૩૧ સપુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. Page #17 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર આ લૌકિક શિક્ષણનો વિષય નથી. દુનિયાની કોઈપણ University માં ભણશો આ વિષય નહીં જાણી શકો. લાખો રૂપિયા ખર્ચતાં પણ આ ‘સ'નું શિક્ષણ ક્યાંયથી નહીં મળે. તેથી જ આજે ‘સથી આપણે વિમુખ થઈ ગયા છીએ. ભૌતિક પદાર્થમાંથી સુખ મળે એવું જે જ્ઞાન છે તે અજ્ઞાન છે કારણ કે સરવાળે દુ:ખ જ છે. જ્યારે આ આત્મા છે અને સુખ-આનંદ-જ્ઞાનગુણ-દર્શનગુણ એ આત્માના ગુણો છે એ સાચી સમજ છે. આ સુખગુણ પદાર્થમાં નથી. પદાર્થમાં સુખ હોય તો બધાને સમાન અનુભૂતિ થવી જોઈએ પણ થતી નથી. એક ને એક પદાર્થ એકને સુખકારી લાગે છે એક ને દુ:ખકારી લાગે છે. કારણ કે પદાર્થમાં સુખ નથી. એ સુખનો ભોક્તા જે છે તે આત્મા છે. તેની અવસ્થા અનુસાર, તેની સમજણ અનુસાર, તેના સંસ્કાર અનુસાર, તેના ગુણોની જાગૃતિ અનુસાર, તેના ક્ષયોપશમ અનુસાર જીવને સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે. પદાર્થના ભોગ અને ઉપભોગથી સુખની પ્રાપ્તિ થતી નથી. આવી ભૂમિકામાં પહોંચેલો જીવ જ્યારે ખૂબ વિચારની પરિપાટી ઉપર ચડે અને વિચારમાં ચડતાં ચડતાં જ્યારે જીવને આ જડ અને ચેતન, આ દેહ અને આત્મા એની ભિન્નતાનું સ્પષ્ટભાન થાય એને જૈન દર્શનમાં ભેદજ્ઞાન કહ્યું છે. સમ્યગ્દર્શનની એ પ્રાપ્તિ છે. જીવ પહેલા ગુણસ્થાનકમાંથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં ચોથા ગુણસ્થાનકમાં આવીને ઊભો રહે. અને જીવ જેવો ચોથા ગુણસ્થાનકમાં આવે કે એને અસ્તિત્વનો બોધ થાય. પોતના આત્મસ્વરૂપનો બોધ થાય. અને પોતાના આત્મસ્વરૂપનો બોધ થાય એટલે એ જીવને આત્માની પ્રતીતિ વર્તે છે. ‘જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. મૂળ મારગ.. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ મારગ...' જિનેશ્વર ભગવંતોએ આને જ દર્શન કીધું છે. કે જે જ્ઞાન કરીને જાણ્યું કે દેહથી આત્મા ભિન્ન છે તેથી શુદ્ધ પ્રતીતિ વર્તે. આ ભેદજ્ઞાન કે મારું, શરીરથી પર અસ્તિત્વ છે. શરીરથી ભિન્ન. દેહમાં હોવા છતાં દેહથી ભિન્ન. દેહમાં સ્થિત છતાં દેહથી ભિન્ન. આવો જીવ. જેને ભિન્નપણું પ્રતીતિમાં આવી ગયું છે તે જીવને હવે દેહના અને કર્મનાં આવરણ દૂર કરીને મુક્ત થવું છે. તેથી આ જીવ હવે પોતાનું ૩૨ અપૂર્વ અવસર શુદ્ધપણું, સિદ્ધપણું, પોતાનો શુદ્ધ આત્મસ્વભાવ, પોતાના બધા જ ગુણોનું દર્શન, અને સિદ્ધપદમાં સ્થિત થવા માટે જબરજસ્ત અભિલાષા સેવે છે. અનંત કાળથી પરિભ્રમણ કરતાં પૂર્વાનુપૂર્વ બધું જ પ્રાપ્ત કર્યું પણ હવે આ આત્મભાવ-અપૂર્વ એવું આત્મત્વ સંપૂર્ણપણે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવાનો જીવને લક્ષ બંધાય છે. સમકિતી જીવે, સમ્યફદૃષ્ટિવાળા જીવની અંદર પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ બંધાય છે. અને લક્ષ બંધાય છે તેથી માર્ગ શોધે છે. આ માર્ગે કોણ ગયા છે? તો કહે અનંતાસિદ્ધો. અને અનંતા કેવળી ભગવંતો. પોતાના અષ્ટકર્મોનો ક્ષય કરીને કર્મબંધનથી મુકિત મેળવી છે. તો આવા મહાપુરુષનો પંથ ક્યો? તો કહે એ નિગ્રંથનો પંથ છે. સિદ્ધપદ પ્રાપ્ત કરવું હશે તો નિગ્રંથપદની આરાધના કરવી જ પડશે. આવું માર્ગનું સ્વરૂપ છે. માત્ર જાણકારી કામ આવે એમ નથી. પરમકૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે કે કેવળ જાણકારી, એ જીવોને કલ્યાણકારી થાય એમ નથી. એની સાથે સિદ્ધાંતજ્ઞાન જોઈએ. કોઈને સુધારસની પ્રાપ્તિ થાય, કોઈને બીજું કંઈ થાય, પણ આ બધા તો પગથિયા છે. જીવની અપેક્ષાએ તેનું મહત્ત્વ ચુનાધિક હોઈ શકે છે. ત્યાં અટકવાનું નથી. તેની મર્યાદા સમજવાની છે. પ્રત્યેકની શ્રેણી જુદી છે. ભૂમિકા જુદી છે ત્યાં એકાંતે કોઈ નિર્ણય ન લેવાય. આના વિના ભેદજ્ઞાન ન થાય. એમ નહીં સમજવાનું. પણ નિગ્રંથપદની આરાધના વિના ચાલવાનું નથી. શ્રીમદ્જીના જીવનમાં આ નિગ્રંથપદની લગની લાગી છે. સમક્તિ ધારણ કરેલો જીવ આ સંસારમાં આવે છે. પૂર્વભવનું એને વેદન છે. પૂર્વભવે જે કાંઈ સમકિત પ્રાપ્ત થયું છે, તે સાત વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાનમાં એ જ્ઞાન ફરીથી જાગૃત થાય છે. અને એને પૂર્ણપુરુષ મહાવીર સ્વામીના બોધનું અનુસંધાન થાય છે. કે અહો! પૂર્ણપુરુષના સમીપમાં હતા છતાં રખડી મર્યા. પ્રમાદના કારણે. તો હવે આ બધું અંતર કાપી નાખવું છે. ભગવાનની સાથેનો વિરહ પડી ગયો છે. તે અંતર કાપવા જીવનમાં પુરુષાર્થ ઉપડે છે. અને તે પુરુષાર્થના કારણે જબરજસ્ત ભાવના સ્લરે છે. અને અપૂર્વ એવી ઝંખના જીવનમાં જાગે છે.જે ઝંખના એ ‘અપૂર્વ અવસર’નું કાવ્ય છે. કે સાચો મુમુક્ષ, સાચો આત્માર્થી જેને ખરેખર સમ્યદર્શન થયું હોય એની ઝંખના શું હોય? એની ઝંખના હોય ‘ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો?” ૩૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર જ્ઞાન થયું હોય તેનું પ્રમાણ અસંગતા તરફ હોય. આરંભ સમારંભ તરફ તેનું ધ્યાન ન હોય. આ તો વિતરાગ માર્ગ છે. પૂર્ણતા તરફ તેનું પ્રમાણ છે. અને તેની બધી નિશાનીઓ-લક્ષણ કૃપાળુદેવે અપૂર્વ-અવસરના કાવ્યમાં આપ્યાં છે. જેનામાં દર્શન વિશુદ્ધિ પ્રગટી છે તેની બધી નિશાનીઓ અહીં બતાવી છે. જેનામાં કષાયની પ્રકૃતિ, માન, લોભ ઓછા ન થયાં હોય, અને નામનું સમ્યદર્શન હોય તો એવા સમ્યક્દર્શનની અહીં કોઈ કિંમત નથી. નિગ્રંથ થવાની ઉત્કૃષ્ટભાવના આ સમ્યક્દર્શનની વિશુદ્ધિનું પહેલું લક્ષણ છે. નિગ્રંથ થવાની ભાવના(ઝંખના) જાગે નહીં તો હજુ એ જીવ દર્શનને નામે ભ્રાંતિમાં છે. અજ્ઞાનને નામે ભ્રાંતિમાં રહેવું સારું. પણ જ્ઞાનના નામે ભ્રાંતિ હોય તો ખતરનાક છે. એમાંથી ન છટાય. એટલે હવે પહેલી ત્રણ ગાથામાં જોયું કે ફક્ત બાહ્યથી નહીં હવે અંતરથી પણ નિગ્રંથ થઈ જવું છે. બાહ્ય નવ પ્રકારના પરિગ્રહ પણ અને અંતરના ચૌદ પ્રકારના પરિગ્રહ પણ છોડવાં છે. અંતર અને બાહ્ય બન્ને ગ્રંથિ હવે છેદવી છે. બન્ને ગ્રંથિ છેદે એનું નામ નિગ્રંથ. સાચો સદ્ગુરુ એ જ છે કે જેની ગ્રંથિ છૂટી છે. અમારે એવું નિગ્રંથપદ જોઈએ છીએ કે જે પદ પર મહપુરુષો ચાલ્યા છે. એ પદની ઝંખના છે. અને એના લક્ષણ- સર્વ ભાવમાં ઉદાસીનતા, સંયમના હેતુએ દેહનું ધારણ કરવું, અસંગપણું, દેહથી પણ છૂટવાનો ભાવ, દેહમાં પણ મૂછ નહીં, અને અન્ય કારણે જગતનો કોઈ પણ પદાર્થ ખપે નહીં. આ પ્રકારના એ નિગ્રંથદેશાના લક્ષણ છે. અને જે જીવને સમ્યક્દર્શન પ્રાપ્ત થયું છે, દેહ અને આત્મા સ્પષ્ટ ભિન્ન ભાસ્યા છે તે જીવ નિગ્રંથદશાના લક્ષણ ધારણ કરીને ચારિત્રમોહનો નાશ કરવા આગળ વધે છે. નિગ્રંથપદ એ ચારિત્રમોહના નાશના પુરુષાર્થનો માર્ગ છે. ‘વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.’ જ્ઞાન થયા પછી, સમ્યગ્દર્શન થયા પછી આવી સ્થિતિ પ્રાપ્ત થાય. તો હવે પછીની ગાથામાં કૃપાળુદેવ નિગ્રંથના લક્ષણો કહ્યા પછી, નિગ્રંથનું ભાવ ચારિત્ર કહે છે. કૃપાળુદેવ આ બધી પોતાના અનુભવમાં આવેલી વાત લખે છે. આ પુરુષને સમ્યક્દર્શન પામીને, આ જ દેહમાં, આ જ જન્મમાં પૂર્ણ પદ પ્રાપ્ત કરવું છે. બીજો જન્મ જોઈતો નથી. એક પત્રમાં લખે છે. ‘હવે આત્મભાવે કરીને બીજો ભવ કરવો નથી.” આ કાળે અમારો જન્મ થવો એ અપૂર્વ અવસર પણ એક આશ્ચર્ય છે. કોઈ કાળે અમે જન્મ લેવાની આશા રાખી નથી. સર્વકાળે જન્મવાની ઇચ્છાને તેણે રૂંધી છે.” જેને જન્મ જોઈતો નથી એવા પુરુષની આ વાત છે. આ પોતાના અનુભવથી જગતના જીવોને વિતરાગનો માર્ગ, અખંડિત માર્ગ, શાશ્વત માર્ગ આપે છે. ‘આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.’ અપૂર્વ - ૪ ‘આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની’ કહ્યું કારણ કે સમ્યક્રદૃષ્ટિ છે. પણ મન-વચન-કાયાના યોગ તો છે જ. દેહ છે, સમ્યક્દૃષ્ટિ થયા પછી, મનવચન-કાયાના યોગનું જે અત્યાર સુધી સંસારમાં પ્રવર્તન હતું, અમાપ અને અનિબંધ પ્રવર્તન હતું, સ્વચ્છંદપણે હતું, તે હવે જેણે સંસારના સ્વરૂપને જાણ્યું છે તે પોતાનામાં શમાવવાનો પ્રયત્ન કરે છે. એટલે પહેલું લક્ષણ ‘આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની’ એને આત્મસ્થિરતા પ્રાપ્ત થાય. એ સંક્ષિપ્ત થાય. એ યોગની પ્રવર્તના સંક્ષિપ્ત થાય. પૂ. કાનજીસ્વામીએ ‘અપૂર્વ અવસર'ના તેમના પ્રવચનોમાં આ સ્થિતિને ખૂબ ભાવપૂર્વક સરસ વર્ણવી છે. કહ્યું છે, ‘સહજ સ્વાભાવિક આત્મજ્ઞાનમાં ટકવું, તે સ્થિરતા છે. આત્મસ્થિરતા એટલે મનવચન-કાયાના આલંબન રહિત, સ્વરૂપ મુખ્યપણે વર્તે, તેમાં ખંડ ન પડે એવી સ્થિરતા.” આ મન ક્યારેક વચન સાથે જોડાઈ જાય. ક્યારેક કાયા સાથે જોડાઈ જાય. આપણું મન સ્થિર નથી. ક્યારેક આપણું મન કામ કરતાં હોઈએ એમાં જોડાઈ જાય અને ક્યારેક કામ માંથી નીકળી બીજા વિચારમાં જોડાઈ જાય. ક્યારેક કોઈ સાથે વાતચીતમાં જોડાઈ જાય. દેહની ક્રિયા ચાલતી હોય અને મન ભાગાભાગ કરતું હોય. ક્યારેક મનમાં વિચાર બીજા હોય અને બોલતો બીજું હોય. આપણે આપણા ભાવનું નિરીક્ષણ કરીએ તો આપણે જ્ઞાનીની વાત સમજી શકીએ. ક્યારેક આપણે કોઈક સાથે વાતચીત કરતા હોઈએ અને મનમાં વિચાર બીજા ચાલતા હોય એવો પણ અનુભવ થાય છે. આપણું મન એ વાતચીતમાં ૩૫ ૩૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર જોડાયેલું હોતું નથી. મન વાણીના યોગમાં ક્યારેક જોડાયેલુ હોતું નથી. મન જુદુ ચાલે છે અને દેહની ક્રિયા જુદી ચાલે છે. અને વાણીની ક્રિયા જુદી થાય છે. ક્યારેય એકરૂપતા નથી થતી. આપણે એમ માનીએ કે હું એક જ છું તો આપણે પણ એક નથી. આપણાંમાં પણ ત્રણે પ્રકૃતિ જુદી ચાલે છે. તે આપણને ખબર જ નથી. કારણ કે ક્યારેય અભ્યાસ કર્યો નથી. જગતને જોવામાંથી નવરા પડીએ તો આપણને જાતને જોવાનો સમય મળે ને? આ જીવ બોલે એક, વિચારે બીજું અને કરે ત્રીજું. He speaks what he does not mean and what he means, he never speaks. આવી છેતરપ્પડી, આવો માયાચાર, આવો દંભ આપણે આચરીએ છીએ. જીવનમાં ક્યારેય દંભને મીટાવવાનો પ્રયત્ન નથી કર્યો. જ્ઞાનીને આત્માનું જયારે ભાન થાય છે, ત્યારે તે મન-વચન-કાયાના યોગની જે ક્રિયા બહાર ચાલે છે તેને આત્મા સાથે જોડી દેવાનો પુરુષાર્થ કરે છે. યોગ એટલે આત્મા અને મન-વચન-કાયાના યોગનું જોડાણ. “મોક્ષને યોજનાત સઃ યોગઃ” હરિભદ્રસૂરિ આચાર્ય “યોગદૃષ્ટિ સમુચ્ચય’ ગ્રંથનાં પ્રારંભમાં જ યોગની વ્યાખ્યા કરે છે. યોગ એટલે મન-વચન-કાયાની એકરૂપતા આત્મા સાથે સાધવાનો પ્રયત્ન કરવાનો છે. જ્ઞાની પુરુષે સાધનાના પ્રારંભમાં જે કહ્યું છે તે તો પહેલા સમજીએ. યોગ એટલે ધ્યાન કે આસનસિદ્ધના પ્રયોગો તે જ માત્ર યોગ નથી. યોગ એટલે આત્મા સાથે મન-વચન-કાયાની એકરૂપતા સાધવાની છે. પણ પોતે દેહથી ભિન્ન છે એવું ભાન નથી તો એકરૂપતા કેવી રીતે સધાય? યોગ એટલે આત્માનું ક્રિયા સાથેનું જોડાણ. આત્માના અનુસંધાન સાથેની મન-વચનકાયાની ક્રિયાને મનોયોગ, વચનયોગ અને કાયયોગ કહે છે. આ જીવ શુભાશુભ કર્મ ઉદયમાં આવે ત્યારે નિમિત્તની સાથે ભળી જાય છે. કારણ કે દેહ છે એ કર્મનું સ્વરૂપ છે. અને કાળ સ્થિતિ પ્રમાણે કર્મ ઉદયમાં આવે. તે જ પ્રમાણે નિમિત્ત અને સંજોગોની રચના થાય અને એમાં આ જીવ ભળી જાય. તેની વર્તના ઉદયાધીન થઈ જાય. પણ જ્ઞાનીને હવે આત્મસ્વરૂપની જાગૃતિ હોવાને કારણે હું આ સર્વથી ભિન્ન છું, શરીરના મન-વચન અને કાયાના યોગ તેમજ બહારના નિમિત્ત અને સંજોગોના યોગથી હું ભિન્ન છું. એવું જ્ઞાન થતાં તદાકાર થવાની જે વાત હતી તે મંદપણાને પામે છે. એ તન્મય થતો નથી, એટલે કે ત્યારે ઉપયોગની જાગૃતિ વર્તે છે. સમ્યક્દર્શન થાય, ભેદજ્ઞાન થાય ત્યારે ઉપયોગની જાગૃતિ વધતી જાય અને અપૂર્વ અવસર જેમ ઉપયોગની જાગૃતિ વધતી જાય તેમ મન-વચન-કાયાની પ્રવર્તના સંક્ષિપ્ત થતી જાય તેને કહે “આત્મસ્થિરતા.” “મુખ્યપણે તો વર્તે દેહ પર્યત જો’ આ પ્રવૃત્તિ આખરે તો શરીર છે ત્યાં સુધી ચાલશે. જો દેહ નહી હોય તો મન-વચનકાયા ક્યાં હશે. પછી તો કેવળ આત્મા છે. પણ જ્યાં સુધી આ જીવ દેહધારી છે ત્યાં સુધી મન-વચન-કાયાનું પ્રવર્તન છે. મન-વચન-કાયાના યોગ છે તો જ એ યોગને જન્માવે, ક્રિયામાં જોડાવે એવાં નિમિત્તો પણ છે. અને તો જ આપણું આયુષ્ય છે. આયુષ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી આવી નિમિત્તની રચના ઊભી જ છે. આ તો પુરુષાર્થથી એની સાથે છેડો ફાડવાનો છે. નહીતર આપણી પાસે તો અનંત જન્મોના કર્મોનો Stock છે. આત્મસિદ્ધિમાં શિષ્ય પ્રશ્ન કર્યો જ છે કે ‘કર્મો કાળ અનંતના શાથી છેદ્યાં જાય?’ જ્ઞાની જવાબ આપે છે, ‘કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતા સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.’ આ.સિ.-(૧૧૪) અરે! ભલેને જીવે કોટિ વર્ષના કર્મો બાંધ્યા હોય, પણ એક વખત જો આત્માની જાગૃતિ આવી અને મન-વચન-કાયાના યોગ નિર્મિત થયેલાં શુભાશુભ કર્મના ઉદયમાં ન જોડાય, તદાકાર ન થાય તો જીવ એ કર્મથી છૂટી જાય. પોતાની જાતને ત્યાંથી સંક્ષિપ્ત કરી લે તો જીવ કર્મથી છૂટી જઈ શકે છે. અંધકાર ગમે તેટલો જૂનો હોય, પણ એકવાર જો પ્રકાશની જ્યોત જાગી, તો પછી અંધકાર ટકી નહીં શકે. તે અંધકાર કેટલો જૂનો છે તેને કાળ સાથે સંબંધ નથી. પ્રકાશ થાય એટલે અંધકારને જાવું જ પડે. એક ક્ષણનો પ્રકાશ થાય તો કોટિ વર્ષના અંધકારને દૂર કરે. કારણ કે પ્રકાશના અસ્તિત્વ સામે અંધકાર ટકી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. એમ આ જીવ કર્મ બાંધીને આવ્યો છે અને અનંતકાળનું પરિભ્રમણ થઈ શકે એટલો કર્મનો સંચય, એટલી કર્મની તાકાત અત્યારે પણ આપણા આત્મપ્રદેશ સાથે જોડાયેલ છે. પોતાના કર્મ તો હરપળે, હંમેશાં પોતાની સાથે જ છે. હું આત્મા છું તો મેં કરેલાં અનંત કર્મોનો જથ્થો મારી સાથે જ છે. એ કર્મો કોઈ રાખી શકે એમ નથી. ‘પરભવમાં પરિણામ મળશે પુણ્યના ને પાપનાં.' સિકંદરના ફરમાનમાં કહે છે કે, “આ લાવ-લશ્કર, વૈદ-હકીમ, આ સમ્રાટપણું કાંઈ બીજા ભવમાં સાથે આવતું નથી. પણ શુભાશુભ કર્મ ભેગાં જ આવશે.” ૩૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર જેમ મુસાફરીમાં જતાં માલ મિલક્ત ભેગાં ને ભેગાં જ છાતીએ વળગાડીને રાખીએ છીએ તેમ ઇચ્છા હોય કે ન હોય શુભાશુભ કર્મો ભેગાં ને ભેગાં જ રહેશે છૂટશે નહીં. જ્ઞાની કહે છે ઉપયોગની જાગૃતિને કારણે ઉદયાધિન આવી યોગ પ્રવૃત્તિ જ્ઞાનીને ઘણી સંક્ષિપ્ત પણે વર્તે છે. નિવૃત્તિ, અસંગતા, સર્વ ભાવથી ઔદાસીપણું આ બધાં નિગ્રંથદશાના લક્ષણો કેવી રીતે પ્રાપ્ત થાય એનું રહસ્ય શ્રીમદ્ રાજચંદ્રજી બતાવે છે. આપણને ક્યાંયથી પ્રાપ્ત ન થાય એવી વાતો “અપૂર્વ અવસર'ના પદમાં લખી છે. સમ્યફદૃષ્ટિ આત્માને જ્ઞાન થયું છે તેથી ઉપયોગની જાગૃતિના કારણે, મન-વચન-કાયાની પ્રવૃત્તિ સંક્ષેપપણાને ભજે છે. આ ક્રિયાઓ એવી સંક્ષેપ થાય કે બહારની રચના ગમે તેવી હોય, એમાં જીવ જોડાતો નથી. તેની સ્થિરતાનો ભંગ થતો નથી. કેવળજ્ઞાન થતાં સુધી આત્મસ્થિરતાનું સાતત્ય જળવાતું નથી. તો પણ જ્યાં સુધી દેહની વિદ્યમાનતા છે ત્યાં સુધી ઘોર પરીષહ અને ઉપસર્ગ તથા તેના ભય છતાં તે સ્થિરતાનો અંત ન આવે તે માટે જ્ઞાની આત્મજાગૃતિનો સખત અને સતત પુરુષાર્થ કરે છે.' આત્મસ્થિરતાનો આ પુરુષાર્થ એ જ સત્ય પુરુષાર્થ. એ જ મોક્ષ પુરુષાર્થ. અહીં હવે શ્રીમદ્ રાજચંદ્ર દેવ સમજાવે છે કે કર્મ ભોગવ્યા સિવાય તો નિવૃત થતા નથી. એટલે નિગ્રંથદશામાં બળવાનપણે કર્મ વેદવાનો પુરષાર્થ ઉપાડવાનો છે. બળવાનપણે વેદે એટલે આ ભવનાં-ઓલા ભવનાં-કાંઈ કેટલાંય કર્મો ઉતાવળે ઉતાવળે નિવૃત્ત થવા માટે દોડતાં આવે છે. તે સમયે આ જ્ઞાની અહીંયા અપેક્ષા કરે છે કે મારી આત્મસ્થિરતા, ઉપયોગની જાગૃતિ એવી હોય કે જેથી અમારા મન-વચન-કાયાના યોગની સ્થિરતા પ્રાપ્ત થાય અને એ સ્થિરતા એવી હોય, એ પુરુષાર્થ એવો હોય કે, “ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.’ હવે આ જીવે સંસાર તો છોડ્યો છે. અને નિગ્રંથપદની ભાવનામાં જાય છે. એટલે નિગ્રંથનું અહીં ભાવ ચારિત્ર બતાવે છે. અને ભાવચારિત્રમાં કેવી સ્થિરતા? તો કહે ઘોર પરીષહ- ઘોર- એટલે ભગવાન મહાવીરને કેવા પરીષહ થયાં? કેવા ઉપસર્ગ થયાં? સંગમ દેવનો ઉપસર્ગ, ચંડકૌશિકનો ઉપસર્ગ અને પરીષહ કેવાં? અનાજ ન મળે, મુનિ વહોરવા નીકળે ગોચરીનો યોગ ન થાય. અપૂર્વ અવસર પાણીનો યોગ ન થાય. શીત પરીષહ, ઉષ્ણ પરીષહ, તૃષા પરીષહ, દંશક પરીષહ, ગ્રીષ્મ પરીષહ, કેટલી પ્રકારના ઘોર પરીષહ થાય. અને મુનિ એવા એવા ક્ષેત્રમાં જ જાય કે જ્યાં એના આત્મચારિત્રનું બરાબરનું પારખું થાય, કસોટી થાય. એટલે પોતાના જાણીતા ક્ષેત્રમાં ન વિચરે. જ્યાં પોતાને કોઈ ઓળખતું ન હોય, જ્યાં પોતાની આ દશાનો કોઈને ખ્યાલ ન હોય તેવાં ક્ષેત્રમાં મુનિ વિચરે. ભગવાન મહાવીર વિચરતાં વિચરતાં લાટ પ્રદેશમાં ગયા. અનાર્ય ક્ષેત્રમાં ગયા. કોઈ ખાવાનું આપે નહીં પણ માર મારે અને પાછળ કૂતરા દોડાવે જે બચકાં ભરે. ચોર સમજીને એના ઉપર અનેક પ્રકારના અત્યાચાર કરે. જંગલમાં કોણ આપણી વ્યવસ્થા કરે? આવા ઘોર પરીષહ પ્રાપ્ત થાય અને ઉપસર્ગ થાય. કેવા કેવા ઉપસર્ગ- જેવા ગજસુકુમારને થયાં, જેવા મેતારજ મુનિને થયાં, જેવા સુકોશલ મુનિને થયાં એવા ભયંકર ઉપસર્ગ થાય. મહત્પરુષોનાં ચરિત્રોમાં ઉપસર્ગ અને પરીષહ સિવાય બીજું શું હોય છે? એ આત્માની મહત્તાના ગાણાં ગાય છે. તો આત્માની મહત્તાની કસોટી પણ હોય જ. ભગવાન મહાવીરે તો નવો માર્ગ પણ બતાવ્યો કે ક્યારેક આત્મશક્તિનું પારખું કરવું હોય તો અભિગ્રહ પણ લેવો. ભગવાન મહાવીર નિગ્રંથ અવસ્થામાં છે અને પાંચ પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસ સહિત ભગવાન વિચરે છે. આ સિદ્ધાંત, જો દેહ ટકવાનો હશે તો આહાર મળી રહેશે અને જો દેહ ટકવાનો નહીં હોય તો ભર્યો ભાણે પણ મરી જઈશ. કોળીયો હાથમાં રહી જાય અને દેહ છૂટી જાય એવું પણ બને. એટલે ખાધા વગર મરી જવાય એવું કંઈ નથી. જ્ઞાનીઓ પોતાના દેહના કર્મો કેટલા બાકી છે એની કસોટી કરવા અભિગ્રહ લે છે. અભિગ્રહ એટલે- આવા આવા પ્રકારની ઘટના બને કે સંજોગો થાય તો જ આહાર-પાણી વાપરવાં નહીંતર ન વાપરવાં અને અભિગ્રહ પણ કેવો? કોઈ રાજકુમારી હોય, એને માથે મુંડન કરાવ્યું હોય, પગમાં બેડી નાખી હોય, આંખમાં આંસુની ધાર હોય, અડદના બાકુડા રાખ્યા હોય અને ત્રણ દિવસની ભૂખી હોય- અને આ અભિગ્રહ પુરો થાય ત્યાં સુધીમાં ભગવાનને પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસ થાય છે. આવા અભિગ્રહ જ્ઞાનીઓ ધારણ કરે છે. એ ધીર પુરુષોની કસોટીનો માપદંડ તો જુઓ. ‘અભિગ્રહ’ શબ્દ જૈનદર્શન ૩૮ ૩૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સિવાય ક્યાંય જોવા નહીં મળે. આ મનનો કરેલો સંકલ્પ છે. સંથારો, સંલેખના, અભિગ્રહ- જૈન ધર્મના એક એક તત્ત્વનો વિચાર તો કરો. આપણી જિંદગી ઓછી પડે. આ જ્ઞાની પુરુષ પરીષહ અને ઉપસર્ગ સામે કેવા અડગ રહ્યાં છે. ‘આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.’ ઘોર પરીષહ અને ઉપસર્ગમાં પણ અમારી સ્થિરતાનો અંત ન આવે. કાનમાં કાષ્ટ શલાકા જાય છતાં મહાવીર ચલે નહીં, ધીર, ગંભીર, અડોલ, ચલાયમાન થયા વગર મહાવીર ઊભા છે. કારણ આત્માના ઉપયોગની જાગૃતિ એટલી બધી પ્રવર્તે છે કે મન-વચનકાયાના યોગોનું ત્યાં પ્રવર્તન સંક્ષિપ્ત છે. આવી સ્થિરતા પ્રાપ્ત થાય. કાઉસગ્ગ પહેલાં આપણે બોલીએ ખરાં કે, “અન્નથુ ઉસસિએણે, નિસસિએણં, ખાસિએણે, છીએણં, જંભાઈએણું, ઉડુએણે, વાયનિસગૂણે....” પણ અર્થ જાણ્યા નથી એટલે સૂત્રો બોલી જઈએ પણ સ્થિરતા તેટલો સમય પૂરતી પણ રહેતી નથી. કારણ કે સૂત્રોના અર્થ જાણવાની કે સમજવાની પણ આપણને જરૂર લાગી નથી. બસ, ફક્ત સમજણ વગરની ક્રિયા કર્યા કરીએ છીએ. અર્થ સમજતાં નથી એટલે ક્રિયા આત્માના ઉપયોગ વગરની થાય છે. અને પાછાં બોલીએ કે “હે ભગવાન! કાઉસગ્ગમાં દોષ થતાં હોય તો ક્ષમા આપજે.' પણ આપણને એ પણ ભાન નથી કે આપણે દોષ કરીએ છીએ. જરા પણ જાગૃતિ વગર કાઉસગ્ગ થાય છે. મન ક્યાંય હોય છે, વચન બીજે હોય છે. વાણી ક્યાંય અને શરીર ક્યાંય. આપણી ક્રિયામાં ક્યાંય એકરૂપતા નથી હોતી. આપણી સ્થિરતા ડોલાવવા એક માખી જ બસ છે. આપણને બીજા ઘણા પરીષહ કે ઉપસર્ગની જરૂર નથી. એક લાઈટ જાય અને પંખા બંધ થઈ જાય તો પણ આપણું મન સ્વાધ્યાયમાં નથી રહેતું. ડામાડોળ થઈ જાય છે. વાત પરીષહ અને ઉપસર્ગની ચાલે છે. અને જીવ પંખામાં રોકાઈ જાય છે. કારણ કે ઉપયોગ નથી, જાગૃતિ નથી, લક્ષ નથી. કરવું શું છે? તો કહે નિગ્રંથદશાની અંદર આત્મસ્થિરતા કરવી છે. હું સ્વાધ્યાયમાં આત્માના કલ્યાણ માટે બેઠો છું માટે મારે મારા મન-વચન-કાયાના યોગને આત્માસંબંધીની વાતમાં પરોવવા જોઈએ. શરીરની સુખાકારી કે સવલતમાં નહીં, જે થવાનું હશે તે થયા કરશે. આપણે ઉપયોગ સ્થિરતામાં જોડવાનો છે. ‘ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી.” જ્ઞાનીએ શબ્દ મૂકયો છે ‘ભયે કરી.” પ્રત્યક્ષ વસ્તુ કરતા વસ્તુનો અપૂર્વ અવસર ભય એ માણસને વધારે મૂંઝવે છે. જ્ઞાની કહે છે, ‘જીવને ઉપવાસ કરવો હોય તો ઉપવાસની આપત્તિ કરતા એનો ભય એને પહેલા રોકે છે.’ ‘હું ઉપવાસ કરું ને માથું દુખશે તો? સામાયિકમાં મારાથી એક કલાક બેસાય નહીં.” જીવ એમ નથી કહેતો કે મારે આત્માની આરાધના કરવી છે. શરીરનું જે થવું હશે તે થશે. એની શું ચિંતા છે? પણ જીવને શરીરની સુખાકારીનો, સવલિયતનો, Comforts and Convinienceનો ભય છે. એક એક બાબતની અંદર ભયથી આપણે કેટલી આરાધનાઓ ચૂકી જઈએ છીએ, માત્ર ભયથી. એટલે કૃપાળુદેવે અહીં ‘ભયે કરી? શબ્દ મૂક્યો છે. ‘ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી.’ અહીં વાઘ, સિંહ, દિપડા આવવાના નથી. એટલે મરણનો ભય નથી. અહીં કોઈપણ પ્રકારનો ક્ષુધા કે તુષાનો પરીષહ નથી છતાં પણ જીવ ભયના કારણે આરાધના કરતો નથી. જીવમાં શક્તિ નથી કે ઇચ્છા નથી એટલે આરાધના નથી કરતો એમ નથી. એનામાં ભયનું પ્રમાણ વધારે છે. ચોવિહારનાં સમયે પહોંચાય નહીં એટલે ત્રણવાર ખાવાનું શરૂ કરે. આ જીવની વૃતિ તો જુઓ. આ વૃત્તિની નિકૃષ્ટતાનું ક્યારેય માપ કાઢ્યું છે? અને જ્ઞાની પુરુષો તો એમ કહે છે, ‘સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો.’ અપૂર્વ - ૫ એક એક ગાથામાં ઝંખના તો જુઓ. આત્મસ્થિરતા ખંડિત ન થાય એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? પરીષહ અને ઉપસર્ગના ભયથી અમારી આત્મસ્થિરતા ખંડિત ન થાય. અમારી આત્મ ઉપયોગની જાગૃતિ નબળી ન પડે, અમારી સમજણ મંદ ન થાય. અમારો પુરુષાર્થ હળવો ન થાય. આવો અપૂર્વ અવસર અમને કયારે આવશે? અમે તો સંસારની વચ્ચે ઘેરાયેલા છીએ. સંગ અને પ્રસંગના ઘેરાવામાં છીએ. છતાં પણ ઝંખના આ છે. તો હવે પ્રભુ! અમારે શું કરવું? દેહને પાડી દેવાથી કર્મોથી છૂટી શકાતું નથી. આત્મહત્યા એ આત્મકલ્યાણનો માર્ગ નથી. જ્ઞાનીઓએ આ વાતને ખૂબ જ સરસ રીતે બતાવી Page #22 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર છે. એટલે કહે છે કે, “સંયમના હેતુથી યોગ પ્રવર્તના.' અમારા મન-વચનકાયાના યોગ તો છે જ. અને એ યોગ છે ત્યાં સુધી એનું પ્રવર્તન પણ છે. “પ્રત્યેક પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે, જડ પદાર્થ પણ અર્થ ક્રિયા સંપન્ન છે. એનું પ્રવર્તન કેવું હોવું જોઈએ. તો ઝંખના કરે છે કે “પ્રભુ! જ્યાં સુધી આ દેહથી મુક્ત ન થવાય ત્યાં સુધી મન-વચન-કાયાના યોગની પ્રવર્તના ફક્ત સંયમના હેતુથી થાય.' આ મુનિના ભાવચારિત્રની વાત ચાલે છે. મુનિ ચારિત્રને ટકાવવા કેવા ભાવ કરે છે? તો કહે, ‘સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો.’ હવે અમારું જીવન સ્વરૂપના લક્ષથી અને જિનેશ્વરની આજ્ઞાના આધીનપણાથી વર્તો. ‘આણાએ ધમ્મો, આણાએ તવો’ અમારો લક્ષ ફક્ત સ્વરૂપ પ્રાપ્તિનો છે. પૂર્ણપદની પ્રાપ્તિ કરવી છે. તો હવે પોતાનું ડહાપણ ચલાવવું નથી, કારણ કે જીવ પોતાના સ્વરછંદે તો અનાદિકાળથી રખડ્યો. માટે એક નિશ્ચય કર્યો કે મારી સમજણ કામ આવે એમ નથી. આજ સુધી જગતના અભિપ્રાયથી બોધ પામ્યો છું. મારો બોધ મારા પરિભ્રમણનું કારણ થયું છે. મારો બોધ, મારું ડહાપણ, મારી ચતુરાઈ, મારી ચાલાકી સંસાર વર્ધક થઈ છે. મારે સંસાર નાશક સ્થિતિ જોઈએ છે. માટે હવે જિનેશ્વર ભગવંતો, જેણે ચાર ઘાતકર્મોનો નાશ કર્યો છે એવા તીર્થંકર પરમાત્માઓ, કેવળી ભગવંતોની આજ્ઞાને આધીન વર્તવું છે. ‘આત્મસિદ્ધિ'માં શિષ્યને આત્માના દર્શનનું જ્ઞાન થયું એટલે ગુરુને શું કહ્યું? ‘આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, આપ પ્રભુનો દિન.’ આ.સિ.-(૧૨૬) આ દેહ આદિ આજથી પ્રભુની આજ્ઞામાં વર્તો. હવે અમારે અમારું પોતાનું માનેલું કે કહેલું કરવું નથી. અમારે હવે જ્ઞાનીઓનું કહેલું કરવું છે. જિનઆજ્ઞાસ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન છે. આ બે શબ્દમાં કેટલો જબરજસ્ત પરમાર્થ છે. આપણે ક્યારેય જિનઆજ્ઞા આધીન થયા? I am subject to that command of supreme soul. ગમે તે વાત હોય- જ્ઞાનીની આજ્ઞા છે તો મને માન્ય છે. જ્ઞાનીની આજ્ઞા નથી તો મને માન્ય નથી. આપણે કોઈ દિવસ જ્ઞાનીની authority સ્વીકારી? આપણે જૈન છીએ. દેવગુરુનાં દર્શન પણ કરવા જઈએ છીએ. કોઈ દિવસ એવો વિકલ્પ આવ્યો કે જિનેશ્વરની આજ્ઞામાં આ વિકલ્પ હોય ૪૨ અપૂર્વ અવસર તો મને માન્ય છે. બીજું કાંઈ મને નથી જોઈતું. I don't care. આ નથી થતું કારણ કે એવી આધીનતા આવી નથી. સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો.’ સંયમ શું? વિવેકપૂર્વક, અકષાય ભાવથી, જે પાંચ મહાવ્રત ભગવાને કહ્યા છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરગ્રહ- એ પાંચ મહાવ્રતનું પાલન તે સંયમ. સાધુ પૂર્ણતાએ પાલન કરે. શ્રાવક ગૌણતાએ પાલન કરે. ધર્મ શ્રમણનો હોય કે શ્રાવકનો હોય એક પંચ મહાવ્રત પાળે- એક પંચ અણુવ્રત પાળે. વિવેકપૂર્વક-ઉપયોગની જાગૃતિપૂર્વક અને અકષાયભાવથી. આને સંયમ કહેવાય. આને જ્ઞાનીઓએ ધર્મ કહ્યો છે. આ આચાર ધર્મ છે અને ચાર મહાવ્રત પણ અહિંસા ધર્મના પાલન માટે છે. “અહિંસા પરમો ધર્મ’ પહેલા મહાવ્રતના પાલન માટે બાકીના ચાર મહાવ્રત કહ્યા છે. અહિંસાના પાલન માટે સત્ય છે, અહિંસાના પાલન માટે અચૌર્ય છે, અહિંસાના પાલન માટે બ્રહ્મચર્ય છે, અહિંસાના પાલન માટે અપરગ્રહ છે. મૂળ વાત અહિંસા છે. અને અહિંસા એટલે જગતના કોઈપણ જીવની હત્યા નહીં. જીવદ્રવ્યની એ મહાનતા છે. It is reverence to life. જ્યાં ચૈતન્ય છે ત્યાં એની પૂજા છે, ત્યાં એનો આદર છે, ત્યાં એનો સત્કાર છે. એટલે એ ચૈતન્યની ઘાતની, અશાતનાની કે વિરાધનાની વાત ન આવે. ચૈતન્યની અવમાનના ન થઈ શકે, તે ચૈતન્ય છે. પછી ભલે તે ગમે તે સ્થિતિમાં હોય. પૂ. કાનજીસ્વામીએ ‘અપૂર્વ અવસર’ પરના પોતના પ્રવચનમાં આ વાત બહુ સરસ રીતે કહી છે, ‘આત્મસ્થિરતા અને તે સ્થિરતાનો પુરુષાર્થ પોતાને સ્વાધીન છે. પણ મન-વચન-કાયાના યોગનું સ્થિર રહેવું કે પલટાવું તે ઉદયાધીન છે. અને ઉદયાબીનની અંદર પણ આ જ્ઞાની સ્થિરતા યુક્ત હોય છે.” તેથી શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે, ‘તમે અમારી બધી પ્રવૃત્તિ આદિ જોતા હશો તો પણ આત્મષ્ટિનું અખંડપણું તેથી બાધા પામતું નથી. અત્ર સમાધિ વર્તે છે. અમે સ્થિરભાવમાં છીએ. ચોતરફ ઉપાધિની જવાળા પ્રગટી રહી છે પણ તેની મધ્યમાં અમે સમાધિમાં છીએ.” નિમિતને આધીન હોવા છતાં નિમિતથી પોતાની જાતને ખસેડી લીધી છે. આ અદ્ભુત દશા છે. સંસારી અવસ્થામાં આવી દશા, વ્યવહારના ઉદયની અંદર આવી અદ્ભુત આત્મસ્થિરતા, ‘યોગીઓને પણ દુર્લભ એવો તે અમને ૪૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સમજાય, રાજ તારો વિરહો નહી રે ખમાય.” અનંતો કાળ જશે તો પણ આવો પુરુષ નહીં મળે. આવું ચારિત્ર જોવા નહીં મળે. નિગ્રંથપદની ઝંખનાવાળો પુરુષ તે નિગ્રંથપદને પણ ટક્કર મારે એવી અદ્ભુત સ્થિરતા, અને પછી કહે છે, ‘તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.’ હવે કહે છે કે તે મન-વચન-કાયાના યોગની જે સ્થિરતા છે, જે સ્વરૂપ લશે અને જિનઆજ્ઞા આધીન છે તે પણ હવે નથી જોઈતી. એ પ્રવર્તના પણ ક્ષણે ક્ષણે ઘટતી જાય. સાતમાં ગુણસ્થાનક સુધી અવલંબનનું જોર ઘણું હોય અને મુનિ જ્યારે અપૂર્વકરણની શ્રેણી માંડે ત્યારે એ જોર પણ ઘટતું જાય. જ્યાં સુધી પોતાના ભાવ સ્થિર થયા નથી ત્યાં સુધી સદ્ગુરુની નિશ્રામાં રહેવાનું છે. ત્યાર પછી એ નિશ્રા પણ ગૌણ કરી એકાકી ચાલ્યો જાય. કેવી અભુત દશા. આ પ્રવર્તના ક્ષણે ક્ષણે ઘટતી જાય. આમા ક્ષણ ક્ષણ શબ્દ સમજાય? આપણે આત્મિક પુરુષાર્થ સમજવો છે. આ મન-વચન-કાયાના યોગની પ્રવર્તના પણ ક્ષણે ક્ષણે ઘટતી જાય અને પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય, આ સ્થિતિ સમજવાની છે. માણસ છેલ્લી અવસ્થામાં હોય અને Intensive-Careમાં હોય ત્યારે ડોક્ટર એમ કહે કે Now it is a matter of hours. ત્યારે એના દેહ-કાયાના પરમાણુ ક્ષણે ક્ષણે શાંત થતા હોય-જ્ઞાનભાવે નહીં પણ મૂર્છાભાવે ત્યારે કેવી હાલત હોય? શરીરનો સંચો ખોટવાઈ જાય ત્યારે મિનીટે મિનીટે એક એક વસ્તુ કામ કરતી બંધ થતી જાય. મૂછભાવે, પરંતુ અહીં જ્ઞાનીપુરુષ, આત્માના ઉપયોગની પરમ જાગૃતિ પૂર્વક પોતાના મન-વચન-કાયાના યોગની પ્રવર્તનોને સ્વરૂપ લો અને જિનેશ્વરની આજ્ઞાને આધીન હોવા છતાં ધીરે ધીરે સંક્ષિપ્ત કરતાં કરતાં એવી સ્થિતિમાં આવે છે કે “અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.’ એ પોતાના સ્વરૂપમાં જ લીન થઈ જાય. આવો અપૂર્વ અવસર અમારા જીવનમાં ક્યારે આવશે? આ એક એક ગાથામાં અપૂર્વતા શું છે? આવો અપૂર્વ અવસર ક્યારે આવશે કે અમારા મન-વચન-કાયાના યોગ વર્તે ત્યાં સુધી સંયમના હેતુથી વર્તે, સ્વરૂપ લક્ષે વર્તે, અને જિનેશ્વરની આજ્ઞાને આધીન વર્તે અને તે પણ ક્ષણે ક્ષણે ધીરે ધીરે ઘટતા જાય. જેમ દીવામાં પુરેલું ઘી ઓછું થતાં, દીવો ધીરે ધીરે બુઝાતો જાય. તેમ પુરી સશક્તતા હોવા છતાં એ મુનિ ઝંખના કરે છે કે એ યોગ- ‘અંતે અપૂર્વ અવસર થાયે નિજ સ્વરૂપમાં લીન જો.’ હે નાથ! એ યોગ નિજ સ્વરૂપમાં સમાઈ જાય એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? ‘પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.’ અપૂર્વ - ૬ એક એક અવસરની અપૂર્વતા આ પુરુષ બતાવે છે. ભવાંતરમાં ક્યારેય આવો અપૂર્વ અવસર મળ્યો નથી. અરે! એની કલ્પના પણ કરી નથી. આ અપૂર્વતા આવે તો આ પદ ગાતાં જીવ પરમાત્મા સાથે એકાકારતા અનુભવે. પોતાના આત્માની ભલે આજે એવી અવસ્થા નથી. પણ પૂર્ણ અવસ્થાની સાથે વિચારથી જોડાય. હવે આગળ કહેવું છે કે આ મુનિ અવસ્થા પણ દેહધારીની અવસ્થા છે. આ નિગ્રંથપદ છે. સિદ્ધપદ નથી. અને નિગ્રંથપદને મન-વચનકાયાના યોગ છે. શરીર છે એટલે ઇન્દ્રિયો તો હોય જ. ઇન્દ્રિયો છે એટલે એના વિષયો પણ હોય. અને પાંચ ઇન્દ્રિયો વિદ્યમાન હોતા તેના ત્રેવીસ વિષયો પણ હોય છે. કાંઈ આંખ હોવા છતાં આંધળાપણું કે કાન હોવા છતાં બહેરાપણું નથી. સ્વાદેન્દ્રિય પણ છે અને સ્પર્શેન્દ્રિય હોવાથી બધા સ્પર્શનું પણ ભાન છે. ધ્રાણેન્દ્રિય હોવાથી સુરભી-દુરભી પણ અનુભવી શકે. જ્ઞાનીને દેહધારી છે ત્યાં સુધી આ છે. આ સંસારમાં ક્યા ક્યા ભય સ્થાન રહેલા છે. તેની હવે આ પુરુષ વાત કરે છે. તેઓ ખૂબ જ જાગૃત છે. આ શરીર છે ત્યાં સુધીમાં આ આત્મસ્વરૂપની સ્થિરતા પ્રાપ્ત કરવામાં ક્યા ક્યા અવરોધ છે, એની, પૂર્ણ જાગૃતિ પૂર્વક, અનુભવ પૂર્વક આ વાત લખી છે. એટલે એમની વાતમાં કેટલો બધો સચ્ચાઈનો રણકો છે. એમની વાતમાં એટલી બધી તાદ્રશ્યતા લાગી છે કે આપણે બધાને આ સ્થિતિનો અનુભવ થાય કે જે સ્થિતિમાંથી શ્રીમદ્ રાજચંદ્રદેવ પસાર થયા છે. એ પોતે એ સ્થિતિમાંથી પસાર થઈને લખે છે. એટલે કહે છે, ‘પંચવિષયમાં રાગ-દ્વેષમાં વિરહિતતા.” દેહ છે એટલે એને ઇન્દ્રિયો પણ છે. જ્ઞાની પણ આહાર કરે અને વિચરણ Page #24 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર કરે. જ્ઞાની પણ સબોધ શ્રવણ કરે. આ બધું હોવા છતાં શું ન જોઈએ? આપણે નકાર કરીએ છીએ પણ દ્રવ્યનો નકાર કરીએ છીએ. અહીં ભાવચારિત્રમાં કહે છે, ‘પંચવિષયમાં રાગ-દ્વેષમાં વિરહિતતા.’ આમા(વિષયમાં) અમને રાગદ્વેષ ન થાય. સંતબાલજીએ લખ્યું છે ‘સિદ્ધિના સોપાન'માં કે, ‘વિષયો પોતે દૂષિત નથી. પણ મનમાં રહેલી આસક્તિ જ વિષયોમાં દુષણ જન્માવે છે. અને ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરાવી જીવનમાં દુષણનો વધારો કરે છે.’ કૃપાળુદેવે લખ્યું છે. એક ભોગ ભોગવે છે છતાં કર્મ બાંધતો નથી, અને એક ભોગ નથી ભોગવતો છતાં અનંતાનુબંધીમાં ચાલ્યો જાય છે.” આ ખૂબ વિચારવા જેવું છે. આપણે આધ્યાત્મિક પુરુષાર્થ સમજવો છે. જીવનમાં ‘અપૂર્વ અવસર’ સમજવો છે. આવી અપૂર્વતા જીવનમાં ક્યારે આવે? પૂર્વાનુપૂર્વે, ગતાનુગતિએ, પરંપરાએ બહુ કર્યું. હવે કહે છે પંચવિષયમાંથી રાગ-દ્વેષને હટાવી લેવાના છે. રાગ-દ્વેષનું સર્વથા રહિતપણું. એનું નામ વિરહિતતા. વિષયો થાય તો પણ જીવ વિષયોમાં બંધાય નહીં. કેવી અદ્ભુત વાત છે. અરે ! જીવ એક એક વિષયમાં બંધાય તો એની સ્થિતિ શું થાય એનું એક સરસ મજાનું પદ છે. ‘વનમાં શિકારી જાય છે, ને મધુર ગીતો ગાય છે, હરિણ તે શબ્દો સુણી, લોભાઈ તંભી જાય છે; મારે શિકારી બાણ ત્યારે હરિણ રંક મરાય છે; માટે વિચારો માનવી! કે વિષયથી શું થાય છે?” એક કર્ણનો વિષય- શબ્દો તો આપણે પણ સાંભળીએ છીએ પણ હરણ એ શિકારીના સંગીતમાં લુબ્ધ થઈ ગયું. અને ખંભિત થઈ ગયું. એના શરીરની ગતિ રોકાઈ ગઈ. ઊભું રહી ગયું એટલે શિકારીએ બાણ મારીને એનો વધ કર્યો. હે માનવી! એક વિષયની લુબ્ધતા શું કરે છે એને તું વિચારી જજે. ‘લોભાઈ મધુકર ગંધમાં, ગ્રહવા કમળ પર બેસી રહે, સાંજે બીડાયે કમળ તોયે, નીકળવા તે ના ચહે; હસ્તી આવી ખાય કમળ, ત્યાં ભ્રમર અરે! ભક્ષાય છે; માટે વિચારો માનવી! કે વિષયથી શું થાય છે?” એક ગંધનો વિષય-ભમરાને સુગંધ બહુ ગમે. બાકી ઇન્દ્રિયોના વિષયોમાં અપૂર્વ અવસર તો વાંધો નહી, પણ ગંધના વિષયમાં ભમરો લાચાર બની જાય છે. એટલે કમળ ઉપર ગંધ લેવા બેસેલો ભમરો, સાંજ થાય છે, કમળ બીડાય છે તો પણ ગંધ છોડી નીકળી શક્તો નથી. રાત્રી પુરી થતાં સવારે હાથી આવી કમળને ઉખેડી એનું ભક્ષણ કરે છે સાથે ભમરાનું પણ ભક્ષણ થાય છે. ભમરાની તાકાત એવી છે કે ગમે તેવું લાકડું કોતરીને પણ બહાર નીકળે પણ ગંધની લોલુપતાને લીધે કમળમાંથી બહાર નીકળી શક્તો નથી. અને બીજે દિવસે હાથી દ્વારા એનું ભક્ષણ થાય છે. એક જ વિષયની એની આધીનતા એને કઈ સ્થિતિમાં મૂકી દે છે એ સમજાવે છે. ‘દરિયા કિનારે માછીઓ, કાંટે લગાડી ભક્ષ કંઈ, નાખે પછી જળમાં, બિચારું, મછછ છળથી અન્ન હોય; ખાવાં જતાં રસથી મરે, કાંટો મુખે ખેંચાય છે, માટે વિચારો માનવી! કે વિષયથી શું થાય છે?” દરિયા કિનારે, નદી કિનારે, ડેમમાં, તળાવમાં, માછીમાર કાંટો લઈને જાય છે. કાંટામાં આહાર મુકે છે. આ આહારની લુબ્ધતા મત્સયેન્દ્ર જીવોની હોવાના કારણે એ માછલી આહાર લેવા ત્યાં જાય છે અને વિંધાઈ જાય છે. આહારની સાથે રહેલો કાંટો એના તાળવે ચોંટી જાય છે, અને માછીમાર એનાથી એને પકડતો જાય છે. એક સ્વાદના વિષયની લુબ્ધતાથી એ જીવ પોતાનો જાન ગુમાવે છે. હે માનવી! વિચારો! આ વિષયની લુબ્ધતા જીવને કયાં લઈ જાય છે. દીવા તણું અતિ રૂપ જોઈ, પતંગનું મનડું ભમે! હાથે લઈ દીવો કહો, કોને કુવે પડવું ગમે? જાણે છતાં દીવે બળી, વિષયી પતંગ મરાય છે; માટે વિચારો માનવી! કે વિષયથી શું થાય છે?” પતંગિયાને રૂપનો, વર્ણનો મોહ ઘણો છે. દીવાનું રૂપ, પ્રકાશ, તેજનો અંબાર જોઈને પતંગિયું લોભાય જાય છે. અને લોભાય છે એટલે ત્યાં જઈને પડે છે અને બળી મરે છે. અરે! દીવો લઈને કોઈ કુવે પડે? અરે! એ એના અજ્ઞાનનો અંધકાર તો જુઓ કે ત્યાં પ્રકાશમાં જ એ મરે છે. માટે હે માનવી! વિચારો, કે આ માત્ર એક વિષયથી શું થાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર લેવા કરીના દાંત વનમાં, વાંસ, તૃણ ખાડે ધરે; ખોટી બનાવી હાથણી, ખાડા નજીક ઊભી કરે; હાથી મરે ખાડે પડી, જ્યાં સ્પર્શવાને જાય છે; માટે વિચારો! માનવી કે વિષયથી શું થાય છે?” હાથી, જગતમાં સૌથી બળવાન પ્રાણી કેવી રીતે પકડાય? હાથીને પકડનારા મોટો ખાડો કરી એના ઉપર તૃણ અને ઘાસથી ઢાંકી દે પછી બનાવટી હાથણીનું ખોખું ત્યાં ઊભું કરે. સ્પર્શનો ભોગી એવો હાથી, હાથણીને સ્પર્શ કરવા દોડતો દોડતો ત્યાં જાય છે અને સીધો ખાડાની અંદર પડે છે. પકડાઈ જાય છે. જંજીરોથી બંધાઈ જાય છે. હાથીનો આ રીતે શિકાર થાય છે. એક સ્પર્શેન્દ્રિયના વિષયમાં લુબ્ધ બનેલો આ હાથી જીવ ગુમાવે છે. આ બધાના તો એક એક વિષયના લુબ્ધપણાની વાત કરી છે. જ્યારે માનવી તો પંચેન્દ્રિયથી પૂર્ણ છે. અને એના ૨૩-વિષયોની વચમાં રહે છે. તો દેહને પાડી દેવાથી વિષયોથી મુક્તિ નહીં મળે. સુરદાસે આંખનો વિષય(વિકાર) છોડવા આંખો ફોડી નાંખી. પણ પછી એને જ્ઞાન થયું કે આંખો ફોડવાથી મનના વિકાર જતાં નથી. એટલે કૃષ્ણ-ભક્તિની અંદર જીવન લગાવી દીધું. કોઈ જીવ એમ વિચાર કરે કે મારી ઇન્દ્રિયો એ જ કર્મનું કારણ છે માટે લાવ ઇન્દ્રિયોને કાપી નાખ્યું. ઇન્દ્રિયોને કાપી નાખવાથી ઇન્દ્રિયોના વિષયો શાંત નહીં થાય. આ બહુ કડવું સત્ય છે. સમજવાનું છે. ‘પંચ વિષયમાં રાગ-દ્વેષ વિરહિતતા” આ બરાબર સમજવાનું છે. અને બીજો શત્રુ ‘પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો’ પંચ પ્રમાદ. પાંચ પ્રકારના પ્રમાદ જ્ઞાનીઓએ કહ્યા છે. ૧) મદ, ૨) વિષય, ૩) કષાય, ૪) વિકથા અને ૫) નિદ્રા આ પાંચ પ્રમાદ એ મનની સ્થિતિ છે. પાંચ ઇન્દ્રિયોની સાથે આપણને છઠું મન મળ્યું છે. એ મનની કામગીરી શું છે? આઠ પ્રકારના મદ છે. જાતિ, કુળ, રૂપ, બળ, તપ, વિદ્યા, લાભ અને ઐશ્વર્ય-એટલે લબ્ધિ. મુનિને પણ મદ હોય. બધા મદથી છૂટેલો એવો સાધક મુનિ, પોતાની લબ્ધિના મદમાં, વિદ્યાના મદમાં, તપના મદમાં સપડાઈ જાય. આ મદ છે એ મનનો વિષય છે. આઠ પ્રકારના મદ જ્ઞાનીઓએ કહ્યા છે. કીર્તિ, પૂજા, સત્કાર, પ્રશંસા, પૂજાવા મનાવવાની કામના આ બધામાં ફસાઈ જાય છે. આ મદની અંદર જીવ ફસાઈ અપૂર્વ અવસર જાય. તો કહે છે આવી અવસ્થા ઊભી થાય તો પણ ‘પંચ પ્રમાદે ન મળે મનનો. ક્ષોભ જો.” ગમે તેવા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય તો મનમાં ક્ષોભ ન આવે. અહીં તો બે-પાંચ લાખ રૂપિયા કમાઈ લે ત્યાં મનમાં ક્ષોભતા આવી જાય. ઝાલ્યો ન રહે. જીવનો સીતારો ચમક્તો હોય, પાસા પોબારાં પડતા હોય, ત્યારે એ જ્યાં હાથ નાખે ત્યાં કમાય એટલે પગ ધરતી પર ટક્તા ન હોય. ઉડતો હોય. એનો મિજાજ સાતમાં આસમાને હોય. ક્ષોભ કેટલો આવી જાય છે? ફક્ત એક વસ્તુ, જ્ઞાન થોડીક જાણકારી આવી જાય, જરાક બોલતા શીખી જાય, બે શબ્દ ક્યાંકથી સાંભળ્યા અને યાદ રહી જાય તો એનો કેટલો મદ આવી જાય. વિદ્યાનો મદ, જ્ઞાનનો મદ, તપનો મદ. કાંઈક તપ કર્યું હોય તો આઠ પંદર જણને કહે નહીં ત્યાં સુધી શાંતિ ન થાય. કોઈ શાતા પૂછે નહીં તો એને શાતા ન રહે. જાતિ અને કુળના મદની તો વાત કરવા જેવી નથી. એ અજ્ઞાનનું નિકૃષ્ટમાં નિકૃષ્ટ સ્વરૂપ છે. પણ આ ઐશ્વર્ય, જ્ઞાન, તપના મદ ભલભલા મુનિવરોના પણ છક્કા છોડાવી નાખે છે. આનંદઘનજી મહારાજ કહે છે, ‘મનડું કીમ હી ન બાજે, હો કુંથુજિન, મનડું કીમ હી ન બાજે અરે એ તો કંઈકને ‘નાખે અવળે પાસે.” ભલભલા તપસ્વી અને યોગીઓને પણ ઉંધે કાન નાખી દીધા. આ મદ. આ પ્રમાદનું સ્વરૂપ મદ. બીજો વિષય. એ વિષય એટલે અહીં ઇન્દ્રિયના વિષય નહીં. પણ કામકામેચ્છા. જીવની અંદર આ વેદોદય થાય ત્યારે મુનિ હોય તો પણ એને ચલાયમાન કરી નાખે. હજારો વર્ષોનું વિશ્વામિત્રનું તપ કામ-વિષય જાગૃત થતાં નિષ્ફળ થઈ ગયું. મન ત્યાં ક્ષોભ પામી ગયું. મનમાં ક્ષોભ થયો એટલે વિચલિત થયો. એના ભાવ હલવા માંડ્યા. એની સ્થિરતા ડગવા મંડી. એ ચલાયમાન થયો. એની વૃત્તિ એના તરફ ખેંચાવા મંડી. આ બધા રતિ-અરતિના પરિણામ છે. જૈન દર્શને જેટલો સૂક્ષ્મતાથી અભ્યાસ મૂક્યો છે એટલો અન્યત્ર જોવા મળતો નથી. રતિઅરતિ-એક દૃશ્ય જોયું અને મનમાં કોઈ ક્ષોભતા નથી. અને એક દૃશ્ય જોયું અને બધી વૃત્તિ હલી ગઈ. જેમ બગલો ધ્યાન ધરતો હોય ત્યારે એકાગ્રતાથી ઊભો હોય. પણ માછલી આવે ત્યારે એની વૃત્તિ કેવી હલી જાય? પોતે સ્થિર ઊભો હોય પણ મન શોભિત ૪૯ ૪૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર થાય છે. જીવનમાં જ્યારે આવો વિષય ઉત્પન્ન થાય છે, એવો કોઈ અવસર આવે છે, એવી કોઈ તક ઊભી થાય છે ત્યારે આ મન ક્ષુબ્ધ થાય છે. ક્યારેક પ્રત્યક્ષ, ક્યારેક અપ્રત્યક્ષ, ક્યારેક ચિત્રથી, ક્યારેક દૃશ્યથી મનની વૃત્તિઓ ચલિત થાય છે. જ્ઞાનીઓ તો કહે જ છે કે શૃંગારજન્ય દૃશ્યો જોવા નહીં. આપણને એમ થાય કે TV પર ગમે તે આવે અમને જોવાથી શું ફરક પડે? પણ ખબર નથી જીવને કે એની વૃત્તિઓ વિકૃત થઈ જાય છે. મન હલબલી જાય છે. શરાબ પીઓ. કેટલો મનનો ક્ષોભ આવી જાય? મને કાંઈ ન થાય એમ ન સમજવું. તને ખબર નથી કે આ મનની ચંચળતા હલી ગઈ. મકાનનો પાયો હલી જાય અને ગમે તેવી ઊંચી ઇમારત કડડ-ભૂસ કરતી પડી જાય. એમ અનેક વર્ષોનો વૈરાગ્ય, અનેક વર્ષનું ચારિત્ર, એક પ્રમાદની જાગૃતિ થાય અને મનની અંદર ક્ષોભતા જો ઊભી થાય તો હલબલી ઊઠે. From base itself. જ્ઞાની આ વૃત્તિને એટલી સરસ રીતે કહે છે. ‘પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો.’ એમાં મદ, વેદોદય એટલે કામ-વિષય એના માટે કૃપાળુદેવ કહે છે ‘એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુરને અધિકાર.” -‘બ્રહ્મચર્ય વિશે સુભાષિત ‘નિરખીને નવયૌવના” આ પદમાં આ વસ્તુ મુકી છે.સાધકને અને શ્રમણને બધાને એક સરખું જ લાગું પડે. એક વિષયને જીતી લો. જો એ જીતાય જશે તો આખું રાજ સંસારની અંદર જીતાઈ જશે. પણ બહુ અઘરું છે. ક્ષુબ્ધ થતી વૃત્તિઓનું મનને ભાન થવું જ આકરે છે. તો જીતવાની વાત તો પછી. દુમનનું ભાન હોય તો જીતાય? કે દુશ્મનનું ભાન ન હોય તો પણ જીતાય? આ જીવને-પોતાની વૃત્તિ ચલિત થઈ ગઈ એનું ભાન જ નથી. ક્ષુબ્ધતા આવી. મનની સ્થિરતા ડગી ગઈ. અંદર એક એક પરમાણુ બધા હલી ગયા. સામાયિક, નિત્યક્રમ, માળાના જાપ કરીને સ્થિરતા-શાંતપણું પ્રાપ્ત કર્યું અને પછી જો T.V. ની સામે બેઠા તો શાંત થયેલા બધા પરમાણુ હલબલી જાય અને ડગી ગયેલી સ્થિરતા સાથે રાત્રે સુઈએ તો મનોવ્યાપાર ચાલુ થઈ જાય અને ઊંઘમાં પણ કર્મ બંધાઈ જાય. કારણ કે કર્મ ભાવથી બંધાય છે. દ્રવ્યથી નહીં, ક્રિયાથી નહીં. એની સાથે જોડાયેલો ભાવ કર્મ પ૦ અપૂર્વ અવસર બંધાવે છે. જ્ઞાની કહે છે અપૂર્વ અવસર જોઈએ છે અને જીવને એ જ ખબર નથી કે ક્યાં જીત મેળવવાની છે? ' વિષય પછી આવે કષાય. કષાયના પરિણામ ન કરાય. કષાયના પરિણામ થાય તો આત્માની સ્થિરતા ડગી જાય, હલી જાય. અહીંયા એ કષાય પણ મનનો વ્યાપાર છે. આ પંચ પ્રમાદની વાત ચાલે છે. પહેલો પ્રમાદ મદ, બીજો પ્રમાદ વિષય, ત્રીજો પ્રમાદ કષાય. કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય અને જીવ કષાયના પરિણામ કરે તો પ્રમાદમાં આવ્યો. વિકથા-કથા, ભોજનકથા, દશકથા અને રાજકથા. એટલે વાતોના ચાપડા, નવરો બેઠો નખ્ખોદ વાળે. આ નકામી વાતો કરીને પોતાના આત્માનું નખ્ખોદ વાળે છે. આપણી વાતોથી કોઈના શાસન નહીં હલી જાય. પણ આત્માના શાસનનું નખ્ખોદ નીકળી જશે. તારી સ્થિરતા, તારા મનની અડોલતા તેં ગુમાવી દીધી- You are disturbed. આ જીવ વિકથામાં પડી જાય, ચર્ચાના ચકડોળે ચડી જાય અને પછી ટેમ્પર ગુમાવી દે તો ઊંઘમાં પણ એને હાર્ટ-એટેક, પક્ષઘાત, હેમરેજ, બી.પી. થઈ શકે કારણ કે He become excited, Anxiety - ચિંતા. Loosing temperament અને લોહીના પરમાણુઓ ઉકળવા મંડે. જેમ ગેસ ઉપર મુકેલાં તપેલામાં પાણી ઉકળે તેમ અંદરમાં કષાય ઉકળવા મંડે. અને આ કષાયનો અગ્નિ કોણ હારશે? અકષાયી થવું પડશે. આ કષાય એટલે પ્રમાદ. “હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કરીશ.’ તો ગૌતમ ગણધર કાંઈ વિષયકષાયમાં લુબ્ધ ન હતા. મહાવીર જેવો ભગવાન ગુરુ સામે બેઠો છે ત્યારે, પણ આ ગણધર ગૌતમ, ભારતવર્ષનાં શ્રેષ્ઠ ગુરુવરોની અંદર શીરોમણી, એવા ગુરુને ભગવાન મહવીર નિગ્રંથ કહે છે કે, “હે ગૌતમ! સમય માત્રનો પ્રસાદ ન કર.' તારા મનનાં પરિણામને ક્ષુબ્ધ થવા દે માં. વિચલિત થવા દે માં. વિકથા પછી નિદ્રા આવે. શરીરને આવશ્યક નિદ્રા એ એક વાત છે. અને ઊંઘ ન આવે તો પણ પથારીમાં પડ્યા રહેવું એ જુદી વાત છે. પથારીમાં પડખાં ફેરવતો હોય. જ્ઞાની કહે છે આ પણ પ્રમાદ છે. આળસ એ પણ પ્રમાદનું એક સ્વરૂપ છે. ‘દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધિન પણ વીતલોભ જો.” - ૫૧ | Page #27 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર પ્રતિબંધ શબ્દ કહ્યો છે. ‘આત્મસિદ્ધિ’માં ઓછામાં ઓછા પારિભાષિક શબ્દો છે. અને “અપૂર્વઅવસર'માં જૈન પારિભાષિક શબ્દોના આધાર ઉપર જ માર્ગની પ્રરૂપણા છે. પ્રતિબંધના ચાર પ્રકાર જ્ઞાનીઓએ કહ્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રતિબંધ એટલે બાધા કરનાર. મતાગ્રહ, મમત્વભાવે, દુરાગ્રહ, બંધન, આત્માને આવરણ કરનાર. એવો મનનો ભાવ, એવો આત્માનો આગ્રહ એ પ્રતિબંધ છે. જે આત્માની શક્તિને, આત્માના સ્વભાવને રોકે છે, રૂંધે છે, રોધે છે તે પ્રતિબંધ છે. આ પ્રતિબંધના જ્ઞાનીઓએ ચાર પ્રકાર કહ્યા છે. દ્રવ્ય પ્રતિબંધ : આહાર, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, પુસ્તકો, ગચ્છ, મત, સંઘ, સંપ્રદાય, સંઘાડો, શિષ્યો, શ્રાવકો અને સગાવહાલાઓ, સ્વજનો, પુત્રો, મિત્રો, કલત્રો આ બધાં દ્રવ્ય પ્રતિબંધ છે. મને આના વગર ન ચાલે. કોઈક દ્રવ્યની હાજરી, પરદ્રવ્યની હાજરી, એના વિના મને ન ચાલે એ પ્રતિબંધ છે. અરે! તું પોતે પરિપૂર્ણ છો, તું સ્વયં પૂર્ણ છો. તને કોઈની જરૂર નથી. પણ જ્યાં એમ થયું કે મને ન ચાલે, ત્યાં જ્ઞાની કહે છે તેને પ્રતિબંધ છે. આ પુસ્તક વિના ન ચાલે આ આસન વિના ન ચાલે, આ ઉપાશ્રય વિના ન ચાલે, આ શિષ્યો વિના ન ચાલે આ બધાં પ્રતિબંધ છે. જેને આત્માના વિકાસ સાથે સંબંધ નથી. એવી અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ- આ બધા પ્રતિબંધ છે. પછી વસ્તુ અપેક્ષાએ સમજવાની. આત્માના વિકાસ સાથે સંબંધિત વસ્તુ હોય પણ આત્માના વિકાસને અવરોધ કરે તેનું નામ પ્રતિબંધ. સાચો માર્ગ સુજવા ન દે, આત્માને કર્મથી મુક્ત ન થવા દે એવો આગ્રહ. આવા આગ્રહથી આત્માની મુક્તિ ન થાય માટે તે બધા પ્રતિબંધ કહેવાય. જીવના વિકાસને બાધા કરે, આત્માને રૂંધે, મમત્વ ઊભું કરે એવો આગ્રહ તે પ્રતિબંધ. શ્રીમદ રાજચંદ્રની ઓળખાણ એક શબ્દમાં આપવી હોય તો “અનાગ્રહ’ એટલે ‘આત્મસિદ્ધિ'માં એમણે છ યે દર્શન મૂક્યાં. અને પોતે કહ્યું કે, “અમે આમાં છ એ દર્શન સમાવ્યાં છે. અને છતાં આ સર્વજ્ઞાનીઓનો અને સકળ નિગ્રંથનો માર્ગ છે. કોઈ જગ્યાએ આગ્રહ નહીં એ શ્રીમદ્ રાજચંદ્રજીનું અને એને માનવાવાળાનું લક્ષણ છે. જ્યાં આગ્રહ આવ્યો, આશ્રમનો આવ્યો, વ્યક્તિનો આવ્યો, પુસ્તકનો આવ્યો, પાઠનો આવ્યો, વિશેષ પ્રકારની ક્રિયા-વિધિનો આવ્યો સમજી લેવાનું કે આત્મવિકાસને બાધક છે છતાં મારું છે એટલે કરવું, મમત્વ છે એટલે કરવું, પર અપૂર્વ અવસર હું કહું છું એટલે કરવું આ બધો પ્રતિબંધ છે. જ્યાં સ્વચ્છંદ, અહત્વ અને મમત્વ આધારીત આવા કોઈપણ ઉપકરણ પ્રત્યે ભાવ થયો, જ્યાં સાધન પ્રત્યે ભાવ થયો તો ત્યાં પ્રતિબંધ છે. આનંદઘનજી મહારાજ ઉપાશ્રયમાં રહેતા હતા ને શ્રાવકે એક ટકોર કરી કે, ‘તમારે તો અમારું માનવું જ જોઈએ.’ એમણે કહ્યું, કેમ? અમે તો નિગ્રંથ છીએ.” શ્રાવક કહે, ‘તમને ગોચરી અને વસ્ત્રો અમે આપીએ છીએ.’ આનંદઘનજીએ બધું ઉતારીને સુપ્રત કરી દીધું અને અરણ્યમાં ચાલ્યા ગયા. અવધુત યોગી. પછી ચોવીસીની રચના કરી. એની પાછળ પાછળ યશોવિજયજી ગયા એટલે આપણને આ વારસો મળ્યો. આનંદઘનજી જેવો અવધુત યોગી શોધવો મુશ્કેલ છે. કારણ યોગીઓને પ્રતિબંધ નથી. આ આહાર અને વસ્ત્ર સંયમનાં હેતુથી રખાય તો જ જરૂરી છે. નહીતર એની પણ જરૂર નથી. અને આ કોઈ શ્રાવકના મનમાં આવો ભાવ આવી ગયો તો એ પણ મહા પાપ ઉપાર્જન કરે છે. આપણે પણ સાધુને જ્યારે નમસ્કાર કરીને કહીએ કે ભાત-પાણીનો લાભ દેજો. ત્યારે શબ્દો બોલવા પડે છે કે સુખ-શાતા સંયમે છો જી? આપની સંયમ યાત્રા સુખ-શાતા પૂર્વક છે? એમ એ સુખ-શાતા પૂર્વક રહે એ માટે હે મુનિ! હે નિગ્રંથ! હે મહારાજ! તમે અમને લાભ આપજો. સાધર્મિક ભક્તિ હોય, પ્રભાવના કરતા હોઈએ તો સાધકોને, મુમુક્ષુને, ભાવિકોને, સાધર્મિક બધુઓને કહેવાય કે લાભ આપજો. અમારું તમે સ્વીકારજો, અમારે તમારી ભક્તિ કરવી છે. સૌ લાભ આપીને જમે. આ અમારી ભાવના છે. અને એટલે જ સાધર્મિક ભક્તિ કરતાં પહેલા આવનાર શ્રાવકનાં આપણે દૂધ પગ ધોઈએ છીએ. એ આપણું કંઈ લેવા નથી આવ્યો આપણને લાભાન્વિત કરવા આવ્યો છે. ભાવના ત્યાં છે. ક્ષેત્ર પ્રતિબંધઃ આ ક્ષેત્રમાં જ અમે જશું, અહીંયા જ અમારાં શ્રાવકો છે, અહીંયા જ અમારા સંવાડાનો પ્રભાવ છે, અહીંયા સામૈયા સરખા થાય, અહીંયા અનુષ્ઠાનો સરસ થાય, આવા પ્રકારનો વિચાર વીતરાગના સાધુ ન કરે. જે સગવડ સાચવીને જ ઉપાશ્રય શોધે છે અને કહે કે ધર્મની પ્રભાવના કરીએ છીએ. આ ક્ષેત્ર પ્રતિબંધ છે. કૃપાળુદેવે મુનિને કહ્યું છે, અમુક ક્ષેત્ર અમારું છે માટે ત્યાં જવું તો એ વિચરણ વીતરાગના માર્ગમાં નથી. બીજે હોય તો ભલે હોય તો આ છે ક્ષેત્રબંધ. ૫૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર પૂજા સત્કાર જ્યાં મળે, આબોહવા સારી હોય, હવા પાણી સારા હોય, અનુકુળ ક્ષેત્ર હોય, આવી વાત સાધકને ન હોય, તો ક્ષેત્ર એ પણ પ્રતિબંધ છે. કાળ પ્રતિબંધ : આ ઋતુમાં અહીંયા ન જવાય. આ સમયે અહીં બહુ ગરમી હોય. ચૈત્ર મહિને કાંઈ ઈડર ન જવાય. જ્ઞાની કહે છે સાધકને સાધનાકાળમાં આવા કોઈ પ્રતિબંધ ન હોવા જોઈએ. ભાવ પ્રતિબંધ : મારાપણાનો ભાવ. આ મારાં છે. એટલે અહીં જવું. એ ભાવ પ્રતિબંધ. ‘વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.’ કોઈપણ જગ્યાએથી કોઈપણ વસ્તુ તારે મેળવવાની જ નથી. કોઈ વસ્તુની અનુકુળતા શોધવાની જ નથી. ‘વીતલોભપણું એટલે શું? જેમ ‘વીતરાગપણું’ સમજવું કઠિન છે. તેમ વીતલોભપણું સમજવું કઠિન છે. અને આ ‘વીતલોભ” શબ્દ ‘અપૂર્વ અવસર' સિવાય ક્યાંય આવતો નથી. આ જબરજસ્ત શબ્દ છે. બીજી જગ્યાએ રાગદ્વેષ રહિતપણું આવશે. પણ આ તો ‘વીતલોભ” જો. અનુપમ શબ્દ છે. કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી. એટલે કોઈપણ પ્રકારનાં પ્રતિબંધ એને બાધારૂપ થતાં નથી. એવી રીતે વિચરવું. ‘વિચરે ઉદય પ્રયોગ.”આ સંગુરનું લક્ષણ કૃપાળુદેવે કહ્યું છે. આ ‘વિચરવું ઉદયાધિન પણ વીતલોભ જો.’ એ કૃપાળુદેવે પત્રાંક૪૩૦માં કહ્યું છે. ‘દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, એ ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય. અથવા નિગ્રંથ થવાતું હોય તો તે તીર્થંકર દેવના માર્ગમાં નહીં પણ સંસારના માર્ગમાં છે.” જો કોઈ પ્રતિબંધની વાત કરે તો તે ભગવાનના માર્ગમાં નથી. ૫-૮૩૩માં ભગવાન કહે છે, “સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી, અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબદ્ધ થઈ, નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમપુરુષોને નમસ્કાર.’ ‘તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમપ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈપણ પ્રકારનું પ્રતિબંધપણું વર્તતું નથી.’ આંક-૪૦૦. કૃપાળુદેવનાં એક એક પત્ર જોતા જાવ. પાનું ફરે અને સોનું ઝરે. વચનામૃતનું એક એક પાનું લો રત્નચિંતામણિ આવ્યા જ કરે, આવ્યા જ કરે. એક એક પાનું ફેરવો અને વીતરાગતાના અપૂર્વ સંદેશ-અભુત સંદેશ જયાં ગાયા છે એને કહેવાય અપૂર્વ અપૂર્વ અવસર અવસર.” અમે વીતલોભપણે રહીને વિચરીએ એવો અપૂર્વ અવસર હે નાથ ! હે પરમાત્મા! હે સર્વજ્ઞ! અમારા જીવનમાં ક્યારે આવશે? કે અમે ઉદયાધીનપણે રહીને વિચરીએ. પંચ વિષય ભોગવીએ છતાં એમાં રાગદ્વેષથી વિરહિત થઈએ, પંચ પ્રમાદ હોય તો પણ અમારા મનને ક્ષોભતા ન થાય., જેનાથી આખો સંસાર ઘેરાયેલો છે એવા પ્રતિબંધમાં રહીએ તો પણ વીતલોભ રહીએ. વીતરાગ થવું છે પણ એની ભૂમિકા વીતલોભની છે. આવું વીતલોભપણું અમારા જીવનમાં ક્યારે આવે? આ રીતે રહે છે એવા મહત્પષોને નમસ્કાર છે. એટલે કપાળુદેવ પત્રાંક૧૯૪માં કહે છે કે “જીવને હજુ સુધી માર્ગ મળ્યો નથી. તે ક્યારે મળે?’ તો કહે ‘ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે એવા પુરુષોના ચરણોને સેવ્યા વિના, તેના પ્રત્યે દૃઢ પ્રેમ થયા વિના, સનું સ્વરૂપ સમજાતું નથી. અને એવું થયે જીવ જેના ચરણાવિંદ સેવ્યાં છે તેની દશાને પામે છે.” આપણે વીતરાગ થવું છે તો વીતરાગ દશા પ્રાપ્ત કરવી પડશે. આવી દશા કોની છે? તો કહે ‘ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે એવા પુરુષની.” અપ્રતિબદ્ધપણું એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે ક્યાંય બંધાતો નથી. જે ક્યાંય રોકાતો નથી. એવા પુરુષની દશા આપણે પ્રાપ્ત કરવી છે. માટે જ્ઞાની ના ચરણાવિંદ સેવીએ. આ સતુપુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરે. . ૫૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સ્વાધ્યાય - 3 નિગ્રંથનું દ્રવ્ય ચાત્રિ - (ગાથા - ૭,૮,૯) સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી સાધક નિગ્રંથ પદની અભિપ્સા કરે છે. ઝંખના કરે છે. કારણ કે હવે આત્માની મુક્તિનું લક્ષ બંધાઈ ગયું છે. ‘કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ.’ હવે બીજા કોઈ વિકલ્પ રહ્યાં નથી. વિકલ્પ ચાલુ જ રહે તો એ જ્ઞાન થયાનું લક્ષણ નથી. જ્ઞાન થાય એટલે વિકલ્પ ટળી જાય. એને તો હવે એક જ વાત છે. સિદ્ધપદની પ્રાપ્તિ, અને સિદ્ધપદથી ઓછું કશું જ જોઈતું નથી. કશું જ ખપતું નથી. અને સિદ્ધપદની પ્રાપ્તિ માટે નિગ્રંથ પદ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ‘ન અન્ય પંથાઃબીજો કોઈ ટુંકો માર્ગ નહીં. જો બીજો કોઈ ટુંકો માર્ગ હોત તો અનંતા સિદ્ધો, અનંતા કેવળીઓ, અનંતા તીર્થંકરો એ બીજા માર્ગે ગયા હોત. પણ આ બધા જ જ્ઞાની ભગવંતોએ નિગ્રંથ પદની આરાધના કરીને પછી જ સિદ્ધપદની પ્રાપ્તિ કરી છે. એટલે જ ભગવાન કુંદકુંદાચાર્યે કહ્યું, ‘શ્રમણો, જિનો, તીર્થકરો, આ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા, નમું તેમને, નિર્વાણના તે માને.’ નિર્વાણનો માર્ગ તો એક જ છે. મોક્ષના માર્ગ બે નથી. પરમકૃપાળુદેવે પત્રાંક-પ૫માં કહ્યું છે. “મોક્ષના માર્ગ બે નથી.’ આવી નિગ્રંથપદની સાધના કરનાર એ સાધકે નિગ્રંથદશાના લક્ષણો આપણને બતાવ્યા. નિગ્રંથનું ભાવ ચારિત્ર કહ્યું. ગાથા નં. ચારમાં કહ્યું કે, ઘોર પરીષહ અને ઉપસર્ગના ભયથી પણ જેનો અંત ન આવે એવી આત્મસ્થિરતા. મન-વચન-કાયાના યોગનું સંક્ષેપપણું. હવે તો બધું સમેટવાનું છે. જે દિવસે સમ્યક્દર્શન થયું તે દિવસે સંસાર તો સમેટાઈ ગયો. નિશ્ચયથી. હવે દેહ છે ત્યાં સુધી એને મન-વચન-કાયાના યોગ છે. તો તેની પ્રર્વતનાને પણ સંક્ષિપ્ત કરવી છે. એટલે ગાથા નં. પાંચમાં કહ્યું કે, આ મનવચન-કાયાના યોગની પ્રર્વતના પણ હવે માત્ર સંયમના હેતુથી જ થાય. સંયમના હેતુ સિવાય કંઈ નહીં. એ પ્રર્વતના થતાં સતત જાગૃત રહે કારણ કે કેવળજ્ઞાન થતાં સુધી આ પ્રવૃત્તિ ચાલુ જ રહે છે. આત્મ સ્થિરતાનું સાતત્ય જળવાતું નથી. એટલે સાધક કહે છે કે એને માટે સ્વરૂપનો લય અને જિનેશ્વરની આજ્ઞા આ બે આલંબન છે. બારમા ગુણસ્થાનકના અંત સુધીની સ્થિતિએ જ્યાં સુધી જીવ અપૂર્વ અવસર પહોંચ્યો નથી ત્યાં સુધી આ એની મુડી છે Balance અને cheque છે. સ્વચ્છેદે વર્તન કરવા જાય તો સમ્યફદર્શન હોવા છતાં ચુકી જવાય. એટલે સ્વરૂપનો લક્ષ અને જિનેશ્વરની આજ્ઞા બન્ને જોઈશે. સ્વરૂપનો લક્ષ એ નિશ્ચય છે અને જિનેશ્વરની આજ્ઞા એ વ્યવહાર છે. જો વ્યવહારનો છેદ ઉડાડીએ તો જિનેશ્વરની આજ્ઞાનો છેદ ઉડી જાય. એ તીર્થ છે. એટલે ‘સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો.’ અને ‘તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં’ કારણ કે છેવટે તો એકાંત એવા પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. એટલે વ્યવહારને ઊભો નથી રાખવો. પણ ક્રમ સમજવો જોઈએ. વસ્તુનું સ્વરૂપ સ્યાદ્વાદથી સમજવું જોઈએ. અને જ્યારે પોતાનું આત્મસ્વરૂપ પૂર્ણ પ્રગટે અને કષાયમાત્રનો નાશ થાય, મોહ નામનું કોઈ કર્મ રહે નહીં ત્યારે એ પ્રર્વતના પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય. છઠ્ઠી ગાથામાં કહ્યું કે નિગ્રંથને મન-વચન-કાયાના યોગથી પ્રર્વતન તો થાય પણ પાંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતપણું હોય. અને પંચ પ્રમાદમાંથી જો કોઈ પ્રમાદની સ્થિતિ આવે તો મનમાં ક્ષોભ ન થવો જોઈએ. મન ચલાયમાન ન થવું જોઈએ. મન જરા પણ વિક્ષેપ ન પામવું જોઈએ. મન જો વિક્ષિપ્ત થઈ જાય તો સ્થિરતા ડગી જાય. આત્માની સ્થિરતા ડગે અને એક્વાર જો મનમાં ક્ષોભ થાય તો કાયામાં ક્ષોભ થયા વિના રહે જ નહીં. કાયામાં ચપળતા આવે. ચંચળતા આવે અને મન-વચન-કાયામાં જ્યારે ચંચળતા આવે ત્યારે આત્મપ્રદેશોમાં સ્પંદન થાય. એ કંપન થાય. એ કર્મની સ્થિતિ બને છે. કૃપાળુદેવે માર્ગની સ્પષ્ટતા એટલી સરસ રીતે કરી છે. વીતરાગના માર્ગને ક્યાંય પણ ન્યુનાધિક કહ્યો નથી. આટલી મધ્યસ્થતા ક્યાંય પણ જોવા નથી મળતી. કારણ કે જગત નયવાદમાં અને મતાગ્રહમાં ખેંચાઈ ગયું છે. આગ્રહ એ જ ધર્મનું સ્વરૂપ થઈ ગયું છે અને અહીં આ શ્રીમદ્ રાજચંદ્ર નામનો એક પુરૂષ અધ્યાત્મિક પુરૂષ-વીતરાગના સનાત્તન માર્ગનો પ્રતિનિધિ અનાગ્રહનું પ્રતિક બનીને આવ્યો છે. કૃપાળુદેવને ઓળખવા માટે આપણે એના આ અનાગ્રહ સ્વરૂપને ઓળખવું જોઈશે. તો જ આ પુરૂષ કેટલો લોકોત્તર હતો એનો આપણને ખ્યાલ આવશે. કૃપાળુદેવ કહે છે પંચ પ્રમાદ- મદ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા આ પાંચ પ્રમાદમાં પણ મનનો ક્ષોભ ન થાય અને જ્યાં સુધી કાયા છે ત્યાં સુધી પ૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર ઉદાયાધીન વિચરવું પડશે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પ્રતિબંધ વગર ઉદયાધીન પણ વીતલોભ વિચરવું. કશું જ મેળવવાની જેની કોઈ આકાંક્ષા નથી. જેને કોઈ સ્પૃહા નથી, એવા વીતલોભ. સત્પુરૂષનું લક્ષણ- “અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.” ગુપ્ત, અંતરમાં સ્પૃહા નથી. બાહ્યથી દેખાય કે ભગવાન અહીં ગયા, ત્યાં ગયા - અહીં ચાતુર્માસ કર્યા. પણ એ વિચરવું ઉદયાધીન છે. આ મહાપુરૂષોની આચરણ એવી જ હોય કે જેને અંતરંગમાં કોઈ સ્પૃહા નથી. બાકી તો કાંઈ કહ્યું જાય એમ નથી. આમ કૃપાળુદેવે આપણને સપુરૂષનું ઓળખાણ કરાવ્યું છે. આવા મહપુરૂષના પંથે જાવું છે. આવો અવસર અમને ક્યારે મળે? હે આત્મા! તેં અવસર માટે જીવનમાં કેટલા આરંભ સમારંભ કર્યા, કેટલાય અવસર માણ્યા, કેટલાના તેડા કર્યા. પણ હે જીવ ! જીવનમાં આવો અપૂર્વઅવસર ક્યારે આવશે? આ નિગ્રંથની અંતરની ભાવ સ્થિતિ શું છે તે બતાવ્યું. હવે ગાથા ૭-૮-૯માં એમનું દ્રવ્ય ચારિત્ર કેવું હોય? આ સમ્યફદર્શન થયા પછી નિગ્રંથપદની ભાવનાની વાત ચાલે છે. નિગ્રંથનો ભાવ સંયમ કેવો હોય? દ્રવ્ય સંયમ કેવો હોય? ભાવ સંયમની સ્થિતિ આપણે જોઈ. હવે એનું દ્રવ્યચારિત્ર. એ સંસારમાં છે તો એને કાંઈક વ્યવહાર પણ હશે જ. અને વ્યવહાર હોય પણ ખરો. કારણ કે દેહ છે એ જ વ્યવહારનું સ્વરૂપ છે. અને દેહથી મોક્ષ હોય તો વ્યવહારથી પણ મોક્ષ થાય છે. ‘ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો;ક માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.’ અપૂર્વ - ૭ આ નિગ્રંથના ભાવ સંયમની વિચારણા કરીએ છીએ. આ મુનિ દશામાં ગયેલ સાધક જીવમાં કષાયનું સ્વરૂપ કેવું હોય? આ જીવને ૨ખડાવનાર તો કષાય છે. અનંતાનુબંધી કરો કે થોડા ભવ કરો. પણ ભવનું કારણ કષાય છે. તો જો કષાય નથી તો ભવનું બંધન નથી. જ્ઞાની હવે અહીં કષાયનું સ્વરૂપ સમજાવે છે. આ જીવ મન-વચન-કાયાના યોગનું પ્રવર્તન તો સ્વરૂપના લક્ષ અને જિનેશ્વરની અપૂર્વ અવસર આજ્ઞાએ સંક્ષિપ્ત કરે. પણ એના કષાયનું શું થાય? કષાયના જે કર્મ છે તે ઉદયમાં આવે ત્યારે શું કરવું? તો કૃપાળુદેવ પહેલું કહે છે. મુખ્ય કષાય ચાર છે. આખા જૈન દર્શનને સમજવા માટે આ ચાર કષાય કહ્યાં જેનો રાગ-દ્વેષ એ બેમાં સમાવેશ થઈ જાય. અને રાગમાં બધું આવી જાય. આ ચાર કષાયને જીતવા- એની ભાવદશા કેવી જોઈએ? તો કહે છે, ‘ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. ક્રોધ ઉદયમાં આવે તો એ ક્રોધ પ્રત્યે ક્રોધ કરે. ક્રોધ ઉદયમાં લાવનાર નિમિત્ત પ્રત્યે ક્રોધ ન કરે. નિમિત્ત- કોઈ આપણું અહિત કરે, કોઈ આપણી વસ્તુ છીનવી લે, આપણાથી પ્રતિકૂળ વર્તના કોઈની થાય અને આપણને કેસ ન આવે એટલે એ નિમિત્ત બન્યા. કારણ બન્યા. આપણી વસ્તુ કોઈના હાથથી તુટી ફુટી જાય. આ બધાં નિમિત્તના કારણ છે. આ ક્રોધ આવવા માટે પૂરતા કારણો છે. તે સમયે આ નિગ્રંથપદમાં રહેલો સાધક શું કરે? એ મુનિ દશામાં છે તો ‘ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા.’ એને ક્રોધ જ્યારે થાય, ક્રોધના સંયોગો કે ક્રોધનાં કારણો જયારે ઊભા થાય, ક્રોધનાં નિમિત્તની રચના કયારે થાય તે સમયે, એ ક્રોધ કરે. પણ બાહ્ય નિમિત્ત ઉપર ક્રોધ ન કરે. પર નિમિત્ત ઉપર ક્રોધ ન કરે. એ પોતાનાં ક્રોધ ઉપર જ ક્રોધ કરે. કૃપાળુદેવે ક્રોધ ઉપર ક્રોધ કેવી રીતે કરવો તે ઉપદેશનોંધ ૩૬માં સમજાવ્યું છે. ‘ક્રોધાદિ કષાયનો ઉદય થાય ત્યારે તેની સામા થઈ તેને જણાવવું કે તે અનાદિ કાળથી મને હેરાન કરેલ છે. હવે હું એમ તારૂં બળ નહીં ચાલવા દઉં.' ક્રોધને કહેવું કે હવે હું તારૂં બળ નહીં ચાલવા દઉં. ક્રોધની સામે થવું. જેમ સંસારમાં આપણે એક બીજાને, સાસુ વહુને- સમોવડિયાને વેવાઈવેલાને કહીએ છીએ કે હું હવે નહીં સાંખી લઉં. તમારી સામે બોલતા નથી એટલે? આ આપણે બહારના ઉપર ક્રોધ કરીએ છીએ. જ્ઞાની પુરૂષ કહે છે કે તારે ક્રોધ પ્રત્યે ક્રોધ કરવાનો છે. તું એ ક્રોધના ઉદયને કહ્યું કે હે ક્રોધ! તેં મને અનાદિથી હેરાન કર્યો છે. હવે તારૂં બળ ચાલવા નહીં દઉં. આજ સુધી હું તરત જ તને શરણે થઈ જતો હતો. જરાક કાંઈક થાય કે આવેશ આવી જાય અને ક્રોધનો પારો ઉપર ચડી જાય. Highly inflammable not to be loose shunted એવું પેટ્રોલના પ૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર ટેન્કર પર લખ્યું હોય, કે આ જલદ પદાર્થ છે. આનું શંટીગ જરાયે ઢીલું રાખતા નહીં. ખટારો જતો હોય તો પણ લખ્યું હોય કે Keep the distance. એક ક્રોધી વ્યક્તિને પાટિયું નથી માર્યું. પણ બધાયે જાણે છે કે આને બોલાવાય નહીં આને વતાવાય નહીં. કારણ કે તેજાબી મગજનો છે. હાલતાં વાંકુ પડી જાશે. અને જરાક કાંઈક થાશે તો વિચાર પણ નહીં કરે કોના કારણે થયું અને એનો ક્રોધ ભભૂકી ઊઠશે. અને પાછો ઉપરથી એમ કહેશે કે હું સાચો છું ને એટલે મને ક્રોધ છે. સાચાનું લક્ષણ ક્રોધ નથી. સત્યનું લક્ષણ ક્રોધ નથી. વીતરાગ વિજ્ઞાન પ્રમાણે તો સત્યનું લક્ષણ ધૈર્ય હોય. અનાદિકાળથી આપણે આજ સમસ્યા (Problem) માંથી મુક્ત થતા નથી એટલે જ્ઞાની સમજાવે છે કે જે કરવાનું છે તે આ કરવાનું છે કે કર્મના બંધના કારણની છેદકદશા ઊભી કરવાની છે. અને કર્મબંધના કારણોની છેદકદશા ઉત્પન્ન ન કરી તો બીજું ગમે તેટલું કર્યું તો પણ શું વળશે? માટે પહેલું કારણ ક્રોધ. એને જણાવવું કે, હું હવે એમ તારૂં બળ ચાલવા નહીં દઉં. હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠો છું.’ ‘ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા.’ હવે એ પોતાના ક્રોધી સ્વભાવ પ્રત્યે ક્રોધ કરશે. પોતાના ક્રોધના ઉદય પ્રત્યે ક્રોધ કરશે. સતત જાગૃત છે. પોતાને ક્રોધ આવવાનો હોય તો એક સેકન્ડની અંદર પકડી લે છે. અને તરત શાંત થવાનો પુરૂષાર્થ કરે છે. જ્ઞાનીઓ કહે છે કે ક્રોધ આવવાનો હોય તો નવકારમંત્રનો જાપ કરો. ક્રોધ આવવાનો હોય તો પરમપુરૂષના ચિત્રપટ અને મુદ્રાને નજર સામે લાવો. ક્રોધના સંયોગો ઉત્પન્ન થાય કે તરત જ પકડી લ્યો કે આપણને હમણાં ક્રોધ આવશે. માટે તે સમયે મૌન. ખમી ખાવ. શાંતિ રાખો. ધીરજ રાખો. થવાનું છે તે જ થવાનું છે. ‘બનનાર તે ફરનાર નથી. અને ફરનાર તે બનનાર નથી.” ગમે તેટલો ક્રોધ કરીશ તો પણ જે સ્થિતિ નિર્માણ થવા સર્જાયેલી છે તે નિર્માણ થઈ ને જ રહેવાની છે. જો આવી શ્રદ્ધા હોય તો ક્રોધ કરવાનો મતલબ શું છે? શું કામ ક્રોધ કરે છે? જ્ઞાનીઓએ ક્રોધનું લક્ષણ કહ્યું છે કે ક્રોધ પોતે તો સળગે, જેને થાય તેને સળગાવે પણ બાજુવાળાને પણ સળગાવે. એક ક્રોધી માણસ પરિવારમાં આવી ગયો તો આખા પરિવારનો સંસાર ઉજાડી નાખે. અને એક શાંત વૃત્તિવાળો માણસ પરિવારમાં આવ્યો તો આખા પરિવારને શાંતિ આપે. અપૂર્વ અવસર ‘આગ ઉઠે જે ઘર થકી, પહેલું તે ઘર બાળે; જળનો જોગ જો નવિ મલે, તો પાસેનું પ્રજાળે.’ ‘કડવાં ફળ છે ક્રોધનાં.' ઉદયરત્ન મહરાજ ક્રોધનું લક્ષણ બતાવતાં કહે છે કે આ ક્રોધ તો બે રીતે મારે. ક્રોધ જેને થાય તે તો સળગી મરે પણ એના સંગ-પ્રસંગમાં આવતા જીવો પણ અશાતાને પામે. જેના ઘરમાં ક્રોધી સ્વભાવ હોય, તેના ઘરમાં અશાંતિ અને અશાતા સિવાય બીજું શું હોય? એને શાંતિ શું ? સમાધિ શું? એની ખબર જ ન પડે અને સંસારની એવી પરિસ્થિતિ કે જે આપણા વશની વાત નથી એની સામે આપણે ક્રોધ કરીએ છીએ. સંસાર અનાદિથી આમ જ ચાલે છે એ સ્વિકારી લે ને! સંયોગોનો સ્વિકાર કરતાં શીખી લઈએ. વસ્તુ છે તો ભાંગ-તુટ થાય. વધ-ઘટ થાય. એ તો જડ પદાર્થ છે. જડ પદાર્થમાં નિત્યતા કે શાશ્વતતા ક્યાંથી હોય? ‘ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. ક્રોધ એ આત્માનો સ્વભાવ નહીં પણ વિભાવ છે. તેથી તેનો (ક્રોધનો) ઉદય આવે ત્યારે તેને પોતાના કર્મનો ઉદય સમજવાથી તેની સાથે લડવાની શક્તિ સાધકમાં આવે છે. આ મારો સ્વભાવ નથી. પણ કર્મનો ઉદય છે અને કર્મની સામે મારે મોરચો માંડવાનો છે. આવું એને ભાન હોય, આવી એનામાં જાગૃતિ હોય તો સાધકમાં ક્રોધ પ્રત્યે લડવાની વૃત્તિ આવે છે. ઘણાં પ્રશ્ન કરે છે કે જૈનદર્શન અહિંસાની વાત કરે છે અને એમાં પહેલી જ વાત આવે ‘નમો અરિહંતાણં' અરિને જેણે હણી નાખ્યા છે તો આ તો હણવાનીહિંસાની વાત થઈ. એમ કેમ? ‘અરિહંત’ એટલે અરિ ને હણનાર. અરિ એટલે અંતરશત્રુઓ. અંતરશત્રુઓનો જેણે નાશ કર્યો છે તે અરિહંત. એણે તો પોતાનાં ક્રોધ-માન-માયા-લોભ-મોહ-મત્સર- એ ષડરીપુ (છ-દુઃશ્મનો)નો નાશ કર્યો છે તે અરિહંત. અહિંયા હણવાની વાત છે પણ તે જગતના જીવોને હણવાની વાત નથી. પોતાના અંદરના કષાયરૂપ શત્રુને હણવાની વાત છે. કોઈએ પ્રશ્ન કર્યો કે ‘સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને.’ એમાં ‘છેદવું' તે હિંસાનો શબ્દ છે અહીં કેમ વાપર્યો? ભાઈ ! આમાં તારી Dictionary નહીં ચાલે. તું વીતરાગની Dictionary લે ભાઈ ! તું વીતરાગની ભાષા સમજ. એનું વિજ્ઞાન સમજ. એની આજ્ઞા સમજ. અને એ સમજવા માટે શબ્દની જરૂર નથી. એ શબ્દની પાછળ રહેલાં ભાવની જરૂર છે. એની પાછળ રહેલાં આશયને ૬૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સમજવાની જરૂર છે. એ શબ્દની પાછળ રહેલો પરમાર્થ સમજવાનો છે. ‘ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા.” ‘માન પ્રત્યે તો દીનપણાનું માન જો.’ અને માન જ્યારે જીવનમાં જાગૃત થાય, હું મોટો, હું પૈસાદાર, મને બધા પૂછવા આવે, મારું માન રાખવું જોઈએ. જ્યારે આવું સત્તાનું, ધનનું, લક્ષ્મીનું, પદનું, પ્રતિષ્ઠાનું, કુટુંબનું, જાતિનું, માન જીવમાં ઘર કરી જાય અને માનને કારણે જયારે જીવમાં કષાય થાય તો તે સમયે સાધક એમ વિચારે કે ‘દીનપણાનું માન.” હે પ્રભુ ! હું તો તારા દાસનો પણ દાસ છું. કૃપાળુદેવ કહે છે કે “અમે તો મુમુક્ષુઓના દાસ છીએ.’ મુમુક્ષુઓનો ભગવાન આમ કહે છે કે, “અમે તો મુમુક્ષુઓના દાસ છીએ.” દીનપણું. આ જગતમાં જે જીવો પ્રભુની ભક્તિ કરે છે, આત્માની આરાધના કરે છે તે સર્વે જીવોનાં અમે દાસ છીએ. ‘અમને તો તેવા ભક્તોનું દાસત્વ નિરંતર પ્રિય છે.” કૃપાળુદેવ- ભોજો ભગત, નિરાંત કોળી, નરસિંહ, મીરા- આ બધાને માટે લખે છે કે ભલે એ લોકો કોઈ પણ દશાએ પહોચ્યા હોય, પણ પોતાની સમજણ પ્રમાણે એ પરમતત્ત્વની આરાધના કરી રહયા છે. માટે અમને તો એમનું દાસત્વ નિરંતર પ્રિય છે. આ પુરૂષની દશા તો જુઓ ! નિગ્રંથદશામાં વિહરમાન આ પુરૂષ, જેનો દર્શનમોહ વ્યતિત થઈ ગયો છે, સિદ્ધપદનો આરાધક થયો છે, નિગ્રંથપદની આંતરભૂમિકા તો છે પણ બાહ્ય ભૂમિકામાં જવા માટેની ઝંખના છે અંતરંગમાં તો નિગ્રંથતા જ છે- એ પુરૂષ જગતના આત્મઆરાધકોને વંદના કરે છે. આવું ‘માના પ્રત્યે તો દીનપણાનું માન.પૂ. કાનજી સ્વામીએ સરસ રીતે આ સમજાવ્યું છે. એ કહે છે, “સાધકને પૂર્ણ શુદ્ધ પરમાત્માસ્વરૂપની પ્રતીતિ અંતરમાં વર્તે છે. તેથી જાણે છે કે મારી વર્તમાન દશામાં અસ્થિરતાને નબળાઈને લીધે હું પામર છું હું પરિપૂર્ણ નથી. કારણ કે વર્તમાનમાં જે મારી સ્થિતિ છે એમાં સંપૂર્ણ વીતરાગતા પ્રગટી નથી અને જ્યાં સુધી સર્વજ્ઞપણું કે કેવળજ્ઞાન પદ સિદ્ધ થયું નથી ત્યાં સુધી હું પામર છું.’ પ્રત્યેક છદ્મસ્થની આ ભાવના હોય બારમાં ગુણસ્થાનકના અંત સુધી હું પામર છું પ્રભુજીએ કહ્યું હતું કે, “આપણે બધા તો પામર છીએ આ એક જ આપણા ગુરૂ કૃપાળુદેવ સમર્થ છે. આની સમર્થાઈનો કોઈ માપ નથી આપણે એનું અપૂર્વ અવસર માપ લઈ શકીએ એવું આપણું ગજુ નથી.’ અને આવી જબરજસ્ત વિભૂતિએ પણ કહ્યું કે, ‘જો -જો અમને વળગી ના પડતા.” કૃપાળુદેવને ભુલશો નહિ, વડવાના સ્થાપક ભાઈશ્રી પોપટભાઈએ પણ મુમુક્ષુઓને- પંચભાઈની પોળમાં છેલ્લા શબ્દો એ કહ્યાં કે, ‘તમને ઘણો અમારા પ્રત્યે આદર છે, પણ અમારી તમને એક જ શિખામણ છે કે કૃપાળુદેવને ભૂલશો નહિ.” બીજાને ગળે વળગવામાં આ પુરૂષની ગૌણતા થાય, તો જીવને એના જેવું બીજું અકલ્યાણનું એક કારણ નથી. હાથમાં આવેલો હીરો ફેંકી દેવા જેવું થશે. માટે ક્યારેય મનમાં વિકલ્પ નહીં કરવાનો. પ્રભુશ્રીએ કહ્યું તેમ આપણે બધા સાધક છીએ. અને આ પુરૂષની પાસે તો આપણે બધા પામર છીએ. આ તો સાક્ષાત્ પરમાત્મા છે. અને એ એમણે પોતે જ કહ્યું છે કે, ‘અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ.” આ એક કળિકાળનું આશ્ચર્ય છે. અને એમાં આપણે શંકા કરવાની નથી. સાક્ષાત્ પરમાત્મા સ્વરૂપે આવેલો આ પુરૂષ આપણને તીર્થંકરના માર્ગનો બોધ આપે છે. જે સર્વજ્ઞએ બોધ આપેલો એની દેશનાનું એને અનુસંધાન છે. એટલે કહે છે કે, ‘હું પામર છું અને પૂર્ણ સ્વરૂપનો દાસાનુદાસ છું.” એવો વિવેક હોવાથી વીતરાગી સત્પુરૂષનું બહુમાન કરે છે. પરમાર્થે પોતાના સ્વરૂપની તે ભક્તિ છે. સપુરૂષોનું બહુમાન તે પરમાર્થે પોતાના સ્વરૂપની જ ભક્તિ છે. મારો પૂર્ણ સ્વભાવ હજુ ઉઘડ્યો નથી. માટે અભિમાન કેમ કરૂં? હું પૂર્ણ છું પણ મારો એ સ્વભાવ હજુ ઉઘડ્યો નથી. તો મારે અભિમાન કેમ કરાય? આપણા સ્વરૂપની ભક્તિ કરવાની હોય તો બીજા બધાનો છેદ ન ઉડાડાય. જ્ઞાની પુરૂષો વિવેકથી આ સમજાવે છે કે, હું પૂર્ણ છું પરંતુ મારો પૂર્ણ સ્વભાવ હજુ ઉઘડ્યો નથી.' તે જાણતો થકો તે મર્યાદામાં વર્તે છે. શ્રી તીર્થંકર પ્રભુની મહાનતા પાસે પોતાની પામરતા વિચારવી એ જ માન ગાળવાનો સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. જીવમાં માન આવે તો દીનપણાનું માન કરવું કે, હું અધિકમાં અધિક દીન છું, હું અધિકમાં અધિક દાસાનુદાસ છું. ‘અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું ય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ? વીસ દોહરા. આ નિશ્ચય આવ્યા વિના પરમાર્થના ક્યા સાધન જીવને તારશે? નવ પૂર્વ ભણ્યો હોય કે કૃપાળુદેવ કહે છે એમ ચૌદ પૂર્વ ભણ્યો હોય પણ મિથ્યા માનમાં 33 Page #33 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર રોકાઈ જશે તો જીવને જાણી નહીં શકે. જ્યાં સુધી પરમાત્માસ્વરૂપ પ્રગટ્ય નથી ત્યાં સુધી દીનતાનું માન કર. આપણી સામે આદર્શ તો પરમકૃપાળુદેવ છે. તે પત્રાંક- ૬૮૦માં કહે છે કે, “અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. પણ કર્મબંધનથી દુઃખી થતાં જગતના જીવોની પરમ કારૂણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરૂણા - એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.” એને તો પરમાત્માપણાનું પણ માન નથી. આપણને તો છદ્મસ્થપણાનું અજ્ઞાનનું, મિથ્યાત્વી છીએ ને માન જાગી ગયું છે. એટલે જ જૈનોમાં નવકાર મંત્ર છે. આ પંચ પરમેષ્ઠિપદને નમન કરવાનાં છે. આ વીતરાગ સિદ્ધપદનાં આરાધકની શ્રેણી છે. આના સિવાય બીજી કોઈ શ્રેણી નથી. માટે એનું બહુમાન કર. એને નમસ્કાર કર. એના ગુણગ્રામ ગાવાં. એ સર્વશ્રેષ્ઠ છે. એટલે જિન મંદિર રોજ જવું રોજ જિન પ્રતિમાના દર્શન કરી પરમાત્માની માત્ર સ્તુતિ કરવી. બીજું કાંઈ ન આવડે તો એના ગુણગ્રામ ગાવાં. કપાળુદેવે આ વાતને છ પદના પત્રમાં કેવી સરસ રીતે કહી છે, ‘તેની નિષ્કારણ કરૂણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે.’ કે તું રોજ ભગવાનની સ્તવના કર. પૂ. પ્રભુશ્રી પાસે એક સામાન્ય ખેડૂત આવ્યો હતો અને કહ્યું કે, “પ્રભુશ્રી! તમે મને રોજ નિત્યક્રમમાં આ “વીસ દાહેરા’ ગાવાનું કહો છો. પણ મને તો કાંઈ યાદ રહેતું નથી. અમે તો રાત-દિવસ મજુરી કરવા વાળા માણસ. પ્રભુ ! આ યાદ નથી રહેતું.’ પ્રભુશ્રી કહે, “એમ કર આ એક જ દોહરો રોજ બોલીને ભગવાનની પ્રાર્થના કરજે, ‘કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી, પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. હે પ્રભુ ! હું પાપી છું- અનાથ છું. મારો હાથ ગ્રહણ કરો. તો ખેડૂત કહે, ‘સાહેબ! આટલું પણ યાદ નહીં રહે. આ ફક્ત ‘કરુણામૂર્તિ કહ્યું ને એટલું જ યાદ રહે. પ્રભુશ્રીએ કહ્યું- “બસ, એટલું જ કરજે. બીજું કાંઈ કરીશ મા ! તારું કલ્યાણ અપૂર્વ અવસર થઈ જશે.” પ્રભુશ્રીએ અભયવચન આપી દીધું. સિદ્ધ પુરૂષોનાં, મહપુરૂષોનાં, ગુણગ્રામ ગાવાં, સ્તુતિ કરવી, એની મહાનતાની નિરંતર સ્તવના કરવી. એની પાસે પોતાની પામરતા ઈચ્છવી. આજ છે “માન પ્રત્યે તો દીનપણાનું માન જો.’ ‘માયા પ્રત્યે માયા સાક્ષીભાવની.’ જ્ઞાની કહે છે, માયા થાતી હોય તો તું એનાથી વેગળો થઈ જા અને સાક્ષી બનીને જોયા કર. કે, “હે જીવ ! તું કેવા પ્રપંચ કરી રહ્યો છે. આપણે ખોટું બોલીએ અને ખોટું કરીએ ઘણીવાર- ત્યારે જ્ઞાની એમ કહે છે કે તું તારાથી જુદો થઈ જા અને પોતાને જ કહે કે, ‘તું કેવું ખોટું કરી રહ્યો છે?’ તું તારી જાત સાથે જ માયા કર અને સાક્ષી થઈ જા. ઉદયાધીન જે માયાચાર ચાલતો હોય તે એનો તું સાક્ષી થઈ જા. દા.ત. ખાવું નથી અને ખવાઈ ગયું તો પોતાને જ કહેવું, કે “જોયું? તેં કેવું પાપ કર્યું? આ ખોટું કર્યું ને? ભગવાનની આજ્ઞા નથી તો યે કર્યું ને? ભલે કદાચ જીવ લેપાઈ ગયો, અને માયા કષાયથી ખોટું કર્યું, પ્રપંચ કર્યો, માયાથી જુઠું બોલ્યો પણ પછી મનમાં જો સાક્ષીભાવ આવે તો વિચારે કે, “હે જીવ! તેં આ શેના માટે ક્યું? કોના સારૂં આ નાટક કર્યું.’ આ પોતે જ કરેલી માયાનો સાક્ષી બની જાય છે. આજ સુધી એ માયામાં જોડાઈ જતો હતો. કહેતો કે, “આપણે Practical તો થાવું જોઈએ.’ આ Practical થવામાં જીવ માયા કરે છે. છળકપટ કરે છે. પ્રપંચ કરે છે. છેતરપીંડી અને દંભ કરે છે. અને પાછો એને પોતાનો આવશ્યક ગુણ સમજે છે. એને પોતાની આવશ્યક શક્તિ સમજે છે, એને પોતાની હોંશિયારી અને ચાલાકી ગણે છે. અને પોરસાય છે કે મારા જેવો શાણો જગતમાં કોઈ નથી. ચાલાકી કરીને પાછો ‘કોઈને ખબર ન પડી’ એવું અભિમાન કરે છે. આ માયા છે. જૈન દર્શન કહે છે કે અન્યની સાથે આવો છેતરપીંડીનો વ્યવહાર A sense of deception- આ માયા છે. ત્યારે જ્ઞાની કહે છે કે તું જાતથી જુદો થઈ જા. તેં કરેલી માયાનો તું સાક્ષી થઈ જા. કે “એક થોડા પૈસા માટે તેં આવી માયા કરી?” એક થોડા તારા અભિમાનને પોષવા માટે સગાંસંબંધી સાથે તે આવું જુઠું કર્યું? આવો પ્રપંચ કર્યો? આવો દંભ કર્યો? ખોટું, દંભ, જૂઠ, છળ, કપટ, પ્રપંચ, છેતરપીંડી, જ્યારે થાય ત્યારે જાગૃત થઈ જા અને જીવને પૂછે કે શું કામ કર્યું? નિમિત્ત મળ્યું, પ્રસંગો એવા ઊભા થયા, અવસર આવ્યો, કારણ મળ્યું, Page #34 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર પણ જીવ તું કેમ ચૂકી ગયો? લાભ-અલભની વાત આવી, સ્વછંદ આવ્યો, ક્યાંક મમત્વ હશે, ક્યાંક અહંકાર હશે. તું આ બધી માયા છોડીને સાક્ષી બની જા. પોતાનાં જ પ્રપંચ યુક્ત વ્યવહારનો સાક્ષી બને. મનુષ્ય પોતાની ચાલાકીથી જગત આખાને છેતરી શકે છે પણ જો જાગૃત હોય તો પોતાની જાતને છેતરી શક્તો નથી. જો સાક્ષી ભાવ આવી જાય તો માયાનું સ્વરૂપ તરત જ પકડાય. તરત જ ખ્યાલ આવી જાય અને એ સાક્ષી ભાવ નહીં આવે તો માયા ક્યારેય પકડાશે જ નહીં. વારંવાર દગો દેશે. અભિમાનને પોષશે. ભેળસેળ કરી, છેતરપી ડી કરી, તોલમાપ ખોટાં કર્યો અને પાછું એનું અભિમાન કર્યું. કે, ‘દુનિયા ઝુક્તી હૈ, ઝુકાનેવાલા ચાહિયે'- આ માયાચારીનું Slogan. ‘દુનિયા લૂંટાતી હે, લુંટને વાલા ચાહિયે”- આ પણ માયાચારીનું slogan છે. જ્યારે સાક્ષી ભાવ આવે ત્યારે જીવ વિચારે કે, “કોને તું લુંટવા નીકળ્યો છો? તારે આ દગો-પ્રપંચ-છળ કોની સાથે કરવા છે? અને શા માટે કરવા છે? With Whom? and why? for what? તારા માયાયુક્ત વ્યવહારનો તું સાક્ષી બનીજા. આ માયાચાર એ બહુ ખતરનાક આચાર છે. ભ્રષ્ટાચાર પકડાય છે. ઉઘાડો છે. માયાચાર શાંત છે. ‘મુખમેં રામ બગલ મેં છૂરી.' બગલો ધ્યાનમાં છે. કોઈકને લાગે કે કેટલી એકાગ્રતા છે? કેવો ધ્યાનમાં છે? પણ એ બગલાનું ધ્યાન એ માયાચારનો ઉત્કૃષ્ટ નમુનો છે. બગલો શિકાર માટે ધ્યાનમાં છે. આ માયાચારનું સ્વરૂપ જીવને સમજાવું જોઈએ. દુરાચાર-ભ્રષ્ટાચાર એ પ્રગટ થઈ જાય. જ્યારે માયાચાર એ છૂપો છે અને એને પોતાની જાત સિવાય કોઈ જાણી શક્યું નથી. આપણે કહીએ છીએ વ્યવહારમાં કે, “એક હું અને બીજો મારો ભગવાન જાણે છે.' આ ભગવાન પોતે જ છે. આપણાં પાપનો હિસાબ બીજા કોઈ ભગવાન શું રાખશે? તું જ તારો ભગવાન છે. અને જ્યારે આ વાત સમજાય છે ત્યારે તું માયાનો સાક્ષી બની જાય છે કે આપણે ખોટું કર્યું. આપણે Foul Play કર્યું. રમતમાં જો ખોટું કર્યું અને આગળ આવી ગયા તો અંતર તો ડંખ દે જ. જો જાગૃત હોઈએ તો આ Foul Play એ માયાચાર છે. ‘માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની.’ શરીરથી, દેહથી, કર્મના ઉદયથી ચાલતા વ્યવહારનો તું સાક્ષી બન. એટલે જ જ્ઞાનીઓ કહે છે કે આત્મ નિરિક્ષણ કરો. પોતાનું Have a self introspection- આ સાલી ભાવ ** અપૂર્વ અવસર છે. કૃપાળુદેવ લખે છે કે, ‘રોજ સુતા પહેલાં દિવસ દરમ્યાન કરેલાં કૃત્યોને તું સંભારી જા.’ પુષ્પમાળામાં લખ્યું છે અને જો કોઈ દુષ્કૃત્યુ થયું હોય તો ફરી ન કરવા પ્રતિજ્ઞા કર.” આને જૈન દર્શનમાં પ્રત્યાખ્યાન કહે છે. માયાચારના સાક્ષી બને એ જ પચ્ચખાણ કરી શકે. જે હું ખોટું કરૂ છું એમ જાણતો નથી તો પચ્ચખાણ શું કરશે? દગા વગર અમારો ધંધો ચાલે જ નહીં એમ સમજનાર ક્યાંથી સુધરી શકે? કારણ કે આની શ્રદ્ધા જ ખોટી છે માટે સાક્ષી બની જા. અને હવે- “લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.’ જીવનમાં જ્યારે લોભનો ભાવ ઉદયમાં આવે ત્યારે એ ભાવને વાપરવાની કંજુસાઈ કર. લોભને વાપરવો નહીં. લોભનો તું લોભ કર. એક સંસ્કૃતમાં સુભાષિત છે, ‘લોભાત્ ક્રોધઃ પ્રભવતિ, લોભાત્ કામઃ પ્રજાયતે; લોભાત્ ન મોહાશ્ચ નાશશ્ચ, લોભ પાપસ્ય કારણમ્.' ભાઈ ! લોભ એ ખતરનાક ચીજ છે. સર્વ અનર્થનું મૂળ લોભ છે. ક્રોધ સરળ છે. દેખાઈ આવે. પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કષાય હોય તો તે લોભ છે. સ્પૃહા, કંઈ પણ લેવાની વૃત્તિ, કંઈ પણ સ્વરૂપમાં. પૂજાવાની વૃત્તિ- સત્કારની વૃત્તિ, મારૂં કોઈ બહુમાન કરે એ પણ લોભ, અને કોઈ પદાર્થ કે વસ્તુ મને આપે. અથવા હું કોઈનું કંઈ લઈ લઉં, નજર ચુકવી લઉં, એ પણ લોભ. કેમ કે ત્યાં લેવાની ભાવના છે. જેને આ જગતમાંથી એક પણ પદાર્થ લેવાની ભાવના છે. એને જૈનદર્શનમાં લોભનું સ્વરૂપ કહ્યું છે. એટલે પંચ મહાવ્રતની અંદર એક વ્રત અદ્ભુત મુક્યું છે- વીતલોભ થવા માટે. “અદત્તાદાન.” કોઈ આપે નહીં તો લેવું નહીં. ઈતરમાં એને અજાચક વ્રત કહે છે. કોઈ આપે નહીં તો, જોઈતું હોય તોયે ન લેવું. જરૂરત હોય તોયે ન લેવું. શાસ્ત્રમાં કથાનુયોગમાં એક કથા આવે છે. કે વિહાર કરવા જતાં મુનિઓને રસ્તામાં એક જળાશય આવે છે. તૃષા લાગી છે એટલે ગુરૂ પાસે જળ પીવાની આજ્ઞા માંગે છે. ગુરૂ કહે છે માલીકથી આપ્યા વગર ન પીવાય. કારણ કે ‘દાંત ખોતરવાની સળી, રસ્તામાં પડી હોય તો પણ આપ્યા વગર ન લેવાય એવી શાસ્ત્રમાં મુનિને આજ્ઞા આપી છે.’ સળી એટલે તણખલું. અને તે પણ ખાવા-પીવા માટે નહીં પણ ફક્ત દાંતમાં પેસેલી નડતર દૂર કરવા માટે. તો પણ ન લેવાય. આવું અદત્તદાનનું સ્વરૂપ છે. આ ત્રીજું ૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર મહાવ્રત છે. જીવ કોઈ પણ વસ્તુ જોઈને લોભાઈ જાય. આ લોભ એવો ભયંકર છે કે જીવ કપડામાં, કોઈના ચશ્મામાં, કોઈની લાકડીમાં પણ લોભાઈ જાય. કેવાં કેવાં સાધનમાં મોહ થાય? કોઈ દર્દીની Hindujaમાં બાદશાહીથી ટ્રીટમેન્ટ થતી હોય તોયે જીવ ત્યાં ખેંચાઈ જાય. હે ભાઈ ! તું એવી ઈચ્છા કર કે મારા દુશ્મનને પણ આવી પરિસ્થિતિ ન આવે. આ ભૌતિક સગવડમાં ક્યાં લોભાય છે? પોતાનું આવું અનિષ્ટ ચિંતવન- કે હું માંદો પડું તો હિંદુજામાં આવી બાદશાહી ટ્રીટમેન્ટ લઉં- આવું ચિંતવન એ લોભ નથી તો શું છે? બહેનોને તો વસ્ત્ર કે આભૂષણ જોયાં નથી કે વળગ્યાં નથી. આ ક્યાંથી લીધું? આ સાડી ક્યાં ભરાવી? બોર્ડર ક્યાં મુકાવી? આ લોભ! અદત્તાદાન! લેશમાત્ર પણ ઇચ્છા ન થવી. કારણ કે લોભથી ક્રોધ જાગે છે. એક્વાર લોભ થયો કે લેવાની ભાવના જાગે. લેવાની ઈચ્છા થઈ કે માયા શરૂ થઈ ગઈ. કે કેમ કરીને લઉં? નજર ચુકાવીને લઉં? આટલા પૈસા બચાવી લઉં? કારણ કે મારે આ જ લેવું છે. મૂળ માયામાં લોભ છે. અને માયા કરી ને પ્રાપ્ત કર્યું કે માન જાગૃત થયું. કારણ કે માન વિના માયા ટક્તી નથી. અને માન સામે કોઈ પડકાર કરે એટલે ક્રોધમાં ચાલ્યો ગયો. ‘લોભાત્ ક્રોધ પ્રભવતિ, લોભાત્ કામઃ પ્રજાયતે.’ લોભ હોય એટલે કામના જાગે છે. તૃષ્ણા જાગે છે. વાસના જાગે છે. ‘લોભાતુ ન મોહચ્છ નાશW.’ આ લોભ મોહનો નાશ કરવા દેતો નથી. લોભ છે ત્યાં સુધી મોહનો નાશ થાય નહીં. ‘લોભઃ પાપમ્ય કારણમ્.’ આ જગતમાં જેટલા પાપ કરવામાં આવે છે, તેટલા પાપનું એક માત્ર કારણ લોભ છે. એટલે જ્ઞાની કહે છે ત્યાગ દ્વારા તું લોભનો નાશ કર. લોભ તો સૌથી સૂક્ષ્મ છે એટલે લોભને જીતવા લોભનો લોભ કરવો. લોભ વાપરવામાં કંજુસાઈ કરવી. લોભનો ત્યાગ કરવો અને ત્યાગ દ્વારા લોભને અવકાશ ન આપવો. કોઈ પણ વસ્તુ જોઈએ તો મારે નથી જોઈતી. મારે એની કાંઈ આવશ્યક્તા નથી. આવોઆપણે ત્યાં સાધુ માટે એક શબ્દ છે “નિરિહ.” એટલે ઈચ્છા વિનાનો. અંતરમાં પણ જેને સ્પૃહા નથી એવો. તો હવે પૂછે છે કે, “આ ચાર કષાય ઉપર વિજય ક્યાં સુધી મેળવવો? એનું કોઈ માપ ખરૂં? મૂલ્યાંકન ખરૂં? એની કોઈ સીમા છે?” તો કહે “હા છે.” આ ચારે કષાયને દેહની વિદ્યમાનતા છે ત્યાં સુધી જીતવા. કેવા પ્રકારે જીતવા? એની ઊંચાઈ શું છે?' *૮ | અપૂર્વ અવસર ‘બહુ ઉપસર્ગર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.” અપૂર્વ - ૮ કૃપાળુદેવે આ ગાળામાં આ ચાર કષાય જીતવા માટેનું ઉત્કૃષ્ટ પદ આપ્યું છે કે બહુ ઉપસર્ગ કરે એના પ્રત્યે પણ ક્રોધ નહીં. સામાન્યની તો વાત જ નથી. પણ ‘બહુ ઉપસર્ગર્જા પ્રત્યે પણ ક્રોધ નહિ.’ શૂલપાણી યક્ષ ભગવાન મહાવીર ઉપર કેટલા ઉપસર્ગ કરે છે! અનેક પ્રકારના રૂપને વિકરાવીને ભગવાનને ક્યારેક તીક્ષ્ણ દાંત ભરાવે છે, ક્યારેક નહોર ભરીને ચામડી ઉતરડી નાંખે છે. ક્યારેક કાળચક્ર માથે નાખે છે. સંગમ નામનો દેવ છ-છ મહિના સુધી ભગવાન ઉપર પ્રાણઘાતક ઉપસર્ગ કરે છે. અને જયારે જતી વખતે તેઓ ભગવાન પાસે માફી માંગે છે કે, “ક્ષમા માગુ . આપના સ્વરૂપને ઓળખી ન શક્યો’ તો કહે, ‘ભાઈ! હું કોને માફ કરૂં? ક્ષમા તો શત્રુને હોય. તું તો મારો મિત્ર છો.’ ‘બહુ ઉપસર્ગ ર્જા પ્રત્યે પણ ક્રોધ નહીં. હું જાણું છું કે એણે મારું કાસળ કાઢી નાંખ્યું છે. મને હેરાન કરવામાં બાકી નથી રાખ્યું. તો પણ ક્રોધ નહીં. બાકી સંસારના જીવો તો કાંઈ ઉપસર્ગ નથી કરતા. કોઈ ખરાબ બોલ્યું જો કોઈ ઉંધુ બોલ્યું- ને એમાં જ આપણે વેરની ગાંઠ બાંધીને બેઠા છીએ. અબોલા લઈને બેઠા છીએ. એના ઘેર પ્રસંગે ન જાય. જિંદગીભર વેરઝેરની ગાંઠને મજબુત કર્યા જ કરે છે અને અવસર આવે ત્યારે વેરની ગાંઠ સિવાય બીજું એને કાંઈ યાદ ન આવે. ફક્ત જુનું વેર જ યાદ આવે. અને ક્રોધ હજુ જાગૃત જ છે. જ્ઞાની કહે છે, ભાઈ ! આ ક્રોધને તું શાંત કર. કૃપાળુદેવે મોક્ષમાળામાં ગજસુકુમારનો એક પાઠ આપ્યો છે. જેમાં એના સસરા ગજસુકુમારને માથે અંગારા મુકે છે અને ઉપસર્ગ કરે છે. પણ ગજસુકુમાર ત્યાં ક્ષમા ભાવમાં જ રહે છે કે, ‘જો લગ્ન કર્યા હોત તો પાઘડી બંધાવત જે ફાટી જાત. પણ આ તો હવે મોક્ષની પાઘડી બંધાવી છે.” શું તારો ઉપકાર છે! બહુ ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ ક્રોધ નહીં. અને ‘વંદે ચક્રી તથાપિ ન મળે માન જો.’ ચક્રવર્તી આવીને તારા પગમાં પડે તો પણ માન ન થાય. આટલી હદ સુધી ૬૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર પોતાના માન કષાયને ગાળી નાંખવાનો છે. શાંત કરવાનો છે. ચક્રવર્તી આવીને નમસ્કાર કરે, ચરણસ્પર્શ કરે તો પણ એને માન ન થાય. જોગીન્દર ને સિકંદરની કથા આપણે સાંભળી છે. જોગીન્દર કહે છે. સમ્રાટ તું બાજુ રહે. મારે તારૂં કાંઈ જોઈતું નથી. તું દૂર રહે અને સૂર્યના પ્રકાશને આવવા દે. આવા જોગીન્દરોની આ ધરા છે. ઉપનિષદમાં શિષ્ય ગુરૂને પ્રશ્ન કરે છે, આ જગતમાં ભાગ્યશાળી કોણ? તો કહે, ‘કૌપિનધારી ખલુ ભાગ્યવંતા.' જેણે આ દૂનિયાની અંદર માત્ર કૌપિન ધારણ કર્યું છે. કોઈ વસ્તુની જેને આકાંક્ષા રહી નથી. આવો ચક્રવર્તી જેવો રાજા ચરણસ્પર્શ કરે છે તો પણ જેને માનની લાગણી થતી નથી. કેટલી અદ્ભુત દશા માન કષાય રહિત થવાની. અને અહીં તો પટાવાળો સલામ ન કરે કે છોકરાં માને નહીં તો યે ગુસ્સો આવી જાય. આ વાત અપેક્ષાએ થાય છે. છોકરાઓના વિવેકની અપેક્ષાએ અહીં વાત નથી કરી. આપણા માન કષાયની અપેક્ષાએ વાત કરીએ તો આપણને શું ફરક પડે? એણે વિવેક ર્યો કે ન કર્યો- એનો સંસ્કાર કદાચ નબળો હશે. પણ તારો સંસ્કાર શું છે? કોઈ નમસ્કાર ન કરે તો અહં ઘવાય છે. પોતાને પોતાના અસ્તિત્વનું ભાન એટલું બધું છે- મિથ્યા અસ્તિત્વનું-પોતાના દેહાભિમાન નું માન, પદનું માન, પ્રતિષ્ઠાનું માન, એટલું બધું છે કે- આ માન ગાળવાનું કહે છે. ચક્રવર્તી વંદન કરે તો યે માન ન થાય. એટલી હદે માન ગાળી નાખવાનું છે. ‘દેહ જાય પણ માયા થાય ન રોમમાં,’ જગતના લાભ-અલાભની કે નુકશાન થવાની વાત નહીં. એવું નુકશાન તો કરોડોનું થાય તોયે વાંધો નહીં. કારણ કે જીવતો નર ભદ્રા પામે. માટે સંસારનાં લાભ-અલાભમાં માયા ન કરે. મરી જાઉં, પણ મારો ધર્મ નહીં છોડું. મરી જાઉં તો પણ નીતિ છોડું નહીં. કૃપાળુદેવે પત્રાંક-૪૯૬માં લખ્યું છે, ‘જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ.’ અને પ્રાણ જાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો પણ નીતિના બાંધા ઉપર પગ મુકીને મુમુક્ષ ન ચાલે. કૃપાળુદેવ બે-ત્રણ શ્રાવકો સાથે ચોપાટી ઉપર ફરવા નીકળ્યા છે. અને એક શ્રાવક પૂછે છે, પ્રભુ ! જૈનમાં પ્રમાણિકપણું કેવું હોવું જોઈએ? મુંબઈમાં રાજાબાઈ-ટાવર પાસે- હાઈ કોર્ટનો ગુંબજ હતો. કૃપાળુદેવ આંગળી ચીંધીને કહે છે કે High 90 અપૂર્વ અવસર Courtમાં બેસનાર ન્યાયધીશમાં જેવી પ્રમાણિક્તા જોઈએ તેવી પ્રમાણિક્તા સર્વ સામાન્ય જૈનમાં પણ હોવી જોઈએ. Chief Justice of the High Court- ત્યારે બ્રિટિશરોના વખતમાં એ ન્યાયધીશોની પ્રમાણિક્તાના મુલ્યાંકન હતા. કે જજ બોલે એટલે બસ. એટલો પ્રમાણિક- બધી વસ્તુથી નિરપેક્ષ થઈને એની માધ્યસ્થ વૃત્તિનું એ પરિણામ હોય. એનો વિવેક, એની તટસ્થતા, એની માધ્યસ્થતા એના ચુકાદામાં આવે. લોકો ત્યારે કહેતા, કે જગતમાં હારી જઈશું તો ન્યાય દેવડીએ જઈશું. ન્યાય મળશે. એવી હાઈકોર્ટના જજની પ્રમાણિક્તાની જે દશા- જે ડીગ્રી છે - એવી ડીગ્રી સર્વસામાન્ય જૈનની હોવી જોઈએ. દેહ ચાલ્યો જાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો પણ માયાનું આચરણ કરે નહીં. ગોવાળ કાનમાં ખીલા ઠોકે ત્યારે પણ ભગવાન માયાનું આચરણ કરે નહીં. ‘દેહ જાય પણ માયા થાય ન રોમમાં.’ એક રોમમાં પણ જેને માયાનો અંશ પ્રગટે નહીં. માયાનો વિજય ક્યાં સુધી કરવો? કૃપાળુદેવ લખે છે કે, ‘અશુભ કર્મોનો ઉદય ન હોય તો કોઈ પણ વ્યક્તિ દુ:ખ આપવાને સમર્થ નથી.’ શ્રીમદ્ભુના વચનામૃત એ શાસ્ત્ર છે. અને જો શ્રદ્ધા બેસે તો એક વાક્યમાં બધા શાસ્ત્રનો સાર આવી જાય છે. ‘અશાતા વેદનીયનો ઉદય આવે તે ફળ આપી ખરી જાય છે. તે કાંઈ સ્થાયી રહેતું નથી.’ અશાતા આવે તો તેની કાળ સ્થિતિ પૂરી થાય પછી વેદના આપવા એ ઊભી રહી શકે નહીં. અને તેનાથી આત્માના જ્ઞાન ગુણને કાંઈ હાની થતી નથી. મારૂં સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે. તો અશાતાના ઉદયને કારણે મારા જ્ઞાન ગુણને કોઈ બાધા પહોંચતી નથી. આ વાત સમજવાની છે. ‘લોભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જો.’ પ્રબળ સિદ્ધિ પ્રગટ થઈ હોય, સામે દેખાતી હોય, ઐશ્વર્ય પ્રગટ થાય પણ સહેજ પણ અંદર લોભ પ્રગટ ન થાય. એ સિદ્ધિનો ઉપયોગ કરવાની પણ કામના ન થાય. કેવી લબ્ધિ સનત્ ચક્રવર્તીને એના દેહમાં, મુનિપણું ધારણ કર્યા પછી સોળ પ્રકારના અસાધ્ય રોગો, એક સાથે, અશાતા વેદનીય કર્મ રૂપે ઉદયમાં આવ્યા અને એની સ્થિરતા, એની શાંતિ, એની ધીરતા અને એના સંયમની અડગતા જોઈને દેવલોકમાં એની ચર્ચા થઈ. ચક્રવર્તીની નામના તો દેવલોકમાં પણ હોય છે. ચક્રવર્તી પદ છોડીને જેણે મુનિપદ ધારણ કર્યું છે તેને અત્યારે અસાધ્ય ૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સોળ રોગોનો ઉદય થયો છે. દેવોના વૈદ્ય અશ્વિનીકુમારને કરૂણા થઈ. આવો મુનિ સંયમમાં છે અને રોગને કારણે ક્યાંક એની વૃત્તિની અખંડતા તુટી ન જાય માટે હું એમને ઔષધ દઈને એમની વૈયાવચ્ચ કરૂં. સંયમધારી મુનિની વૈયાવચ્ચ એ પણ જીવનનું એક સુકૃત્ય છે. જ્ઞાની પુરૂષો એ બાહ્ય તપમાં વૈયાવચ્ચને એક તપ કીધું છે. એટલે દેવ બ્રાહ્મણના રૂપે આવે છે અને કહે છે, મને આજ્ઞા આપો તો હું મારી પાસે જે જ્ઞાન છે, ઔષધ છે, જડીબુટ્ટી છે, તેનાથી આપનો ઉપચાર કરૂં અને આપ આ રોગોથી મુક્ત થઈને પછી સંયમની સાધના કરો. અને ચક્રવર્તીએ મોઢામાંથી થુંક લઈને, પોતાને કુષ્ઠ રોગ થયો હતો ત્યાં એ થૂક્વાળી આંગળી લગાડી. તો કાયા કંચનમય બની ગઈ. આટલી લબ્ધિનો ધારક મુનિ ! એટલે એણે કહ્યું કે ઔષધ તો મારી પાસે છે. દેહરોગને મટાડવાનું ઔષધ તો મારી પાસે છે. પરંતુ આ ભવરોગને મટાડવાનું ઔષધ આપની પાસે છે, મહારાજ?” “ના- એ ઔષધ તો નથી.’ ‘તો આપ જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા પધારો.” આટલું સામર્થ્ય, ઐશ્વર્ય, લબ્ધિ પ્રગટ છે છતાં ઉપયોગ ન કરે. મુનિ જો આત્માનો સાચો આરાધક હોય તો પગલે પગલે લબ્ધિ પ્રગટે, “જેમ જેમ આત્માની નિર્મળતા વધે, તેમ તેમ લબ્ધિનું પ્રાગટ્ય વધે.’ કેવી શક્તિ! પણ શક્તિનો ઉપયોગ ન કરે. લબ્ધિનો ઉપયોગ ન કરે. લબ્ધિ નો ઉપયોગ કરવાનો વિકલ્પ મુનિને આવે તો ત્યાં લોભ પ્રવેશી ગયો છે એમ માનવું. મુનિ લબ્ધિનો ઉપયોગ ન કરે. અને જો કોઈ કરતા હોય તો એનામાં મુનિપણાનું લક્ષણ નથી. કૃપાળુદેવે તો કેટલી બધી વાત કીધી છે. આ મુનિપણાની, આચાર્યની કે સાધુની વાત ક્યાં કરશું? તેમણે તો લખ્યું છે, “જે તીર્થંકર છે? – લબ્ધિની વાતમાં ટોચની વાત આપણે લેવાની છે- ‘તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવ આદિને કરે નહીં.’ પ્રશ્ન પૂછળ્યો છે કે, “તીર્થંકર જાય ત્યાં રોગચાળો ન હોય, તીર્થકર જાય ત્યાં સોનાની વૃષ્ટિ થાય તો આટલી લબ્ધિના ધારક હોય તો દુનિયાના સુખ દુઃખ પણ મીટાવી દે ને?” એ બોધિનું દાન કરે. પદ્ગલિક દાન ન કરે. એટલે કહ્યું કે, “જે તીર્થંકર છે તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવ આદિને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થંકર કહેવા યોગ્ય નહીં એમ જાણીએ છીએ, એમ જ છે.” એટલે કહ્યું કે, “આત્મસ્વરૂપથી મહત્ એવું કંઈ નથી. અને આ સૃષ્ટિને વિશે એવો કોઈ પ્રભાવજોગ ઉર અપૂર્વ અવસર ઉત્પન્ન થયો નથી અને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપ પ્રાપ્ત વ્યક્તિને ન હોય અને એમ છે તો પણ તે પ્રભાવજોગને વિશે જો કંઈ પણ ક્તવ્ય ભાસે છે પોતાને તો તે પુરૂષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિશે વર્તે છે.” જો એનામાં લબ્ધિનો ઉપયોગ કરવાની લેશ માત્ર પણ ઈચ્છા જાગી તો સમજવું કે એનામાં લોભ પ્રવેશી ગયો છે. એ આત્માનું અજ્ઞાન છે. કૃપાળુદેવ એને તીર્થંકર કહેવાની પણ માન્યતા આપતા નથી. આપણા ભગવાન કેટલા અધિકારથી વાત કરે છે? એટલે કહે છે પ્રબળ સિદ્ધિ હોય- તેના નિદાન હોય તો પણ તેને લોભ ન થાય. આવી સિદ્ધિ. શ્રી હેમચંદ્ર સૂરિશ્વરજી મહારાજાએ આ વાતને એટલી સરસ મુકી છે, ‘હે મહાવીર સ્વામી ! હે પાર્શ્વનાથ ! તમને નમસ્કાર છે. કારણ કે કમઠ નામનો દેવ તમારા ઉપર ઉપસર્ગ કરતો હોય, અને ધરણેન્દ્ર તમારી સેવા કરતા હોય, ચંડકૌશિક તમારા પગે સર્પદંશ કરતો હોય અને દેવાધિદેવ ઇન્દ્ર તમારા ચરણમાં નમસ્કાર કરતો હોય, મુગુટ ઉતારીને, છતાં પણ એની મનઃસ્થિતિમાં કોઈ ફરક નથી. એવા પાર્શ્વનાથ ! અને મહાવીર ! એવા તીર્થંકર પરમાત્મા તમને અમારા નમસ્કાર છે. આ કષાયની શાંતતાનું સ્વરૂપ છે. આ તો અંતરના કષાયની વાત થઈ. બહાર શું કરવું? ‘નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો.’ અપૂર્વ - ૯ અકષાયી-પણાની મનની ઉત્કૃષ્ટ શ્રેણી જોઈ અને બહારમાં, પ્રસિદ્ધ મુનિ દશાના લક્ષણો પણ જેને વર્તે છે. નગ્નભાવ- નગ્નત્વ, અચલકપણું, દિગંબરપણું. વસ્ત્રમર્યાદા. બન્ને પ્રકાર નગ્ન ભાવમાં આવે છે. દશવૈકાલિક-સૂત્રમાં પણ કહ્યું છે અને કૃપાળુદેવે પણ કહ્યું છે. કે મુનિ જિનકલ્પી થાય તો દિગંબર થાય અને મુનિ સ્થવિર કલ્પી થાય તો વસ્ત્ર ધારણ કરે. એવી મર્યાદા છે. પણ વસ્ત્ર પ્રત્યે મૂછ ન હોવી એ જ મહત્વનું છે. નગ્નભાવ. ભાવ શબ્દ એટલા માટે જ મુક્યો ૩૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર છે. મુંડભાવ-કેશલોચન-જેથી કરીને શરીરનો દેહ ભાવ પ્રબળ ન થાય. અને લોચ શબ્દ મૂક્યો છે. મુનિ હાથેથી પોતાના વાળ ઊતારે છે. કારણ કે શરીર પ્રત્યે જરાપણ માયા હોય, મોહ હોય, આસક્તિ હોય તો શરીર જરાપણ વેદના સહન કરવા તૈયાર ન થાય. પણ મુનિ શરીરની સામે જ્યારે જાય છે ત્યારે લોચ કરે છે. અસ્નાન-મુનિ સ્નાન રહિત છે. ત્યાં કોઈએ પ્રશ્ન કર્યો કે મુનિ સ્નાન ન કરે તો ત્યાં અશુચિ થાય? સ્નાન એને કરવાં પડે કે જેનામાં પાપકર્મ ભરેલાં પડ્યા છે. એક બહુ સરસ નિયમ કહ્યો છે. જેમ જેમ મુનિ દશામાં, એ સાધક આત્મા આત્મસ્વરૂપની સાધનામાં લીન થતો જાય તેમ તેમ એના અશુભ કર્મો સમાપ્ત થતા જાય. સામાયિક, પ્રતિક્રમણ, કાઉસગ્ગ, પ્રત્યાખ્યાન, આ બધાં અશુભકર્મોનો નાશ કરતાં જાય અને અશુભ કર્મોનો જેમ જેમ નાશ થાય, તેમ તેમ અશુભ વૃતિનો નાશ થાય. અને અશુભ વૃત્તિનો નાશ થાય ત્યાં એવા અશુભ પુદ્ગલ પરમાણુઓ પણ રહી શક્તા નથી. આત્મામાં અશુભ વૃત્તિ રહેતી નથી તેમ શરીરમાં અશુભ પુદ્ગલ પરમાણુઓ પણ રહેતા નથી. આત્મા શુદ્ધ થતાં શરીરના પુદ્ગલ પરમાણુ પણ શુદ્ધ થાય છે. આ ખ્યાલમાં રાખવાનું છે. એના સંગનો એને રંગ લાગે છે. અત્યાર સુધી પરમાણુનો રંગ આત્માને લાગતો હતો. પરમાણુની મલિનતા આત્માને લાગતી હતી. આત્મબળથી તે મલિનતા ખસેડી. હવે આત્માની શુદ્ધતા પરમાણુને શુદ્ધ કરે છે. પરમાણુને પલટાવે છે. એટલે તીર્થકર જ્યારે દીક્ષા લે છે, સંયમને ધારણ કરે છે પછી એના કેશ-નખ કાંઈ વધતું નથી અને શરીરની કાંતિ દિન-પ્રતિદિન વધતી જાય છે. અને શુદ્ધ ચારિત્રનો ઉદય થાય ત્યારે તીર્થંકરના દેહ જેવી કાંતિ જગતમાં કોઈની નથી. આપણે આપણા લૌકિક ધોરણ પકડી રાખ્યાં છે. પરમાર્થ ને સમજવા પ્રયત્ન કરીએ. જ્યાં અશુચિ છે તેનું કારણ અશુભ પરમાણુના ઢગલે ઢગલા આપણામાં ખડકાયા છે. આત્મામાં અશુભ વૃત્તિ રહેતી નથી. તેમ શરીરમાં અશુભ પરમાણુ પણ રહેતાં નથી. અશુભ પરમાણુને કેમ શુદ્ધ કરવા? દરેક પદાર્થ પરિવર્તનશીલ છે. અશુભને શુભમાં ફેરવી શકાય છે. કર્મગ્રંથ વાંચીશું તો ખ્યાલ આવશે. અશુભ કર્મને શુભ કર્મમાં ફેરવી શકાય છે. આ તાકાત લેશ્યાની છે. વૃત્તિને પલટાવી શકાય છે. આ અપૂર્વ અવસર લેશ્યાની તાકાત છે. કૃપાળુદેવે એના બનેવીની વૃત્તિને પલટાવી હતી. એમણે કહ્યું કે, વેશ્યા પરિવર્તન કરી શકાય છે. યોગબળથી વેશ્યા પલટાવી શકાય. આત્માની શક્તિ અમાપ છે. કર્મ કરતાં આત્મા મહાન છે. જડ કરતાં ચૈતન્યનો મહિમા વધારે છે આ ગણિત ભુલાવું ન જોઈએ. એટલે કહે છે કે ચંડકૌશિક દંશ દે ત્યારે મહાવીરના અંગુઠે દૂધની ધારા નીકળે. આંખમાં અમીની ધારા વરસે. પ્રભુ બોધ દે ત્યારે મુખમાં અમૃતની ધારા વરસે અને આખા શરીરમાં શાંત રસની ધારા વરસે. જેની કાયા પ્રશમ ઝરતી, સૌખ્ય આનંદ આપે, જેની આંખો અમી વરસતી, ચિત્ત સંતાપ ટાળે; જેની વાણી અમૃત ઝરતી, આત્મનો બોધ આપે, એવા ગુરૂનું દર્શન રૂડું, મુક્તિનો પંથ કાપે.” અરે ભગવાન! તમારા શરીરનું વર્ણન શું કરવું? એટલે “ભક્તામર સ્તોત્ર'ની અંદર માનતુંગસૂરિશ્વરજીએ તીર્થંકરના આ દેહના પરમાણુનું વર્ણન ક્યું છે. કે આવા પરમાણુ જગતમાં ક્યાંય નથી. લોકો અજ્ઞાનતાથી એમ કહે છે કે ‘ભક્તામર’માં ભગવાનના દેહનું જ વર્ણન છે. અરે ! પણ જે આત્માની મહાનતા કારણે જેણે દેહના પરમાણુઓને પણ પલટાવી નાખ્યા છે, શુદ્ધ, શુભ્ર અને પવિત્ર બનાવી દીધાં, વૃત્તિઓને પલટાવી નાંખી એવા પ્રભુના આત્મસ્વરૂપનો મહિમા કેવો હશે? તો અહીં આત્માનો મહિમા ગાયો કે પુદ્ગલોનો મહિમા ગાયો? પણ જીવ જ્યારે એકાંતમાં ખેંચાઈ જાય છે ત્યારે કાંઈ પણ બોલ્યા કરે છે. ધર્મમાં પણ ઘેલછાઓ આવી જતી હોય છે. એમાંની આ એક ઘેલછા છે કે “ભક્તામર’ એ તો દેહનું સ્તોત્ર છે. એમાં આત્માની ક્યાં વાત છે? અરે! આ દેહના પુદ્ગલ પરમાણુ આટલા જબરજસ્ત પ્રભાવશાળી થયાં તે શેના પરિણામે થયા? ત્યાં આત્માની મહાનતા કીધી છે. પણ સમજાવી જોઈએ. ‘અદંતધાવન” એણે દાંત ધોવાનું કે મુખ પ્રક્ષાલન કરવાનું પણ હોતું નથી. કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં. ‘દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો.’ એનો સંયમ દ્રવ્ય અને ભાવ બન્ને રીતે ઉત્કૃષ્ટ હોય. એક પણ સંયમની ત્યાં માફી નથી. (બાદબાકી નથી.) મુનિ આહાર જ એવો લેતા હોય કે મુખની અંદર કોઈ બગાડ ન થાય. ઉ૪ ૭૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર એના આહારમાં મરી-મસાલા ન હોય. એના આહારમાં સ્વાદિષ્ટનો લક્ષ ન હોય. એના આહારમાં સાત્વિક્તા હોય, નિર્દોષતા હોય, પવિત્રતા હોય, શુચિતા હોય, એના આહારમાં પુષ્ટિની ભાવના હોય. કે દેહ પુષ્ટ કરે અને સાધના સ્વસ્થતાથી થાય. આ સિવાય મુનિના આહારમાં કંઈ ન હોય. એટલે મુનિનો આહાર નિરસ હોય. મુનિના આહારમાં વિગઈ ન હોય. કોઈ અભક્ષ્ય પદાર્થ ન હોય અને આ બધી સ્વાદની વસ્તુ છે તે દેહની અંદર સડો ઉત્પન્ન કરે છે. રોગ લાવે છે. આહાર એજ શરીરની વૃદ્ધિ અને વિકાસનું કારણ છે. પણ એ જ આહાર શરીરનાં વ્યાધિ અને વિનાશનું કારણ પણ બની શકે છે. આહાર એક જ છે. શરીરને આહાર લેવો જોઈએ, પણ આહાર વૃદ્ધિ અને વિકાસ માટે લેવો જોઈએ આપણો આહાર વ્યાધિ અને વિનાશ નોતરે છે. આપણે રોજે રોજ કેટલાય રોગોને Invite કરીએ છીએ. આપણે દિવસમાં ત્રણવાર ભાણામાં રોગનું, વ્યાધિનું ભોજન કરીએ છીએ. કારણ કે પવિત્રતા નથી. રસોઈ કરતી વખતે પણ મનની અંદર શાંતિ જોઈએ. નહીંતર રસોઈમાં અશુભતા, અશાંતિ અને ક્રોધનાં પરમાણુ ભળતાં હોય છે. અને આવું જે ખાય અને ખવડાવે તે સળગતાં કોલસા મોઢામાં નાખવા જેવી વાત છે. પરમાત્માની સ્તુતિ કરવી જોઈએ. મુખમાં ભક્તિની લહેરો ચાલવી જોઈએ. શાંત અને સમાધિ ભાવે એક એક જીવોની ક્ષમાપના થતાં થતાં આહાર રંધાવો જોઈએ. જૈન શ્રાવિકાની રસોઈ એવી હોય કે સાધુઓને નિર્દોષ ગોચરી વહોરાવી શકે જેથી એની સાધના બહુ સરસ થાય. હે સંયમી પુરૂષો ! સુખ શાતામાં યાત્રા નિર્વહો છો જી? એમ સંસારના પોતાના સ્વજન પરિવારની જે યાત્રા છે તે પણ સુખરૂપ થાય. જો કે સાચી યાત્રા તો સંયમની છે. માટે આપણો આહાર પણ એવી રીતે બનાવવો જોઈએ. ઓછામાં ઓછી હિંસા ઓછામાં ઓછું અભક્ષ્યપણું. ઓછામાં ઓછી અશુચિતા. પૂંજણી ઘરમાં રાખી નથી. ગેસ ફટાફટ પેટાવ્યા છે. તપેલા ઘરમાં ગમે ત્યાં રાખ્યા છે. ગરમ પાણી ગમે ત્યાં ઢોળ્યા છે. હિંસા, હિંસાને હિંસા. અરે ભાઈ ! ઉપયોગ રાખો જયણાં કરો યત્ના રાખો, જૈન ધર્મનું હાર્દ યત્ના છે. શીખવાડો, દિકરીને વહુને પાઠ શીખવાડો કે કેમ રહેવાય? થોડીક એ જગા સવારમાં પૂંજી લેવાય એમને એમ સવારમાં ફટાફટ બધું કામ શરૂ ન કરવું, ઉતાવળ તો બધાને છે. પણ જગતના જીવો જે રાત્રે આવીને ચુલા ૭૬ અપૂર્વ અવસર પર બેસી ગયા છે તેની જયણા કરો, કાંઈ ખ્યાલ નથી, વાસી કામ નથી કરવા, પાણી ગાળવાનું નથી, પીવાના વાસણોની શુદ્ધિ કરવી નથી, તો પછી પાપ તો બંધાશે જ કૃપાળુદેવે મોક્ષમાળામાં ‘યત્ના’નો પાઠ લખ્યો છે. દશવૈકાલિક સૂત્રની અંદર શિષ્ય પ્રશ્ન ર્યો છે કે, “છ કાયના જીવનું સ્વરૂપ જોતા તો કઈ જગ્યાએ હિંસા નથી? બોલીએ, ચાલીએ, બેસીએ, ઉઠીએ, ખાઈએ, પીએ, બધેય હિંસા છે. તો અમારે કેવી રીતે વર્તવું?' તો કહે જયણાથી વર્તવું યત્નાથી કામ કરવું. જેના જીવનમાં યત્ના છે એના જીવનમાં મહાવીરનો ધર્મ છે. મહાવીરનો ધર્મ ઉપયોગથી છે. કેવળ ક્રિયા નથી કીધી. ઉપયોગ સહિત ક્રિયા કીધી છે. નહીંતર ઝાપટ મારે એમાંયે જીવોનું નિકંદન કાઢી નાખે. અને કહે કે હું તો સાફ સુફી કરૂં છું. આ દ્રવ્ય ક્રિયા થઈ. ભાવક્રિયા ન થઈ. ભાવક્રિયામાં તો એક પણ જીવ દુભાય નહીં, એક પણ જીવનો ઘાત ન થાય. અહીં કહે છે ‘નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા. દ્રવ્ય અને ભાવ બન્નેથી સંયમ. શ્રાવકોને પણ સંયમ છે અને સાધુઓને પણ સંયમ છે. મહાવીરનો ધર્મ તો શ્રાવકોનો ધર્મ પણ છે અને સાધુઓનો ધર્મ પણ છે. શ્રમણોનો ધર્મ એનું નિરતિચાર ચારિત્ર છે. શ્રાવકોનો ધર્મ એ અતિચાર સહિતનું ચારિત્ર છે પણ એની સાથે એનું પ્રતિક્રમણ છે. શ્રાવક ધર્મની પૂર્ણતા પ્રતિક્રમણથી થાય. ગૃહસ્થઅવસ્થામાં હોવાથી અતિચાર થાય છે માટે તે ખમાવવાનાં છે. અતિચાર - એટલે ઉપયોગ રાખતાં, જાણતાં-અજાણતાં સૂક્ષ્મ-બાદર, મન-વચન-કાયાના યોગથી જે કાંઈ અતિચાર થયા હોય તે હું ક્ષમાવું . ઉપયોગની જાગૃતિ ન આવે એવું પ્રતિક્રમણ દંભ છે. પૂ. સંતબાલજીએ આ ગાથા માટે સરસ લખ્યું છે. દ્રવ્ય અને ભાવ, વ્યવહાર અને નિશ્ચય, એક જ સિક્કાની બે બાજુ. એક જ પદાર્થના બે પડખાં, અને એક જ કુવારાની બે ધારા છે. નિશ્ચય અને વ્યવહાર જુદો નથી. સિદ્ધાંત અને વ્યવહાર જુદો નથી. તત્ત્વ અને વ્યવહાર જુદો નથી. જુદો હોઈ શકે નહીં. જ્યાં સુધી દેહ વર્તે છે ત્યાં સુધી. એકની અપેક્ષાએ બીજાની વિદ્યમાનતા છે. ભાવ હોય ત્યાં દ્રવ્ય છે એમ નિશ્ચયે જાણવું. જો સાચો ભાવ હોય તો ત્યાં ઉદય ભલે બીજો હોય પણ ત્યાં દ્રવ્ય છે એમ જાણવું. પૂ. કાનજી સ્વામીએ આ માટે બહુ સરસ સમજ આપી છે. ‘પરમ પવિત્ર પુરૂષાર્થ આ વીતરાગ સાધક 99 Page #40 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર ‘કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. આ.સિ.-(૧૧૩) આ આત્મસ્વરૂપની અખંડતા. આ ભાવસંયમ અને દ્રવ્યસંયમ જ્યારે એકરૂપ થઈ જાય છે. ‘નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય.” સાધનનો નકાર નહીં. વ્યવહારનો નકાર નહીં. સવ્યવહાર વિના જીવને કોઈ નિગ્રંથ પદની આરાધના જ નથી. કારણ કે જ્યાં મન વચન કાયાના યોગ છે. ત્યાં વ્યવહાર ઊભો જ છે. દેહ છે તે વ્યવહારનું જ પુતળું છે. ચૈતન્ય છે તે નિશ્ચયનું સ્વરૂપ છે. અને જ્યાં સુધી સંપૂર્ણ મુક્ત થયો નથી ત્યાં સુધી દેહ તો છે જ. આવી દશામાં મુનિ જ્યારે દ્રવ્યસંયમ અને ભાવસંયમ સાધે છે ત્યારે એનું આત્મચારિત્ર કેવું પ્રબળ હોય છે કે જે આત્મચારિત્રના આધાર ઉપર એ કેવળીપદની પ્રાપ્તિ કરે છે. એની વાત હવે પછી વિચારીશું. અપૂર્વ અવસર દશામાં કેવો હોઈ શકે એનો ગંભીર આશય સમજવાની પાત્રતા થયે જીવને તેના બધાં પડખાં વિરોધ રહિત સમજાય છે.” આપણે તો પાત્રતા વિના સિદ્ધાંત પકડવા માંડ્યા છીએ. કૃપાળુદેવે કહ્યું છે, ‘પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.’ અરે ! પાત્ર વિના તો આ સિદ્ધાંતના જ્ઞાન પણ ટક્તાં નથી. વિપરિત પરિણામને પામે છે. કૃપાળુદેવે લખ્યું છે કે, “કેવળ દ્રવ્યાનુયોગનું સેવન કરનારને ઉન્મત્ત પ્રલાપ પણું થાય છે.' પછી એમાં સન્નિપાત સર્જાય છે. જીવની વર્તના ઉન્મત્ત થઈ જાય છે. એટલે કહે છે કે પહેલાં જ્ઞાનીઓનો ગંભીર આશય સમજો. એટલે ગંભીર આશય સમજવાની પાત્રતા થાય ત્યારે જ એના બધાં પડખાં વિરોધ રહિત સમજાય છે. નહિંતર એને વિરોધ જ દેખાયા કરે. અવિરોધ ભાવે તત્ત્વનું કથન એ વીતરાગની શૈલી છે. સર્વજ્ઞનું દર્શન, સર્વજ્ઞનું તત્ત્વ સદા, સર્વદા અવિરોધ જ છે. પણ નયવાદની દૃષ્ટિએ ન સમજાય. પણ સ્યાદ્વાદની શૈલીએ અપેક્ષાએ સમજાય અને અપેક્ષાએ એક નયથી જ્યારે વસ્તુ કહેવામાં આવે છે. ત્યારે ત્યાં બીજા હજાર નયની વિઘામાનતા છે. તો હંમેશા ખ્યાલમાં રાખવું. આવી રીતે જ્યારે સમજવામાં આવે ત્યારે આવો ગંભીર આશય સમજવા માટેની જીવની પાત્રતા થાય. આવી પાત્રતા થવા માટે સદ્ગુરૂનો યોગ હોય, સપુરૂષનો વિનય હોય, પંચ પરમેષ્ઠિ પ્રત્યે જીવનાં આદર હોય, એનામાં નિરાભીમાનપણું હોય, દીનપણું હોય અને પ્રભુ પ્રત્યે એની પામરતાનો ભાવ વેદાતો હોય. ભલે હું આત્મા સમર્થ અને ત્રિકાળી છું છતાં હું મારા સર્વજ્ઞ પરમાત્મા પાસે પામર છું. આવી કબુલાત જેને નથી તે સર્વજ્ઞના ભાવને નહીં સમજી શકે. સર્વજ્ઞતા કેવી રીતે સમજાય? કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે સર્વજ્ઞપણું સમજાવું જ કઠીન છે. અને મુનિઓએ કહ્યું કે, ‘તે સર્વજ્ઞ પદનું તમે નિરંતર ધ્યાન કરો.” આપણે એમ સમજીએ છીએ કે ત્રણે કાળનું ત્રણે લોકનું, સર્વ પદાર્થનું અને તેની સર્વ પર્યાયનું જેને જ્ઞાન તે સર્વજ્ઞ કહેવાય. પણ આત્મસ્વરૂપની અખંડતા એ એનો નિશ્ચય છે. જગતને જાણવાની એને કોઈ ખેવના નથી. પરંતુ પોતાના સ્વરૂપથી જે ટ્યુત થતો નથી એવી જેની ખેવના છે, તે સર્વજ્ઞ. કૃપાળુદેવે કહ્યું. આ સત્પુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરશે. Page #41 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સ્વાધ્યાય - ૪ નિગ્રંથપદ પ્રાપ્તિ - (ગાથા - ૧૦,૧૧,૧૨) સર્વજ્ઞના કથનમાં અને જિનેશ્વર પ્રણિત તત્ત્વમાં સાચી શ્રદ્ધા થયેથી, તે તત્ત્વની પ્રતીતિ આવ્યેથી જીવમાં જે આત્માની પ્રતીતિ થઈ છે તેથી આત્મ સ્વરૂપની પ્રાપ્તિની ઝંખના જાગે છે, અભિલાષા જાગે છે. અને એ ઝંખના એવી પ્રબળ હોય છે કે એને, આ દેહની અંદર જ એ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની તમન્ના અને તાલાવેલી જાગે છે. He does not wait. એ ત્યાં રોકાતો નથી. એ ત્યાં રાહ જોતો નથી. માત્ર એક કર્મનું પ્રાબલ્ય જ એને અટકાવી શકે છે. જો કર્મનું પ્રાબલ્ય ન હોય, ઉદય આકરો ન હોય તો ઈચ્છાથી તો એ એ જ દેહની અંદર જલ્દી માં જલ્દી, યથા શીઘ્ર બધા જ કર્મોનો નાશ કરી અને તે પરમપદની પ્રાપ્તિ ને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. આ જ દેહમાં. જો સાચું સમ્યક્દર્શન પ્રાપ્ત થયું હોય તો he never waits for anybody.અસંગતતા તરફનું એનું પ્રયાણ અબાધિત હોય છે. જગતની કોઈપણ પ્રકારની આસક્તિ હવે એને રોક્તી નથી. એવી અદ્ભુત દશાની અંદર શ્રીમદ્ રાજચંદ્રજી પોતે પહોંચ્યા છે. શુદ્ધ સમક્તિ પ્રગટ થઈ ગયું છે. શુદ્ધ સમક્તિ એટલે – જેને શુદ્ધ સમક્તિ થયું છે તે હવે ક્યાંય રોકાય નહીં. એને સંસાર તરફના કોઈ ક્તવ્ય હવે બાકી ન હોય. કૃપાળુદેવે એ અદ્ભુત દશાના વર્ણનની વાત બનારસદાસજીના કાવ્ય સાથે મૂકી છે. જબ હીતેં ચેતન વિભાવસોં ઉલટ આપુ, સમૈ પાઈ અપનો સુભાવ ગહિ લીનો હૈ, તબહીતેં જો જો લેને જોગ સો સો બન લીનો, જો જો ત્યાગ જોગ સો સો સબ છાંડી દીનો હૈ; લેવેક ન રહી ઠોર, ત્યાગીવેક નાહીં ઓર, બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીનો હૈ, સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ.’ બધું ત્યાગીને વાત પુરી થઈ ગઈ. જેને શુદ્ધ સમક્તિ પ્રગટયું છે તેની ૮૦ અપૂર્વ અવસર દશા-તેને કેવળ પરમપદની પ્રાપ્તિની ભાવના સિવાય બીજું કંઈ કર્તવ્ય હોતું જ નથી. અને એ સાધનાના માર્ગમાં એટલો ઉતાવળો હોય છે કે રોક્યો રોકાતો નથી અને જગતનું કોઈ પરિબળ એને રોક્વા સમર્થ નથી સિવાય કે પૂર્વે નિબંધન કરેલા પોતાનાં જ કર્યો. એનો ઉદય એને જો બાધારૂપ થાય તો થાય. બાકી કંઈ બાધારૂપ ન થાય. આવું શુદ્ધ સમક્તિ. કૃપાળુદેવ પોતે જ તે શુદ્ધ સમક્તિની પોતાની દશાનું વર્ણન કરતાં કાવ્યમાં કહે છે, ‘ઓગણીસોં ને સુડતાળીસે, સમક્તિ શુદ્ધ પ્રકાશ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે.... આ અપૂર્વ અવસર અને ધન્ય દિવસ. ધન્ય તે નગરી, ધન્ય વેલા ઘડી, માત-પિતા કુળ વંશ જિનેશ્વર. એવી અદ્ભુત વાત જ્ઞાનીના સ્વરૂપની છે. જ્ઞાનીનું સ્વરૂપ શું? સમ્યક્દષ્ટિ આત્માનો ઢાળ કઈ તરફ? એનું વલણ કઈ તરફ? where is his inclidation? દિવસ ને રાત, રોમે રોમમાં, શ્વાસ અને ઉચ્છવાસમાં એક જ રટણા કે ક્યારે છૂટુ? ક્યારે છૂટુ? અરે છૂટવા માટે નિગ્રંથપદ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને એટલા જ માટે આ પરમ પુરૂષને ઝંખના છે કે આવો અવસર અમારા જીવનમાં ક્યારે આવે? ક્યારે આવે? એવી ઝંખના, એવી તમન્ના, એવી તાલાવેલી જાગી છે. ક્યાંય ચેન નથી. આંક-૧૩૩માં કહે છે. ‘દિવસ ને રાત એક પરમાર્થ વિષયનું જ મનન છે.’ સુતાં, બેસતાં, ખાતાં, પીતાં, ઉઠતાં, વાત કરતાં- એક પણ વાતે જેને બીજું સુખ નથી. રાત્રિ-દિવસ કેવળ પરમાર્થનું જ ચિંતન છે. ‘અમારો દેશ હિર છે, જાત હિર છે, કાળ હિરે છે, દેહ હિરે છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હિર છે, સર્વ હિર છે’ પત્રાંક-૨૫૫. આ એક એક શબ્દ તો જુઓ. આ પત્રાંક નં. ૧૩૩ થી શરૂ થાય છે. વચનામૃતનાં એક એક પાને જ્ઞાનીની દશા તો જુઓ. જ્ઞાની ઓળખવા છે ને? અને જીવ અનાદિકાળથી જ્ઞાનીને ઓળખવામાં ભૂલ કરી ગયો છે. લૌકિકભાવથી જ્ઞાનીનું ઓળખાણ કરવા નીકળેલો જીવ એને અલૌકિક દશાનાં લક્ષણો નહીં સમજાય. અને ગમે ત્યાં ફસાઈ પડશે. જગતના માપ-દંડ લઈને જ્ઞાનીનું ઓળખાણ ન થાય. જ્ઞાનીને બાહ્ય લક્ષણોથી નહીં ઓળખાય. જ્ઞાનીનું ભાવચારિત્ર જાણવું પડશે. ‘અંતર ચારિત્ર ગુરૂરાજ નું ભાંગે ભવ સંતાપ.’ ૮૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર રત્નત્રય મહારાજને શ્રીમદ્ રાજચંદ્રના બાહ્ય જીવનનાં દર્શન ન થયા. મારવાડથી નીકળ્યા. ઉગ્ર વિહાર ર્યો. પણ રાજકોટ સુધી પહોંચી ન શક્યા. સિદ્ધપુર સુધી પહોંચ્યા ત્યાં કૃપાળુદેવના દેહત્યાગના સમાચાર મળી ગયા. એમણે ભાવના ભાવી છે, પદો લખ્યા છે અને એ કહે છે અને રાજચંદ્રનું દર્શન કરીને આત્મા પામ્યા. પ્રત્યક્ષપણું સમજાય છે? આવા જ્ઞાનીનું પ્રત્યક્ષપણું જોઈએ. જ્ઞાનીનું ઓળખાણ થવું જોઈએ. કપાળુદેવનું દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર, દ્રવ્યસંયમ અને ભાવસંયમ કેટલા ઉત્કૃષ્ટપણાને પામે છે. એક ગૃહસ્થાશ્રમમાં બેઠેલો જીવ આ ભાવનાની અંદર કેટલી હદ સુધી જાય છે. એ જીવ કલ્પનામાં વિહાર નથી કરતો. આ કોઈ કવિના શબ્દો નથી. ‘અપૂર્વઅવસર’ એ કોઈ સાહિત્યની દૃષ્ટિએ મુલ્યાંકન કરવાનું કાવ્ય નથી. આતો અંતઃકરણની દશાના ભાવના ઉભરા છે. અંતરંગનો રંગ ચડ્યો છે. જેમ મેઘાણીના કાવ્યમાં રાષ્ટ્રભક્તિ અને શોર્યના કસુંબલ રંગ જોવાય. શબ્દો ન જોવાય. એમ શ્રીમના કાવ્યની અંદર આધ્યાત્મની ભરતી જીવનમાં કેવી આવે? તે ભાવની ભરતી જોવાય. આપણે મુનિની નિગ્રંથદશામાં જોયું કે કષાયનો વિજય કરવામાં મુનિની બાહ્યદશા કેવી હોય? ક્રોધ પ્રત્યે ક્રોધ કરે, માન થાય ત્યારે દીનપણાનું માન કરે. અને પરમપુરૂષની ઉત્કૃષ્ટ દશાના ગુણગ્રામ કરીને પોતાની પામરતા ચિંતવે. જરાક પોતાને અભિમાન આવી જાય કે પરમપુરુષના—પૂર્ણપુરુષનાં સ્તવન કરે, સ્તુતિ કરે. એટલે જ રોજ જિનેશ્વરની સ્તુતિ કરવી., જિનભક્તિ કરવી, રોજ જિનેશ્વરનાં દર્શન કરવાં. દર્શન કરીને રોજ, જ્ઞાની પુરૂષોએ જેવા પરમાત્માના ગુણગાન ગાયાં છે- એવા જ આપણે ગાવાં. જેથી કરીને આપણને એની પૂર્ણતા અને આપણી પામરતા સમજાય. જાણે અજાણે જો આપણામાં મહત્તાનો કે માનપણાનો અંશ આવ્યો હોય તો એ ગળી જાય. પરમ પુરૂષની સ્તવના કરવાથી પોતાનું માન ગળી શકે છે. એ જ શ્રેષ્ઠ ઉપાય છે. માયા પ્રત્યે આત્માનો સાક્ષી ભાવ કેળવવો. વારંવાર આ જીવ માયામાં ફસાય કે તરત જ એનાથી જુદા થઈ જવું. સાક્ષી ભાવે વિચારવું કે હે જીવ ! આ તેં શું કર્યું? અને લોભ થાય ત્યારે લોભ વાપરતો નહીં. એની કંજુસાઈ કરજે. તારા લોભ કષાયને સંયમમાં રાખજે. બાહ્ય સંયમમાં વર્તે ત્યારે કોઈ મરણાંત ઉપસર્ગ કરે તો પણ ક્રોધ ન કરવો. તર્ક, અપૂર્વ અવસર વાદ અને વિવાદથી જે અધર્મનું આચરણ કરે છે અને પરમ તત્ત્વ ને પામવાની મથામણ કરે છે એ ક્યારેય પરમ તત્ત્વ પામી શક્તો નથી. તર્ક વિચારે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય, અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય... પંથડો નિહાળુ રે આનંદઘનજી જગતના જીવોને કહે છે તર્ક વાદ-વિવાદમાં પ્રભુ પમાતો નથી. પરમ તત્ત્વ જે પામવામાં તર્ક કે વાદ-વિવાદમાં ક્યારેય જવું નહીં. એનાથી માર્ગ મળશે નહીં. એનાથી ભ્રાંતિ પેદા થશે. અને એ ભ્રાંતિથી ક્યારેય છૂટી નહીં શકાય કારણ કે એ ભ્રાંતિ અહંને મજબુત કરશે. It will strengthen our ego. અનુભૂતિના આધાર ઉપર તત્ત્વનું પરિક્ષિણ કરવું. તત્ત્વ શું કહે છે? ગમે તેના પ્રત્યે- એ મારી નાખે એમ હોય તો પણ એના ઉપર ક્રોધ ન કરવો. કારણ કે જો મારા આયુષ્યનો યોગ હશે તો જગતમાં મારવાની તાકાત કોઈમાં નથી. મારો આયુષ્યનો યોગ હોય તો મારું મૃત્યુ ન થાય. માટે ક્રોધ ન કરવો. ‘વંદે ચક્રી તથાપિ ન મળે માન જો.’ ચક્રવર્તી આવીને પગે પડે તોયે માન ન કરવું. ગમે તેટલું માન મળે તો યે હે જીવ ! માનમાં જઈશ નહીં. જગતના દાસાનુદાસ થવાની ભાવના રાખજે. દેહ છૂટી જાય તો યે માયા કરીશ મા. દેહથી કિંમતી તો કંઈ નથી. તોયે માયા કરીશ નહીં. અને પરમ ઐશ્વર્ય અને લબ્ધિના ભંડાર સામે પડયા હોય, પરમ લબ્ધિના ભંડાર હોય તો પણ તે પ્રત્યે વૃત્તિ કરીશ મા. જગત પ્રત્યેથી કંઈ પણ લેવાની ઈચ્છા કરવી નહીં. જ્ઞાની તો કહે છે, “આ જગત પ્રત્યે અમને પરમ ઉદાસીનતા વર્તે છે તે સાવ સોનાનું થાય તોયે અમારે મન તે તૃણવત્ છે.” આ લોભ કષાયને અહીં સુધી શમાવી દીધો છે. કૃપાળુદેવે એની આખી શ્રેણી આપી છે. અને પછી નગ્નત્વ, મુંડત્વ, અજ્ઞાનતા, અદંતધાવન આદિ અંગીકાર કરી, અંગના શૃંગાર વગેરે કાંઈ ન કરવું. આ તો મુનિદશાના પ્રસિદ્ધ લક્ષણ છે. દેહભાવને ગાળવો છે. દેહાધ્યાસને ટાળવો છે. પણ પછી શરીરની અશુચિ કેમ ટાળવી? શુદ્ધ કેમ થવું? તો કહે છે પરમાર્થ માર્ગનો નિયમ સમજવો પડશે. સંસાર માર્ગનો નિયમ એ છે કે સાબુ વાપરવાથી શરીર સાફ થાય. પરફયુમ લગાવવાથી શરીર સુગંધીત થાય, પફ પાવડર અને મેકઅપ કરવાથી શરીર રૂપાળું બને. આ બધો જ લૌકિક માર્ગ. વ્યવહારનો, દુનિયાનો માર્ગ. હવે જ્ઞાની કહે છે, કે, શુભ ૮૨ ૮૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર ભાવ ભાવવાથી શરીર શુદ્ધ થાય ‘શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહીં એહ સમાન સુમંત્ર કહો, તજીને ભગવંત ભવંત લહો.’ શરીરને શુદ્ધ કરવાના સાબુઓની રોજ ટી.વીમાં જાહેરાત આવે છે. પણ મનને શુદ્ધ કરવાનો કોઈ સાબુ હજુ સુધી શોધાયો નથી. પણ જ્ઞાની કહે છે શુભ ભાવ વડે મન શુદ્ધ કર. અંતરશુદ્ધિ કર. વૃત્તિઓ ઉપર જય કર શરીરનાં પુદ્ગલ પરમાણુઓ બદલાઈ જાશે. તારી કાંતિ ખીલશે. ભગવાન જેવું રૂપ જગતમાં ક્યાંય દીસતું નથી. થાતો ઝાંખો શશિ પણ પ્રભુ આપના મુખ પાસે, મેલા જેવો દીનમહીં અને છેક પીળો જ દિસે.’ ભક્તામર સ્તોત્ર આ સૂર્ય ને ચંદ્રના તેજ પણ તારી પાસે શરમાઈ જાય છે અને ચાલ્યા જાય છે. દેવતાઓના રત્ન જડિત મુગટ તારા પગમાં પડે છે ત્યારે તેનું તેજ નહીં પણ તારા ચરણનું તેજ તેમાં પ્રતિબિંબિત થાય છે. એના મુગટને તું શોભાવે છે. ‘દીપાવે જે મુગટમણિનાં તેજ ને દેવતાનાં ઇન્દ્ર નમસ્કાર કરે છે. એટલે એના મુગટના મણીના તેજ પ્રભુના ચરણ પર પડે છે. પણ પ્રભુના ચરણ તેનાથી પ્રકાશિત નથી થતા. પણ પ્રભુના ચરણથી ઇન્દ્રનો મુગટ દેદિપ્યમાન થાય છે. આ માનતુંગસૂરિશ્વરજી મહારાજે પરમાત્માની અદ્ભુત ભક્તિ કરી છે. કેવું મહાન સ્તોત્ર! તીર્થંકર પદની અંદર કેવી શુચિતા! કેવી પવિત્રતા! હે નાથ! તારા જેવું રૂપ તો જગતમાં ક્યાંય નથી. અરે પેલા સૂર્યને તો રાહુ ગ્રહણ કરે. પણ તારા રૂપને તો હવે કોઈ ગ્રહણ લાગતું નથી. દુનિયાની કોઈ અશુચિ અહીં આવે નહીં. કારણ કે બધા જ અશુભ કર્મ પુદ્ગલો- દોષો, તારી આજુબાજુ ફરે પણ તારામાં પ્રવેશ કરી શકે નહીં. આ પ્રભુનો મહિમા સમજયા પછી ભક્તામર ગાવું. આત્માનો રણકાર આવે એમ ગાવું. ચૈતન્યની શક્તિ પ્રગટ થાય. શરીર તેજ મારશે. પછી મેક-અપના સાધનની જરૂર પડશે નહીં. અશુભ વૃત્તિનો નાશ થાય તો શરીરના અશુભ પરમાણુઓનો નાશ થાય. શરીરમાં તેજ પ્રગટે. તપસ્વીના તેજ જોયા છે? સંયમીના તેજ જોયા છે? કોઈ સતી સાધ્વીનું રૂપ જોયું છે? જીવનની અંદર ચેતનની પવિત્રતા હોય. સાધના હોય, એના શરીરની ૮૪] અપૂર્વ અવસર કાંતિ કેવી હોય? જ્યાં આત્માના ગુણી પ્રતિબિંબિત થતા હોય આવું અદ્ભુત ચારિત્ર આગળ વધારતાં વધારતાં દ્રવ્યસંયમ અને પછી ભાવસંયમ અને ત્યાર પછી આ યાત્રા આગળ વધે છે. અને ‘દ્રવ્ય-ભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો.’ હવે તે દ્રવ્ય અને ભાવસંયમ પ્રાપ્તિ થયેલા નિગ્રંથનું આત્મચારિત્ર કેવું વર્તે છે? અપૂર્વકરણની શ્રેણીમાં પ્રવેશ કરવા માટે એની આત્મશ્રેણી કેવી રીતે વર્તે છે? આ સ્થિતિ શ્રીમદ્જીએ પોતાના અનુભવથી લખી છે. આ સ્થિતિમાં તેઓશ્રી તો વર્તતા હતા. એની અંદર જ જીવતા હતા. ‘શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યુનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.’ અપૂર્વ - ૧૦ મુનિ દશાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ હવે આ ગાથાઓમાં આવે છે. નિગ્રંથની દશા. શત્રુ હોય કે મિત્ર હોય એના પ્રત્યે સમદર્શિતા. આ સમદર્શિતા શબ્દ કૃપાળુદેવે સદ્દગુરૂનાં લક્ષણમાં મુક્યો છે. આવું લક્ષણ હોય તો જ સદ્ગુરૂ હોય નહીંતર નહિ. અને એ લક્ષણ જ્યારે હોય એ પણ બતાવ્યું છે જેથી ભ્રાંતિ ન થાય. પત્રાંક ૮૩૭માં કૃપાળુદેવ લખે છે. છઠ્ઠા ગુણસ્થાનકે બિરાજમાન, સર્વ વિરતીધારી, પંચ મહાવ્રતનો પાલક- તો જ સમદર્શપણ છે નહીંતર નથી. અને એ સમદર્શિતાના લક્ષણમાં એ બધા પ્રત્યે સમ છે એમ નહીં, રાગદ્વેષથી સમ છે. શત્રુને શત્રુ પણ જાણે છે. મિત્રને મિત્ર પણ જાણે છે. કાચને કાચ જાણે છે. હીરાને હીરો જાણે છે. કુગુરૂ ને કુગુરૂ જાણે છે. સુશ્રુ ને સુશ્રુ જાણે છે. એ મૂઢ નથી. એ મુર્ખ નથી. એ વિવેકહિન નથી. પણ વિવેક સહિત છે. “સમદર્શી'ને સમજવાનો પ્રયત્ન કરવો. આ જૈન દર્શનનો શબ્દ છે. ‘સમદર્શી'ના કૃપાળુદેવે પત્રાંક ૮૩૭માં એક એક ગુણ અને લક્ષણ આપ્યાં છે. સમદર્શી એટલે સમાન નહીં. જાણે પણ જાણે છતાં એમાં રાગદ્વેષ ન કરે. પ્રીતિ-અપ્રીતિ ન કરે. ‘શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા.’ એ જ સમભાવને કેટલો ઉત્કૃષ્ટપણે લઈ જાય છે. ચારે ગાથામાં એક જ સમ-સ્થિતિ કહી છે. પણ શબ્દો જુદા જુદાં છે. શત્રુ અને ૮૫. Page #44 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર મિત્ર પ્રત્યે સમદર્શિતા છે એટલે વ્યવહારમાં ભેદ નથી, જાણે માત્ર. એ કમઠને પણ જાણે છે અને ધરણેન્દ્રને પણ જાણે છે. ગોશાળાને પણ જાણે છે અને ગૌતમને પણ જાણે છે. છતાં સમદર્શીપણું છે. મહાવીર પર તેજો વેશ્યા છોડાય છે ત્યારે પોતાના શિષ્યને પણ જાણે છે અને ગોશાળાને પણ જાણે છે. બચાવવાની દ્રષ્ટિ હોય તો બધાને બચાવાય. પણ ગોશાળાને બચાવી શકાય એમ નથી અને શિષ્યને પણ નહીં બચાવી શકાય. લબ્ધિનો અભાવ નથી. પણ લબ્ધિનો ઉપયોગ કરતાં નથી. કાનમાં ખીલા ઠોકાય ત્યારે મહાવીર એ પોતાની પૂર્વ જન્મની દુશ્મનાવટને પણ જાણે છે. કે પૂર્વે શૈયાપાલના કાનમાં શીશુ રેડાવી- એવું કર્મનું બંધન મેં કરેલું. કૃપાળુદેવ કહે છે, “દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે.” “તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે.’ આ સમદર્શીપણું આપણે બરાબર સમજીએ કે જીવનમાં ક્યા ગુણો લાવવા છે? અધ્યાત્મ એટલે શું? ધર્મ એટલે શું? ધર્મ કરવો છે એટલે આવા ભાવ પ્રગટાવવા છે. આ દશા પ્રગટાવવી છે. આત્માના આ અદ્ભુત ગુણો, ચેતનનું આ સામર્થ્ય પ્રગટાવવું છે. જેનો જગતમાં જોટો નથી. કોઈ આ ગુણો બતાવી શક્યું નથી. કારણ કે પામેલો જ બતાવી શકે. આ પુરૂષ પ્રાપ્ત પુરૂષ છે અને સાથેસાથ આપ્ત પુરૂષ છે. પ્રાપ્ત કહેતાં એને (સ્વરૂપની) પ્રાપ્તિ છે અને આપ્ત કહેતાં એ વિશ્વાસ કરવા જેવો છે. એનામાં આપણે વિશ્વાસ મૂકી શકીએ. કારણ કે એ કરૂણાનો અવતાર છે. કેવળ નિષ્કારણ કરૂણાથી છલોછલ ભરેલો છે માટે એને કોઈ પ્રત્યે રાગ-દ્વેષ નથી. એને તો જે સાચું છે એ જ કહેવું છે. જે જગતના હિતમાં છે, જેનાથી જગતના જીવોનું કલ્યાણ છે એ જ વાત કહેવી છે. ‘માન અમાને વર્તે તે જ સ્વભાવ જો.’ શત્રુ અને મિત્રમાં કોઈ વ્યક્તિની અપેક્ષા છે. આ શત્રુ ને આ મિત્ર. એ વ્યક્તિમાં એને સમદર્શિતા છે. માન-અમાન એ પરિસ્થિતિ છે. કોઈએ બોલાવ્યા, કોઈએ ન બોલાવ્યા, કોઈની ગણના કરી ન કરી, આગળ બેસાડ્યા ન બેસાડ્યા. આ પરિસ્થિતિમાં પણ ‘વર્તે’ તે જ સ્વભાવ જો. પોતે પોતાની સ્વભાવમાંથી જરાય ચલિત થતો નથી. કોઈએ આવકાર આપ્યો કે જાકારો દીધો. એને કાંઈ ફરક પડતો નથી. આ નિગ્રંથ મુનિ હવે ઉત્કૃષ્ટ દશામાં જાય છે. અને એટલા જ ૮* અપૂર્વ અવસર માટે ભગવાન મહાવીરને કેટલાક રાજાઓ વંદન કરવા આવે તો યે શું? અને કેટલાક જંગલી પશુઓ દોડાવે તો યે શું? દુઈજન તાપસના આશ્રમમાં ભગવાન મહાવીરને લાગ્યું કે અહિંયા માન-અપમાનની ભાવના છે. ભગવાન ત્યાંથી વિહાર કરીને ચાલ્યા જાય છે. પણ કોઈના પ્રત્યે ભગવાનના મનમાં લેશ પણ અપ્રીતિ ભાવ કે અણગમો નથી. ‘માન અમાને વર્તે તે જ સ્વભાવને. જીવિત કે મરણે નહીં ન્યુનાધિક્તા.’ આ તો જીવનની અને મરણની ઘટના છે. આ ઘટનાઓની અંદર પણ ન્યૂનાધિકપણું નથી. જેને જન્મ થયો તો એમ નથી થતું કે કંઈક વધી ગયું. અને કોઈ મરી જાય તો એમ નથી થતું કે કાંઈક ન્યૂન થઈ ગયું. જેને જગતના જીવોના જન્મ-મરણ પ્રત્યે પણ કોઈપણ જાતનો ન્યુનાધિક ભાવ નથી. It is an incident. પહેલામાં Individual છે. બીજામાં situation છે. ત્રીજામાં Incident છે. પ્રસંગ બને છે. ઘટના ઘટે છે. ઘરે કોઈનો જન્મ થાય તો કાંઈ એને અધિક્તા નથી. અને કદાચ પોતાનો જુવાન પુત્ર મરી જાય તો તેથી તેને કંઈ ન્યૂનતા નથી. એવો ભાવ પણ જેને નથી. ‘નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ.” ઉત્કૃષ્ટતાની કોઈ પરિસીમા છે એમાં એને ન્યૂનાધિક પણું નથી. જન્મને મૃત્યુની ઘટનામાં જેને ન્યૂનાધિક પણું નથી. એ ઘટનાને જે સામાન્ય ગણે છે. ‘ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.’ હવે ભવ થાય તો યે ભલે અને મોક્ષ થાય તો યે ભલે, આ આપણી દશાની વાત નથી. આત્માર્થીની દશામાં તો ભવે ખેદ કહ્યો છે. અને તે પણ આ જ પુરૂષે કહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીને આપણે સમજવા હોય ત્યારે જુદી જુદી ભૂમિકામાં અપેક્ષાએ સમજવાના. વિરોધાભાસ કે વિસંગતતા નથી. ભૂમિકા ભેદ છે. પાત્ર ભેદ છે. આત્માર્થીને યોગ્યતા ઓછી છે એટલે ભવનો ખેદ થાય. પણ આ નિગ્રંથ દશામાં પહોંચેલા મુનિ એકદમ સમભાવમાં છે. હવે કાદચ જન્મ થવાનો હોય તો પણ ભલે. અને મોક્ષ થવાનો હોય તો પણ ભલે. કૃપાળુદેવે કહ્યું છે કે, આત્મસ્વરૂપમાં જેને રમણતા થઈ છે. અને મોક્ષની પણ જેને સ્પૃહા રહી નથી એને હે નાથ ! તુષ્ટમાન થઈને પણ તું બીજું શું આપવાનો હતો? મોક્ષની પણ સ્પૃહાથી હવે રહિત થયો છે. આ Page #45 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર વાત નિગ્રંથપદની ઉત્કૃષ્ટ ભૂમિકાની છે. સાતમા ગુણસ્થાનકમાં સ્થિત થનાર જે આત્મા છે તેની વાત થાય છે. એને આ બધા સંકલ્પ-વિકલ્પપણાની ના છે. આ આપણી ભૂમિકાની વાત નથી. કારણ કે આપણું આત્માર્થીપણાનું હજુ ઠેકાણું નથી, મુમુક્ષુપણું તો હજુ ઘણું દૂર છે, જિજ્ઞાસા જાગી નથી, સંસારની વિરક્તિનો કોઈ ભાવ નથી, આસક્તિથી મન પાછું વાળ્યું નથી અને જગતની એક ચીજ પ્રત્યે ઉદાસીનતા વેદાતી નથી. એ ભૂમિકામાં તો મોક્ષની સ્પૃહા રાખવાની કહી છે અને ભવ ખેદ કહ્યો છે. જીવમાં ઉત્કૃષ્ટ ભૂમિકા લેવા જતાં ભાવ જો ન હોય તો તે ભાવ કષાયમાં પરિણમે છે. બોલવાથી કંઈ મોક્ષ પ્રાપ્તિ ન થાય. આ નવ ગાથા સુધીની જેની ભૂમિકા છે એને માટે આ દશમી ગાથાની વાત છે. વાત છે એટલે એની એ દશા છે કે, ‘ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો’ અને કૃપાળુદેવ પોતે એ દશામાં હતા એટલે એ લખી શકે, કે મોક્ષની પણ હવે સ્પૃહા રહી નથી. કારણ કે મોક્ષ- એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ અને વર્તે છે. ભલે હજી મોક્ષ પ્રાપ્ત થયો નથી. પણ પોતાના સ્વરૂપમાં એ વર્તે છે. ‘ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.’ એ દશામાં પોતાના જ્ઞાન કરીને એને એવી શુદ્ધતા વર્તે છે, જે મોક્ષ સુખ પૂર્ણ દશામાં અનુભવાય છે એ સુખની ઝાંખી એ અનુભવે છે. ‘અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને અમે કલ્પવૃક્ષ છીએ. પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. ઓ દુષમકાળના દુર્ભાગી જીવો તમે અમારે શરણે આવો.” (પત્રાંક-૬૮૦) અમારે એટલે અમારા બોધને શરણે આવો. આપણે એક સપુરૂષને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે એનાથી આખી જ્ઞાનીઓની જાત ઓળખાશે. સર્વજ્ઞતા ઓળખાશે. નિગ્રંથતા ઓળખાશે. શ્રીમદ્ રાજચંદ્રને ઓળખવા પ્રત્યન કરો તો જ મહાવીર ઓળખાશે. લોકો એમ માને છે કે શ્રીમદ્ભાં ગયા એટલે મહાવીર ભૂલાયા, ના મહાવીર વધારે પ્રકાશિત થયા. અમે મહાવીરની વધુ નજીક આવ્યા. અમે આ નિગ્રંથને, સર્વજ્ઞને, જિનેશ્વરને- કોઈની દશાને ઓળખતા નહોતા. પણ જ્યારથી અમે શ્રીમદ્જીને ઓળખતા શીખ્યા, એમના વચનામૃતથી, એમના બોધથી, એમના લખાણથી, એમના પદથી, ત્યારે અમને ખબર પડી કે પરિપૂર્ણ એવી આત્મદશા અને ચૈતન્યની સ્થિતિ શું હોય? અપૂર્વ અવસર અને અમારા મહાવીર કેવા હતા? અમે મહાવીરની વધુ નજીક જઈએ છીએ. કેમકે અમને મહાવીરને ઓળખનારો, First hand report આપનારો પુરૂષ મળ્યો. જેમ કોર્ટમાં મુકદમો ચાલે તો First hand report આપનાર સાક્ષીનું જ મહત્વ હોય. Eye witness નું જેણે ઘટના પોતાની નજર સામે, પ્રત્યક્ષ ઘટતા જોઈ હોય એની જ જુબાની ચાલે. કહેતો તો ને કહેતી તી ને કોઈ માન્યતા નથી. It is not evidence at all, First Information Report - FIR. Eye witness શ્રીમદ્ રાજચંદ્રજીને સાત વર્ષની ઉંમરે અપૂર્વ અનુસાર આવ્યો. જાતિસ્મરણ જ્ઞાન થયું. ભગવાન મહાવીર સાથે નો સમાગમ તાદૃશ્ય થયો, તીર્થંકર સાથે, પોતે ગૌતમ આદિ ગણધરની સાથે, ઈડરમાં, જુનાગઢમાં અને ચરોતરના પ્રદેશોમાં વિચરતા હતા એવો એમને ભાસ થયો. આવું જ્ઞાન વધતું ચાલ્યું અને ભૂતભવ અનુભવગમ્ય બન્યો. અને સહેજ સ્મરણમાં વીતરાગનો યથાતથ્ય બોધ એમને સ્મરણમાં આવ્યો. આવી દશા જેમને પ્રાપ્ત થઈ છે એ પુરૂષને ઓળખવાથી અમે અમારા ભૂલાયેલા મહાવીરને ઓળખ્યા. તીર્થંકરનું સ્વરૂપ કેવું હશે? સર્વજ્ઞ કેવા હશે કેવળી કેવાં હશે? જેમ બાળકને જિજ્ઞાસા હોય કે ભગવાન કેવો હશે? તો કહે હીંચકે હીંચકતા હશે અને બે વાર દુધ પીતા હશે. તેમ શ્રીમદ્ રાજચંદ્ર, મુમુક્ષુને, સાધકને કહે છે કે ભગવાન આવા હતા અને આવો તું થા. ભગવાનને ‘ભવા મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.’ એમને શુદ્ધ સ્વરૂપનું ભાન હતું. માનઅમાનની અંદર પણ સમાન સ્થિતિ હતી. આવા મહાવીર હતા, આવા સર્વજ્ઞ, કેવળી અને તીર્થકર હતા. આવું કેવળીદશાનું સ્વરૂપ છે. જ્ઞાનીને ઓળખવા હોય તો પૂર્ણજ્ઞાનીના વચનથી ઓળખો. આપણી પોતાની માન્યતા થી નહીં. ગીતાની અંદર બીજા અધ્યાયમાં આવા પુરૂષનું લક્ષણ સરસ કહ્યું છે. દુઃખે ઉગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ, ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો. આસક્ત નહીં જે ક્યાંય, મળ્યું કાંઈ શુભાશુભ ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે ઉપર બતાવેલા લક્ષણોનો ધારક તે સ્થિતપ્રજ્ઞ, ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે પણ એને શબ્દ દેહ આપ્યો છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર લાભાલાભે સુહેદુખે, જિવિયે મરણે તહા, સમો નિંદા પ્રશંસા સુ, સમો માણાવ માણવો. અર્થ આત્માર્થી મુનિ, લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુ:ખમાં, જીવનમાં કે મરણમાં, નિંદામાં કે પ્રશંસામાં અને માનમાં કે અપમાનમાં સમભાવ રાખે છે. મુનિનું ઓળખાણ સમતા છે. જૈન દર્શનનું ઓળખાણ સમતા છે. તીર્થકરનું ઓળખાણ સમભાવ છે. અરિહંતનું ઓળખાણ સમભાવ છે. શ્રીઆનંદઘનજી એ સોળમાં શ્રી શાંતિનાથ ભગવાનના સ્તવનમાં આ વાત સરસ રીતે મુકી છે. માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષણ રે; વંદક નિંદક સમ ગણે, ઈશ્યો હોયે તું જાણ રે. શાંતિ જિન... સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે, મુક્તિ સંસાર બહુ સમ ગણે, મુણે ભવજનનિધિ નાવ રે. શાંતિ જિન.. અરે ગીતાના કૃષ્ણ પરમાત્મા હોય, ઉત્તરાધ્યયનના મહાવીર હોય કે પદોનો ગાનાર આનંદઘન હોય કે અપૂર્વ અવસર ગાનાર શ્રીમદ્ રાજચંદ્ર હોય. જ્ઞાનીની દશા જે છે તે છે અને જે જાણે છે તે જાણે છે. વીતરાગ માર્ગના સાધકની ઓળખાણ સમભાવ છે. પત્રાંક-૮૩૩માં કૃપાળુદેવે સમભાવ વિષે લખ્યું છે, ‘જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ વૈદ્ધનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે, અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.’ પત્રાંક ૧૩૩માં કૃપાળુદેવે લખ્યું કે, “દુઃખિયાઓનું પ્રદર્શન કરવું હોય તો અમારો નંબર પહેલો આવે. અમને સ્થિતિનું દુ:ખ નથી. કુટુંબનું દુ:ખ નથી, ધનનું દુ:ખ નથી, ધામનું દુઃખ નથી, દુઃખનાં બીજા કોઈ કારણ નથી. દુ:ખનું કારણ માત્ર વિષમ આત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે.” કેવી અદ્ભુત દેશોના ગુણગાન ગાય છે. પૂ. કાનજી સ્વામીએ એના માટે એક સરસ શબ્દ વાપર્યો છે. અપૂર્વ અવસર ઉપર લખાયેલા એમનાં પ્રવચનમાં આ ગાથા માટે લખ્યું છે, કે, “સ્વરૂપની યથાર્થ જાગૃતિ ના ભાવ વડે અપાયેલાં આ અપૂર્વતાના સંદેશા છે.’ એક એક ગાથાએ શ્રીમદ્ રાજચંદ્ર અપૂર્વતાનો સંદેશ આપે છે. આ અપૂર્વ-અવસર એવો ક્યારે ૯૦ અપૂર્વ અવસર આવશે? એ તો એને છેલ્લો અવસર જોઈએ છે. બાકી બાર ગાથા સુધીના અવસરો તો એને આવી ગયા છે. આ નિગ્રંથપદની સીડીના પગથિયાં ચડતાંચડતાં એ તો છેલ્લી ભાવના ભાવે છે. અપૂર્વતાના અદ્ભુત સંદેશા આ પુરૂષ આપી રહ્યો છે. આવી સ્થિતિવાળો પુરૂષ એનું બાહ્યચારિત્ર, અંતરચારિત્ર દેહ છે. ત્યાં સુધી કેવી રીતે વર્તે છે. - ‘એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.’ અપૂર્વ - ૧૧ આવા નિગ્રંથ, સમભાવી મુનિની વર્તનાનું સ્વરૂપ શું? એની વર્તના કેવી હોય? એ ક્યાં વિચરે? જેને કેવળ આત્માની સાધના કરવી છે, તો ક્યાં વિચરે? કૃપાળુદેવ લખે છે – શુદ્ધ સમક્તિ પ્રગટ્યા પછી ભગવાન લખે છે, “પંદર અંશે પહોંચી જવાયું છે. જો નિવૃત્તિ અને અસંગતા નો જોગ મળે તો પૂર્ણતાની પ્રાપ્તિ થાય.’ અસંગતા નો અભાવ નડે છે. “નિવૃત્તિ જોઈએ એવી મનમાનતી નથી. જો કે ઘરમાં કે વનમાં કોઈ ભેદ રહ્યો નથી. છતાં પણ ઉપયોગ બહાર દેવો પડે છે એનું દુ:ખ છે.’ આમ મુનિનું પ્રયાણ અસંગતા તરફ હોય. એટલે કહે છે કે, ‘એકાકી વિચરતો વળી સ્મશાનમાં. જેને આવી સમભાવની અવસ્થા અંગટી ગઈ છે એવા મુનિનું પ્રયાણ ક્યાં હોય? એના પુરૂષાર્થની દિશા કઈ હોય? એકાકી, વિચરતો વળી સ્મશાનમાં. ભગવાનનાં આગમમાં સાધુ ધર્મના આચારમાં આવે છે કે જ્યાં સુધી આત્મબળની દૃઢતા થઈ નથી ત્યાં સુધી એ સાધક, એ મુનિ, સત્સંગમાં રહે, ગુરૂની નિશ્રામાં રહે. ગુરૂના સાનિધ્યમાં રહે. પણ જેને આત્મબળની દૃઢતા થઈ છે એને તો સમુદાય પણ પ્રતિબંધ રૂપ છે. ગચ્છવાસી સાધુ, ગણવાસી સાધુ અને જિનકલ્પી સાધુ. આ શાસ્ત્રની અંદર માર્ગ છે. આમાં તત્ત્વમાં ભેદ નથી. ભૂમિકા ભેદે ભેદ છે. વિવેકથી વિચારવું. રોજ ચિંતન કરવું કારણ કે આપણે હજુ છદ્મસ્થ અવસ્થામાં છીએ. પૂર્ણ જ્ઞાન થતાં સુધી આપણી સમજણ આપણે સમયે સમયે વધારવી પડે છે. જીવો પરમાર્થ ૯૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર માર્ગમાં આવે પછી પોતે સુધરવા કરતાં જગતને સુધારવાની વધારે ફીકર કરે છે. એટલે કહે છે કે આ માર્ગ તો અસંગતાનો છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવો તત્ત્વનો જ્ઞાતા કહે છે કે “અમે હવે અસંગતા તરફ પ્રયાણ કરીએ છીએ. મુનિ હવે તમે અમારી પાછળ આવશો નહીં.... હવે અમે ધર્મથી પણ કોઈ સાથે સંબંધ ઈચ્છતા નથી. આ અપેક્ષાએ સમજવાનું છે. અમારી દશા એવી છે કે અમે કંઈ પણ વસ્તુ સહન કરી શક્તા નથી. હવે જગતનો ને સંસારનો પરિતાપ સહન થતો નથી. ગાંધીજી લખે છે કે, તેઓ કહેતા કે, કોઈ ચારે બાજુથી બરછી, ભાલા, ભોંકે તો સહન થાય. પણ આ જગતની મોહિની હવે સમ્મત થતી નથી. જગત સાથે હવે આ પુરૂષનું જોડાણ સંભવિત જ નથી. એટલે આ પુરૂષ એકાકી, સ્મશાન, જંગલ, પર્વત, અરણ્ય - ત્યાં જ એના બેસણા હોય. આવો સાધક હવે આવી જગાઓમાં જ વિચરે. એટલે આપણે કહીએ છીએ કે સિદ્ધોના અને સંતોના બેસણા સાધના કાળમાં ક્યાં હોય? તે ગુરુ મેરે મન બસો, જેઠ તપૈ રવિ આકરો, સૂર્ખ સરવર નીર, શૈલ શિખર મુનિ તપ તર્પ, દાૐ નગન શરીર. તે ગુરુ. શીત પડે કપિ મર ગર્લ, દાહૈ સબ વનરાય, તાલ તરંગનિકે તરૈ, ઠાઠું ધ્યાન લગાય. તે ગુરુ મેરે મન બસો, તે ગુરુ મેરે ઉર બસો. જેઠ મહિનો તપતો હોય. સરોવરનાં નીર સુકાઈ ગયા છે. આખી ધરતીમાં ચીરા પડી ગયા છે અને તે સમયે પર્વતની ટોચ ઉપર, ‘શીલ-શીખરે મુનિ તપ તર્પ.” ગ્રીષ્મની, તાપની મુનિ આતાપના લે છે. બે હાથ ઊંચા કરીને. શરીર અંગારાની જેમ દાઝી રહ્યું છે. “દાઝે નગ્ન શરીર.” અને ઠંડી પડે. આખી વનરાયો સળગી જાય. જંગલના જંગલ હીમ પડતાં ખલાસ થઈ જાય ત્યારે એ નદીના તટમાં જઈને, ઠંડી રેતીમાં મુનિ ધ્યાન લગાવે છે. આ મુનિ મારા મનમાં વસો. આદર્શ આ છે આપણો. પર્વતની અંદર જયાં વાઘ સિંહ અને જંગલી પશુ હોય ત્યાં મુનિ સાધના કરે. આ પશુઓને તો માંસ એનો પ્રિય ખોરાક છે. આવા પશુઓનો મુનિને સંયોગ થાય તો એને પણ મિત્ર માને છે. ‘અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા.’ મુનિ જે પણ આસનમાં બિરાજમાન હોય, પદ્માસન, વીરાસન- ત્યાં હિર અપૂર્વ અવસર આસન માટે કોઈ આગ્રહ નથી, પણ જે આસનમાં એ ધ્યાનમાં બેઠા હોય એમાં અડોલતા આવી જાય. અડોલ આસન એને કહેવાય પછી એનાથી ડગે નહીં. ‘ડોલે જોકે સફળ મહીધરો કલ્પ ના વાયરાથી, ડોલે તોયે કદી નવ અહા! મેરુ એ વાયરાથી.” આદેશ્વર ભગવાનની સ્થિતિ માટે ભક્તમર સ્તોત્રમાં શ્રી માનતુંગસૂરિજી કહે છે અરે! જ્યારે પ્રલય અને જંજાવાત થાય ત્યારે કલ્પ ના વાયરા વાય અને ભલભલા પર્વતો ના ભુક્કા બોલાઈ જાય, તેની શીલાઓ બધી ગબડી જાય, પણ ત્યારે મેરુ પર્વત ચલાયમાન થતો નથી. એને જૈન દર્શનમાં શાશ્વત પહાડ કહ્યો છે. હિમાલય પણ એકવાર ખીણમાં હતો. પણ મેરુ તો અડગ જ રહે છે એમ હે નાથ! તમારી આ અવસ્થા છે. મોહના ગમે તેટલા વાયરા વાય, ભયના ગમે તેટલા વાયરા વાય, ‘અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા'. મનમાં ક્ષોભ થાય તો કાયામાં ક્ષુબ્ધતા આવે, કાયા ક્ષુબ્ધ થાય તો ચલાયમાન થાય, કાયા ચલાયમાન થાય તો આત્માના પ્રદેશોમાં કંપન થાય, આત્માના પ્રદેશો કંપે તો કર્મના પુદ્ગલનું ગ્રહણપણું આવે અને કર્મનો બંધ થાય. માટે કહ્યું છે સામાયિક, કાયોત્સર્ગ, ધ્યાન. સ્થિર રહો. કાયોત્સર્ગમાં કાયાનો ઉત્સર્ગ ફરી દયો. એવી સ્થિર કરો. કૃપાળુદેવ કહે છે અમારી કાયા એવી શાંત વૃત્તિને પામે, એવી સ્થિરતાને પામે કે કોઈ મૃગલું જો ખંજવાળ આવતી હોય તો અમારા શરીરને ઝાડનું ઠુંઠું માની ને પોતાનું શરીર અમારી સાથે ખંજવાળે. સામાયિક અને કાયોત્સર્ગમાં, ધ્યાનમાં કેવું અડોલ આસન જોઈએ! સામાયિક એ જૈનનો યોગ છે. કાયોત્સર્ગ એ જૈનનો યોગ છે. કાયોત્સર્ગથી ઊંચી કોઈ યોગની સ્થિતિ નથી. ‘અન્નત્થ'નો પાઠ વાંચીશું તો બરાબર ખબર પડશે કે, એમાં કાંઈ છૂટ આપી નથી. કાયાને ત્યાં સુધી ઉત્સર્ગ કરવાની કે જાણે કાયા છે જ નહીં. કાયાનું શૈલેશીકરણ કરવું. કાયા પથ્થર સમ બની જાય. ‘અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા’. ગમે તેટલા ઉપદ્રવો આસપાસ થાય તો પણ મનની ક્ષુબ્ધતા ન થાય. ભયની છાયા પહેલાં મન પર પડે છે એટલે ક્ષોભતા પહેલાં મનમાં થાય છે. મનથી નિર્ભય હોય એને કોઈ પરિસ્થિતિ ડગાવી શકે નહીં. ‘અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા’. ભય મનમાં આવે છે. એટલે જિનેશ્વર ભગવાનનાં ૯૩. Page #48 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સ્તવનમાં કે છે- ‘નમો નિણાણે, જિઅ ભયાણું.” હે જિનેશ્વર ભગવાન! તમે અભય ને ધારણ કરનારા છો અને જગતના જીવોને તમે અભયદાન આપો છો. તમે અભયના દાતા છો. અને ‘અભયદાન” જેવું બીજું એકે દાન નથી. જ્ઞાનીઓએ સાત પ્રકારનાં ભય કહ્યાં છે, એકવાર એમાંથી કોઈ પણ ભય આવ્યો કે જીવ ભયથી કંપે છે, થરથરે છે અને મન-વચન-કાયાના યોગની સ્થિરતા રહેતી નથી. અને એની સ્થિરતા ન રહે તો પછી ચૈતન્ય ની સ્થિરતા ક્યાંથી રહે? કારણ કે કાયાના પુદ્ગલ અને ચૈતન્યના પ્રદેશ એક જ ક્ષેત્રે સાથે રહેલાં છે. એટલે એકનું ચલાયમાન થવું તે બીજાને ચલાયમાન કરે છે. જૈન દર્શનનું વિજ્ઞાન કેટલું સૂથમ છે. કેવું અદ્ભુત છે. એનો ન્યાય જુઓ. એના વિજ્ઞાનના કારણની મીમાંસા જુઓ. ‘અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા.’ મનમાં ક્ષોભ થઈ જાય તો આસન ડગી જાય. સિંઘ-વાઘ આવે અને મનમાં ધબકારા વધી જાય તો? એટલે કહ્યું કે ‘પરમમિત્રનો જાણે પામ્યા યોગ જો.’ સાધક એકાંતમાં હવે સાધના કરવા જાય છે. સંસાર ને છોડીને વનમાં, જંગલમાં, પર્વતમાં ગુફામાં જાય પણ ત્યાં તો આ જંગલી અને હિંસક પશુઓના નિવાસ્થાન છે. એની ગુફા છે. વાઘની બોડ છે. મણિધરના રાફડા છે. ભોરીંગો ત્યાં રહે છે. આ બધી ગુફાઓની વચ્ચે મુનિ ગયા છે. તો સંયોગ પણ એ પશુઓનો જ થવાનો છે. છતાં મનમાં ક્ષોભ નહીં થાય કારણ કે, ‘પરમમિત્રનો જાણે પામ્યા યોગ જો.’ અમને તો એમ લાગશે કે અમને બધા મિત્ર મળ્યા. આ સંસારમાં રહીને તો બધા દુશ્મન થયા છે. પણ જંગલમાં જવાથી તો અમને મિત્ર મળ્યા હોય એમ લાગશે. કારણ કે સંસારીઓ મોતનું કારણ છે અને પશુઓ અભયનું કારણ છે. સંતબાલજીએ સરસ લખ્યું છે કે આખી કડીમાં સમભાવની પરાકાષ્ટા જ કૃપાળુદેવે બતાવી છે અને આ રહસ્યમય શબ્દો મુક્યા છે. જ્ઞાનીની ભાષા જે જાણે છે, જ્ઞાનીના ભાવના આશયને જે પકડે છે એને જ આ બધા શબ્દોનો પરમાર્થ સમજાય છે. એટલે જ સંતબાલજી કહે છે. આ શ્રીમદ્જીના શબ્દોમાં અદ્ભત રહસ્યો છુપાયેલા છે. એ રહસ્યો પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો મન ઉપર અસર થાય તો શરીર ઉપર અસર થવાની છે અને સ્થિરતા અપૂર્વ અવસર ચલાયમાન થાય. કાનજીસ્વામી કહે છે, “મુનિરાજ શાંત ગંભીર, ઉદ્ઘલ સમાધિમાં મસ્ત રહીને જાણે હમણાં કેવળજ્ઞાન લીધું કે લેશે એવી પ્રકારનાં બેહદ સ્વભાવમાં મીટ માંડીને એકાગ્ર થયાં છે. એ પર્વતના શીખર ઉપર એવી અવસ્થામાં છે કે જાણે હમણાં કેવળજ્ઞાન પ્રગટયું કે પ્રગટ થશે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને- હજુ તો શ્રેણિક મહારાજા મહાવીર સ્વામી સાથે વાત કરે છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. જાજી વાર નથી, કેવળજ્ઞાન લેવાને. એવી પ્રકારનાં બેહદ સ્વભાવમાં મીટ માંડીને બેઠા છે. ત્યારે વાઘ કે સિંહ ભૂખથી ત્રાડ નાખતો આવે તો જાણે કે પરમમિત્ર આવ્યો કારણ કે જેને શરીર જોઈતું નથી એવા પુરૂષને શરીર જો કોઈ લઈ જાય તો જાણે કે પરમ મિત્રનો યોગ થયો.’ ઘરમાંથી જેમ કચરો ભેગો કરેલો કાઢવો હોય કે કાટમાળ ખસેડવો હોય તો તેને આપણે મિત્ર નહીં પણ ભગવાન કહીએ છીએ. કે તારા જેવો તો ભગવાને નહીં. સંસારના થોડા લાભ માટે જીવ કોઈને પણ ભગવાન કહેવા તૈયાર છે. આનંદઘનજી કહે છે કે, “હે અજીતનાથ ભગવાન! તારો પંથડો જોવા જાઉં છું તે તો અંધોઅંધ પળાય એવી સ્થિતિ દેખાય છે.” આંધળો આંધળાને દોરતો હોય એવી સ્થિતિ. કૃપાળુદેવે કહ્યું છે આ જીવને પરિભ્રમણ થવાનાં અનેક કારણોમાંથી એક કારણ એ છે કે, પોતે શંકામાં ગળકાં ખાતો હોય અને બીજાને સિદ્ધપદનો ઉપદેશ આપતો હોય. અહીં કહે છે કે આવા શરીરને કોઈ લઈ જાય તો પણ એને ક્ષોભ નથી. કારણ કે અનેક પ્રકારનાં ઉપસર્ગો મોક્ષસુખની પ્રાપ્તિ માટે જ્ઞાનીઓ સમભાવે વેદી લે છે. આવી એમની અદ્ભુત દશા હોય છે. હવે આગળ, ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો.’ અપૂર્વ - ૧૨ સાધનાની આ પરાકાષ્ઠા છે. નિગ્રંથદશાની ઉત્કૃષ્ટતાના આ નમુના છે. આવો અપૂર્વ અવસર અમને ક્યારે આવશે? જ્યારે અમે વાઘ-સિંહ જેવા પરમ ૯૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર મિત્રનો યોગ પામીએ. સુકોશલ મુનિ કાર્યોત્સર્ગની અંદર ધ્યાનમાં સ્થિત છે અને કોઈ શિયાળવી ભૂખી ડાંસ જેવી આવીને મૂનિના પગથી કરીને કમર સુધીનો ભાગ - એના અંગે અંગ ખાઈ જાય છે. ત્યારે મુનિને ભાવ થાય છે – ભાવની આ પરાકાષ્ટા છે કે, અરેરે! આ દેહ તો અમથોય પડવાનો હતો. સારું થયું એક જીવને એની આહાર તૃપ્તિ થઈ. એ જીવ હવે સંતોષ અને શાંતિ પામશે. અને કદાચ આ શરીરનો ઉપયોગ ન કર્યો હોત તો બીજા કોઈને રંજાડત, ધન્યતા અનુભવે છે. એક બીજું દૃષ્ટાંત છે. મુનિ નાવમાં નદી પાર કરીને જતા હોય છે. ત્યાં પૂર્વ ભવનાં વેરી આવે છે અને નાવને ઉથલાવે છે. ત્યારે જે બીજા વ્યંતરદેવ છે એણે ભાલો રાખ્યો છે અને મુનિ નું શરીર ઉછળીને એ ભાલા ઉપર પડે છે અને ઉભા ભાલે વિંધાઈ જાય છે. એમાંથી લોહીની ધારા વહે છે અને મુનિ વિચાર કરે છે કે આ ઉષ્ણ લોહીની ધારાથી ઠંડા પાણીના જીવો જે છે તે બિચારા વગર કારણે આધાત પામશે અને મરી જાશે. આ વિચારમાં ને વિચારમાં મુનિને એ વીંધાયેલી હાલતમાં જ કેવળજ્ઞાન થાય છે. ‘શાંતસુધારસ’ ગ્રંથની અંદર શ્રી વિનય વિજયજી મહારાજે એક સજઝાયમાં આ ઉદાહરણ આપ્યું છે. શાસ્ત્રોમાં આવા કેટલાક કથાનકો છે. કથાનુયોગ એ આખા દ્રવ્યાનુયોગને ચરિતાર્થ કરે છે. હવે- ‘ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહિ'. ઘોર તપ અને ઉગ્ર તપ એ બન્નેમાં ફરક છે. પ્રાણાંતે કષ્ટદાયક એવું તપ એ ઘોર તપ કહેવાય. ઉગ્ર તપ તો યથાશક્તિએ થાય. છ મહિનાના ઉપવાસ કરે તો શરીરની શક્તિ પ્રમાણે કરે તે ઉગ્રતપ પણ ઘોર નહીં. ઘોર તપમાં ઉગ્ર તપનો સમાવેશ થઈ જાય. મુનિ તો અરણ્યમાં છે. શૈલશિખરો છે. પર્વતની ગુફામાં છે, અને જ્યારે પોતાના ધ્યાનની સમાધિમાં એકાકાર થાય છે ત્યારે એને કોઈ પણ પ્રકારની ક્ષુધા અથવા તો તૃષા-એના પરિષહ વિજયનો ભાવ એટલો બધો પ્રબળ છે કે એ તપશ્ચર્યાને ઘોર તપ કહેવાય છે. ઘોરતપની અંદર પ્રાણ પણ ચાલ્યા જાય એવું તપ મુનિ કરે છે અને છતાં પણ મનમાં જરા પણ તાપ થતો નથી. અકળાતો નથી. તપશ્ચર્યામાં તાપ ન હોય. તપશ્ચર્યામાં શાતા હોય. જો તપ કર્યું અને મનમાં તાપ થયો તો એ કષાયનું લક્ષણ છે. અહિં કૃપાળુદેવ કહે છે તપમાં તાપ ન હોય. તપ કેટલું થાય – કેટલા પ્રમાણમાં થાય એ મહત્ત્વનું ૯િ૬ અપૂર્વ અવસર નથી. એમાં તાપ ન થવો જોઈએ. ધીરજ ન ગુમાવવી. એકાસણાનું તપ છે. નવકારસીનું તપ છે, ઉપવાસ, આયંબીલ વગેરે તપ છે. પણ તપની સાથે શાતા જોઈએ, ધૈર્ય જોઈએ, સમતા જોઈએ. તપમાં તાપ, ઉગ્રતા કે આકુળતા ન હોય. તપનું પરિણામ આ અંતરસ્થિતિ ઉપર છે. આજે ખાધું કે ન ખાધું એ મહત્ત્વનું નથી. પણ આજના દિવસની મનઃ સ્થિતિ કેવી છે? આત્માના પરિણામ કેવાં છે? આત્માના અધ્યવસાય પ્રમાણે કર્મનો બંધ થાય છે. આત્માના અધ્યવસાય કષાય યુક્ત છે કે અકષાય યુક્ત છે? અહિંયા મુનિની દશા સમજાવતા કૃપાળુદેવ, તપ સાથે તાપ ને જોડે છે. કારણ કે બહુધા સંસારના જીવો તપ કરે છે પણ તપ સાથે તાપને પ્રકાશિત કરે છે. અને કેટલીક વાર તો તપ કરીને તાપને વધારે છે. તપસ્વીને તાપ થાય એ તપનું લક્ષણ નથી. જેમ ક્રોધએ સાચનું લક્ષણ નથી તેમ તાપ આવી જાય તો સમજી લેવું કે તપશ્ચર્યામાંથી ચલિત થયો. લાંઘણ થઈ ગઈ. એમ મુનિ સંતબાલજીએ લખ્યું છે. એમણે કહ્યું છે કે જગતના જીવો તો લાંઘણ કરે છે. એને જૈન દર્શનમાં તપ શું છે? એ ખબર જ નથી. એટલે કહ્યું છે કે નાનું એવું નવકારશીનું તપ પણ મુક્તિ આપવાને સમર્થ છે. પણ એ તપ શાતાપૂર્વક થવું જોઈએ. સમતાપૂર્વક થવું જોઈએ. આકુળતા વિના, તાપ વિના, ચલાયમાનતા વિના, મનની શોભતા વિના. પ્રસન્નતાની સાથે તપ થવું જોઈએ. આનંદઘનજી મહારાજે કહ્યું છે, ‘ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ.” ઋષભ. ભગવાનની પૂજા કરી, જિનેશ્વર કથિત તપ કર્યું તો પ્રસન્નતા વેદાવી જોઈએ. જીવને ભોગમાં પ્રસન્નતા વેદાય છે. તપમાં પ્રસન્નતા નથી વેદાતી. તપ કર્યું હોય તો જોતાં જ ખબર પડી જાય. તપ ભલે કરો પણ શાંતિ રાખો. પ્રસન્નતા રાખીને તપ કરો. લેશમાત્ર મનનાં પરિણામને ચંચળ થવા દે મા! ચલિત થવા દે મા! કોઈ જ્ઞાનીએ તપનો નિષેધ નથી કર્યો. કૃપાળુદેવ, આનંદઘનજી, સંતબાલજી, બધા પોતે ઘોર તપસ્વી હતા. પણ એ લોકોએ કહ્યું છે તપના નામે તાપ નહીં, છેતરપીંડી નહીં, તપ ના નામે માન કષાયને પોષવાનો છોડી દયો. આ પારણા, વરઘોડા, સાંજીઓ- તપ કોઈક કરે અને દંડ કોઈક ભોગવે એના જેવું થાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર તપ કરતાં પહેલાં બાધા લઈ લો. ‘અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં.” પહેલાં પ્રતિજ્ઞા લેવાની કે તપના નિમિત્તે મને જગતનું એક તણખલું પણ ન ખપે. આ પહેલાં પચ્ચખાણ લઈને પછી ભગવાનની સામે જેટલા ઉપવાસ કરવા હોય તેના પચ્ચખાણ લેવાના. પ્રભુ! તારા માર્ગે મારે મારા આત્માના અધ્યવસાયને સુધારવા છે. પણ પહેલી પ્રતિજ્ઞા આ કરો કે તપના કારણે આરંભ-સમારંભ, લેતી દેતી કાંઈ નથી કરવું. મારે જિનેશ્વરનું, અસંગ પુરૂષનું તપ કરવું છે તો કોઈ લૌકિક વ્યવહારને વચમાં નહીં લાવું. આ જીવને તો તપ કર્યું હોય તો પ્રતિક્રમણ પછી કેટલાય જણ લેવા આવે. આ બધું ખૂબ સમજીને-વિચારીને કરવાનું છે. ‘ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ જો.’ સારામાં સારું ખાવાનું મળે, પારણામાં ઉત્કૃષ્ટ વાનગી મળે તો પણ એને એવો પ્રસન્નતાનો ભાવ ન થાય. ભગવાન મહાવીર છઠ્ઠના પારણે છઠ્ઠ કરતાં કરતાં વિચરે છે. અને ભગવાનને આહારનો ભાવ થાય છે. બહુલા નામની એક દાસી વાસણ સાફ કરતી હતી. તેમાંથી થોડું વધેલું અન્ન બાજુમાં ઢાંકીને પડ્યું હતું અને મહાવીરે આવીને “ધર્મલાભ” કહ્યું ને એ દાસીએ વધેલું ધાન ભગવાનને વહોરાવી દીધું. મહાવીરને કેટલી પ્રસન્નતા છે? અને ઓલી બહુલા દાસી તો ભવ તરી ગઈ. અને ઋષભદેવ ભગવાનને બાર બાર મહિનાના વરસીતપ ચાલે છે. ક્યાંય આહાર મળતો નથી. શ્રેયાંસકુમાર અમૃત જેવો શેરડીનો રસ વહોરાવે છે. તો મહાવીરને વાસી ધાન મળ્યું ને જે પ્રસન્નતા વેદાતી હતી તે જ ઋષભદેવને શેરડીનો રસ મળ્યો ત્યારે વેદાય છે. ભાવમાં ક્યાંય ફરક નથી. દશાને સમજો. સમભાવને સમજો. આ સમભાવના ઉત્કૃષ્ટ નમુના છે. ‘સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ જો’. ગમે તેટલું સરસ અન્ન મળે તો પણ આહારનાં કારણે નહીં, પણ આત્માના ગુણ પ્રગટ થાય તો સંતોષ વેદાય. ‘રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની. રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય, સાધક સમભાવમાં જ રહે. ભગવાનનાં સાડાબાર વર્ષના સાધના કાળમાં, કોઈએ પગ નીચે ચુલો પેટાવ્યો તો અરણ્યમાં કોઈએ કાનમાં ખીલા ઠોક્યા. કોઈએ મુશ્કેટાટ બાંધીને કુવામાં ઉતાર્યા અને કેવળજ્ઞાન પ્રગટ થયું ત્યારે એક કરોડ દેવતાઓ ભગવાનનું સમવસરણ રચવા નીચે આવી ગયા. કોઈ વાયુથી કચરો અપૂર્વ અવસર સાફ કરે તો કોઈ દેવતાઓ જળ વરસાવીને ભૂમિને સ્વચ્છ અને સુગંધિત કરે તો કોઈ આકાશમાંથી પારિજાતના પુષ્પોની વૃષ્ટિ કરે, કોઈ ભગવાનનાં ધ્વનિને ધ્વનિવર્ધક બનાવે કોઈ આગળ સોનાનાં કમળની રચના કરે. સુવર્ણ વૃષ્ટિ થાય, ચાર ચાર જોજન સુધી ભગવાનનું ભામંડળ દેદિપ્યમાન દેખાય કે જ્યાં બાર-બાર સૂર્યના તેજ ઝાંખા પડી. આવો મહિમા. અને સ્વર્ગમાંથી દેવોના વિમાનો ઉતરે, આ બાજુ બધા જ રાજાઓ અને સમ્રાટો હાથીની અંબાડીએ બેસીને પ્રભુની દેશના સાંભળવા આવે પણ ભગવાનની મનઃસ્થિતિમાં કોઈ ફરક નથી પડતો. સાધના કાળમાં કાંઈ મળતું નહોતું અને સમોવસરણમાં આટલું ઐશ્વર્ય! પણ ભગવાનની મનઃસ્થિતિ કેવી અદ્ભુત ‘રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની.’ જગતમાં સમવસરણથી ઉત્કૃષ્ટ પુદ્ગલનો મહિમા નથી. પુદ્ગલની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ રચના સમવસરણની છે જેવી દેવલોકમાં પણ નથી. આ ભૌતિક પદાર્થમાંથી the best વસ્તુ કઈ બની શકે? તો કે સમવસરણ આનાથી ઉત્કૃષ્ટ બીજો નમુનો ન બને. જેમ હીરામાં કોહીનુરથી ચડિયાતો બીજો કોઈ હીરો નથી તેમ જગતમાં ગમે તેટલી રચનાઓ આર્ટિકો કરે, કે ખુદ વિશ્વકર્મા આવીને રચના કરે તો પણ સમસરણથી ઉત્કૃષ્ટ બીજી રચના થઈ શકે નહીં. અને આ સમવસરણમાં બિરાજમાન ભગવાનની મનઃસ્થિતિ કેવી? ‘સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો’. કેવી દશા છે ક્યાં સુધી આ પહોંચે છે? આપણને કહે છે કે સંસારમાં દૃશ્યમાન થતી દરેક વસ્તુ પુદગલ છે. જે દેખાય તે જડ. આ સાદો નિયમ છે અને જે દેખે, જાણે તે જીવ. જ્ઞાન અને દર્શન જેનામાં છે તે જીવ. અને જેનામાં દર્શનમાં દેખાવા પણું છે અને શેય પણું છે તે જડ. દેહ પોતે જાણતો નથી, પણ જણાવાપણું છે. પોતે દેખતો નથી, પણ દેખાવા પણું છે. પદાર્થને દેખી શકાય. પણ પદાર્થ પોતે ન દેખી શકે. તો દેખનાર કોણ? એ જીવ અને દેખી શકાય એવો દૃશ્ય પદાર્થ તે જડ. તો આખી દુનિયા જડ છે કારણ કે દેખાય છે. દેહ પણ દેખાય છે માટે જડ છે. આત્મા નથી દેખાતો. પણ જ્ઞાનરૂપી દર્પણમાં આત્મા દેખાશે. જગત આખું દૃશ્યમાન પદાર્થ છે. ‘દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય; ચેતનમાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય?” આ.સિ.-(૬ર) ૯૮ ૯૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર કૃપાળુદેવે દેહનું માત્ર અડધા ચરણમાં ઓળખાણ આપી દીધું કે દેહ છે તે માત્ર સંયોગ છે. પુદ્ગલ પરમાણુનો સંયોગ છે. દૃશ્ય છે. દેખાય એવો પદાર્થ છે. દેહ રૂપી છે, એને રૂપ છે આકાર છે. માટે એ ચેતન નથી. દેહ ને ચેતન બે જુદા છે. આપણા બધાની અંદર બે વસ્તુ સાથે રહેલી છે. એક જડ છે જે આપણે ધારણ હ્યું છે અને એની અંદર રહેલો ચેતન જેના વડે આપણે બધાને જોઈએ છીએ, જાણીએ છીએ, સાંભળીએ છીએ, પરિણામ કરીએ છીએ, ભાવ કરીએ છીએ. આ વાંચીએ છીએ એમાં જે જે ભાવ થાય છે તે બધા ચેતનને લીધે છે. આ જે વંચાય છે તે જડ છે. અને જે સમજાય છે તે ચેતન છે. સંભળાય છે તે જડ છે અને સમજાય છે તે ચેતન છે. વારંવાર આટલું ભેદજ્ઞાન થવું જોઈએ. આ અમૂર્ત, નિરાકાર, નિરંજન, શુદ્ધ, જ્ઞાનદર્શનમય ચેતના એનો હું ધારક છું એ જ હું છું. આ શરીરથી હું ભિન્ન, આ હાડ-માંસ-મજજા સર્વથી હું ભિન્ન છું. ‘દેહ ન જાણે તેહ ને, જાણે ન ઇન્દ્રી પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ.’ આ.સિ.- (૫૩) આ શરીરનું આખું ખોખું પ્રવર્તી રહ્યું છે કારણ કે અંદર ચૈતન્યની સત્તા છે માટે, જો ચૈતન્ય ન હોય તો વાત ખલાસ થઈ ગઈ. અહીં એમ કહેવા માંગે છે કે આત્માના અનંતગુણ અને અનંતસુખ પાસે પુદ્ગલની કંઈ વિસાત નથી. આ ચારિત્ર અવસ્થાના ઉત્કૃષ્ટ નમૂના છે. કૃપાળુદેવ કહે છે કે “અમારૂં જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી.” એટલે વેપારમાં છીએ, દઈએ છીએ, લઈએ છીએ. પણ ચિત્ત ક્યાંય જોડાતું નથી. એમ સૌભાગભાઈને લખ્યું. ભગવાને દેવકરણમુનિને પૂછ્યું કે તમને પર્ષદામાં સ્ત્રીઓને જોઈને વિકાર થાય છે? ત્યારે મુનિએ કહ્યું કે તમે હીરા-મોતી હાથમાં લઈને જુઓ છો, તમને વિકાર નથી થતો? કૃપાળદેવે કહ્યું કે, હે મુનિ અમે તો કાળક્ટ વિષ દેખીએ છીએ. અને સૌભાગભાઈને કહ્યું કે, અમારૂ ચિત્ત તે આત્મા સિવાય ક્યાંય પ્રતિબદ્ધતા પામતું નથી. ક્ષણ પણ અન્યભાવને વિશે સ્થિર થતું નથી. સ્વરૂપને વિશે જ સ્થિર છે. સૌભાગભાઈ લખે છે કે પ્રભુ ! મુંબઈમાં બેઠાં બેઠાં, તમે આટલા વેપાર, ધંધા, ઉદ્યોગ, ગૃહસ્થી, આ બધું ચલાવો છો તો તમારી દશા તો અમને સમજાવો. તો કહે, ‘જણાવ્યા જેવું તો મન છે. જેમ મોરલીના નાદ ઉપર મણિધર સ્થિર થાય ૧૦૦ અપૂર્વ અવસર તેમ અમારૂં મન આત્માને વિશે સ્થિર છે. અને ડોલી રહ્યું છે.” મન સ્વરૂપનાં ધ્યાનમાં કેન્દ્રિત થઈને ડોલે છે. એની બીજે ક્યાંય દૃષ્ટિ નથી. કેવી અદ્ભુત દશા ! એના માટે લખ્યું છે. “અનઅવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે. એમાં પ્રારબ્ધોદય સિવાય બીજો કોઈ અવકાશ જોગ નથી.’ પ. (૩૯૬) અનઅવકાશ જેમાં કોઈ અવકાશ નથી એવું અમારું આત્મ સ્વરૂપ વર્તે છે. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે. “અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે.” (૩૩૮) “આત્માકાર ચિત્ત થઈ ગયું છે.’ આત્મકારતા એટલે શું? આત્માનું સ્વ સ્વરૂપે- પરિણામનું હોવાપણું તે આત્માકારતા. આવી આત્માકારતા અમને વર્તે છે. અને નિયમસારની ૧૪ ૬મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્યે લખ્યું છે કે, આત્માકાર જેવું ચિત્ત થયું છે તેનામાં અને વીતરાગમાં કોઈ ભેદ નથી. હમ્પીના ભદ્રમુની, સહજાનંદ સ્વામીએ કોઈને જવાબ આપ્યો છે – કોઈએ પૂછ્યું કે ‘શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મા? આપણે ક્યાંય જ્ઞાનીની અશાતના તો નથી કરતાને?” એમણે એક નાનું પુસ્તક લખ્યું છે. ‘ઉપાસ્યપદે ઉપાદેયતા'. એમણે - સહજમુનિએ જેઓ પોતે પણ બહુ ઉચ્ચદશામાં બિરાજમાન યોગી હતા, તેમની પાસે ખૂબ જ શક્તિ હતી. યોગશક્તિના ધારક હતા. એમણે લખ્યું કુંદકુંદાચાર્યજીનો નિર્દેશ આપીને કહ્યું છે કે “જેનું ચિત્ત આત્માકાર વર્તે છે એનામાં અને વીતરાગમાં કોઈ ભેદ નથી અને ભેદ ગણે તે અજ્ઞાનદશાનું લક્ષણ છે.’ પ્રભુને પ્રભુ માનીને જ એની આરાધના કરો. ભગવાનને ભગવાન જ માનો. કૃપાળુદેવ પ. ૪૧૨માં પોતાનું ઓળખાણ આપતા લખે છે 'અત્રે આત્માકારતા વર્તે છે. એવી અદ્ભુત દશા ! એને આ નિગ્રંથ થવાની ભાવના છે અને આ સ્થિતિ સુધી પહોંચેલો આત્મા કેવા અદ્ભુત સાહસ અને પરાક્રમથી કેવળજ્ઞાનના પદમાં કેવી રીતે પ્રવેશ કરે છે તે અવસરે. સપુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરશે. ૧૦૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સ્વાધ્યાય - ૫ નિગ્રંથપદ શ્રેણીનું આરોહણ - (ગાથા - ૧૩,૧૪) સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ મુક્તિના માર્ગની જે પ્રરૂપણા કરી છે, સાધનાનો જે ક્રમ બતાવ્યો છે. જીવને બોધબીજ ની પ્રાપ્તિ થયા પછી પૂર્ણત્વ તરફ પહોંચવા માટેનો જે માર્ગ છે- તે વાત પરમકૃપાળુદેવે અપૂર્વઅવસરના પદમાં મુકી છે. વીતરાગનો માર્ગ કેવા પ્રકારનો છે? બોધબીજની પ્રાપ્તિથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીનો ક્રમ શું છે? અને કેવળજ્ઞાનીનું સ્વરૂપ શું છે? અને કેવળજ્ઞાનીની અવસ્થા પૂરી થયા પછી જીવ જે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે એનું સ્વરૂપ શું છે? એ યથાતથ્ય, સર્વજ્ઞ પ્રણિત માર્ગને પોતાના જ્ઞાનબળથી, શ્રીમદ્ રાજચંદ્રજીએ, આપણે સમજી શકીએ એવી ભાષમાં ખૂબ સરળતાથી સમજાવ્યું છે. આ વિષય ખૂબ જ ગહન છે. અને સમજવું તથા સમજાવવું બન્ને રીતે કઠિન છે. સમજવા કરતાં પણ સમજાવવું વધારે કઠિન છે. કેમ કે આ વિષયમાં, જૈન માર્ગની જે પ્રરૂપણા કરવામાં આવી છે, અને એમાં કેવળ જૈન પરિભાષામાં જ બધી વાત ચાલે છે માટે કઠિન છે. એક પણ શબ્દ આપણી લૌકિક ભાષામાં બેસતો નથી. બેસાડી શકાય નહીં. એવું આ ગુણસ્થાન આરોહણ ક્રમનું ‘અપૂર્વ અવસર’નું પદ છે. જેમાં દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ નાશ કરવા માટેની વાત છે. ભૂમિકા જ ત્યાંથી છે કે જેનો દર્શનમોહ સમાપ્ત થયો છે, અને જેને ચારિત્રમોહ સમાપ્ત કરવો છે. ચારિત્રમોહ સમાપ્ત થાય તો જ યથાખ્યાત ચારિત્ર, યાને કે સર્વજ્ઞતા, એટલે કે પૂર્ણ વીતરાગ પદની પ્રાપ્તિ થાય છે. જેને કેવળીપદ કહે છે. તો સમ્યક્દૃષ્ટિ આત્મા નિગ્રંથપદની આરાધના કરીને હવે કેવળીપદની કેવી રીતે પ્રાપ્તિ કરે છે. એ વાતની અંદર બાર ગાથા સુધી ભગવાને ચોથા ગુણસ્થાનકથી આ વાત મૂકી છે કે ચારિત્રમોહનો નાશ કેવી રીતે કરવો? તે ગાથાઓનો સ્વાધ્યાય આપણે કર્યો. હવે નિગ્રંથ શ્રેણીનું જે આરોહણ છે તે- જેમ વિમાન Runway થી દોડીને Take off કરે, તેમ આ આત્મા હવે ઉર્ધ્વગતિમાં Take off કરવાનો છે. એ હવે એક વાર Take off કરે પછી ક્યારેય ત્યાંથી પાછો આવવાનો નથી. This is the last take off. આ નિગ્રંથએ લીધેલો Take off એવો છે કે ત્યાંથી હવે એને ધરતી પર ક્યારેય પાછા આવવાનું નથી. એ વાત અદ્ભુત રીતે પરમકૃપાળુ દેવ કહે છે. ૧૦૨ અપૂર્વ અવસર ‘એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો.’ અપૂર્વ- ૧૩ ‘એમ પરાજય કરીને ચાસ્ત્રિમોહનો’ – એમ એટલે કેમ? કઈ રીતે? આ સાધકે દર્શનમોહ વ્યતિત થયા પછી, દર્શનમોહનો નાશ થયા પછી, જ્ઞાનીના બોધનાં બીજથી, એને જે બોધીબીજ પ્રગટયું છે. એ બોધના આધાર ઉપર આ સાધક, સાધકદશામાં પ્રવેશ કરે છે. આ સાધકદશા તે નિગ્રંથદશા છે. એમાં એણે ચારિત્રમોહનો નાશ કર્યો. કેવી રીતે? તો કહે આગલી બાર ગાથાઓનાં જે steps છે તે ફરી જોઈ લઈએ. જેથી લક્ષની બહાર કંઈ જાય નહીં. કૃપાળુદેવે છવ્વીસ પગથિયાં ચારિત્રમોહનાં નાશ માટે કહ્યાં છે. આ ધારણા કરવાની છે કે આ અપૂર્વઅવસરના એક એક પગથિયાં મારા જીવનમાં ક્યારે પ્રાપ્ત થાય? આવી સાધક દશાનો અવસર પ્રભુ ! મારા જીવનમાં ક્યારે આવશે? એ જ ઝંખના કરવાની છે. આ જ અભિલાષા અને આ જ તમન્ના રાખવાની છે. (૧) બાહ્યાંતર નિગ્રંથ થવાની ભાવના અને મહત્ પુરૂષના પંથે વિચરવાની ભાવના. સર્વ ભાવથી ઉદાસીનતા. જગતની કોઈપણ વસ્તુ પ્રત્યે કોઈ પણ જાતની સ્પૃહી નહીં. જગતની કોઈ વસ્તુ ખપે નહીં. હું મારામાં પૂર્ણ છું. એટલે મારી પૂર્ણતા માટે મારે બહારના એક પણ પદાર્થની કે પરમાણુની આવશ્યક્તા નથી. (૩) આ દેહ છે તે પણ માત્ર સંયમ હેતુ જોઈએ. સંયમ સિવાય દેહની કલ્પના નહીં અને તે પણ મૂર્છા રહિતપણે. દેહની આવશ્યક્તા ખરી પણ સંયમના હેતુથી અને મૂછ રહિત. (૪) ઘોર પરિષહ કે ઉપસર્ગના ભયથી પણ જે સ્થિરતાનો અંત ન આવે એવી આત્મસ્થિરતા. આ ભાવના છે તે અપૂર્વ અવસર છે. (૫) મન-વચન-કાયના યોગનું સંક્ષેપપણું જોઈએ છે. આ યોગ બહુ ફેલાવ્યા ૧૦૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર બહુ પથરાવ્યા, બહુ વિસ્તાર્યા હવે સંક્ષેપ કરવાનાં છે. (૬) આ યોગની પ્રવર્તના હવે સ્વરૂપના લક્ષથી, જિનેશ્વરની આજ્ઞાથી અને સંયમના હેતુથી થાય. “આ દેહાદિ આજથી વર્તે પ્રભુ આધિન.” હવે આ મન-વચન-કાયાના યોગનું જે પ્રવર્તન થવા સર્જાયેલું હશે તે ફક્ત સ્વરૂપનો લક્ષ, જિનેશ્વરની આજ્ઞાને આધિન અને સંયમના હેતુથી જ થશે. એ સિવાય આ યોગની પ્રર્વતના પણ જોઈતી નથી. (૭) તે પણ - તે પ્રર્વતના પણ અંતે નિજસ્વરૂપમાં લીન થાય એ રીતે ક્રમશઃ ઘટતી અવસ્થામાં જોઈએ છે. જ્ઞાન થયા પછી એની પ્રવર્તના ઘટતી હોય. ‘તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, નિજ સ્વરૂપમાં લીન થવાના હેતુથી સમાઈ જાય છે. પોતામાં સમાઈ જવાની સ્થિતિ. ‘જે સમજયા તે સમાયા.” કૃપાળદેવે સૌભાગભાઈને એક વાક્યમાં પરમાર્થમાર્ગની સાધનાનો સાર કીધો. કે જે સમજયા છે તેનું લક્ષણ સમાઈ જવું તે છે. (૮) પંચેન્દ્રિય વિષયમાં રાગદ્વેષ વિરહિતપણું. (૯) પંચ પ્રમાદમાં મનની ક્ષોભ રહિત અવસ્થા. (૧૦) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિબંધ વિના, અપ્રતિબદ્ધ પણે, ઉદયાધીન અને વીતલોભ એની વિચરણા હોય. વિચરવું છે પણ ભાવ અપ્રતિબદ્ધતાથી ઉદયાધીનપણે- “વિચરે ઉદયપ્રયોગ” અને વીતલોભ. એ રીતે વિચરવું છે. (૧૧) ક્રોધના ઉદય પ્રત્યે ક્રોધ. (૧૨) માનના ઉદય પ્રત્યે પ્રભુની મહાનતા વિચારી પોતાની પામરતા અને દીનતાનો ભાવ કરવો તે. (૧૩) માયાના ઉદય પ્રત્યે સાક્ષી ભાવની ચિંતવના કરવી અને માયાની ઉપેક્ષા કરવી. (૧૪) લોભના ઉદયે લોભની કંજુસાઈ. ત્યાગપણાની પ્રબળ ભાવના. (૧૫) ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ ક્રોધ નહીં. ક્ષમાભાવ. અશુભનો ઉદય ન હોય તો જગતનો કોઈ જીવ મને દુઃખ આપવાને સમર્થ નથી. તો મને આણે ૧૦૪ અપૂર્વ અવસર (કોઈએ) દુઃખ આપ્યું છે એમ નહીં. પણ મારા અશુભ કર્મના ઉદયના કારણે મને દુઃખની પ્રાપ્તિ થઈ છે. મને પ્રતિકુળતા પ્રાપ્ત થઈ છે. આ જીવ તો એમાં માત્ર નિમિત્ત છે. આ નવાણિયો કુટાઈ ન જાય એ આપણે જોવાનું છે. એ તો નિમિત્ત છે. મારો અશુભનો ઉદય ન હોય તો કોઈ મને દુ:ખ આપી શકે એવી વિશ્વની વ્યવસ્થા નથી, ઉપસર્ગ કરનાર પ્રત્યે ક્રોધ નહીં અને - (૧૬) ચક્રવર્તી આવીને વંદના કરે તો પણ માન નહીં કે ગર્વ નહીં. સમ્રાટ આવીને પગમાં પડે તો પણ ગર્વ નહીં. (૧૭) દેહ છૂટવા જેવા પ્રસંગ પ્રાપ્ત થાય તો પણ કિંચિત્ માયાચાર નહીં. છળ નહીં. કપટ નહીં. ભિન્નતા નહીં. દંભ નહીં. છેતરપીંડી નહીં. એક માયાશલ્યને આચરીને મલ્લી જિનેશ્વરને સ્ત્રી વેદ પ્રાપ્ત થયો. આ તદ્ભવ મોક્ષગામી આત્માને પણ માયાને લીધે આવરણ આવી ગયું. (૧૮) રિદ્ધિ, સિદ્ધિ કે લબ્ધિના નિધાન પ્રત્યે પણ લોભ કે તૃષ્ણા નહીં. પોતાની શક્તિથી રિદ્ધિ-સિદ્ધિને લબ્ધિના નિધાન પ્રગટે, ઐશ્વર્યની છોળો ઉછળે તો પણ તે પ્રત્યે તૃષ્ણા નહીં. લોભ નહીં. સ્પૃહા નહીં. અંતરંગ સ્પૃહા નથી એવી તો જેની ગુપ્ત આચરણા છે. આને અંતરંગમાં પણ લેશમાત્ર સ્પૃહા નથી. (૧૯) નગ્નત્વ, મુંડત્વ, અજ્ઞાનતા, અદંતધોવન સહિત, કેશ, નખ, રોમ કે શરીરના અંગ ઉપાંગમાં ક્યાંય શૃંગાર નહીં. દેહભાવ નહીં. દેહની આળ પંપાળ નહીં. શાતાશિલિયાપણું અને સુખશિલિયાપણું – આ બન્ને મહાભયંકર છે. જીવને રોકી રાખે છે સાધના કરતાં અને દેહભાવને પ્રબળ કરે છે. શાતાશિલિયાપણું. અગિયારમે ગુણસ્થાનકે જે મોહ ઉત્પન્ન થાય છે એમાં શાતા-ગારવ એ કારણ અધિક છે એમ કૃપાળુદેવ કહે છે. માટે વ્રત-તપ-જપ-કઠોરતા કરો. શાતાશિલિયાપણું નહીં. જૈન ધર્મમાં બધા ટીકા કરે છે કે ઇન્દ્રિય દમનનો માર્ગ છે. ઇન્દ્રિય-દમનનો માર્ગ હોય તો જ આત્માનું ઉત્થાન થાય. ઇન્દ્રિયોને આળપંપાળ કરવાથી આત્મા નહીં જાગે. સાધક્તા શું છે એ સમજવા માટે ગંભીરતા અને ઉંડાણપૂર્વક ૧૦૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર વિચારવું જોઈએ. અરે ભાઈ! ઇન્દ્રિયોનું દમન કર્યા વિના આત્માની પ્રભુતા નહીં પ્રાપ્ત થાય. કલેક્ટરની સત્તાના ગાણા ગાયા સિવાય આત્માની સત્તાનું માહાભ્ય સમજો. આ આત્માની સત્તા છે એ જ ઇન્દ્રિયોના સ્વચ્છંદ પર અંકુશ મૂકે છે. તું તારા આત્મા પર મિલિટરી રાજ કર. ઇન્દ્રિયો ઉપર સરમુખત્યારશાહીથી વર્તાય. જીવનું કલ્યાણ કરવું હોય તો બૌદ્ધિક વાત પર ન જવું આત્મિક વાત પર લક્ષ આપવું. (૨૦) દ્રવ્ય અને ભાવથી સંયમ પૂર્ણ નિગ્રંથપણું. (૨૧) શત્રુ-મિત્ર, માન-અમાન, જીવિતવ્ય કે મૃત્યુ અને ભવ કે મોક્ષ બધી જ અવસ્થામાં સમાનભાવ. બધી જ પરિસ્થિતિમાં- વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના કે તત્ત્વ વિચારણા આ ચારે જુદા-જુદા પ્રસંગોમાં બધામાં ‘શુદ્ધ વર્તે સમભાવ જો.’ (૨૨) એકાકી, અસંગદશામાં, જંગલ, સ્મશાન કે પર્વતમાં વિચરવું થાય એવો અવસર. (૨૩) વાઘ-સિંહ અને હિંસક પશુઓ વચ્ચે પણ અડોલ આસન અને ક્ષોભ રહિત મનની અવસ્થા. આસન અડોલ- એ શરીરની વાત થઈ. અને મનની વાત-ક્ષોભ રહિત મનની અવસ્થા. (૨૪) ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. આકુળપણું નહીં. સંક્ષોભપણું નહીં. કલેશ-અંકલેશના પરિણામ નહીં. જયારે તપ કર્યું છે ત્યારે કષાય કે કલેશ સંકલેશના ભાવ ન થવા જોઈએ. તપ કરવું અને કષાય કરવો એ વીતરાગના માર્ગની ઘોર અશાતના છે. તપ કરીને કલેશ કે કલહ કરવો નહીં. બાર પ્રકારનાં તપ છે. ફક્ત ઉપવાસ કે અઠ્ઠાઈ નહીં પણ સ્વાધ્યાય એ પણ તપ છે. અત્યારે આ જગ્યાએ બેસીને આપણે બધા સ્વાધ્યાયનું તપ કરી રહ્યા છીએ. એમાં કિંચિત્માત્ર પણ મનના અધ્યવસાય લેશિત થવા દેશો નહીં. નહીંતર તપમાં દોષ આવશે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે સ્વાધ્યાય જેવું ઉત્તમ કોઈ તપ નથી. પડતાકાળમાં, અપૂર્વ અવસર કળિયુગમાં, પંચમકાળમાં, પ્રભુએ કહ્યું છે કે બીજા તપથી જીવ, મનથી બીજે ભાગી જશે પણ સ્વાધ્યાય એને સત્પુરૂષની સાથે જોડી રાખશે. બીજા કોઈ પણ તપમાં મનની પરિણતિ બીજે ભાગી શકે. પણ સ્વાધ્યાયમાં તો મન ત્યાં જોડાઈ જ જાય કે પુરૂષ શું કહે છે? એના કહેવાનો અર્થ શું છે? એનો ભાવ શું છે? અને તેમાં પણ લખવાનું શરૂ કરીએ તો ભાવથી આપણે એકદમ એમાં જોડાઈ જઈએ. વચનામૃત ના એક એક પાનાને રોજ લખીએ તો ઉપયોગ બીજે જાય નહીં. સ્વાધ્યાય જેવું ઉત્કૃષ્ટ બીજું તપ નથી. બહેનોને ખાસ કહેવાનું કે વરસીતપ ઉપાડવો હોય તો સ્વાધ્યાયનો વરસીતપ કરો. ભલે આપણે ગ્રેજ્યુએટ કે પી.એચ.ડી. ન હોઈએ. પણ ભગવાનનાં વચનનું એક પાનું રોજ લખો. અને જે દિવસે ન લખાય તેના બીજે દિવસે ઉપવાસ કરવાનો. સ્વાધ્યાયનો તપ ઉપાડો. અત્યંતર તપ વિના મુક્તિ નથી. કર્મને ખપાવવા હશે તો તપ વિના બીજો કોઈ આરોવારો નથી. જ્ઞાન-દર્શન અને ચારિત્ર સાથે ભગવાને તપ ને કહ્યું છે. મોક્ષ પ્રાપ્તિનાં આ ચાર કારણો છે. પત્રાંક ૯૧૮માં ભગવાને કહ્યું છે કે મોક્ષના આ ચાર કારણ અવિરોધ પણે પ્રાપ્ત થાય ત્યારે જ જીવ મુક્તિ પ્રાપ્ત કરી શકે. તપથી જૂના સંચિત કરેલાં કર્મોને ઉદીરણામાં લાવીને ખપાવી શકાય છે. પ્રદેશ ઉપર લાવીને એને નિર્જરી શકાય છે. આવો તપનો મહિમા છે. અને બાહ્ય અને અત્યંતર બન્ને તપમાં અત્યંતર તપનો મહિમા વિશેષ છે. આ તપ જિનેશ્વરે કહેલાં છે. જિનભક્તિ, વૈયાવચ્ચ, કાયોત્સર્ગ, સ્વાધ્યાય એ તપ છે. તપની અંદર મનમાં તાપ નથી, ક્લેશસંકલેશના પરિણામ નહીં, કષાયના અધ્યવસાય નહીં. તો જ તપનું ફળ નિર્જરા છે. (૨૫) સરસ અન્ન, પર્સ ભોજન, મિષ્ટ ભોજન પણ પ્રસન્ન ભાવ નહીં. કોશાના વેશ્યાગૃહની અંદર સ્થૂલિભદ્રજીએ ચાર્તુમાસ કર્યો અને સ્થૂલિભદ્રજીને ચારિત્ર ભ્રષ્ટ કરવા માટે થઈને કોશા એને ગોચરીની અંદર રોજ ષટ્રસ ભોજન વહોરાવતી હતી. અને સ્થૂલિભદ્રમુનિ રોજ એનો આહાર કરતા 109 ૧૦૬ Page #55 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર હતા. છતાં પણ લેશ પણ મનમાં વિકાર ન થવાનું કારણ એને મનમાં પ્રસન્નતા વેદાતી નહોતી. ‘સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ જો.” (૨૬) રજકણ કે વૈમાનિક રિદ્ધિ- એમાં કેવળ નિર્લેપભાવપણું, કેવળ નિર્મોહિપણું એને બન્ને વસ્તુસમાન છે. કોઈના પ્રત્યે રાગ નથી કે ષ નથી. કોઈના પ્રત્યે રતિભાવ નથી, કોઈના પ્રત્યે અરતિ ભાવ નથી. આ સૂક્ષ્મ પરિણતિ છે. આવી છવ્વીસ અપૂર્વ અવસરની અવસ્થાઓ પ્રાપ્ત કરી તે કૃપાળુદેવ કહે છે – આ બધી અવસ્થામાંથી ભગવાન પસાર થયા છે. બધી અવસ્થા એમણે સિદ્ધ કરી છે. માત્ર લખી નથી અનુભવથી સિદ્ધ કરી છે. એટલે કહે છે - ‘એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જયાં કરણ અપૂર્વ ભાવ જો.’ હવે હું એ જગ્યાએ આવું છું. કે જયાં કરણ -કરણ એટલે આત્માના પરિણામ- અપૂર્વ હોય. ‘અપૂર્વકરણ.” આ અનાદિ અનંતની યાત્રામાં જીવ બેવાર અપૂર્વકરણના પ્રયોગ કરે છે. અપૂર્વકરણ એટલે, પુરી તાકાત લગાવીને, કરેડિયાં કરીને, જીવની પુરી તાકાતથી, પુરા વિશ્વાસથી, મન-વચન-ક્રિયાની એકાગ્રતા થી જેમ ઓલમ્પિક્સમાં દોડતો ખેલાડી છેલ્લે જીતવા માટે કેવી ફાળ ભરે – એમ અપૂર્વકરણ જીવનમાં બેવાર પ્રાપ્ત થાય. એક્વાર મિથ્યાત્વમાંથી અપૂર્વકરણ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે. પહેલાં ગુણસ્થાનકથી ચોથાગુણસ્થાનકે છલાંગ મારે એ અપૂર્વકરણથી મારે. આ જીવ બોધની તત્ત્વજ્ઞાનની વાત રોજ ર્યા કરે પણ પ્રયોગ કોઈ દિવસ ન કરે. જ્ઞાની કહે છે ગ્રંથિભેદ સુધી આ જીવ અનંતીવાર આવીને પાછો હટયો છે. કારણ કે જ્યારે જીવ ગ્રંથિભેદ કરવાનો પુરૂષાર્થ કરે છે ત્યારે એ ગ્રંથિ રૂપાંતર થઈને એને નબળો પાડી દે છે. કે હમણાં શું ઉતાવળ છે? પછી હું આનો જય કરીશ. મને ખબર છે, હું જાણું છું મને આનાથી કંઈ નુકશાન થશે નહીં. આ જાણપણને લીધે જે મોહદશામાં પડે છે એ ક્યારે પણ અપૂર્વકરણ કરી શક્તો નથી. જીવને સત્પુરૂષનો બોધ પ્રાપ્ત થતો હોય તો કરેંગે યા મરેંગે એવા પુરૂષાર્થમાં લાગીને પહેલું અપૂર્વકરણ પ્રાપ્ત કરવા મંડી પડવું જોઈએ. Do or die, not to question why? કરો અને પામો. શા માટે? એ પૂછવાની જરૂર નથી. કારણ કે સત્પુરૂષનો બોધ અપૂર્વ અવસર છે. સર્વજ્ઞનું કથન છે. જિનેશ્વરની આજ્ઞા છે. why પૂછનાર આપણે કોણ? એ સ્થિતિમાં આવીને જીવ ગ્રંથિનો ભેદ કરે એ પહેલું અપૂર્વકરણ. પહેલું અપૂર્વકરણ દર્શન મોહનો નાશ કરે અને બીજું અપૂર્વકરણ ચારિત્રમોહનો નાશ કરે. આ છવ્વીસ પ્રકારનાં પગથિયામાં ચડી અને જીવ અપૂર્વકરણમાં આવીને છેલ્લી જે મર્યાદા છે મોહની, મોહના જે છેલ્લાં દળિયા છે એને સમાપ્ત કરે એ બીજું અપૂર્વકરણ છે. આ બીજા અપૂર્વકરણથી સર્વજ્ઞતા, પૂર્ણ વીતરાગતા, કેવળજ્ઞાન એ જીવ પ્રાપ્ત કરે છે. દેહ છતાં નિર્વાણની અવસ્થા એ બીજા અર્પવકરણથી પ્રાપ્ત કરે છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર આ ભૂમિકાએ પહોંચીને આપણી સાથે વાત કરે છે. શબ્દપ્રયોગ વાપર્યો છે. ‘આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો.’ પહેલાં અપૂર્વકરણના તો આ છવ્વીસ સાધન હતા. પણ બીજા અપૂર્વકરણની અંદર સાધનમાં કેવળ ભાવ. કેવળ અંતરની પરિણતિ. કેવળ શ્રુતનું અવલંબન, કેવળ અનન્ય ચિંતન જેના જેવું બીજું કોઈ ચિંતન હોઈ શકે નહીં. ‘અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો.’ અનન્ય ચિંતન એટલે જ કૃપાળુદેવે કહ્યું છે ‘કર વિચાર તો પામ” આ સાદા-સામાન્ય વિચારની વાત નથી. Contemplation with meditation જ્યારે તું તારા આત્મસ્વરૂપમાં લીન છો અને ત્યારે તારા આત્માના જ્ઞાન ગુણની જે પર્યાય છે એને જ્ઞાનીઓએ ‘અનન્યચિંતન' કહ્યું છે. એને જ્ઞાનીઓએ અનુપ્રેક્ષા કહ્યું છે. આવી અનુપ્રેક્ષાની ભાવનાની અંદર આવી ચિંતવના કરતાં કરતાં અનંતા જીવો કેવળજ્ઞાનને પામ્યા છે. ભરત મહારાજા આરિલાભુવનમાં તૈયાર થતા હતા, અને આંગળી ઉપરથી વેઢ નીકળી ગયો, એ વેઢથી આંગળીનું મહત્ત્વ, આંગળીથી શરીરનું મહત્ત્વ અને શરીરથી મારું મહત્ત્વ? તો મારી મહત્તા આ વેઢમાં છે-વટીમાં છે? એક આંગળીમાંથી વીંટી નીકળી જતાં અનન્ય ચિંતનની ધારા શરૂ થાય છે. પૂર્વે કરેલું છે માટે સંસ્કાર છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત હોવા છતાં બધા માણસોને મોક્ષની પ્રાપ્તિ કેમ ન થાય? તો કહે એને સત્પુરૂષના બોધની શ્રુતિ નથી. અને શ્રુતિ ન હોય તો કોઈ સંસ્કાર ન હોય. આપણને બોધની શ્રુતિ જ નથી. અને પૂર્વના સંસ્કાર ૧૯ ૧૦૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર નથી તો હવે આ ભવે તો સંસ્કાર લઈએ કે આ વર્તમાન ભવ આવતા ભવ માટે પૂર્વ થાય. અહીંથી જે સંસ્કાર લઈ જઈશું તે જન્મ-જન્માંતરમાં, ભવભવાંતરમાં સાથે જ આવશે. માટે શ્રુતિના સંસ્કાર લેવા જોઈશે. અને શ્રુતિ એટલે આત્મજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે એવા પુરૂષોનો બોધ એને શ્રુતિ કહેવાય. કૃપાળુદેવ કહે છે કે બારમાં ગુણસ્થાનક સુધી આપણે બધા સાધક જ છીએ. બારમાં ગુણસ્થાનકના અંત સુધી શ્રુતનું અવલંબન જીવને આવશ્યક છે. કારણ કે એ ચિંતનની ધારામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ થઈ જાય, દોષ આવી જાય તો તે સમયે શ્રુતનું અવલંબન જીવને પડતો અટકાવે છે. ત્યાં પણ નિજ છંદે ચાલવાની જ્ઞાનીઓની આજ્ઞા નથી. કૃપાળદેવે તો બહુ સ્પષ્ટ માર્ગ મૂક્યો છે. બારમાં ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી અને કેવળાશન પ્રગટવાના પહેલાં સમય સુધી- ત્યાં સુધી શ્રુતનું અવલંબન લેવાનું કહ્યું છે. એવું અપૂર્વકરણ કરવું છે. એવો આ બીજો પ્રસંગ શ્રીમદ્ રાજચંદ્રજીને જીવનમાં પ્રાપ્ત થાય છે. આ પુરૂષ પહેલું અપૂર્વકરણ કરીને આવેલો છે. બીજું અપૂર્વકરણ આ મનુષ્યભવમાં કરે છે. અને આ અપૂર્વકરણનું સ્વાભાવિક પરિણામ મોક્ષ તે આવતા દેહમાં છે. એટલે જ કહે છે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આ અહો હવે દશા બદલાઈ ગઈ એટલે ભવમાં ખેદ નથી વર્તતો. નિશ્ચય વર્તે છે. અપૂર્વકરણ થઈ ગયું છે. ચારિત્રમોહનો નાશ થઈ ગયો છે. એ જ કહી શકે કે હવે એક દેહ લેવાનો બાકી હોય તો તે દેહ બંધનું કારણ નથી, મુક્તિનું કારણ છે. આ દશાની કોઈ કલ્પના આપણે કરી શકીએ એમ નથી. એમને એકાવતારી પણું પ્રાપ્ત થયું હતું. આપણે એમના ગુણસ્થાનકનો વિચાર નથી કરવાનો. પૂ. કાનજી સ્વામીએ કહ્યું'તું શ્રીમદ્ રાજચંદ્રજી આ કાળના એક મહાન ઉપકારી હતા. અનંત ભવનો છેડો વણી લઈ એમણે માત્ર એક ભવ બાકી રાખ્યો. આવું અદ્ભુત પરાક્રમ કર્યું છે. અને એવું અદ્ભુત સામર્થ્ય એમને હતું. ‘આત્મસિદ્ધિ'ની રચના કરી અને જૈન શાસનની શોભા વધારી છે અને ‘અપૂર્વ અવસર’ પદમાં તો એમણે અપૂર્વતાના સંદેશા આપ્યા છે. શ્રીમદ્જીએ આ ક્ષેપક શ્રેણી માંડી છે. એના માટે કાનજીસ્વામી કહે છે, આ ક્ષેપક શ્રેણી એતો શુકલધ્યાનનો પાયો. આત્મા જ્યારે ૧૧૦ અપૂર્વ અવસર આ ગુણશ્રેણીમાં આવે ત્યારે સમયે સમયે અનંતગુણી વિશુદ્ધિ વધતી જાય છે. કૃપાળુદેવે આંક ૫૪૧માં આ જ કહ્યું છે. ‘જ્ઞાની પુરૂષોને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે.” એમ સર્વજ્ઞએ કહ્યું છે તે સત્ય છે. કારણ કે પોતાને અનુભવ છે અને તે સંયમ વિચારની તીક્ષ્ણ પરિણતિથી બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. એટલે આત્મ સ્થિરતા પણ છે અને વિચારની તીક્ષ્ણ પરિણતિ, અનન્ય ચિંતન છે. સત્યાવીસમાં વર્ષે લખ્યું છે. ઓગણત્રીસમાં વર્ષે પદસ્થ કર્યું છે. અપૂર્વકરણની શ્રેણીમાં આવેલો પુરૂષ ગર્જના કરે છે કે, ‘શ્રેણી ક્ષપkણી કરીને આરૂઢતા. હવે તો ક્ષપક શ્રેણીમાં જ જાવું છે. શ્રેણી બે છે. આ પગથિયે પહોંચે એટલે બે ફાટા પડે. એક ઉપશમ શ્રેણી અને બીજી ક્ષપક શ્રેણી. અને એ વાત કૃપાળુદેવના ધ્યાનમાં હતી. આ જન્મ જન્માંતરનો યોગી છે. ભવ ભવાંતરની અંદર તેમણે સાધના કરી છે. અને જાતિસ્મરણ જ્ઞાન એટલું બધું પ્રબળ છે કે આત્મવિકાસની સાધનાના ભૂત-ભવ આ જન્મમાં અનુભવ ગમ્ય થાય છે. અને એ કહે છે કે ભૂત-ભવ અનુભવ ગમ્ય ન થાય એવું જાતિસ્મરણજ્ઞાન ઉપકારી થતું નથી. ભૌતિક વસ્તુઓ સંબંધિત જાતિસ્મરણ જ્ઞાન થાય એ તો સ્મૃતિનો એક પ્રકાર છે. જ્ઞાન નથી. આત્માની જ્ઞાન અવસ્થા આવવી જોઈએ. અને જ્ઞાન અવસ્થામાં કૃપાળુદેવ કહે છે અને ભગવાન મહાવીરની સાથે આ સ્થળે(ક્ષેત્રે) વિચરતા હતા. ભગવાન મહાવીર આવો ઉપદેશ દેતા હતા. અરે શાસ્ત્રમાં વાંચજો અને ન મળે તો મુંઝાતા નહીં. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી તે અમે જાણીએ છીએ. આમ આ બે શ્રેણી પડે. ઉપશમ શ્રેણીમાં આત્મા જોરથી પોતાના કષાયભાવને-મોહભાવને શાંત કરી દે. ઉપશમ એટલે સત્તામાં રહેલા પરંતુ ઉદયમાં ન આવેલા. એવી કર્મસત્તાને શાંત કરીને આગળ વધે. તો શું થાય? તો કહે છે એ જીવ અગિયારમાં ગુણસ્થાનકેથી પાછો વળે છે. શ્રીમદ્જીએ પત્રાંક ૧૭૦માં અદ્ભત રહસ્ય બતાવ્યું છે. ‘બે જાતની શ્રેણી છે ઉપશમ અને પક. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. અગિયારમાં ગુણસ્થાનક સુધી પહોંચેલો, ઉપશમ શ્રેણી માંડેલો જીવ ત્યાંથી પાછો વળે છે. ઉપશમશ્રેણી પણ બે પ્રકારે ૧૧૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર છે. એક આજ્ઞારૂપ અને બીજી માર્ગને જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવા રૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞાના આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે.” આ ચોવીસ વર્ષની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્ર લખે છે. આ નજરે જાયેલી, આત્માએ અનુભવેલી વાત છે કે, જો જીવ ઉપશમ શ્રેણીમાં ગયો હોય તો માર્ગના અજાણપણાને લીધે કે આજ્ઞાના અનઆરાધકપણાને લીધે પાછો વળી શકે છે. એટલે આ પદની રચનાની અંદર આ બન્ને વસ્તુ ધ્યાનમાં રાખીને એમણે કહ્યું કે, ‘શ્રેણી લપકતણી કરીને આરૂઢતા. ત્યાં ઉપશમ શબ્દ ન મૂક્યો. ક્ષેપકની વાત કરી. હવે ભૂલ નથી કરવી. પૂર્વે જે ભૂલ કરી છે, લથડ્યા છીએ, તે જાણે છે. આ ઠેઠ ઉપર સુધી પહોંચેલો આત્મા છે. આને ભોમિયા કહેવાય. ભોમિયાએ બતાવેલા માર્ગમાં કોઈદિ ભૂલ હોય નહીં. નકશો કાઢીને માર્ગ જોયો હોય તો એમાં ભૂલ થવાની સંભાવના છે. જેમ કોઈ ટેલીફોન ઉપર હાથના ઈશારાથી માર્ગ બતાવે તો સામે જીવ સમજી ન શકે. તેમ જગતના જીવો આપણને માર્ગ બતાવે છે અને એ બતાવેલા માર્ગથી અનેક જીવો ભૂલા પડ્યા છે. શ્રીમજી કહે છે, “શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા.’ હવે શપક શ્રેણીમાં આરૂઢ થાઉં છું. જેમ ઘોડેસવાર ઘોડા ઉપર બેસે ત્યારે આરૂઢ થયો કહેવાય. હાથી ઉપર બેસે ત્યારે આરૂઢ થયો. રાજા સિંહાસન ઉપર આરૂઢ થાય. એમ ‘આરૂઢતા” શબ્દ છે. વિજય પ્રાપ્ત કરવાનો છે હવે. જેમ પવનવેગી અશ્વ હોય, રવાલ ચાલ હોય, અશ્વમેઘનો અશ્વ હોય તો એના પરની સવારી આરૂઢતા કહેવાય. ‘શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા.’ આ તો ક્ષપક શ્રેણીનો અશ્વ છે. હવે આ પાછો ન આવે, ક્ષેપક શ્રેણીનો ઘોડો ક્યારેય પાછો આવી શક્તો નથી. ચારિત્ર મોહને સંપૂર્ણ નાશ કરવાનાં પરિણામ તે ક્ષપક શ્રેણીનો ઉગ્ર પુરૂષાર્થ છે. આ એને છેલ્લે કરવું છે. ચારિત્રમોહના છેલ્લાં કણિયાં- બધું સાફ કરી લીધા પછી- કદાચ ક્યાંય રહી ગયા હોય તો આ ક્ષેપક શ્રેણીમાં આવેલો જીવ એને ક્ષીણ કરવા માંગે છે. ‘તેથી પ્રક્ષીણ ચાસ્ત્રિ મોહ વિલોક્સેિ.’ તેમણે પ્રક્ષીણ કહ્યું ત્યારે જ ખબર છે કે હવે તો એવા નિગ્રંથ થવું છે કે ચારિત્રમોહ ઉપશમ નથી કરવો, પ્રક્ષણ કરવો છે. એટલે ક્ષપક શ્રેણી વિના આરો વારો નથી. અહિંયા સંતબાલજીએ લખ્યું છે, ૧૧૨ અપૂર્વ અવસર ‘ક્ષપકશ્રેણીને લાયક થયેલો સાધક મૂળે જ વિવેકસંપન્ન અને શ્રદ્ધા સંપન્ન હોય છે. એના જીવનમાં જૈન દૃષ્ટિએ જ્ઞાન અને ક્રિયાનો સુંદર સહચાર હોય છે. યોગિક દૃષ્ટિએ જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સરસ સમન્વય હોય છે.” અને એટલે જ આ અનન્ય ચિંતન એને નિદિધ્યાસનની ભૂમિકાનો પરિપાક આપે છે. કે જે પરિપાક મળ્યા પછી અનંત યુગની ભાવટ એકાએક ભાંગી જાય છે. આવી શ્રેણીમાં – ક્ષપક શ્રેણીમાં કોણ પહોંચી શકે? એ શ્રેણીમાં ચાલવાનું ગજું કોનું છે? એમાં લખ્યું છે, ‘જ્ઞાન અને ક્રિયાથી જેણે વિષય કષાયો ને જીતીને આત્માને શુદ્ધ બનાવ્યો છે એવા મહાત્મા પુરૂષો જ ક્ષપકશ્રેણી માંડી શકે છે.” ઉમાસ્વાતિજીનું સૂત્ર છે ‘જ્ઞાન ક્રિયાભ્યાં મોઃ” જ્ઞાન અને ક્રિયાથી જેણે વિષય કષાયોને જીતીને આત્માને શદ્ધ બનાવ્યો છે એવા મહાત્મા પુરૂષો જ ક્ષેપક શ્રેણી માંડી શકે છે. જેમણે કષાયને જીત્યા નથી પણ ઉપશમાવ્યા છે, તેમને ક્ષપકશ્રેણી માંડવાને બળવાન પુરૂષાર્થને યોગ્ય બનવું પડે છે. ચારિત્ર મોહને સમૂળગો ક્ષય કરવાના પરિણામ તે ક્ષેપક શ્રેણીનો ઉગ્ર પુરૂષાર્થ છે. આ ગુણ શ્રેણીમાં સમયે સમયે અનંતગુણી પરિણામ વિશુદ્ધિ અધિક અધિક વધતી જાય છે. આને અનન્ય ચિંતન કહેવાય. ‘સમયસારજી' શાસ્ત્રની અંદર એક આત્મવિશુદ્ધિ અધિકાર આવે છે. એની એક એક ગાથાઓમાં આ અનન્ય ચિંતનની ભાવનાઓ છે. અપૂર્વકરણને પ્રાપ્ત થયા પછી ક્ષેપક શ્રેણીની અંદર આવ્યા પછી, એ અપૂર્વકરણમાં મનનાં પરિણામમાં ભાવ નામનું કરણ હાથમાં લે છે. એટલે સમયે સમયે જ્ઞાનશ્રેણી અને ગુણશ્રેણી પ્રગટે છે. એરેથમેટીક રેશિયો એટલે ૪+૪=૮ ગુણ શ્રેણીમા ૪૪૪=૧૬ ૮+૮=૧૬ પણ ૮૪૮-૬૪ ૯+૯=૧૮ પણ ૯*૯=૮૧ એમ પોતાના અનંતાકર્મોને ક્ષણ માત્રમાં ભસ્મ કરી નાખે. કૃપાળુદવે આ વાતને અતિ સંક્ષેપમાં સમજાવી છે. ‘આત્મસિદ્ધિ'માં તો કોઈ વિષય છોડ્યો નથી. ટૂંકામાં પણ સાદી ભાષામાં એમાં લખ્યું છે, વર્ધમાન સમક્તિ થઈ, ટાળે મિથ્યા ભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ વાસ. આ.સિ.-(૧૧૨) આ એની દર્શનવિશુદ્ધિનો અધિકાર છે. આ આત્મવિશુદ્ધિ થાય છે. સમયે સમયે અનંતગુણી નિર્જરા થાય છે. હવે કર્મો હળવે હળવે જાતા નથી. કૃપાળુદેવે ૧૧૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર લખ્યું કે જ્ઞાની કર્મોનો એક સાથે ગોટો વાળે છે. જેમ પચ્ચીસ ફૂટ લાંબી દોરી હોય તે છેડેથી સળગાવીએ તો આખી લાંબી સળગતાં અઠવાડિયું પણ નીકળી જઈ શકે, પણ એનો ગોટો વાળીને દિવાસળી ચાંપો તો ક્ષણાવરમાં બળીને રાખ થઈ જાય છે. તેમ જ્ઞાની કહે છે હવે એક એક કર્મ તું ક્યારે ખપાવીશ? આપણે બધાં તો અનંતા કર્મો લઈને બેઠા છીએ. હવે એનો ગોટો વાળો, જ્ઞાન અગ્નિ પ્રગટાવો. આત્માની અંદર તપ દ્વારા આ જ્ઞાન અગ્નિ પ્રગટે છે. આ તપ દ્વારા પ્રગટેલા અગ્નિમાં, આત્માના પ્રદેશ સાથે જોડાયેલાં કર્મો સળગીને ભસ્મીભૂત થઈ જાય છે. અત્યારે આપણે બધા સ્વાધ્યાય કરીએ છીએ તેથી તે તપ દ્વારા કર્મો બધાં સળગી રહ્યાં છે. અત્યારે અહીં સ્વાધ્યાયનો અગ્નિ પ્રગટયો છે. જેથી જેનું મન અહીં હશે તેનાં કર્મો કપાતા હશે. અને જેનું મન બીજે હશે તેનાં કર્મોમાં ઉમેરો થાતો હશે. અહીં બેઠાં બેઠાં તેના મનની સ્થિરતા નથી અને મન, દુકાનમાં, ઘરમાં બીજા કામોમાં જાય છે તેમાં કર્મો વધારે બંધાય છે. અહીં તો આત્માનો યજ્ઞ જગાવ્યો છે. માટે સંપુરૂષનાં બોધ સિવાય કોઈ બીજો વિચાર નહીં કરવાનો. તો જ અનંતા કર્મોનો ગોટો વાળીને સમયે સમયે ભસ્મીભૂત કરી શકશું. માટે એક પળ ગુમાવવી નથી. એક ક્ષણ ગુમાવવી નથી. ક્યાંય ચિત્તને અવકાશ આપવો નથી. મનને ક્યાંય જવા દેવું નથી. સ્વાધ્યાયમાં અડોલ આસનમાં બેસવું. મુનિ તો પર્વતમાં અડોલ આસનમાં હોય છે. આપણે તો અહિંયા પંખા ફરે છે ત્યારે તો અડોલ આસન રાખીએ. ત્યાં વાઘ-સિંહ હોવા છતાં મુનિને મનનો ક્ષોભ નથી. અહીં તો સગાંવહાલાંની વચ્ચે બેઠા છીએ, તો પછી મનનો ક્ષોભ ન જ કરીએ. અહીં તો આપણે સત્સંગમાં મુમુક્ષુઓના ઘેરામાં બેઠા છીએ. કેટલો આનંદ વર્તે? કેટલી પ્રસન્નતા વર્તે? ‘અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા.’ એવી સ્થિતિ સ્વાધ્યાયમાં રાખવાની છે. કારણ કે સ્વાધ્યાય જેવું કોઈ તપ નથી, એ તપની અંદર સત્પુરૂષનાં બોધમાં ચિત્તના ઉપયોગની એકાગ્રતા મૂકીએ તો જ્ઞાની કહે છે આ ક્ષપકશ્રેણીનો અંશ છે. એને જગાવીએ. જેમ સમ્મદર્શન એ કેવળજ્ઞાનનો અંશ છે. એમ પુરૂષાર્થનો પણ અંશ હોય છે, કાયોત્સર્ગ એ ક્ષપકશ્રેણીનો અંશ છે. સામાયિક એ ક્ષપકશ્રેણીનો અંશ છે અંશ પ્રગટાવતાં આવડશે તો પૂર્ણતા પ્રગટાવી શકીશું. અંશની અંદર જો ઢીલા થઈ જાશું તો પૂર્ણતા કેવી રીતે પ્રગટાવશું? માટે ૧૧૪ અપૂર્વ અવસર બધા જ પ્રકારના વ્રત, તપ, જપ, નિયમ, આવશ્યક બધુ જ કરવું. ટેવ પાડવી. ન થતું હોય તો કરવું. આગ્રહ પૂર્વક કરવું. સમજીને કરવું. હું આત્મ શુદ્ધિ માટે આ કરૂં છું. વૃત્તિના વિજય માટે આ તપ છે. ભગવાને વ્રત વૃત્તિઓના વિજય માટે કહ્યાં છે. ઇન્દ્રિયોના જય માટે કહ્યાં છે. અને જિન માર્ગમાં- હું મને જો જૈન કહેવડાવું છું તો- જૈન તે જિનનો અનુયાયી. જૈન તે ઇન્દ્રિયોને જીતનારે. હું જો જિનનો અનુયાયી છું તો મારા જીવનમાં ઇન્દ્રિયોના વિષયોને જીતવાનો ક્રમ હોવો જ જોઈએ. માટે વ્રત-તપ બધું જ કરવું અને ઉપયોગની જાગૃતિ સાથે કરવું. સ્વરૂપના લક્ષથી અને સ્વરૂપના ચિંતવન સાથે કરવું. જિનેશ્વરની આજ્ઞાથી કરવું. સદ્ગુરૂના રમણથી કરવું. એના આશ્રયમાં કરવું અને ધર્મનું શરણ લઈને કરવું. અરિહંતે શરણે પવનજામિ, સિદ્ધ શરણં પવનજામિ, સાહુ શરણે પવનજામિ, કેવલી પન્નતો ધમ્મો શરણે પવનજામિ. હું તો આવા અરિહંતો જેણે માર્ગ પ્રકાશિત ર્યો છે, આવા સિદ્ધો જેણે પરમપદ પ્રાપ્ત કર્યું છે, આવા સાધુ, કે જે આ પદની અંદર સાધના કરી રહ્યા છે, અને એવો ધર્મ કે જે કેવળી પરમાત્માએ કીધેલો છે. એનું શરણ સ્વીકારીને ધર્મની આરાધના કરીશ. મારું બળ નહીં હોય તો પણ કરીશ. શક્તિ વધારીશ. કેમ કે એમાં આત્માની શક્તિ વધારવાની છે અને દેહની શક્તિ ઘટાડવાની છે. શરીરના રાગ-મોહ વધી ગયા છે. વિષય, તૃષ્ણા, ઇન્દ્રિયોના વિષયો જોર કરી ગયા છે માટે મારે હવે સંયમમાં આવવું છે. આ શ્રેણીનો ક્યાંક અંશ તો શરૂ કરું. નિયમમાં તો આવવું જ પડશે. ભાઈ ! નિયમમાં આવ્યા વિના આ નિર્વાણના માર્ગમાં કેવી રીતે જવાય? જે નિયમમાં આવતો નથી તે નિર્વાણને પામતો નથી. માટે નિર્વાણપદની પ્રાપ્તિ માટે નિયમમાં આવવું અત્યંત આવશ્યક છે. આ રીતે એ જીવ ક્ષેપક શ્રેણીનું આરોહણ કરે છે. ક્ષેપક શ્રેણી જૈન દર્શનની અદ્ભુત શ્રેણી છે. અને એ શ્રેણીમાં આરોહણ કર્યું, આરૂઢ થયો- અને હવે અદ્ભુત પુરૂષાર્થનું સામર્થ્ય પ્રગટાવે છે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું, ‘દસ લાખ સુભટો ને જીતવા સહેલાં છે પણ આ આત્માના મોહ ચારિત્રને જીતવું કઠિન છે.” આ આત્માના મોહને નહીં જીતી શકાય. માટે આગળની ગાથામાં કહે છે. ૧૧૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર ‘મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો.” અપૂર્વ - ૧૪ કેટલો ઉલ્લાસ વર્તે છે? કેટલો પ્રમોદ આવી જાય છે? જ્ઞાની પુરૂષના આવા પ્રચંડ પરાક્રમને યાદ કરતાં પણ આપણને કેટલો આનંદ થાય છે? આ જીવની કઈ તાકાત છે? આત્માની કઈ શક્તિ છે? “મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી’ આ હવે કેવી છલાંગ મારે છે? કેવી ગતિ માંડે છે તે જુઓ. જૈન ભૂગોળ શાસ્ત્રના જૈન વિદ્વાનોએ એમના જ્ઞાનમાં જે ભૂગોળ છે, તે ભૂગોળ બતાવી છે. એમાં કહ્યું છે કે આ લોકની અંદર પશ્ચિમમાં ક્યાંક જંબુદ્વિપ આવેલો છે. એ જંબુદ્વિપ ગોળાકાર છે. અને એની ફરતાં અસંખ્યાત દ્વિપ સમુદ્રો છે. અને એ દ્વિપ સમુદ્રમાં છેલ્લો સમુદ્ર એ સ્વયંભૂરમણ નામનો એક મહા સમુદ્ર છે. એ મહાસમુદ્રનો વિસ્તાર અનંત જોજનનો છે. આખા લોકનું વર્ણન છે. એમાં મેરુ પર્વતને બધું આવે છે. ‘કાર્તિકેયાનુપ્રેક્ષા’માં ભગવાન કાર્તિકેય સ્વામીએ લોકસ્વરૂપ ભાવનામાં આ વાતને સરસ રીતે મૂકી છે. આપણી બાર ભાવનામાં જગતનાં બધા જ તત્ત્વો, ભૌતિક અને આધ્યાત્મિક વણાઈ ગયાં છે. અને વીતરાગ વિજ્ઞાનમાં ભૌતિક અને આધ્યાત્મિક બન્ને વિજ્ઞાનનો સમાવેશ છે. ધર્મ કે જે વીતરાગનો ધર્મ એ વિજ્ઞાનથી જુદો નથી. પણ વિજ્ઞાનથી સમાવિષ્ટ છે. આ પરાક્રમ કેવું હશે? આ પરાકાષ્ઠા કેવી હશે? એ જગતના જીવોને કેમ સમજાવવું? એટલે કૃપાળુદેવે અહિંયા શબ્દપ્રયોગ કર્યો ‘સ્વયંભૂરમણ સમુદ્ર તરી.” આપણે જે દુનિયાને ઓળખીએ છીએ એમાં મોટામાં મોટો સમુદ્ર તે પેસિફિક મહાસાગર છે. અહીંથી અમેરિકા જવું હોય તો પેસિફિક મહાસાગર ઓળંગીને જવાય. એ પેસિફિક મહાસાગર-સ્વયંભૂરમણ સમુદ્ર પાસે કોઈ વિસાતમાં જ નથી. ખાબોચિયા જેવો લાગે. એવા અનંત જોજન વિસ્તારવાળો આ સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ Fact છે. કોઈ કલ્પના નથી. આ લોકનું ભૂગોળનું સ્વરૂપ છે. આ સમુદ્ર તરવો એ કેવો આકરો હોય? આ ક્ષેપક શ્રેણીમાં આવેલા ૧૧૬ અપૂર્વ અવસર આત્માના પુરૂષાર્થની કેવી પરાકાષ્ઠા છે તે સમજાવતાં પૂ. કાનજીસ્વામી જણાવે છે કે, જેમ મોહ મહાસમુદ્ર જેવો છે કૃપાળુદેવે કહ્યું કે “મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી.” મોહરૂપી મહાસમુદ્રને આ સ્વયંભૂરમણ સમુદ્રને મારે તરી જવો છે. જેમ મોહ મહાસમુદ્ર જેવો છે તેમ મારામાં પણ તેનાથી અનંતગુણી, અપરિમિત બેહદ શક્તિ છે. આ સમુદ્રમાં તાકાત છે. તેનાથી મારામાં તાકાત વધારે છે. જે દુનિયાને હું જાણું છું તે દુનિયાથી મારી સમર્થાઈ વધારે છે. જે હું જાણું છું એની શક્તિ વધારે કે જાણનારની શક્તિ વધારે? જાણનારની શક્તિ વધારે છે. જેનું સર્જન મેં કર્યું છે એના કરતા સર્જકની શક્તિ વધારે છે આ જગતનું સર્જન તો આપણે ક્યું છે. પુદ્ગલ પરમાણુની પોતાની શક્તિ નથી કે શિલ્પની કલાકૃતિમાં ફેરવાઈ જાય. આ વાત થઈ ગઈ છે. વિશ્રસા પરિણામ અને મિશ્રસા પરિણામ. જગતની જે રચના છે એ જીવના ભાવ જો ન હોય તો બની શકે નહીં. જીવના ભાવના અભાવમાં જગતની કોઈ રચના આકાર પામતી નથી. આ મોહ સમુદ્ર મેં બનાવ્યો છે તો તેથી પણ અનંતગુણી, અપરિમિત, બેહદ શક્તિ મારામાં છે તેથી હું આત્મામાં બેહદ સ્થિરતાને વધારું. કે જેથી મોહ સર્વથા ટળી જાય. અને હું જેવો શુદ્ધ, પવિત્ર, જ્ઞાનઘન છું તેવો જ થઈ રહું. અને સ્વરૂપમાં અતિશય સાવધાની રાખું. કે જેથી ચારિત્ર મોહનો સ્વયમેવ સર્વથા ક્ષય થઈ જાય. ચારિત્રમોહનો ક્ષય કરવા માટે- જેમ સ્વયંભૂરમણ સમુદ્રમાં કોઈ તરવૈયો પડે અને જે ઉપયોગની જાગૃતિ રાખે, અને જે એના ઉપયોગની અખંડતા અને એકાગ્રતા રાખે એવા આત્મ સ્વરૂપની જાગૃતિ, એકાગ્રતા અને અખંડિતતા સાથે ક્ષેપક શ્રેણીમાં આરૂઢ થયેલો સાધક આ મોહ નામના સ્વયંભૂ સમુદ્રને તરવા માટે આટલી સાવધાની રાખે છે. અને ક્ષેપક શ્રેણીથી તરે છે. જેથી વચમાં ડુબી જવાય નહીં. જો શપક શ્રેણી ન હોય તો? સુભૂમ ચક્રવર્તી એ સાગરમાં ગયો તો. સુભૂમ નામનો ચક્રવર્તી -છ ખંડનો ધણી- બાર ખંડ જીતવા નીકળ્યો, ચર્મરત્ન બનાવ્યું, ચક્રવર્તી છે એટલે બધી રિદ્ધિ-સિદ્ધિ એના હાથમાં છે. હજાર દેવોને સેવામાં હાજર ર્યા, પોતે ચર્મરત્ન પર બેઠો અને ડૂબી ગયો. કારણ કે એના ભાવ આત્માની એકાગ્રતાના નહોતા. લોભ કષાય ત્યાં કામ કરતો હતો. તો લોભ કષાયના બળથી ડૂબી ગયો. આત્માના બળથી ડૂબાય નહીં. જગતનો નિયમ છે કે કંઈ પણ વસ્તુ ભરવામાં ૧૧૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર આવે તો એ ભારે થાય અને ભારે થાય એટલે ડૂબી જાય. ‘કલ્યાણમંદિર સ્તોત્ર'ની અંદર શ્રી સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું છે કે, “હે પરમાત્મા! જગતના નિયમથી આ વાત વિપરીત કેમ? લોકો તને હૃદયમાં ધારણ કરે છે અને એનાથી તો તરી જાય છે. હકીક્તમાં તને ધારણ કરવાથી તો ભાર થાય તો લોકો ડૂબી જવા જોઈએ ને? આપણા આ મુનિવરો અદ્ભુત વાત મૂકે છે. એક એક સ્તોત્રમાં નવું નવું લઈ આવે છે. ‘તારક તમે જિનરાજ કેવી રીતે સંસારીના, તમને હૃદયમાં ધારી ઉલટા તરતા સંસારીઆ.” પછી આચાર્ય મહારાજ પોતે જ જવાબ આપે છે કે એ તો સાચું ઠરે કે જેમ મસકમાં હવા ભરે તો મસક પાણીમાં તરે. તેમ જીવ પ્રભુને હૃદયમાં ધારણ કરીને ઊંચો આવે. ‘આશ્ચર્ય છે પણ ચર્મ કેરી મસકથી સાચું ઠરે. અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે.” પ્રભુને ધારણ કરે અને જીવ એનાથી ઊંચો આવે. આ જ્ઞાની પુરૂષોએ કેવી કલ્પનાઓ કરી છે! કેવી અદ્ભુત ઉપમાઓ આપીને આપણને બધું સમજાવ્યું છે. તો અહિંયા કહે છે, “મોહ સ્વયંભુરમણ સમુદ્ર તરી કરી’ આત્માના ઉપયોગની જાગૃતિ સાથે, આત્માની સભાનતા, એની અખંડતા અને એની એકાગ્રતા સાથે આ આત્મા એવો અંદર ઝંપલાવે છે એ આખો સમુદ્ર તરી જાય છે. ‘તરી કરી’ શબ્દ છે. તરી જાય છે અને પછી ‘સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો.’ અને આ સમુદ્રને પાર કરવાથી પોતે ત્યાં મેરુ પર્વત પર પહોંચે છે. માર્ગ મોકળો થાય છે. આ સાધક કહે છે કે જેવો મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયો કે ક્યાં પહોંચ્યો? ‘સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો.” બારમા ગુણસ્થાનકના અંતમાં પહોંચ્યો. આ આપણે વિચાર કરીએ તો પણ થોડો ખ્યાલ આવે કે કષાયનો, મોહનો સમુદ્ર પાર કરીને સામે કાંઠે પહોંચ્યો તો ત્યાં કેવી સ્થિતિ છે? ‘ક્ષીણમોહ ગુણસ્થાન જો.’ જ્યાં મોહનો કણિયો પણ નથી. તો હવે ત્યાં મોહ નથી શું રહ્યું? ‘અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ. હવે અંત સમયમાં પહોંચ્યો. ક્ષપક શ્રેણી પર આરૂઢ થઈને જ્યારે આ અશ્વમેઘનો ઘોડો આ કિનારેથી ઓલા કિનારે ગયો. અહીં સંસારનો કિનારો હતો. ત્યાં મોક્ષનો કિનારો છે. વચ્ચે મહામોહનો મહાસમુદ્ર છે. પણ મારામાં બેહદ શક્તિ ૧૧૮ અપૂર્વ અવસર છે. એ શક્તિને જાગૃત કરીને હું તરીશ કેમકે હું સમુદ્ર કરતાં વધારે સમર્થ છું. મોહના સમુદ્ર કરતાં પણ મારી જ્ઞાન શક્તિ વધારે છે. એટલે મોહના સમુદ્ર કરતાં આત્માનું જ્ઞાન વધારે છે. એવા વિશ્વાસ સાથે, એવી ઉપયોગની જાગૃતિ સાથે, એવા આત્માની સમર્થાઈ સાથે આરૂઢ થયેલો જીવ હવે ક્યાંય અટક્તો નથી. આઠમાં ગુણસ્થાનકમાં, પછી નવમામાં, દસમામાં અને અગિયારમાને બાજુ પર રાખીને બારમામાં પહોંચે છે. આ ક્ષપકશ્રેણીમાં અગિયારમાનો સમાવેશ થતો નથી. જુઓ જૈન દર્શનમાં ગુણસ્થાનકના આરોહણ ક્રમ-૧૪ (ચૌદ) છે. પણ અગિયારમું એવું કે એને સ્પર્શ કરવો પડે નહીં. અપૂર્વકરણ છે. ક્યારેક મોડુ થતું હોય બે પગથિયાં એક સાથે લેવા પડે. આ ખ્યાલ આવે છે? ત્યારે બધી જ તાકાત લગાવી છે. કારણ કે એક એક સમયની કિંમત છે. અહીં કાળ પુરૂષની ઘડિયાળ ચાલે છે. જેમ Time Watch મુકી દીધી હોય તો ખેલાડીને એની કેટલી કિંમત હોય? પળેપળની. તેમ આ સાધક અગિયારમાને બાજુમાં રાખીને ફડાક દઈને બારમામાં ચડી જાય છે. ‘અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો.’ જીવ, જેવો આ કાંઠેથી નીકળ્યો, મોહસ્વયંભૂરમણ સમુદ્રને પાર કર્યો, આત્માનો પુરૂષાર્થ જેવો ક્ષપક શ્રેણી ઉપર લીધો અને ત્યાં પહોંચ્યો ત્યાં ‘ક્ષીણમોહ ગુણસ્થાન જો.’ જ્યાં મોહનીય કર્મનો અંશ માત્ર નથી. ક્ષીણમોહમોહ જ્યાં ક્ષીણ થઈ ગયો છે. પ્રક્ષીણ થઈ ગયો છે ત્યાં પહંચ્યો. તો ત્યાં તો પૂર્ણ વીતરાગતા સિવાય કાંઈ નથી. એના જેવો પૂર્ણ વીતરાગ થયો કે જ્ઞાની પુરૂષો કહે છે, મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ થયેથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ અંતર્મુહૂર્ત પણ ટકી શકે એવી સ્થિતિ ધરાવતા નથી. એનો સમુહ ગમે તેટલો હોય પણ ક્ષય થઈ જાય છે. આ એક મોહનીય કર્મ જાય છે કે બાકીના ત્રણે ભાગી જાય. તમાચો એક વિદ્યાર્થીને લાગેને આખો કલાસ શાંત થઈ જાય એમ. અહીં આત્માનું સ્વરૂપ બતાવ્યું કે પોતાના પુરૂષાર્થથી એક મોહનીય કર્મ ક્ષય થઈ જાય, મોહ વ્યંભૂરમણ સમુદ્ર તરી જાય, ક્ષપક શ્રેણી પણ આરૂઢિત થાય તો બાકીના ત્રણે કર્મો ભાગી જાય છે. એટલે ૧૧૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અસર અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો.’ જન્મોજન્મની જે આંકાક્ષા, આશા, અભિપ્સા કે મારા પુર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરું, મારા આત્માના પૂર્ણ જ્ઞાન સ્વરૂપને પ્રાપ્ત કરૂં, કેવળજ્ઞાન, પુર્ણ લબ્ધિના નિધાન પ્રાપ્ત કરૂં- તે પ્રાપ્ત થાય છે. આ જગતની અંદર મોટામાં મોટો વૈભવ હોય તો કેવળજ્ઞાન છે. અરે ! દેવોની અને ઇન્દ્રલોકની સમૃદ્ધિ પણ જ્યાં તુચ્છ છે. આત્માના અનંત આનંદ આગળ જગતની આ બધી વસ્તુ તુચ્છ છે. એટલે સોભાગભાઈ લખે છે કે “માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ હવે કોઈની પાસે યાચના નહિ કરીએ.’ તૃષ્ણા, વાસના બધી છોડી દઈશું. કારણ કે આત્માના અનંત આનંદ આગળ જગતની આ અનંત વસ્તુઓનો ઉપભોગ તુચ્છ છે. વિષ્ટા સમાન છે. મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. આ.સિ.-(૧૩૯) સકળ જગત તે એંઠવત્ અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચાજ્ઞાન, આ.સિ.-(૧૪૦). આવી મોહ દશા જેણે છોડી, મોહનો જેણે નાશ કર્યો અને આ બારમાં ક્ષીણમોહ નામના ગુણસ્થાનક ઉપર મોહ સમુદ્રને તરીને પહોંચેલો સાધક કહે છે. બાકીના ત્રણ ઘાતી કર્મ હવે પોતે ક્ષીણ થઈ ગયા છે. એટલે જ્યારે જ્ઞાનાવરણીય હટી જાય, દર્શનાવરણીય હટી જાય, અંતરાય કર્મની પ્રકૃતિ સમાપ્ત થાય તો શું પ્રગટે? આત્માને આવરણ કરનારા ચાર ઘાતી કર્મમાં, મોહનો નાશ કરવાનો અને બાકીના ત્રણ એમ જ ભાગી જાય. ચારે કર્મને ભગાવવાનો પુરૂષાર્થ કેવી રીતે કરવો? તો એનો ક્રમ કહ્યો છે કે તું એકનો નાશ કર બાકીના ત્રણ એની મેળે ભાગી જવાના. કૃપાળુદેવે એટલે જ આત્મસિદ્ધિમાં કહ્યું છે, કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. આ.સિ.-(૧૦૨) અને મોહનીય હણાઈ જશે તો કહ્યું છે, વર્ધમાન સમક્તિ થઈ, ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચાસ્ત્રિનો, વીતરાગ પદ વાસ. આ.સિ.-(૧૧૨) ૧૨૦ અપૂર્વ અવસર બીજા કોઈ કર્મની વાત નથી કરી. એક મોહનીય કર્મ હણાય તો આત્માની મુક્તિનો અચૂક ઉપાય કીધો છે. અચૂક એટલે ફેર ન પડે. એક મોહનીય નો નાશ આ જીવ કરે તો બાકીના આત્માને આવરણ કરનારા ત્રણ ઘાતિ કર્મોનો સ્વયં નાશ થાય. ટકી શકે નહીં. પચ્ચીસ ટકા પુરૂષાર્થ કર તો બાકીના પંચોતેર ટકા વધારાનું બોનસમાં ફળ મળે છે. અહીં ભગવાન કહે છે કે તું એક કર્મનો નાશ કર. બાકીના ત્રણ પોતે નાશ થઈ જશે. આ જૈન દર્શનની વ્યવસ્થા છે. અદ્ભુત છે. થોડો વિચાર કરીએ. પુરૂષાર્થ જેટલો કઠિન છે એટલો જ સરળ પણ છે. કૃપાળુદેવે સરસ વાત મુકી છે. સૌથી સરળમાં સરળ કર્મનો નાશ કરવો હોય તો બ્ધ કર્મ? મોહનીય, વેદનીય કર્મ તો ભોગવ્યા વિના નાશ ન થાય. આત્માને રાડ પડાવી દે. જીવના છક્કા છોડાવી નાખે. વેદનીય કર્મ તો ભોગવવું જ પડે. પણ મોહનીયમાં ફક્ત નક્કી કરે કે હું અને તું જુદા છીએ. જાવા દે, તો વાત પૂરી થઈ ગઈ. સિંહના જેવું પરાક્રમ જો જાગૃત થાય, સિંહ જેવું એટલા માટે કે બકરાના ટોળામાં છે ત્યાં સુધી જ મેં મેં કર્યા કરે છે. પણ જેવું પોતાનું પાણીમાં પ્રતિબિંબ જુએ છે અને સામે સિંહને જુએ છે કે પોતાની જાતનું ભાન થાય છે. તેમ માત્ર જીવને સ્વરૂપનું ભાન થવું જોઈએ. બીજું કાંઈ નથી. એ પરાક્રમ સ્વયં જાગૃત થાય છે. પણ સિંહત્વનું ભાન તો થવું જોઈએ. એટલે જ વેદનીયના નાશ કરતાં પણ મોહનીયનો નાશ કરવો બહુ સરળ છે. અને એટલે જ જગતમાં જેટલા જીવ મુક્તિને પામ્યા છે તેમણે પહેલાં મોહનીય કર્મનો નાશ કર્યો છે. તો મોહનીયના નાશથી કેવળજ્ઞાન છે કે જ્ઞાનાવરણીયના નાશથી કેવળજ્ઞાન છે? મારે કેવળજ્ઞાન - કેવળદર્શન જોઈએ છીએ તો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનો પહેલાં નાશ કરવાનો છે કે મોહનીયનો? આ જ વાતને સમયસાર ની ૨૦૧મી ગાથામાં કુંદકુંદાચાર્યે બહુ સરસ રીતે કહી છે. અણુમાત્ર પણ રાગાદિનો સભાવ વર્તે જેહને; તે સર્વ આગમધર ભલે, પણ જાણતો નહીં જીવને. આગમધર-જ્ઞાનના તો સર્વ આવરણ હટાવી દીધા છે. આગમધર થઈ ગયો છે. કૃપાળુદેવ લખે છે ચૌદ પૂર્વધર ભલે થયો પણ દેશે ઉણો એવો નરક ગતિ ને લાભ. (પત્રાંક-૧૩૯) ૧૨૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહિ; તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. અને અહિંયા રાગ કહ્યો- ‘અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને’ રાગ એ મોહનું સ્વરૂપ છે. છેલ્લામાં છેલ્લું. એટલે આચાર્યશ્રી કહે છે. અણુમાત્ર એક રાગનો કણિયો- અણુ. આ સામાન્ય પુદ્ગલ પરમાણુ સ્કંધના રૂપમાં જ દેખવામાં આવે છે. આપણે એને એકલા સ્વરૂપમાં તો જોઈ શક્તા નથી. આવા અણુને પણ જ્ઞાની જ્ઞાનની દૃષ્ટિથી જુએ છે. એટલે કહે છે કે આવો અણુમાત્ર જો રાગનો સદ્ભાવ જીવમાં હોય - સદ્ભાવ એટલે હોવાપણું વિદ્યમાનતા. એક અણુમાત્ર પણ જો રાગની વિદ્યમાનતા આત્મામાં હોય, ક્યાંય પણ સ્પૃહાના રૂપમાં, રતિના રૂપમાં, તૃષ્ણાના રૂપમાં, ઇચ્છાના રૂપમાં હોય તો તે હોય સર્વ આગમધર ભલે, પણ જાણતો નહીં જીવને. આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ નહીં થાય. કેવળજ્ઞાન પ્રગટ નહીં થાય. મોહનીયના સર્વનાશ વિના કેવળજ્ઞાનનુ પ્રગટ થવું અસંભવિત છે. પૂર્ણ વીતરાગ થયા વિના આત્મામાં કેવળજ્ઞાન પ્રગટે નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે. રાગ, દ્વેષ ગયા ન હોય અને તપ કરીને ઊભો ઝાડની માફક સુકાઈ જાય તો પણ એને કેવળજ્ઞાન પ્રગટે નહીં. એ રાગદ્વેષ ગયે, ગમે તે સ્થિતિમાં, ગમે ત્યાં બેઠા કેવળજ્ઞાન ઉપલબ્ધ થાય. રાગદ્વેષ છે એ મોહનું સ્વરૂપ છે. આખો દર્શનનો સાર ‘વીતરાગ’ શબ્દમાં મુક્યો છે. અધ્યાત્મ દર્શન તો ઘણા છે. પણ આત્માની મુક્તિ માટેનું અમોધ દર્શન ક્યુ તો કહે વીતરાગ દર્શન. આ વીતરાગ શબ્દ સમજાઈ જાશે તે દિવસે કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થશે. જે દિવસે રાગનો અણુમાત્ર પણ સદ્ભાવ નહીં હોય. અણુમાત્ર પણ રાગાદિનો, સદ્ભાવ વર્તે જેહને, તે સર્વ આગમધર ભલે, પણ જાણતો નહીં આત્મ ને. પૂર્ણ વીતરાગ દશામાં જગત જ્ઞાન અપેક્ષિત નથી. કેવળજ્ઞાનની બાબતમાં આ પુરૂષનું બહુ સ્પષ્ટ દર્શન છે. એટલે એમણે કહ્યું છે કે, ત્રણેકાળ અને ત્રણે છે લોકનું સમયે સમયનું જ્ઞાન હોવું તે કેવળજ્ઞાન, એવો જે કેવળજ્ઞાનનો પ્રાથમિક અર્થ છે. એમાં શ્રીમદ્ભુને વિરોધ દેખાય છે. એટલે કહે છે કે, જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન જ્ઞાની પુરૂષે કહ્યું છે. અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ ૧૨૨ અપૂર્વ અવસર અને આત્મસમાધિ છે. ઉપયોગની ઉપયોગ સાથેની એક્તા છે. એના ઉપયોગમાં બાહ્ય કોઈ પણ પ્રકારનો લક્ષ વર્તતો નથી. જગતનું જ્ઞાન થવું આદિ કહ્યું છે એ તો આવા અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે. કેમ કે જગતના જ્ઞાન ઉપર વિચાર કરતાં કરતાં આત્મ સામર્થ્ય સમજાય છે. આ તો આપણા જેવા જીવને કેવળજ્ઞાનનો મહિમા બતાવવા માટે કહ્યું છે. કારણ કે કોઈ જ્યોતિષ આદિ વિદ્યા જાણતો હોય તો આપણને એનું ખૂબ જ માહાત્મ્ય લાગે છે. આપણે જ્ઞાનની મહત્તા ઇન્દ્રિય જ્ઞાનની અભિપ્સાના આધારે કરીએ છીએ. કે અમુક વ્યક્તિ જગતને જાણે છે, ભૂતકાળને જાણે છે, વર્તમાનકાળને જાણે છે, તો હવે આવા જીવને સમજાવવો છે. તો એને સમજાવવા કહ્યું કે કેવળજ્ઞાન એટલે ત્રણકાળનું, ત્રણલોકનું, બધા જ પર્દાથનું અને બધાજ પર્યાયનું જ્ઞાન જેને છે. એને કેવળજ્ઞાન કહેવાય. પણ કૃપાળુદેવ કહે છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન; કહીયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. આ.સિ.-(૧૧૩) કેવળ નિજ સ્વભાવનું અખંડજ્ઞાન, એમાં ખંડ ન હોય એમાં ખંડપણું અપેક્ષિત નથી. આત્માની અખંડ સ્થિતિ-સ્થિરતાની અખંડતા અને આત્માનું અખંડ સમાધિપણું એજ કેવળજ્ઞાન છે. એટલે કૃપાળુદેવ કહે છે, આત્મા અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવળજ્ઞાન મુખ્ય પણે છે. સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન છે. અને ત્યાં આત્મા સિવાય બીજું કંઈ જણાતું નથી. ઉપયોગની ઉપયોગમાં એક્તા છે. ઉપયોગની ઉપયોગમાં તદ્રુપતા છે તો તે જ ત્યાં પોતાના સ્વરૂપમાં સમાયો છે. પોતાનો જ જ્ઞાનગુણ પોતાના જ સ્વરૂપમાં લીન થઈ ગયો છે. માટે આત્માના શુદ્ધ સ્વરૂપને ‘ચિન’ કહ્યો છે. ‘ચિહ્નન’ એટલે હવે એના પ્રદેશની અંદર બીજું કાંઈ નથી. એનો જ્ઞાનગુણ એના પ્રદેશે પ્રદેશની અંદર વ્યાપ્ત થયો છે. અને એકાકાર થયો છે. એને ચિદ્દન કહેવાય. એને જ્ઞાનથન કહેવાય. ચિદ્દન એટલે એમાં દર્શન અને જ્ઞાનનો સંયુક્ત ઉપયોગ છે. એને ચૈતન્ય કહેવાય છે. એ ચૈતન્ય નામનો ગુણ છે. એટલે આત્માના જ્ઞાનગુણ અને દર્શનગુણનું સક્રિયાત્મકપણું એ ક્રિયાત્મક પણાનો ગુણ એને આપણે ચૈતન્ય ૧૨૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર કેવળાશન પ્રાપ્ત થાય તો દેહ છતાં નિર્વાણ પ્રાપ્ત થાય. બાકી બીજા બધાં તો કહે કે મુઆ વિના સ્વર્ગે ન જવાય. જો સ્વર્ગે જવું હોય તો મરવું પડે. જૈન દર્શન કહે છે મુઆ વિના મોક્ષે જવાય. હથેળીમાં મોક્ષ એનું નામ જૈન દર્શન. જીવતો જાગતો મોક્ષ. પોતે જ પોતાની નજર સામે પોતાનો મોક્ષ જુએ. પોતે જ પોતાની દેહ રહિત અવસ્થા જુએ. એ જ્ઞાનની પરિપૂર્ણતા છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં આવા જ્ઞાનીનું મહત્ત્વ ગાતાં કહ્યું છે. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. આ.સિ. - (૧૪ર) સંપુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. અપૂર્વ અવસર કહીએ છીએ. કે આ ચેતન છે. જે દેખે છે અને જાણે છે. તો એવો ચૈતન્યઘન આત્મા છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આ.સિ.-(૧૧૭) આ આત્મસ્વરૂપને બરાબર ઓળખીએ. એ જયારે પોતાના સ્વરૂપમાં લીન થાય. આવું કેવળજ્ઞાન- એનું કૃપાળદેવે બીજું લક્ષણ કીધું છે. દેહ છતાં નિર્વાણ. નિર્વાણનો અર્થ- વાણ એટલે શરીર. જેમ નિર્મોહ એટલે જેનામાંથી મોહ ગયો છે તે નિર્મોહ, રાગ જેમાંથી ગયો છે તે નિરાગી એમ જેને ફરીથી દેહનું ધારણ કરવાપણું નથી તેને કહે છે- નિર્વાણ. જેનામાં હવે શરીરનું ધારણ કરવાપણું નથી. એવી જેની સ્થિતિ નથી કે ફરીથી શરીર ધારણ કરે- એવી આત્માની અવસ્થા. ચરમશરીરી અવસ્થાને જૈન દર્શનમાં નિર્વાણ કહેવામાં આવે છે. અને કેવળજ્ઞાન જ્યારે થાય ત્યારે જીવ દેહ છતાં નિર્વાણ અવસ્થાને પામે છે. એટલે કે કેવળજ્ઞાન થયા પછી ગમે તેટલાં વર્ષ સુધી એ જીવનું આયુષ્ય હોય, નામકર્મ હોય, ગોત્રકર્મ હોય, વેદનીયકર્મ હોય તો પણ જેનાથી દેહ બંધાય- દેહનું ધારણ કરવાપણું થાય એવું કર્મ તે જીવ બાંધતો નથી. મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયા પછી ૩૦ વર્ષનું આયુષ્યકર્મ બાકી હતું. પણ ઋષભદેવ સ્વામીને તો એક લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય કેવળજ્ઞાન થયા પછી બાકી હતું. કેવળજ્ઞાન થયા પછી એક લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય. કેવળી અવસ્થાની અંદર આ ભગવાને આ અવસર્પિણી કાળની અંદર ધર્મની જયોત જગાવી. અને સંપૂર્ણ લોકની અંદર અહંતના ધર્મને જાગૃત ર્યો. કૃષિ, મસિ અને અસિનું જ્ઞાન જગતને આપ્યું અને ધર્મ સંસ્કૃતિના બાંધા બાંધ્યા. ચાર આશ્રમ, ચાર પુરૂષાર્થ પ્રમાણે ભરત મહારાજાએ ભગવાનની દેશના પ્રમાણે આખા શાસનની રચના કરી. યુગલિયાઓનું શાસન સમાપ્ત થયું. અને ફરીથી આ કાળના જીવોને અનુરૂપ શાસન આવ્યું. એટલે ખેતી, ઉદ્યોગ, લેખન, વાંચન- જીવનની આખી પરિપાટી બદલાઈ ગઈ. આ બધું લાવનાર ઋષભદેવ મહારાજા એક લાખ પૂર્વ વર્ષ સુધી કેવળજ્ઞાન પર્યાયમાં રહ્યા અને છતાં પણ એમને દેહનું ધારણ કરવાપણું થાય એવું એકે કર્મ બંધાયું નહીં. તો આ કેવળજ્ઞાનનું બીજું લક્ષણ છે કે એક વખત Page #64 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સ્વાધ્યાય - ૬ સયોગી કેવળી અને અયોગી કેવળી - (ગાથા - ૧૫,૧૬,૧૭) જીવન જ્યારે સંકલ્પથી જોડાય છે- મોક્ષ પ્રાપ્તિના સંકલ્પથી- ત્યારે મનવચન-કાયાના પ્રત્યેક યોગની ક્રિયા એ એક યોગ બની જાય છે. તેને આત્માનું અનુસંધાન થાય છે. અત્યાર સુધી થતી બધી ક્રિયા-સાંસારિક કે પારમાર્થિક –માત્ર બાહ્ય ક્રિયા જ થતી હતી. એને આત્માનું અનુસંધાન ક્યારેય નહોતું. કારણ કે એણે આત્મા સંબંધી વિચાર જ ક્યારેય નહોતો કર્યો. આત્મા સંબંધીની કોઈ વસ્તુ જેના ખ્યાલમાં ક્યારેય છે જ નહીં, જેની વિચારણામાં, જેના ચિંતનમાં આત્મસ્વરૂપનું ભાન, પોતાના અસ્તિત્વ સંબંધીનો બોધ જ નથી એ જીવ ગમે તેટલી ક્રિયાના સ્વરૂપને પલટાવે પણ તે યોગ ન બની શકે. હરિભદ્રસૂરિશ્વરજી મહારાજ એટલા માટે કહે છે કે, ‘યોગ તો એને કહેવાય કે જે આત્માને મોક્ષ સાથે જોડે તે ક્રિયા.” પછી તે ક્રિયાનો પ્રકાર ગમે તે હોય. અનેક પ્રકારે ક્રિયાઓ શારકારે અને જ્ઞાનીઓ એ કીધેલી છે. માટે ક્રિયાના મતભેદમાં ન પડવું. આચારના મતભેદમાં ન પડવું. દ્રવ્ય અને લિંગના ભેદ કાળને આધિન છે. એ કોઈ ત્રિકાલાબાધિત સિદ્ધાંત નથી. પણ એ ત્રિકાલાબાધિત નથી માટે જરૂરનું નથી એમ પણ નથી. એનું સ્વરૂપ પલટાય પણ એની આવશ્યકતા તો ખરી જ. યોગ વિના એ પરમપદની પ્રાપ્તિ ન થાય. જેને આત્માના વિચારની ઝુરણા થઈ છે, જેને પોતાના આત્માને જાણવાની જિજ્ઞાસા જાગી છે અને આવી આત્મજિજ્ઞાસા થયા પછી જે જીવ સત્પુરુષના બોધનું ગ્રહણ કરે છે તે જીવ સમ્યદર્શનને પાત્ર થાય છે. આપણે સમ્યક્દર્શન પ્રાપ્ત કરવું છે તો આત્મવિકાસના ક્રમમાં પહેલી ભૂમિકા સમક્તિપણું, બીજી ભૂભિકા નિગ્રંથપણું, ત્રીજી ભૂમિકા કેવળીપણું અને ચોથી ભૂમિકા સિદ્ધપણું. મુમુક્ષુપણું આવ્યા વિના મોક્ષની પ્રાપ્તિ થાય નહીં. અને પરમકૃપાળુદેવે આ જે ક્રમ છે એ ક્રમને ‘અપૂર્વ અવસર’માં ગાયો છે. જો કે એનો પ્રારંભ જીવ સમ્યકદર્શનની ભૂમિકામાં આવ્યથી થાય છે. પણ કપાળુદેવે માત્ર ‘અપૂર્વ અવસર’ જ ગાયો નથી ‘આત્મસિદ્ધિ’ પણ ગાઈ છે. અને એમાં જીવ પહેલાં ગુણસ્થાનકેથી ચોથા ગુણસ્થાનકે કેમ આવે? સમકિતિ કેમ થાય? તે સમજાવ્યું છે. પોતાના ૧૨૬ અપૂર્વ અવસર આત્મતત્ત્વને જાણે અને તેને પ્રતીત કરે- એ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’માં કહ્યું છે. અને જો આવી આત્મતત્ત્વની પ્રતીતિ આવી તો હવે આગળ સાધનાનો ક્યો માર્ગ છે? ફક્ત આત્મા જાણવાથી મોક્ષ નહીં થાય. તો એના પછીનો માર્ગ છેનિગ્રંથપદની સાધના. ગુણારોહણ શ્રેણી. જૈન દર્શનમાં આ ચૌદ ગુણસ્થાનક, આત્માના અસ્તિત્વના બોધથી આત્માના સિદ્ધત્વ સુધી, આત્મવિકાસની જે શ્રેણી છે, તે શ્રેણીનાં આ સોપાન છે. એના સોપાનનાં સંદર્ભમાં આજે આપણે છઠ્ઠા સ્વાધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. આ સાધક ક્ષપકશ્રેણીના આરોહણ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ક્ષીણમોહ ગુણસ્થાનકે પહોંચી, પોતાના આત્માના પૂર્ણ સ્વભાવને પ્રગટ કરે છે. ‘પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો.’ એવી દશાની એ પ્રાપ્તિ કરે છે. હવે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછીની બે અવસ્થા જૈનદર્શને કીધી છે. (૧) સયોગી કેવળી (૨) અયોગી કેવળી. બન્ને કેવળી છે. સિદ્ધ જુદા છે. આપણને આ સૂકમ ભેદની ખબર નથી. એટલે આપણે ઘણું MIX કરી નાખીએ છીએ, અયોગી કેવળી એ હજુ કેવળી છે. દેહધારી છે. કેવળીની બે અવસ્થા- સયોગી કેવળી અને અયોગી કેવળી પછી સિદ્ધપદની અવસ્થા આવશે. કૃપાળુદેવ આ સયોગી કેવળી અને અયોગી કેવળીની અવસ્થા કેવી હોય છેએનાં કર્મોની સ્થિતિ કેવી હોય છે? દેહ હોવા છતાં- આ કર્મોની સ્થિતિ કેવી? કર્મોનું સ્વરૂપ શું? એ ગાથા- ૧૫-૧૬-૧૭માં સમજાવે છે. ગાથા ૧૩ની અંદર ચારિત્રમોહનો પરાજય કરીને જીવ અપુર્વકરણમાં પ્રવેશ કરે છે અને મોહનીયના નારા સાથ ક્ષપકશ્રેણીનું આરોહણ કરે છે. અતિશય શુદ્ધ આત્મ સ્વભાવનું ચિંતન કરીને, કેવળ શુદ્ધ આત્મધર્મની પરિણામ ધારા વહાવીને, સમયે સમયે અનંતી ગુણશ્રેણીની નિર્જરામાં પ્રવેશ કરી, વિચાર અને ચિંતનની, તીક્ષ્ણ પરિણતિ અને બ્રહ્મરસની સ્થિરતાથી મોહ રૂપી સ્વયંભૂરમણ સમુદ્રને પાર કરે છે. ક્ષીણ મોહ ગુણસ્થાનકમાં સ્થિતિ કરે છે કે જ્યાં આત્માના એકરસ જ્ઞાન અને ધ્યાનની ધારા વહી રહી છે અને એ સમયમાં પોતાને પૂર્ણ રાગદ્વેષ રહિતપણું પ્રગટ થતાં એ નિજાત્માના કેવળજ્ઞાનનાં સ્વરૂપનાં નિધાનનું ૧૨૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર પ્રાગટ્ય થાય છે. હવેની ગાથામાં આ qળીની અવસ્થા કેવા પ્રકારની છે તે ભગવાન કહે છે. ‘ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જયાં, ભવનાં બીજ તણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.’ અપૂર્વ - ૧૫ કેવી સ્થિતિ થાય છે ? બારમાં ગુણસ્થાનકના અંતમાં પહોંચીને પૂર્ણ વીતરાગ સ્વરૂપ થાય છે. રાગનો એક અણુમાત્ર પણ સદ્ભાવ જેના આત્માને વિષે નથી એવા પોતાના આત્માને કેવો શુદ્ધ બનાવે છે. અને અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવનું અનન્ય ચિંતન. Contemplation With Meditation, એવું આત્માના બ્રહ્મરસનું ધ્યાન, અખંડતાથી, એકાગ્રતાથી કરીને પોતાના કેવળજ્ઞાનનું સ્વરૂપ પ્રગટાવે છે. મોહનો નાશ થાય છે અને સ્થિતિ એવી આવે છે કે ચારે ઘનઘાતી કર્મ છે તેનો વ્યવચ્છેદ એટલે કે વિનાશ થાય છે. કર્મો અનંત પ્રકારના છે. પરંતુ જિનેશ્વર ભગવાને આ કર્મોનાં મુખ્ય આઠ વર્ગ પાડ્યા છે. આઠ કર્મો મુખ્ય છે તેમાં બધા જ કર્મોનો સમાવેશ થઈ જાય છે. જગતના જીવો અનંત પ્રકારના કર્મોને કેવી રીતે યાદ રાખશે? એટલા માટે જ્ઞાની પુરુષોએ એના મુખ્ય આઠ ભેદ કહ્યા છે એમાં પાછાં બે પ્રકાર પાડ્યા છે- ઘાતી અને અપાતી. ઘાતી કર્મ એ કર્મનો એવો પ્રકાર છે કે જે આત્માના ગુણને રોકે. અઘાતી કર્મ એવા છે કે જેને આત્મા સાથે કોઈ સંબંધ નથી. આત્માના જ્ઞાન સામર્થ્યનો નાશ કરવાની તાકાત એ કર્મોમાં નથી. પણ તે કર્મો બહુધા દેહ સાથે સંકલિત છે. આપણે તો આત્માની શક્તિને રોકનાર ચાર ઘનઘાતી કર્મોનો નાશ કરવાનો છે. ઘાતકર્મ આપણને મુશ્કેલી કરે છે. અઘાતી કર્મની ચિંતા તો દેહ છે, ત્યાં સુધી છે. દેહ ગયાં પછી અઘાતી કર્મનું અસ્તિત્વ રહી શક્યું નથી. તો આઠ પ્રકારનાં કર્મોના બે ભાગ પાડ્યાં. ચાર ધાતી, ચાર અધાતી. ચાર ઘાતી કર્મ: ૧, જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩.મોહનીય ૪. અંતરાય. આત્માના જ્ઞાન અને દર્શનગુણને આવરે તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. અંતરાય કર્મ આત્માના જ્ઞાન ગુણને ૧૨૮ અપૂર્વ અવસર આવરતું નથી. પણ આત્માની જે અનંત શક્તિ છે એ શક્તિને અંતરાય કર્મ રોકે છે. એ આત્માનો પ્રયોગ થવામાં, પુરુષાર્થ ઉપડવામાં એનું વીર્ય ઉલ્લસતું નથી, એ અંતરાય કર્મ, આત્મામાં જે અનંત વીર્ય છે-કર્મોના પહાડનાં પણ ભુકકા બોલાવી દે એવું સામર્થ્ય જે છે – સ્વયંભૂરમણ સમુદ્રને પણ તરવાનું સામર્થ્ય જે આત્મામાં છે- એ દુનિયામાં મોટામાં મોટો અને તરવામાં દુષ્કર એવા મોહ સમુદ્ર કરતાં પણ આત્માના જ્ઞાન ગુણની શક્તિ અનંત છે. તે જ્ઞાન સમુદ્ર મહાન છે. આત્માની શક્તિ અનંત છે.આ ચૈતન્યની જે પ્રભુ સત્તા છે એ ગુણને અંતરાય કર્મ રોકે છે. એ ગુણનું રોધન કરે છે. બધાં જ કર્મો આત્માને આવરણ નથી કરતાં. બે કર્મ આવરણ કરે છે. અને ત્રીજું અંતરાય કર્મ આત્માની અનંત શક્તિનું રોધન કરે છે. અટકાવે છે. અવરોધ કરે છે. એમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરે છે. જેથી આત્માનું વીર્ય ઉલ્લસતું નથી. અને મોહનીય કર્મ આત્માના ગુણને મૂર્ષિત કરે છે. વિકળ કરે છે. આત્માને મૂંઝવે તે મોહનીય. વિકળ કરે એટલે વિપર્યય. કોઈ વાતને સાચી ન સમજવા દે. ઊલટું જ સમજે. વિપર્યય એટલે હોય એના કરતા ઊલટું સમજવું તે. પદાર્થની જે યથાર્થ સ્થિતિ હોય એના કરતાં ઊલટું સમજવું. એટલે ભ્રમ, ભ્રાંતિ, ભ્રાંતિયુક્ત અવસ્થા. જ્ઞાનીઓ એને ભ્રાંતિ કહે છે. દોરડામાં સર્પની ભ્રાંતિ. આ મોહનીય છે. ભ્રાંતિ કરે છે. જેમ આંખમાં કમળો હોય તો દૂધ જેવો સફેદ શંખ પણ પીળો લાગે છે તેમ ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. જેની આંખમાં પીળાશ છે એને જગત કેવું લાગે? રંગવાળું લાગે. તો આ ચાર ઘાતકર્મમાં બે કર્મો આત્માના ગુણને આવરણ કરે છે. એક કર્મ આત્માની શક્તિને રોકે છે અને એક કર્મ આત્માને મૂર્ષિત કરે છે, એને મૂંઝવણમાં નાખે છે અને વિકળ કરે છે. આ મોહનીય કર્મ આત્માના વિવેકગુણનો નાશ કરે છે. સત્-અસતુ, જડ-ચેતન, નિત્ય-અનિત્ય, શાશ્વત-ક્ષણભંગુર, શ્રેય-પ્રેય, હિત-અહિત આ પ્રકારની જે કંદ્રાત્મક સ્થિતિ છે એ સ્થિતિમાં સાચો નિર્ણય લેવા માટે થઈને જે વિવેકની જાગૃતિ જોઈએ એ વિવેક ને વિકળ કરનાર જો કોઈ કર્મ તત્ત્વ હોય તો તે મોહનીય છે. જીવને ભાન ન થવા દે કે મારું પોતાનું હિત શું છે? આને કહેવાય છે મોહનીય. આ ચારે કર્મોની સ્થિતિ- આપણે જ્હીએ કે આવરણ કરે છે. પણ શબ્દ આવરણ બે ૧૨૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર માં જ છે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. અંતરાય અને મોહનીય આવરણ કરતા નથી. અંતરાય કરવો એટલે આડસ ઊભી કરવી. તો આ આત્માના ચાર ઘાતકર્મો છે. એ ચારેયનો નાશ કરવાનો છે. આ ચારેનો નાશ થયે જીવને પૂર્ણ વીતરાગતા પ્રગટી કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થાય છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયે એની સ્થિતિ ‘દેહ છતાં નિર્વાણ’ની હોય છે. નિર્વાણ એટલે જે આત્માને ફરીથી દેહ ધારણ કરવાપણું નથી તે આત્માને જૈનદર્શનમાં નિર્વાણ કહેવામાં આવે છે. ‘નિર્વાણ’ એટલે પછી દેહ હોય તો પણ નિર્વાણ. આપણે જુદા જુદા શબ્દ પ્રયોગ કરીએ છીએ કે દિવાળી ને દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પધાર્યા. ભગવાન મહાવીરે તો તે જ દિવસે નિર્વાણ પ્રાપ્ત કર્યું જે દિવસે-વૈશાખ સુદ-દશમના દિવસે ઋજુવાલિકા નદીને કિનારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. બેતાલીસ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પ્રગટ્યું ત્યારે જ ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું પછી તો દેહ અને કર્મનું મુક્ત થવું- જેને મોક્ષ થવો કહેવાય તે જ બાકી રહ્યું. જેમ સૂર્ય અને ચંદ્રને રાહુ ને કેતુનું ગ્રહણ લાગે તો પછી રાહુ અને કેતુ એના પ્રકાશમાંથી છૂટા પડી જાય તો આપણે એમ કહીએ કે આ ગ્રહણ ક્યારે શરૂ થશે? અને આ ગ્રહણનો ક્યારે મોક્ષ થશે? એમ આ રાહુ અને કેતુ એ કર્મ છે. એ કર્મો ઘાતી ને અઘાતી એ આત્મારૂપી સૂર્યને અથવા ચંદ્રને લાગ્યાં છે. અને એ જ્યારે સંપૂર્ણ હટી જાય, અને આત્માનો પ્રકાશ, આત્માની જ્યોતિ પૂર્ણપણે કોઈપણ પ્રકારના અવરોધ વિના પ્રકાશે ત્યારે એનો મોક્ષ થયો કહેવાય. એટલે દેહરૂપી જે વાદળો છે તે પણ હવે સમાપ્ત થયા છે. આત્મા સ્વયં જ્યોતિ છે. એ પૂર્ણ પ્રકાશિત થાય છે. એને કહેવાય છે મોક્ષ. એટલે જ્યારે દેહનો સંપૂર્ણપણે સદા સર્વથા અભાવ થાય છે. ‘દેહાદિક સંયોગનો આત્યાંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે -આ મોક્ષ પદ છે. તો મહાવીર પ્રભુના આત્માનો દિવાળીના દિવસે મોક્ષ થયો. એને હવે કોઈપણ પ્રકારનું કર્મ કોઈ સ્વરૂપની અંદર એની સાથે જોડાય એમ નથી. એનો આત્મા કર્મથી મુક્ત થયો. એને કહેવાય મોક્ષ. અને ઘાતકર્મનો સર્વથા નાશ થાય ત્યારે આત્માની જે અવસ્થા થાય તેને કહેવાય નિર્વાણ. તો અહીં કહે છે આ ચારે કર્મોમાં બળવાન કર્મ છે તે છે મોહનીય. એટલે જ્ઞાની કહે છે મોહનીયનો જેણે નાશ કર્યો તેણે સર્વ ઘાતકર્મનો નાશ કર્યો. કૃપાળુદેવે ૧૩૦ અપૂર્વ અવસર આત્મસિદ્ધિમાં આ ક્રમ કીધો છે. અનંત પ્રકારના કર્મો. તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય. મોહનીયના પણ બે ભાગ પાડીને કહ્યું છે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહમાં જીવે પોતાના ડહાપણનો કંઈ પુરુષાર્થ કરવાનો નથી. કારણ કે, ‘અપૂર્વ એવું પોતાને પોતાથી પ્રાપ્ત થતું નથી. જીવ નિજ છંદે ચાલીને અનંતકાળ પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામી શકે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.’ એટલે જ્યાં સુધી દર્શનમોહનો નાશ કરવાની સ્થિતિ છે ત્યાં સુધી સદ્ગુરુના શરણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સત્પુરુષના બોધ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ગમે તેટલો નિમિત્તનો નકાર કરનારાં પણ કહે છે કે દેશનાલબ્ધિ વિના જીવનું કલ્યાણ ન થાય. તો દેશનાલબ્ધિ કોની? દેશના આપનાર કોઈ ગુરુ તો જોઈએ ને? પોતે પોતાને થોડી દેશના આપશે? વસ્તુસ્થિતિને સમજવી જોઈએ. એકાંતમાં જાય એટલે વસ્તુસ્થિતિ આખી વિપર્યય થઈ જાય છે. સાવ ભગવાને કીધું હોય એનાથી ઉલટું થઈ જાય છે. કૃપાળુદેવે કહ્યું, ‘બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત; સેવે સદ્ગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત્. બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત, પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત પાયા કી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સપુરુષ કે, તો સબ બંધન તોડ.' ડંકાની ટોચ ઉપર, ટંકાત્કિર્ણ વચનોથી કૃપાળુદેવે કહ્યું છે કે, દર્શનમોહ જે નાશ કરવા માટે અચૂક ઉપાયમાં કહ્યું છે કે, “બોધ.’ ‘હણે બોધ વીતરાગતા.” આ બોધ પોતાનો નહીં- પોતાનું ડહાપણ એ સ્વચ્છંદ છે. શાસ્ત્રો વાંચીને બોધ ન મળે. ગુરુગમ વિના, ગુરુના અનુગ્રહ વિના, ગુરુ પ્રત્યેની ભક્તિ વિના, ગુરુને સમર્પિત થયા વિના આ બોધની પ્રાપ્તિ ન થાય.પાછો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ગુરુનો વિકલ્પ ન કરવો. આપણી એજ્ઞાનદશા છે અને મોહનીય હજુ મોજુદ છે. એટલે આવા વિકલ્પ અવ્યા જ કરે. પૂર્ણ પુરુષનો બોધ મળ્યો છે અને ગુરુ સમાન માનજે. બીજા કોઈ ગુરુને શોધવા નીકળશો નહીં. ૧૩૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર અહો, સપુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ- એ તારા સ્વરૂપને જાગૃત કરવાથી માંડીને અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર છે- એ આ પુરુષ કહી ગયા છે. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષના ભેદ હજી આપણી સમજની બહાર છે. દ્રવ્યથી કે ભાવથી પ્રત્યક્ષપણું એની આપણને હજુ સમજ જ નથી. દેહ પ્રત્યક્ષ? કે આત્મ પ્રત્યક્ષ? અરૂપી ને અરૂપી પ્રત્યક્ષ કરવો છે. આત્મા અરૂપી છે એનો પ્રત્યક્ષ કરનાર રૂપી કે અરૂપી? આ વાતને અત્યારે ગૌણ કરીને આગળ વધીએ. હવે જયારે દર્શન મોહને ટાળવો છે ત્યારે એને જો જિનેશ્વર કે સદગુરુ પ્રત્યે ભક્તિ નથી અને આલંબન અને નિમિત્ત કહીને એનો નકાર કરશે તો કોઈ કાળમાં એનું કલ્યાણ નથી. કૃપાળુદેવે એટલા માટે કહ્યું કે, આત્મા સ્વયં જ્ઞાની છે, ત્રિકાળી જ્ઞાયક છે છતાં ‘સર્ણરુ આજ્ઞા, જિનદશા નિમિત્ત કારણ માંય.” ‘ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.” આ. સિ. ૧૩૬ ઉપાદાનની વારંવાર વાત કરી, નિમિત્તના નકારની ભાવના પણ જો જીવમાં નાખી દે તો એ જીવ, સિદ્ધત્વને પામે નહીં. પરંતુ ભ્રાંતિમાં જ સ્થિત રહે. અનંતકાળ સુધી પણ એને મુક્તિ પ્રાપ્ત ન થાય. નિમિત્ત એ શબ્દ છે. આ શબ્દનો વ્યાપાર નથી. શબ્દનો વ્યાપાર એ પંડિતોનું કામ છે. જ્ઞાની તો આશયને પકડે છે. પોતાના સ્વરૂપને જાગૃત કરવામાં સામે કોઈ સ્વરૂપ જોઈએ. કોઈ પૂર્ણતા જોઈએ. ‘સદ્ગર આજ્ઞા-જિનદશા.’ આ જિનેશ્વરની દશાની પૂર્ણતા જોઈને પોતાનામાં એ પૂર્ણતાની જાગૃતિ આવે છે. ‘આત્મ સ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ’ - ‘અંતિમ સંદેશ’ આ પુરુષની કરુણા ખ્યાલ આવે? આ સદ્ગુરુ મળે ને તો અનાદિકાળના જે અજ્ઞાનના પડળ છે ને એમાં અંજન શલાકા કરે. આના બોધથી કેટલી અંજન શલાકા થાય? એક ગાથા, એક વાક્ય આત્માને ઝણઝણાવી દે છે. અંદર ૧૩૨ અપૂર્વ અવસર સ્વરૂપનો ભણકાર ઊઠે છે. અહીંયા કહે છે કે આત્મ સ્વરૂપમાં અવલંબન આધાર છે. અવલંબન જિનેશ્વરનું લેવાનું છે. બધા જ શાસ્ત્રોએ આ પદને પામવા માટે જિનપદની આરાધના કીધી છે. અરે ભાઈ ! જિનપદ અને નિજપદ બે જુદા નથી. એક આર્વિભાવ રૂપે છે અને એક તિરોહિત ભાવે છે. તિરોહિત ભાવે છે તેનું તિરોહિત પણું, આચ્છાદનપણું એ દૂર કરે એટલે સામે આર્વિભાવની જ્યોતિને નજર સમક્ષ રાખીને પોતાના અજ્ઞાનના અંધકારને દૂર કરવાનો છે. વીતરાગ શાસન એનો ન્યાય છે. આમાં એકાંત ન ચાલે. કૃપાળુદેવે સરસ શબ્દ મૂકયો છે કે દર્શનમોહની અંદર સદુગરનો બોધ જોઈએ. અને ચારિત્રમોહમાં આપણી વીતરાગતા જોઈએ. મારા સદ્ગુરુ વીતરાગ હોય તો મારો મોક્ષ થઈ જાય? વીતરાગતા તો આપણી જોઈએ. શ્રીમદ રાજચંદ્રજીને ગમે તેવી દશા હતી, મહાવીરની ગમે તેવી સાધના હતી, પાર્શ્વનાથની ગમે તેવી સમભાવના હતીબોધ એમનો અને વીતરાગતા આપણી જોઈશે. આ વીતરાગતાની આરાધના આપણે કરવી પડશે. ચારિત્રમોહ આપણે જ નાશ કરવાનો છે અને સવ્યવહાર વિના ચારિત્રમોહ નાશ ન થાય. ચારિત્રમોહનો નાશ કરવા આત્માનો પુરુષાર્થ જોઈએ. અને જે જડ કર્મો લાગેલા છે તેનો છેદ કરવા માટે આત્માનો પુરુષાર્થ જોઈએ. પ્રજ્ઞાછીણીથી કર્મો છેદવાના છે. જ્ઞાનીના વચનનો આશય સમજીને પુરુષાર્થ કરશું તો ગોથા નહીં ખાઈએ. આ જીવ અનંતકાળ રખડ્યો એને સાચો માર્ગ નથી મળ્યો એનું કારણ શું? કૃપાળુદેવ કહે છે કે એણે સાચું આલંબન લીધું નહીં. એણે કોઈ સદ્ગુરુના ચરણને સેવ્યા નહીં. એણે માત્ર નિજમતિ કલ્પનાથી શાસ્ત્રો વાંચી વાંચીને મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. એને માત્ર સ્વચ્છંદનો આધાર છે. બોધમાં સ્વચ્છંદ કામ ન આવે. આ ચારિત્રમોહનો નાશ કરવાનું કાવ્ય છે. આ પુરુષાર્થ પોતે જ કરવાનો છે. આ ભવ્ય પુરુષાર્થની ભવ્ય ગાથા છે. આ એક પુરુષાર્થનો અધ્યાય છે. અને એ અધ્યાયમાં આપણને જ્ઞાની પુરુષ લઈ જાય છે કે કેવળજ્ઞાનની દશા પ્રગટશે. સદ્ગુરુના બોધથી અને પોતાના ચારિત્રથી. પોતાની વીતરાગતાથી કેવળજ્ઞાનની દશા પ્રગટાવે છે. કૃપાળુદેવે તો એક એક શબ્દ પ્રયોગ એટલા સરસ કર્યા છે પરીષહમાં ઘોર પરીષહ કહ્યો છે ઉપસર્ગમાં ભય કહ્યો. હજુ તો ઉપસર્ગ ન આવ્યો હોય તે પહેલા ૧૩૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર તેનો ભય જીવને મારી નાખે છે. થથરી જાય છે. ભયથી ક્ષોભિત થઈ જાય છે. ભયથી પુરુષાર્થથી ભાગે છે. ઉપસર્ગ તો હજુ ક્યાંય દૂર છે. ભયે મારી નાખે છે. નાનો એવો ભય જીવનમાં કેટલી બધી વિક્ષિપ્તતા ને વિચલિતતા લાવે છે. એને ખબર છે કે થવાનું હોય તે જ થાય છે. છતાં જો એમ કહે કે આઠ દિવસ પછી તોફાન થવાનું છે કે, વાવાઝોડું થાશે અને પ્રલય આવશે તો ઉપસર્ગ તો આવવાનો હશે ત્યારે આવશે, મુંઝવણ આજથી શરૂ થઈ. એ ઉપસર્ગ તો આવે કે ન પણ આવે. એની તો ભજના છે પણ ભય તો આવી ગયો. જ્ઞાની પુરુષ સાધકને માટે એક એક શબ્દ મૂકે છે. અહિંયા કર્મની આગળ “ઘનઘાતી.” શબ્દ મૂક્યો ઘાતી શબ્દ તો બધું સાંભળ્યો છે કૃપાળુદેવે શબ્દ મૂક્યો ‘ઘનઘાતી' : ઘનઘાતી એટલે આકાશમાં રહેલો સૂર્ય ગમે તેટલા વાદળાઓથી આચ્છાદિત હોય તો પણ સૂર્ય છે એવા પ્રકાશનું ભાન થાય એટલો અવકાશ ત્યાં હોય છે. એને ઘન કહેવાય. ઘનઘાતી- ઘન એટલે- સૂર્યવાળા દિવસે પ્રકાશમાં વાદળાથી આચ્છાદિત જે અવસ્થા છે એને ઘન કહેવાય. રાતના અંધકારને ઘન ન કહેવાય. ઘનશ્યામ- ત્યાં શ્યામ એટલે ઘન જેવો શ્યામ. સૂર્ય છે પણ વાદળાને કારણે જે શ્યામવર્ણ છે તે. રાત્રીનો અંધકાર શ્યામ નથી તિમિર છે. અમાવસ્યાની રાત્રીનો અંધકાર તિમિર છે. ઘન સમજવામાં, પાણી ભરેલા ગમે તેટલા વાદળા સૂર્યની આડે છે, એનું આવરણ આવી ગયું હોય તો પણ એ આવરણ ખસી શકે કારણ કે પાછળ સૂર્ય પ્રગટ છે અને એના વિદ્યમાનપણાનું ભાન હોય જ. કૃપાળુદેવ કહે છે અને જૈન દર્શન પણ કહે છે કે આત્મા ગમે તે સ્થિતિમાં હોય પણ એના અમુક અંશ જાગૃત હોય, હોય ને હોય જ. જેથી કરીને અહિંયા પૂર્ણ પ્રકાશિત ચૈતન્ય વિદ્યમાન છે એની જીવને પ્રતીતિ થાય. એટલે કર્મનું આચ્છાદાન એના માટે શબ્દ મુક્યો છે ઘનઘાતી. કેટલો ઉત્કૃષ્ટ શબ્દ છે. આ એક શબ્દની અંદર આ ચારે કર્મોની સ્થિતિ હોવા છતાં આત્માના અસ્તિત્વનું ભાન ક્યારેય મટતું નથી એટલે અમુક પ્રદેશો આત્મના ખુલ્લા જ છે અને એની તારતમ્યતા પ્રમાણે જીવ આત્મવિકાસનો પ્રયાસ કરે છે. નિગોદની અંદર પણ એના આઠ રૂચક પ્રદેશ નિબંધ જ છે અને નિબંધ પ્રદેશોના આધારે જ- એ છે- સૂર્ય છે- એની પ્રતીતિના આધારે જ જીવ ક્રમિક વિકાસ કરતો કરતો પૂર્ણ સૂર્ય રૂપે પ્રકાશિત થાય છે. આ ઘનઘાતી કર્મોનો ૧૩૪ અપૂર્વ અવસર જ્યાં વ્યવચ્છેદ થાય છે, ત્યાં ‘ભવનાં બીજ તણો આત્યાંતિક નાશ જો.’ અને આ ચાર ઘાતી કર્મોનો નાશ થયો એટલે ભવના બીજનો આત્યંતિક નાશ થયો. હવે ભવ બાંધી શકાય એવું કોઈ કર્મ વિદ્યમાન નથી. કારણ કે કર્મને બંધાવા માટે અજ્ઞાન જોઈએ, રાગ અને દ્વેષ જોઈએ. ‘રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મ ની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.’ આ. સિ.-(૧૦૦). કર્મને બંધાવા માટે અજ્ઞાન અને રાગ-દ્વેષ જોઈએ. પણ હવે જીવના જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થયો છે. મોહનીય કર્મનો ક્ષય થયો છે. દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષય થયો છે. એટલે જીવમાં અનંત શક્તિ અને સામર્થ્ય હોવા છતાં નવા ભવનું કર્મ બાંધી શકે એવું સામર્થ્ય હવે નથી. આ અનંત સામર્થ્યનો ધણી હવે કર્મ નથી બાંધી શકતો. આત્માની શક્તિ તો અનંત છે. ભગવાન મહાવીર બે મિનિટ પણ પછી આયુષ્ય વધારી શકે નહીં. નિશ્ચય નય ની દૃષ્ટિએ આત્મા હવે કર્મ બાંધી શકે નહિં. સિદ્ધાત્મા કર્મ ન બાંધે. સંસારી આત્મા તો કર્મ બાંધે જ, એટલે કપાળ કહે છે કે જેને આત્માના કર્મના કર્તાપણાનું ભાન નથી તે જગતમાં કોઈ દિવસ મુક્ત નહીં થઈ શકે. સિદ્ધ આત્મા કર્મ ન બાંધી શકે કારણ કે ત્યાં ભવના બીજનો નાશ થયો છે. પણ જ્યાં સુધી સંસારીપણું છે, ઘાતી કર્મની વિદ્યમાનતા છે ત્યાં સુધી એ કર્મ બાંધી શકે. અને ત્યાં સુધી કર્મ બાંધનાર આત્મા સિવાય કોણ છે? ‘જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવ ધર્મ.’ આ. સિ. -(૭૫). જરાક વિચાર કરીએ કે જડમાં કર્મ બાંધવાની તાકાત નથી. જો જડ, કર્મ બાંધે તો સિદ્ધ પણ છૂટી ન શકે. વસ્તુની સ્થિતિનું બરાબર ભાન થવું જોઈએ. પરમકૃપાળુદેવે અહિંયા એવો વીતરાગનો માર્ગ મૂક્યો છે, અવિસંવાદ રૂપમાં માર્ગ મૂક્યો છે, નિર્વિરોધપણે મૂક્યો છે, નય-નિશ્ચયની સંધિથી મૂકયો છે. આ જીવને સાચી અને યથાર્થ સમજણનો માર્ગ શ્રીમદ્જીએ કંડાર્યો છે. આ પંડિતાઈનો માર્ગ નથી. તર્ક-કુતર્કનો માર્ગ નથી. વાદ-વિવાદનો માર્ગ નથી. કોઈ જરૂર નથી. આવશ્યક્તા છે સાદી સીધી સમજણની. કેવળ નિષ્કામ ભક્તિભાવની. જ્ઞાનીના ૧૩૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર વચન પ્રત્યે અનુપમ ભક્તિ, શ્રદ્ધા, સમર્પણની. તો જ વાત સમજાશે. જે વાત પંડિતને નહિં સમજાય, તે જગતના નાના એવા જીવને ભદ્રિતા હશે તો સમજાશે. તે ભદ્ર જીવ પામી જશે. આ માર્ગ જુદો છે. હજારો શાસ્ત્રોના પાઠી રખડે છે અને બીજાને રખડાવે છે. અને જેને પરમાત્મા પ્રત્યે ભક્તિ અને નિશ્ચય છે એવા સાદા સીધા જીવો- જેને ‘મા રૂટ-મા તુષ્ટ.રાગ ન કર-દ્વેષ ન કર. એ બોલતાં પણ નહોતું આવડતું તે કેવળજ્ઞાનને લાભે છે. અને જેણે શાસ્ત્રના શાસ્ત્રની રચના કરી એ હજુ ભટકે છે. કારણ કે વસ્તુની યથાર્થ સમજણ નથી. ભવના બીજનો નાશ. હવે શુદ્ધ આત્મા કર્મ બાંધી શક્તો નથી. જીવો આત્માના છ પદને, એના યથાર્થ સ્વરૂપે, સપ્રમાણ સમજયા નથી એટલે આ બધું અજ્ઞાન ચાલ્યા કરે છે. એટલે કહ્યું છે કે ‘આત્મસિદ્ધિ'નો પાઠ સમજો એમાં પહેલું આત્માનું ‘ક્તપદી સમજો. જેને આત્માનું કર્તાપદ સમજાયું નથી તેને મોક્ષપદ પ્રાપ્ત થવાની કોઈ સંભાવના નથી. કારણ કે જે છે એનો નકાર કરે છે. ર્તાપદ છે માટે જ ભોક્તા-પદ છે. સિદ્ધપદ પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી એની ભજના છે. નિશ્ચયથી છે વ્યવહારથી નથી. પર્યાયમાં સિદ્ધપદ નથી. આ પર્યાય અવસ્થાનો જેને સ્વીકાર નથી એ શુદ્ધ પર્યાય અવસ્થાનો પણ નકાર કરે છે. આવા બધા ભેદ ભાંગા માં આપણે પડવું નહિં. નહિંતર માર્ગ ચૂકી જવાય. આનંદઘનજી મહારાજે કહ્યું કે મારો ભગવાન કહે એ જ મારે માનવું છે. કારણ કે મારી ભગવાન સર્વજ્ઞ છે. જો હું કૃપાળુદેવને માનતો હોઉં તો એની સર્વજ્ઞતામાં મને વિશ્વાસ હોવો જોઈએ એમણે જે કંઈ લખ્યું છે તે રાગ, દ્વેષ, અજ્ઞાન રહિત અવસ્થા પ્રાપ્ત કરીને લખ્યું છે. પોતે જ પત્રાંક-૩૯૮માં લખ્યું કે આ આગમ જ છે, જિનઆગમ જ છે. પહેલાં કહેનારમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. કહેનારની દશાનું ભાન હોવું જોઈએ. સાચું ભાન યથાર્થ મુલ્યાંકન. કોણ કહે છે આ શબ્દો? તો કે શ્રીમદ્ રાજચંદ્ર. કઈ દશામાં કહે છે? તો કે જેને આત્મદૃષ્ટિનું અખંડપણું છે, જેને આત્મસમાધિ નિરંતર વર્તે છે, જેને આત્મઅવિચ્છિન્નપણે ઉપયોગ વર્તે છે, જેને અનઅવકાશપણે એવું આત્મધ્યાન વર્તે છે, જેને માત્ર ઉદયકર્મ સિવાય બીજા કોઈ રાગદ્વેષનો પ્રવેશ નથી અને જગતમાં બધાં જ વ્યવહાર કરવા છતાં આત્મા ક્યાંય લપાતો નથી. આત્મા ક્યાંય ભળતો નથી. એવો પુરુષ આ વચનો લખે છે. ૧૩૬ અપૂર્વ અવસર માટે એની શ્રદ્ધા કરીએ. માટે અહીં કહે છે સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. કેવળજ્ઞાન થતાં જગતના બધા જ ભાવો જાણે છે. પોતાની શુદ્ધતાને કારણે જ્ઞાતા અને દૃષ્ટા બનીને. જડ અને ચેતન એ સચરાચર લોકના ભાવને જાણનાર એવું સામર્થ્ય ધરાવનાર કહે છે કે એવા કૃતકૃત્ય થઈ ગયા છે- કૃતકૃત્ય થાય એટલે બસ હવે કાંઈ જોઈતું નથી. જ્ઞાનીએ કહ્યું છે, ‘લેવકો ન રહી ઠોર, ત્યાગીવેક નાહીં ઓર, બાકી ક્યા ઉબર્યો જ, કારજ નવીનો હૈ.' સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું. લેવાનું કે ત્યાગવાનું કંઈ પણ રહ્યું નર્ટી. ‘સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ.' પૂ. બનારસીદાસજીએ સમયસાર નાટકની અંદર આ અદ્ભુત દશાનું વર્ણન કર્યું છે. કૃપાળુદેવ સોભાગભાઈને આ અદ્ભુત દશાનું વર્ણન લખીને પૂછાવે છે કે તમને આના ઉપરથી અમારી દશા સમજાય છે? જો સમજાય તો અર્થ લખજો. આ દશામાં બિરાજમાન પુરુષ કૃતકૃત્ય થયા છે. કૃતકૃત્ય થાય છે અને જયારે એ જ્ઞાનીને-ચાર જ્ઞાન હોવા પછી- કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે અનંત લબ્ધિના નિધાન થાય છે. અને એમને લાભનંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, દાનાંતરાય અને વીર્યંતરાય આ બધી લબ્ધિઓ પ્રગટે છે. પણ ભગવાન એ લબ્ધિનો ઉપયોગ પણ કરતા નથી. પણ ભાવલબ્ધિથી જગતના જીવોના કલ્યાણ માટે કરૂણારસથી છલક્તા હોવાના કારણે, એ વીતરાગી કરૂણા ભગવાનની હોવાના કારણ સમવસરણમાં જગતના જીવોને દેશના આપે છે. એ કોઈ પોતાની કામનાથી નહીં પણ કરૂણાથી. કામના અને કરૂણાનો ભેદ સમજવો જોઈએ. કામનાનું પ્રત્યેક સ્વરૂપ રાગ છે અને કરૂણાનું પ્રત્યેક સ્વરૂપ વીતરાગતા છે. આ કરૂણા જો નહીં હોય તો આખા શાસનનો, અરિહંતનો આધાર હટી જાશે. અરિહંતનું અધિષ્ઠાન કરૂણા છે. જેમ કેવળજ્ઞાનનો અંશ સમકિત છે તેમ આ કરૂણાનો અંશ જગત જીવોની અનુકંપા છે. તો અત્યારે હાલતાં-ચાલતાં ૧૩૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર બેસતાં-ઉઠતાં એ જીવોની દયા, અનુકંપા નહીં હોય તો ત્યારે શું કરુણા આવશે? અંશ પ્રગટે એને જ પૂર્ણતા પ્રગટે. એટલે જૈન ધર્મમાં લોક ઉપકાર, પરોપકાર એ જબરજસ્ત શબ્દ છે. જયવિયરાય સૂત્રમાં આવે છે ‘લોગવિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ, પરથ્થકરણ ચ.’ હે પ્રભુ! જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી હું લોકથી પ્રતિબંધિત એવું કોઈ કૃત્ય ન કરું, ગુરુજનોની આમના અને આમન્યા સેવું અને ‘પરથ્થકરણ’ એટલે પરોપકાર કરું. કૃપાળુદેવે પણ આ વાત મુકી છે. એટલે જૈન ધર્મમાં દયા ધર્મ પહેલો કહ્યો છે. દયાનો નિષેધ કરનારને કરૂણાનું ભાન નથી. કરૂણા એ વીતરાગનો અંશ છે. જેને પૂર્ણ વીતરાગતા પ્રગટાવવી છે તે જો અંશ નહીં પ્રગટાવી શકે તો પૂર્ણતા ક્યાંથી પ્રગટાવશે? પૂ. કાનજી સ્વામીએ લખ્યું છે, ‘જ્યાં પોતાના સ્વભાવનું અખંડ નિર્વિકલ્પ જ્ઞાન વર્તે છે ત્યાં જગતના અનંત પદાર્થો-પરવસ્તુ-તે નિર્મળજ્ઞાનમાં સહેજે જણાય છે.’ ‘સર્વ ભાવ જ્ઞાતા દૃષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.’ આવું સ્વરૂપ જ્યારે જીવનું થાય છે. ત્યારે જીવ હજી આગળ વધે છે. અને એ ‘આત્મા સંપૂર્ણ પણે અનંત વીર્ય લબ્ધિને પ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ પુદ્ગલ દ્રવ્ય રૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વર્તે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમપુરુષમાં સંપૂર્ણ વીતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગનો તેથી સંભવ નથી.’ પત્રાંક - ૯૧૫. આવી ચાર ઘનઘાતી કર્મની સ્થિતિ છે અને એમાં જ એણે પૂર્ણતા પ્રગટ કરી છે. બાકીના ચાર અધાતી કર્મની સ્થિતિ હવે કેવી છે? ‘વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણેક,મટિયે દૈહિક પાત્ર જો.’ અપૂર્વ - ૧૬ ઘાતીકર્મોનો નાશ કર્યો. ભવના બીજના અંકુરનો નાશ કર્યો. કોઈ બીજ હવે ભવનું રહી શકે એવી સ્થિતિ રહી નથી. આ દેહરૂપી ક્ષેત્રમાં કર્મનું બીજારોપણ થાય છે. પણ હવે એની(કર્મની) સ્થિતિ એવી શુદ્ધ કરી છે કે કોઈ બીજ અહીં ઊગી શકે એમ નથી. અગ્નિતાપથી એની ફળદ્રુપતાનો નાશ કરી નાખ્યો છે. હવે ૧૩૮ અપૂર્વ અવસર એકે બીજ આમાં પડે નહી. અને પડે તો ઊગે નહીં. પણ હવેના અઘાતી કર્મની સ્થિતિ તો બહુ વિચિત્ર છે. થાતીકર્મ જ્ઞાન, ધ્યાન અને તપથી ટળે. અધાતી કર્મ ભોગવવાં પડે. પ્રદેશ ઉપર પણ ભોગવવાં પડે. જ્ઞાનીઓ કહે છે કે એ ભોગવવાથી જ નિર્જરે. વેદનીય કર્મ ભોગવવું પડે. નામકર્મ ભોગવવું પડે. દેહ હોય ત્યાં સુધી નામકર્મનો નાશ થાય નહીં. ગોત્રકર્મ ભોગવવું પડે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી ગોત્રકર્મ સંપૂર્ણપણે નાશ પામી શકે નહીં આયુકર્મ ભોગવવું પડે. દેહ છે, શ્વાસોશ્વાસ છે ત્યાં સુધી આયુકર્મનો નાશ થાય નહીં. કેવા સ્વરૂપમાં ભોગવવું તે કર્મની સ્થિતિ અને જીવની સ્થિતિ ઉપર આધાર છે. વેદનીય કર્મ અજ્ઞાન અવસ્થામાં પણ આવે અને જ્ઞાનીને પણ વેદનીય કર્મ ભોગવવું પડે. ‘જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન હોય; જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય.’ ભાઈ! વેદનીય કર્મ છે ને એ કોઈને છોડતું નથી. તીર્થંકર પરમાત્માને પણ વેદનીયનો ઉદય આવે છે અને ભોગવવું પડે છે. કોઈને છોડતું નથી. જિનેન્દ્ર, નરેન્દ્ર, શકેન્દ્ર કે ધરણેન્દ્ર કોઈને વેદનીય કર્મ છોડતું નથી. આ બધા કર્મોમાં ઘાતીકર્મની સીધી અસર આત્મા સાથે છે. અધાતીકર્મની સીધી અસર દેહ સાથે છે. ઘાતીકર્મ સ્વરૂપનો નાશ કર છે. અઘાતી કર્મ ગમે તેવા હોય પણ મારા સ્વરૂપનો નાશ કરવાને સમર્થ નથી. આંક-૫૦૯માં કૃપાળુદેવે આ વસ્તુની ખૂબ સરસ રીતે છણાવટ કરી છે. જો જ્ઞાનની ધારા આગળ વધે અને પૂર્ણ કેવળજ્ઞાન થાય તો આ અધાતીયા જે કર્મો છે એની સ્થિતિ હોવા છતાં ‘બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો.’ આ ઉપમા કૃપાળુદેવે ખૂબ સરસ આપી છે. આમા બધું સમજાવી દીધું. અહીંયા સીંદરી વિદ્યમાન છે. સીંદરીનો ઉપયોગ બાંધવા માટે થાય છે. અને કોઈને મુશ્કેટાટ બાંધવો હોય ત્યારે સીંદરી જોઈએ. એમ કર્મો જીવને બંધનરૂપ છે. એ સીંદરી જેવા છે. કૃપાળુદેવ કહે છે આત્માનો જ્યારે પૂર્ણ સ્વભાવ પ્રગટે છે, ત્યારે આ ચારે કર્યો હોવા છતાં, માત્ર તેની આકૃતિ છે. તે મરેલ જેવાં કરી નાખ્યાં છે. ઘાતી ચારે કર્મ વ્યવચ્છેદ કર્યા છે અને અઘાતી કર્મોમાં કોઈ સામર્થ્ય નથી, કોઈ ૧૩૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર શક્તિ નથી કે બાંધી શકે. સદરીને કોઈ સળગાવી નાખે તો એ બળેલી સીંદરી જેમ પડી હોય તેનો માત્ર આકાર હોય. હકીકતમાં તો સીંદરીની રાખ જ હોય. પણ સીંદરીનું સામર્થ્ય ન હોય. તેમ આ અઘાતી કર્મની આકૃતિ છે. એનામાં બંધનનું સામર્થ્ય નથી. આમા તો આખો કેવળજ્ઞાનનો મહિમા સમજાવી દીધો. ‘બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો.’ આ અઘાતી કર્મનું હવે કાંઈ કરવાનું નથી. તેનામાં કોઈ સામર્થ્ય નથી અડવા જઈશ તો પણ રાખ છુટી પડી જવાની છે. સદરીના વળ હોય એમ રાખ વળવાળી હોય. વળદાર સીંદરી બળે તો એની રાખ પણ વળદાર દેખાય. પણ હાથ લગાવે તો અણુ એ અણુ છૂટા પડી જવાના છે. એનામાં કોઈ સામર્થ્ય નથી. બાંધવાની કોઈ તાકાત નથી. જીવમાં જ્યારે મોહનીયનો સંપૂર્ણ નાશ થાય ત્યારે, મોહનીયના અભાવમાં કોઈ કર્મ જીવને બાંધી શકતું નથી. એટલે એ કર્મમાં હવે કોઈપણ પ્રકારનો ઉમેરો પણ થઈ શકે એમ નથી. એટલે આયુષ્ય વધાર્યું વધારી શકાતું નથી. કોઈ ભાઈ સવાર-સાંજ Walk લેવા જતા હતા. કહે કે લાંબુ જીવવું હોય તો ચાલવા જવું પડે. આ વાતમાં આપણે સહમત નથી. તો પછી દુનિયામાં લાંબુ ચાલનારા અને મેરેથોન દોડમાં દોડનારા કોઈ દિવસ મરે જ નહીં. એ આયુષ્ય વધારવાનો કિમિયો નથી. આયુષ્ય કર્મ વધી શકે નહીં. આપણે શરીરની સુખાકારી માટે જે કાંઈ કરીએ તે બરોબર છે પણ એને Longevity of Life સાથે કંઈ સંબંધ નથી. એનાથી જીવન લંબાય નહીં. આવી ભ્રાંતિ ન રાખવી. આ અજ્ઞાન છે. શરીરમાં રોગ હોય ને એને કાબુમાં રાખવા બીજા પ્રયોગ કરીએ એ બરાબર છે. પણ એનાથી આયુષ્યની દોરી લંબાય? ‘દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ?” સમ્રાટ સિકંદરના ફરમાનની અંદર એ કહે છે કે હે જગતના જીવો ! આયુષ્ય જ્યારે પુરું થાય ત્યારે એને લંબાવી શકનાર કોઈ નથી, મહાવીર હોય કે Alexander હોય. બન્ને નો જવાબ એક જ હોય. પણ જો એનામાં સભાનતા હોય તો. અહિંયા કહે છે કે ઘાતકર્મની અસર આત્મા ઉપર છે. અધાતીકર્મની અસર દેહ ઉપર છે. દેહ છતાં દેહાતીત સ્થિતિ છે. અશરીરી ભાવે સ્થિતિ હોવાથી કર્મો થતા હોવા છતાં તે કર્મો અકષાય ભાવે થતા હોવાથી તરત જ ખરી પડે છે. આત્માને ચોંટતા નથી, આને જ યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. યથાખ્યાત ૧૪૦ અપૂર્વ અવસર ચારિત્ર-મન-વચન-કાયાનો યોગ છે, દેહ અને દેહની ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોને પોતાના વ્યાપાર છે. છતાં, બધું હોવા છતાં- યથાખ્યાત ચારિત્ર આત્માના ગુણને આધારિત એ જીવનો વ્યવહાર હોય છે. દેહ છતાં દેહાતીત દશા. તે યથાખ્યાત ચારિત્ર. શરીર છતાં અશરીરી ભાવે જીવન. કૃપાળુદેવ પત્રાંક-૪૧૧માં કહ્યું છે. અમે મુખ્ય નયના હેતુથી અશરીરીપણે સિદ્ધ છીએ. અને કોઈ તે વખતના મુમુક્ષુએ પ્રશ્ન કર્યો હતો કે, “આ કાળમાં ક્ષાયિક સમકિત ન હોય.’ આ કાળમાં ક્ષાયિક સમકિત હોય કે ન હોય અને તો ભાવદશાએ સિદ્ધ સમાન છીએ. અશરીરીભાવે અમારી સ્થિતિ છે. અને અશરીરીભાવ આ કાળમાં નથી તો અમે નથી એમ કહેવા તુલ્ય થયું. ખ્યાલ આવે છે? આમની દશાનો લક્ષ આપણે કરીએ. આ પુરુષનું ઓળખાણ કરીએ. આ વચનામૃતનો કહેનાર ક્યો પુરુષ છે? આ કઈ વાણી આપણા હાથમાં છે? આ ક્યો બોધ છે? આની પૂર્ણતાની તોલે કોઈ આવી શકે એમ છે? તો પછી હજી ક્યાં રખડવા જાવું છે? બધે સાંભળીએ. સમજીએ. સમજણને અવકાશ આપીએ. પણ શ્રદ્ધા? શ્રદ્ધા હવે આ પુરુષ સિવાય કોઈની ન હોય. વર્તમાનમાં તો નજર નાખતા પણ આની તોલે, આની સાથે, આની સમીપ રહી શકે એવો આત્મા દુર્લભ છે. એવો આત્મયોગ પણ દુર્લભ છે. જ્યારે વચનામૃતથી એ જીવતો જાગતો છે. ચિત્રપટથી એ આપણી સામે હાજરાહજુર છે. ભાઈ! બધા જ પ્રકારના મનના ઉધામા બાજુ પર મૂકી, એનું શરણ સ્વીકારી, કલ્યાણનો માર્ગ લે ને. કલ્યાણ થઈ જશે. માર્ગ ટૂંકો થશે. બીજે માર્ગ લંબાઈ જશે. અને એમાં પણ જો Diversion આવી ગયું હોય તો પાછું રાજમાર્ગ પર આવવું મુશ્કેલ છે એના કરતા રાજમાર્ગ ઉપર છો તો બીજે ફંટાઈશ નહીં. જગત તો ભૂલભૂલામણી છે. આ રાજેશ્વરનો પ્રરૂપિત કરેલો માર્ગ છે. રાજમાર્ગ છે. હવે આ ઘાતી અઘાતી કર્મોની જે સ્થિતિ છે તેમાં ઘાતી કર્મોનો તો નાશ કર્યો પણ અઘાતી ચાર કર્મ કાઢવા હોય તો? તે તો દેહ છે ત્યાં સુધી છે જ. તો કેમ ટાળવા? આપણો પુરુષાર્થ તો ઘાતકર્મોનો નાશ કરવા માટે થવો જોઈએ. અઘાતી કર્મો તો પોતાની મેળે ચાલ્યા જાશે. જ્ઞાની કહે છે દેહને પાડી નાખવાથી દેહથી છૂટાતું નથી. પણ દેહ જેનાથી ઘારણ કરવો પડે એવા કર્મના બંધનને ટાળવાથી ૧૪૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર દેહથી છૂટી શકાય છે. આત્મહત્યા કરવાથી કે દેહને પાડી નાખવાથી દેહથી નહી છૂટી શકાય. દેહ જેના કારણે ઉત્પન્ન થાય છે એવા કારણોનો નાશ કરવાથી દેહથી છૂટી શકાય. ‘જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.’ આ. સિ.-(૯) ભાઈ ! તું સમજતો ખરો કે કરવાનું શું છે? આજે આપણે વેદનીયના નાશ માટે પ્રયત્ન કરીએ છીએ. જ્ઞાની કહે છે કે તારો પુરુષાર્થ વેદનીયના નાશ માટે નહીં, પણ મોહનીયના નાશ માટે કર. આજે ધર્મની અંદર સભ્રમ ઊભો થઈ ગયો છે. આપણો આખો પુરુષાર્થ વેદનીયના નાશ માટે ચાલે છે. વેદનીય તો અઘાતી છે. અને મહદ્અંશે એનો આધાર દેહ છે. કારણ કે ‘તે દેહાયુષ આધિન જેની સ્થિતિ છે. કારણ કે દેહનું આયુષ્ય છે ત્યાં સુધી એની સ્થિતિ છે. “આયુષ્ય પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો.’ આ ચારે અઘાતી કર્મનું અનુષ્ઠાન દેહ છે. આત્મા નથી. માટે દૈહિક પાત્રપાત્રતા સમાપ્ત થશે. તો એની વસ્તુ પણ સમાપ્ત થશે. આધાર વિના આ દેહ રહી નહી શકે. માટે આધારનો નાશ કર, દૈહિક પાત્રતા હશે ત્યાં સુધી- નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય રહેવાના જ કારણ કે ચાર કર્મને બધા દેહ સાથે સંબંધ છે. એટલે કૃપાળુદેવે સરસ શબ્દ મૂક્યો છે. ‘આયુષ્ય પૂ મટિયે દૈહિક પાત્ર જો.’ આ દૈહિક પાત્રને સમાપ્ત કર. માટે દેહને ગૌણ કર. મોહનીયનો નાશ કર. ધર્મના બે પુરુષાર્થ છૂટા પડે છે. આત્મસિદ્ધિમાં કૃપાળુદેવે મોહનીયના નાશની વાત કરી. અને જગતમાં આપણે ક્રિયાકાંડની પાછળ જે દોડવા માંડ્યા છીએ તે વેદનીયના નાશ માટે. આપણાથી દુ:ખ સહન થતું નથી. શરીરની અંદર સહેજ અસુવિધા, અશાતા આપણને વિહવળ બનાવી દે છે. આકુળવ્યાકુળ કરી દે છે. આપણાથી એ સહન થતું નથી, કારણ કે શરીર ભિન્ન છે એવો આપણા જ્ઞાનનો ક્ષયોપશમ થયો નથી. દેહ પ્રત્યે મોહબુદ્ધિ છે અને મોહનીયનો નાશ હજુ કર્યો નથી. એટલે વેદનીય આપણાથી સહન થતું નથી. મૂછમાં સપડાવે છે. આ જગતના જીવો ટૂંકો રસ્તો અપનાવે છે. કે આ વેદનીય મારાથી સહન થતું નથી. જ્ઞાની કહે છે વેદનીયને ભોગવ્યા સિવાય છૂટકો નથી. વેદનીય કર્મ ભોગવ્યા સિવાય ક્યારેય ૧૪૨ અપૂર્વ અવસર નિર્જરતું નથી. એને ભોગવવાના પ્રકાર જુદા જુદા છે. એ કર્મગ્રંથનો વિષય છે. કે પ્રદેશ ઉપર લાવીને ભોગવી શકાય. સૂડીનો ઘા સોયથી ટળી શકે. અશુભ વેદનીયનું શુભ વેદનીયમાં પરિવર્તન થઈ શકે. એની પ્રકૃતિ પલટાવી શકાય. પણ એના પ્રદેશ છે, એ તો છે જ. પ્રદેશ બંધથી તો એને ભોગવવું જ પડે છે. આ જૈન દર્શનનો કર્મસિદ્ધાંત છે. એ પણ એક જબરજસ્ત વિષય છે.. ભગવાન કહે છે આ ચારે કર્મોનો નાશ કરવાની ચિંતા ન કરવી. ‘તે દેહાયુષ આધિન જેની સ્થિતિ છે.’ દેહ છે ત્યાં સુધી જ કર્યો છે. દેહનું આયુષ્ય પૂર્ણ થતાં તે કર્મો પણ ચાલ્યા જશે. અને જો મોહનીયનો નાશ થઈ ગયો છે તો કર્મોની સ્થિતિ બળેલી સીંદરી જેવી છે. બળેલી સીંદરીની કોઈ દિવસ ચિંતા કરાય નહીં. કારણ કે એ બાંધવાને સમર્થ નથી. ‘મન, વચન, કાયાને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો.’ અપૂર્વ - ૧૭ સયોગી કેવળીની અવસ્થા અને એના ઘાતકર્મની અવસ્થા બતાવ્યા પછી આ ચૌદમું ગુણસ્થાનક છે. આત્માના વિકાસ ક્રમની વાત અહીંયા પૂરી થતી નથી. આ દેહ આટલો જ્ઞાનયુક્ત થયો છે. કોઈ અંતરાય રહી નથી. જ્ઞાનને કોઈ આવરણ નથી. દર્શનને કોઈ આવરણ નથી. મોહનીયનો સર્વથા ક્ષય થયો છે. ઘાતકર્મનો નાશ છે. અને અઘાતીકર્મોની સ્થિતિ માત્ર આકૃતિ જેવી છે. એવી દશામાં પણ એ હજુ પુરુષાર્થ કર્યા જ કરે છે. છેલ્લે શું બાકી રહે છે? આખા જગતથી નિવૃત થયો છે. આખા જગતથી અસંગ થયો છે. અને છેલ્લે પોતાના મન-વચન-કાયાના પુદ્ગલનો જે પિંડ આત્માના પ્રદેશો સાથે જોડાયેલો છે તેનાથી નિવૃત્ત થવાનું છે. તો તેને છોડવાની કઈ પ્રક્રિયા છે? જૈનદર્શનની સૂક્ષ્મતા અદ્ભુત છે. અહીં સુધી પહોંચ્યા પછી પણ પોતાના શરીરના અંતિમ પુદ્ગલો- મન, વચન અને કાયાની વર્ગણાના પુદ્ગલો- જે બે તત્ત્વ પુદ્ગલ અને ચેતન- એ બે ભેગા થઈ ગયા છે. એને છૂટાં કરવાં છે. ૧૪૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર ચૌદમાં ગુણસ્થાનકની સ્થિતિ જૈનદર્શન સિવાય ક્યાંય જોવા, સાંભળવા મળશે નહીં. કારણ કે આટલી સૂક્ષ્મ અનુભૂતિ, કેવળજ્ઞાન થયા પછીની અને સિદ્ધાલયમાં ગયા પહેલાંની સ્થિતિ અને એમાંયે અઘાતી કર્મની સ્થિતિ બળી ગયેલી સીંદરી જેવી છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એને બાધારૂપ થતાં નથી. પણ મન,વચન અને કાયા તો સાથે જ છે ને? અયોગી ગુણસ્થાનકનો- હવે આ જીવનો ચૌદમાં ગુણસ્થાનકનો પુરુષાર્થ કેવો છે? એનો કાળ બહુ ઓછો છે. પાંચ હ્રસ્વ સ્વર બોલે એટલો અથવા ઉત્કૃષ્ટમાં જાય તો અંતર્મુહૂર્તનો. કૃપાળુદેવે એક વાત એની અત્યંતર નોંધમાં લખી છે. કે અયોગી દશામાં પણ કર્મ હોય ત્યાં સુધી આત્મા છૂટી શક્તો નથી. એ કેવી રીતે? એ સરસ રીતે સમજાવ્યું છે. જૈનદર્શનમાં એક પ્રયોગ આવે છે. એને કહે છે કેવળી સુમુદ્ધાત'. આમાં એક પ્રયોગ છે. જગત સાથેના કર્મોનો સંબંધ છૂટી ગયા પછી મન, વચન, કાયાના સર્વ પુદ્ગલ પરમાણુઓને આત્માના પ્રદેશ ઉપરથી ખેરવવાની ક્રિયા કરે છે. આપણી અજ્ઞાન અવસ્થામાં આપણા દેહના પરમાણુઓ અખંડ અને સંગઠિત હોય અને જીવ નીકળી જાય. અને કેવળી પોતે અખંડ, અવિચલ અને અડોલ રહે અને આ પુદ્ગલના પરમાણુઓને ખેરવતાં જાય. અહીં કહે છે કે એવો સમુદ્યાત અપૂર્વ અવસર અઘાતી કર્મોની સ્થિતિ વધારે હોય ત્યારે સમુદ્ધાતની ક્રિયા કરવામાં આવે છે. અને ત્રણે યોગની સ્થિરતાના કારણે, પુરુષાર્થના કારણે, ત્રણે યોગની પ્રવૃત્તિ સંક્ષિપ્ત થતાં ક્રમશઃ ક્ષીણ થતાં અંતે તેનો રોધ થાય છે. પછી આ મન, વચન, કાયાના યોગને કોઈ પ્રવૃત્તિ નથી. એનું સંક્ષિપ્તપણું આપણે આગલી ગાથામાં જોયું હતું કે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં; અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.’ એટલે હવે મન, વચન, કાયાના યોગની જે અવસ્થા છે તે અવસ્થા-તે યોગને કેવળી રૂંધે છે. યોગ રૂંધનની ક્રિયાનો જે પુરુષાર્થ તેને જૈન દર્શનમાં અયોગી કેવળી- ચૌદમા અયોગી ગુણસ્થાનકનો પુરુષાર્થ કહ્યો છે એ એવો અદ્ભુત કહ્યો છે કે એ વસ્તુ જગતના જીવોના ખ્યાલમાં આવી શકે નહીં. કારણ કે છદ્મસ્થ એવા આપણે આ ગ્રહણ નથી કરી શકતા. કારણ કે આપણી બુદ્ધિ એટલી સીમાને પાર જઈ શક્તી નથી. આપણે સસીમ છીએ અને આ વાત અસીમની છે. આપણે સમજણની હદમાં છીએ અને આ વાત બેહદની છે. આપણે રૂપી ની વાત જાણીએ અને વિચારીએ, આ વાત અરૂપી તત્ત્વની છે. એટલે સમજવામાં કઠણ પડશે. પણ ચૈતન્ય એનું Grasping કરી શકે. આવરણ જેટલું ઓછું, ક્ષયોપશમ જેટલો વધુ તેના પ્રમાણની અંદર અને ભગવાન પ્રત્યેની ભક્તિ જો બરોબર હોય, સર્વજ્ઞતામાં જો શંકા ન હોય, તો તેના કહેલા બોધમાં કોઈ શંકાનું કારણ રહે નહીં. એટલે કૃપાળુદેવ કહે છે, “એને કોઈ પણ પ્રકારે બંધ દેશા ઘટે છે.અને તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિઃસંશય કરવી ઘટે છે.” આવો જેને પરમાર્થમાર્ગનો અડગ નિશ્ચય થયો છે, એ અડગ નિશ્ચયના આધાર ઉપર પ્રયોગ કરે છે. પોતાના શેષ કર્મો જે છે તેને ખપાવવાનો પ્રયોગ કરી, મન, વચન અને કાયાના યોગને રૂંધે છે અને આત્માના પ્રદેશોને તેથી છૂટાં કરી નાખે છે. જે એક ક્ષેત્રે, એકાવગાહી છે ત્યાં એવી ધટના બને છે કે આત્માના પ્રદેશો આ કાર્મણ વર્ગણાથી છૂટા પડે છે. ક્ષીર અને નીર-દૂધ અને પાણી જેમ ભેગાં થઈ ગયા હોય છે અને અગ્નિના પ્રયોગથી એ બન્ને છૂટા પડે છે. એમાં ક્ષીર- ક્ષીરના સ્થાને રહે; અને એના પરમાણુ છૂટા પડે અને પાણીના પરમાણુઓ બાષ્પીભવન થાય. અને પાછા તે પરમાણુ સંગ્રહિત કરવામાં આવે તો આપણને પાણી રૂપે મળે. કોઈપણ દ્રવ્ય પાણી ૧૪૫ કરે. આયુકર્મ કરતા બાકીના ત્રણ કર્મોની સ્થિતિ જ્યારે વધારે હોય એટલે આયુકર્મ ઓછું હોય અને બાકીનાં ત્રણ કર્મ નામ, ગોત્ર અને વેદનીયની સ્થિતિ જ્યારે વધારે હોય, એ ત્રણે કર્મોની કાળસ્થિતિ થોડી લાંબી હોય, સ્થિતિ એટલે કાળ સ્થિતિ-પ્રદેશ-પ્રકૃતિ-રસ અને સ્થિતિ- એ વધારે હોય ત્યારે કેવળી ભગવંત પોતાના આત્માના સામર્થ્યથી, પોતાના આત્માના પ્રદેશને લોકમાં વિસ્તારીને, લોક પ્રમાણ થઈને, ઉદીરણાનો પ્રયોગ કરીને, એ બધાં કર્મોને પોતાના તરફ ખેંચી લાવે છે. અને પ્રદેશ ઉપર લાવીને, ભોગવીને એને ખેરવી નાખે છે. એટલે કર્મોને ખેંચી લાવીને ભોગવે છે. આ ક્રિયાને ‘સમુદ્ધાત' કહે છે. બધા જ કેવળીને આવો સમુદ્ધાત હોય એવું નથી. પણ જેને કોઈપણ પ્રકારના પુણ્યનો કે અશુભ કર્મનો ઉદય હશે, અને સ્થિતિ એવી હોય કે આયુષ્ય કર્મ કરતાં બીજા 163 Page #74 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સાથે મીક્ષ થઈ ગયું હોય તો ફરી અગ્નિના પ્રયોગથી પાણીના બાષ્પીભવનથી એ બાષ્પમાં રૂપાંતર થાય અને તે જ બાષ્પનું ફરી પાણીમાં રૂપાંતર થાય અને મૂળ એની સાથે ભળેલી અશુદ્ધિ જુદી થઈ શકે છે. એવી જ રીતે સોનાની અંદર જ્યારે મેલ ભરાયો હોય ત્યારે અગ્નિ અને તેજાબના પ્રયોગથી ભઠ્ઠીમાં એને તપાવે અને કથીર અને કંચન એકવાર છૂટું પડે પછી સોનાને અલગ તારવી લે. પછી ભેગું થાય નહીં. સોનાને શોધન કરવાની ભઠ્ઠીમાં, રીફાઈનરીમાં એ જ સોનાને તપાવીને એમાંથી મેલ નીકળતો જાય અને એ શુદ્ધ સોનું થાય એમ. સમુદ્ધાત એ અપૂર્વ ક્રિયા છે. અયોગી સ્વરૂપની ક્રિયા. મન, વચન, કાયાના યોગને છેલ્લી અવસ્થામાં રૂંધે છે. આ ચૌદમું ગુણસ્થાનક સમજવું કેટલું કઠીન છે. કેવળજ્ઞાન થઈ ગયા પછી આ ચૌદમું પગથિયું કેમ મુક્યું? કેમ સીધો મોક્ષ ના મુક્યો? આ અનંતાજ્ઞાનીઓએ જે સિદ્ધાંતના બાંધા બાંધ્યા છે તે ખૂબ જ વિચારીને અને અનુભવથી બાંધ્યા છે. ભગવાન સાક્ષાત્ દેશના આપે સમવસરણમાં એ પણ હજુ તેરમાં ગુણસ્થાનકે છે. એને પણ હજુ ચૌદમું ગુણસ્થાનક બાકી છે. તે સર્વજ્ઞ ભગવંત, અહંત સ્વરૂપ, જિનેશ્વર સ્વરૂપ હોવા છતાં તેરમે ગુણસ્થાનકે છે. અને જૈનદર્શનની પરિભાષા જાણતો હોય તે સમજે કે હજુ ચૌદમું બાકી છે. આયુષ્ય કર્મની સ્થિતિ કરતાં જો બાકીના ત્રણ કર્મોની સ્થિતિ વધારે હોય તો એને પણ સમુદ્ધાત દ્વારા સમ કરશે અને એ જ્ઞાન અને ધ્યાનના અગ્નિરૂપ પ્રખર તાપ, એનો છેલ્લો તિખારો, એની છેલ્લી વાળા, આત્માનો ચિરાગ જયારે પૂર્ણ પણે પ્રગટમાન થાય છે ત્યારે એની આગળ કર્મો બળીને ભસ્મીભૂત થાય છે. આત્માના પ્રદેશ સાથે જોડાયેલા મન, વચન, કાયાના પુદ્ગલ પરમાણુંઓ છૂટાં પડી જાય છે. જગતનો સંગ ત્યાગ કરી શકાય છે. પણ આ અસંગીને હવે અસંગ થવું છે. આપણે જેને સર્વસંગ પરિત્યાગી કહ્યો એવો અસંગ આત્મા, એને તેરમાં ગુણસ્થાનક પછી પણ હજુ અસંગ થવું છે. શેનાથી? મન, વચન, કાયાના પુદ્ગલ વર્ગણાથી. આ વર્ગણા અનાદિકાળથી લાગી છે. જ્યારથી એનું અસ્તિત્વ આવ્યું ત્યારથી લાગી છે. આ પુગલ પરમાણુઓને છૂટા પાડવાની ક્રિયાનો જે શુકલધ્યાનની શ્રેણીનો છેલ્લો યોગ કહેવાય છે એ યોગની અંદર પાંચ હ્રસ્વસ્વરના ઉચ્ચારણની અંદર ૧૪ ૬ અપૂર્વ અવસર આત્મા એટલો બધો પૂર્ણ પ્રકાશિત થાય છે કે એની પાસે આ પુદ્ગલ પરમાણું હવે રહી શકતા નથી. એટલે એના પ્રદેશ ઉપરથી ખરી પડે છે. અને એના પ્રદેશો મુક્ત થાય છે. પદ્મનંદી આચાર્યે ‘પદ્મનંદી પંચવિશતી'ની અંદર આ વાતને એવી સરસ રીતે મૂકી છે કે ચૌદમાં ગુણસ્થાનકની અંદર આ પ્રક્રિયા થાય છે અને છેલ્લા પરમાણુઓ છૂટા પડે છે આત્માના પ્રદેશથી અને પૂર્ણ નિર્મળતા તરફ પોતાના જ્ઞાનનો અને ધ્યાનનો અગ્નિ પ્રગટાવીને એ પરમાત્મા બેઠો છે. એ અયોગી ગુણસ્થાનકની ક્રિયા આ પરમાત્મા સ્વરૂપ ભગવાન કરે છે. ચૌદમાં ગુણસ્થાનકે પણ આ પુરુષાર્થ છે. અને એ પ્રયોગ જયારે ભગવાન કરે છે ત્યારે આચાર્ય કહે છે, “હે જગતના જીવો! આ ચૈતન્ય જ્યોતિ જોવી હોય તો આવો, ‘ચૈતન્ય જ્યોતિ તે સમે, ભાસે અનુપમ આ અહો ! તે એક સર્વોત્કૃષ્ટ જગમાં, સર્વદા જયવંત હો!” (પદ્મનંદી આચાર્ય) પોતાના શાસ્ત્રમાં આમ કહે છે. કૃપાળુદેવે જેને ‘વનશાસ્ત્ર’ કહ્યું છે. એકાન્તમાં અવગાહના માટે મુનિ માટે મોકલ્યું છે. આવા ‘વનશાસ્ત્ર'ની ગાથામાં જ્ઞાનીઓ એ સ્થિતિની દશાનું વર્ણન આપે છે. કૃપાળુદેવ કહે છે, “સાતમા ગુણસ્થાનકે બિરાજતો આત્મા તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકે બિરાજતા આત્માની સ્થિતિનો ખ્યાલ કરી શકે છે. પણ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે બિરાજતા આત્માને આ ચૌદમાં ગુણસ્થાનકની વાત કરીએ તો તેના લક્ષમાં બેસે નહીં. ભગવાનના બોધનાં વચનો છે એટલે આટલું કહેવાય છે. જો ભગવાને આ સ્થિતિ ન બતાવી હોત તો આપણને ક્યારેય ચૌદમા ગુણસ્થાનકની સ્થિતિનો અંદાજ પણ આવી શકત નહીં. આ તો ‘હાથનોંધ’માં કૃપાળુદેવે લખ્યું છે કે ચૌદમાં ગુણસ્થાનકે પણ હજુ પોતાનાં શેષ કર્મોને ભસ્મીભૂત કર્યા વિના મોક્ષ થતો નથી. ત્યારે ખબર પડે કે કેવળજ્ઞાન પછી પણ પુરુષાર્થનું એક સોપાન હજુ બાકી રહે છે.પત્રાંક ૯૧૩માં પરમકૃપાળુ દેવ ફરમાવે છે – જુઓ આ ભગવાનના જ્ઞાનની પરિસીમા – એક એક અવસ્થાને જાણનાર આ પુરુષ કઈ અવસ્થમાં હશે? આપણે ગુણસ્થાનકની ઝંઝટમાં પડવું નથી. કૃપાળુદેવે કહ્યું છે કે ગુણઠાણા તો સમજવા માટે છે. એનું બીજું કોઈ મહત્ત્વ નથી. એ તો એક કથન શૈલી છે. ભાવની અપેક્ષા તો ઔર જ છે. અહિંયા આપણે ૧૪૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર ભાવથી આ પુરુષને ઓળખવાના છે. ગુણઠાણાથી નહીં. કથનશૈલીથી નહીં. કોઈ માપથી નહીં. આ પુરુષ તો અમાપ છે એને માપથી ન ઓળખાય. અમાપનું કોઈ દિ માપ ન હોય. ‘ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી.' (૯૧૩) ‘અનંત પુદ્ગલ પરમાણુ સાથેના અનાદિકાળના અનંતાનુબંધીના સંબંધોથી કેવળ મુક્ત થઈ જવું એ જીવની મહાભાગ્યવાન દશા છે.” ‘મહાભાગ્ય, સુખદાયક, પૂર્ણ અબંધ જો.' એને હવે મહાભાગ્યવાન થવું છે અને જેને મહાભાગ્યવાન થવું છે અને હવે મન, વચન, કાયાના યોગની પણ સ્પર્શતા જોઈતી નથી. ‘સુખદાયક’ એના સુખમાં આ પુદ્ગલ પરમાણુ બાધા કરે. આત્માના ચૈતન્ય પ્રદેશના સુખમાં આ અવરોધ કરે. પુદ્ગલની હાજરી પણ હવે ન જોઈએ. જેમ મારે સુગંધી જોઈતી હોય તો અશુચિ પણ ન જોઈએ. ઘરમાં અગરબતીની સુગંધ અને લસણની દુર્ગધ બે ભેગા થાય તો અગરબતીની સુગંધ ચાલે નહીં. પુદ્ગણ પરમાણુ એ માત્ર જીવને અશુચિ રૂપ જ છે. જીવની પૂર્ણ શુદ્ધતા અને પૂર્ણ શુચિ જોઈએ. જેને પવિત્રતા જોઈતી હોય એણે પહેલાં રૂમ સાફ કરાય, પછી ધૂપ કરાય. આ માર્ગમાં જગતના પ્રયોગ ન ચાલે. અહીં તો પૂર્ણ શુચિતા જોઈએ. એટલે કહે છે કે આત્મા નિજ સ્વભાવ આધીન, સ્વતંત્ર, સ્વાયત અને સ્વાધીન દશાની પ્રાપ્તિ કરે છે એટલે અહિંયા શબ્દ મુક્યો છે. ‘એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું. ચૌદમુ ગુણસ્થાનક એ એવું અયોગી ગુણસ્થાનક છે અને એ ગુણસ્થાનક, ‘મહાભાગ્ય, સુખદાયક, પૂર્ણ અબંધ છે. પૂર્ણ અબંધ દશા-બસ આ સ્થિતિ પ્રાપ્ત કરવી છે. અનાદિકાળથી જીવને બંધ દશા વર્તે છે. કૃપાળુદેવે કહ્યું છે, “કોઈપણ પ્રકારે તેને બંધ દશા વર્તે છે એ વાતનો કોઈપણ કાળે સંશય પ્રાપ્ત નહીં થાય.” આ અબંધ દશા માટે થઈને બંધના કારણો- મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ ટાળવાના છે.મિથ્યાત્વ ગયું પછી તો “અપૂર્વ અવસર'ની શરૂઆત થઈ. પછી પાંચ ઇન્દ્રિયના વિષય છોડવાની વાત કરી, પાંચ પ્રમાદ છોડવાની વાત કરી. આ ૧૪૮ અપૂર્વ અવસર બધાં અવિરતિના પ્રયોગો છે. દેહ ઉપર પણ માયા નહિં. આ બધી અવિરતિ છે. પ્રમાદ- ‘પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો.” પ્રમાદ પછી કષાય-‘ક્રોધ પ્રત્યે વર્તે ક્રોધ સ્વભાવતા’, ‘બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં.' આ બધો કષાય ઉપર વિજય બતાવ્યો. મિથ્યાત્વ ગયું, અવિરતિ પર વિજય પ્રાપ્ત કર્યો, પ્રમાદને હટાવ્યો, કષાયનો જય કર્યો અને છેલ્લે હવે જે યોગ બાકી રહ્યા હતા તે ચૌદમાં ગુણસ્થાનકમાં ટાળી દીધાં. બધાં જ દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં આ બાબતમાં સમ્મત છે કે કર્મ બંધના પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ પાંચેય કારણો કેવી રીતે ટળે એ પરમકૃપાળુદેવે આખું ‘અપૂર્વઅવસર’માં કહ્યું. આ છેલ્લી સત્તરમી ગાથામાં ‘યોગ’ નામનું કારણ હતું. ‘યોગ’ એ પણ કર્મબંધનું કારણ છે. એ આપણને સમજાતું નહોતું. પણ કેવળીને પણ યોગ છે તો કર્મબંધ પડે. પણ કેવો પડે? ‘ઈર્યાપથિકી” એક સમયે બાંધે, બીજે સમયે ભોગવે, ત્રીજે સમયે છોડે. તો ત્યાં પૂર્ણ અબંધ દશા નથી. તો પૂર્ણ અબંધ દશા ક્યારે થાય? ચૌદમાં ગુણસ્થાનકે થાય. કે મન, વચન, કાયાના યોગનું જ્યારે પૂર્ણ પણે રૂંધન કરે. એ યોગનાં પરમાણુને આત્માના પ્રદેશથી સદા, સર્વદા, મુક્ત કરે, ભિન્ન કરે અને પોતે છતાંયે વિદ્યમાન છે. દેહ પણે. ભગવાનનો જ્યારે મોક્ષ થાય છે ત્યારે અયોગી અવસ્થામાં છે. એ અયોગી અવસ્થામાં ચેતનના પ્રદેશ પણ છે અને પુદ્ગલ પરમાણું પણ છે. પણ આપણને જેમ ભેગાં થઈ ગયા છે, ક્ષીર અને નીરની પેઠે, તેમ ભગવાનને બન્ને જુદાં છે. ભિન્ન છે. અલગ થઈ ગયાં છે. છતાંય છે. અને કહે છે કે, ‘ચૈતન્ય જયોતિ એ સમે, ભાસે અનુપમ આ અહો ! તે એક સર્વોત્કૃષ્ટ જગમાં, સર્વદા જયવંત હો.’ જ્ઞાનીઓ આ પદની ઝંખના કરે છે કે અમને તો કેવળજ્ઞાન થયા પછી પણ આ પૂર્ણ અબંધ દશા ક્યારે થાય? કારણ કે અમારે તો મોક્ષ જોઈએ છે અને પૂર્ણ અબંધ દશા એનું નામ જ મોક્ષ. અબંધ દશા પ્રાપ્ત ન થાય તો મોક્ષ પણ થાય નહીં. આ યોગ એક બંધનું કારણ છે. એટલે આપણે રોજ પ્રતિક્રમણમાં ‘યોગ ૧૪૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર વિરમણ’ની ભાવના ભાવીએ છીએ અને કૃપાળુદેવે આ ‘આત્મસિદ્ધિ’માં છેલ્લું કહ્યું છે અજ્ઞાન ટળશે, વિરતિમાં જઈશું, પ્રમાદ અને કષાયનો જય કરીશું. પણ હજુ યોગ છે અને યોગનું સ્વરૂપ દેહ છે. એટલે કહ્યું, છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તુ કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આ.સિ.-(૧૧૫) ધર્મનો મર્મ આ છે કે જીવ દેહ એટલે યોગથી પણ છૂટી જાય. અને યોગથી ત્યારે જ છૂટી શકે કે જયારે એ મિથ્યાત્વથી છૂટ્યો છે, અવિરતિથી છૂટ્યો છે, પ્રમાદથી છૂટ્યો છે અને કષાયથી છૂટ્યો છે. આ ચારેય બંધના કારણોથી જ્યારે જીવ છૂટે છે ત્યારે એ જીવ પ્રચંડ સામર્થ્ય પ્રાપ્ત કરીને ચૌદમા ગુણસ્થાનકનો પ્રયોગ કરીને એ યોગથી પણ છૂટે છે. અને પૂર્ણ અબંધદશા પ્રાપ્ત કરે છે. એટલે હવે એનું સુખ અવ્યાબાધ છે. હવે એનું સુખ અનંત છે. એ પદની અંદર એ જીવ પ્રતિષ્ઠિત થાય છે. સયોગી અને અયોગી કેવળીની દશાના લક્ષણો કેવા પ્રકારનાં છે એની વાત આપણે અત્યારે કરી. વિશેષ અવસરે. અપૂર્વ અવસર સ્વાધ્યાય - ૭ સિદ્ધપદનું સ્વરૂપ - (ગાથા - ૧૮,૧૯) પર્યુષણ પર્વની આરાધનાનો આ સાતમો દિવસ છે. તીર્થંકરોએ પણ આ મહાપર્વનો મહિમા ગાયો છે. ભગવાનની વાણી રૂપ આગમોમાં પર્વ તો ઘણા કહ્યા છે. પણ પર્યુષણ પર્વનો મહિમા અચિંત્ય કહ્યો છે. જેમ તીર્થમાં શત્રુંજય તીર્થ, મંત્રમાં નમસ્કાર મંત્ર, વનમાં જંગલનો રાજા સિંહ, આકાશમાં જેમ ચંદ્રમાં. એમ જગતમાં અનેક વસ્તુઓ એવી છે કે જે ઉત્કૃષ્ટ છે. એનાથી ચડિયાતી બીજી કોઈ વસ્તુ નથી. એમ સર્વ પર્વની અંદર પર્યુષણ પર્વને અત્યાધિક મહત્ત્વનું કહ્યું છે. કર્મના મર્મને ભેદનારું કહ્યું છે. ધર્મના મર્મને સમજનારું કહ્યું છે. પર્યુષણમાં સર્વશને આધારીત વાત થાય. બાકી બધા ઘણા પર્વો છે, સમારંભો છે, પ્રસંગો છે, ઉત્સવો છે. એમાં ગમે તે વાત થઈ શકે. પણ પર્યુષણ પર્વમાં વીતરાગ વાણી, આગમવાણી એને સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. સંપૂર્ણ કાળબળ, પ્રકૃતિના પરિબળ ત્યારે જીવને મદદ કરે છે. એક ને એક વાત પર્યુષણમાં આપણે સાંભળતા હોઈએ અને અન્ય વખતે સાંભળીએ તો પણ ફરક પડશે. એક ની એક ક્રિયા પર્યુષણમાં કરી હોય અને અન્ય વખતે કરી હોય તો ફરક પડશે. ભાવની શ્રેણીમાં ફરક પડશે. ચૈતન્યના ઉપયોગની જાગૃતિમાં ફરક દેખાશે કે પર્યુષણ પર્વની અંદર જે વાત સમજાય છે, વેદાય છે તે વાતનું વેદના અન્ય સમયે દુષ્કર બને છે. અને અહીં સરળ બને છે. અને એટલા જ માટે- પ્રકૃતિના પરિબળ જ્યારે સાદ પૂરતા હોય એને જ પર્વ કહેવાય. પ્રકૃતિ જ્યારે મદદરૂપ થાય છે ત્યારે કામની સરળતા થાય છે. નાવ ચલાવીએ ત્યારે પવન અનુકુળ હોય તો બહુ સરળતાથી કામ થાય. બહુ મજા આવે, વહાણ ખરાબે ન ચડે. એવી રીતે વર્ષાકાળમાં, ગ્રીષ્મને લીધે જે વાતાવરણમાં ઉદ્િવગ્ન પણુ થયું છે તે શાંત છે. આખા જગતના પરમાણુ શાંત થાય છે, સ્થિર થાય છે અને એ પ્રકૃતિનું પરિબળ એટલું બધું આનંદિત અને ઉલ્લાસીત હોય છે કે પશુ, પક્ષી, વનસ્પતિ બધું જ એકદમ ઉલ્લાસીત ભાવમાં હોય છે. એટલે કોઈ જગ્યાએ એ ઉપદ્રવકારી નથી. એવી રીતે પર્યુષણ પર્વમાં પણ એની ઠંડક સ્વભાવિક પણે હોય છે. આઠ વર્ષનું બાળક પણ તપ કરે. કલ્પના ન હોય એવી વ્યક્તિઓ પણ તપ કરે જુઓ આ ૧૫૧ સપૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરશે. તે Page #77 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર મનોબળ! આ પરમ તત્ત્વનું પ્રેરકબળ કેવું છે. જૈનોની વસ્તી ૦.૫%(અડધો ટકો) પણ નથી. ભારતમાં પણ અડધા ટકાની વસ્તિમાં જેટલી તપશ્ચર્યા છે એટલી ૯૯.૫%ની વસ્તિમાં પણ નથી. આ પર્યુષણ પર્વનો મહિમા આપણે સમજવાનો છે. “આ તો આખુ વર્ષ નથી આવતા અને આઠ જ દિવસ ઉપાશ્રયમાં આવે છે.’ એવી ભાષા ન બોલાય. આ તો પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે. જે ન આવી શકતા હોય એને પણ જો બની શકે તો આવવાની અનુકુળતા કરી ઘો. મદદરૂપ થાઓ. તમે પર્યુષણમાં આવો, પર્યુષણમાં ધર્મ સાધના કરો એકનું એકવીસ ગણું ફળ પ્રાપ્ત થાય. એવી જાગૃતિ થાય એવું મહાપર્વ છે. તીર્થંકરે જે પર્વનો મહિમા ગાયો છે તે પર્વમાં એક જીવ જો પ્રભુનાં દર્શન કરે તો આપણે કરાવવા. છોકરાને કહેવું, ‘ભાઈ! દેરાસર જઈને પછી કામધંધે જજો. વહેલા ઊઠી ઉપાશ્રયે જઈને પછી બીજે જજો. કામધંધા તો છે જ જીંદગીની અંદર’ આ પર્વનો મહિમા છે, આ વાતાવરણનો મહિમા છે. અહિં સર્વજ્ઞના તપનું યોગબળ છે. આ તીર્થંકરનો, વીતરાગનો માર્ગ છે. અનંતા જ્ઞાનીઓ, અનંતા તીર્થંકરો, અનંતા શ્રમણો, તેનું જે તપ છે તે તપનું યોગબળ આ બધાં સ્થાનોની અંદર પર્યુષણમાં જીવતું જાગતું હોય છે. બાર મહિના સુધી ભેંકાર ભાસતા ધર્મ સ્થાનો પર્યુષણની અંદર કિલ્લોલ કરતા હોય છે. એની દિવાલે દિવાલમાંથી અધ્યાત્મનું સંગીત ઝરતું હોય છે. આપણે માત્ર બેસીએ અને અધ્યાત્મ રસમાં નહાઈએ. પર્યુષણપર્વની આવી મહત્તા જ્યારે સમજાય ત્યારે ઘરે પણ કહેવાય કે, “અડધી ક્લાક રસોઈ મોડી થાય તો વાંધો નહીં પણ તમે ધર્મ આરાધનામાં આવજો.” કેમ કે એ અડધો કલાક એને જીવનનું ભાથુ બંધાવી દેશે. બધું Adjustment કરી લેવાનું પણ બધા જ લોકો ધર્મ સાધનામાં જોડાય. કોઈ જ ઘરે ન રહે. એવી ગોઠવણ કરવાની. શાંતિથી ધંધાનું આયોજન, નોકરીનું આયોજન, ઘરકામમાં આયોજન. આપણે ઘેર કામ કરતા હોય તે કામવાળા સુધ્ધાને બધાને ખબર હોવી જોઈએ કે પર્યુષણ પર્વ છે એકદમ શાંતિ છે. કોઈ ગુસ્સો નહી કરે. એકબીજાનું કામ કરીને, થોડું વધતું ઘટતું કામ કરીને પણ ધર્મ આરાધના કરીએ. પ્રસંગ છે ઉલ્લાસીતતા પૂર્વક, પ્રસન્નતા પૂર્વક કરીએ. એવો આ પર્વનો મહિમા છે. એમાં એક વાતનું ચિંતન જો કરીએ, એક સ્વાધ્યાયનું તપ જો એકધ્યાન થી થાય, અનંત કોટી કર્મનો ક્ષય થઈ જાય છે. એક અપૂર્વ અવસર કલાક બેસીએ છીએ એમાં આપણે કેટલાય કર્મો ખપાવીએ છીએ. જો શુદ્ધભાવ પૂર્વક સામયિક ભાવે જો અહીંયા બેઠા હોઈએ, જ્ઞાનનો અગ્નિ પ્રજવલિત થાય, સપુરુષોના વચનોનું આલંબન હોય, ચારે બાજુ સાધર્મિક શ્રાવક, શ્રાવિકા. બધાની જાગૃત ચેતના, બધાના સ્પંદનો, બધાના મનોભાવ, બધાની અંદર રહેલી શુદ્ધતા, પવિત્રતા એનો સરવાળો અનંત ગણો થાય. અને પ્રત્યેક જીવને બધાનો લાભ મળે. આનું ગણિત ખબર છે? અહીં બેઠેલા બધાનું યોગબળ મારા કર્મ ક્ષયની અંદર મને મદદરૂપ થયું હશે. પેલું તો એકલાનું થાય. એકલા તો પામર છીએ. બળ મંદ પડી જાય, ક્ષીણ થઈ જાય પણ આ બધાનું બળ અત્યારે કામ કરે. એમ પ્રત્યેકને બધાનું બળ મળે. Each for all and all for each. એક અનેકને માટે અને અનેક એકને માટે, આવો તો પર્યુષણ પર્વનો મહિમા. શાસ્ત્રકારોએ ગાયો છે. આગમમાં કહ્યું છે, આ પર્વ દરમિયાન થયેલું એક નાનું વ્રત, એક નાનું પચખાણ જીવને પોતાની અનંતની યાત્રા ટૂકાવવામાં મદદરૂપ થાય. હવે ચોથા ગુણસ્થાનકથી જીવે એ અનંતની યાત્રા કરીને કેવળજ્ઞાન પ્રગટાવ્યું અને અયોગી સ્વભાવ પોતાનો પ્રગટ કર્યો ‘અપૂર્વઅવસર”ની અંદર આ આખી જૈન યાત્રાનો માર્ગ પરમકૃપાળુ દેવે નિગ્રંથપદની સાધનાનો માર્ગ એટલી ઉત્કૃષ્ટ રીતે, એટલો સ્પષ્ટ રીતે અને વીતરાગ કથિત એમાં ક્યાંય ન્યુનાધિક્તા નહીં, એટલી મધ્યસ્થતા જાળવીને, કોઈપણ પ્રકારનો મત વિશેષ નહીં, આમન્યા વિશેષ નહીં, નય વિશેષ નહીં, એ રીતે દર્શાવ્યોઃ માત્ર આત્માને શું કલ્યાણકારી છે? શુ યોગ્ય છે? અને સર્વજ્ઞએ આ માર્ગને કેવી રીતે કંડાર્યો છે? અને અનંતા જ્ઞાનીઓ આ માર્ગે કેવી રીતે ચાલ્યા છે? એ સમજાવી એમણે આત્માના અયોગીપણા સુધીની વાત કરી. ગઈ કાલે આપણે જોયું કે કેવળજ્ઞાન થયા પછી પણ પુરુષાર્થનું એક પગથિયું બાકી છે, આધ્યાત્મિક પુરુષાર્થનું એક સોપાન બાકી છે. સિદ્ધિના સોપાનમાં આ છેલ્લે જે સોપાન છે તે જગતના જીવોને તો કલ્પનામાં પણ બેસતું નથી. આધ્યાત્મ શાસ્ત્રમાં ક્યાંય આની વાત પકડાતી નથી, કે સંપૂર્ણ વીતરાગ, પૂર્ણ વીતરાગ, સર્વજ્ઞ કેવળજ્ઞાની, કેવળદર્શી થયા પછી પણ હજુ એક સિદ્ધિનું સોપાન બાકી છે. જ્યાં ચાર ઘાતકર્મોનો નાશ કર્યો છે, ભવના બીજનો આત્યંતિક નાશ કર્યો ૧૫૩ ઉપર Page #78 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર છે. નિર્વાણ અવસ્થાને પ્રાપ્ત કરી છે. હવે દેહનું ધારણ કરવાપણુ રહ્યું નથી. સર્વ ભાવ જગતના જુએ છે અને જાણે છે એવો તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયો છે. જ્ઞાતા-દૃષ્ટા જેવી પોતાની પરિસ્થિતિ થઈ છે. શુદ્ધતા છે આત્માને કોઈ હવે આવરણ નથી. એવી અત્યંત શુદ્ધતાને ભજે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયનું આવરણ નથી. એને અવરોધ નથી. વીઆંતરાયનો અવરોધ નથી. અને મોહનીયનો કોઈ વિપર્યય નથી. આત્મા આવી શુદ્ધતાને ભજે છે. અને એ ભજતા આત્મા કૃતકૃત્ય થઈ ગયો છે. અનાદિના પરિભ્રમણમાં ક્યારેય આવી કૃતકૃત્યતા અનુભવી નહોતી. હંમેશાં કંઈક લેવાની જ ઝંખના રહી હતી. બારમાં ગુણસ્થાનકે આવ્યો એટલે હવે લેવાની વાત ગઈ. બધું ભેળું કરેલું દઈ દીધું. જગતમાંથી ભેળા કરેલા પરમાણુ જગતને સોપવા છે. હવે એને કાંઈ ઇચ્છા રહી નહીં. ક્ષીણમોહ ગુણસ્થાનકમાં જીવ પહોંચે છે ત્યારે કોઈ સ્પૃહા, કોઈ રતિ, કોઈ ઇચ્છા રહેતી નથી. અને ઇચ્છાનો નાશ થયો કે વાત પુરી થઈ. ‘હે જીવ ક્યા ઇચ્છત હવે? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છા કા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. અનાદિની ભૂલ આ જ છે કે, મને મારા સુખ માટે કંઈક મેળવવાની ઇચ્છા છે. “અહો ! જ્ઞાનીઓ એ તો તેથી વિપરિત માર્ગ જ નિર્ણિત ર્યો કે કચિતમાત્ર ગ્રહણ કરવું તે જ સુખનો નાશ છે.” કૃપાળુદેવે આવા ગંભીર તત્ત્વની વાતને કેટલી સરળતાથી અને સ્પષ્ટતાથી સમજાવી છે. કૃતકૃત્ય થયા છે આ ભગવાન તેરમા ગુણસ્થાનક પર બિરાજમાન કૃતકૃત્ય છે. અહો! અનંતના પરિભ્રમણમાં આજે શાંતિ મળી. પરમકૃપાળુદેવને આ દશા અંતરંગમાં પ્રગટી છે. એટલે કે હવે ધન્ય રે આ દિવસ આ અહો!” આ અનંતના પરિભ્રમણમાં કેટલા દિવસો ગયા? પણ જે દિવસે, ‘જાગી રે, શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. ધન્ય રે દિવસ આ અહો!’ જ્યારે કર્મનો ક્ષય થાય છે એ દિવસને જ્ઞાનીઓ ધન્ય માને છે. કેવા કર્મનો ક્ષય થયો છે? અંતરથી એકાવતારીપણાની પ્રતીતિ વર્તે છે. આયુકર્મ જો ઓછું હોય તો બાકીના કર્મનું થવાનું હોય તે થાય. પણ જ્યારે જીવમાં નિશ્ચય પ્રગટ્યો ૧૫૪ અપૂર્વ અવસર અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આ અહો!’ મુક્તિના અપૂર્વ સંદેશા આત્મામાંથી વેદાય છે. સિદ્ધપદના ભણકારા થાય છે. કર્મનો ગર્વ મટ્યો છે હવે આત્માનું સામર્થ્ય જાગ્યું છે. હવે કર્મ હારી ગયા છે. તે ટકી શકે એમ નથી. અનંતકાળની લડાઈમાં કર્મ સર્વોપરી હતા અને જીવ પામર હતો, દીન હતો, અને હવે કર્મ દીન થઈ ગયું છે. જાઉં જાઉં થઈ રહ્યું છે. કૃપાળુદેવે ‘ઉપદેશ છાયા'માં સરસ લખ્યું છે કર્મો આત્મામાંથી જાઉં જાઉં થઈ રહ્યા છે જેમ જેમ આત્માના સ્વરૂપનો અગ્નિ પ્રકાશિત થાય છે, તપ પ્રકાશિત થાય છે, જ્ઞાન અને ધ્યાનનો અગ્નિ જેમ જેમ પ્રજવલિત થાય છે તેમ તેમ કર્મો જાઉં જાઉં કરી રહ્યા છે. જેમ કોઈના શરીરમાં બીજાનો જીવ ભૂતપ્રેત, પિશાચરૂપે આવે અને પછી એને ધૂણી દે અને અગ્નિના ઉપદ્રવ આપે અને તે જીવ હાથ જોડીને કહે કે, “હું જાઉં છું.- હવે હું જાઉં છું.” એમ આ જ્ઞાનીઓ એ પોતાની આત્મ સાધનામાં જ્ઞાન અને ધ્યાનનો એવો અગ્નિ પ્રજવલિત કર્યો છે કે અંદરથી કર્મો કહે છે કે, ‘ભાઈ! હું જાઉં છું.- હવે તને નહી સતાવું. હું ઘર ભૂલ્યો હવે હું ફરીથી અહિંયા નહીં આવું.’ ક્ષીણમોહ ગુણસ્થાનક. હવે ફરી આત્માના ઘરમાં કર્મો આવી શકે એવી સ્થિતિ નથી. આ દશા છે! આ કેવી અવસ્થા છે! કૃતકૃત્ય થયા છે કારણ કે અનંત વીર્યની લબ્ધિ પ્રગટી છે. હવે આત્માની જે શક્તિ છે તે ફુલ-ફોર્મ માં છે. અત્યારે Powerfull છે. જયાં સુધી આપણને દેહાધ્યાસ વર્તે છે ત્યાં સુધી એની નિશાની એ કે કોઈ પૂછે કેમ છે?” એટલે આપણે શરીરના રોદણાં રોવાના શરૂ કરીએ છીએ. અને અડધો કલાક ટેપ ચાલુ થઈ જાય છે. આ ટેપ બંધ કરો- જે કર્મ આવ્યા છે એ તો જીવને વેદવાના જ છે. આ જીવ દેહના અધ્યાસમાં લીન, તલ્લીન, તદાકાર, એકરૂપ બની ગયો છે. પણ જ્યારે એ દેહ પ્રત્યેનો મોહ-મૂછ સમાપ્ત થાય છે ત્યારે આત્માના આનંદને વેદે છે. આત્માની શક્તિને વેદે છે. અનંતવીર્ય પૂર્ણ પ્રકાશિત થયું છે. Full power battery છે કોઈ ચિંતા નથી. હવે કોઈ અજ્ઞાનનો અંધકાર ટકી શકશે નહીં. અહીં ચૈતન્યની Battery self generated થઈ ગઈ છે. આ તો પોતે હવે વિદ્યુત ઉત્પન્ન કરશે. બહારના Connection ની જરૂર નથી. ૧૫૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર આવા અનંત વીર્યની લબ્ધિ, પૂર્ણ પ્રકાશ જો એમ પંદરમી ગાથામાં ભગવાન કહે છે અને સોળમી ગાથામાં ભગવાન કહે છે અઘાતીકર્મ તો હવે આકૃતિરૂપે રહી ગયા છે. બળેલી સીંદરી જેવા. અને એ પણ આયુષ્ય છે, ત્યાં સુધી એની સ્થિતિ છે. પછી નથી. અને આ આયુષ્ય પૂર્ણ થાય એટલે એ આત્માને પણ હવે દેહના પાત્રમાં રહેવાની જરૂર નથી. ‘આયુષ્ય પૂર્ણ મટિયે દૈહિક પાત્ર જો.’ અમે પણ અત્યારે તો દેહમાં છીએ. સર્વજ્ઞ ભગવાન પણ અત્યારે દૈહિક પાત્રમાં છે પણ આ આત્માનું સ્થાન દેહ નથી. પણ આયુષ્ય છે. ત્યાં સુધી મુક્તિ હોવા છતાં અમે આ દૈહિક પાત્રમાં બંધાયેલા છીએ. એટલે આગળનો પુરુષાર્થ પ્રગટાવે છે. ‘આયુષ્ય પૂર્ણ મટિયે દૈહિક પાત્ર જો.’ આ શબ્દ કૃપાળુદેવે જબરજસ્ત મુક્યો છે. હવે આ દૈહિક પાત્ર અમે સમાપ્ત કરી દઈશું. દૈહિક પાત્ર ક્યું? મન, વચન, કાયાના જે પુદ્ગલ સંબંધ છે તે પણ હવે છૂટવા લાગ્યા. સત્તરમી ગાથામાં અયોગી ગુણસ્થાનકની વિચારણા કરી. એ અયોગી ગુણસ્થાનક કે જ્યાં મન, વચન, કાયાના યોગને રૂંધવાની ક્રિયા કરી, આયુષ્યનો યોગ જેમ સમાપ્ત થતો ગયો એમ પોતે તો હવે દેહથી ભિન્ન છે એટલે દેહના આયુષ્યના યોગ અને દેહની જે છ પર્યાપ્તિ પ્રાપ્ત થઈ છે, એ છયે પર્યાપ્તિ સમાપ્ત થાય છે. એવું એના જ્ઞાનમાં દેખાય છે એ તો સર્વજ્ઞ છે. સર્વ ભાવને જાણે છે. એટલે દેહને તથા મન, વચન, કાયાના ભાવને પણ જાણે છે. હવે આના શ્વાસોચ્છશ્વાસ ઘટવા માંડ્યા છે અને એવો છેલ્લો શ્વાસ જ્યારે પાંચ હ્રસ્વસ્વર રહે, ત્યારે દેહ છોડે તે પહેલાં આત્મા એમાંથી નીકળી જાય છે. આ ચૌદમા ગુણસ્થાનકનું અપૂર્વ પરાક્રમ. આત્માનો છેલ્લો બળપૂર્વકનો, એવો જબરજસ્ત પુરુષાર્થ કરે છે કે એ અયોગીનો પુરુષાર્થ સામાન્ય જીવોનાં લક્ષમાં ન આવી શકે. અયોગીકરણનો પુરુષાર્થ છે કે તે સમયે એ આયુષ્યના છેલ્લા શ્વાસને પારખે છે. સામાન્ય જ્ઞાની પણ છેલ્લા ત્રણ દિવસ પહેલાં પોતાના જીવનનો અંત સમય જાણી શકે છે. આ જ્ઞાનનું લક્ષણ છે. જો આત્માની જાગૃતિ હોય તો શરીર સાથેના કર્મના બંધનો હળવાં થતાં જાય છે એ જીવને પોતાને ખ્યાલમાં આવે. જો જ્ઞાનદશા હોય તો. બાકી તો છેલ્લે સુધી જ મૂર્છા રહે અને દેહ ઉપરની જ મમતા રહે. ઉદયગત સર્વસંગ પરિત્યાગ હોય અને ન પણ હોય. જીવ કદાચ ૧૫૬ અપૂર્વ અવસર ગૃહસ્થપણામાં હોય, સંસારી હોય, ગમે તે અવસ્થામાં હોય પણ જાગૃતિ હોય તો એને છેલ્લી દેહ છૂટવાની અવસ્થાનું ભાન થાય અને તે તે અવસ્થામાં સમાધિસ્થ થાય. અને જો આ જાગૃતિ ન હોય અને દેહની આળપંપાળમાં હોય તો એ જ્ઞાનીનું લક્ષણ નથી. આત્માની પણ ત્યાં સત્તા છે. દરેક વખતે ઉદય શબ્દ નહીં વાપરવાનો. ઉદય વખતે આત્મા જાગૃત કેટલો છે? ઉદય તો અનાદિકાળથી છે. પણ આત્માની જાગૃતિ છે તે જ ઉદયનો નાશ કરશે. એક કર્મ ભોગવાય ત્યાં બીજું બંધાય. એટલે જ અનાદિ અનંતનું પરિભ્રમણ કીધું છે કે ભાઈ! જો તું જાગૃત નહી થાય તો તારો ઉદય કંઈ સમાપ્ત નહીં થાય. તારી જાગૃતિ હશે તો જ ઉદય સમાપ્ત થશે. જો આત્મજાગૃતિનો પુરુષાર્થ ન હોય તો જીવ એમ કહે કે, ‘કર્મો જ્યારે ખપવાના હશે ત્યારે ખપશે.' આ તો અનાદિનું ચક્કર છે, આ કર્મોનો Stock ક્યારેય ખૂટશે નહીં. માટે ઉદય ઉપર પણ આત્મશક્તિનો વિજય મેળવો. જ્ઞાનની અંતિમ અવસ્થા એ એનું પરિક્ષણ છે. અહિંયા એ પરિક્ષણની કેવળી અવસ્થાની અંદર ચૌદમું ગુણસ્થાનક આપ્યું છે. કે જ્ઞાનદશા યુક્ત જીવને દેહના પોતાના બધા ઘાતી કર્મો પણ જઈ રહ્યા છે. અને બધા જ ભાવને જાણનાર એ સર્વજ્ઞ પરમાત્મા એ ભાવને પણ જાણે છે કે આ દેહનો મન, વચન, કાયાના, પરમાણુનો સંબંધ આ આત્માથી છૂટી રહ્યો છે. એટલે પાંચ હ્રસ્વસ્વરનો ઉચ્ચાર કરીએ એટલી વારમાં, છેલ્લો ઉચ્છશ્વાસ - એટલી વારમાં આ આત્મા બળ કરીને ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરે છે. અને આવું ગુણસ્થાનક જેને કૃપાળુદેવે તો ત્રણ શબ્દોમાં કહી દીધું - મહાભાગ્ય, સુખદાયક, પૂર્ણ અબંધ. અહીં અબંધ અને પૂર્ણ અબંધનો ભેદ સમજવો. અબંધ-કેવળજ્ઞાની અબંધ છે પણ પૂર્ણ અબંધ નથી. એને ઈર્ષ્યાપથિકી ક્રિયાનો બંધ ચાલુ છે અને એ કારણબંધનું કારણ એમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ટળ્યા છે. પણ ‘યોગ’ વિદ્યમાન છે. યોગ એ બંધનું કારણ છે. અને કારણ વિદ્યમાન હોય તો કાર્ય બને જ. કારણ Effect invariably follows the cause. કારણ હોય તો કાર્ય અવશ્યમેવ પરિણમે. માટે અહિં યોગનું કારણ છે. પણ હવે અયોગી અવસ્થા જે ચૌદમા ગુણસ્થાનકમાં છે તેને કહે છે ‘પૂર્ણ અબંધ’ ક્રિયા છતા બંધ નહીં. એની ક્રિયા દેખાવમાં ન આવે તો પણ પરિણામથી પરખાય. અને પ્રત્યેક પદાર્થ અર્થ ૧૫૭ Page #80 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર ક્રિયા સંપન્ન છે. તો આત્મા પણ પદાર્થ જ છે. અને જ્યાં સુધી દેહના સંબંધમાં છે ત્યાં સુધી એની અર્થક્રિયા સંપન્નતા પણ છે. એ છે પણ એની આશ્રવરહિત અવસ્થા છે. આશ્રવનું એક પણ કારણ હવે વિદ્યમાન રહેવા દેતા નથી. છેલ્લું કારણ યોગનું છે. એ યોગમાંથી અયોગી થયા એટલે ‘પૂર્ણ અબંધ’ કહ્યું. એટલે આશ્રવ અથવા આશ્રવ બંધના પાંચ કારણોથી વિરહિતપણું અને આશ્રવ ન રહ્યો તો હવે સંવરની પણ કોઈ જરૂર નથી. અને નિર્જરાનો પણ કોઈ અર્થ નથી. માટે હવે છેલ્લે “મોક્ષ’ આવીને ઊભો રહ્યો. આશ્રવ છે ત્યાં સુધી સંવરની ક્રિયા, નિર્જરાની ક્રિયા જરૂરી છે. અને એ ક્રિયા સરખી ન થાય તો બંધ છે અને ક્રિયા સરખી થાય તો મોક્ષ છે. નવ તત્ત્વનો ક્રમ તો ખ્યાલ છે ને? કપાળુદેવે કહ્યું “નવતત્ત્વ પણ ક્રમથી વિચારવા મોક્ષમાળામાં કહ્યું છે આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. સરસ વાત કરી છે.જરા જાગૃતિ હોય તો વાંચનની અંદર સરસ, અદ્ભુત સંદેશા આપે છે. Good indications. ક્યાંય કોઈપણ જાતની જીવને દિશા ભૂલ ન થાય. આપણે વાંચીએ ઘણું છીએ પણ ઉપયોગની જાગૃતિ ન હોવાના કારણે દિશાભ્રમ થાય છે. આપણે ઉપયોગની જાગૃતિ પૂર્વક, લક્ષ પૂર્વક, જ્ઞાનીનાં વચનમાં એકાગ્રતા રાખીને તપના રૂપમાં સ્વાધ્યાય કરવો. વાંચન Megazine કે News-Paper કે Novels ની જેમ નથી કરવાનું. સત્પુરુષના બોધનું વાંચન એ તપ છે. એ ભૂમિકાથી બેસવું કે ૧૦-૧૫ મિનીટનો અવકાશ છે તો સ્વાધ્યાયનું તપ કરું. તપથી નિર્જરા થાય. તપથી કર્મનો ક્ષય થાય. આ કાળમાં સ્વાધ્યાય જેવું બીજું કોઈ ઉત્કૃષ્ટ તપ નથી. પૂરેપૂરી જ્ઞાનીની ભક્તિ, સ્તુતિ કરીને બેસ. અને પંદર મિનીટનો સ્વાધ્યાય કર. એ પંદર મિનીટમાં સંસાર પ્રયોજનમાં એક પણ મિનીટ જવી જોઈએ નહીં. આ જ વચન, એના જ ભાવ. એનો જ આશય, એનો જ પરમાર્થ, એનો જ વિચાર, એનું જ ચિંતન, એનું જ મનન, એનું જ નિદિધ્યાસન અને દિવસભર એની જ અનુપ્રેક્ષા. ‘મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજા કામ કરંત, તેમ કૃતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.' - આઠદૃષ્ટિની સજઝાય. યશોવિજયજી મહારાજ ‘આઠદૃષ્ટિની સજઝાય’માં કહે છે. કે મહિલાનું મન, દિવસભર ગમે તેટલા કામ કરતી હોય તો પણ તેના વહાલાં પતિમાં જ હોય છે ૧૫૮ અપૂર્વ અવસર દામ્પત્ય પ્રેમ અને પતિવ્રતા સ્ત્રીનો પ્રેમ જો ઉત્કૃ૮ પરિસીમામાં પહોંચ્યો હોય તો કામ ગમે તે કરતી હોય અને એનો વહાલો ગમે ત્યાં હોય-પરદેશ હોય તો પણ- એનું મન પતિમાં જ હોય છે. તેમ જ્ઞાની પુરુષ કે સપુરુષનો બોધ મળે અને એ બોધને વરે- ‘પતિ પરમકૃપાળુ મારા રે'- એને જો વરે તો સંસારના ગમે તે કામ કેમ ન કરતો હોય પણ “જ્ઞાનાક્ષેપકવંત’ આ જ્ઞાન પોતામાં ક્ષેપણ કરવું જોઈએ આપણે. સ્વાધ્યાયથી સત્પુરુષના બોધને, પુરુષના વચનને આપણે આપણામાં પ્રક્ષેપ કરવા જોઈએ. કે જેથી કરીને સંસારના બધાં કામ કરતાં કરતાં પણ આનું જ રટણ, આની જ ઝુરણા અંતરંગમાં ચાલુ જ રહે. આ ઝુરણા કેવી રહે? એકવાર કૃષ્ણ પરમાત્માએ રૂકમણિને કહ્યું કે, ‘અર્જુનને જોવા જવું છે. એને તાવ આવ્યો છે. એટલે રાણીઓએ દલીલ તો ન કરી સતી હતી ને- પણ મનમાં એક વિકલ્પ આવ્યો કે, ‘અમે પટરાણીઓ બીમાર હોઈએ તો ભગવાન કોઈ દિવસ ખબર નથી પૂછતાં. પણ અર્જુનને જોવા જાય છે. આ વિકલ્પ ભગવાનનાં ખ્યાલમાં આવી જાય છે. અને બધા અર્જુને જોવા જાય છે. અર્જુન સૂતા છે. એટલે જઈને બાજુમાં બેસે છે. અર્જુનના વાળ ઢળી ગયા છે. એટલે કૃષ્ણ પરમાત્માએ રૂકમણિ અને સત્યભામાને નજીક બોલાવ્યા અને વાળ ઉપાડીને તેમના કાન આગળ રાખ્યા. તો વાળમાંથી ધ્વનિ નીકળે છે. “શ્રીકૃષ્ણ શરણં મમઃ” “શ્રીકૃષ્ણ શરણં મમ:' તબિયત નરમ છે. શરીર રોગ ગ્રસ્ત છે. વ્યાધિ ગ્રસ્ત છે. પણ અદરનો ઝંકાર શું છે? પરિણામની ધારા શું છે? ચૈતન્યની ધારા શું છે? દેહની ધારામાં તાવ છે. અસ્વસ્થતા છે. પણ તે સમયે પણ અર્જુનની અંતરંગની ધારામાં શ્રીકૃષ્ણ શરણં મમ:'નો જાપ છે. એ સાંભળતા પટરાણીઓને સમાધાન થઈ ગયું. એમ જીવનની ગમે તે અવસ્થા હોય અંદરથી મંત્ર ક્યો નીકળે? ‘શરીર બહુ નિર્બળ બને ને, શ્વાસ છેલ્લો સંચરે, વેળા એવી તું આપજે, ના હોય અગવડ કોઈને ! પ્રભુ ! આટલું મને આપજે.' કોઈ મોહના બંધન નહીં. કોઈ દેહાધ્યાસનાં લક્ષણ નહીં. સ્વજનો સામે ઊભા હોય તો પણ પ્રભુ! મારું મન ડગે નહીં, તારામાં જ રહે . તારા સ્વરૂપમાં જ રહે. ભગવાન તું આવીને હાજર રહેજે. મારી છેલ્લી ક્ષણ બગડે નહીં. હું મોહથી વિચલિત ન થાઉં. આ માત્ર છેલ્લી ઘડીએ એમને એમ જ થશે? જે જીવનભર ૧પ૯ Page #81 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સંસારની મોહાસક્તિમાં રાચી-માચીને રહેતાં હોય એની છેલ્લી ક્ષણ આવી હોય? ના જેણે સાધના કરી છે એની છેલ્લી ક્ષણ આવી હોય. એવી સાધના કરીએ. પૂર્ણ અબંધ- આ એના પૂર્વ પ્રયોગના કારણે જન્મોજન્મની સાધના, ભવભવાંતરની સાધના, શ્રુતિના સંસ્કાર, આત્માની આરાધનાનું બળ એ એટલું બધું જાગૃત છે કે છેલ્લા સમયે પોતે એટલો બધો નિરાળો છે કે, જગતના એક એક પુદ્ગલ પરમાણુથી પોતાની જાતને જુદી ગણીને આ મહાન પરમાત્મા મહાભાગ્ય, સુખદાયક, પૂર્ણ અબંધ અવસ્થા, અયોગી અવસ્થામાં સૌથી શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ એવી આશ્રવ ૨હિત અવસ્થા પ્રાપ્ત કરે છે. કર્મબંધના કારણોથી રહિતપણું જેને વર્તે છે એવી અવસ્થા પ્રાપ્ત કરીને, અયોગીપદ પ્રાપ્ત કરીને હવે જીવની અવસ્થા શું? કૃપાળુદેવ કહે છે- મોક્ષનું સ્વરૂપ બતાવે છે કે સયોગી આત્માને કર્મની સ્થિતિ શું? અયોગી આત્મા કેવો? તેની કર્મની સ્થિતિ શું? હવે સયોગી પણું ગયું. અયોગી થયો. તો અયોગી થયા પછી આ જીવ ક્યાં રહે? શું કરે ? એની સ્થિતિ શું? એ આ બે ગાથાની અંદર આત્માના મોક્ષ સ્વરૂપની સ્થિતિનું વર્ણન, શુદ્ધ આત્માની સ્થિતિ, શુદ્ધ આત્માના લક્ષણો, શુદ્ધ આત્માના ગુણ, એ ક્યાં છે. અને એની ગતિ કઈ પ્રકારની છે તે જણાવ્યું છે. ‘એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો.” અપૂર્વ - ૧૮ મુક્ત આત્માની ગતિ, સ્થિતિ, ગુણ, લક્ષણ, કેવાં છે? આ ગાળામાં પ્રભુ શુદ્ધ આત્માનું વર્ણન કરે છે. એક પરમાણુનો જેને હવે સ્પર્શ રહ્યો નથી. કારણ કે મન, વચન, કાયાના યોગના પરમાણુથી પણ પોતે મુક્ત થયો છે. અયોગી અવસ્થા પ્રાપ્ત કરી છે. એટલે પૂર્ણ કલંક રહિત થયો છે. કર્મ છે તે આત્માને કલંક છે. એટલે નિષ્કલંક થયો છે. કર્મના કલંકથી રહિત અવસ્થા થઈ છે. ‘પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો’ હવે અડોલ છે હવે એનો આત્મા કંપનરહિત છે. નિષ્કપ. નિષ્કલંક, નિષ્કપન, નિસ્પંદન હવે એને સ્પંદનો પણ રહ્યાં નથી. ૧૬૦ અપૂર્વ અવસર યોગ હોય તો કંપન હોય. કંપન પણ નથી. અને કર્મનું કલંક પણ નથી. આવી અડોલ! મેરુ સમાન અડોલ! અને ત્યારે પણ કર્મના વાયરા તો વાતા જ હોય. લોકનું અસ્તિત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી છ એ દ્રવ્યો લોકમાં છે જ. અને પુદ્ગલ પરમાણું પણ છે જ. કારણ કે તે પુદ્ગલ દ્રવ્ય લોકમાં છે જ અને બધી કાર્પણ વર્ગણાઓ પણ છે જ. આઠે કર્મના પુદ્ગલની વર્ગણા ત્યાં છે. એની વચ્ચે આ મેરુ સમાન અડોલ રહ્યો છે. અડોલ છે એટલે કર્મના વાયરાથી પણ જે ડગતો નથી. કારણ કે એનું સ્વરૂપ તો ‘શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય” છે. શુદ્ધ- કર્મની કોઈ મલિનતા નથી. પર પરમાણુની કોઈપણ મલિનતા હવે આત્માના પ્રદેશો સાથે જોડાયેલી નથી. જેમ સોનાની લગડી ગમે ત્યાંથી ભાંગો શુદ્ધ જ હોય. ક્યાંય ભેદ ન હોય. તેમ જ્ઞાનીઓ અહીં શુદ્ધ શબ્દ કહે છે. માત્ર ચૈતન્ય. એના કોઈ પણ પ્રદેશને સ્પર્શ કરો તો માત્ર ચૈતન્ય. કારણ કે એને કર્મની કોઈ મલિનતા નથી. મલિનતા ન હોવાને કારણે એનું ચૈતન્ય ક્યાંય ઝાંખુ થતું નથી. નિરંજન- કર્મના મળના અંજનથી રહિત છે. રંજીતભાવ એ જ જીવને સંસાર તરફ લઈ જાય છે. જીવની અંદર એક રંજીતભાવ છે. રતિ, રુચિ, ઇચ્છાઆ જે ભાવોની વૃતિનું સ્વરૂપ છે અને જ્ઞાનીઓએ રંજીતભાવ કહ્યો છે. જીવ રંજીતભાવે સંસારમાં છે અને નિરંજનભાવથી મોક્ષમાં જાય છે. એટલે આત્માને કહ્યો છે. નિરાકાર, નિરંજન. નિરંજન કહેતા એનામાં જગતના કોઈપણ પરમાણું પ્રત્યે રુચિ નથી, રતિ નથી, ઇચ્છા નથી, રંજનપણું નથી. આવું નિરંજનપણું છે. શુદ્ધ નિરંજન-ચૈતન્ય મૂર્તિ. ચૈતન્યમૂર્તિ- ચૈતન્યની મૂર્તિ જેના રોમેરોમની અંદર, અણુએ અણુની અંદર ચૈતન્ય પ્રકાશે છે.ચૈતન્યનો ઘન જેને કહ્યો છે. આત્મા ચૈતન્યઘન છે. ઘન એટલે બીજો કોઈ પદાર્થ, બીજુ કોઈ તત્ત્વ એની અંદર નથી. કોઈ માણસ બહુ ક્રોધ કરે તો આપણે કહીએ કે ક્રોધની મૂર્તિ છે. એટલે એના રોમેરોમમાં ક્રોધ સળગી ગયો છે. કષાય એનામાં એવો વ્યાપ્ત છે કે શરીરના લોહીનાં બુંદેબુંદની અંદર કષાયભાવ છે. કોઈ લોભની મૂર્તિ! કોઈ કામની મૂર્તિ! અને કોઈ માનની મૂર્તિ! જગતના જીવો કષાયની મૂર્તિ રૂપ છે.પણ અહિંયા કહે છે કે આ કઈ મૂર્તિ છે? ૧૬૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર તો કહે છે ચૈતન્યમૂર્તિ છે એ નિગ્રંથ અવસ્થામાં છે ત્યારે પ્રથમ મૂર્તિ છે. ‘શાંત સુધારસ ઝીલતી રે, ઉપમા ન ઘટે હોય.’ આનંદઘનજી મહારાજે આ જિનેશ્વરની પ્રતિમાનું વર્ણન કર્યું છે. એ કહે છે સાતમાં ગુણસ્થાનકે બિરાજતાં, અપ્રમત્ત સ્વભાવ જેણે પ્રગટ કર્યો છે એવી નિગ્રંથની જે અવસ્થા છે એ અવસ્થાની જિનપ્રતિમાઓ હોય છે. જિન-પ્રતિમા શાંત સુધારસથી ઝીલતી હોય. એટલે જ આપણે ગુરુવંદનામાં પ્રતિક્રમણમાં કહીએ છીએ , “જેની કાયા પ્રશમ ઝરતી.' આખા શરીરની અંદર શાંત રસના ઝરણાં વહી રહ્યાં છે. આંખમાંથી અમી વરસી રહ્યાં છે. અને મુખમાંથી અમૃત વરસી રહ્યું છે. અરે! એના શરીરનાં રોમેરોમની અંદરથી શાતા, સમતા, સમાધિ, સમભાવ! એ તો એની જ મૂર્તિ છે. જ્ઞાની પુરુષ, ગુરુભગવંત એ તો શાંતતાની જ મૂર્તિ છે. ઉપશમની મૂર્તિ છે. અહીંયા શુદ્ધ આત્મા ચૈતન્યની મૂર્તિ છે. અહોહો! કેવળ ચૈતન્ય! નિતરતું ચૈતન્ય! ઝરતું ચૈતન્ય! અણુએ અણુ, રોમે રોમ, પ્રદેશ પ્રદેશ, આ ચૈતન્યઘન થઈ ગયો છે. ઘન છે એટલે હવે એની અંદર કાંઈ પ્રવેશ થઈ શકે એમ નથી. solid. અને પછી કહે છે શુદ્ધ, નિરંજન, ચૈતન્ય મૂર્તિ, અનન્યમય. અનન્યમય- એટલે આના જેવો હવે બીજો કોઈ નથી. એવો ‘ન અન્ય ઈતિ અનન્ય’ આના જેવો અન્ય કોઈ નહીં. જગતમાં અનંત સંસારી જીવો છે પણ આ જે શુદ્ધ આત્મા છે એની તોલે આવે એવું જગતમાં કોઈ નથી. જગતમાં અનંતા ચૈતન્ય આત્માઓ છે. એમાં આની તોલે આવે એવું કોઈ નથી. આ શુદ્ધ આત્મા તો અજોડ છે. અનન્ય છે. એની કોઈ ઉપમા ન આપી શકાય. અનુપમ છે. અદ્ભુત છે. અગુરુલઘુ- એનો એક પરમાર્થ છે અને એનો એક વ્યવહારાર્થ છે. આત્મા કર્મથી મુક્ત થાય છે. આત્મા કર્મના બંધનથી ગતિને પ્રાપ્ત કરે છે. કર્મના બંધનથી અધોગતિમાં જાય, તીરછી ગતિમાં જાય પણ જ્યારે કર્મનું બંધન હટી જાય ત્યારે જીવ કર્મ રહિત થાય છે. એટલે નથી હળવો કે નથી ભારે, નથી ઊંચો કે નથી નીચો. કર્મ છે એટલે ગોત્ર છે. ઊંચ અને નીચના વિકલ્પ ગોત્ર હોય ત્યાં સંભવે છે કે જ્યાં કર્મ સહિત અવસ્થા છે. પણ જ્યાં કર્મ રહિત અવસ્થા છે ત્યાં જીવ ભારે કે હલકો, ઊંચો કે નીચો એવું કાંઈ હોતું નથી. આ એનું એક વ્યવહારિક ૧૨ અપૂર્વ અવસર પાસું છે. બીજું એનું એક પારમાર્થિક પાસું છે. અગુરુ-લધુ એ આત્માનો એક ગુણ છે. એ ગુણ વિષે પૂ. કાનજીસ્વામીએ કહ્યું છે કે, “આત્મા પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ થતાં, સ્વગુણ ઉત્કૃષ્ટપણે પરિણમતો હોવા છતાં પોતાના એકરૂપ સ્વરૂપની મર્યાદા ઓળંગીને અન્ય દ્રવ્યમાં કે બીજા આત્માના પ્રદેશોમાં ફેલાઈ જતો નથી. આ આત્મા જયારે પોતાની પૂર્ણતા પ્રાપ્ત કરે છે, કર્મ રહિત થાય છે, ચૈતન્યઘન બને છે એનામાં એક એવો ગુણ છે કે એ બીજા આત્મામાં ફેલાઈ જતો નથી. પોતાનું સ્વદ્રવ્ય અને સ્વગુણ એને અકબંધ રીતે જાળવે છે. પોતાના અસ્તિત્વનો ક્યારેય નાશ થવા દેતો નથી. એવો જે ગુણ આત્મામાં છે તેને અગુરુલઘુ કહે છે. It holds the entity of that soul. soul ની entity ક્યારેય કોઈમાં વિલયપણું પામતી નથી. આત્માના અનંત ગુણો છે. એમાનો કોઈપણ ગુણ અને દ્રવ્યપણે અનંત આત્માઓ છે એમાનું કોઈ દ્રવ્ય અન્યપણે ન થાય. એ પણ અગુરુલઘુ ગુણનું કાર્ય છે. એટલે જૈનદર્શન આત્માને સ્વતંત્ર માને છે. એ બદ્ધ અવસ્થામાં પણ સ્વતંત્ર છે અને મુક્ત અવસ્થામાં પણ સ્વતંત્ર છે. પણ જેને જીવ, જગત અને ઈશ્વરની કલ્પનામાં ગડમથલ છે તે એમ વિચારે છે કે આત્માને ઉત્પન્ન પણ કોકે કર્યો અને હવે પાપ કરતાં કરતાં એનું આયુષ્ય પૂરું થાય તો એનું અસ્તિત્વ મટી જાય. કૃપાળુદેવે લખ્યું છે કે “જો આત્માના અસ્તિત્વનો વિલય થવાનો હોય, જો આત્માનો નાશ થવાનો હોય, જો આત્માનું સ્વરૂપ રહેવાનું જ ન હોય અને ટકવાનું જ ન હોય તો મોક્ષ પ્રાપ્ત કરીને કરવું છે શું?' આપણે જ ન રહીએ તો પછી મોક્ષનું શું કામ છે? અનંત સુખ માટે આપણે મોક્ષની વાત કરીએ છીએ. પશ્ચાત દુઃખ નહીં એવા સુખ માટે મોક્ષે જવું છે. જો મારું આયુષ્ય પૂર્ણ થયે હું જ મટી જાઉં તો મારો મોક્ષ થયો કહેવાય? કે મારા અસ્તિત્વનો નાશ થયો કહેવાય? મોક્ષ એટલે તો આત્માનો કર્મથી મોક્ષ થાય. કાંઈ પોતાના અસ્તિત્વથી મોક્ષ નથી. સ્વરૂપથી મોક્ષ કોઈ દિવસ ન હોય. અહીં આ વાતમાં જૈનદર્શન અને ઈત્તરદર્શનમાં ભેદ પડી જાય છે. પહેલા તો જીવને કોઈ ઉત્પન્ન કરતું નથી. ‘કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષવિલાસ. ઋષભ જિનેશ્વર. આનંદઘનજી મહારાજ કહે છે, ઇશ્વર જો આત્માને ઉત્પન્ન કરે અને એની ૧૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર આવી વિષમ અવસ્થા ઊભી કરે તો ‘લીલા દોષ વિલાસ' આ કોઈ અલખની લીલા નથી. ઈશ્વર તો નિર્દોષ છે. ‘દોષ રહિતને લીલા વિ ધટે રે.’ પાપના કર્મો કરનાર, પ્રપંચના કર્મો કરનાર ઈશ્વર ન હોય. ‘ઈશ્વર શુદ્ધ સ્વભાવ' કૃપાળુદેવ કહે છે, ‘ઈશ્વર એટલે શુદ્ધ સ્વભાવ' માટે આ આત્માને ઉત્પન્ન કરનાર જગતમાં કોઈ કર્તા નથી. અને જેને ઉત્પન્ન કરનાર કોઈ નથી, જો આ આત્મા અનુત્પન્ન છે તો એ અવિનાશી છે. એનો નાશ કે એનો વિલય જગતનાં કોઈપણ પદાર્થમાં થઈ શકે નહીં જગતમાં કોઈપણ સ્વરૂપમાં એનું વિલિનીકરણ થઈ શકે નહીં. Spirit of soul is an entity and that is eternal entity, for ever. 4 એ ક્યારે ઉત્પન્ન થયો છે એ પણ ખબર નથી. અને ક્યારે પણ એનો નાશ નથી. એનું સ્વરૂપ અનાદિ અનંત છે. અને સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એ અનાદિ અનંતપણું છે. એમણે સર્વ સત્તાના આધારે જ કીધું કે આ જીવનું અનાદિ અનંતપણું છે. આપણા ગણિતના આશ્રયે અનાદિ નથી કહ્યું. કારણ કે આપણને તો જેનો કાળસમય ન મળે કે ઇતિહાસ ન મળે તો આપણે તો કહી દઈએ કે અનાદિ છે. આપણું ગણિત સંસારીનું છે. એટલે અજ્ઞાનીની અનાદિપણાની વ્યાખ્યા અને સર્વજ્ઞની અનાદિપણાની વ્યાખ્યા સમજવી. જૈનદર્શન તો કેટલી વાત મૂકે છે. આ અગુરુલઘુ નામનો ગુણ છે. આ અગુરુલઘુપણું કેવી રીતે છે? આ આત્મા શુદ્ધ થાય તો બીજા શુદ્ધ આત્મામાં ભળી ન જાય. જ્યોતમાં જ્યોત મળી ન જાય? ના, એ માન્ય નથી. જ્યોતમાં જ્યોત મળી જાય એવી આ વાત નથી. સ્વરૂપની વાત આવી નથી. સ્વરૂપ અખંડ છે. અભેદ છે. નિત્ય છે. અજર છે. અમર છે. જેનો જન્મ નથી એનું મૃત્યું ન હોય. જે ઉત્પન્ન થયું નથી એનો વિલય ન હોય. એ કોઈ દિવસ વિનાશને પામે નહીં. અને એ જ્યારે પોતાની સુખપૂર્ણ સ્થિતિની અંદર સદાકાળ જો રહેવાનો ન હોય તો એવી સુખની સ્થિતિ પ્રાપ્ત કરીને કરવું શું છે? કે જ્યાં એ સુખનો ભોગવનાર તો છે નહીં. જે અનંત સુખરાશીનો ભોગવટો જો મારા પ્રારબ્ધમાં ન હોય તો એ લઈને મારે શું કરવું છે? એના સારુ તપ તપવાના? એના સારું અરણ્યમાં જાવું? એના સારું થઈને વાઘ-સિંહને પરમ મિત્ર માનવા? આ બધું કરવાનું શું કારણ? અને ભૂખે મરવું અને દુઃખી થવું? મારું જ જો અસ્તિત્વ ન રહેવાનું હોય તો આ બધું શા માટે કરવું? ૧૬૪ અપૂર્વ અવસર પણ જૈનદર્શન તો આત્માની અમરતાનું દર્શન છે. સર્વ પરિસ્થિતિમાં આત્માની અમરતા છે. પૂર્ણ શુદ્ધ અવસ્થાની અંદર પણ. કારણ કે પ્રત્યેક પદાર્થમાં અગુરુલઘુ નામનો એક જબરજસ્ત ગુણ છે. અને એ ગુણ પદાર્થના અસ્તિત્વનું વિલિનીકરણ કરવા દેતો નથી. વૈજ્ઞાનિકો થોડે સુધી પહોંચ્યા છે. પહેલા કહેતાં Every thing is distroyed હવે કહે છે Nothing is distroyed but everything is transformed આજે વૈજ્ઞાનિક- જડ પદાર્થ, પુદ્ગલ પદાર્થ, પરમાણુ એના માટે એકવીસમી સદીમાં કહે છે કે Matter is never distroyed, energy is never distroyed but it is transformed. transformation થાય. જો જડ પદાર્થનો નાશ ન થતો હોય તો ચેતનનો નાશ થાય? અને ‘ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ.’ (આ.સિ.) તો સમજ તો ખરો ચેતન ગયું ક્યાં? એ કંઈ જડમાં ભળશે નહીં. આ તો વીતરાગ વિજ્ઞાન છે. સર્વજ્ઞ કથિત છે. પૂર્ણ છે. it is absolute science. આ કોઈ સાપેક્ષ વિજ્ઞાન નથી. નિર્પેક્ષ છે. સર્વજ્ઞનું છે. ‘અગુરુ લઘુ- અમૂર્ત સહજપદ રૂપ જો.’ અમૂર્ત - હવે પુદ્ગલ પરમાણુ ન હોવાને કારણે આત્માનું મૂર્તિપણું ચાલ્યુ ગયું. જીવને મૂર્તપણું ક્યાં સુધી હોય? મન, વચન, કાયાના પુદ્ગલ પરમાણુઓ ના કારણે આ મૂર્તપણુ હોય. કારણ કે એનામાં રસ, રૂપ,ગંધ અને વર્ણ છે એ આકારની રચના કરે છે. પણ એકે પુદ્ગલ પરમાણુ જ હવે નથી તો આ ગુણો ક્યાં લેવા જવા? તો મૂર્તિમંતપણાને આપનાર ગુણો ક્યા? રસ, રૂપ, ગંધ અને વર્ણ હવે એ તો છે નહીં. એકે પુદ્ગલ પરમાણુ સ્પર્શતા નથી તો આત્માનું સ્વરૂપ કેવું? અમૂર્ત. સહજપદ- પોતાના સહજ સ્વભાવમાં સ્થિત. કૃપાળુદેવે એને કહ્યું છે, ‘સહજાત્મ સ્વરૂપ પરમગુરુ.' કૃપાળુદેવે આપણને બોધની અંદર એટલી બધી સ્પષ્ટતા આપી છે. એમણે ગુરુ પણ સમજાવ્યા છે. સદ્ગુરુ પણ સમજાવ્યા છે. એમણે પરમગુરુ પણ સમજાવ્યા છે. વિવેકથી સમજીએ. ‘આત્મજ્ઞાન ત્યાં મુનિપણુ તે સાચા ગુરુ હોય' એનામાં ગુરુપણુ છે કારણ કે આત્મજ્ઞાન છે. તે પોતાના આત્માને જાણે છે તો એ જે કંઈ વાત કહેશે તેમાં તથ્ય હશે પણ સદ્ગુરુ માટે પરમશ્રુત પણ જોઈએ. આત્મજ્ઞાનીને તો પરમશ્રુતપણુ ૧૬૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર હોય પણ, અને ન પણ હોય. સદ્ગુરુના લક્ષણની અંદર પરમશ્રુત પણું કહ્યું છે. સદ્ગુરુના પાંચ લક્ષણ કીધા છે. ‘આત્મજ્ઞાન’ ઉપરાંત બીજા ચાર લક્ષણ કીધા છે. (૧) આત્મજ્ઞાન એ સાચા ગુરુ. પણ આત્મજ્ઞાન ઉપરાંત બીજા ચાર લક્ષણ કીધા છે. (૨) સમદર્શિતા (૩) વિચરે ઉદય પ્રયોગ (૪) અપૂર્વવાણી. (૫) પરમશ્રુત. આ બધા સદ્ગુરુના લક્ષણ. અને પોતે કહે છે કે એવા લક્ષણો અમારામાં વિદ્યમાન છે અમે ધારીએ તો ધર્મનું સંસ્થાપન કરી શકીએ. એમણે પોતાની આ સ્થિતિ વર્ણવી છે. અને પરમગુરુના લક્ષણ કીધા છે. તે પરમપુરુષ છે. ‘પરમપુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ.’ એની સ્થિતિ આ તેરમા ગુણસ્થાનકની છે. પેલી (સદ્ગુરુની) સ્થિતિ છઠ્ઠા ગુણસ્થાનકની છે. એને (પરમપુરુષને)પરમગુરુ કીધા છે. પરમગુરુ પ્રાપ્ત થયા હોય તો સદ્ગુરુ મળે કે ન મળે ચિંતા ન કરવી. પરમગુરુને ઓળખતા આવડવું જોઈએ. અને કૃપાળુદેવે મંત્ર આપ્યો, મુનિશ્રીને. મુનિશ્રીને કૃપાળુદેવનો યોગ થતો નથી. એક સંસારી અવસ્થામાં છે(કૃપાળુદેવ). અને બીજા દીક્ષા પર્યાયમાં છે(મુનિશ્રી). એમને મંત્ર આપ્યો, ‘સહજાત્મ સ્વરૂપ પરમગુરુ’ એનું શરણું લ્યો તો અમારા વિયોગથી પણ તમારું કલ્યાણ છે. અમારા વચનના બળથી ઓળખવાનો પ્રયત્ન કરો. ખૂબ સમજવું જોઈએ. તીર્થંકર પરમગુરુ છે. આ બધા જે અવસ્થામાં પહોંચ્યા છે તે બધા જ મહાન આત્માઓ એ પરમગુરુની અવસ્થામાં છે. આપણો મંત્ર છે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ. અરિહંત એ પરમગુરુ છે. પત્રાંક-૮૩૩માં કૃપાળુદેવ કહે છે કે ‘સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છુ.’ કેવી દશા વેદાય છે! રાજકોટમાં સમાધિ ભવનનાં સ્થાને ‘નર્મદા મેન્સન' અને કાશી વિશ્વનાથ પ્લોટની અંદર કૃપાળુદેવ બિરાજમાન છે. એમને પણ જીવનનો અંતિમકાળ પારખી લીધો. બધી જ ક્રિયાઓ રાબેતા મુજબની થઈ. હવે પોતાને યોગની ક્રિયા કરવી છે. એટલે કહ્યું છે કે પથારી હવે પુરી થઈ ગઈ. દૂધ પીધું બિમારી પણ છેલ્લે દિવસે કોઈ વિશેષ ન હતી. જાગૃતિ વિશેષ વર્તતી હતી. આ યોગી ૧૬ અપૂર્વ અવસર પુરુષ છે. મનસુખભાઈને કહે છે, ‘મને કોચ ઉપર ફેરવ’ કારણ કે યોગનું અને શ્વાસોચ્છ્વાસનું રૂંધન કરવું છે. એ સીધી અવસ્થામાં નહીં થાય. બેસીને અને ઊભા ઊભા કરવા માટે કોઈ શરીરની શક્તિ રહી નથી. એ નાભિથી કરીને સહસ્રમણિ સુધીની આખી જે પ્રક્રિયા છે એ શ્વાસની પ્રક્રિયા નાભિથી સહઆધાર સુધીની કરવાની છે. એને પૂર્ણ શ્વાસ કહેવાય છે. એ શ્વાસ લઈ શકાય, એ પ્રક્રિયા થઈ શકે માટે શરીર આખું લાંબુ છે. પણ ઉપરના શરીરને કોચની અવસ્થામાં મુક્યું છે. અને એની અંદર સ્થિત થયા ત્યારે એના ભાઈને એટલું જ કહ્યું કે, ‘મનસુખ, હવે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું.' એ લીન થવાની પ્રક્રિયા સવારે નવ વાગ્યાથી બપોરના બે સુધી ચાલી. બધા જોતા જ રહ્યા. અને મનસુખભાઈ લખે છે કે એમની સાથે મોરબીના વકીલ હતા. એમણે પણ એક પત્રમાં લખ્યું છે કે, ‘અમે તો જોતા જ રહ્યા પાંચ કલાક સુધી નિષ્કુપન કાયા અને શ્વાસ ધીરે ધીરે બંધ થતો જાય અને જેમ જેમ એના ચૈતન્યના પ્રદેશો મુક્ત થતા ગયા તેમ તેમ તેના શરીરની કાંતિ ઉત્તરોત્તર વર્ધમાનપણાને પામતી હતી.' મનસુખભાઈએ કહ્યું, ‘એ અવસ્થાનું શું વર્ણન કરીએ? પણ જે કાયોત્સર્ગ અવસ્થાની અંદર ઊભા રહીને એમણે એમનું ચિત્રપટ આપ્યું છે. તે જ અવસ્થાની અંદર અમે પાંચ કલાક સુધી એમની સ્થિતિ જોઈ. ‘અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા.’ યોગનું રૂંધન ‘હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.’ આ પુરુષ કહે છે ‘હું માત્ર નિર્વિકલ્પ, શુદ્ધ, શુદ્ધ પ્રકૃષ્ટ, શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું.' એવી સ્થિતિની અંદર, આત્માનું આવું સ્વરૂપ! આ વાત પણ ભગવાને આત્મસિદ્ધિની અંદર કીધી જ છે. ભગવાને મોક્ષના પાંચ ઉપાય કીધાં. પહેલા અંતર્મુખપણું કીધું. પછી બંધના કારણોની દશાને છેદવાનું કહ્યું. પછી રાગ-દ્વેષ, અજ્ઞાનને નિવૃત કરવાના કીધાં. આ એક એક ઉપાય ભૂમિકા અનુસાર છે. એક ઉપાય આ પણ કહ્યો, ‘આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત.’ આ.સિ.-(૧૦૧) આપણને કર્મનાં બંધ અને કર્મની દશા- આશ્રવ છોડવાની વાત કહી, રાગદ્વેષ અજ્ઞાનની નિવૃત્તિની વાત કહી, છેલ્લે મોહનીય કર્મને નિવૃત્ત કરવાની વાત ૧૬૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર કહી, એમાં બોધ અને વીતરાગતાની વાત કહી અને આ અયોગી ગુણસ્થાનકની વાત ભગવાને કરી કે, “આત્મા સત્ ચૈતન્યમય અને સર્વાભાસ રહિત.” જેથી ‘કેવળ’ પામીએ. “કેવળ' એટલે અહિંયા કેવળ આવો જ આત્મા The only and only. કેવળ આવો જ આત્મા ભેળસેળ વગરનો જેથી કેવળ પામીએ, મોક્ષ પંથ તે રીત.”- આ ચૌદમા ગુણસ્થાનકની પ્રક્રિયા છે. આ આત્માના પાંચ ઉપાય એમણે કહ્યાં છે. તે અવિરોધ ઉપાય કહ્યાં છે. અચૂક ઉપાય કહ્યાં છે. એમાં એમણે આ વાત પણ મૂકી છે. હવે આત્મા આવો થયો છે. નિજ ઉપયોગમય છે. ચૈતન્યઘન છે. શુદ્ધ છે. નિરંજન છે. હવે આ આત્મા શું કરે? તો એની ગતિ કઈ? ‘પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.’ અપૂર્વ - ૧૯ અરે ! આવો અવસર અમને ક્યારે મળશે? આવો પ્રસંગ આવી તક પ્રભુ! અમને ક્યારે પ્રાપ્ત થશે? સિદ્ધાલયમાં અમારે સ્થિત થવું છે. એવો અવસર પ્રભુ અમને જોઈએ છે. ‘પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી’ હવે કોઈ કર્મની સ્પર્શના નથી. આત્મા મુક્ત થઈ ગયો છે. અને જગતમાં એનો ક્રમ છે. એના સ્વભાવ પ્રમાણે પદાર્થ ગતિને ધારણ કરે છે. ચૈતન્યનો સ્વભાવ ઉર્ધ્વગતિ છે. અને પુદ્ગલ પરમાણુનો સ્વભાવ અધોગતિ. પદાર્થ નીચો આવે. ચૈતન્ય ઉપર ચડે. ભૌતિક વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. કારણ કે આજના જે Sciencetist છે તેઓ પદાર્થ વિજ્ઞાનના Sciencetist છે. એને ચૈતન્ય વિજ્ઞાનનું ભાન નથી. કારણ કે ચૈતન્યના અસ્તિત્વનું જ ભાન નથી તો એના વિજ્ઞાનનું ભાન ક્યાંથી હોય? એટલે ન્યુટને ઝાડમાંથી ફળ નીચે પડ્યું અને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. નિયમ તો અનાદિથી હતો. પણ તેણે શોધ્યો કે પદાર્થ માત્ર પૃથ્વી તરફ ખેંચાય છે. પણ વીતરાગ તો કહે છે જડ માત્ર, પુગલ માત્ર નીચે ખેંચાય. પદાર્થ અધોગતિ તરફ આકર્ષાય તે ગુરુત્વાકર્ષણ તે પદાર્થનો ધર્મ અને ઉધ્વાકર્ષણ એ સ્વરૂપનો ધર્મ. તો ન્યૂટન જો મહાન વૈજ્ઞાનિક હોય તો સર્વજ્ઞ તો એનાથી મહાન વૈજ્ઞાનિક છે. એમણે કહ્યું કે પદાર્થને જો ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે તો ૧૬૮ અપૂર્વ અવસર આત્માને ઉર્વાકર્ષણનો નિયમ લાગુ પડે. આત્મા જો પદાર્થથી મુક્ત થઈ જાય તો ઉર્ધ્વગતિમાં જાય. ગુરુત્વાકર્ષણમાં પણ કહે છે કે એક પદાર્થ જો ગતિમાં હોય અને બીજો પદાર્થ અવરોધ ન કરે ત્યાં સુધી એ ગતિમાં જ રહે. Action and reaction is always equal and in opposite direction. આ બધા વિજ્ઞાનના નિયમો છે. અને ન્યૂટન પહેલા અનાદિથી આ બધા નિયમો હતા જ. છતાં આપણને થોડું વિજ્ઞાનનું જ્ઞાન હોય કે આપણેને બધું scientific જ જોઈએ. Scientific ની વાત છોડી ને સર્વજ્ઞને શરણે જા. આ સર્વજ્ઞ કહે છે કે આ ચૈતન્ય પદાર્થ છે તે ઉર્ધ્વગતિવાળો છે. આ તો કર્મના પુદ્ગલ પરમાણુએ એને રોકી રાખ્યો છે. માટે જીવ કર્મથી ભારે છે. સ્વભાવથી ભારે નથી. કર્મના કારણથી જીવ નીચે છે. જો જીવ હળુકર્મ થાય તો ઉર્ધ્વગતિમાં જાય. ઉંચી ગતિ કેમ પ્રાપ્ત થાય? આત્મ વિકાસનો ક્રમ શું? તો કહે જેમ જેમ કર્મનાં બંધનો હળવા થતાં જાય તેમ તેમ ઉંચી ગતિ પ્રાપ્ત થાય. અગુરુલઘુ એટલા માટે કહ્યું કારણ કે જીવ ભારે છે, એનું કારણ કર્મ છે. પણ સ્વભાવમાં તે અગુરુલઘુ છે, નથી ભારે કે નથી હળવો. એ સ્વાભાવિક છે અને સ્વાભાવિક એની સ્થિતિ ઉર્ધ્વગતિ છે. પૂર્વના પ્રયોગના કારણે એને ખપાવવા માટે એની જે યાત્રા ચાલી છે - કોઈના પાંચ ભવ, કોઈના પચીસ ભવ તો કોઈને તદ્ભવ. આ બધું આપણા પુરુષાર્થને આધીન છે. ભગવાન મહાવીરને ૨૭ ભવ, નેમનાથ ભગવાનને ૯ ભવ, મલ્લિનાથ ભગવાનને ૬ કલાક. પરંતુ એ પ્રયોગ જે છે એમાં આત્મા કેટલું પોતાનું બળ વાપરે છે? એ પૂરેપૂરું બળ વાપરીને પોતાની બધી જ શક્તિ લગાવીને પૂર્વ પ્રયોગના કારણના યોગથી ઉર્ધ્વગમન કરે છે. આત્મા કર્મથી મુક્ત થાય છે એટલે એની સ્વાભાવિક ગતિ ઉર્ધ્વગતિ છે. અને ઉર્ધ્વગતિમાં તે લોકાંતે જાય છે. લોકાંતે એટલે સિદ્ધાલય - સિદ્ધોને રહેવાનું સ્થાન. સિદ્ધશીલા. હવે આ દૈહિકમાત્ર મટી ગયું. જ્ઞાન અને ધ્યાનરૂપી અગ્નિથી આ દેહરૂપી ઘરને ભસ્મીભૂત કરી નાખ્યું. તો હવે ક્યાં જાશું? “જાશું સ્વરૂપ સ્વદેશ રે!” આને ખબર છે કે હવે સિદ્ધાલયમાં જવાનું છે. કૃપાળુદેવ કહે છે કે “શરીરની સામે અમે કજિયો માંડ્યો છે’. કારણ કે હવે અમારે દૈહિક પાત્રની જરૂર નથી. એ જ પુરુષ કહી શકે કે આ દૈહિક પાત્ર જે લઈ જાય તે ‘પરમ મિત્રનો જાણે ૧૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર પામ્યા યોગ જો.’ ‘બળતું ઘર કૃષ્ણાર્પણ.’ હવે તો અમારે આ ખોખામાં અમથું પણ કાંઈ જોઈતું નથી. અહાહા! અદ્ભુત વાત છે. એ જ ભગવાન મહાવીર દુઈજન તાપસને કહે કે ‘જે અમુલખ આત્મા આ કાયારૂપી ઝૂંપડીમાં રહે છે એ કાયારૂપી ઝૂંપડીનું પણ અમે રક્ષણ નથી કર્યું. તો ઘાસફૂસની ઝૂંપડીનું રક્ષણ અમે કરીશું ? ના. નહીં બને.’ સિદ્ધાલય. લોકાંતે. જ્યાં સુધી ધર્માસ્તિકયાય અને અધર્માસ્તિકાય છે ત્યાં સુધી ગતિ ચાલુ રહે છે. ધર્માસ્તિકાય ગતિમાં મદદરૂપ બને છે. પ્રત્યેક પદાર્થ ગતિશીલ છે. પણ જડની અધોગિત છે. ચેતનની ઉર્ધ્વગતિ છે અને એ ગતિ ત્યાં સિદ્ધાલયમાં અટકે છે. લોકાંતે. ચૌદ રાજલોકના છેડે સિદ્ધશીલા આવેલી છે. ત્યાં સિદ્ધાલયમાં જઈને અટકે છે. એ આત્માના સ્વરૂપનો સ્વદેશ છે. આખો દેશ એ એનું ઘર છે. અને ત્યાં એની સ્થિતિ કેવી છે? જ્ઞાનીઓ કહે છે, ‘સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો.’ સુસ્થિત Wellset. આ જીવ અનાદિ અનંતના પરિભ્રમણમાં અપસેટ હતો અને સિદ્ધાલયમાં ગયો એટલે વેલસેટ થયો. હવે અમારે ક્યાંય જાવાનું નથી. અને અહીંથી કોઈ જાકારો દે એમ નથી. હવે અમે અમારા પોતાના ઘરમાં બેઠા છીએ. ‘સ્વ’ સુસ્થિત Wellset. ‘સ્થિત’ સાથે ‘સુ’ શબ્દ લગાવ્યો. કૃપાળુદેવે ક્યાંક ક્યાંક એક અક્ષર મૂકીને વાક્યના અર્થ પલટાવી નાખ્યા છે. એમના સાહિત્યના જે અભ્યાસુ છે તેઓએ એની ખૂબ મીમાંસા કરી છે. આમનું ભાષાજ્ઞાન કેવું! ઉમાશંકર જોશી કહે છે, “માથું ઝૂકી જાય છે આમની પાસે. ગુજરાતી ભાષામાં એમણે કેટલાય નવા શબ્દોનું સર્જન કર્યું છે- વચનામૃતમાં.’ અને છતાંય એમણે કોઈ દિવસ કીધું નથી કે હું સાહિત્યનો સ્વામી છું. આ તો જે સાહિત્યકાર વાંચે અને એને ભાન થાય કે આ શબ્દ તો ગુજરાતી ભાષામાં ન હતો. આ તો ‘વચનામૃત’માંથી આવ્યો છે. એવો આ શબ્દ ‘સુસ્થિત’ છે. “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” અનંત સમાધિ. કેવી? જે સમાધિનો અંત ન આવે એવી. સહજ-સમાધિ તે અનંત સમાધિ છે. છદ્મસ્થની સમાધિનો વધુમાં વધુ કાળ જ્ઞાનીઓએ અંતર્મુહૂર્તનો કહ્યો છે. આપણી સામાયિક ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, પુણિયા શ્રાવકની સામાયિક જેવી હોય તો કેટલો કાળ ટકે? અંતર્મુહૂર્ત. છદ્મસ્થની સમાધિ અંતર્મુહૂર્ત અને સર્વજ્ઞની સમાધિ ‘અનંત’. સદા સર્વદા. ૧૩૦ અપૂર્વ અવસર આવી ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં.’ એ સમાધિનું સુખ અનંત છે. અવ્યાબાધ છે. અવરોધ પામતું નથી. અને એનો અંત પણ આવતો નથી. ‘અનંતદર્શન, જ્ઞાન અનંત સહિત જો.’ અને એમાં જે જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાનસ્વભાવી આત્મા છે, એમાં અનંતજ્ઞાન અને અનંતદર્શન છે - એ જે ચૈતન્યમય ઉપયોગ માં જ્ઞાન અને દર્શનનો ગુણ છે એવો અનંત ગુણાત્મક સ્વરૂપે એની સ્થિતિ બતાવી છે. કે તે સિદ્ધ પરમાત્મા અનંતજ્ઞાન અને અનંત દર્શન યુક્ત છે. આ એનું પૂર્વનું આરાધકપણું. જેના માટે શાસ્ત્રકારોએ ઉદાહરણ આપ્યાં છે. ‘પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી’ - પૂર્વ પ્રયોગ એટલે કુંભાર પોતાનો ચાકડો ચલાવે અને પછી ડાંડો લઈ લે તો પણ એ ચાક અને એ માટીનો પીંડો ફરે અને એમાંથી એ વાસણ બનાવે તો ડાંડો લઈ લીધા પછી ગતિ આપનાર કોણ છે? તો કહે કે પૂર્વે જે ગતિ આપવામાં આવી હતી તે ચાલુ રહે છે એના આધાર ઉપર એ પોતાના પાત્રનું સર્જન કરે છે આ પૂર્વપ્રયોગ. બીજો પ્રયોગ કહે છે કે એરંડાનું બીજ છે, એ એરંડો સુકાય એટલે ફાટે, ફાટે એટલે એનું બીજ ઉર્ધ્વગતિએ ઉપર ઊડે. ત્રીજું અગ્નિશીખા કીધી છે. અગ્નિ જ્યારે જલતી હોય ત્યારે એની અંદરના અમુક વાયુના પરમાણુ છે તે મલીનતાથી શુદ્ધ થાય. અગ્નિનું કામ શુદ્ધિનું છે. અને શુદ્ધ થતાં-જે અશુદ્ધ વાયુ છે તે શુદ્ધ થાય અને પછી તે વાયુની ઉર્ધ્વગતિ થાય. કારણ કે તે હલકો થયો, શુદ્ધ થયો છે. એવી રીતે તુંબડીનું એક દૃષ્ટાંત છે. તુંબડી પાણીમાં તરે પણ માટીનો લેપ લગાવ્યો હોય તો ડૂબે. માટીનો લેપ લગાવેલી તુંબડી પાણીમાં નાખીએ તો તળાવના તળિયે જઈને બેસે. પછી જેમ જેમ પાણીના પ્રવાહથી લેપ ધોવાતો જાય, ખસતો જાય તેમ તેમ તુંબડી ઉપર આવતી જાય. એમ કર્મના લેપથી લેપાયેલો આત્મા જેમ જેમ જ્ઞાન, ધ્યાન અને તપની સાધના કરે તેમ તેમ એના કર્મો ખસતા જાય અને બધાં કર્મો ખસી જતાં, આત્મા શુદ્ધ થતાં એનું ઉચ્છ્વકરણ થાય. જ્ઞાનીઓ કહે છે પૂર્વનું આરાધકપણું એ પણ પૂર્વપ્રયોગનું એક બળ છે. ભવાંતરનાં શ્રુતિ સંસ્કાર એ પણ એનું પૂર્વ કર્મનું બળ છે. આ જન્મની અંદર નહીં. પણ સિંહના અવતારમાં પણ જીવ સમતાનો યોગ આરાધી શકે. એ પૂર્વના શ્રુતિ સંસ્કારો છે. એટલે તિર્યંચની અવસ્થામાં પણ આ જીવાત્મામાં સત્પુરુષના બોધના સંસ્કારો જો સુગ્રથિત થયા હશે, તો જીવ ૧૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર ઘા સરખા લાગે તો ૭૫ ઘાએ પણ કામ થઈ જાય. વહેલો થવાની સંભાવના છે. અને ઘા જો નબળા પાડીશ તો કાળ લંબાતો જાશે. માટે આપણી અરાધના બળવાન હોવી જોઈએ. મનુષ્યભવની પળેપળ કીમતી છે. સમયે સમયે, આ આત્મા ઉપર - આવો યોગ સંપ્રાપ્ત થયો છે. પરમાર્થનો ત્યારે-શ્રુતિના સંસ્કારો લેતા જ જાઈએ. સ્વાધ્યાય એ શ્રુતિના સંસ્કાર માટેનું ઉત્તમ માધ્યમ છે. આપણા જીવનમાં આ શ્રુતિના સંસ્કારો જાગે અને આપણા જીવનમાં આ જે કંઈ અવસ્થા છે એ અવસ્થા પ્રાપ્ત કરીએ - જે અવસ્થા સહજ સમાધિની અવસ્થા છે. જ્ઞાનીઓ કહે છે કે આ તો બાહ્ય કારણ વગરની સમાધિ છે. આપણને સમાધિસુખનો અનુભવ બાહ્ય કારણથી થાય છે. આપણી સમાધિ બાહ્ય કારણને આધીન છે. આત્માની સમાધિ સહજ સમાધિ છે. જે આત્માનો મોહ ગયો તેને જ સમાધિ ઉત્પન્ન થાય છે. સમકિત થવાથી સહેજે સમાધિ થાય છે અને સંપૂર્ણતા થવાથી આવી સમાધિ અનંત સુખનું કારણ બને છે. અપૂર્વ અવસર. ગમે તે દશામાં ગમે ત્યાં જશે, એના સંસ્કાર એની સાથે રહેશે. આપણે અત્યારે આત્મબળની આરાધના કરીએ છીએ. અને આ જ બળ ક્યારેક પૂર્વપ્રયોગનું બળ થશે. આ પ્રયોગ છે. અને જૈનદર્શન પ્રયોગનું શાસ્ત્ર છે. આ પ્રયોગનો માર્ગ છે. કાકા કાલેલકરે શ્રીમદ્જીને માટે એક શબ્દ કહ્યો છે, ‘આ શ્રીમદ્ છે એ એક પ્રયોગવીર પુરુષ છે'. કેવા કેવા કર્મોને એમણે ૩૩ વર્ષના આયુષ્યની અંદર પરાસ્ત કરીને, બળવાનપણે વેદીને એ નિષ્કર્મ થયા. આણે તો પ્રયોગ કર્યો છે. વીતરાગનો માર્ગ પ્રયોગનો છે. અને પ્રયોગ એ પુરુષાર્થનો ઘોતક છે. એટલે આ માર્ગ પુરુષાર્થનો છે. પુરુષાર્થ કર્યા વિના કોઈને મોક્ષની સિદ્ધિ થતી નથી. માટે પૂર્વ પ્રયોગ પણ કારણભૂત છે. માટે પૂર્વપ્રયોગમાં આપણો મોક્ષ પ-૨૫ કે ૧૦૦ ભવ પછી થવાનો હોય તો પણ તે દિવસે પૂર્વપ્રયોગ જોઈશે - ઉર્ધ્વગતિ કરવી હશે તો અત્યારે આપણી આરાધના પૂર્વ પ્રયોગના સ્વરૂપમાં છે. જો ભેગું કર્યું હશે તો કોઈક દિ આ બળ કામ આવશે. માટે આરાધના કરી કોઈ દિવસ નિષ્ફળ જતી નથી. જેણે આત્મધર્મની આરાધના કરી છે, પોતાના આત્મા ઉપર જેણે શ્રુતિના સંસ્કારો મૂક્યા છે એની અમીટ છાપ આત્મામાં હોય છે. અને એ અમીટ છાપ હોવાના કારણે પણ એને ભવાંતરમાં એવા ભાવો જન્માવે છે. એટલે તિર્યંચ અવસ્થામાં પણ ભગવાન મહાવીરનો જીવ, હિંસક સિંહ હોવા છતાં મુનિને જોઈને થંભી જાય છે. કે આવું સ્વરૂપ મેં ક્યારેક જોયું છે. આ ચારિત્રનો મને અનુભવ છે. આ શ્રુતિ સંસ્કાર. અને જ્યાં ભગવાન બિરાજતા હોય, મુનિઓ જ્યાં તપ કરતા હોય, જ્ઞાનીઓ જ્યાં સાધના કરતા હોય, ત્યાં અરણ્યમાં હિંસક પ્રાણીઓ હોય, જંગલી પશુઓ હોય, પણ મહાત્માના યોગના પ્રભાવથી અને એ પ્રાણીઓના જો પોતાના શ્રુતિ સંસ્કાર પૂર્વના કાંઈ હોય તો તેને સમ્યફભાવ જાગે છે. તેનો આત્મા જાગ્રત થાય છે. પૂર્વપ્રયોગમાં સાધનાના સાતત્યનું મહત્ત્વ છે. સાધનાનું સાતત્ય જ પરિણામકારી થાય છે. જેમ કૂવો ખોદનારને પાણી મળતાં સુધી પથ્થરો તોડવાની ક્રિયા સતત ચાલુ જ રાખવી પડે છે. એક એક ઘણના ઘા મારીએ અને સોમા ઘાએ એ પથ્થર તૂટવાનો છે. પહેલો ઘા પણ નબળો પડવો જોઈએ નહીં. નહીંતર સોને બદલે ૧૧૦ ઘાએ તૂટશે. આ તો એક એક ઘા જેણે બરાબર માર્યા છે એને સોએ તૂટશે. પણ જ્ઞાની જાણકાર કહે છે કે પાંચપચીસ ૧૭૨ -હારુષોનું યોગબળ જગતનું કલ્યાણ યોઃ ૧૭૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર સ્વાધ્યાય ૮ પરમપદ પ્રાપ્તિનો નિશ્ચય - (ગાથા - ૨૦,૨૧) પર્યુષણ પર્વની આરાધનાનો આ છેલ્લો દિવસ છે. સંવત્સરીના મહાપર્વને શ્રી તીર્થંકરોએ પણ પોતાની વાણીમાં ગાયો છે. એનો અચિંત્ય અને અપરંપાર મહિમા કહ્યો છે. કોઈ દિવસ પ્રકૃતિમાં પણ એવો આવે છે કે કાળ પણ પરમાર્થની સાધનામાં જીવને અનુકૂળ વર્તે છે. એવા આ દિવસો - અને એમાં પણ આ શ્રેષ્ઠ દિવસ એ સંવત્સરીનું મહાપર્વ. આ પર્વમાં, પરમાર્થ માર્ગના આરાધકને તો, જેને મુક્તિ સિવાય બીજું કોઈ લક્ષ નથી અને જ્ઞાની પુરુષોની અનંત અને અપાર કરુણા છે કે એમણે તો મુક્તિનો માર્ગ પ્રાપ્ત કર્યો અને જગતના જીવોને આપ્યો, એમણે મુક્તિની વિધિ સિદ્ધ કરી અને જગતના જીવોને એ વિધિ બતાવી. માર્ગને આલોકિત કરનાર, પથપ્રદર્શિત કરનાર, જગતના જીવોને માર્ગની સ્પષ્ટ પ્રરૂપણા કરનાર આવા જ્ઞાની પુરુષોનો ઉપકાર અનંતો છે. જીવનના એક એક આત્મવિકાસના જે તબક્કાઓ છે તે તબક્કાઓને પણ એક એક ક્રમશઃ કહેવાં એ પણ જ્ઞાની પુરુષની આપણા ઉપરની અદ્ભુત કૃપા છે. નહીં તો - માર્ગ જો કંડારી ન આપ્યો હોય તો આ જીવને શું ખબર પડે? સાધારણ બળ તો જગાવે. પણ જાય ક્યાં? પુરુષાર્થ તો દોડવાનો આવે, પણ કઈ દિશામાં દોડે? પગલાં ક્યાં માંડ? કે જે પ્રત્યેક કદમ એને સિદ્ધાલય પ્રત્યે લઈ જાય. શ્રીમદ્ રાજચંદ્રજી - એવા પરમ જ્ઞાનીએ આ વાતને જગતના જીવો સમક્ષ ‘અપૂર્વ અવસર’ના પદની અંદર કંડારીત કરી આપી. મુનિશ્રી સંતબાલજી કહે છે કે ‘જેમ તાજમહેલ ઉત્કૃષ્ટ શિલ્પકૃતિનો નમુનો છે એ રીતે અધ્યાત્મની અંદર મુક્તિના માર્ગનો ઉત્કૃષ્ટ નમુનો એ ‘અપૂર્વ અવસર’નું પદ છે.’ એ માર્ગે કેટલાં કેવળીઓ ગયાં? કેટલા કેટલા જિનેશ્વરો ગયા? અનંતા તીર્થંકરો ગયા પણ આ માર્ગનું એક એક સોપાન જગતનાં જીવો સમજી શકે એ રીતે આપણી ભાષાની અંદર ‘અપૂર્વ અવસર’ના પદમાં કૃપાળુદેવે કંડારી આપ્યો. સિદ્ધાત્માની સ્થિતિ અંગે આપણે ગાથા નં. ૧૮-૧૯માં જોયું કે મુક્ત આત્માની અવસ્થા કેવી હોય? એ મુક્ત આત્માની અવસ્થામાં શુદ્ધ આત્માના ગુણો, લક્ષણો, ગતિ અને સ્થિતિ શું? તો કહે એક પણ પરમાણુનો સ્પર્શ નહીં, કર્મના કલંકથી રહિત એવો ૧૭૪ અપૂર્વ અવસર નિષ્કલંક, અડોલ એવો નિષ્કપ, શુદ્ધ એટલે નિષ્કર્મ, નિરંજન, નિરિહ- ઇચ્છા વિનાનો, ચૈતન્યમૂર્તિ કહેતાં જ્ઞાન-ધન અને અનન્યમય કહેતાં, અજોડ, જેના જેવો બીજો કોઈ નહીં. અગુરુલઘુ - એમાં કર્મ સાપેક્ષ કહેતાં હળવો નહીં – ભારે નહીં, ઊંચો નહીં - નીચો નહીં અને સ્વભાવને સાપેક્ષ કહેતાં એનો એક પણ ગુણ કે એક પણ દ્રવ્ય બીજામાં એકાકાર પામે નહીં. પોતાના અસ્તિત્વને અખંડ, અક્ષય અને અભેદ રાખે એ અગુરુલઘુ ગુણનું સામર્થ્ય છે. અમૂર્ત કહેતાં નિરાકાર છે અને સહજપદ કહેતાં સચ્ચિદાનંદ છે. આવું જે મુક્તાત્માનું સ્વરૂપ તે ચૌદમા ગુણસ્થાનક ઉપર પણ જ્યારે અયોગી કેવળીના સ્વરૂપમાં પુરુષાર્થનું છેલ્લું સોપાન માંડે છે ત્યારે પૂર્વપ્રયોગથી મુક્ત આત્મા ઉર્ધ્વગમન સ્થિતિમાં આવે છે. અને એ ઉર્ધ્વગમન એટલું ઝડપી હોય છે કારણ કે જન્મોજન્મની સાધનાનું બળ ત્યાં કામ કરે છે. એ બળ કામ કરે છે એટલે ઉર્ધ્વગમન એ સ્વાભાવિક ગતિ છે છતાં એક સમયની અંદર જીવ લોકાંતે સિદ્ઘાલયમાં પહોંચે છે અને ત્યાં સુસ્થિત થાય છે. ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” છદ્મસ્થનું સમાધિ સુખ ઘડી બે ઘડીનું કહ્યું. પરંતુ આવા સિદ્ધ પરમાત્માનું સમાધિ સુખ અનંત કહ્યું. પણ ‘સાદિ’ કહ્યું. કારણ કે એની શરૂઆત છે પણ એનો અંત નથી. જગતના જીવો અનંત સુખનું ધામ હોવા છતાં એને હજુ એ સુખની આદિ એટલે કે શરૂઆત થઈ નથી. સંસારમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એને સુખાભાસ છે, સુખ નથી. પોતે સુખનું ધામ છે. સુખ સ્વરૂપ છે. છતાં એ સુખનો પોતાને અનુભવ નથી. કૃપાળુદેવે આ વાતને એટલી સરસ રીતે મૂકી છે કે એ સુખનું સ્વરૂપ છે, તેનો પ્રારંભ છે, તે અનાદિ નથી. તે સાદિ છે. પણ એ સુખ પાછું અનંત છે. એનો અંત નથી. હવે એ અંત વિનાનું સુખ છે. અવ્યાબાધ સુખ છે. “અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.’ હવે એને આત્માના અનંતજ્ઞાન અને અનંતદર્શનના જે ગુણ છે તેનો ઉપયોગ ચૈતન્યમાં અખંડ છે. ઉપયોગની ધારા અખંડ છે. કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન’ અને જ્યારે જ્ઞાનની ધારા અખંડ છે ત્યારે આ આનંદ જે છે તે અવ્યાબાધ છે. અવ્યાબાધ છે એટલે હવે એની અંદર કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન થતી નથી. ખંડરહિતપણે છે. અસ્ખલિત, અવિચ્છિન્ન સુખની ધારા ૧૭૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર છે અને એનો હવે ક્યારેય અંત નથી. આવું અવિચ્છિન્ન, અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિમાં, અનંત જ્ઞાન અને અનંત દર્શન સહિત એ જીવ છે. હવે આજે છેલ્લી બે ગાથાઓ આ પદની લઈએ. એમાં પરમકૃપાળુ દેવે જે વાત કહેવા ધારી છે તેનો ૧૯ ગાથા સુધી પ્રયત્ન કર્યો. દર્શનમોહ વ્યતીત થયો છે. અને હવે ચારિત્ર્યમોહ મક્ષિણ થવા માટે જ પોતાનું આ જીવન છે. અને એ સર્વશના માર્ગને આધારિત, વિતરાગના માર્ગને આધારિત એમણે ઓગણીસ ગાથાઓમાં એક એક અવસરના આપણને ટબ આપ્યા કે આવાં અપૂર્વ અવસર અમને ક્યારે આવશે? આવેલાં છે એ પણ કહ્યાં અને જેની અભિપ્સા છે એ પણ કીધી. બાર ગાથા સુધી તો પોતાને જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે તેનું વર્ણન કર્યું અને તેરમી ગાથાથી ઓગણીસમી ગાથા સુધી પોતે જે હવે અપૂર્વ કરણનો પુરુષાર્થ કરવાના છે- ક્ષેપક શ્રેણી માંડીને એની પણ વાત કહી. અને એમાં એ પુરુષ આ પદ લખાયા પછી પ્રગતિમાં છે. અને એ પ્રગતિની અંદર લગભગ કેવળ સ્પર્શીને દેહવિયોગ થાય છે. ત્યાં પદની રચના પછી પુરુષાર્થ ક્યાંય અટક્યો નથી. આ પદ તો એ પુરુષાર્થ પહેલાનું છે. શ્રેણી એણે માંડી દીધી. છલાંગ લગાવી દીધી. પણ ‘પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. માથે ઘણો બોજો રહ્યો હતો તે અલ્પ વીર્ય કરી વેદનાની પ્રઘટના કરતાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. આયુનો યોગ ઘટી ગયો.” જગતના જીવોની કે જ્ઞાનીઓની એવી સ્થિતિ પણ આવે છે કે આયુનો યોગ અને સામે કર્મની સ્થિતિ, જેમાં કર્મની સ્થિતિ વધારે છે અહીંયા એમને પણ એમ જ થયું છે. કર્મ ખતમ કરવાં છે. આયુષ્ય ખૂટી ગયું. પગે ઉદયમાન નિકાચિત થાક ગ્રહણ કર્યો. કંઈ વાંધો નહીં, છતાં કહે છે કેવળ લગભગ ભૂમિકા'. કેવળજ્ઞાન લીધું કે લેશે. આ દશાએ પહોંચેલો પુરુષ છેલ્લે તો એમ કહે છે કે હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું. આ વસ્તુને સમજાવવા માટે અહીં પોતાની કથની કહે છે. ‘જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’ અપૂર્વ - ૨૦ ૧૭૬ અપૂર્વ અવસર અહીંયા કૃપાળુદેવ કહે છે કે જે પદની અમે પ્રરૂપણા કરી છે એ પદ સર્વજ્ઞ પ્રભુએ એના જ્ઞાનમાં દીઠું છે. આ પદ દેખાય ક્યારે? આ પદનાં દર્શન ક્યારે થાય? સર્વજ્ઞતા સિદ્ધ થયે. પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થયું. જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા થતી નથી ત્યાં સુધી સર્વજ્ઞતા થતી નથી. અને જયાં સુધી સર્વજ્ઞતા પ્રગટ થતી નથી ત્યાં સુધી એ પૂર્ણપદ દેખાઈ શકતું નથી. ‘જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં એમણે જ્ઞાનમાં જોયું. કારણ કે એ તો જ્ઞાનનો વિષય છે. અનુભવગોચર છે. આ પદ આંખનો વિષય નથી. જ્ઞાનનો વિષય છે. ઇન્દ્રિયોનો વિષય નથી. મનનો વિષય નથી. માટે કૃપાળુદેવે સૌભાગભાઈ અને ગોસાળિયાને કીધું, ‘તમે પદાર્થને સમજો. મનથી કરેલો નિશ્ચય આખરી માનશો નહીં.' કારણ કે એ બને તો સુધારસ પ્રાપ્ત થયો હતો. એટલે એમ હતું કે બધુંય મળી ગયું. “મનથી કરેલો નિશ્ચય આખરી માનશો નહીં. સત્પુરુષથી થયેલો નિશ્ચય આખરી માનજો. એટલા માટે અમે તમને કહીએ છીએ કે સુધાની ધારા પછી પણ કેટલાંક દર્શન થયાં છે.’ વાત ત્યાં અટકતી નથી. આ તો (સુધારસ) એકાદું સોપાન છે. કોઈ એકાદ સાધન પ્રાપ્ત થાય. અનેક પ્રકારનાં કરણ અને ઉપકરણ છે. એમાં આ એકાદ પ્રકારનું ઉપકરણ છે. મહિમા ઘણો છે પ્રત્યેક ઉપકરણનો. પણ યથાભૂમિકામાં છે. એ સુધાની ધારાની ભૂમિકા એમણે ચાર રીતે સમજાવી છે. જયારે આત્મતા પ્રાપ્ત પુરુષાર્થ છે ત્યારે એ પરમાર્થની ભૂમિકા છે. બાકી તો બધી જ વ્યવહારની ભૂમિકા છે. બાકી તો ભ્રમણા છે. અહીંયા કહે છે કે એ સર્વજ્ઞ પરમાત્માએ જે પદને પોતાના જ્ઞાનમાં દીઠું એ તીર્થકર, જેને પાંત્રીસ અતિશય યુક્ત વાણીનો ઉદય થયો છે, અને એની દેશના માટે દેવોએ સમવસરણની રચના કરી છે, અને જગતના ભવ્ય જીવો દેવલોકમાંથી, મનુષ્યલોકમાંથી અને તિર્યંચ સૃષ્ટિમાંથી પણ ભગવાનના બોધને સાંભળવા ભેગા થયા છે. પ્રભુ દેશનાની અંદર આવી પાંત્રીસ અતિશય યુક્ત વાણીથી પણ જે પદ પોતાનાં જ્ઞાનમાં જોયું તે કહી શક્યા નથી. આત્મસ્વરૂપનું પદ, આત્મસ્વભાવ, આ શુદ્ધ આત્માનું પદ એને સર્વજ્ઞ પણ કહી શક્યા નહીં. સર્વજ્ઞને તો પાંત્રીસ અતિશય યુક્ત વાણીનો ઉદય છે. અને સમવસરણની અંદર બેસીને કહેવાનું છે. આવા વ્યવહાર જગતની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભૂમિકામાં બેઠેલા સર્વજ્ઞ પરમાત્મા, એમણે ૧૩૭ Page #90 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર જે પદ પોતાના જ્ઞાનમાં જોયું તે પદ પોતાની વાણીના સામર્થ્યથી પણ ભગવાન કહી શક્યા નહીં. ‘તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે?’ એક સ્વરૂપને અન્યની વાણી, એટલે કૃપાળુદેવ કહે છે કે મારા, તમારા જેવા જીવોની વાણી, આ પદને શું કહી શકે? કારણ એનું એક લક્ષણ છે, ‘અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’ આ જે જ્ઞાન છે, આ જે આત્મા છે તે કેવળ અનુભવ ગોચર છે. વાણી ગોચર નથી. શબ્દ ગોચર નથી. કર્ણ ગોચર નથી. દૃષ્ટિગોચર નથી. હાથથી પકડાશે નહીં. આંખની દેખાશે નહીં. કાનથી સંભળાશે નહીં. નાકથી સુંધાશે નહીં. જીભથી ચાખી નહીં શકાય અને મનની ક્લ્પનામાં આવી શકે એમ નથી. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન આ આત્મસ્વરૂપને પકડવા માટે સમર્થ નથી. એવું અદ્ભુત આ આત્માનું સ્વરૂપ એ અનુભવગોચર છે. કેવળ અનુભૂતિ જો થયેલી હોય તો અનુભવમાં એ પકડી શકાય. આત્માને આત્મા વડે જ જાણી શકાય. આત્માને જાણવા માટે આત્મા સિવાય બીજું કોઈ સાધન નથી. અને આત્મતા પ્રાપ્ત પુરુષ સિવાય બીજું કોઈ માધ્યમ નથી. ‘તે આત્મા, આત્મતા પ્રાપ્ત પુરુષ વિના જાણ્યો જાય એવો નથી.’ જેણે પણ આત્માના સ્વરૂપનો અનુભવ કરવો છે એણે આવા અનુભવપ્રાપ્ત અને આમ પુરુષનું શરણું લીધા વિના આ આત્મસ્વરૂપ પોતાની મેળે પ્રાપ્ત થાય એવું નથી. આ તો અપૂર્વ છે. ‘અપૂર્વ એવું પોતે પોતાથી પ્રાપ્ત કરી શકે એવું નથી. અને જેના વડે પ્રાપ્ત થાય છે એનું સ્વરૂપ સમજાતું નથી.' આ જીવની મુશ્કેલી એ જ છે કે, ‘જેનાથી પ્રાપ્ત થાય છે એનું સ્વરૂપ સમજવું મુશ્કેલ છે. અને જીવની ભુલભુલવણી પણ એ જ છે.’ (પત્રાંક.૨૮૫) આ સ્વરૂપ કોની પાસેથી પ્રાપ્ત થાય? કોની પાસેથી મળે? પરમ કૃપાળુદેવને આ બાબતમાં કોઈ શંકા ન હતી. એમણે આંક ૪૩૬માં એક સરસ મજાનું વાક્ય લખ્યું, ‘જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્મપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને નમસ્કાર કરીએ છીએ.' તીર્થંકર, સર્વજ્ઞ, જિનેશ્વર, અરિહંત, કેવળી, આવી જેની દશા છે એ ‘તીર્થંકરે સ્વસ્વરૂપસ્થ આત્માપણે થઈ,' પહેલાં પોતે આત્માપણે થયા. ‘એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા” એવા આત્માપણે થયા અને પછી વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય, તે રીતે કહેવા માટે ૧૭૮ અપૂર્વ અવસર પ્રયત્ન કર્યો, તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો. શબ્દ છે ‘અત્યંત’, ‘યથાસ્થિત’ જેવો છે તેવો કહ્યો. તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને - આની પાસેથી આત્મા જાણવો છે – ફક્ત આત્મા - સંસાર નથી જાણવો. એટલે આ તીર્થંકર પાસે બીજી કોઈ પ્રકારની અપેક્ષા હોય? વીતરાગ પાસે અપેક્ષા શું? માત્ર આત્મસ્વરૂપને જાણવાની અને પામવાની, આ સિવાયની કોઈ પણ અપેક્ષાને જૈનદર્શનની અંદ૨ પરમાર્થમાર્ગમાં કહી નથી. ‘કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ’. મનમાં જો જરાપણ રોગ હશે તો એણે તીર્થંકર દેવ પાસે ન આવવું. જગતમાં બીજા દેવ ઘણા છે. જે તમારા સંસારી સુખનો સોદો કરી લેશે. કારણ કે તે દેવો હજુ સંસારની ગતિમાં છે. તેઓ પોતાની રિદ્ધિ-સિદ્ધિ-લબ્ધિનો ઉપયોગ કરે છે. રાગદ્વેષ સહિત છે. તેઓને હજુ પોતાના લક્ષવ્ય-ગંતવ્યનું યથાર્થ પ્રકારનું જ્ઞાન થયું નથી, ભાન થયું નથી. પુરુષાર્થ ઉપડ્યો નથી. એવા દેવો પણ જગતમાં છે. માટે અહીંયા તો કેવળ આત્મત્વ પ્રાપ્ત કરવું હોય, કેવળ શુદ્ધ આત્માને જાણવો હોય, કેવળ શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરવી હોય તો જ વીતરાગ દેવને શરણે આવવું. બીજા સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરવાની જેની ભૂમિકા હોય, કે મારે આ જગતમાં અને આ જીવનમાં કંઈ જ જોઈતું નથી. એ જ વીતરાગનું શરણું લે. એ જ વીતરાગના માર્ગમાં રહી શકશે, ટકી શકશે. બાકી બીજા વીતરાગના માર્ગમાં રહેશે પણ માર્ગને પણ પ્રદૂષિત કરી મૂકશે. અહીંયા કોઈ પ્રકારની અપેક્ષાને સ્થાન નથી. આખા સંસારને જેણે સળગાવી નાખવો હોય, પોતાના કુળ, કુટુંબનું ભલું કરવાની વાત નથી, પણ એનું નિકંદન કાઢી નાખવું હોય તેણે વીતરાગના માર્ગમાં આવવું. ‘સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને.’ આ મહત્ પુરુષનો માર્ગ બંધનનો માર્ગ નથી. મુક્તિનો માર્ગ છે. સંસારનાં કોઈ પણ સંગ, પ્રસંગ, કારણ, સંયોગ, સંજોગ એના પ્રત્યે લેશમાત્ર પણ રાગ હોય, આસક્તિભાવ હોય, મોહ હોય એ બંધન છે. અને આ માર્ગ બંધનથી મુક્તિનો માર્ગ છે. અહીં આવીને કોઈ લૌકિક સુખની કામના, એની વાંછા હોવી ન જોઈએ. એ કામના હોય તો અહીંયા પગ દેશો નહીં. સર્વ પ્રકારની અપેક્ષાની ત્યાગ કરીને - આ વીતરાગના માર્ગમાં પ્રવેશ કરવાનો છે. “અમે તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ’ આ ‘અપૂર્વ અવસર'ની વાત કૃપાળુદેવને ઘણી કહેવાની હતી. અને ૧૩૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર કહેવા માટે આ પુરુષે ખૂબ જ પરિશ્રમ લીધો છે. ૧૯ ગાથાઓની અંદર એક એક પગથિયાંને કેટલો ન્યાય આપ્યો છે! સાધક, નિગ્રંથપદની કોઈ પણ પ્રકારનાં મત, માન્યતા, આગ્રહ, આમન્યા, એના કોઈ પણ પ્રકારનાં દ્રવ્ય, લિંગ, ચિન, ભેદ, મતભેદ વિના અનાગ્રહથી એને વશ થયા વિના તટસ્થતાથી સર્વજ્ઞએ યથાસ્થિત જે પ્રકારે રહ્યો છે તે પ્રકારે તેની આરાધના કરે છે. જેમ તીર્થંકરે આત્માને યથાસ્થિત કહ્યો છે એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ ‘અપૂર્વ અવસર’ના પદમાં નિગ્રંથપદના માર્ગને યથાસ્થિત કહ્યો છે. વીતરાગના માર્ગને અત્યંત યથાસ્થિત કહ્યો છે. જે પ્રકારે કહી શકાય તે પ્રકારે કહ્યો છે. સંતબાલજી મહારાજે આ પદ વિશે છેલ્લે પોતાના અભિપ્રાયમાં લખ્યું, વાણી એ પોતાના અંતઃકરણને વ્યક્ત કરવાનું સાધન ખરું, પણ શબ્દ સ્વરૂપ ધર્યા પછી એ પુદ્ગલ હોય એનું સ્વરૂપ પલટાઈ જાય છે. વાત કહેવી છે આખરે આત્માની. કહેવી છે શબ્દમાં. હવે ચેતનની વાતે સ્વરૂપ શબ્દનું ધારણ કર્યું તો પ્રત્યેક પદાર્થ પાછો પરિવર્તનશીલ છે. એટલે ચેતનની વાતે, શબ્દનું સ્વરૂપ ધારણ કર્યું એટલે પાછું પલટાયું. એ પુદ્ગલ હોઈને એનું સ્વરૂપ પલટાઈ જાય છે. એટલે ગમે તેવા પ્રેરક ભાવોથી એ વાણી નીકળી હોય તોય શ્રોતાનો આત્મા એ પ્રેરણા ઝીલી શકે તેટલો તૈયાર ન હોય તો એને એ વાણી સાર્થક થતી નથી. આત્માની પૂરી પ્રેરણાથી, આત્માને નજર સામે રાખીને જ એ વાત નીકળી હોય, ગમે તેટલી જોરથી કીધી હોય તો પણ એનું સ્વરૂપ પલટાય છે. અને શ્રોતા એને ઝીલનાર ન હોય તો? તો કહે છે કે એ વાણી સાર્થક થઈ શકતી નથી. પરમાત્માની વાણી વિદ્યમાન હોવા છતાં આપણને આપણા સ્વરૂપનું ભાન થતું નથી. યોગ્યતાની ખામી છે. વાણીનો દોષ નથી. જે પ્રકારે કાનજી સ્વામીએ કહ્યું. પરમ પવિત્ર પુરુષાર્થ આ વીતરાગ સાધક દશામાં કેવો હોય શકે? તો કહે તેનો ગંભીર આશય સમજવાની પાત્રતા થયે જીવને તેના બધાં પડખાં વિરોધ રહિતપણે સમજાય છે. ત્યાં સુધી એના મનનો વ્યાપાર ચાલ્યા કરે. આત્માનો વ્યાપાર ન ચાલે. જ્ઞાનનો વ્યાપાર નથી. મનનો વ્યાપાર છે એ વિપર્યયનો વ્યાપાર છે. એ સંકલ્પ અને વિકલ્પમાં છે. તર્ક અને કુતર્કમાં છે. વાદ અને વિવાદની ભૂમિકામાં છે. એને સમજવો છે આત્મા જે વાદવિવાદથી પર છે. તર્ક- કુતર્ક અને શબ્દ અને વાણીથી પણ પર છે. હવે જે સ્વરૂપ શબ્દ અને ૧૮૦ અપૂર્વ અવસર વાણીથી પણ પર છે એનું સ્વરૂપ કહેવાય એટલું કીધું. તેની પછી ચર્ચા ન હોય. જે આપણા મગજમાં વાત નથી બેસતી તે અનુભવથી બેસે. પણ સાધના ખૂટે છે. કંઈક સમજણ ખૂટે છે. સમજણ શબ્દથી પણ પર છે. Think beyond words. શબ્દથી પર વિચાર કરવાની શક્તિ કેળવવી જોઈએ. એ આત્માનો સ્વભાવ છે. કૃપાળુદેવે કહ્યું છે, “શુદ્ધ અનન્ય ચિંતન'. આ અનન્ય ચિંતન જોઈશે. કર વિચાર તો પામ, એ વિચાર વાણીના આધાર ઉપર નથી કરવાનો. આત્માના જ્ઞાનબળના આધાર ઉપર વિચાર કરવાનો છે. એ વિચારની પરાકાષ્ઠા છે. It is called contemplation with meditation, વિચાર અને ધ્યાન-નિદિધ્યાસનની અવસ્થામાં, અનુપ્રેક્ષણની પ્રક્રિયાની અંદર જે કરવાની પ્રક્રિયા છે અને વિચાર પ્રક્રિયા કીધી છે. કે જે વિચારનું ફળ - “જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટ નિજજ્ઞાન’. નિજજ્ઞાન પ્રગટાવે એને વિચારણા કીધી છે. “જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.’ તો આવી વાણી ગમે તેટલી પ્રેરણાથી નીકળી હોય પણ આવી પ્રેરણા ઝીલી શકે એવી શ્રોતાની જો પાત્રતા ન હોય તો એ વાણી સાર્થક થતી નથી. ગંભીર આશય સમજવાની પાત્રતા થયે, આપણા જીવનમાં પણ જ્ઞાની પુરુષોની, સર્વજ્ઞની, સત્ પુરુષોની વાણી સમજાય. તેના માટે પાત્રતા જોઈએ. અને આવી પાત્રતા કેળવવા માટે જીવન, ત્યાગ-વૈરાગ્ય આધારિત હોવું જોઈએ. ‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.’ આ.સિ.-(૭). ત્યાગ, વિરાગ જાગ્યા નથી. જીવ હજી સંસારના ભોગ વિલાસની અંદર મદમસ્ત બનીને રાચે માચે છે. એને – એના અંતરને વીતરાગની વાણી સ્પર્શી નહીં શકે. એના ગંભીરભાવો, એના ઊંડા આશયો સમજાશે નહીં. છેટું પડી જાશે. મનુષ્ય થયા, આર્યદેશ મળ્યો, ઉત્તમ કુળ મળ્યું, જૈનધર્મ મળ્યો, વીતરાગ જેવા દેવ મળ્યા, નિગ્રંથ જેવા ગુરુ મળ્યા અને એના હાથે લખેલો બોધ મળ્યો - કીધેલો નહીં – અને છતાં રખડી મરીએ તો છેટું પડી જશે. જો જ્ઞાનીના વચનને ઝીલવા જેટલી પાત્રતા નહીં કેળવીએ, તો વર્ષાના બારે મેઘ વરસે અને છતાં પણ જેનું વાસણ તળિયા વગરનું હોય કે, વાસણ ઊંધું મૂક્યું હોય તો કોરું ધાકળ રહી જાય, ભરાય નહીં. તેમ આપણે પણ પાત્રતા વગર કોરા ધાકળ રહી જાશું. જૈનમાં કેટલા ૧૮૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર બધા મહત્ત્વના આચારો કહ્યાં છે. આચારધર્મ એટલા માટે જ કંડાર્યો છે કે તારે જો દર્શન ધર્મ સમજવો હશે તો આચાર ધર્મનું પાલન કરીશ તો જ દર્શન ધર્મ સમજાશે. આ જીવને તો જ્ઞાનમાં રસ છે. જ્ઞાનની આરાધના કરો. એમ કહે છે પણ પાત્રતા વિના જ્ઞાન ઝીલશે કોણ? ક્યા જીવમાં જ્ઞાન ઝીલાશે? શુદ્ધ આચારોથી જેની પરિણતિ નિર્મળ થઈ હશે તે જ વીતરાગના બોધના ગંભીર આશયોને ઝીલી શકશે. અને પાત્રતા હશે તો જ વાત અવિરોધપણે અને અભેદપણે પકડાશે. વાત કહેવામાં ખંડ-ખંડિત છે પણ સમજાવું તો અખંડપણે જ જોઈશે. વાત કહેવામાં ન નિશ્ચયના ભેદથી કહેવાય પણ સમજવી તો અભેદપણે જ જોઈએ. કૃપાળુદેવે મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને પત્રાંક-૬૪માં વીતરાગના માર્ગ વિષે, પુનર્જન્મ વિષે લખ્યું. આત્માને જડથી જુદો કેવી રીતે પાડવો તે પણ લખ્યું. પત્ર બહુ મોટો લખ્યો. પણ પછી એક વાક્ય ત્રિપાઠીને લખ્યું - આ ત્રિપાઠી જુનાગઢના દીવાન હતા. ગોવર્ધનરામના કાકા, વેદાંતના પ્રખર પંડિત. સ્વામી વિવેકાનંદ એમને ત્યાં ઉતર્યા હતા. અને કૃપાળુદેવનો એમને જુનાગઢમાં સંપર્ક થયો. પછી પત્ર વ્યવહાર થયો. એમને કૃપાળુદેવ લખે છે કે, “આત્માને જે બોધ થયો તે મન યથાર્થ ન જાણી શકે. મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે. વચનનો કથનબોધ પણ કલમ લખી ન શકે.” અમે તમને જે કહીએ છીએ, જે અમે તમને મહાવીરના બોધની બધી વાત કરીએ છીએ તે કહેવા માટે પણ જોઈએ તે પ્રકારનાં શબ્દો ઉપલબ્ધ થતા નથી. શબ્દને પોતાની મર્યાદા છે. ભાવ પૂર્ણ પણે શબ્દમાં આવી શકે નહીં. ભાવોને વ્યક્ત કરવાનું માધ્યમ શબ્દ છે. પણ તે શબ્દનું માધ્યમ સંપૂર્ણ નથી. એટલે આત્માના ભાવોને વ્યક્ત કરવા માટે સામે ભાવવાળો માણસ હોય એ સમજી શકે. એટલે કૃપાળુદેવે લખ્યું, ‘શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે?” એમણે તીર્થંકરની આ વાત પત્ર ૪૩૭માં પણ લખી. ‘પદાર્થ માત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ વક્તવ્ય અને અવક્તવ્ય એવા બે વ્યવહારધર્મવાળા માન્યા છે.’ તીર્થકરે પણ કહ્યું કે પદાર્થ બે ધર્મ વાળા છે. એક ‘વક્તવ્ય’ અને એક ‘અવક્તવ્ય’. ‘વક્તવ્ય” અટલે વ્યક્ત કરી શકાય અને અવક્તવ્ય’ એટલે જે વાણીથી કહી શકાય નહીં. ‘વક્તવ્યપણે જે જીવ ધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થંકર આદિ કહેવા સમર્થ છે.” જેટલું વકતવ્ય વાણીથી કહી શકાય, ૧૮૨ અપૂર્વ અવસર એવું વાણીનું સામર્થ્ય આ જગતના જીવોને વિષે વર્તતું હોય તો તેવા જીવો કોણ છે? તીર્થંકર. અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવધર્મ છે.” અને એ કહેવા માટે તીર્થંકર સમર્થ છે અને સમજવા માટે - જીવના વિશુદ્ધ પરિણામે એ વાત સમજાય. અથવા સપુરુષનો આશ્રય જોઈએ. આ જીવ ધર્મ, આ આત્મ ધર્મ, આ આત્મ સ્વરૂપ એવું અગમ્ય છે કે જે જિનેશ્વરે કહ્યું - જગતમાં કહી શકે એવા અધિકારી એક જ છે. સમોવસરણમાં બિરાજમાન પરમાત્મા - એણે પણ વક્તવ્યપણે કહી શકાય એટલું જ કીધું અને એ પણ જીવના વિશુદ્ધ પરિણામ ન હોય અને સત્ પુરુષનો આશ્રય ન હોય તો ન ઝીલી શકાય. ‘જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન, અવલંબન શ્રી સદ્ગર, સુગમ અને સુખખાણ.” આ જિન પ્રવચનની દુર્ગમ્યતા છે. ભગવાને વાણીથી કહ્યું છે પણ વક્તવ્ય ભાગ જ કહ્યો છે. અવકતવ્ય તો અવક્તવ્ય જ રહે છે. વાણીથી જેટલો કીધો છે એ પણ જીવના વિશુદ્ધ પરિણામ ન હોય તો ઝીલી શકાય નહીં. અને ત્યારે મતિમાન તો થાકી જશે. જેને બુદ્ધિથી, તર્ક અને વાદવિવાદના આધારે પ્રભુને પામવાનો સંકલ્પ કર્યો છે. તે તો રખડી પડશે. એવા તો કંઈક રઝળી રહ્યાં. કંઈક રઝળી રહ્યાં છે અને કંઈક રઝળાવી રહ્યાં છે. આ માર્ગ તો અનુભૂતિની પામવાનો છે. એટલે અહીંયા કહે છે કે “અવલંબન શ્રી સદ્ગર’ સંગુરનું અવલંબન લે. સુગમ અને સુખખાણ. જે દુર્ગમ્ય છે તે સરુના અવલંનથી સુગમ થાય છે. કોના થકી સુગમ થાય છે? કાં તો જીવની વિશુદ્ધિથી અને કાં તો સદ્ગુરુના અવલંબનથી. જગતના સામાન્ય જીવો માટે તો, મારા તમારા જેવા જીવો માટે તો સગરના બોધ સિવાય કોઈ આશરો નથી. બુદ્ધિનો આશરો કરીને આ વીતરાગ દર્શનને પામવાની ચેષ્ટા આપણે ન કરવી. આ બુદ્ધિના આશરે પામી શકાય એવો માર્ગ નથી. અનુભૂતિનો માર્ગ છે. અને અનુભૂતિનું તત્ત્વ, એનો મર્મ એ આપણને સગર પકડાવી શકે છે. આનંદઘનજી આ અવધુત યોગીએ આ સ્વરૂપ પ્રાપ્ત કર્યું અને ઐરાવલીના પર્વતમાં યોગી બનીને વિચરે છે. અને આત્માની મસ્તીની મોજની અંદર એક એક આત્મ ૧૮૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર તત્ત્વના ગુણ ગાય છે. એમાં યશોવિજયજી પાછળ પાછળ જ રહે છે. અને ક્યાંક મળવાનું થયું એટલે પૂછી નાખ્યું “જે આત્માના તમે આટલા આટલા ગુણગાન ગાઓ છો અને જે આત્મા વિશે તમે આટલા પદ લખ્યા એની કંઈક નિશાની તો આપો.” આનંદઘનજીએ એનું પદ લખ્યું. ‘નિશાની કહા બતાવું રે, તેરો આગમ અગોચર રૂપ. અનુભવગોચર વસ્તુકો રે, જાણવો યહી ઇલાજ, કહન સુનન કો કછુ નહીં પ્યારે, આનંદઘન મહારાજ. નિશાની.... નિશાની ક્યાંથી બતાવીએ? અગમ અને અગોચર એવું તારું રૂપ છે. નિશાની શું આપીએ? હે ભાઈ! તને આટલી જિજ્ઞાસા જાગી છે તો એક વાત કહી દઉં અનુભવમાં આવે તે દિ આત્મા પકડજે. પણ કહેવા સાંભળવાથી દૂર રહેજે. આ કહેવા સાંભળવાની વાત નથી. કહેતો'તો ને કહેતી'તી એની આ વાત નથી. સ્વરૂપની વાત આવી સામાન્ય નથી. કૃપાળુદેવે પણ કહ્યું, ‘સદ્ગરના ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ; સમજયા વણ ઉપકાર શો? સમજયે જિનસ્વરૂપ.’ આ.સિ.-(૧૨) સદ્ગર વિના, ગુરુગમ વિના - ગુરુગમ એટલે જ્ઞાનીના, સર્વજ્ઞના બોધનો આશય, ભાવ પકડવાની આપણી જે કાંઈ શક્તિ છે એ ગુરુગમ છે. એના વિના સ્વરૂપ સમજાશે નહીં. આવી દૃષ્ટિ જીવને સાધ્ય થવી જોઈએ. આ દૃષ્ટિ એ આંખનો વિષય નથી. આંખનો વિષય-દૃષ્ટિએ જગતને જોવા માટે છે. પણ આ જે આત્મસ્વરૂપની વાત છે તે આંખનો વિષય નથી. આ વાત ‘બિના નયન’ની છે એમ કૃપાળુદેવે કહ્યું છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત; સેવે સદ્ગર કે ચરણ, સો પાવે સાક્ષા. આ બિના-નયનની વાત છે. અને બિના નયન પાવે નહીં. તારી અંતરદૃષ્ટિ વિના આ વાત સાધ્ય થઈ શકશે નહીં. બહુ સરસ વાત કરી છે. અને છતાં આવું વાણીના સ્વરૂપમાં ૧૯ ગાથામાં કેટલું કહ્યું છે- કેટલી કેટલી વાત કરી? નિગ્રંથપદના ૨૬ તબક્કા આપ્યા. એમાં એક એક પદમાં જિનભાષીના જે શબ્દો છે, એ શબ્દો સિવાય આવા ભાવ વ્યક્ત કરવા માટે બીજા શબ્દો નથી. જેને જૈન ૧૮૪ અપૂર્વ અવસર દર્શનના પારિભાષિક શબ્દો કહેવાય, એવા ૨૬ પારિભાષિક શબ્દોનો પ્રયોગ આ ૧૯ ગાથામાં શ્રીમદ્જીએ કર્યો. આ પહેલી ગાથાથી શબ્દો શરૂ થયા. (૧) નિગ્રંથ (૨) દર્શનમોહ (૩) ચારિત્રમોહ (૪) ત્રિયોગ (૫) પરીષહ (૬) ઉપસર્ગ (૭) વિષય-પાંચ પ્રકારના (૮) પ્રમાદ - પાંચ પ્રકારના (૯) પ્રતિબંધ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ (૧૦) અપ્રતિબદ્ધતા (૧૧) ઉદયાધીન (૧૨) વીતલોભ (૧૩) પુદ્ગલ (૧૪) કાપક શ્રેણી (૧૫) સ્વયંભૂરમણ સમુદ્ર (૧૬) ક્ષીણમોહ ગુણસ્થાનક (૧૭) અપૂર્વકરણ (૧૮) પૂર્ણ વીતરાગ (૧૯) કેવળ જ્ઞાન (૨૦) ઘનઘાતી કર્મ-૪- બે છે આવરણવાળાં, એક રોધ કરવાવાળું, એક વિકળતાવાળું (૨૧) ઘાતી કર્મ - ૪ - વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર (૨૨) કેવળી – સયોગી કેવળી, અયોગી કેવળી (૨૩) અગુરુલઘુ (૨૪) ઉર્ધ્વગમન - ઉર્વાકર્ષણ (૨૫) સાદિ, અનાદિ, અનંત (૨૬) પરમપદ, શુદ્ધ આત્મપદ. આ ૨૬ પદ આત્માના. અને આટલું કીધા પછી હજી જ્ઞાનીને સંતોષ નથી. એ કહે છે આટલું સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. અન્યવાણી તો શું કહે? આ તો તીર્થકરની વાણીનો આધાર લઈને આ સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. બીજી કોઈ વાણી આ સમજાવી શકે એવી કોઈ જીવની સ્થિતિ રહી નથી. કેમ કે જીવનો આ જે ધર્મ છે તે અન્યવાણીથી કહી શકાય એમ નથી. માટે નિચોડરૂપે કહ્યું કે આ અનુભવગોચર છે. આનંદઘનજીએ પણ કહ્યું કે આ અનુભવગોચર છે. અનુભવ વેદ્યા વિના, આત્મસ્વરૂપનો અનુભવ વેદ્યા વિના, આ પદનું સ્વરૂપ પામી શકાય નહીં. એની મહત્તા જાણી શકાય નહીં. એટલે જૈન દર્શનમાં સમ્યફદર્શન જ્યારે થાય છે ત્યારે એ સમકિતી આત્મા, એણે તત્ત્વની પ્રતીતિ કરી, એનું પદ કર્યું? સ્વસંવેદ્ય પદ, જેણે સ્વની સંવેદનાને પકડી લીધી. આત્માની ચેતનાને પકડી લીધી. કોઈ કલ્પના, જલ્પના કે તરંગ નહીં, જગતના જીવો મનથી કે બુદ્ધિથી પકડવા પ્રયત્ન કરે છે. એ કાં તો કલ્પના કે જલ્પનામાં રોકાઈ જાય છે અને કાં તો તરંગમાં ચડી જાય છે. મનથી જે નક્કી કરે છે તે આત્માનું રૂપ અને આકાર વર્ણવે છે. જ્યારે આત્મા તો નિરંજન અને નિરાકાર છે. માટે પરમકૃપાળુ દેવે કહ્યું કે જ્ઞાનીપુરુષની જો કૃપા ન હોય, બોધનો આધાર ન હોય તો ધ્યાન પણ તરંગ થઈ જાય છે. ‘ગમ વિના આગમ નિરર્થક થાય. અને સત્સંગ વિના ધ્યાન ૧૮૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર તે તરંગરૂપ થઈ પડે છે.” ગમ જોઈએ. આશયને પકડવાનો દૃષ્ટિકોણ જોઈએ. અને જીવે અનેકાંત દૃષ્ટિથી એ સમજવું જોઈએ. સ્યાદ્વાદની અપેક્ષાથી સમજવા આંતરદૃષ્ટિ ખુલવી જોઈએ. આનંદઘનજીએ એને ‘દિવ્યનયન’ કહ્યાં છે. આ વાત ચર્મચક્ષુથી નહીં પકડાય. પણ દિવ્ય નયન હોય તો જ પકડાશે. આ દિવ્યનયનને કૃપાળુદેવે કહ્યું છે મનુષ્યપણામાં જાગૃત થતો સદ્ વિવેક. પૂર્ણ વિવેક. એટલે વાતને એકાંતથી ન પકડે. એને મતથી ન પકડે. આગ્રહથી પકડે. પણ વસ્તુને વસ્તરૂપે જાણે. આનંદઘનજીએ કહ્યું છે, અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે, તે વિરલા જગ જોય.” વસ્તુની વસ્તુ રૂપે પ્રરૂપણા કરે એવા તો જગમાં વિરલા પુરુષો છે. એમ વસ્તુને વસ્તુરૂપે સમજે તે પણ વિરલા જ છે. ‘એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.” અપૂર્વ - ૨૧ છેલ્લી ગાથામાં પરમકૃપાળુ દેવ કહે છે કે, “મેં તો ઓગણીસ ગાથામાં પ્રયત્ન કર્યો છે. પણ સર્વજ્ઞની વાણી જે રૂપને પૂર્ણ રીતે કહી શકી નથી તો અન્યવાણીની કોઈ તાકાત નથી. પણ કૃપાળુદેવ કહે છે કે સર્વશે જે પદને પોતાના જ્ઞાનમાં દીઠું છે ને ‘એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં”. મેં તો એવો ધ્યાનયોગ આરંભ્યો છે. એ પદને અમારે પ્રાપ્ત કરવું છે. એ પદ કોઈ કલ્પનાનું પદ નથી. કલ્પનાનું કે તરંગનું પદ નથી. પણ સર્વજ્ઞ પૂર્ણ વીતરાગ પરમાત્માએ જે પદ પોતાના જ્ઞાનમાં દીઠું છે. સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા પછી એ પદ એમને દેખાયું છે. ‘એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં.’ એ પરમપદ મારા ધ્યાનનો વિષય છે. ધ્યાનનાં ઘણાં પ્રકાર છે. પત્રાંક - ૪૧૬માં કૃપાળુદેવ કહે છે, ધ્યાનના ઘણા પ્રકાર છે પણ સર્વથી શ્રેષ્ઠ પ્રકાર તો એ છે કે જે ધ્યાનમાં આત્મા છે.” નિર્વિકલ્પ આત્મસ્વભાવ જ્યારે ધ્યાનનો વિષય બને છે ત્યારે જગતના વિકલ્પો સમાપ્ત થાય છે. આત્માનો વિકલ્પ તો સંકલ્પના રૂપમાં સ્થિત થાય છે. આત્મા કંઈ અદૃશ્ય નથી થઈ જાતો. ૧૮૬ અપૂર્વ અવસર આપણે કહીએ છીએ કે નિર્વિચાર થાય કે નિર્વિકલ્પ થાય ત્યારે ધ્યાન સાચું. પણ એ જગતની અપેક્ષાએ છે. નિર્વિચાર એટલે સંસારના વિચાર નહીં. આત્મ વિચાર. કેવળ આત્મ વિચાર. અને નિર્વિકલ્પ એટલે પોતાના શુદ્ધ સ્વરૂપ વિશે, એક પરમાણુના સ્પર્શ વિનાનો આત્મા, પૂર્ણ જ્ઞાનઘન અને ચૈતન્યધન છે. આ પ્રકારનું આત્માના સ્વરૂપનું નિર્વિકલ્પ ધ્યાન. આ ધ્યાનનો શ્રેષ્ઠ પ્રકાર છે. એમાં બધા વિકલ્પો પણ સમાઈ ગયા છે. મન પણ ત્યાં સમાપ્ત થાય છે. આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાય. અંતિમ પદમાં કૃપાળુદેવે કીધું છે કે જેમ સૂર્યના પ્રકાશમાં એક રેખામાં આવતાં પડછાયો સમાપ્ત થાય એમ સમભાવમાં જીવ આવે તે સમયે પોતાના મનનું સ્વરૂપ પણ જાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય એ ધ્યાનનો શ્રેષ્ઠ પ્રકાર છે. આવું ધ્યાન કરવા માટે જ્ઞાનીઓએ આપણને ધ્યાન યોગ કહ્યો છે. આ જે અષ્ટાંગ યોગ છે એમાં ધારણા, ધ્યાન અને સમાધિ. જેની ધારણા ખોટી એનું ધ્યાન ખોટું અને જેનું ધ્યાન ખોટું એની સમાધિ ખોટી. જેના ધ્યાનમાં સંસારના વિકલ્પો છે એને આવી સાદિ અનંત અનંત સમાધિસુખની પ્રાપ્તિ ન થાય. તરંગો આધારિત ધ્યાનમાં સમાધિનું સુખ પ્રાપ્ત ન થાય. જે આત્માનું સ્વરૂપ શું છે એ જ સમજ્યો નથી, જેની સ્વરૂપ વિશેની ધારણા જ ખોટી છે, જેને જીવાત્માના સ્વરૂપની ધારણા જ ખોટી છે એનું ધ્યાન ખોટું. જેનું ધ્યાન ખોટું એની સમાધિ ખોટી. જીવ યોગનાં પાંચ અંગ સુધી પહોંચ્યો પણ છઠ્ઠામાં અટકી ગયો. તો છ, સાત અને આઠ- આવા શુદ્ધ આત્મતા પ્રાપ્ત પુરુષના સાંનિધ્ય વિના, એનો બોધને પ્રત્યક્ષ અવધાર્યા વિના, આ વાત પકડી શકાશે નહીં. એટલે છેલ્લા ત્રણ અંગથી તો આપણે વંચિત જ રહેશું. પછી ભલેને યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાખ્યાન આ બધું જ કર્યું. એટલે કૃપાળુદેવે કહ્યું, ‘વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો’ આ પાંચ અંગની અંદર એ નિષ્ણાત થયો છે અને ‘જપ ભેદ જપે, તપ ત્યોંહી તપે, ઉરસેંહિ ઉદાસી લઈ સબ પૈ', કેવી કેવી એણે તો સ્થિતિ કરી છે. મનપૌન નિરોધ સ્વબોધ ક્યિો'. આ હઠયોગની અંદર ઉંધે માથે લટકાણો છે. કેટલા વર્ષ સુધી એક પગે ઊભા રહીને તપ કર્યા છે. કાનમાં ઘંટ લગાવીને તપ કર્યા છે. ઉર્ધ્વબાહુથી આતાપના લઈને તપ કર્યા છે. બધું જ કર્યું છે. ભગવાન ૧૮૭ Page #95 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર કહે છે ધારણા હજુ ખોટી છે. પાંચ અંગની અંદર એ પૂર્ણ થયો અને છતાં કહે છે, ‘બિન સદ્ગુરુ કોઈ ન ભેદ લહે.” કંઈક હજુ બાકી છે. ધારણા બદલાવી નાખ. આત્મ સ્વરૂપને લે. આ જ્ઞાની પુરુષને ધારણા સ્પષ્ટ છે. ‘જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં.’ ‘તેહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાનમેં.” એની ધારણા સાચી છે કે સર્વશે જે પદ પોતાના ધ્યાનમાં જોયું છે તે જ મારું આત્મસ્વરૂપ છે. અને એ આત્મસ્વરૂપની ધારણા એની સ્પષ્ટ કેટલી છે તે આગળની ગાથામાં કહ્યું કે ‘એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. પૂર્ણ કલંક અડોલ રહિત સ્વરૂપ જો.’ કૃપાળુદેવે આ તીર્થંકરના જ્ઞાનની ધારણા બરાબર પકડી છે. આપણે જે અઢાર અને ઓગણીસ ગાથા લીધી એ ધારણા છે કે સર્વશે આ પદને કેવી રીતે જોયું છે. એ પદની પ્રાપ્તિનું મેં ધ્યાન કર્યું છે. ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો’ જુઓ આ જ્ઞાનીની નમ્રતા! જુઓ. આની લઘુતા અને દીનતા! આને માન ક્યારેય ન આવે કારણ કે માન પ્રત્યે તો દીનપણાનું માન જો. આ એક લીટી સમજાય તો દીનપણાનું માન સમજાય. ‘ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો’ અમે તો આનું જ ધ્યાન કર્યું છે. પણ અમારું ગજું નથી હો! કઈ ભૂમિકાએ પહોંચેલો પુરુષ ! કેવળ જ્ઞાન લીધું કે લેશે. અગિયારમે થી જે આત્મા લથડ્યો એની દશા જેવી તેવી હોય? જન્મજન્માંતરનો યોગી જેને પોતાના જાતિ સ્મરણ જ્ઞાનમાં ભગવાન મહાવીરનું સાન્નિધ્ય અનુભવગમ્ય થાય, એ પુરુષની દશા જેવી તેવી હશે? આ દશાવાળો પુરુષ કહે છે કે મારું ગજું નથી. ‘ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો’ આ તો મારો મનનો મનોરથ છે. ‘કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ.” એક જ પ્રબળ ઇચ્છા કે એક આત્માર્થ સિવાય, એક પરમપદની પ્રાપ્તિ સિવાય જગતમાં કાંઈ જ જોઈતું નથી. ‘અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.’ આ દશામાં વર્તતો પુરુષ જેણે નાની વયમાં, ચૌદ વર્ષની ઉંમર નથી થઈ ત્યાર પહેલાં લખેલા બોધમાં એ લખે છે, “જે મહાકામ માટે તું જભ્યો છે તે મહાકામનું તું અનુપ્રેક્ષણ કર.” He knows what he has to achieve. He knows for what he has come in this world. એ આ દુનિયામાં શું કામ આવ્યો છે એ હેતુનું એને જાણપણું છે. He wants to convey to us. આ એકવીસમી ગાથામાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આ પદ દ્વારા મારે જગતને શું કહેવું ૧૮૮ અપૂર્વ અવસર છે? This is the message. ‘એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો.’ આ એનો message. આ એની અંતરની સંવેદના. આ એમના અંતઃકરણમાં રહેલી અતૃપ્ત ઝંખના, એમની અભિપ્સા. જગતમાં ઘણાં જ્ઞાનીઓ થયા છે પણ આવા વચનના યોગથી જાતે લખીને ગયા હોય અને પોતાની અંતરંગ દશાનું તાદ્રશ્ય નિરૂપણ કર્યું હોય, આવું ચારિત્ર અલૌકિક, અનુપમ, અજોડ છે. આ જોડ ક્યાંય મળતી નથી. શ્રીમદની ક્યાંય જોડ મળતી નથી. અનન્ય છે. તત્ત્વજ્ઞાનના ગ્રંથો ઘણા લખાયા છે. પણ અંતરંગની વેદનાનું તાદૃશ્ય ચિત્રણ અને પોતાના જ શબ્દોમાં. શુકલ અંતઃકરણથી વહેતી આ વચનોની ધારા અદ્ભુત છે. એક એક શબ્દની અંદર કેવળ આત્માનું સામર્થ્ય જ પ્રગટે છે. વાણી પણ શબ્દના રૂપમાં આત્માથી લુછાઈને આવી છે. આત્માના ચૈતન્ય પ્રદેશનો સ્પર્શ કરીને નીકળેલાં ભાષા વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ જ્યારે મુખથી નીકળે છે અને હાથથી લખાય છે ત્યારે સજીવ બની જાય છે. કૃપાળુદેવની વાણી એ Electrified speech છે. એને વાંચતા ઝણઝણાટી થાય છે. વચનામૃત વાંચતા જો ભક્તિથી, શુક્લ અંતઃકરણથી બેઠા હોઈએ તો આત્મામાં ઝણઝણાટી થાય. Electrified છે. ચેતનામાં ઝણઝણાટી બોલાવી દેશે. અલખને જાગૃત કરે એવી આ વાણી છે. સમર્થ, સભર, જીવંત, ધીતી, ધબકતી એવી આ વાણી છે. એના શબ્દેશબ્દની અંદર, એના પુદ્ગલના અણુએ અણુમાં ચૈતન્યનું યોગબળ ભરેલું છે. યોગબળ યુક્ત આ વાણી છે. ગાંધીજીએ આ ‘અપૂર્વ અવસર'નું પદ સાંભળ્યું - આ પદ આફ્રિકા પહોંચ્યું હતું. અને ગાંધીજીએ એનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. અને પછી ભજનાવલીમાં મૂક્યું હતું - અને એમણે કહ્યું કે, “જે વૈરાગ્ય આમાં ગાયો છે તે વૈરાગ્ય તો, બે વર્ષના અમારા રોજના પ્રસંગમાં, મેં એમનામાં ક્ષણે ક્ષણે નીતરતો જોયો છે.” આવી અવસ્થા! આ જ્ઞાની તો વૈરાગ્યભાવની નીતરતી મૂર્તિ છે. એની વાણીમાંથી આવું સત્ નીકળી રહ્યું છે. એના જીવનમાંથી આવો વૈરાગ્ય અને આવું સત્ નીકળી રહ્યું છે. સાધના અને સિદ્ધદશા, જે એમણે આત્મસિદ્ધિ’માં કીધી છે- એ સાધન દશા અને સિદ્ધદશા શું એ એમણે ‘અપૂર્વ અવસર’માં વીતરાગની વાણીમાં ઢાળી છે. ‘સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ.’ એ વાત સંક્ષેપમાં છે. ૧૮૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર તો હવે વીતરાગની વાણીમાં પર્યાયભાષી શબ્દમાં એ દશા સાંભળવી છે? તો આ ૨૬ પ્રકારના શબ્દ પ્રયોગથી ૧૯ ગાથાઓની અંદર આ સ્વરૂપ શું છે - તે કૃપાળુદેવે અહીંયા મૂક્યું છે. વીતરાગ માર્ગની પરિપાટી એમણે સ્પષ્ટપણે અને વિશુદ્ધતાથી મૂકી છે. અને આ અપૂર્વ અવસર’ની અંદર એમણે જે શબ્દપ્રયોગ કર્યા તે ‘આચારાંગ’ ‘દશવૈકાલિક’ ‘ઠાણાંગ’ ‘સૂત્રકૃતાંગ’ અને ‘ઉત્તરાધ્યયન'ની ગાથાઓ સાથે સામીપ્યમાં છે. એટલું જ નહીં ઉપનિષદના મંત્રો – પણ એમાં છે. રમણલાલ જોષીએ લખ્યું છે કે અપૂર્વ અવસરનું કાવ્ય ભજનાવલીમાં હતું. એટલે મેં એનો અભ્યાસ કર્યો. રમણલાલ જોષી એ મહાન અધ્યાત્મ સાહિત્યકાર છે. ત્યાર પછી એની એક એક લીટી ઉપરથી ચાલતાં મને ખ્યાલ આવ્યો કે એ લીટીમાં ઉપનિષદના એક એક મંત્ર વાક્યો ગુજરાતી ભાષામાં અને જૈન દર્શનની પરિભાષામાં કંડારાયેલાં હોય એમ લાગે છે. એ રીતે એમણે એમનું વિશ્લેષણ કર્યું. ઉમાશંકર જોશી લખે છે કે, આ કાવ્યનું કોઈ વિશ્લેષણ, કે વિવેચન, કે વિવરણ કરી શકવાની અમારી તો કોઈ ગુંજાઈશ નથી, તાકાત નથી. પંડિત સુખલાલજી કહે છેઅહીંયા તો એમણે ગુણશ્રેણીની જે વાત મૂકી છે તે આખી જૈન પ્રક્રિયાના જ્ઞાન સાથે ભાવોનું તાદાભ્યકરણ છે. અને એ સુખલાલજી લખે છે કે જૈન પ્રક્રિયા હોવાથી, ભાવની સર્વ ગમ્યતા આવવી શક્ય જ નથી. આ ભાવ- એની સર્વગમ્યતા પકડાતી નથી. જેણે દર્શન અને ચિંતનના કેટલા ગ્રંથો લખ્યા, જેણે તત્ત્વાર્થસૂત્રના વિવેચનો લખ્યાં, જે જૈન દર્શનની અંદર અધિકૃત વિવેચક, શ્વેતાંબર ગ્રંથ હોય કે દિગમ્બર ગ્રંથ હોય, એમણે આત્મસિદ્ધિ’ વાંચીને લખ્યું કે “ભક્તિભાવથી મારું મસ્તક ઝૂકી પડે છે.” અને “અપૂર્વ અવસર’ વાંચીને કહે છે કે આની અંદર તો ગમ્યતા આવવી પણ મુશ્કેલ થઈ પડે છે. કારણ કે અહીં એમણે તો જૈનની પ્રક્રિયા અને ભાવનું તાદાભ્ય બંનેને ઓતપ્રોત એકરૂપ મૂકી દીધાં છે. કૃપાળુદેવ જેમ કહે છે કે શુષ્કજ્ઞાનથી કંઈ ન થાય અને જડક્રિયાથી કંઈ ન થાય. તો ઉમાસ્વાતિ ભગવાને તત્ત્વાર્થભિગમ સૂત્રમાં કહ્યું ‘જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષ:' એ જ્ઞાન અને તરૂપભાવ એ બંનેનું સંયોજીકરણ એટલે ‘અપૂર્વ અવસર'નું પદ સમજી લેવું. અને જૈન પ્રક્રિયા શું છે? આત્મા ક્રિયા કરતો નથી, એમ નહીં પણ ૧૯૦ અપૂર્વ અવસર આત્મા ક્રિયા કરે છે. શુદ્ધિકરણની ક્રિયા આત્મા જ કરે છે. એ દેખાતી નથી. પરિણામથી પરખાય છે. ભાવના તાદાભ્ય સાથે, મન-વચન-કાયાના યોગ જ્યારે જોડાય ત્યારે સમયે સમયે તેમાં થતી અર્થસંપન્નતા જે છે તેનાથી સમયે સમયે એને અનંતા ચારિત્ર પરિણામ પ્રગટતાં જાય છે. સમયે સમયે અનંતી ગુણશ્રેણી નિર્જરા જ્ઞાનીઓને હોય છે. જ્ઞાનીઓ ક્ષણમાત્રમાં કોટિ કર્મનો ક્ષય કરે છે. આ પ્રક્રિયાને ભાવ તાદાભ્ય કૃપાળુદેવે આપ્યું છે. અહીં દર્શનની વિશુદ્ધિ સાથે શુદ્ધ આત્માનું લક્ષ છે. એટલે કૃપાળુદેવ કહે છે, “અમારું ચિત્ત આત્મા સિવાય ક્ષણ પણ અન્ય ભાવને વિશે પ્રતિબદ્ધતા પામતું નથી.' અહીં તો જ્ઞાન અને પુરુષાર્થની ધારા વહેવડાવી દીધી છે. અને છતાં કહે છે ‘ગજા વગર’. અપેક્ષા એ કહે છે. કાળ – પંચમકાળ છે, કલિયુગ છે, હુંડા અવસર્પિણી, ધીટ કાળ છે. કાળ આજે અનુકૂળ થાય એવો નથી. દેશ કાળ પ્રતિકૂળ છે. અને વીતરાગનો મત લોક પ્રતિકૂળ પડ્યો છે. કૃપાળુદેવ પત્રાંક ૭૦૮માં કહે છે, “વીતરાગનો મત લોક પ્રતિકૂળ થઈ પડ્યો છે. અને દૃષ્ટિરાગનું પ્રબળ સામ્રાજ્ય પ્રવર્તે છે.” દૃષ્ટિરાગ. મહાભયંકર રાગ છે. રાગનું અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ છે. કે જ્યાં સ્વરૂપ ઉપર રાગ નથી પણ કોઈ મત, પંથ, ગુર, કોઈ વ્યક્તિ, એનું મમત્વ એના આધાર ઉપર જ જ્યાં જીવની આખી ધારણા હોય. તત્ત્વો ગમે તેટલા પારમાર્થિક હોય પણ તેનો આધાર જ ખોટો. અને આધાર ખોટો હોવાના કારણે પરિણામ ખોટું. માર્ગની સ્પષ્ટતા એને કદાપિ ન થાય. દૃષ્ટિરાગનું સામ્રાજય પ્રવર્તે છે. કાળની દૃષ્ટિએ કળિયુગ છે. ક્ષેત્રની દૃષ્ટિએ ભરતક્ષેત્ર છે. જ્ઞાનીઓ એ લખ્યું છે કે, જ્યાં આ કાળે કેવળજ્ઞાન વિચ્છેદ થયું છે. એટલે ક્ષેત્રની દૃષ્ટિએ પણ એમને આજે અનુકૂળતા નથી. સંઘયણ અમારાં હીન છે. આ કાળના જગતના જીવોના સંઘયણ તણખલા જેવાં છે. અને આ જ્ઞાનીઓનું વજ જેવું સંઘયણ હતું. આપણા સંઘયણ એવા છે કે હાલતાં કોઈ spare-parts નીકળી જાય તો ખબર ન પડે. એવાં તો આપણાં સાંધા છે. થુંકના સાંધે આખું શરીર ચોંટેલું છે. બાકી વાતમાં માલ કંઈ નથી. બિલોરી કાચ જેવા છીએ. પવનનો ઝકોરો આવે ને તો પણ નંદવાય જઈએ. આયુષ્યનો તો દસ પળનો પણ ભરોસો નથી. પુરુષાર્થ હાથમાં લે, કરવાનું છે તે કરીને ચાલ્યો ૧૯૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર જા, જ્ઞાની પુરુષનું શરણ લે. નિશ્ચયની અંદર આરૂઢ થા. આવો મનુષ્યભવનો યોગ મળ્યો છે તો આત્મામાં સુસ્થિત થા. પછી બીજા ભવમાં ખબર નહીં વિચાર કરવા જેવી પણ પાત્રતા મળશે કે નહીં. આવી પરિપૂર્ણતા માનવદેહની મળી છે. આવી પરિપૂર્ણતામાં પણ પૂર્ણપદનો વિચાર ન કર્યો તો આ દેહને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર છે. સંઘયણ હીન છે, આયુષ્યની અલ્પતા છે. માટે કહે છે કે પુરુષાર્થ તો છે પણ ચારે બાજુના આવા સંજોગોમાં અમે આગળ વધી રહ્યા છીએ. છે મનોરથ પણ ગજા વગરનો છે. એટલે કે Dream. મનની કલ્પના છે. પણ શ્રીમદ રાજચંદ્રજી એ બીજો શબ્દ મૂકી દીધો. ‘તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો.’ ભલે કોઈકને મનોરથ લાગે કે “મોક્ષની વાત આ કાળમાં કરવી નહીં. કળિયુગ છે ખબર નથી? ભરતક્ષેત્ર છે – આ કંઈ મહાવિદેહ ક્ષેત્ર છે? શું આવા કંઈ સંઘયણ છે?” આવાં બધાં વચનો બોલીને જીવના પુરુષાર્થને પામર કરે એવા પંડિતોની ભરમાર વચ્ચે આ પુરુષે શબ્દ કીધો કે આ મનોરથ નથી. નિશ્ચય છે. આ તો જગતના જીવોને લાગે કે મનોરથ છે. જગતના જીવોને લાગે કે આ મનોરથ તો શેખચલ્લીના વિચાર છે. અહીં કાંઈ આત્મા પમાય? મોક્ષ જવાય? પણ કૃપાળુદેવે અહીં ખૂબી પૂર્વક શબ્દ મૂક્યો છે, ‘નિશ્ચય’. ‘તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. પોતાનો નિશ્ચય છે. આ કાવ્ય એક જ એવું છે એમનું જેમાં એમણે ‘રાજચંદ્ર’ શબ્દ મૂક્યો છે. જે પરિપૂર્ણ દેહની અંદર એમણે પૂર્ણ પદની પ્રાપ્તિનું લક્ષ કર્યું એટલું જ નહીં પણ એ પદ લીધું. It is a question of time. The Goal is achieved એટલે કહે છે કે ‘નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો.' રાજચંદ્ર. અહીંયા પોતાનું સ્વરૂપ પણ બતાવે છે અને કહે છે કે આવો રાજમાર્ગની અંદર ચાલનારો જે મુમુક્ષુ છે એના મનનો જો નિશ્ચય હોય તો થાય. બધું જ પ્રતિકૂળ હોય પણ એક વાત જગતમાં વિદ્યમાન હોય તો પણ નિશ્ચયને સાકાર કરી શકાય. અને તે વાત એટલે પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.’ ભલે કાળ બળ પ્રતિકૂળ છે. ક્ષેત્ર પ્રતિકૂળ છે. ભલે અમારું આયુષ્ય અલ્પ હોય અને ભલે અમારું સંઘયણ હીન છે પણ આશરો કોનો લીધો છે? પ્રભુની આજ્ઞા. પ્રભુની આજ્ઞાએ અમે તે જ સ્વરૂપ થાવાનાં. ક્યું સ્વરૂપ? જે પ્રભુનું સ્વરૂપ છે તે. જે સર્વજ્ઞ એના જ્ઞાનમાં દીઠું છે તે જ. ‘તે જ’ શબ્દ મૂક્યો છે. તે ૧૯૨ અપૂર્વ અવસર જ’ સ્વરૂપ બીજું નહીં. આ એક એક શબ્દની કેટલી કિંમત છે? તેનું સામર્થ્ય કેટલું છે તે તો તેનો અર્થ લઈએ ત્યારે જ ખબર પડે. ‘પ્રભઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.’ જેના જીવનમાં “પ્રભુ આજ્ઞા” છે, જે જીવ આજ્ઞામાં છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે સ્વચ્છંદમાં છે એણે કોઈ દિ તરવાની કામના રાખવી નહીં. મુક્ત થવાની ઇચ્છા રાખવી નહીં. સ્વચ્છંદમાં રહેલો જીવ ક્યારેય સંસાર સાગરને પાર કરી શકશે નહીં. પણ પ્રભુ આજ્ઞામાં રહેલો જીવ, આજ નહીં તો કાલે પણ અવશ્યમેવ તે જ સ્થિતિને પ્રાપ્ત કરે. એવી સ્થિતિની અંદર કૃપાળુદેવે છેલ્લી ગાથામાં લખ્યું ‘તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો’. ‘તો પણ’ શબ્દ છે. Inspite of that પ્રકાર છે. આવાન છે. આત્મશ્રદ્ધાનો રણકો છે. ‘તો પણ શબ્દનો અર્થ કે આ બધી વસ્તુ તમને મનોરથરૂપ લાગે ગજા વગરની વાત લાગે, આ આપણું કામ નથી, એમ લાગે છતાં કહે છે, “પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.’ એવું નિશ્ચય બળ વર્તે છે. જીવને ક્યારેય નિશ્ચય આવ્યો નથી. સ્વરૂપની પ્રાપ્તિની નિશ્ચય થયો નથી. નિશ્ચય થયે સ્વરૂપ દૂર નથી. એક તસુ પણ અસમીપ નથી. ‘સત્’ સત્ છે. સરળ છે. સુગમ છે. અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ આ જીવનું દુર્ભાગ્ય એ જ છે કે એણે ક્યારેય જ્ઞાની પુરુષની આજ્ઞાએ પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો નિશ્ચય ક્યું નથી. આ જ સુધી જગતના અભિપ્રાયથી કુછંદે જ ચાલ્યો છે. સ્વચ્છંદ અને કુછંદ બન્ને સાથે જ રહે છે. અને જ્ઞાની પુરુષની સરળતા અને વીતરાગનું આજ્ઞાધીનપણું એણે સ્વીકાર્યું નથી. અને એટલા જ માટે જૈન દર્શનની અંદર બધી જ સાધના થતી હોય અને એ સાધના પરિપૂર્ણતા ઉપર હોય ત્યારે એક જ ભાવ કીધો છે. ‘અરિહંતે શરણં પવઝામિ. સિદ્ધ શરણે પવજામિ. સાહુ શરણે પવઝામિ. કેવલી પન્નતો ધમ્મો શરણં પવઝામિ.’ ગમે તે પ્રકારની પોતાની સ્થિતિ હોય તો પણ એ અરિહંતનું શરણું, એ સિદ્ધનું શરણું, એ સાધુનું શરણું, એ ધર્મનું શરણું કે જે ધર્મ કેવળીએ ગાયો છે, જે ધર્મ સર્વજ્ઞએ ગુંચ્યો છે, એ ધર્મનું શરણું લેવું. કારણ કે જીવને આ સંસારમાં ભવરણને પાર કરવા માટે જો કોઈ આધાર હોય તો તે વીતરાગના માર્ગનો છે. અને તે વીતરાગ પુરુષ માટે એક શબ્દ પ્રયોગ કૃપાળુદેવે કર્યો છે. ‘આપ્તપુરુષ’. આપ્ત ૧૯૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર પુરુષ એટલે વિશ્વાસ કરવા યોગ્ય. આની બહુ ખામી છે. દુનિયામાં માણસ ઘણા છે પણ આપણે જેના ઉપર ભરોસો રાખી શકીએ એવા માણસ કેટલા? જેના ઉપર આપણે We can bank upon, we can depend upon. એવું આશ્રય સ્થાન દુનિયામાં ખરું? કેટલીયે વાત એવી છે કે ઘરનાને પણ કહી શકાતી નથી. અને જીગરજાન દોસ્તને પણ કહી શકાતી નથી. તેમજ સમુદાયમાં પણ કહી શકાતી નથી. આ જીવને ક્યાંય આશરો ખરો? એવો કોઈ આમ પુરુષ, આપ્ત જીવ ખરો? કે જેની પાસેથી માર્ગદર્શન મળે અને એ આપણને છોડાવે? આ ગુરુ અને આ પરમાત્મા એ આપ્ત છે. જે ગુર છે તે પરમાત્મા સમાન જ છે. એવા ગુરુ સિવાય આ જીવને કોઈ બીજો આશરો નથી. ‘તુજ વિના નહીં કોઈ આશરો. સાંભળે કોણ કથન મારું ખરું?” પ્રભુ! તારા વિના મારી વાત કોણ સાંભળશે? જગતના જીવો સાગરપેટા નથી. એને જો વાત કરી હશે તો પચીસ જગાએ પહોંચી જાશે. કોઈ વાતને અંતરમાં સમાવી નહીં શકે. એક વાંદરો હતો. તેણે સાંભળ્યું હતું કે સિંહ તો જંગલનો રાજા કહેવાય. મહા સમર્થ. શક્તિશાળી. આ વાંદરાએ સિંહને જંગલમાં સૂતેલો જોયો. આ તો વાંદરાની જાત. એને અડપલું સૂછ્યું. એટલે એણે પેલા સિંહને તમાચો મારી દીધો. સિંહ તો ઘુરકવા મંડી પડ્યો. ગર્જના કરી. તે સાંભળી વાંદરો થરથર ધ્રુજવા લાગ્યો અને ભાગ્યો. સિંહે છલાંગ મારી. વાંદરો વિચારે કે હવે શું કરવું? ક્યાં જવું? એક છાપું હતું તે ઉઘાડીને બેસી ગયો. સિંહ ત્યાં પહોંચ્યો અને તરાપ મારી. કે છાપું પડી ગયું. સિંહ એને પૂછે છે તેં વાંદરાને જતો જોયો છે? વાંદરો કહે છે, “ક્યો? જેણે તમને તમાચો માર્યો છે જ ને?” સિંહ પૂછે, “ખબર પડી ગઈ બધાને?' તો કહે, ‘હા, છાપામાં આવ્યું છે.” સિંહ શરમિંદો થઈને ચાલ્યો ગયો. આ તો વાંદરાએ ભારે કરી. તમાચો માર્યો એનું દુઃખ તો ભૂલાઈ જાય. પણ આ જગત આખાને ખબર પડી ગઈ એ ભારે થઈ! એનું દુ:ખ ન ભૂલાય. એમ આ જીવ કોઈકને પોતાનું દુઃખ કહેવા જાય. અને સામી વ્યક્તિ બીજા સો જણાને કહી દે. આ જગતના જીવો વાંદરા જેવા છે. એમાં આમ પુરુષનું શરણું શોધવું. આ ખૂબ મુશ્કેલ છે. જ્ઞાની પુરુષ કહે છે કે, “આવ! જ્ઞાનીને શરણે આવ.' જીવ જ્યારે જ્ઞાનીને શરણે આવે ત્યારે એને કોઈ પણ પ્રકારનો સંશય રહેતો નથી. ૧૯૪ અપૂર્વ અવસર કોઈ પણ પ્રકારનો ભેદ રહેતો નથી. કારણ કે એ અભય છે. નમો જિણાણ, જિઅ ભયાણ. આ તો અભયને પામ્યો છે. અભયનો દાતા છે. અને જગતના જીવોને અભય આપે છે. એવા આપ્ત પુરુષ, આપ્ત પુરુષ અને પ્રાપ્ત પુરુષ. શરણું લેવું તો પ્રાપ્ત અને આત પરુષનું લેવું તીર્થંકરને આગમકારોએ આપ્ત પુરુષ કીધાં છે. પરમકૃપાળુદેવ પણ જ્ઞાની પુરુષને આપ્ત પુરુષ કહે છે. આપણે પણ ‘નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.” આ સાંભળીને, પ્રભુ આજ્ઞાને શિરોધાર્ય કરીને, પરમપદ પ્રાપ્તિનો પુરુષાર્થ કરીએ. વીતરાગનો માર્ગ મળ્યો છે, જિનેશ્વરનો માર્ગ મળ્યો છે, જૈનકુળ છે. આર્યદેશ છે. એવા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે. જગતની બધી જ પ્રતિકૂળતા જોવા જતાં આના જેવા અનુકૂળ સંયોગો કયાંય નથી. દુનિયા આખીમાં ક્યાંય કોઈને પોતાના સ્વરૂપની વાત સાંભળવા મળતી નથી. જગતના જીવો મૂંઝાય છે. સમૃદ્ધિના રોગથી પીડાય છે. અજંપો છે. તે સમયે આવો માર્ગ હળવા થવાનો, આવો માર્ગ પવિત્ર થવાનો, આવો માર્ગ કર્મથી નિવૃત્ત થવાનો મળવો દુષ્કર છે. ‘ન ભૂતો ન ભવિષ્યતિ.” વીતરાગ સમો દેવ, રાજચંદ્ર સમી ગુરુ ન ભૂતો ન ભવિષ્યતિ. વીતરાગ મહાવીર જેવો દેવ નહીં મળે. શ્રીમદ્ રાજચંદ્ર જેવો નિગ્રંથ ગુરુ નહીં મળે. જેણે કેવળજ્ઞાન લીધું કે લેશે એવો પુરુષ એણે કહ્યું કે આ અમે ગજા વગરની વાત કરી છે. મેં પણ આ વાત ગજા વગર કીધી છે. ‘આત્મસિદ્ધિ’ના સ્વાધ્યાયમાં આટલો બોજો નહોતો લાગ્યો. પણ આ “અપૂર્વ અવસર'ની ગાથાએ ગાથાએ સખત બોજો લાગ્યો છે. આ વાતને-પ્રભુની વાતને હું કેમ કહી શકીશ? આ શબ્દો! આ પદની આખી રચના! આ ગજા વગર વાત કીધી છે. જિનેશ્વરની આજ્ઞાથી વિરુદ્ધ, કહેવાતા સ્વાધ્યાયની અંદર, મોહવશ, પ્રમાદેવશ, અજ્ઞાનવશ, કંઈક ક્ષતિ થઈ હોય, કંઈક ઊણપ આવી હોય તો એ ભૂલી જજો. અને આ પદની અંદર, શ્રીમદ્ભા વચનની અંદર, શબ્દ શબ્દ જે આત્માનું સામર્થ્ય છે, એ સામર્થ્યના આધારે, એ જયોતના આધારે, એ ચિનગારીના આધારે, આપણે આપણા સામર્થ્યને પ્રગટાવીએ. એ પરમપુરુષને ઓળખીએ. ૧૯૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર અને શ્રીમન્ના બોધબળને જીવનમાં વધારીએ. જેટલું બોધબળ જીવનમાં વધશે એટલો મારો ને તમારો માર્ગ ટૂંકો છે. નિશ્ચય તો આપણે પણ એ જ પરમપદનો કરવો છે. જે શ્રીમદ્ભર્યો છે. જે નિશ્ચય રાજચંદ્રના મનને છે તે જ નિશ્ચય આપણને રહે એમ પ્રભુને વંદન કરતા કહીએ, “હે ભગવાન! તમારું ગજું નહોતું તો અમારું એ ગજું નથી. પણ નિશ્ચયમાં તો અમે ને તમે એક છીએ. તમારો નિશ્ચય પ્રબળ હશે. અમારો પણ પ્રબળ છે. તમને પ્રભુ આજ્ઞાનું શરણું છે. અમને પણ પ્રભુ આજ્ઞાનું જ શરણું છે. ભવોભવ, જન્મોજનમ, અમને આ વીતરાગ પરમાત્માનું અને તેના માર્ગનું શરણ હો જો.” અને જે પદનું સંતો સદા રાત્રિ દિવસ ધ્યાન કરે છે એ જ પદનો નિશ્ચય આપણા જીવનમાં સ્થાપિત કરવા આપણે અંત્ય મંગલની પ્રાર્થના કરીએ. સુખધામ અનંત સુસંત ચહી, દિન-રાત્ર રહે તદધ્યાન મહીં. પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. સપૂરૂષોનું યોગબળ જગત કલ્યાણ હશે. પગકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું યોગબળ 4 મુમુક્ષુ જગતનું કલ્યાણ કરો 196