Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 60
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ અનુભવ પ્રકાશ પોતાને જાણનરૂપે વ્યાપક જાણે તે તો સવિકલ્પ સમ્યકતા. બીજાં જે પોતે પોતાને જ જાણનરૂપે પોતાને જ વ્યાપ્યવ્યાપક જાણ્યા કરે તે નિર્વિકલ્પરૂપ સમ્યકતા છે. વળી જે એક વાર એક જ સમયમાં અને સર્વ સ્વપણે જાણે તથા સર્વ પરને પરપણે જાણે ત્યાં ચારિત્ર પરમ શુદ્ધ છે, તે સમ્યતાને પરમ-સર્વથા-સમ્યતતા કહીએ. તે કેવલદર્શન-જ્ઞાનપર્યાય વિષે હોય છે. બીજાં જે શેયપ્રતિ ઉપયોગ લગાડે, તેને જ જાણે, અન્યને ન જાણે. મિથ્યાત્વનું કે સમ્યગ્દષ્ટિનું શેયપ્રયંજન જ્ઞાન તો એક સરખું છે, પરંતુ ભેદ એટલો જ કે મિથ્યાત્વી જેટલું જાણે તેટલું અયથાર્થરૂપ સાધે અને સમ્યગ્દષ્ટિ તે જ ભાવને જાણે તેટલા બધાને યથાર્થરૂપ સાધે. તેથી તે સમ્યગ્દષ્ટિના ચારિત્રના અશુદ્ધ પરિણામથી બંધ થઈ શકતો નથી. તે ઉપયોગપરિણામોએ બંધ-આશ્રવરૂપ અશુદ્ધ પરિણામની શક્તિને રોકી રાખી છે. તેથી તે નિરાશ્રવ નિર્બધ છે; અને સર્વ એક પોતાને જ પોતે ચિત્તવસ્તુ વ્યાપકવ્યાપ્યતાથી સ્વયમેવ પ્રત્યક્ષ દેખવા-જાણવા લાગે અને તે ચારિત્રપરિણામ નિજ ઉપયોગમય ચિત્તવસ્તુમાં સ્થિરીભૂત શુદ્ધ વીતરાગમગ્નરૂપે પ્રવર્ત; તેને જ ચારિત્ર પરિણામજન્ય નિજાર્થ (નિજાનંદ) થાય છે. એ રીતે સમ્યગ્દષ્ટિનાં દર્શનજ્ઞાનચારિત્રસહિત પરિણામ નિજ ચિત્તવસ્તુને જ વ્યાપ્યવ્યાપકરૂપ દેખતાં, જાણતાં, આચરતાં નિજસ્વાદ લે છે. એ નિજસ્વાદદશાનું નામ સ્વાનુભવ કહીએ છીએ. ૧ સ્વાનુભવ થતાં નિર્વિકલ્પ સમ્યકત્વ ઊપજે છે. (તેને) સ્વાનુભવ કહો, યા કોઈ નિર્વિકલ્પ દશા કહો, વા આત્મસન્મુખ ઉપયોગ કહો, વા ભાવમતિ, ભાવકૃત કહો, વા સ્વસંવેદનભાવ, વસ્તુમગ્નભાવ, વા આચરણ કહો, સ્થિરતા કહો, વિશ્રામ કહો, સ્વસુખ કહો, ઈન્દ્રિયમનાતીત ભાવ, શુદ્ધોપયોગ સ્વરૂપમગ્ન, વા નિશ્ચયભાવ સ્વરસસામ્યભાવ, સમાધિભાવ, વીતરાગભાવ, અદ્વૈતાવલંબીભાવ, ચિત્તનિરોધભાવ, નિજધર્મભાવ, યથાસ્વાદરૂપ ભાવ, એ પ્રમાણે સ્વાનુભવનાં ઘણાં નામ છે, ---------------------- ૧. વસ્તુ વિચારત ધ્યાવર્ત મન પાવૈ વિશ્રામઃ રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકૌ નામ. ૧૭ — — — — — — — — — —— — — — — — — — — -સમયસારનાટક Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96