________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
।। અથ જ્ઞાનાધિકાર:।।
**
જ્ઞાન લોકાલોક સકલ શૈયને જાણે, (કેમ કે) નિશ્ચયથી જેનું જાણવારૂપ સ્વરૂપ છે એવી જ્ઞાનની શક્તિ છે. તે સંસારઅવસ્થામાં અજ્ઞાનરૂપ થઈ છે, તોપણ નિશ્ચયથી નિજશક્તિ જતી નથી. વાદળઘટાના આવરણથી સૂર્યનું તેજ જતું નથી, તેમ જ્ઞાનાવરણથી જ્ઞાન જતું નથી; આવર્યું જાય (પણ) નાશ ન થાય. જ્ઞાન બધાય ગુણોમાં મોટો ગુણ છે. તેમાં અનંત ગુણ પ્રગટ જાણે. જ્ઞાન વિના શેયનું જ્ઞાન ન હોત, જ્ઞેય વિના જાણવા યોગ્ય કાંઈ પણ ન હોત માટે જ્ઞાન પ્રધાન છે, અનંત ગુણાત્મક વસ્તુ તોપણ જ્ઞાનમાત્ર જ છે. આચાર્યે ઘણાં ગ્રંથોમાં આત્માને એવો કહ્યો છે. શાથી ? કે लक्षणप्रसिद्ध्या નક્ષ્મપ્રસિધ્યર્થમ્ ” ( લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે.) જેમ મંદિરને શ્વેત કહેવામાં આવે છે. જો કે મંદિર સ્પર્શ, ૨સ, શ્વેતાદિ, ઘણાં ગુણ ધરે છે, તો પણ દૂરથી શ્વેત ગુણ વડે ભાસે છે, તેથી મુખ્યતાથી શ્વેતમંદિર કહેવામાં આવે છે. પ્રસિદ્ધ લક્ષણ આત્મામાં જ્ઞાન છે, તેથી જ્ઞાનમાત્ર આત્મા કહ્યો. એક એક ગુણની અનંત શક્તિ, અનંત પર્યાય ગુણની, એક અનેક ભેદાદિ સર્વને જાણે. જ્ઞાન વિના વસ્તુ સર્વસ્વ નિર્ણયરૂપ સ્વરૂપને ન જાણે; માટે જ્ઞાન પ્રધાન છે. મતિજ્ઞાનાદિ જ્ઞાનના પર્યાયો છે. તે ક્ષયોપશમજ્ઞાન અંશ શુદ્ધ થયું. ( તેથી ) પર્યાય જ્ઞેયાકાર જ્ઞાનપર્યાયવડે લોકાલોકને જાણે છે. જ્ઞેયનો નાશ થાય છે, પણ જ્ઞાનનો નાશ નથી; માટે જેટલું જ્ઞેય તેટલું જ્ઞાન મેમક, ઉપયોગલક્ષણ જ્ઞાન (છે), જ્ઞેય તેટલું ઉપચારથી જ્ઞાનમાં શેય છે, માટે વસ્તુસ્વરૂપમાં જ્ઞેયના વિનાશથી જ્ઞાનનો વિનાશ નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com