Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૪૦ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
કૃતજ્ઞતાને કારણે બંને છોકરાઓએ નમુચિને ચેતવી દીધા, તેથી તે પોતાના પ્રાણ બચાવવા ભાગી ગયો. અને હસ્તિનાપુરમાં જઈને રાજા સનસ્કુમારનો મંત્રી બન્યો.
ચિત્ત અને સંભૂત નૃત્ય અને સંગીતમાં અત્યંત પ્રવીણ હતા. તેમનું રૂપ અને લાવણ્ય આકર્ષક હતાં. એકવાર વારાણસીમાં થનારા વસંત મહોત્સવમાં બંને ભાઈઓએ ભાગ લીધો. ઉત્સવમાં નૃત્ય તથા ગાયન કળાથી લોકો તેમના પ્રત્યે ખૂબ આકર્ષિત થયા. તેમની કળાને જોઈને લોકો એટલા બધા મુગ્ધ બની ગયા કે સ્પર્શાસ્પર્શનો ભેદ ભૂલી ગયા. આ વાત તે વખતના કટ્ટર બ્રાહ્મણોને બહુ ખટકી. જાતિવાદને ધર્મનું રૂપ દઈને તેઓએ રાજાને ફરિયાદ કરી કે હે રાજનું! આ બંને ચાંડાલપુત્રોએ બ્રાહ્મણના ધર્મને ભ્રષ્ટ કરી નાખ્યો છે. તેમની નૃત્ય અને સંગીતકળા ઉપર મુગ્ધ લોકો સ્પેશ્યાસ્પૃશ્યની મર્યાદાનો ભંગ કરી તેમની સ્વેચ્છાચારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે. રાજાએ બંને ચાંડાલપુત્રોને વારાણસી નગરીની બહાર કાઢી મૂકયા.
વારાણસીમાં એકવાર કૌમુદી મહોત્સવ હતો. આ અવસરે બંને ચાંડાલ પુત્રો વેશ બદલી ઉત્સવમાં આવ્યા. સંગીતના સ્વરો સાંભળતાં જ બંને રહી ન શકયા. તેમના મુખથી પણ સંગીતની સૂરાવલીઓ નીકળવા લાગી. લોકો મંત્રમુગ્ધ બની તેમને વધાઈ દેવા અને પરિચય મેળવવા આવ્યા. વસ્ત્રનું આવરણ હટાવતાં લોકોએ તેમને ઓળખી લીધા. ચુસ્ત જાતિવાદવાળા લોકોએ તેમને માર મારીને શહેરની બહાર કાઢી મૂકયા.આમ અપમાનિત અને તિરસ્કૃત થતાં તેઓને પોતાના જીવન પર ધૃણા થઈ, તેથી આત્મઘાતનો વિચાર કરીને પહાડ પર ચાલ્યા ગયા. પહાડ પરથી કૂદકો મારીને મરી જવાની તૈયારીમાં હતા, ત્યાં જ એક મુનિએ તેમને જોયા અને મુનિએ તેમને સમજાવ્યા – 'આત્મહત્યા કરવી, તે કાયરનું કામ છે. તેનાથી દુઃખના અંતને બદલે વૃદ્ધિ થાય છે. તમારી જેવી નિર્મલ બુદ્ધિવાળી વ્યક્તિઓ માટે આ ઉચિત નથી. જો શારીરિક અને માનસિક બધાં જ દુઃખોથી સદાને માટે દૂર થવા ઈચ્છતા હો, તો મુનિધર્મના શરણે આવો.' બંને પ્રતિબદ્ધ થયા. બંનેએ દીક્ષા આપવા માટે મુનિને પ્રાર્થના કરી. મુનિએ તેમને યોગ્ય સમજી દીક્ષા આપી.
ગુરચરણોમાં રહીને બને એ શાસ્ત્રોનું અધ્યયન કર્યું, ગીતાર્થ બન્યા તથા વિવિધ ઉગ્ર તપશ્ચર્યાઓ કરવા લાગ્યા. તેઓને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં તે એકવાર હસ્તિનાપુર આવ્યા. નગરની બહારના ઉધાનમાં રોકાયા. એકવાર માસખમણનાં પારણા માટે સંભૂત મુનિ નગરમાં ગયા. ભિક્ષા માટે ફરતાં જોઈને ત્યાંના રાજમંત્રી નમુચિ તેમને ઓળખી ગયા. તેણે વિચાર્યું કે આ મુનિ મારો પૂર્વવૃત્તાંત જાણે છે, જો તે આ રહસ્યને ખુલ્લું કરી દેશે, તો મારી મહત્તા પૂર્ણ થઈ જશે. આમ નમુચિ મંત્રીના આદેશથી ઘણા લોકો લાકડી, મુટ્ટીના પ્રહારો કરી સંભૂતિમુનિને નગર બહાર કાઢી મૂકવા લાગ્યા. થોડીવાર સુધી મુનિ ધીરજ ધરી શાંત રહ્યા પરંતુ લોકોની અત્યંત ઉગ્રતા જોતાં, માર ખાતાં ખાતાં ધીરજ ખૂટી ગઈ. ક્રોધને વશ થતાં તેમની તેજોલેશ્યા છૂટી. મોઢામાંથી નીકળતાં ધૂમાડાથી આખું નગર છવાઈ ગયું. જનતા ગભરાઈ ગઈ. ભયભીત લોકોએ પોતાના અપરાધ માટે ક્ષમા માંગી. તેઓ મુનિને શાંત કરવા લાગ્યા. સમાચાર મળતાં ચક્રવર્તી સનકુમાર પણ ત્યાં આવી પહોંચ્યા. પોતાની ભૂલ માટે ચક્રવર્તીએ