Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૧૮ : સજયીય
થયા.
૩૫૫
સર્વાર્થસિદ્ધવિમાનમાં દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને મેઘરથ રાજર્ષિનો જીવ હસ્તિનાપુરનગરના વિશ્વસેન રાજાની અચિરાદેવીની કુક્ષિમાં અવતર્યો. રાણીએ યથા સમયે મૃગલાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. આ પુત્રના ગર્ભમાં આવ્યો, ત્યારે નગરીમાં મહામારી વગેરે ઉપદ્રવો શાંત થઈ ગયા હતા, તેમ વિચારી રાજાએ જન્મમહોત્સવ કરી તેમનું નામ 'શાંતિનાથ' રાખ્યું હતું. યુવાન અવસ્થામાં યશોમતી વગેરે રાજકન્યાઓની સાથે તેમનું પાણિગ્રહણ થયું. જ્યારે તેઓ ૨૫ હજાર વર્ષના થયા ત્યારે રાજા વિશ્વસેને તેમને રાજ્ય સોંપી આત્મકલ્યાણ અર્થે દીક્ષા લીધી. શાંતિનાથ રાજાને રાજ્ય કરતાં ૨૫ હજાર વર્ષ વીત્યાં ત્યારે એકવાર તેમની આયુધશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું. તેમણે ભારતવર્ષના છ ખંડ ઉપર વિજય મેળવ્યો, પછી દેવો અને રાજાઓએ મળીને ૧૨ વર્ષ સુધી ચક્રવર્તીપદનો અભિષેક મહોત્સવ કર્યો. ૨૫ હજાર વર્ષ ચક્રવર્તીરૂપમાં રાજ્ય કર્યું ત્યારે લોકાંતિક દેવોએ આવીને પ્રભુને પ્રાર્થના કરી – સ્વામિન્ ! તીર્થ પ્રવર્તન કરો. પ્રભુએ એક વર્ષ સુધી દાન આપ્યું, પોતાનું રાજ્ય પોતાના પુત્ર 'ચક્રાયુધ' ને સોંપી સહસ્રામ્રવનમાં હજાર રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી. એક વર્ષ પછી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાર પછી ચક્રાયુધ રાજા સહિત બીજા પાંત્રીસ રાજાઓએ દીક્ષા લીધી. આ છત્રીસ મુનિ શાંતિનાથ ભગવાનના ગણધર થયા. દીર્ઘકાળ સુધી પ્રભુએ પૃથ્વી ઉપર વિચરણ કર્યું. દીક્ષા દિવસથી ૨૫ હજાર વર્ષ વ્યતીત થયાં, ત્યારે પ્રભુએ સમ્મેતશિખર પર્વત પર પદાર્પણ કર્યું, ત્યાં ૯૦૦ સાધુઓની સાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસની અનશનની આરાધના કરી આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધપદને પ્રાપ્ત કર્યું.
કુંથુનાથ ચક્રવર્તી તેમજ તીર્થંકર :
३९
इक्खागराय वसभो, कुंथू णाम णरीसरो । विक्खायकित्ती भगवं, पत्तो गइमणुत्तरं ॥ ३९ ॥
=
શબ્દાર્થ ઃફÜાળરાયવસમો – ઈક્ષ્વાકુવંશના રાજાઓમાં શ્રેષ્ઠ, વિવાજિત્તી = વિખ્યાત કીર્તિવાન, મળવું – ભગવાન, થૂ = કુંથુ, ગામ = નામક, ગરીલો – નરેશ્વર.
ભાવાર્થ :- ઈશ્વાકુ વંશના રાજાઓમાં વૃષભસમાન શ્રેષ્ઠ અને ઉજ્જવલ કીર્તિવાન એવા છઠ્ઠા ચક્રવર્તી કુંથુનાથ ભગવાન દીક્ષા અંગીકાર કરીને અનુત્તરગતિ મુક્તિ ને પામ્યા.
વિવેચન :
કુંથુનાથ ભગવાનઃ– પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં આવર્ત વિજયમાં ખડ્ગી નામની નગરીમાં રાજા 'સિંહાવહ' હતા. તેણે સંસારથી વિરક્ત બની શ્રીસંવરાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી, ત્યારપછી ૨૦ સ્થાનકની આરાધનાથી તીર્થંકરનામ કર્મ ઉપાર્જન કર્યું. દીર્ઘકાળ સુધી ચારિત્રનું પાલન કરી અંતે અનશન ગ્રહણ કરી આયુષ્ય પૂર્ણ થતાં તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને હસ્તિનાપુર નગરના રાજા 'સૂર'ની રાણી શ્રીદેવીની કુક્ષિમાં