Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમાપ્તિ કાળમાં વિશ્વદેવ દેવતાવાળું ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. (૨૪) પચીસમા પર્વની સમાપ્તિ કાળમાં પુષ્ય નક્ષત્ર હોય છે. (૨૫) છવ્વીસમા પર્વની સમાપ્તિ કાળમાં ધનિષ્ઠા નક્ષત્ર હોય છે. (૨૬) સત્યાવીસમા પર્વની સમાપ્તિ કાળમાં ભગદેવતા નામના સૂર્યદેવવાળું પૂર્વાફાલ્લુની નક્ષત્ર હોય છે. (૨૭) અઠયાવીસમા પર્વની સમાપ્તિ કાળમાં અજ દેવતાવાળું પૂર્વાભાદ્રપદ નક્ષત્ર હોય છે. (૨૮) ઓગણત્રીસમાં પર્વની સમાપ્તિ કાળમાં અર્યમા નામના સૂર્યદેવવાળું ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હોય છે. (૨૯) ત્રીસમા પર્વની સમાપ્તિ કાળમાં પૂષા નામના સૂર્ય દેવતાવાળું રેવતી નક્ષત્ર હોય છે. (૩૦) એકત્રીસમાં પર્વની સમાપ્તિ કાળમાં રવાતી નક્ષત્ર હોય છે. (૩૧) બત્રીસમા પર્વની સમાપ્તિ કાળમાં અગ્નિદેવતાવાળું કૃત્તિકા નક્ષત્ર હોય છે, (૩૨) તેત્રીસમા પર્વની સમાપ્તિ કાળમાં મિત્ર નામના સૂર્યદેવતાવાળું અનુરાધા નક્ષત્ર હોય છે. (૩૩) ત્રીસમા પર્વની સમપ્તિકાળમાં રોહિણી નક્ષત્ર હોય છે. (૨૪) પાંત્રીસમા પર્વની સમાપ્તિ કાળનાં પૂર્વાષાઢા નક્ષત્ર હોય છે. (૩૫) છત્રીસમા પર્વની સમાપ્તિમાં પુનર્વસુ નક્ષત્ર હોય છે. (૩૬) સાડત્રીસમાં પર્વની સમાપ્તિમાં વિશ્વક અર્થાત્ વિશ્વદેવ દેવતાવાળું ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. (૩૭) આડત્રીસમા પર્વની સમાપ્તિ સમયમાં અહિ દેવતા અર્થાત્ સર્વ દેવતાવાળું અશ્લેષા નક્ષત્ર હોય છે. (૩૮) ઓગણચાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં વસુદેવતાવાળુ ધનિષ્ઠા નક્ષત્ર હોય છે. (૩૯) ચાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં ભગદેવતા નામના સૂર્ય દેવતાવાળું પૂવફાળુની નક્ષત્ર હોય છે. (૪૦) એકતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં અભિવૃદ્ધિ દેવતાવાળું ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર હોય છે. (૪૧) બેંતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં હસ્ત નક્ષત્ર હોય છે (૪૨) તેતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં અશ્વદેવતાવાળું અશ્વિની નક્ષત્ર હોય છે. (૪૩) ચુંમાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં વિશાખા નક્ષત્ર હોય છે. (૪૪) પિસ્તાલીસમા પર્વની સમાપ્તિમાં કૃત્તિકા નક્ષત્ર હોય છે. (૪૫) છેતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં જ્યેષ્ઠા નક્ષત્ર હોય છે. (૪૬) સુડતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં સોમ-ચંદ્રમાં દેવતાવાળું મૃગશિરા નક્ષત્ર હોય છે. (૪૭) અડતાલીસમા પર્વની સમાપ્તિ કાળમાં આયુ અર્થાત્ જળ નામના દેવવાળું પૂર્વાષાઢા નક્ષત્ર હોય છે આયુ એટલે કે આયુષ્યરૂપ જીવન ગમન કાળને આયુ કહેવાય છે. જીવન જલનું નામ કહ્યું પણ છે ઃ જામમૃતં બીજૈ મુવતમ્ વનમ રૂાર:) (૪૮) ઓગણપચાસમા પર્વની સમાપ્તિમાં રવિ નામના દેવતાવાળું પુનર્વસુ નક્ષત્ર હોય છે. (૪૯) પચાસમ પર્વની સમાપ્તિ કાળમા શ્રવણનક્ષત્ર હોય છે. (૫૦) એકાવનમાં પર્વની સમાપ્તિ કાળમાં પિતૃનામના દેવતાવાળું મઘા નક્ષત્ર હોય છે. (૫૧) બાવનમા પર્વની સમાપ્તિ કાળમાં વરૂણ દેવતાવાળું શતભિષા નક્ષત્ર હોય છે. (૫૨) તેપનમાં પર્વની સમાપ્તિ કાળમાં ભગ નામના સૂર્યદેવતાવાળું પૂવફાળુની નક્ષત્ર હોય છે. (૫૩) ચેપનમાં પર્વની સમાપ્તિ કાળમાં અભિવૃદ્ધિ નામના દેવતાવાળુ ઉત્તરાભાદ્રપદા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૧
Go To INDEX