Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રમાણે એક એક માસને છોડીને સમાપ્ત થાય છે. બાકીના માસમાં સમાપ્ત થતી નથી એજ પ્રમાણે તિથિના સંબંધમાં નિયમ કહેલ છે જેમકે પહેલી રૂતુ પ્રતિપદા તિથિએ સમાપ્ત થાય છે. બીજીરૂતુ ત્રીજને દિવસે સમાપ્ત થાય છે. ત્રીજીરૂ, પાંચમે પૂર્ણ થાય છે. જેથી રૂતું સાતમે સમાપ્ત થાય છે. પાંચમી રૂતુ તેમને દિવસે સમાપ્ત થાય છે. ઇટ્ટી રૂતુ અગ્યારમી તિથિએ સમાપ્ત થાય છે. સાતમી રૂતુ તેરશે સમાપ્ત થાય છે. આઠમીરૂતુ અમાસને દિવસે સમાપ્ત થાય છે. આ તમામ રૂતુએ કૃષ્ણપક્ષમાં સમાપ્ત થાય છે. તથા નામથી લઈને તે આઠ રૂતુઓ શુકલપક્ષમાં સમાપ્ત થાય છે. કૃષ્ણપક્ષમાં એકમ ત્રીજ એમ વિષમ તિથિ હોય છે. અને શુકલપક્ષમાં બીજ ચૂથ વિગેરે સમતિથિ હોય છે. જેમકે અહીં નવમી રંતુ શુકલ પક્ષની બીજના દિવસે સમાપ્ત થાય છે. દશમીરૂ, ચોથના દિવસે અગ્યારમીત છઠને દિવસે બારમીરૂ, આઠમના દિવસે તેરમીરૂદશમના દિવસે ચૌદમીરૂતુ બારશના દિવસે સમાપ્ત થાય છે. આ સાતરૂતુઓ શુક્લ પક્ષની રામતિથિમાં સમાપ્ત થાય છે. કૃષ્ણપક્ષ અને શુકલ પક્ષમાં થવાવાળી આ પંદર રૂતુઓ પક્ષના પહેલા અદ્ધભાગમાં આરંભ થાય છે. અને સમાપ્ત પણ યુગના પૂર્વાર્ધ ભાગમાં જ થાય છે. તે પછી ફરીથી પ્રતિપાદિત કરેલ ક્રમથી બાકીની પંદરરૂતુઓ યુગના પાછલા અધ ભાગમાં પ્રારંભિત થાય છે. જે આ પ્રમાણે છે. સોળમીરૂતુ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિએ સમાપ્ત થાય છે. અને સત્તરમી રૂતુ કાતિક વદ ત્રીજના દિવસે, અઢારમી પિષમાસના કૃષ્ણપક્ષની પાંચમે ઓગણીસમી ફાગણમાસના કૃષ્ણપક્ષની સાતમને દિવસે વીસમી આષાઢ માસના કૃષ્ણપક્ષની અગીયારસે બાવીસમી ભાદરવા માસની તેરશના દિવસે તેવીસમી કાર્તિક માસના કૃષ્ણપક્ષની અમાસને દિવસે સમાપ્ત થાય છે. આ રીતે આ સોળમીથી લઈને તેવીસ સુધીની આઠ રૂતુઓ કૃષ્ણપક્ષમાં સમાપ્ત થાય છે. તે સિવાયની બધી જ રૂતુઓ અજવાળીયામાં સમાપ્ત થાય છે. જેમ કે-પોષ સુદ બીજને દિવસે ચાવી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૮૦
Go To INDEX