Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| शत-१: 6देश-७
| १८१ ।
કથન કર્યું છે. વીતરાગ વિજ્ઞાન સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવોનું કથન કરે છે. અંતર્મુહૂર્તની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિય પણ શુભાશુભ આત્મપરિણામોથી આઠ દેવલોક કે સાત નરક સુધી જઈ શકે છે.
ગર્ભસ્થ જીવની સ્થિતિ :| २२ जीवे णं भंते ! गब्भगए समाणे उत्ताणए वा, पासिल्लए वा, अंबखुज्जए वा; अच्छेज्ज वा चिट्ठज्ज वा णिसीएज्ज वा तुयट्टेज्ज वा; माउए सुयमाणीए सुवइ, जागरमाणीए जागरइ, सुहियाए सुहिए भवइ, दुहियाए दुहिए भवइ ?
हंता गोयमा ! जीवे णं गब्भगए समाणे जावदुहियाए दुहिए भवइ। अहेणं पसवणकालसमयसि सीसेण वा, पाएहिं वा आगच्छइ, सम्म आगच्छइ । तिरिय आगच्छइ, विणिहाय आवज्जइ।
वण्णवज्झाणि य से कम्माई बद्धाइं पुट्ठाई णिहत्ताई कडाई पट्टवियाई अभिणिविट्ठाई अभिसमण्णागयाइं उदिण्णाई णो उवसंताई भवंति । तओ भवइ दुरूवे दुवण्णे दुग्गंधे दुरसे दुफासे अणिढे अकंते अप्पिएअसुभे अमणुण्णे अमणामे हीणस्सरे दीणस्सरे अणिट्ठस्सरे अकंतस्सरे अप्पियस्सरे असुभस्सरे अमणुण्णस्सरे अमणामस्सरे अणाएज्जवयणे पच्चायाए या वि भवइ ।
वण्णवज्झाणि य से कम्माई णो बद्धाइं पसत्थं णेयव्वं जाव आदेज्जवयणे पच्चायाए या वि भवइ ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે ગર્ભગત જીવ શું ચત્તો- સૂતેલો હોય, કે પડખાભેર હોય કે કેરીની જેમ કુજ હોય, કે ઊભો હોય, બેઠો હોય, સૂતેલો હોય તથા માતા જ્યારે સૂતી હોય ત્યારે સૂતો હોય, માતા
જ્યારે જાગતી હોય ત્યારે જાગતો હોય, માતાના સુખી થવા પર સુખી થાય છે, માતાના દુઃખી થવા પર हु:पी थाय छ?
ઉત્તર- હા, ગૌતમ! ગર્ભગત જીવની પ્રશ્નગત દરેક સ્થિતિ માતાની સર્વ સ્થિતિ પ્રમાણે હોય છે તેમજ માતા દુઃખિત હોય, ત્યારે તે દુઃખી થાય છે.
તત્પશ્ચાતુ પ્રસવકાલે જો તે ગર્ભગત જીવ મસ્તક દ્વારા અથવા પગ દ્વારા(ગર્ભથી) બહાર આવે તો સમ્યક પ્રકારે આવે છે અને જો તે આડો થઈને બહાર આવે તો મરી જાય છે. ગર્ભમાંથી બહાર આવ્યા પછી તે જીવે જો પૂર્વ ભવમાં અશુભકર્મ બાંધ્યા હોય, સ્પષ્ટ કર્યા હોય, નિધત્ત હોય, કૃત હોય, પ્રસ્થાપિત હોય, અભિનિવિષ્ટ હોય, અભિસમન્વાગત હોય, ઉદીર્ણ હોય, ઉપશાંત ન હોય તો તે જીવ દુષ્ટરૂપ, દુષ્ટવર્ણ, દુર્ગધવાળો, દુષ્ટરસવાળો, દુષ્ટસ્પર્શવાળો, અનિષ્ટ, અકાત્ત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનામ