Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૪૮ |
શ્રી ભગવતી સૂત્ર-૧
पडिणिक्खमित्ता तिदंडकुंडिय- कंचणियकरोडिय-भिसियकेसरियछण्णालय अंकुसय-पवित्तय-गणेत्तिय- हत्थगए, छत्तोवाहणसंजुत्ते, धाउरत्तवत्थपरिहिए सावत्थीए णयरीए मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव कयंगला णयरी, जेणेव छत्तपलासए चेइए, जेणेव समणे भगवं महावीरे, तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- પ્રશ્ન- તે કાલે, તે સમયે શ્રાવસ્તી નગરીમાં જ્યાં ત્રણ માર્ગ, ચાર માર્ગ અને અનેક માર્ગ મળતા હતા, ત્યાં તથા મહાપથોમાં મહાન કોલાહલની સાથે જનતાની ભારે ભીડ યૂહકારે ચાલી રહી હતી, લોકો આ પ્રકારે વાતો કરી રહ્યા હતા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કૃદંગલા નગરીની બહાર છત્રપલાશક નામના ઉદ્યાનમાં પધાર્યા છે વગેરે. પરિષદ ભગવાન મહાવીરને વંદન કરવા માટે નીકળી.
તે સમયે અનેક લોકોના મુખેથી ભગવાન મહાવીરના પદાર્પણની વાત સાંભળીને અને તેને અવધારણ કરીને, તે કાત્યાયનગોત્રીય áદક તાપસના મનમાં આ પ્રકારનો અધ્યવસાય, ચિંતન, અભિલાષા અને સંકલ્પ ઉત્પન્ન થયો કે શ્રમણ ભગવાન મહાવીર કૃતંગલા નગરીની બહાર છત્રપલાશક નામના ઉધાનમાં તપ-સંયમથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરે છે, બિરાજમાન છે, તો હું તેની પાસે જાઉં, તેને વંદન નમસ્કાર કરું. મારા માટે તે જ શ્રેયસ્કર છે કે શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરીને, તેમનો સત્કાર-સન્માન કરીને, કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને જ્ઞાનરૂપ ભગવાન મહાવીર સ્વામીની પર્યાપાસના કરું અને તેમને આ પ્રકારના અર્થો, હેતુઓ, પ્રશ્નો, કારણો અને વ્યાકરણો [વ્યાખ્યાઓ] આદિ પુછું. આ પ્રમાણે વિચાર કર્યો, આ પ્રકારે વિચાર કરીને તે સ્કંદક પરિવ્રાજક, જ્યાં પરિવ્રાજકોનો મઠ હતો, ત્યાં આવ્યા. ત્યાં આવીને ત્રિદંડ, કમંડળ, રૂદ્રાક્ષની માળા [કાંચનિકા], કરોટિકા [એક પ્રકારનું માટીનું વાસણ), આસન, કેસરિકા [વાસણ સાફ કરવાનું કપડું, છન્નાલય–ષટનાલક ત્રિકાષ્ઠિકા, અંકુશક–વૃક્ષો પરથી પાંદડાને ભેગા કરવા માટેનું અંકુશના આકારનું સાધન, અંગૂઠી અને ગણેત્રિકા (કાંડામાં પહેરવાનું ઉપકરણ), છત્ર, પગરખાં–પાદુકાઓ, ઐરિક વગેરે ધાતુઓ વડે રંગેલા વસ્ત્રો આદિ ગ્રહણ કર્યા. આ તાપસના ઉપકરણોને લઈને પરિવ્રાજકોના મઠમાંથી નીકળ્યા; નીકળીને ત્રિદંડ, કંડી, રૂદ્રાક્ષની માળા, કરોટિકા, ભૂશિકા-આસન વિશેષ, કેશરિકા, ત્રિદંડી, અંકુશ, અંગૂઠી અને ગણેત્રિકા વગેરે સર્વ ઉપકરણો લઈને, છત્ર અને પાદુકાથી યુક્ત થઈને તથા ગેરૂ–ભગવા રંગના વસ્ત્ર પહેરીને શ્રાવસ્તી નગરીની મધ્યમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં કૃતંગલા નગરી, જ્યાં છત્રપલાશક ચૈત્ય અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી હતા તે તરફ પ્રસ્થાન કર્યું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શંકાગ્રસ્ત સ્કંદક પરિવ્રાજકે પ્રભુ મહાવીરના પદાર્પણને સાંભળ્યું, ત્યાર પછી તેના અંતરમાં કેવા ભાવો જાગૃત થયા અને તે ભાવોને કેવી રીતે ક્રિયાત્મક રૂપ આપ્યું તે વિષયનું પ્રતિપાદન છે.
પ્રભુ મહાવીરનું આગમન સાંભળીને સ્કંદક પરિવ્રાજકની જે માનસિક સ્થિતિ થઈ તેને પ્રગટ