Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
तारिसिया णं सक्केणं देविदेण देवरण्णा दिव्वा देविड्डी जाव अभिसमण्णागया। जारिसिया णं सक्केण देविंदेण देवरण्णा जाव अभिसमण्णागया, तारिसिया ण अम्हेहि वि जाव अभिसमण्णागया । तं गच्छामो णं सक्कस्स देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवामो, पासामो ताव सक्कस्स देविंदस्स देवरण्णो दिव्वं देविड्डिं जाव अभिसमण्णागयं, पासउ ताव अम्ह वि सक्के देविंदे देवराया दिव्वं देविडि जाव अभिसमण्णागयं । तं जाणामो ताव सक्कस्स देविंदस्स देवरण्णो दिव्वं देविड्डिं जाव अभिसमण्णागयं, जाणउ ताव अम्ह वि सक्के देविंदे, देवराया दिव्वं देविंड्डिं जाव अभिसमण्णागयं । एवं खलु गोयमा ! असुरकुमारा देवा उड्डे उप्पयंति, जाव सोहम्मो कप्पो ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે અસુરકુમાર દેવ સૌધર્મકલ્પ પર્યત ઉપર જાય છે?
ઉત્તર-હે ગૌતમ! અધુનોત્પન્ન-તત્કાલ ઉત્પન્ન થયેલા અથવા ચરમ ભવસ્થ અર્થાત્ ચ્યવનકાલ જેનો નિકટ છે તેવા દેવોને આ પ્રકારનો આધ્યાત્મિક સંકલ્પ આદિ ઉત્પન્ન થાય છે કે, "અમને આ દિવ્ય દેવદ્ધિ મળી છે. પ્રાપ્ત થઈ છે અને સમ્મુખ થઈ છે. જેવી દિવ્ય દેવઋદ્ધિ આદિ અમને મળી છે. પ્રાપ્ત થઈ છે, સમ્મુખ થઈ છે, તેવી જ દિવ્ય દેવઋદ્ધિ દેવેન્દ્ર દેવરાજ શક્રને પણ મળી છે, પ્રાપ્ત થઈ છે, સમ્મુખ થઈ છે. જેવી દિવ્ય દેવઋદ્ધિ દેવેન્દ્ર દેવરાજ શક્રને મળી છે. પ્રાપ્ત થઈ છે, સમ્મુખ થઈ છે, તેવી જ દિવ્ય દેવઋદ્ધિ અમને મળી છે, પ્રાપ્ત થઈ છે, સમ્મુખ થઈ છે, તો અમે જઈએ અને દેવેન્દ્ર દેવરાજ શક્રની સામે પ્રગટ થઈએ. દેવેન્દ્ર દેવરાજ શક્ર દ્વારા પ્રાપ્ત તે દિવ્ય દેવઋદ્ધિને અમે જોઈએ અને દેવેન્દ્ર દેવરાજ શક્ર પણ અમારા દ્વારા પ્રાપ્ત દિવ્ય દેવઋદ્ધિને જુએ.દેવેન્દ્ર દેવરાજ શક્ર દ્વારા પ્રાપ્ત દિવ્ય દેવઋદ્ધિને આપણે જાણીએ અને આપણા દ્વારા પ્રાપ્ત દિવ્ય દેવઋદ્ધિને દેવેન્દ્ર દેવરાજ શક્ર જાણે. હે ગૌતમ ! આ કારણથી અસુરકુમાર દેવ સૌધર્મકલ્પ સુધી ઉપર જાય છે.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, એમ કહી ગૌતમ સ્વામી આત્મભાવમાં વિચરવા લાગ્યા. વિવેચન :
અસુરકુમાર દેવના સૌધર્મકલ્પ પર્વતના ઉર્ધ્વગમનના બે કારણો છે. (૧) ભવપ્રત્યય વૈરાનુબંધ અર્થાત્ જન્મજાત વૈરના કારણે જાય છે. જેનું વિસ્તૃત નિરૂપણ આ ઉદ્દેશકમાં કર્યું છે (૨) શક્રેન્દ્રની દિવ્યઋદ્ધિ જોવા અને જાણવા તેમ જ પોતાની ઋદ્ધિ બતાવવા અને જણાવવા અસુરકુમાર દેવ સૌધર્મકલ્પ પર્યત જાય છે. પ્રસ્તુત સૂત્રમાં ઉર્ધ્વગમન કરતા દેવના પણ બે પ્રકાર કહ્યા છે (૧) અધુનોપપત્રક–તત્કાલ ઉત્પન્ન થયેલા (૨) ચરમ ભવસ્થ–ચ્યવન કાલ જેનો નિકટ છે તેવા.
છે શતક ૩/ર સંપૂર્ણ છે.