Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક ભેદ), કેક્ષક (કોદરાનો જ એક ભેદ), શણ, સરસવ અને મૂળાનાં ખીને કેઈ કે ઠારમાં ભરી રાખવામાં આવેલ હોય, અથવા પલ્યાગુપ્ત હાયવાંસની ચટ્ટાઈઓમાંથી બનાવેલા પટારામાં ભરીને સુરક્ષિત રાખવામાં આવેલ હાય, મંચાગુમ હેય-થાંભલાઓને આધારે ઊલા કરેલા કેઈ ઊંચા માંચડા પર સંગ્રહ કરવામાં આવેલ હોય, અવલિત હાય-કઈ કેઠી આદિમાં ભરીને તેના ઢાંકણાને છાણ, માટી ખાદિ વડે લીપીને બંધ કરવામાં આવેલ હોયસામાન્ય રૂપે ઢાંકીને રાખેલ હોય, મુદ્રિત હોય, માટી આદિ વડે લીપી લઈને કેઈ પાત્ર વિશેષમાં બંધ કરીને રાખેલ હોય, અને લાંછિત હોયલાખ આદિ વડે સલમહોર કરીને કઈ પણ પાત્ર વિશેષમાં ભરી રાખ્યા હોય, તે તે બીજેમાં કેટલા કાળ સુધી બીજોત્પાદન શક્તિ રહે છે? એટલે કે કેટલા વર્ષ સુધી તેમની નિને વિચ્છક થતો નથી?
ઉત્તર-હે ગૌતમ! ઓછામાં ઓછા એક અતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે સાત વર્ષ સુધી તેમની નિ રહે છે, અર્થાત્ ઉત્પાદન શક્તિ બની રહે છે. ત્યાર બાદ તેમની નિ પ્લાન થઈ જાય છે, વર્ણાદિથી વિહીન થઈ જાય છે, (ચાત્ત) અને આખરે તે બીજની અંકુરોપાદન શક્તિને વિનાશ થઈ જાય છે, અહી' “યાવત્ ” પદ દ્વારા નીચે સૂત્રપાઠ ગ્રહણ કરવાનો છે-“તત્ત: શનિઃ વિધ્ધ ત્યાર બાદ ચેનિન વિનાશ થવા માંડે છે. “તાઃ vi વન અન્ન મતતિ ' ત્યાર બાદ વાવવામાં આવે તો પણ તે બીજ અં ત્પાદન કરી શકતું નથી. આ કથનને ભાવાર્થ એ છે કે ઉપર્યુક્ત અળસી આદિ ધાન્યમાં વધારેમાં વધારે સાત વર્ષ સુધી એકત્પાદન શક્તિ રહે છે. ત્યાર બાદ તે તે અચિત્ત જ બની જાય છે. એ સૂ. ૩૩
બાદર–અકાયિક આદિક કા સ્થિતિકાલકા નિરૂપણ
સૂત્રકાર હવેના સૂત્રમાં પણ કેટલાક જીવવિશેષની સ્થિતિ પ્રરૂપણ કરે છે.–“વાર ના રૂચા રોજ સવાર સત્તારૂં” ઈત્યાદિ-(સૂ ૩૪)
બાદર અપકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની કહી છે. ત્રીજી વાલુકાપ્રભા નામની નરકપૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમની કહી છે. ચોથી પંકપ્રભા નામની જઘન્ય સાત સાગરોપમની કહી છે. આ સૂત્રની વ્યાખ્યા સુગમ છે.
બાદર અપૂકાયિક જીની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની કહી છે. સૂક્ષમ અપૂકાયિક જીની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટસ્થિતિ, બને અન્તર્મુહૂર્ત જ કહી છે. વાલુકાપ્રભાના નારકેની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની કહી છે અને પંકપ્રભાના નારકની ઉત્કૃષ્ટ રિથતિ ૧૦ સાગરોપમની કહી છે. તે સૂ. ૩૪
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૪
૨ ૭૪