Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંયમથી વિપરીત એવા અસંયમનું, તેમના ભેદ રૂપ આરભાદિનું અને આરંભથી વિપરીત એવાં અનારંભાદિકનું નિરૂપણ કરે છે
મન્નવિ સંમે વનઈત્યાદિ—(સૂ ૩૨)
સાવઘયોગથી નિવૃત થવું તેનું નામ સંયમ છે તે સંયમના નીચે પ્રમાણે સાત પ્રકાર છે-(૧) પૃથ્વીકાયિક (૨) અપ્રકાયિક, (૩) વાયુકાયિક, (૪) તેજકાયિક અને (૫) વનસ્પતિકાયિકસંયમ. અહી પૃથ્વીકાલિક આદિના સંઘટન, પરિતાપન અને ઉપદ્રાવણથી વિરમવા રૂપ આ સંયમ સમજવો. એકેન્દ્રિય જીવોની અપેક્ષાએ સંયમના પાંચ ભેદ પડે છે (૬) ત્રસકાવિક સંયમ- દ્વીન્દ્રિયોથી લઈને પંચેન્દ્રિય પર્યંતના ત્રસકાયિક કહે છે. (૭) અવકાય સંયમ-વા પ્રાત્રાદિક જે વસ્તુઓ છે તેને અજીતકાય કહે છે. તેમને યતના પૂર્વક ગ્રહણ કરવી અને મૂકવી તથા યતના પૂર્વક તેમનો ઉપભેગ કરે તેનું નામ અજવ. કામ સંયમ છે.
અસંયમ-પૃથ્વીકાય આદિ નું સંઘઠ્ઠન કરવું, પક્તિાપન કરવું અને ઉપદ્રવણ કરવું તેનું નામ અસંયમ છે. તે અસંયમને પણ પૃથ્વીકાયિક અસં. થમ આદિ સાત ભેદ કહ્યા છે. એ જ પ્રમાણે અનારંભના પણ પૃથ્વીકાયિક અનારંભ આદિ સાત ભેદ પડે છે.
તથા હિંસાવિષયક સંકલ્પરૂપ સંરંભના પણ પૃથ્વીકાયિક સરંભ આદિ સાત ભેદ કહ્યા છે. અસંરંભના પણ પૃથ્વીકાયિક અસંરંભ આદિ સાત ભેદ કહ્યા છે. સમારંભન (પરિતાપ)ના પણ પૃથ્વીકાયિક સમારંભ આદિ સાત ભેદ કહ્યા છે. એ જ પ્રમાણે અસમારંભના પગ પૃથ્વીકાલિક અસમારંભ આદિ સાત ભેદ કહ્યા છે, આરંભાદિકના ઉપદ્રાવણ આદિ રૂપ અથે અન્યત્ર પણ પ્રકટ કરવામાં આવેલ છે, જે નીચે પ્રમાણે છે.
“જાઓ ૩ો '' ઇત્યાદિ
એકેન્દ્રિયદિક જીવનું ઉપદ્રાવણ કરવું તેનું નામ આરંભ છે. તેમને સંતાપયુક્ત કરવા તેનું નામ સમારંભ છે, તથા તેમને કષ્ટ આદિ પહોંચાડવાને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૭૨