Book Title: Aagamna prakhar vyaakhyataao
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 12
________________ (૩) સંઘદાસગણિ— વિક્રમની ચોથી-પાંચમી સદીમાં થયેલા સંઘદાસ ગણિ મહત્તર નિશીથ' આદિ છેદસૂત્રોના ભાષ્યકાર રૂપે ઉલ્લેખ પામેલ જોવા મળેલ છે. આગમના ભાષ્ય સાહિત્યના પ્રખર વ્યાખ્યાતા એવા આ શ્રમણે “વસુદેવહીંડી' જેવા ઐતિહાસિક ગ્રંથની રચના પણ કરી છે. તેઓ સાતમી સદીમાં થયા. (૪) જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ - વીર સંવત ૧૦૨૫માં દીક્ષિત થયેલા આ યુગપ્રધાન આચાર્યએ વિશેષાવશ્યક ભાષ્ય' તથા તેના પર અપૂર્ણ ટીકા? રચેલી. જિતકલ્પ સૂત્રની રચના પણ ભાષ્ય સહિત તેમની કરેલી છે. આગમના આ પ્રખ્યાત વ્યાખ્યાતાએ “બૃહત્સંગ્રહણી', બ્રહક્ષેત્રસમાસ આદિ ગ્રંથોની પણ રચના કરેલી. તેઓ સાતમી સદીમાં થયા. તેમનો કાળ સંઘદાસ ગણિ પછીનો છે. (૫) અજ્ઞાત' ભાષ્યકાર- આવશ્યકસૂત્ર નિયુક્તિમાં આવતી ભાગ-ગાથા દશવૈકાલિક સૂત્ર સાથે સંબંધિત ભાષ્ય-ગાથા એ જ રીતે ઓઘનિર્યુક્તિ અને પિંડનિર્યુક્તિ સાથે આવતી ભાષ્ય ગાથાઓ ઇત્યાદિ ભાષ્યોના ભાષ્યકર્તા કોણ છે ? તે માહિતીની પ્રાપ્તિ થઇ શકી નથી. (૬) જિનદાસગણિ મહત્તર- ચૂણિ સાહિત્યના પ્રદાતા એવા આ મહાન શ્રમણ, આચાર્ય પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. વિ.સં. ૭૩૩ અને તેની આસપાસના સમયગાળામાં તેઓએ ચૂણિ સાહિત્યની “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [12] મુનિ દીપરત્નસાગર

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28