Book Title: Aagamna prakhar vyaakhyataao
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ તેઓએ ખંડનમંડનના કેટલાક ગ્રંથો રચી તે-તે મતોનું નિરસન કરેલું. તેઓ અજોડ શાસનરાગી હતા. તેઓએ કલ્પસૂત્ર પર ‘કલ્પ કિરણાવલિ નામે ટીકા રચેલી. તે ઉપરાંત, સંવત ૧૬૩૯માં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા રચેલી. (૫૫) મહોપાધ્યાય વિનયવિજયજી ગણિ- સત્તરમી સદીમાં થયેલા આ વિદ્વાન શ્રમણે અનેક ગ્રંથોની રચના કરેલી. તેમાં સંવત ૧૬૯૬માં કલ્પસૂત્રની સુબોધિકા ટીકાની રચના કરી. (૫૬) ઉપાધ્યાય શ્રુતસાગરગણિ- મહોપાધ્યાય ધર્મસાગર ગણિના શિષ્ય હતા. તેમણે સંવત ૧૬૮૩માં ચઉશરણપયન્નાની ટીકા રચેલી. ==================================== આગમના ઉક્ત પ્રખર વ્યાખ્યાતા સિવાય પણ કેટલાંક નામો પ્રવચન કિરણાવલિમાં જોવા મળેલ છે. પણ તે સિવાયની વિશેષ માહિતી અમે મેળવી શક્યા નથી, તે આ પ્રમાણે છે – * જિનહિંસસૂરિ રચિત આચારાંગસૂત્ર-દીપિકા' ** અજિતદેવસૂરિ રચિત આચારાંગસૂત્ર-દીપિકા' ** લક્ષ્મીકલ્લોલસાધુ રચિત આચારાંગ અવચૂરિ, ** સૂત્રકૃતાંગ' પર હર્ષકુલગણિ' તથા ઉપાધ્યાય સાધુરંગની રચેલ દીપિકા, ** “ઠાણાંગસૂત્ર પર નગષિગણિની રચિત દીપિકા તથા હર્ષનંદ અને સુમતિ કલ્લોલ રચિત ટીકાઓ. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [27] મુનિ દીપરત્નસાગર

Loading...

Page Navigation
1 ... 25 26 27 28