________________
ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા પ.પૂ. આ. દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરિવરજી મહારાજાના વરદ હસ્તે આ મહાપ્રાસાદ માં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતની અંજનશલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. લગભગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું આ જિનાલય પદ્મ સરોવરની સ્મૃતિ કરાવે છે. પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોના એક સાથે દર્શન, પૂજન અને યાત્રાનો લાભ યાત્રાળુઓને મળી શકે છે. ૧૧૬ દેવકુલિકાઓના ૧૦૮ શિખરોથી અને ૮ સામરણોથી આ તીર્થ સુશોભિત છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉંચા શિખરો ધરાવતાં ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું, અને સૌથી ઊંચું ૭૨ ફૂટનું છે. આ જિનાલયનો પ્રવેશદ્વાર ભવ્ય છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ - જિનાલયની ફરતી ભમતીમાં ચોરાણુંમી દેવકુલિકામાં શ્રી કેસરિયા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજમાન છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ પ્રતિમાજી પદ્માસનસ્થ, શ્યામ પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે.
આ પ્રતિમાજી સપ્તફણાથી અલંકૃત છે. પ્રતિમાજીના પાછળના ભાગમાં ડુંગરોની શ્રેણી બતાવાઈ છે.
શ્રી પાર્શ્વ સ્તવન
આશા પૂરે પ્રભુ પાસજી, તોડે ભવ પાસ, વાયામાતા જનમીયા, અહીં લાંછન જાસ....૧ અશ્વસેન સુત સુખ કરૂં, નવ હાથની કાય, કાશી દેશ વારાણસી, પુન્ય પ્રભુજી પાય....૨ એકસો વરસનું આયખું પાડી પાર્શ્વકુમાર, પદ્મ કહે મુગતે ગયા, નમતા સુખ નિરધાર....૩
શ્રી સરિયા પાર્શ્વનાથ