________________
વૃષ્ટિ કરવા લાગ્યા.
વૈશાખ માસની શુકલ તૃતીયાના દિવસે આપેલું તે દાન અક્ષય થયું, તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી અદ્યાપિ સુધી પ્રવર્તે છે.
ફાગણ વદ અગિયારસનો દિવસ.
ઉત્તરષાઢા નક્ષત્રનાં યોગમાં પ્રાતઃકાળે ઋષભદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ સમયે સર્વ દેવોએ મળીને શકટાનન ઉદ્યાનમાં સમવસરણ રચ્યું. એટલે પ્રભુ “નમો હિન્દુસ્સ’ એમ કહીને સિંહાસન પર બિરાજ્યા ત્યાં બાર પર્ષદા દેશના શ્રવણ કરવાને બેઠી.
મહારાજા ભરત અને માતા મરુદેવા વગેરે સૌને આ સમાચાર સાંભળવા મળ્યા અને રાજા ભરતે માતા મરુદેવાને હાથીની અંબાડી પર બેસાડ્યાં. ભરતરાજા પણ હાથીની અંબાડી પર માતાની સાથે બેસી ગયો, [ આ સમયે આખું નગર ઉત્સાહ આનંદના રસસાગરમાં ડૂબીને સૌ ઉદ્યાન ભણી પ્રભુના દર્શનાર્થે જઈ રહ્યાં હતાં.
માર્ગમાં હાથીની અંબાડી પર બિરાજેલા માતા મરુદેવા ભરતને કહેતા હતા કે મારો ઋષભ દેખાય એટલે જણાવજે.
પરંતુ ઉદ્યાન તો હજુ દૂર હતું.
ત્યાં માતા મરુદેવાએ અત્યંત હર્ષપૂર્વક કહ્યું : “ભરત, જો સામે મારો ઋષભ દેખાય છે. વટવૃક્ષના મૂળમાં દેખાય છે ! એની ચારે તરફ પ્રકાશનું કેવું વર્તુળ છે...! હું કંઈ મારા ઋષભને થોડી ભૂલી જાઉં...!
“માતાજી, અમે હજુ પ્રભુને જોઈ શકતા નથી ત્યાં તો તમે જોઈ લીધા કે શું?’ ભરતદેવે કહ્યું.
“ભરત, આંખોમાં તો અજવાળાં થઈ રહ્યાં છે. આ તો મારા ઋષભનો ચમત્કાર છે. એક શાસનનો ત્યાગ કર્યો તો તેણે એનાથી ભારે શાસન જમાવ્યું. એને જોઈને બધા કેવા આનંદિત બની ગયા છે. ભરત, આ પ્રેમશાસનની પાસે તારું આ શાસન મને સાવ નિર્માલ્ય લાગે છે.” માતા મરુ દેવા ભાવવિભોર બની ઊઠ્યા હતા.
શ્રી ચક્રેશ્વરી દેવી
૨૮૧