Book Title: 108 Parshwanath Tirth Samput Part 03
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 296
________________ વગેરે જે પદ્માવતી રચિત આધારિત રચનાઓ છે. - શ્રી ધીરજલાલ ટોકરશી શાહે “તંત્રોનું તારણ' નામના પુસ્તકમાં મંત્ર, તંત્ર અંગેની અનેક કૃતિઓની સૂચિ આપતાં નોંધ્યું છે કે પદ્માવતી દેવી અંગેની ૧૪૮ રચનાઓ છે, જેવી કે રક્ત પદ્માવતી કલ્પ, રક્ત પદ્માવતી બૃહદ પૂજન વિધિ, રક્ત પદ્માવતી, હંસ પદ્માવતી, સરસ્વતી પદ્માવતી, શબરી પદ્માવતી, કામેશ્વરી પદ્માવતી, યંત્ર સાધના, પદ્માવતી દીપાવતાર, ભૈરવી પદ્માવતી મંત્ર સાધના, ત્રિપુરા પદ્માવતી મંત્ર સાધના, નિત્ય પદ્માવતી મંત્ર સાધના, પદ્માવતી કજ્જલાવતાર, મહામોહિની પદ્માવતી વિદ્યા, પુત્રકર પદ્માવતી મંત્ર, પદ્માવતી સ્તોત્ર કલ્પ, પદ્માવતી મંત્ર સાધના, પદ્માવતી કલ્પલત્તા, પદ્માવતી મંત્ર કલ્પ વગેરે. પ્રસંગ કથા. શ્રી જિનસિંહસૂરિજી અને શ્રી જિનપ્રભસૂરિજીને શાસન રક્ષામાં માતા પદ્માવતી દેવી સહાયક બન્યા હતા તે પ્રસંગ અત્રે પ્રસ્તુત છે. સુલતાન મહમ્મદ તઘલખના શાસનકાળમાં ઈતિહાસ સાક્ષી પૂરે છે કે ભારતીય મંદિરોનો નાશ કરવામાં વિધર્મીઓએ જરાય કચાશ રાખી નહોતી. એકવાર દિલ્હીમાં ખરચરગચ્છાચાર્ય શ્રી જિનસિંહસૂરિજીને મુખકમળ માંથી મોક્ષ પ્રાપ્તિના સાધનરૂપ જિનાલય બંધાવવાની પુનીત વાણીનું શ્રવણ કરવાથી જિનાલય નિર્માણનું કાર્ય શરૂ થયું. પરંતુ કટ્ટર વિધર્મીઓના આક્રમણથી બચવા અંગે કોઈ વ્યવસ્થા વિચારાઈ નહિ. તેને પરિણામે પાછળથી પ્રશ્ન ઊઠ્યો કે અસુરક્ષિત જિનાલય બંધાવવાથી શો લાભ? ત્યારે આચાર્યશ્રીએ જિનાલયના રક્ષણ અર્થે આહ્વાન કર્યું કે, “હું મહાદેવી પદ્માવતી દેવીની આરાધના કરી, તેમને સાક્ષાત કરીને, આ સંઘની ભીતિને નિર્મૂળ કરીશ. પદ્માવતી માટેના અનુષ્ઠાનમાં જરૂરી છે. પદ્મિની સ્ત્રી દ્વારા પીરસાતું ભોજન તથા તેનું દિવસ-રાત સાંનિધ્ય. આ એટલા માટે કે પદ્માવતીની ઉપાસના માટે કઠોર માનસિક સંયમ અને એકાગ્રતાપૂર્વકનું ધ્યાન અત્યંત જરૂરી છે. શ્રી પદ્માવતી દેવી ૨૭૪

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322