________________
ભલે અહીં રહેતા. આવતી કાલે મંગળવાર છે તથા બુધવારે ફેક્ટરી બંધ રહેશે.
159
આમ અશ્વિનભાઈએ દામિનીની ઈચ્છાનો સત્કાર કરીને શંખેશ્વર જવાનો કાર્યક્રમ ગોઠવી નાંખ્યો. અશ્વિનભાઈએ તે દિવસે ફેક્ટરીના અગત્યના કાર્યો પૂરાં કર્યા.
અને બીજે દિવસે ગાડી લઈને વડોદરાથી શંખેશ્વર જવા નીકળી ગયા. બંને પતિ-પત્ની શંખેશ્વર આવ્યા. સૌ પ્રથમ તેઓએ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કર્યાં. ત્યારે પછી બંને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં આવ્યા. ધર્મશાળામાં એક રૂમ લખાવીને બંને રૂમ પર ગયા. સતત મુસાફરીના કારણે બંને શ્રમિત થયા હતા. આથી કલાકેક આરામ કર્યો. ભોજનકાર્ય પતાવ્યું અને તૈયાર થઈને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં દર્શનાર્થે ગયા.
બંને એ મૂળનાયકને વંદન કરીને ભમતી ફરી. તેમાં દામિનીને છઠ્ઠી દેરીમાં બિરાજમાન શ્રી જોટીગંજી પાર્શ્વનાથ પ્રત્યે વધારે શ્રદ્ધા ઉત્પન્ન થઈ. તેઓ ત્યાં બેસી ગયા અને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન ગાવા લાગ્યા. તેમની સાથે અશ્વિનભાઈ પણ બેઠાં હતાં.
દર્શન–વંદન કરીને બંને પાછા રૂમ પર આવ્યાં, બીજું કોઈ કામ હતું નહિ એટલે શંખેશ્વરની નાનકડી બજા૨માં આંટો મારવા ગયા.
સંધ્યાકાળ શરૂ થતાં પહેલાં બંને ધર્મશાળામાં આવ્યા અને થોડીવાર રહીને ભોજનશાળામાં જઈને ભોજન કર્યું. ફરીને તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં દર્શનાર્થે ગયા. ત્યારપછી વિશાળ પટાંગણમાં ગોઠવાયેલા બાંકડા પર બેઠા. રાત્રે રૂમમાં જઈને સૂઈ ગયા.
બીજે દિવસ વહેલી સવારે ઉઠીને, પૂજાના વસ્ત્રો ધારણ કરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં સેવા-પૂજા કરવા અર્થે ગયા.
દામિનીબેન દરેક ભગવાનની અનેરા ભાવથી પૂજા કરી અને શ્રી
શ્રી જોટીગંજી પાર્શ્વનાથ
૬૮