________________
અહીં સંવત ૧૩૪૩ મહાવદ-૨ ના દિવસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. સંવત ૧૬૬૭માં આચાર્ય ભગવંત શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉના નિવાસી કુંવરજી જીવરાજ દોશીએ આ તીર્થનો ચૌદમો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો.
અજયપાળ' નામના ચોરાથી ઓળખાતી જગ્યા પર ખોદકામ કરતાં અનેક પ્રાચીન મૂર્તિઓ અને અવશેષો મળ્યા છે. જે નગરીની સમૃધ્ધિ અને ભવ્યતાનો સુંદર પરિચય આપે છે.
- આજે તો અજાહરા ગામમાં શ્રી અજાહરા પાર્શ્વનાથ જિનાલય સિવાય વિશેષ કશું નથી. અહીંનું શિખરબંધી જિનાલય અત્યંત મનમોહક અને દર્શનીય છે. અહીં યાત્રાળુઓ ની અવર-જવર ખૂબ રહે છે. વર્ષે હજારો યાત્રાળુઓ આવતાં જતાં રહે છે.
ચૌદમા સૈકામાં આચાર્ય ભગવંત શ્રી જિનપ્રભસૂરિજી મહારાજે પોતાની રચનામાં શ્રી અજાહરાના પાર્શ્વનાથને ‘નવનિધિ” નામથી ઓળખાવ્યા છે. અનેક જૈનાચાર્યો, કવિઓએ આ તીર્થના યશોગાન ગાયાં છે અને તીર્થની પ્રભાવકતાનો પરિચય શબ્દો દ્વારા આપ્યો છે. સંપર્ક : શ્રી અજાહરા પાર્શ્વનાથ શ્વે. જૈનતીર્થ, મુ. અજાહરા, પોસ્ટ-દેલવાડા (જી. જૂનગઢ) સૌરાષ્ટ્ર.
વ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર | મહાપ્રાસાદમાં શ્રી અજાહરાજી પાર્શ્વનાથ
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ તીર્થમાં દર વર્ષે હજારો યાત્રિકોની અવર જવર રહે છે. મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત અને સૌરાષ્ટ્રના અનેક શહેરોના યાત્રિકો દર પુનમે શ્રી શંખેશ્વર દાદાની સેવાપૂજા, દર્શન વંદન અર્થે આવે છે ત્યારે આ તીર્થના દર્શનનો પણ લાભ મેળવે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયમાં ફરતી ભમતી આવેલ છે તેમાંની બારમી દેરીમાં દર્શનીય શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે. પરિકરથી પરિવૃત આ પ્રતિમાજી સપ્તફણાથી
૧૧૮
શ્રી અજાહરાજી પાર્શ્વનાથ