SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ યા તે તામ્રપત્ર ઉપર અંકાયેલી પ્રશસ્તિઓ અથવા તે ચરિત્ર ઉપરથી જ તારવી શકાય છે. શિલાલેખ અને દાનપત્ર ઉપરથી ઈતિહાસના અંશે એકઠા કરવા એ પુરાતત્ત્વસંશોધકેની પુરાણી પરંપરા છે. રાજતરંગિણિકાર કલ્હણે કાશ્મીરનો ઈતિહાસ રચવામાં આજ સાધનને ઉપયોગ કર્યો હતે. કહણ પિતે એ વાત કબૂલ કરે છે. જૂના હિંદુ રાજાઓ અને જૂના પંડિત એ પરંપરાના પૂરા જાણકાર હોવા જોઈએ. એમ ન હોય તે ભૂમિદાન, કુંભદાન જેવા બહુ સામાન્ય અવસરે તેઓ લાંબા લાંબા ચરિત્રે તથા રાજવહીવટની વિગત શા સારૂ વર્ણવે ? મંદિરના શિખરે નીચે અથવા અસ્થિઓની સાથે સ્તૂપના તળીયે લેખને ભંડારી દેવાનું એમને કેમ સૂઝે? ઈતિહાસને લાંબી જિંદગી આપવાની એ એક કરામત હતી. અશેક તે સ્પષ્ટ શબ્દમાં કબૂલ કરે છે કે “દીર્ધાયુષી બનાવવા” “ ચિરસ્થિતિને સારૂ ” લેખેને પત્થર ઉપર કેતરાવ્યા છે. શિલાલેખ વિગેરેમાં, તેઓ વૃતાંત તથા ચરિત્રોને લગભગ ઈતિહાસ-દષ્ટિએ આલેખતા. જેની તેમ નવી વાતને ટુંકામાં, કાવ્યરૂપે નહીં, તસ્વરૂપે, કહી નાખતા. 3. ફલીટ, આપણા શિલાલેખ-તામ્રલેખ વિગેરેનું આ વ. લેકન કરીને અભિપ્રાય આપે છે કે જૂના જમાનાના હિંદુઓમાં પણ ઈતિહાસ લખવાની કુશળતા હતી એમ આથી પુરવાર થાય છે. પૌરાણિક વાતે તથા કાવ્યવર્ણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy