________________
: ૩ :
કરતાં આવા લેખની શૈલી કંઈક અને ખી છે. એ લેખોની રૂઢી અને પદ્ધત્તિ દસ્તાવેજી હોય છે. એમાં તેઓ પુરૂં નામ, ઠેકાણું તે આપે છે જ પણ પૂર્વજોની વંશાવળી, મિતિ, વાર, સંવત અને સાથે સાથે નાનાં-મોટાં કારણેની કેફીયત પણ રજૂ કરે છે.
આવા જેટલા જેટલા લેખો આજ સુધીમાં અહીં મળ્યા છે તેમાં કલિંગના ચક્રવર્તી રાજા ખારવેલને લેખ, જે હાથીગુંફા–લેખના નામથી પ્રસિદ્ધ છે, તે અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. મોના નાના નાના લેખને એક બાજુ રાખી મૂકીએ તે માત્ર મહારાજા અશકનો “ધર્મલિપિ ” શિલાલેખ એના કરતાં જૂને છે, છતાં ઐતિહાસિક ઘટનાએ અને જીવનચરિત્રને પત્થરના કલેવર ઉપર કેરી કાઢનારે, ભારતવર્ષનો આ સૌથી જૂને-પહેલવહેલો શિલાલેખ છે.
એરીસા( ઉત્કલ)ના ભુવનેશ્વર તીર્થ નજીક ખંડગિરિ, ઉદયગિરિ પર્વત ઉપરની એક પહોળી ગુફાને મથાળે તે લેખ કોતરાવે છે. પહાડને ચીરીને ઓસરીવાળા કેટલાક મકાને, જૈન મંદિર તથા જૈન સાધુઓને માટે મઠ જેવા ગુફા-ગૃહે અહીં પ્રાચીન કાળમાં બનેલા છે. પહાડમાંથી કેરી કાઢેલો એ જ એક મહેલ પણ છે. એ મકાને પિકીના કેટલાક ઉપર વિક્રમ સંવતના આરંભ પહેલાં ૨૦૦ વર્ષે લખાએલા લેખે છેઃ એ લેખો સંસ્કૃત
અક્ષર–જેને બ્રાહ્મી લિપિ કહેવામાં આવે છે તેમાં પ્રાકૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com