SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : ૬૦ પાકિસ્તાનનાં જૈન મંદિરો ભોડેશ્વરનું જિનાલય થરના રણમાં, પ્રાચીન જિનાલયોનો ભવ્ય સંગ્રહ છે. આ ભૂતકાળમાં હિન્દુ અને જૈન સામ્રાજ્યની હાજરીની ભવ્યતાને સિદ્ધ કરે છે. ભોડેશ્વર આ પૈકી એક છે, વિશેષત: કળા-કારીગરીનું ઐતિહાસિક સ્મારક આ ખંડિત-નષ્ટ થયેલ જિનાલય છે. ભોડેશ્વર, નગરપારકરની ઉત્તરપશ્ચિમે કરૂંઝર પર્વતશ્રેણીની છાયામાં સ્થિત છે અને એક નાની મસ્જિદ જે મહમદશાહ મુજ્જફ્ફરે ઈ.સ. ૧૫૦૫માં બંધાવેલ હતી અને તેના આરસપહાણ ગુજરાતમાંથી લાવવામાં આવેલ હતા. આ સ્થાન અગાઉ ભોડેશ્વર નગરી તરીકે વિખ્યાત હતું. (કદાચ નગરી સંસ્કૃત શબ્દ ‘નગર’ પરથી ઉદ્ભુત હતું) તે એક સમૃદ્ધ અને ભવ્ય નગરી હતી (એ કાળમાં). જ્યારે આવાં સ્થાપત્યો અને બાંધકામ આજે પણ જોવા મળે છે. ભોડેશ્વરનો પાયો ૫૧૫ ઇ.સ.માં નખાયેલ તેમ મનાય છે. અમુક સ્થાનિક પરંપરા, આ નગરનું નામ રાણી નામે ભોડી જે તત્કાળે રાજ્ય સંચાલિકા હતી તેના પરથી પડેલ છે તેમ માને છે. તદુપરાંત કહેવાય છે કે ભોડી રાણીએ ધાતુના પાયા દ્વારા એક સુંદર તળાવ બંધાવેલ હતું. આ તળાવ પાસે ઈ.સ. ૧૦૨૬માં જિનાલય સ્થાન પામ્યું આ જિનાલય ઊંચા સ્થાને નિર્માણ પામ્યું જ્યાં જવાનાં પગથિયાં ખડકમાંથી કોતરવામાં આવ્યા. નિજપૂજાના આશયથી પત્થરના મોટા પાષાણ પગથિયા નિર્માણ થયાં તે સમયની ભક્તિ, નિષ્ઠા અને કારીગરીની ખૂબીઓ દર્શાવે છે. આ જૈન સંસ્કૃતિની ઉચ્ચતમ ભવ્યતા દર્શાવે છે. કાળક્રમે અત્યારે ભંગાર અવસ્થામાં છે, ખંડિત છે. પ્રતિમાઓ ઘણા સમયથી અદશ્ય (લુપ્ત) થઈ ગયેલ છે. આની જગ્યાએ સ્થનિકોએ આવાસ બનાવેલ છે. (૧) મંદિર નં. ૧: એક નાનું મંદિર. મંદિરના મુખ્ય ભાગમાં એક લાંબી કોટડી છે જે બહારથી ત્રણ જેવી લાગે છે, પણ એક જ લાંબા ખંડના ત્રણ ૧૭૩ -
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy