SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ---------પાકિસ્તાનનાં જૈન મંદિરો--------------- પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનવા અને વારસાગત સ્થાનોની જાળવણી માટે અને પુનર્વિકાસ કરવાની સંભાવના બની રહે. થર એક્સપ્રેસના વિકાસથી ભારતની જૈન વસ્તીઓને આકર્ષી શકાશે અને ધાર્મિક પ્રવાસનનો વિકાસ કરી શકાશે તેમ તે કહે છે. આ યાત્રાસ્થળ સ્થાનિક લોકોને રોજગારી અને નોકરી-ધંધાની તકો બક્ષવા ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિકસાવશે તેમ તે કહે છે. વીરાવાહ મંદિરના બે સ્તંભો પણ જાળવી રખાયેલ છે જે આ બ્રિટિશ રાજના સમયના કરાચી નેશનલ મ્યુઝિયમમાં જોવામાં આવે છે. સરકારે સિંધના વિકાસ માટે ૫૦૦ મિલિયન અને વધુ ૫૦૦ મિલિયન દસવર્ષીય યોજનાની અંતર્ગત જાળવણીના કામ માટે જુદા તારવ્યા છે જે ૨૦૧૧ સુધી વિસ્તૃત થશે. ૮૧ વર્ષીય ચાચા અલી નવાઝ નગરપારકરની એક માનનીય વ્યક્તિવિશેષ જણાવે છે કે તેઓ ભાગલા પહેલાં થરપારકરમાં જૈનધર્મીઓના નિવાસના તેઓ સાક્ષી છે, પરંતુ ભાગલા બાદ પાકિસ્તાન ૧૯૪૭માં સ્વતંત્ર થયું, પરિણામે તેઓ ભારતમાં હિજરત કરી ગયા અને સાથે પ્રતિમાઓ પણ લઈ ગયા. ભાગલા પહેલાં પરીનગરમાં આશરે ૮૦૦ જૈન પરિવારો હતા, પરંતુ તેઓ ઠાકુરો દ્વારા લુંટાયા અને પરિણામે ભારત પ્રતિ સ્થળાંતર કર્યું. ૧૭૨
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy