SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદના અનુભૂત પ્રગ ૪૨. મોઠની દાળ આકડાનાં દૂધમાં ભીંજવી, સુકવી, વાટી રોટલે કરે. અગ્નિમાં બળે, પછી ચતુર્થાશ પીપલ નાખે, ૨-૪ રતિ ખવરાવે, પથ્યમાં ભાત અને ઘી ન લેવું, ખાંસીમાં અચૂક લાભ થશે. ૪૩, ગોખનું મૂળ ચોખાના ધાવણમાં અને નાગકેસરનું મૂળ મધમાં ઘસી પીવાથી ખાંસી મટે છે. ૬૪, અપામાર્ગ, આકડો અને અરડૂસીનાં લાકડા ઠીકરામાં બાળી રાખ કરવી. પછી ગળાના સત્યની માફક ત્રણેને સત્વ કાઢવો, એ સત ૧ ટંક આપવાથી ખાંસી અનેક પ્રકારની મટે છે. પૃનીમાં પણ હિતાવહ છે. ૪૫. રાતી અને ધોળી ડાંડીની બહુફળી છાયા શુષ્ક, ચૂર્ણ, ૧ શેર ગાયના દૂધમાં નાંખવું, ઉકળતાં ઉકળતાં અડધું રહે ત્યારે ઉતારી નાંખે, પછી ધીરે ધીરે સેવન કરે, ઘી સાથે, છાતીએ લેહી પડતું અટકે. છાતી દુઃખતી મટે. ૪૬. બીજા બેલ, સેહગી, કળીચૂનો, શંખચૂર્ણ ફટકડી, લોહભસ્મ, ત્રણ-ત્રણ ટંક, ગોળ ૨૦ ટેક, બધાંની ૧૭ ગોળિઓ બનાવે. સવારે પાણી સાથે એક આપે, ખાંસી, લેહી પડતું રહે. ૪૭. કંટાઈને રસ ૧૦ શેર લઈ આમાં ૧ શેર સૂંઠ નાંખી ઉકાળવી. પછી સુકવી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું, પછી સવા–સવા તોલા મરી અને પીપલ તથા રા રંક અકરકરો, ૧૦ ટંક સિંધવ, સંચલ અને ચિત્રક ૫–૫ ટૂંક મેળવી બધાંનું ચૂર્ણ કરી રાખવું. ૩-૩ ટંકની ફાકી ગરમ પાણી સાથે આપવી. હૃદયના રોગોમાં અસરકારક સુધારો થશે. ૪૮. ઉર્વ ધાસ પર વિશેષ, સુંઠ, આદુ, પીપલ મરી, અકરકરો, સંધવ, ૫–૫ ટંક, શુદ્ધવછનાગ ૨ ટંઠ, પ્રથમ વછનાગ અને મારી સાથે વાટે, પછી બેએ આદુના રસમાં ૨ ઘડી મર્દન કરે. અનન્તર બીજ ઓપને આદુના રસની બે ભાવના આપે, પછી કળાં મરી બરાબર ગેળીઓ બાંધે. સાંજ-સવાર નિત્ય સેવન કરે, ખાંસી, કફ, શ્વાસ, શ્લેષ્માદિમાં તથા ઉદ્ભવાસમાં પરમ ઉપકારી છે, કદાચ રોગીને ગરમી વિશેષ જણાય તો ભાતનું ઓસામણ પતાસા નાંખીને પીવડાવવું. પીલિયે-કમળ ૧. કડ઼ રાત્રે ભીંજવી રાખે, સવારે વાટીને રોગીને પાય. સ્વાદ માટે થોડી સાકર નાખવી જોઈએ, કમળો મટે. ૨. મારવાડી ઝૂના ખેલડાં, રાત્રે ભીંજવી સવારે સાકર મેળવી પાવાં, કમ મટે. ૩. ભાંગરાને રસ ગાયના દૂધ સાથે આંજવો, કમળો મટે. ૪. કાંટાળા કૂકડલાના ફળને રસ નાકમાં નાંખે, નાંખતી વખતે મોઢાંમાં સાકર રખાવવી. નાકમાંથી જેટલું પીળું પાણી વહે, વહેવા દેવું, કદાચ ફળ લીલું ન મળે તો સૂકું લઈ ગરમ પાણીમાં ભીંજવી રસ કાઢવો કમળા માટે અતિહિતકારી છે. ૫. વિષખપરાનું ફૂલ ખૂબ ચાવી ધૂકવું. પછી કડવા તેલના કેગળા કરવા, એવી રીતે ત્રણ દિવસ કરવું. જડથી કમળો જશે, નિર્ભય પ્રયોગ છે. ૬. અપામાર્ગની જડ ટુંક ૧૦, તૈલ | શેરમાં ઉકાળી શરીરે ચોપડે, શરીરની પીળાશ જશે,
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy