SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ભાગ પહેલે ૩૦. શુદ્ધમણસીલ એક ટંક લઈ ગાયના ઘીમાં મેળવી સ્ના ૩ પૂબડાં તૈયાર કરવા. પછી માટીની ઠીકડી કે તવામાં એક ખૂબ લાલ કેયલે મૂકે. એના પર મેણસીલવાળું પૂબડું મૂકી ઉલટી ચલમ કે પપૈયાની ડાંડીથી ઘૂંવાળા લે. ૩ દિવસમાં કફમાં લાભ થશે. ૩૧. સંભાલૂ પાઠ ના શેર, કંટાલી પંચાંગ ના શેર, અરડૂસીના પાન પાશેર. વાટીને ગેળા કરો. કપડમડ્ડી દઈ પકાવવો પછી કાઢી ૩ ટંક આ રાખ અને પા ટંક મરીની ફાકી ખાલી પેટે આપવી. સાત જ દિવસમાં ખાંસી, શ્વાસ, દમ પર ઉલ્લેખનીય લાભ આપે છે. અનુભૂત છે. ૩૨. લીંબડો, સાંભરું મીઠું, આકડાનું દૂધ અને કુવાર પાઠાને ગર્ભ, અડધો અડધે શેર દ્રવ્ય લઈ માટલીમાં ભરી કપડમટ્ટી કરી અરણિયા છાણામાં ગજપુટે પકવી. પિતાની મેળે જ શીતલ થાય ત્યારે કાઢી. એ રાખ ક ર અને ચિત્રક અજમે ટૂંક – ૧૪ દિવસ ખાય તે ખાંસી, શ્વાસ તોડ, ગેલે કઠોદર, સફેદર આદિ તમામ ઉદર વ્યથા શાન્ત થાય. ૩૩. ત્રિફલા, ત્રિગડ઼ , ૧૫–૧૫ ટક, મેથ ૧ ટંક, વાયડિંગ ચિત્રક, પીપલામૂલે પ–પ ટંક. લોહચૂર્ણ, હીંગ, શિલાજીત ૧૨-૧૨ ટંક, ૧૦૦ ટંક નિવાત, ૨૦૦ ટંક મધુ. બધાની માત્રા રા ટંકની છે. વાજીકરણ પ્રમેહ, શ્વાસ, મૂત્રકચ્છ, પાંડુ, શ્વાસ, ખાંસી અને કફ આદિ અનેક પેટ તથા હૃદયના દર્દી માટે ઉપકારી છે. ૩૪. મરી ટંક ૪, હરતાલ, ભણસીલ ટંક ૧-૧, જલ ભાંગરો તોલા ૧૨, મૂડીકલ્હાડ અને સહસ્ત્ર મૂલીને રસ, ૧૨-૧૨ તોલા, વાનસ્પતિક રસમાં કપડું ભીંજવી તૈયાર રાખવું. સુકાયાબાદ ઉપરની દવાઓ કપડામાં તંબાકુની પેઠે ભરી ભૂંગલી કરી ધૂમ્રપાન કરવું. પ-૭ દિવસ લગી, ઉપર ગોળ ખાવો. ખાંસી આદિ રોગ મટે છે. ૩૫. હરડે, નાસપાલા, સતવા સુંઠ, સમુદ્રફળ, સમભાગ ફાકી ટંક ૧ ની પાણી સાથે લેવી. ખાંસી મટશે. ૩૬. આકડા, ધાવડા અને રીંગણીના ફૂલ ગા ગા શેર બકરીના મૂત્રમાં ૧ સપ્તાહ ભીંજવી રાખે. પછી ગાળીને ૧-૧ ટંક પાવે તો ખાંસી મટે. ૩૭. અશોકનું મૂળ મધથી ઘસી પાય તો ખાંસી મટે. ૩૮. હીયાવલી ટંક ૫ દૂધમાં ઉકાળી સૂકવે, પીપલ રંક છે કેથેડીની જડ ટંક ૫, દેવાલી ટંક ૧. ચૂર્ણ કરી મધમાં આપે તે સાત જ દિવસમાં કેથડી નિકળી પડે. પથ્ય બકરીનું દૂધ અને ખા. ૩૯. શિલાજીત રંક ૧, પોકરમૂલ, વાસા, બહેડા, ૪-૪ માસા, પીપલ ચોસઠ પ્રહરી ભાસા ૨, ૪૦ ટંક મધમાં અવલેહી રાખે. પછી એક એક ટંક ખવરાવે, દિવસમાં ત્રણવાર ક્ષત, જ્વર, વાત, પિત્ત શ્લેક્ષ, ખાંસી મટે. ૪૦. કલચૂનો ટંક ૫, બીજાબાલ ટંક ૧૦, ફટકડી ટેક ગા, ખાંડ ટાંક ૪૮, ભેગાં કરવાં, વાછડીના મૂત્રમાં ટંક ૩–૫ સુધી પાવાં, ખાંસી આદિ મટે. ૪૧. ૦શેર ખા ૩ દિવસ આકડાનાં દૂધમાં ભીજોવે, પછી સરાવસંપુટમાં ભસ્મ કરે, પછી આમાં કાળાં મરી અને કાથો ૮-૮ ટંક મેળવી રાખે. ૨-૨ ટંક સવાર સાંજે ઘીમાં ચૂંટાવે તે ખાંસી મટે, સાથે ઘી છે તો એ જરાય ભય ન રાખવો,
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy