SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૧૭. હીરાકસી, ત્રિફલા, મોટી હરડે, માસૂફલ, કપૂર, ઐરસાર, સોનામાખી, લોહચુર્ણ, મજીઠ, નાસ પાલા, લોદ, તુર્થી, શુભ્રા, મસ્તંગી, ગુંદ, ચીકણી સોપારી ૧-૧ ટંક વાટીને ચૂર્ણ કરી દાંતે ભંજન કરે, દાંત દૃઢ થાય. મોંઢાનાં બીલ છાયા આદિના ઉપચાર ૧. ટંકણખાર ફુલાવી ચૂકથી લગાવે તો મોઢા પરના ખીલ સારા થાય. ૨. તલ, જીરું અને સરસિયાનાં બીજ વાટી ચોપડે તે ખીલ ન રહે. ૩. જેઠીમધ, લેજના પાન વાટીને ખીલ પર લેપ કરવો. ૪. પઠાના બીજની મીગી, બદામ, હળદર સમભાગે લઈને ધોના રસમાં ખૂબ ઘૂંટે. પછી બકરીનાં દૂધમાં ચેપડવા લાયક પ્રવાહી બનાવી ખીલ પર લગાડે, ખીલ મટે. ૫. દાંતણીને રસ મુખની છાયા પર લગાડે તો આરામ થાય. ૬. પમાડિયો તોલા ૨૦, ગાડરના દૂધમાં વાટી એક દિવસ રહેવા દે. અનન્તર સુખડ, કેસર, બદામ નઃ શિલાપર ખૂબ બારીક વાટે. બીજે દહાડે છાયા પર લગાડે, એક અહેવાડિયામાં છાયા જશે. -- ૭. હળદર, ફટકડી ૨-૨ ટંક, નાના બોરની માંગી રંક ૧, સૂમ વાટી માખણમાં મેળવી મેઢાપર ચોળવું. મુખની છાયા મટશે. ૮. ઉપલેટ, કેસર, ટંકણ, તલ ૧-૧ તોલ, ગૌદુધ ૫ તોલા, મીણ એક તોલા, મીણ ગરમ કરી દૂધ નાખવું. પછી દવાઓનું ચૂર્ણ નાખી ધીરે ધીરે દૂધ બળવા દેવું. મીણ અવશેષ રહે ત્યારે ઉતારી લેવું. પછી રાતે શયન વખતે છીયાપર ચોપડી મસળવું. છાયા મટે છે. ૯. વરુણાની છાલ, ગૂંદાની માંગી, કાંટાવાળા કરંજના પાનના રસમાં ખૂબ વાટી અવલેહ જેવું બનાવવું. પછી ગાયનું દૂધ આવશ્યકતાનુસાર મેળવી છાયા પર લગાડવું. ૧૦, ચવિક, વચ, સરસવ, મછડ, જેઠીમધ, દારુહળદર, સમભાગે લઇને પાણીમાં વાટી મુખ છાયા પર લેપ કરવો. ૧૧. હીગેટની મીગી, જાયનાં પાન, જાયફલ, સુખડ સમભાગે લઈ પાણીથી ઘસી લગાવે તે છાયા નાશ થાય. ૧૨. હિંગોટિયાની માંગી, રામપીપલી, બોરની મીગી, કેસર સમભાગે લઇને તેલમાં નાંખી છે;યાપર મદે તે છીયા, ખીલ અને મટે, મુખ તેજસ્વી થાય. અંજનાધિકાર ૧. ભીલાવાં ૨૪, ખાપરિયે ટેક શા, તુત્ય કે ના, પ્રથમ ભીલોવાં બાળવો. લેઢાની ખરલમાં વાટવા. પછી ઔષધ જુદા જુદા વાટી માખણમાં મેળવી ડી ભરી રાખે. આ નેત્રોજન આંખ માટે ઉપકારી છે. ૨. હળદર, પીપર, કાળામરી, લીંબડાનાં પાન, નાગરમોથ, સેંધવ, તુર્થી કપડછાણ કરી અવ્યાવર બકરીનાં મૂત્રમાં ગોળી ચણુ પ્રમાણે બનાવવી. ફૂલાવાળાને સ્ત્રી-દૂધથી, રાત્માંધાને કાંજીથી અને ઓછું દેખાતું હોય એને પાણીથી ઘસી આંખમાં આંજવી.
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy