SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે ૩. અહિફેન, આંબલી, સંદેસડાનાં પાન, લુણ, ફટકડી, સેંધવ, લેદ, સુંઠ, હળદર, જીરું, પીપળામૂળ, ઉપલોટ, વચ, લીંબડાનાં પાન, તલ, તુલસીપત્ર બધાં ઔષધ ૪-૪ માસા, તેલ તલનું ૧ તોલે, લીંબૂનો રસ ૧ તોલે. બધાંને લેઢાની ખરલમાં વાટી થેપલી કરી આંખે બાંધવી. ૩ દિવસ સુધી એક જ થેપલી ગરમ કરી સવારે સાંજે બાંધવી. પણ જ્યારે બાંધવી ત્યારે ગરમ કરી લેવી જોઈએ. આંખ દુ:ખતી મટે. ૪, સમુદ્રફલ, દારુહલદળ, ત્રિકટું, કઠ, ચિત્રક, વાયવિડંગ, સેંધવ, શુદ્ધ સુરમો, ખાપરિયે, મેરથુથુ સવ સમભાગ લઈ તાંબાના તટ્ટામાં તાંબાના લોટાથી લીંબુના રસ સાથે મન કરવું. ગોળી ચણા પ્રમાણે કરવી, ૧. તિમિર અને ઓછું દેખાતું હોય તે વાસી પાણીથી અંજન. ૨. છાયા હોય તે કાંજીથી આંજવી. ૩. ફૂલું હોય તે બકરીના દૂધથી આંજવી. ૪. પાણી પડતું હોય તે કેળના રસમાં ઘસી આંજવી. ૫. ચેડા વધારે આવતા હોય તે સ્ત્રીના દૂધથી આંજન. ૬. બધાયે નેત્રરોગોમાં વાસી પાણીથી ઘસી આંજવી. ૫. ચંદ્રપ્રિયા ગુટિકા:ત્રિકલાની માંગી, પીપર, વચ, કાળાં મરી, ઉપલેટ, શંખ, મણસીલ, સર્વ સમાન લઈ ગડીને દૂધની ભાવના આપવી. અભાવે ગાડરનું દૂધ લેવું. ગોળી વટાણા બરોબર કરી આ પ્રમાણે કામમાં લેવી. ૧. આંખ દુખતી હોય તે ગૌદુષ્પથી ઘસી આવી. ૨. આંખમાં ફૂલું હોય તો સ્ત્રી દૂધમાં ઘસી આંજવી. ૩. નાસૂર હોય તો ભાંગરાના રસમાં વાટ બનાવી આંખે ભરવી. ૪. રાતે ન દેખાતું હોય તો છાશની આંથી ધસી આંજવી. ૫. પરવાલ હોય તે ચેખાના ધોવાણથી ઘસી આંજવી. ૬. ખીલ હોય તે મધથી. ૭. બળતી હોય હોય તો સાકરથી. ૮. છાયા હોય તે પાણીથી. ૯. અંધારાં આવતાં હોય તે વાસી પાણીથી ધસી આંજવી. ૬. સુંઠ, મરી, પીપર, મસુરીલ, નિમલી, અફીણ, શુભ્રા, કાલપી મિશ્રી, ઘોડાના નખ, કાંધા અને પૂછડીના વાળ, ગધેડાના ખુર, કાંધાના તથા પૂછડીના વાળ, માણસના નખ અને માથાના વાળ, પાંચ જાતના કાચ, બધી એ વસ્તુઓ રા–રા તેલ લઈ, એક મોટી હાંડીમાં ભરવી, પછી સારી રીતે કપડમટ્ટી કરી ૪ પ્રહરની અગ્નિ દેવી. પિતાની મેળે હાંડી ટાઢી પડે ત્યારે ઔષધ કાઢી ખૂબ વાટવું. સમુદ્ર ફીણ, પીપર, ખાપરિયું, બીજબાળ, હીરાદૂષણ, ફટકડી ટંક ભેળવી પુનઃ ખૂબ બારીક ઘૂંટવું પછી સૂરમે બને તે આંખોમાં આંજવો. દરેક રંગો પર આ ઔષધ ઉત્તમ અને અવ્યર્થ પ્રમાણિત થયું છે,
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy