SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા પર પોતાની પકડ જમાવવાને રસ્તા લેવા માંડયા તથા ચીન પર વેપાર કરવા માટે યુરોપના તમામ શાહીવાદી દેશને માટે ચીનના દરવાજા ખોલી નાખવાની એણે માગણી કરી. આ રીતે પહેલા વિશ્વયુદ્ધ પછી દુનિયાની માટી આર્થિક સત્તા તરીકે બહાર આવવા અમેરીકન શાહીવાદે પોતાના સામ્રાજ્યવાદી પગદડા એશિયા પર જમાવવા માંડયેા. ૭૦૪ * ખીજા વિશ્વયુદ્ધના આરંભમાં જ અમેરીકન શાહીવાદે જગતમાં રામન સામ્રાજ્ય અને બ્રિટિશ સામ્રાજ્ય પછી આખા જગત પર અમેરીકન સામ્રાજ્યને એકચક્રી બનાવવાનાં સ્વપ્ના સેવવા માંડયાં તથા હવે જગતની આગેવાની અમેરીકા પાસે આવી પહેાંચી છે તેવી સ્પષ્ટ નહેરાત અમેરીકાના પ્રમુખે ટ્રુમેન ડૉકટ્રીન ' મારફત કરી. જગત પર પોતાના સામ્રાજ્યને પાથરી દેવા માટે યુરોપ ઉપરાંત એશિયા અને આફ્રીકા પર આ સામ્રાજ્યની હકુમત હેવી જોઈએ તે સ્પષ્ટ હતું. એટલા માટે જાપાનના શાહીવાદી વસ્વને એશિયા પરથી પરાજ્ય આપવા માટે અને આફ્રીકામાંથી બ્રિટન અને ફ્રાન્સના શાહીવાદને પરાજ્ય આપવા માટેની અમેરિકન કાર્યવાહી શરૂ થઇ ગઇ. આ કાર્યવાહીના સાચા આરંભ તા ખીજા વિશ્વયુદ્ધમાં ઈ. સ. ૧૯૪૧ના ડિસેંબરની ૭મીએ થયા એમ પણ કહી શકાય, કારણકે એ દિવસે, અમેરીકન શાહીવાદ વિશ્વયુદ્ધમાં ઉતર્યું. આ યુદ્ધની અંદરનું અમેરીકાનું આ ઉતરાણ જાપાને કરેલા પલ હારબર પરના હુમલા સામે થયું. આ પહેલાં જ, જાપાનના શાહીવાદે એશિયા પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી દેવાને પેાતાના હેતુ સ્પષ્ટ કરી દીધા હા, તથા એ હેતુ માટે જ જર્મન શાહીવાદ સાથેની સમજુતિપૂર્વક એણે યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. હવે એ એશિયા પર જો અમેરિકન સામ્રાજ્યની સ્થાપનાના હેતુ બર લાવવા હાય તે અમેરીકાએ પોતાના હરીક બની ચૂકેલા જાપાની સામ્રાજ્યવાદને પરાજ્ય કરવે જ જોઈએ. યુદ્ધ દરમ્યાન પણ આ પરિસ્થિતિ અને આ હેતુ અમેરીકન શાહીવાદના એકેએક પગલામાં કાયમ રહ્યાં. યુરાપમાં તા, ભીજું વિશ્વયુદ્ધ લડતી, ત્રણ મહાન સત્તાએ લગભગ સરખી સપાટી પર હતી. બ્રિટન તથા સેવીયટ યુનીયનની સરખી સાથીદારીમાં અમેરીકન શાહીવાદ યુરોપના સમરાંગણુ પર લડતે હતા, પરંતુ એશિયામાં પરિસ્થિતિ જુદી હતી. એશિયાભરમાં અંગ્રેજી શાહીવાદ યુદ્ધ દરમ્યાન એશિયાના માલીક હતા. આ અંગ્રેજી સામ્રાજ્યમાં દૂર પૂર્વને વિરાટ દેશ ચીન હન્તુ આવ્યા નહોતા. આ ચીન પર કબજો લેનારા જાપાનના શાહીવાદનું આક્રમણ શરૂ થઇ ચૂકયું
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy