SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસનું સરવૈયુ, વિશ્વ શાંતિ કે વિશ્વસ'હાર ! ૭૦૫ હતું. આ આક્રમણના પરાજ્ય કરીને ચીનને વિમુક્ત બનાવવાની નહીં પણ ચીન પર પાતાના પગડા જમાવવાની અમેરીકન શાહીવાદની યુદ્ધનીતિ જગજાહેર બની ચૂકી હતી. બીજા વિશ્વયુદ્ધના અંતમાં, અમેરિકન શાહીવાદ શુ સાધે છે ? જી' વિશ્વયુદ્ધ અંત પામતું હતું એ જ અરસામાં, હીરાશિમા અને નાગાસાકી નામનાં એશિયાનાં એ નગરાનાં ઉતાવળાં ખૂન કરી નાખવાના કારણમાં અમેરીકન શાહીવાદ શાની ઉતાવળમાં હતા ! વિશ્વયુદ્ધના આખરી વરસામાં જ કઇ ખાવાઈ જતું હેાય અને કંઈ સાચવી રાખવાનું હોય તેમ, આ શાહીવાદ, જગત પર તાકીદના કાર્યક્રમ લઈને ઉતાવળા મચી પડયા હતા. આ તાકીનેા કાર્યક્રમ આખા જગતને પેાતાની આગેવાની નીચે પકડી રાખવાની તાલાવેલીવાળા બની ચૂકયા હતા. આ તાલાવેલીમાં જ પતન પામતા જાપાનને પાતાની શાહીવાદી પકડમાં જ જકડી લેવા એણે બધા સંસ્કારાને ધડીભર કચડી નાખીને, જાપાનનાં એ નગરા પર અણુમાંખ ઝકી દીધા હતા. આ અમેરીકન શાહીવાદની તાલાવેલી, જગતનું રક્ષણ કરવા માટે કે વિશ્વશાંતિની સાચવણી કરવા માટેની નહોતી પરંતુ પોતાના હાથમાં આવી પડેલી આખા જગત પર અધિકાર ભાગવવાની અથવા વિશ્વ સામ્રાજ્યના માલીક બનવાની તકને સાચવી રાખવા માટેની આ તાલાવેલી હતી. આ તકને સાચવી રાખવી એટલે, તેના એકમાત્ર અર્થ એ હતા કે, જગતભરમાં અમે રિકન શાહીવાદને સાચવી રાખવે, અથવા એના સાફ અર્થ એ હતા કે આ વિશ્વની અંદર શાહીવાદી ઘટનાને પૂર્વના પ્રદેશ પર સાચવી રાખવી. આ માટેજ પૂર્વના એક સમયના શાહીવાદી, અને પોતાના હરીફ્ ખતી ચૂકેલા, એવા જાપાન નામના પ્રદેશને પેાતાની પકડ નીચે રાખી મૂકવા જોઇએ. આ બાબત, અમેરીકન શાહીવાદ માટે પેાતાની શાહીવાદી મુરાદોને સફળ બનાવવા માટે ખૂબ જ જરૂરી હતી. જાપાન પર પોતાને શાહીવાદી કબજો મળી જાય તેજ અમેરીકન શાહીવાદ પૂર્વના એ, વ્યૂહાત્મક મથક જેવા પ્રદેશ પરથી પૂના, ચીન અને ભારત જેવા બીજા પ્રદેશ તથા આખા, હિંદીમહાસાપર પર પથરાયેલા, એશિયન પ્રદેશ પર પોતાનું પ્રભુત્વ જાળવી શકે. એટલા માટે જાપાનનું પતન એકદમ કરવા માટે તથા પેાતાને જ હાથે કરવા માટે એણે સંસ્કાર અને સંસ્કૃતિની બધી શરમ મૂકી દઇને, જાપાનનાં બે નગરાનાં ખૂન કરી નાખ્યાં. આ ખૂનખાર કૃત્ય થયું કે તરત જ, જાપાનની સરકાર, જે પતન પામી ચૂકી જ હતી તથા, હિટલર જરમનીનેા પરાજ્ય થયા પછી, જે ટકી શકે તેમ હતું જ નહીં, તથા જેતે, સામાન્ય યુદ્ધના પ્રકાર વડે જ શરણે ૮૯
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy