SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ એસિરીયા અને બેબીલેન રવર્ગ કહેતા સુમેરિયને અહીં વસ્યા અને જીવનની મમતાવડે આ નિસર્ગ સુંદર ધરતી પર ટકી રહેવા માટે નગર–રાજ્યની સંસ્કૃતિને જમાવવા માંડ્યાં. અહીં દરેક નગરરાજ્યને કારભાર ધર્મગુરૂ ચલાવતો. આ ભૂમિ પરના જીવનકલહને એ જ આગેવાન બન્યો હતો. આ શાસનવ્યવસ્થાએ અહીં સંસ્કૃતિનાં શિખરે જેવા ભગવાનના મિનારાઓ બાંધ્યા. આ સંસ્કૃતિએ પિતાનાં કારખાનાં બાંધ્યાં અને કાંતણ તથા વણાટના ધંધાને વિસાવ્યા. આ સંસ્કૃતિએ પોતાના જીવનવ્યવહારની તાલીમ દેતી નિશાળે શરૂ કરી. આ બધી સંસ્કૃતિ, સુમર પ્રદેશના સુમેરિયનોએ પિતાની ધર્મસંસ્થાઓની આસપાસ વિકસાવી. સુમેરિયાની બેબિલોનીઅન શહેનશાહત અકડ પ્રદેશ પરથી પણ પાસેના સુમર ખાનની આ સ્વર્ગ જેવી ભૂમિ પર આક્રમણ આવી પહોંચ્યું ત્યારે ઇ. સ. પૂર્વે ૨૮મે સકે શરૂ થઈ ગયો હતે. ત્યારે અકડનો સારગેન નામને રાજા પશ્ચિમ એશિયાની ભૂમિ પર સામ્રાજ્ય બાંધવા બીજા દેશને જીતવા નીકળી ચૂક્યો હતો. એણે પૂર્વમાં ઇલામથી માંડીને તે પશ્ચિમમાં સીરિયા સુધીના પ્રદેશ પર પિતાનું સામ્રાજ્ય કોતરી કાઢીને જાહેર કર્યું કે, પોતે ઉદયાચલ અને અસ્તાચલ વચ્ચેના પ્રદેશને સ્વામી બની ચૂકી છે. સુમર પ્રદેશ પરનાં બધાં નગરે પણ એણે જીતી લીધાં. આ શહેનશાહથી શરૂ કરીને મેસોપોમીયાના મહારાજાઓએ સુમર અને અકડના શહેનશાહ તરીકે પિતાની જાતની જાહેર કરી. સારેગનની, આ શહેનશાહત, બેબિલેન નગરની રચના કરી અને આ નગરના નામ પરથી યુક્રેટીસ અને તૈગ્રીસની બે સરિતાભગીનીઓનો દક્ષિણ પ્રદેશ, બેબિલેનીયા કહેવાય. નગરમાં બેબીલેન જેવું મહાનગર બન્યું તે જ શહેનશાહમાં મહાન એ બેબીલોનને શહેનશાહ સારાગોનની શહેનશાહત તથા વંશવેલામાં, હેમુરાબી કહેવાય. આ શહેનશાહે ઈ. સ. પૂર્વે ૨૧૨૩ થી ૨૦૮૦ સુધી રાજ્ય કર્યું. શહેનશાહ હેમુરાબી ચાર હજાર વરસ પછી આ શહેનશાહ દીધેલા શાસનના વહીવટના કાનની શોધ થઈ અને આ શહેનશાહે સંસ્કૃતિને કાનુન દીધા હોવાથી વિશ્વ ઈતિહાસે એનું નામ પિતાની નોંધમાં ઉજળા અક્ષરે લખ્યું.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy