SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા પૂ. અનેક વર્ષ પર સંસ્કૃતિને આરંભ શરૂ થશે. બેબીલેનિયા અને એસિરિયા આર્મેનિયાના ઉચ્ચ પ્રદેશ પરથી પથરાયેલી બે સરિતાઓ વચ્ચેને આ મેસોપોટેમિયાના પ્રાચીન નામવાળે અને ઇરાકના આજના નામવાળે આ પ્રદેશ ઈરાનના અખાત સુધી પહોંચે છે. એ ઉચ્ચ પ્રદેશની બન્ને બાજુએ જુદી પડતી પેલી બને નદીઓ ઈરાની અખાત આગળ પાછી ભેગી થઈ જઈને અખાતને મળે છે. આ પ્રદેશ એટલે મેસેમિયાને ઉત્તર ભાગ પ્રાચીન સમયમાં એસિરીયા કહેવાતું હતું અને દક્ષિણ ભાગ બેબિલોનિયા કહેવાતે હતા. આ બંને વિભાગો વચ્ચેની હદ ૩૪ મી પેરેલલની હતી. બેબિલેનિયાને ઉત્તર વિભાગ અકડ પ્રદેશ પણ કહેવાતો હતો. આ બેબિલોનિયાના નામને પ્રદેશ બગદાદ અને ઈરાની અખાત વચ્ચેનો પ્રદેશ હતે. ઈમની સંસ્કૃતિ નાઈલ નદીની સંસ્કૃતિ હતી. મેસોપોટેમિયાની સંસ્કૃતિ એટલે એસિરિયા અને બેબિલોનિયાની સંસ્કૃતિ બે નદીઓની સંસ્કૃતિ હતી. નદીઓ જ્યાં અખાતમાં ઠલવાઈ જતી હતી તે પ્રદેશનું પ્રાચીન નામ “ચાલ્ડીયા” હતું. સંસ્કૃતિને આરંભ અહીં બે નદીઓ વચ્ચેની ફળદ્રુપ ધરતી પર થયો. આ ધરતી પર સંસ્કૃતિના પહેલા પાયા જે રખડતા માનને વસવાટ સ્થપાશે. આ વસવાટને સંસ્કૃતિને જીવન વહિવટ ખેતીના ઊદ્યોગવાળો અને ધાતુના સાધનેવાળ બન્યું. ધરતીની માટીમાંથી બનતી ઈટો અહીં સૂરજના તાપમાં જ પાકી જવા લાગી. ધરતીમાંથી નિપજતા ધનધાન્ય અને ફળફૂલના ઢગલા, માટીની ફળદ્રુપતામાંથી ઉભરાયા. સંસ્કૃતિની આગેકૂચમાં વેરાન પરાજય પામીને પાછું હટવા માંડ્યું, તથા હિંસક પશુઓ નાબૂદ થવા માંડ્યા. સંસ્કૃતિને માટે જરૂરી એવી શાંતિ આ ભૂમિ પર શરૂ થઈ. આ આવે સુમેરિયને હવે મેસોપોટેમિયામાં ઈ. સપૂર્વે ૩૫૦૦ નો સમય ચાલે છે, ત્યારે ઈતિહાસને પડદો ખૂલે છે અને રંગભૂમિ પર સુમેરિયન માનવ સમુદાયને સંચારવ સંભળાય છે. એ માનવસમુદાય મધ્ય એશિયામાંથી આવી પહોંચે હશે, અથવા તે, ભારત પરથી ઈરાની અખાતને ટપી જઈને આર્યો અને દ્રાવીડીયને પણ અહીં ઉતરી આવ્યા હોય! પણ એ ક આવી પહોંચ્યા અને પરદેશીઓની આક્રમક અદાથી એમણે આ નવા પ્રદેશને કબજે લીધે. આ નવો પ્રદેશ ઈરાની અખાત પરને જમીન પ્રદેશ છે. અને તે આજે છે તેના કરતાં ત્યારે વધારે ઉંચાણવાળા હતા, તથા કુદરતની લીલેરીથી રમ્ય બનેલું હતું. જીવનની જરૂરિયાતને ઉદાર બનીને દેતી. આ રમ્યભૂમિને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy