SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યપૂર્વમાં ડોકીયું ૧૯૧ પરન્તુ આ શાહીવાદી પકડમાંથી બચી જવાના અ કારણનું રૂપ નૂતન ઉદ્યોગ ધટનાની પેાતાના પ્રદેશપર રચના કરવામાં છે. વિમુક્તિના નૂતન રાજકારણની રચનાને શાહીવાદી લશ્કરી જાથામાંથી દૂર રાખીને જ તથા શાહીવાદી રીતરસમને પેાતાને ત્યાંથી ટાળીને જ, એશિયા આફ્રિકાનાં વિમુક્ત અને શાંતિચાહક રાષ્ટ્રોની સાથીદારી ટકાવી રાખી શકાશે તેવી સમજણ સાથે તે બાબતની ગંભીર જવાખદારી રાજા સાઉદે આજે ધારણ કરી છે. આ જવાબદારીને અદા નહીં કરી શકેલાં, પાકીસ્તાન, ઈરાક, તથા ટી અને ઇઝરાઈલ જેવાં રાષ્ટ્રોની કેવી ખાનાખરાખી થવા માંડી છે તે બાબત નજર સામે દેખતા, આ રણપ્રદેશ, પેાતાનું રાજકારણ ખૂબ સાવધાન પણે ચલાવવા માંડયા છે. આ મહાન એવા પ્રાચીન આરબપ્રદેશની આસપાસ, આજે બગદાદ કરાર નામના અંગ્રેજી શાહીવાદના યુદ્ધખાર ભરડા નંખાઈ ગયા છે. આ ભરડાનું પાટનગર ઈરાકનું બગદાદ બન્યું છે. આ લશ્કરી વ્યૂહનું યુદ્ધખાર સ્વરૂપ, કરાળીયાની ભીંસ જેવી, દરમ્યાનગીરીની ફાચા, મધ્યપૂર્વીની દુનિયામાં ઘેચાવા માંડી છે. જગતના શાહીવાદી વ્યૂહને આ અંકાડા, આજે પાકીસ્તાનને વહિવટ હાથમાં લઈ તે, મધ્યપૂર્વમાં અને એશિયા પરના મહાન દેશ ભારતપર યુદ્ધનાં વાદળ જમાવવા માંડયા છે. લેબેનેાનનાં ઇતિહાસ પ્રાચીન ઇતિહાસના પ્રીતીશયન સમયમાંથી પસાર થયા પછી અને ટરકીશ હકુમતના ઓટોમન શાસનમાં તવાયા પછી, ઈ. સ. ૧૮૬૦ માં લેખેનેાનના ઇતિહાસનું પ્રકરણ, લખાયું. આ પ્રકરણમાં આ પ્રદેશ ફ્રેંચશાહીવાદનું સંસ્થાન બન્યું અને પહેલા વિશ્વયુદ્ધ પછી જ એનું નામ, એ નાનકડા પ્રદેશની બહાર સંભળાયું કે લેખેતાન, જે સીરીયાનેા જ એક ભાગ છે તેને, ફ્રેંચ સરકારના વાલીપણા નીચે ફ્રેંચ પ્રોટેકટોરેટ તરીકે સોંપવામા આવે છે. ફ્રેંચશાહીવાદે પોતાને સોંપાયલા આ રક્ષિત–પ્રદેશને, ખ્રિસ્તી સ્વરૂપમાં ઘડવા માંડયા તથા, નદીકના સીરીયાની પ્લામિક અસરવડે તે ખગડે નહીં તેની કાળજી રાખવા માંડી. પછી ખીજું વિશ્વયુદ્ધ આયુ, ફ્રેંચસરકારનું પતન થયું અને લેખેનાને પેાતાને વિમુક્ત રાષ્ટ્ર તરીકે જાહેર કર્યાં. અત્યાર સુધીમાં આ પ્રદેશની ફળદ્રુપતાને લીધે ફ્રાન્સમાંથી અહીં સારા પ્રમાણમાં વસવાટ થઇ ચૂકયા હતા. લેખેનેાનના પાટનગર ખીરૂતની ગારીવસાહત ફ્રાન્સ તરફ લાગણી બતાવતી હતી તથા, આઝાદ બનેલા લેમેનાનના પાટનગરમાં પેલી લાગણીને લીધે જ, ઈ. સ. ૧૯૪૧ના જાન્યુઆરીની ૪ થીએ ફ્રાન્સના ઝંડા જેવા ત્રિરંગી ફરકા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy