SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન ૫૯ બસ ત્યાં...જ્યાં એ બંને હાથ ભેગા મળવાના હતા ત્યાં, જર્મનું મેત માગનારૂં કુંડાળું પૂરું બનવાનું હતું. ત્યાં જ..“આપણે વારે હવે આવી પહોંચે છે” એમ સંભળાયેલા સ્ટાલીનના શબ્દનો અર્થ ઊઠતે હતે. બસ ત્યાં જ... જ્યાં ડેન નદીને વિશાળ વળાંક વીકે થાય છે ત્યાં આગળ ગાઢ અંધકારમાં લાલ લશ્કરની યાંત્રિક ટુકડીઓ, ટેકે અને તે સાથે બરફમાં ગરકતી ને પાછી નીકળતી પથરાતી હતી. ત્યાં...ત્યાંથી એક ઈસારે થાય અને મુકરર સમયના આંકપર કાળને કીટ પહોંચે તેની રાહ દેખતે મહાસંગ્રામને મહારથી મીખાલવ મરણપથારી પરથી જીવલેણ જખમની યાતના ભૂલતે, આખાય સ્ટાલીનઝાડી સંગ્રામના મહાસેનાની ઝુકાવને આદેશ સાંભળો હતે. “આપણો સાણસાબૃહ હવે પૂરો થાય છે...આપણાં આક્રમણ ટાં થાય છે ત્યાં સુધી આખર ટક ટકી રહે, ટકાવી રહે.” સ્ટાલીનઝાડને ટકી રહેલું દેખતે મીખીલેવ મોરચાની ભેખડની એક ગુફામાં પડ્યા હતા. ટકી રહેવા માટે ઉતાવળા થતા પ્રાણને ઘૂંટતે એ આંખ મીંચતો હતો. આજ સુધી દબાયેલા શ્વાસના પ્રકાપવાળા નગર લડવૈયાઓના ઉગ્ર પ્રાણ રણમેરિચાના એ મહારથી પિતા પર સલામીના શપથ લેતા હતા, “સ્ટાલીનઝાડની પણ અમે ટકાવી રાખશું.” ચાલીસ માઈલના મરચા પર રોજ રેજ આક્રમણોનાં ઘોડાપૂર ઊભરાતાં રહ્યાં હતાં. બે મહિનાના હલ્લાઓ પછી જર્મનેએ સ્ટાલીનઝાડની ટેકરીઓ સર કરી હતી, સ્ટાલીનઝાડનાં ખંડેરેને પણ ભાગ કબજે કર્યો હત, સ્ટાલીનગ્રાડનાં ચગાન પર, કારખાનાં પર અને બજાર પર જર્મને કબજો થયો હતો. બે જગાઓ પર જર્મને નદીના કિનારાને પણ અડી ચૂકયા હતા. પણ સ્ટાલીનઝાડની નદી કિનારા પરની ભેખડનાં ખંડિયર પરથી રશિયને હટતા જ નહતા. ત્યાં જ મરી ફીટવાને નિરધાર કરીને રૂસી લડવૈયા ભેખડે છેદીને ચેટી પડ્યા હતા. જર્મન સેનાપતિઓનાં ધડતાં હૃદયો એ ચુંટી રહેનાર અમાનુષોને “જંગલી રશિયને” કહેતા દાંત કકડાવતા હતા. હવે દક્ષિણ તરફથી જર્મને પર રશિયન ધસારા દબાતા હતા. ઉત્તર તરફ ટીમેશેકે તૂટી પડવાને સમય માપ પડે હતે. નદી પરની એકસેથી એક હજાર ફીટ જેટલી ઊંચી ભેખડ પરની પહોળી પટી પકડીને રૂસી લડવૈયા સ્ટાલીનમ્રાટને પકડી રહ્યા હતા. એમણે પોતાનું ભારે તોપખાનું પૂર્વ કિનારે રોપ્યું હતું અને ઊંચી ભેખડે ને અંદરથી ખોદીને ભોમભીતર છાવણી ઊભી કરી
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy